Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

Previous | Next

Page 477
________________ પરિગ્રહ પરિમાણ વ્રત અને સમાજવાદી સમાજ રચના (લેખક-સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ “બાલેન્દુ માલેગામ) ભારત સરકારે ભારતમાં સમાજવાદી સમાજ રચના કરવાનું ધ્યેય સ્વીકારેલું છે. અને તેને અનુસરીને બધી ઘટનાઓ થઈ રહી છે. વિકાસ યોજનાઓ અને સર્વોદયના કાર્યક્રમો તે દષ્ટિએજ યોજવામાં આવે છે. એટલે હાલમાં ભારત દેશમાં સમાજવાદી સમાજ રચનાના જ ગુણગાન થઈ રહેલા છે. જગતના ઘણા દેશોએ એ પદ્ધતીની મુકતકે પ્રશંસા કરેલી છે. અને સામ્યવાદ જેવી પદ્ધતીથી દૂર રહેવું હોય અને અત્યાચાર ટાળવા હોય તો સમાજવાડી સમાજ રચના કર્યા વગર બીજે સુલભ અને સરળ ઉપાય જોવામાં આવતા નથી. પ્રજાને રેષ વહોરી લેવા વિના એ માગે દેશની પ્રગતિ સાધી શકાય છે. અને દેશને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકાય એ વાત સહ કેઈએ સ્વીકારેલી છે. અને એના પ્રત્યક્ષ પરિણામો પણ અનુભવમાં આવવા માંડયા છે, એ પદ્ધતીની પાછળ કેવળ આધિભૌતિકતા કામ કરતી નથી. પણ આધ્યામિક શકિતની તેને ખાસ જરૂર હોય છે. તેની પાછળ આધ્યાત્મિક શક્તિ કામ કરતી નહીં હોય તો તે સફળ થવાનો સંભવ ઘણે ઓછા હોય છે. એટલે સમાજવાદી સમાજ રચના અમલમાં આવવવાની હોય તે તેની પાછળ પ્રજાની મને ભૂમિકા શુદ્ધ થઈ તેને આધ્યામિક રૂપ અપાવું જોઈએ. ફકત કાયદા ઘડવાથી એ કાર્ય પૂરું થવાનો સંભવ નથી. એટલા માટે જ રાજકર્તાઓ વારંવાર જનતા સમક્ષ સહકારની માગણી કરતા રહેલા છે. સમાજવાદી સમાજ રચનાનું આ તવ નવું જ શોધાયું છે શું ? ભારત દેશની પ્રજાની પ્રકૃતિ જ એવી છે કે, એમાં આધ્યાત્મિકતાના બીજે ઉંડા રોપાઈ ગએલા છે. ધાર્મિક ભાવનાથી દરેક વસ્તુનું અવલોકન કરી સમજે કે વગર સમજે તેવું આચરણ કરવાની ટેવ ભારતની પ્રજાને પડી ગએલી છે. દરેક આચરણમાં અને વ્યવહારમાં ઉડે ઉડે પણ આત્મિક ભાવનાને આવિસ્કાર થએલો જોવામાં આવે છે, કેટલીએક ઘટનાઓમાં જડવાદ લેવામાં આવે છે તેના કારણે પણ સ્પષ્ટ જોવામાં આવે છે. મુસલમાન રાજકર્તાઓનું ઝનુની આ કમક જોર જ્યાં સુધી ભારતમાં રહ્યું તેટલા વખતમાં ઘણા હિંદુઓએ મુસલમાન ધર્મને અંગિકાર કર્યો. એ ધર્મ સાર સમજીને કે તત્વની માન્યતાને લઈ નહીં, પણ નિરૂપાયે કે સ્વાર્થ સાધવાને કારણે તેઓ મુસલમાન થયા. તે પણ અંતઃકરણથી તેઓ અંશતઃ આત્મવાદી રહ્યા. પણ લગભગ પણ બસો વરસના દીર્ઘ- કાલમાં પશ્ચિમાહા સંસ્કૃતિનું ભારત દેશ ઉપર ઘણું વિપરીત પરિણામ થયું એ દેખીતી વસ્તુસ્થિતિ છે. તેમને ઉપયુકતતાવાદ અને બુદ્ધિવાદ ઉપલા વર્ગમાં ખુબ ફાલ્ય પુ. અને અધ્યાત્મવાદને તેથી મોટું નુકશાન પહયું. ધમચારે અને રૂઢ આચારને માટે ધકકે બેઠો. પાશ્ચાત્યાએ આપણું ધન લુટયું તેના કરતાં આપણી મનોવૃત્તીને જે મોટે ધક્કો આપ્યો તે અત્યંત નુકશાનકારક નિવડ. એમ છતાં પણ ભારતભરમાં હજુ આત્મવાદ જીવતે જાગતો રહ્યો છે. અને એને લીધે જ ભારતમાં સમાજવાડી સમાજ રચનાના બીજારોપણ થઈ રહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502