Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

Previous | Next

Page 482
________________ विषय खंड જૈનનું જીવન વ્રત, નિયમ અને પચ્ચકખાણના મનાતા બંધનને અદબપૂર્વક સ્વીકારી, તે અગમમાં ઉડાણ આદરે. સ્વયં તીર્થંકર પરમાત્માને પ્રગટાવનારા અનંત ઉપકારી મહાવિશ્વશાસનની પરમ કલ્યાણમય છત્રછાયા તળે વિહરવાનું સાંપડયું છે સદ્ભાગ્ય જેને, એ જૈન ઐહિક બંધનોની સુંવાળી સેજ ઉપર કાળાંતરે પણ એશપૂર્વક ન આળોટે. તેના વિચાર વાણી અને વર્તનમાં અહનિશ શું જતું હોય સુમધુર સંગીત પંચ પરમેષ્ઠિ મહામંત્રનું. સ્વામીબંધુની સેવાને, તે જીવનનો અપૂર્વ પુણ્ય પ્રસંગ માને. ગુરુની સેવા શૂષામાં તે પરમ કૃત્ય કૃત્યતા અનુભવે જીનેશ્વર ભગવતના દર્શન, પૂજન સમયે, તે પોતાને ઔધર્મેન્દ્રશીય અધિક સુખી અને પુણ્યશાળી સમજે. અમેઘ સંજીવિની શકિત તુલ્ય શાસ્ત્રોમાંના સૂત્રોના એક બ્લેક બલકે એમાંના એક શબ્દની અપભ્રાજના કરતાં તે, કંપી ઉઠે, તેને અપાર વ્યથા ઉપજે; દુર્લભ માનવભવ હારી ગયા જેટલું દુઃખ થાય. અનાત્મવાદી વર્તમાન શિક્ષણ અને તેના પ્રચારક બળની અસર તળે આવ્યા. શિવાય આરાધક જીવનની જતનની જેમાં સર્વ જોગવાઈ છે એવા શાસન માન્ય સિધાન્તના સડાર વડે તે સાચા માનવજીવનની વધુને વધુ નજીક જવાની કોશિષ કરે. પરમ જીવનની આરાધનાની સર્વ બ ધારણીય જોગવાઈઓને શિક્ષણ પ્રચાર અને છેવટે કાયદા દ્વારા કુંઠિત કરવામાં પ્રજાની પ્રગતિ અને વિકાસ જોતાં આંતરરાષ્ટ્રીય ગૌરાંગ રાજનીતિની કુટનીતિની સીધી તેમજ આડકતરી અસર તળે આવેલા-આપણા દેશના રાજનૈતિક અને સામાજિક આગેવાનોની અભારતીય બનતી જતી, ભૌતિક વિજ્ઞાનમૂલક પ્રગતિના દયેયવાળી રાજનીતિ અને સમાજનીતિને પડકારવાનું પોતાનું કર્તવ્ય, તે આચરણદ્વારા અમલમાં મૂકે. એહિક આપત્તિઓના દુઃખ કરતાં, આરાધનામાં નડતા અંતરાયનું દુઃખ, તેને વધુ સાલે, શરીર, સંતાનો અને મકાન, બંગલાઓની સાનુકૂળતાઓના વિચારની સાથે સાથ, આત્મા, સામીબંધુ અને તીર્થોની પ્રતિકૂળતાઓ દૂર કરવાના યોજનાબદ્ધ વિચારમાં. તે સહેજ પણ અળગો ન રહે. સીનેમા, વર્તમાનત્રો, અદ્યતન સાહિત્ય સભા, સંમેલનો અને પ્રદર્શને પાછળ મળતા સમયનો ઉપયોગ કરતાં, તેનો આત્મા જરૂર કચવાય. એવી કઈ પણ પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રવૃત્તિ કે જેનાથી ઘણાનું મોટું અહિત અને થે કિનું નાનું હિત સધાતું હોય, તેમાં તે કઈ કાળે સાથ સહકાર ન જ આપે. આપે તે અતિ ભયાનક પાપનો ભાગીદાર બને. મહા પુણ્યોદયે મળેલા અતિ દુર્લભ માનવદેહને, પરમ મંગલ જૈન શાસનને પામેલે આત્મા, કદી દુરૂપયેગ ન જ કરે. જીવમાત્રના જીવનની સાનુકુળતાઓ વધારવામાં અને પ્રતિકુળતાઓ ઘટાડવામાં જ તે ખુશી અનુભવે, વેરવિધિની કાળી વાદળી તેના અંતરે વ્યોમને આંબી ન જ શકે. ૬ ષમ આ પંચમકાળમાં, અધર્મના વધતા જતા ભાવ–પ્રભાવથી ચલિત થયા સિવાય, સર્વ મંગલકર શ્રી જૈન શાસનનું શરણું પામેલે જીવ, સ્વકલ્યાણની ભાવનાપૂર્વક જીવન જીવી, પૂરને પણ તેના અનન્ય શરણ તળે લાવી, કલ્યાણભાવી બનાવે ! iા પરમપદલાંછુ, જૈન માટે કશું જ અશકય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502