________________
३४२ श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध તેથી કુન્તાસુત કર્ણના જે પિતાને દાનેશ્વરી કહાવતો. તેની પરાયણતાના તેના કવિઓએ રચેલા કે મળી પણ આવે છે. પદ્માકર, શુકલાંબર અને કાત્યાયન નામના ત્રણ વિદ્વાનોને કણે ભેજની સભામાં વિવાદ ચલાવી લેજના પંડિતને હરાવવા મોકલેલા, પણ ઉલટા તેઓને હારીને ઘેર પાછા ફરવું પડેલું. એ હારેલા પંડિતેને પણ ભેજે મેટાં દાન આપી પોતાની દાન પરાયણતા તથા સૌજન્યની સીમાનું દર્શન કરાવ્યું હતું.
આથી નાસીપાસ થયેલા કણે ભેજરાજાનું કીતિ શિખર તોડી પાડવા બીને પત્ર કર્યો. તેણે ભોજને આહવાન કર્યું', કે તમે ધારામાં અને હું કાશીમાં એક સરખાં મંદિરો બાંધીએ અને જેનું મંદિર વહેલું પૂરું થાય તેને મોડું પૂરું કરનાર છત્ર–ચામર મોકલી સન્માને. ભેજે શરત માન્ય કરીને મંદિર બંધાવવા માંડયું, પરંતુ તે પૂરું થાય તે પહેલાં કર્ણનું મંદિર પૂરૂ થઈ ગયું હતું, તેથી કર્ણની ગોંકિત સાર્થક થવા પામી. ઈતિહાસ એમ પણ કહે છે કે ગુજરાતના ભીમ અને ચંદીના કણે મળી જઈને માળવા પર આક્રમણ કરી ભેજને હરાવ્યો હતો અને દંડમાં તેની રત્નજડિત મંડપિકા, કબજે લીધી હતી. આ સંયુક્ત યજ્ઞથીયે ભેજનું કીતિશિખર તૂટવા પામ્યું નહતું.
ભેજની કીતિ તેના ધનવૈભવને આભારી નહોતી. તેની વિદ્યા પ્રીતિ, પાંડિત્ય અને દાનપરાયણતાને આભારી હતી. એ કીર્તિની સુવાસે ગાંગેય અને કર્ણ જેવા રાજાઓને ઈર્ષ્યાળુ બનાવ્યા હતા.
એ કાળે એ જ બીજે મહાન રાજા તૈલંગણને ચાલુક્યવંશી રાજા તૈલપદેવ હતે. માન્ય ખેટ (માલ ખેડ) માં તેની રાજધાની હતી. તૈલપ પરામીક રાજા હતા. મૂળરાજ સોલંકી જ્યારે ગુજરાતની ગાદી પર હતું ત્યારે તૈલપે તેલંગણના રાઠોડ રાજાને હરાવીને ત્યાં ચાલુકયવંશનું રાજ્ય સ્થાપ્યું હતું. લાટને બાપ જેને મૂળરાજના યુવરાજ ચામુંડે હરાવીને માર્યો હતો તે એ તૈલપનેજ લાટમાં સામત હતો. તૈલપે માળવા સાથે લાંબા વિગ્રહ ચલાવે અને તેમાં તેણે સારી પેઠે પરાભવો અનુભવેલા, પણ છેલ્લે તેણે માળવાના મુંજને હરાવી તેને કેદ કરેલો અને પછી તેને વધ કરેલો. એ મુંજની પછી ભેજ માળવાનો રાજા થયેલા, પણ તૈલપ અને ભેજ વચ્ચે કઈ યુદ્ધને સંભવજ નહે. કારણકે ભેજ ગાદી પર આવ્યા ત્યારે તે કુમાર વયનો હતા, અને એ અરસામાંજ તૈલપનું મૃત્યુ થયેલું. માળવા જીત્યું ત્યારથી તૈલપની મહત્તાની કીર્તિ તે કાળે પ્રસરેલી હતી. અને પરાક્રમી રાજાઓમાં તેની ગણના થવા લાગી હતી.
પણ ભેજની કીતિ તે અનેરી હતી. તેણે વિજેતા તરીકેની કીતિ માટે યુદ્ધો કર્યા નહોતાં, કે રાજ્યની સીમા વધારવાની લોલુપતા ઘરાવી નહતી. યોગ્ય લાગ્યું ત્યારે યુધ્ધ ટાળવાને શત્રુઓને ધનથી પણ તેણે સંતોષી લીધા હતા અને પ્રજા પરની આપત્તિને ટાળી હતી. તેને પ્રાતઃસ્મરણને લેક હતે.
अयमवसरः सरस्ते सलिलैरुपकर्तुमर्थिना मनिशम् । उधमपि सुलभम् चाम्भोभवति पुरा जलधराभ्युदये ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org