________________
विषय खंड હેમચંદ્રાચાર્યનું રાજકારણ
३३९ ઉપરના મૂખ્ય તારણ ઉપરથી જોઈ શકાશે કે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય માત્ર જૈન સમાજના જ નહતા. તેઓ સમસ્ત ગુજરાતને ભારતવર્ષના બલ્ક સારી માનવ જાતના હતા. તેમણે કમના ભેદભાવ સિવાય સારીયે મનવ જાતના કલ્યાણ માટે કાર્ય કર્યું છે, તેમના જેવી વિભૂતિઓ કેઈપણ એક પંથની રહી શકતી જ નથી. તેમની વિશિષ્ટ શક્તિઓ અને સમદષ્ટિ તેમને સારાયે રાષ્ટ્રની માનવ જાતની મિલકત બનાવે છે. એક મહાન ધર્માચાર્ય અને સાહિત્ય સ્વામિ ઉપરાંત એક પ્રખર રાષ્ટ્ર અને સમાજ સુધારક તરીકે તેમનું નામ ચિરંજીવ રહેશે. તેમની સર્વ શકિતઓ પ્રજાની આબાદી પાછળ જ ખર્ચાઈ છે.
જ તેમનું જીવન સમસ્ત પ્રજાને માટે જ ખર્ચાયું હતું. સદેહે તેઓ સમાજના હતા વિદેહ છતાં તેમને અક્ષરદેહ આજે ય સમાજ માટે જ છે અને ભવિષ્યમાં પણ રહેશે.
હેમચંદ્રાચાર્ય રાજકારણને તકતા ઉપર આવ્યા તે પહેલાંથી જ જૈનેની લાગવગ ગુજરેશ્વરના દરબારમાં હતી, મુંજાલ મહેતા, ઉદયન, શાન્ત મહેતા, સર્જનમંત્રી અને બીજા અનેક જૈને રાજકારણમાં વર્ચસ્વ જોગવતા હતા. પરંતુ હેમચંદ્રાચાર્યના પ્રવેશ પછી સ્વાભાવિક રીતે જ જૈનોનાં સત્તા, પ્રભાવ અને લાગવગ વધ્યાં. તેમના ઉત્કર્ષ માટે તેઓ કારણભૂત બન્યા.
જૈન ધર્માવલંબી છતાં હેમચંદ્રાચાર્ય આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. ધર્મના પાયાનાં મુળભૂત તત્વો ઉપર જૈન અને વૈદિક આદર્શોમાં ભાગ્યેજ અથડામણ હતી. તેથી સિદ્ધરાજને ઉદેશીને શ્રી કનૈયાલાલ મુનશી “ગુજરાત એન્ડ ઈટસ લીટરેચર ” પૃષ્ટ ૪૧ ઉપર કહે છે તેમ “He was building an empire, and people of Gujarāta were acquiring the proud conciousness of being a great people. Jaina valour and wealth had great share in this achievement. Jaina Sadhus, therefore, definitely cass their lot with this province and decided to make Gujarāta their holyland. Hemchandra gave up even the peregrinations enjoined by his religious vows; and with masterly skill and statesmanship, he concentrated his intellectual powers upon leaving a great literary heritage to Gujarāta. He assiduously fosfered a pride in the greatness of the cālukyas kings, who had identified themselves with its glory. In his Dvyāśrayamahakāvya, he described the glories of the Cāluky as in the orthodox literary style, and invested the king of Pataña with the dignity which classical poets had reseserved for the ancient royal houses of the Sun and the Moon. Gujarāta Bhumi became a great, country Pațaņa rivalled the glories of ancient Pātliputra and Ayodhyā.".
આ ઉપરથી જણાશે કે તે વખતના ગુજરાતના રાષ્ટ્ર ઘડતરમાં હેમચંદ્રાચાર્યનું વર્ચસ્વ કેટલું બધું હતું. ધર્મ પ્રચાર તેમને મન સધ્ધાર mass upliftનું સાધન હતું અને રાજકારણમાં ભાગ લઈ આ ધેયની સિદ્ધિ અર્થે જ તેમણે પ્રયત્ન કર્યો છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org