________________
-
૨૪૦ : श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध - કુમારપાલનાં રાજા તરીકેનાં ફરમાનમાં શ્રી હેમચંદ્રાચાર્યને પ્રભાવ દ્રષ્ટિગોચર થાય છે. તે પ્રભાવ સ્વાર્થ પ્રેરીત નથી પણ જનસમાજની કલ્યાણની ભાવના અને તેમના સંયમ રંગથી રંગાયેલ છે. તેમનું રાજકારણ રાજખટપટથી તદન અલિપ્ત ઉચ્ચ કેટિનું અને સામાન્ય રાજકારણથી તદ્દન નિરાળા પ્રકારનું હતું. ચાણકયસમી તેજસ્વી બુદ્ધીની દેરવણીવાળું છતાં તે ચાણકયની રાજરમતથી મુકત હતું. તેમના રાજકારણને ધર્મને અવિહડ રંગ લાગે છે. રાજ્યસૂત્ર ધર્માસિદ્ધાન્તોથી દોરવાયેલું હેવું જોઈએ એમ તેઓ માને છે. ધર્મ રાજ્ય એજ રાજ્યધર્મ, એજ રાજ્યદર્શ. ગુજરાતમાં એ ધર્મરાજ્ય ઉતારવા પુરતું જ તેમનું રાજકારણ હતું. ' જ્યાં સત્તાની પ્રાપ્તિ માટે ખેંચતાણ ચાલતી હોય, સત્તાનાં સ્થાને કબજે કરવાની હરિફાઇઓ થતી હોય ત્યાં રાજરમતનું ગંદુ સ્વરૂપ દેખા દે છે. શ્રી હેમચંદ્રાચાર્યને સત્તાનો મેહ નહોતું. તેમની રાજનીતિ સ્પષ્ટ અને ખુલ્લી હતી તેમને કશું છૂપાવવાપણું નહોતું સત્ય અને અહિંસા ઉપરજ તેમની રાજ્યનીતિનું બંધારણ થયેલું હતું. સત્યને ભેગે નહિ પણ સત્યને માટે તેમનું રાજકારણ હતું. અહિંસાને ભેગે નહિ પણ અહંસાને માટે તેમને પ્રયત્ન હતો. જૂઠા પ્રપંચ, કુટિલતા રાજ્યમાંથી દૂર કરવા તેમની શક્તિઓ ખોઈ હતી. તેમના રાજકારણથી ગુજરાત હતું તે કરતાં વધુ સમૃધ, વ્યસનથી મુકત અને વધુ તેજસ્વી બન્યું હતું. ગુજરાતે તે પહેલાં અને પછી કદિ ન જોયેલા એવા સુવર્ણયુગનાં દર્શન કર્યા હતાં. - કુમારપાલ અને હેમચંદ્રાચાર્યે આરંભેલી રાષ્ટ્ર ઘડતરની સત્ય અને અહિંસાની, પ્રજાના ઉત્કર્ષની નીતિ ચાલુ રહે તે માટે હેમચંદ્રાચાર્યે કુમારપાળની હયાતીમાં તેને
ગ્ય સુચનાઓ આપેલી. કુમારપાળને પુત્ર નહોતે. તેના મૃત્યુ પછી તેના ભાઈને પુત્ર અજયપાળ અને પિતાની પુત્રી પ્રતાપમાળાનો પુત્ર પ્રતાપમલ્લ એમ બે જણ રાજ્યગાદી ઉપર દા રાખતા હતા. અજયપાળ ખુલ્લી રીતે કુમારપાળની રાજ્યનીતિને વિરોધી હતે, તુછ મનોવિકારને આધીન હતો અને હેમચંદ્ર દ્વેષી હાઈ તેમની પ્રેરણાથી પોતાના કાકા કુમારપાળે ઘડેલા તમામ કાયદાઓ બાજુએ મૂકી દે તેવો હતો. પ્રતાપમલ્લ લોકપ્રિય અને ધર્મશ્રદ્ધાવાળે હતું. તેની લાયકાત જોઈ હેમચંદ્રાચાર્યની ભલામણ ઉપરથી કુમારપાળે પોતાના ગાદી વારસ તરીકે પ્રતાપમલ્લને જાહેર કર્યો. આ ઉપરથી અજયપાળે દ્વેષ રાખી કુમારપાળને ઝેર આપ્યું અને તેની અસર દૂર થાય તેમ નહિ હોવાથી કુમારપાળ જૈન વિધિ મુજબ અનશન કરી આહાર પાણીનો સર્વથા ત્યાગ કરી શુધિ ભાવનાપૂર્વક મરણ પામે.
- કુમારપાળના મરણ પછી અજયપાળ બ્રાહ્મણપક્ષના અને હેમચંદ્રાચાર્યના એક 'શિષ્ય બાલચન્દ્રના ટેકાથી ગાદીએ બેઠા. તેણે કુમારપાળે શરૂ કરેલી નીતિનો સર્વથા
ત્યાગ કરી જૈન સામે સખત જેહાદ જગાડી. પ્રતાપમલને પક્ષ કરતા હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય મહા કવિ રામચંદ્રસૂરિને તપાવેલા લેટાના આસન ઉપર બેસાડી તેમને ઘાત કર્યો. કેટલાંય જૈન મંદિરનો નાશ કરાવ્યું. " શ્રી હેમચંદ્રાચાર્યે શરૂ કરેલી રાષ્ટ્ર વિધાનની નીતિને કુમારપાળના મૃત્યુ પછી જમ્બરે પ્રત્યાઘાત નડયો, અને ત્યારથી સેલંકીઓની અવનતિના પણ શ્રી ગણેશ બેઠા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org