Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
સમાજમાં ધર્મનું સ્થાન
લેખકઃ— શ્રી ચંદુલાલ એમ, શાહુ મુંબઇ,
સમાજમાં કેટલાયે પ્રસંગે અમર આદર્શો અને અમૃતભરી કલ્પનાએ બની જાય છે. તે સર્વેમાં ધમ સાથે સકળાયેલા પ્રસગે શ્રેષ્ટ સ્થાન જમાવી જાય છે દ્રષ્ટિબિન્દુ અની જાય છે.
ધ માણસને અવળા માર્ગે જતા, કૂકર્યાં કરતા અને હિ ંસા તેમજ અનિચ્છનીય કાર્ય કરતા અટકાવી શકે છે. ધર્મીમાં જે સામર્થ્ય છે તે કાઇપણ કાયદામાં, કાયદાના ઘડનારાએમાં કે આસુરી કિતમાં પણ નથી. માનવીએ ગુન્હાઓ, હિંસા અને એક બીજા પ્રત્યેની દ્વેષ બુદ્ધિને ટાળવા માટે ધર્મોને જીવનમાં મહત્વનું સ્થાન આપ્યું છે. ગુન્હા કરનારાઓ કાયદાની ચુંગાળામાંથી છટકી શકે છે પણ ધમ ની ચુંગાળમાંથી છટકી
શકતાં નથી.
સમાજના સ્વચ્છ વાતાવરણના, ન્યાય, નીતિ અને પ્રેમને તેમજ આરાગ્યતાના સમાવેશ ધમ માં થઈ જાય છે.
ગઈ કાલને નકશે! આજે ફરી જાય છે. આને સત્તાધિશે કાલને સામાન્ય માનવી બની જાય છે અને આજની ભવ્ય નગરી કાલે ભસ્મીભૂત બનીને હતી ન હતી થઈ જાય છે. એવી સર્જન અને સંહારની અકળ લીલા આજે પૃથ્વી પર ખેલાઈ રહેલી હાવા છતાં ધર્માંને કાઇપણ પ્રકારે આંચ આવતી નથી કે આવી પણ નથી. કાલના કેટલાયે સિદ્ધાંતા આજે પામર ખની ગયા છે અને આજે ઉત્થાન પામેલા આદર્શનું આગળ જતાં અધઃપતન પણ થઈ જશે. છતાં ધર્માંની મહત્તા તા દિન પ્રતિદિન વધતી જ રહેવાની.
ધર્માંના મૂળભૂત સિદ્ધાંતા દરેક દેશના અને દરેક કામના સરખાજ હાય છે. પરંતુ માનવી પેાતાની ઘેલછાઓને વશ બનીને તેનેા અ મન ફાવે તેમ કરી લે છે. કોઇ પણ ધર્મીમાં હિંસા, અનીતિ કે ચારી કરવાનું જણાવ્યું હેતું નથી. છતાં માનવી પેાતાની લાલસાઓને પહોંચી વળવા માટે અના અનથ કરે છે. લેાકેાને અવળ! માગે ઘેરે છે અને પેાતાની માનવતા ગૂમાવીને બીજા ધર્મોને નિવ્રુતા થઈ જાય છે.
ન
માનવીમાં જો માનવધમ ન હોય, પ્રેમધમ ન હેાય તેા તે જે કાઇપણ પ્રકારને ધ કરે—પછી તે દાન હાય, અહિંસા હાય કે જન કલ્યાણનાં કાર્યો હાય--તે સાચા હૃદયના ન જ હેાઇ શકે.
જેનામાં પ્રેમ ભાવ નથી તેનું કોઈપણ કાર્ય નિઃસ્વાર્થી કે હાર્દિક ભાવનાવાળુ ન હાઇ શકે.
જ્યાં ધમ અને પ્રેમની ભાવના નથી ત્યાં અંદર અંદરના ઝગડા અને સંહારના કારણે સૌય લય પામી જાય છે, યુદ્ધ, વિનાશ, ઇર્ષ્યા, અસૂયા, અહુકાર અને મદાંધતા શાણિતની નદીઓ વહાવે છે. કુટુંબ જીવનમાંથી ભિકત અને ભાવના જાય છે. નગરામાંથી ઉદારતા, શીલ અને સૌય જાય છે, શૂરવીરામાંથી પરાક્રમ જાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org