________________
३३२
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ ,
विविध
સ્ત્રીઓમાંથી સહન શીલતા, ક્ષમા અને વાત્સલ્ય જાય છે. વ્યકિતગત વૈભવનો અમાનુષી આનંદ માનવ જીવનની આજુ બાજુ ભયંકર રીતે વીંટળાઈ વળે છે અને જીવન નિસ્તેજ તેમજ નિજીવ બની જાય છે.
. માનવી મહાન શક્તિશાળી વ્યકિત છે. સિંહ જેવા ક્રૂર પ્રાણીને વશ કરવાની તેનામાં તાકાત છે. હાથી જેવા મહાન પ્રાણીને કાબૂમાં લઈ શકે છે. તે નિર્દોષઅંકૂર ગણાતા અન્ય માનવીઓને તે અહિંસક રીતે–પ્રેમથી વશ શા માટે કરી ન શકે?
જ્યાં પ્રેમથી દેવપણ વશ થઈ શકે છે, ત્યાં સામાન્ય માનવીનું શું ગજું? પરંતુ માનવી જો પોતામાં રહેલું પ્રેમતત્વ જ ગુમાવી બેસે છે?
માનવી ગમે તેવું દુષ્કૃત્ય કરવા તૈયાર થશે અગર થયો હશે, છતાં તેનો આત્મા, તેની ધર્મભાવના તેને જરૂર વિરોધ કરતી હશે. ધર્મને તે ભૂલી ગયો હોતો નથી. ધર્મ તેને પણ ભૂલી શક્તા નથી. દરેક કાર્યમાં બંનેનું સંઘર્ષણ થતું જ હોય છે.
સામર્થ્ય, શીલ અને સભ્યતા; એ બધું જ માનવ જીવનમાં સમાયેલું હોય છે. તે બધાં પર અધિપત્ય ધમનું જ હોય છે.
- નાસ્તિકપણ ડોળ કરનાર માનવીના અંતર ભાગમાં–તે બાહ્ય રીતે કબૂલ કરતે ન હોવા છતાં ધર્મ છુપાયેલું હોય છે. વાણીમાં કે કર્મમાં તેની છાયા સરખી યે ન આવવા દેવાની તેની ઈચ્છા હોવા છતાં એ તે તેના સામર્થ્યની બહાર હોય છે.
ધર્મના નામે કેટલાયે ગુન્હાઓ થતાં અટકે છે. જ્યારે જ્યારે હિંસા અને યુધ્ધ, પાપ અને અનાચાર વધી જતા હોય છે ત્યારે ત્યારે મહા પુરૂ ધર્મને ઝંડે આગળ ધરીને સદ્બોધ આપવા માટે નીકળી પડે છે. ધર્મની મહત્તા સમજાવે છે. તેનાથી થતા ફાયદા સમજાવે છે. તે વખતની તેમની મીઠી વાણી ગમે તેવા દુરાચારીને, હિસાવાદીને અને નાસ્તિકને પણ ધર્મવાદી બનાવી મૂકે છે.
જ્યારે જ્યારે માનવી સંકટનાં વા થી ઘેરાઈ જાય છે ત્યારે ત્યારે તે ધર્મનું ચિંતન કરવા લાગે છે. સુખ સમયમાં ધર્મને ભૂલી જનાર અગર તે તરફ દુલ ક્ષ કરનાર માનવી આપત્તિ વખતે તેનેજ આશરે શોધે છે.
ધર્મ માર્ગદર્શક, પ્રેરણાપ્રદ અને કલ્યાણકારક છે. તેના આશરે ગયેલાને શાંતિ જ મળવાની. તે સમયે ઉચ્ચ નીચના ભેદ દૂર થઈ જાય છે. શ્રીમંત કે ગરીબનો ભેદ રહેતો નથી. જ્યાં જ્યાં ધર્મ છે, ધર્મની છાયા સરખીયે છે ત્યાં ત્યાં શાતિ, સત્ય અને અહિંસાજ હેવાનાં.
વિશ્વને આંગણે ગમે તેવા ઉત્સવ મંડાતા હશે, પણ ધાર્મિક ઉત્સવ જેવો “હાન ઉત્સવ કેઈજ નહિ હોય. તે ઉત્સવ સમયે કેઈના ચહેરાપર, કોઈના અંતરમાં નિરાશા કે વિષાદ જોવામાં આવતાં નથી. ત્યાં આનંદ હોય છે, પ્રેરણા હોય છે અને અમૃત ભરી ઉમિઓ હોય છે. ત્યાં માનવીએ સુખ દુઃખ ભૂલી જઈને આત્મકલ્યાણની ભાવના કેળવવા લાગી જાય છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org