Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 468
________________ विषय खंड પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રીલક્ષમણીજી ---- -- लक्खातिय सहस बिपणसय, पण सहस्स सग सया, सय इगविंस दुसहसि सयल, दुन्नि सहस कणय मया । गाम गामि भत्ति परायणा, धम्माधम्म सुजाणगा, मुणि जयाणंद निरक्खिया, सबल समणो वासगा ॥२॥ મંડપાચલ (માંડવગઢ)માં ૭૦૦ જિન મંદિર અને ૩ લાખ જેનોના ઘર, તારાપુરમાં પ જિન મંદિર અને ૫૦ ૦ ૦ શ્રાવકના ઘર, તારણપુરમાં ૨૧ જિન મંદિર અને ૭૦૦ જૈન ધર્માવલમ્બીઓનાં ઘર, હસ્તિની પત્તનમાં ૭ મંદિર, ૨૦૦૦ શ્રાવકનાં ઘર, અને લમણમાં ૧૦૧ જિન મંદિર તથા ૨૦૦૦ જૈન ધર્માનુયાયીઓનાં ઘર, ધન, ધાન્યથી સંપન્ન, ધર્મને મર્મ સમજવાવાળા ભકિતપરાયણ દેખ્યા, આત્મામાં પ્રસન્નતા થઈ. આ ઉપરથી પણ લક્ષ્મણીની બૈભવશીલતાનો ખ્યાલ થઈ આવે છે. આ તીર્થનાં લક્ષ્મણીપુર, લક્ષમણપુર, લક્ષમણી આદિ પ્રાચીન નામ છે જે અહિં અસ્ત વ્યસ્ત પડેલા પત્થરોથી જાણી શકાય છે. લક્ષ્મણજીને પુનરૂધ્ધાર અને પ્રસિધિ. પૂર્વે લખેલ પૃષ્ટ પંકિતઓથી એ તે સારી પેઠે સમજાઈ ગયું કે અહિં ભીલાલાના ખેતરમાંથી ૧૪ જિન પ્રતિમાઓ નીકળી હતી. પછી એ પ્રતિમાઓ આલી રાજપુર નરેશે તત્રસ્થ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને આપી દીધી. શ્રી સંઘનો એ વિચાર હતું કે આ જિનબિંબને આલીરાજપુર લાવવામાં આવે પરંતુ નરેશના અભિપ્રાયથી સંઘે ત્યાં જ મંદિર બનાવરાવીને મૂર્તિ અને સ્થાપિત કરવાનો વિચાર રાખ્યો, જેથી એ સ્થાનનું ઐતિહાસિક મહત્વ પ્રસિધિમાં આવે. તે વખતે શ્રીમદુપાધ્યાયજી શ્રી યતીન્દ્ર વિજયજી (વર્તમાન આચાર્યશ્રી) ત્યાં બિરાજમાન હતા. પૂ. ઉપાધ્યાના પ્રભાવશાળી ઉપદેશથી નરેશે શ્રી લક્ષમણીજીના માટે (મંદિર, કૂવા, બાગ, બગીચા, ખેતર આદિ બનાવવા માટે) પુર્વ પશ્ચિમ ૫૧૧ ફૂટ, ઉત્તર દક્ષિણ ૬૧૧ ફૂટ જમીનની શ્રી સંઘને અમૂલ્ય ભેટ દીધી અને આજીવન પર્યત મંદિરના ખર્ચ માટે ૭૧) રૂપિયા પ્રતિવર્ષ આપવાનું પણ કહ્યું. મહારાજશ્રીને સદુપદેશ, નરેશની પ્રભુભકિત અને શ્રી સંઘને ઉત્સાહ આમ ત્રિવેણી સંગમ થતાં થોડા દિવસમાં જ ભવ્ય ત્રિશિખરી પ્રાસાદ બનીને તૈયાર થયું, આલિરાજપુર, બાગ, કુક્ષી, ટાંડા આદિ આજુબાજુના ગામમાં રહેતા સદગૃહસ્થાએ લકમીનો સદ્વ્યય કરી વિશાળ ધર્મશાળા, ઉપાશ્રય, ઓફિસ, કૂવા, વાવડી આદિ બનાવ્યાં, સાથે જ ત્યાંની સુંદરતા વિશેષ વિકસિત કરવા એક બાગ બનાવી તેમાં ગુલાબ, મેંગરે, ચંપ, આંબા આદિના ઝાડ લગાવવામાં આવ્યા. જે એક સમય અદ્રશ્ય તીર્થ હતું તે પુનઃ ઉરિત થઈને જગતમાં પ્રસિદ્ધ થયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502