Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

Previous | Next

Page 450
________________ विषय खंड ત્રીવેણ સ્નાન જીવોને અભય આપવાના શપથ પ્રથમ મહાવ્રત ઉચ્ચારતાં ૮ચે છે. અને એ દિવસથી દરેક કરણી જયણાપૂર્વક કરતો હોવાથી એને થનારે લાભ પુરેપુરે સોળઆના રુપ લેખાય છે. ગૃહસ્થ મ ટે એવા પચ્ચકખાણ શકય નથી. એટલે એના વ્રતને અણુવ્રત નામ અપાયેલ છે. એમાં જુદા જુદા કારણુ આશ્રયી, આરંભ-સમારંભને નજર સામે રાખી, છૂટે રખાયેલી છે; તેથી એની દયા એક આના તુલ્ય રહેવા પામે છે. સહિત્યના પાને નોંધાયેલ છે કે મુનિની દયા વીસવસાની હોય છે જ્યારે સંસારીની સવાવસાની. આમ છતાં ઉભય માર્ગો ભગવંત શ્રી મહાવીરદેવે દર્શાવેલ હોઈ એમાં યથાશકિત, દત્તચિત્તથી પ્રગતિ સાધનારને મુકિત સમિપ લઈ જવાની તાકાત રહેલી છે. પ્રત્યેક આત્માએ આલ ઉકિત-૫low but study wins the race યાદ રાખવાની છે. અર્થાત્ ધીમી ગતિએ છતાં મક્કમતાથી આગળ વધનાર શરત જીતી જાય છે. અહિંસાના પાલન વેળા ‘જી અને જીવવાદ' એ ટંકશાળી વચન ચક્ષુ સામે રાખી, દરેક કરણી કરવી ઘટે. એ વેળા આત્માના અંતરમાં ‘ગામેવ સર્વ ભૂતેષુ : રિતિ : ઘરતિ એ સૂત્ર રમણ થવું જરૂરી છે. એટલે કે જે પોતાનો આત્મા છે તેવો જ સામે દેખાતા ભૂતમાત્રમાં પણ છે જ. જે કાર્યથી મને દુઃખ થાય છે અગર તે જે કામ મને ગમતું નથી, તે કાર્ય કે કામ તેને પણ ન જ ગમે. વધુ ન બને તે આટલી સામાન્ય શિક્ષા રેજની પ્રવૃત્તિમાં નજર સામે રાખનાર આત્મા ઘણુ કર્મોથી બચી જાય છે અને એનું ભવભ્રમણ અવશ્ય ટુંકાય છે. સંયમને શાસકારોએ એ સત્તર પ્રકારે દર્શાવેલ છે. છતાં મૂખ્ય રીતે ઇંદ્રિય અને કષાય એ બન્ને પર જે અંકુશ આવી જાય તો બેડો પાર થઈ જાય. એ માટે હીદી કહેવત “કમખાના ઔર ગમખાના” યાદ રાખવા જેવી છે. એનો અભ્યાસ પાડનાર વ્યકિત મન પર અને દેહ પર સહજ કાબુ મેળવી શકે છે. એથી આંગ્લ કહેવતThink before you speak and Look before you leap” એના જીવનમાં તાણું–વાણુ માફક વણાઈ જાય છે. ઓછુ બોલવાની ટેવ સધાય છે અને બોલવાની અગત્યટાણે એ તોળીને શબ્દો ઉચ્ચારે છે. વળી કઈ કામ રતીસ્મૃતિથી એ કરતો નથી. આ જાતના અભ્યાસી આગળ પાંચ ઇંદ્રિયોના વિકારો કે ચારકષાયના કુંકારા જોર પકડી શકતા નથી. જ્યારે એ નામશેષ થયા કે સંસારનો અંત સહજ છે. જ્ઞાની ભગવંતનુ વચન છે કે કાયમુરિત વિરુ મુતરવા તપને એના બાહ્ય અને અત્યંતર એવા બે મુખ્ય ભેદ છે અને એ દરેકના છે પ્રકારે ગણતાં બારનો અંક થાય છે. એ અહનિશ યાદ રહે એટલા માટે રોજની આવશ્યકક્રિયામાં (પ્રતિક્રમણમાં) એને પાંચ આચાર અંગેના અતિચાર વેળા સ્મરણ કરાય છે. અનશન આદિ જેમ બાશતપમાં લેખાય છે તેમ પ્રાયશ્ચિત વિ. અત્યંતરમાં સમાય છે. અહિંસા, અને સંયમની સાધના પછી જે કમી આત્મા સાથે ઘણું જાના સમયથી ખાણમાં જેમ સુવર્ણ સાથે માટી જોડાયેલી હોય છે તેમ જોડાયેલા છે એનો કાયમી છેદ ઉડાડવા સારૂ ઉપર વર્ણવ્યા તપ વિના અન્ય કોઈ જલદ સાધન નથી. એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502