Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 449
________________ ३२८ श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रन्थ विविध અંતિમ કેવળી શ્રીજંબુસ્વામીના પટ્ટધર એવા આર્ય શ્રી પ્રભવ સ્વામીએ ઉપયોગ મૂકીને પિતાની પાટને માટે આ વિદ્વાન દ્વિજ પર પસંદગી ઉતારી હતી, એમણે જ શ્રમણ યુગલનેય જ્ઞસ્થળ પર મોકલ્યું હતું. એમને આવેલા જોઈ જેમ ભગવંત શ્રીમહાવીરદેવેદવિદ્યાના જાણ એવા શ્રી ઈદ્રભૂતિ પ્રમુખ અગિયાર ગણધરને ત્રિપદીનું દાન કર્યું હતું. અને પોતાના પટ્ટશિષ્ય બનાવ્યા હતા, તેમ શ્રી પ્રભવસ્વામીએ પણ અધર્મની મર્યાદા જ્ઞાન-દર્શન ને ચારિત્રરૂપ રત્નત્રયીમાં કેવી રીતે સંકળાયેલી છે એની ચાવી બતાવી પોતાની માટે સ્થાપ્યા-સારાયે ગ૭ના સ્વામી બનાવ્યા. આવા પ્રખર વિદ્વાન ગચ્છાધિપતિ સામે જ્યારે પિતાની શોધમાં, હાલી જનનીને શાંત્વન આપી પોતે કયાં કયાં ભ્રમણ કર્યું, કેવી કેવી વિટંબણુઓ વેઠી. અને અંતે આપને મેળાપ થયા એવું વદનાર મનક (પોતાનોજ પુત્ર) આવી ખડા થાય છે, ત્યારે ઘડીભર તેઓ વિચારમગ્ન બને છે ! પ્રેયસીને પ્રેમ અને એ સ્નેહના ફળરૂપે આ સંતાન આચાર્યશ્રીની વિચારણના વિષય બને છે. તેમની નજર સહજ અપત્ય એવા મનકના કપાળ પ્રતિ જાય છે. અને એ પછી જે મનોપ્રદેશમાં એક નિર્ધાર જોર પકડે છે એજ દશૌકાલિક સૂત્રની રચના. દ્વિજપુત્ર મનકે ત્રિવેણુસ્નાન દ્વારા કાયાને તે પવિત્ર બનાવી હતી, પણ એમાં વસતા હંસને પાવન કરવા માટે સરિતાના જળ કામ આવે તેમ નહોતા. એ સારૂ એવા જલ્લદ પાણીની અગત્ય હતી કે જે અનંતકાળથી લાગેલા કર્મપ મેલને છે ને સાફ કરી નાંખે. ચીરંજીવી મનકના સંબંધમાં એક અન્ય મુશ્કેલી પણ હતી અને તે એ કે તેનું આયુષ્ય માત્ર છ માસ બાકી હતું. એ કારણે રચનામાં તત્ત્વગુંથણી સાથે આચરણની સુલભતાને મેળ સધાય તેજ ધારી મુરાદ બર આવે. . દીર્ઘદશ મહાત્માનો ઈરાદો પાર પડે. એટલું જ નહીં પણ શ્રી સંઘે આ સૂત્રની લાભદાયી શકિત ભાવિ પેઢીઓને માટે પણ શ્રેયસાધક નિવડે એ ખાતર ગુરુમહારાજને એને કાયમરૂપ આપવાની વિનંતી કરી તેથીજ આજે એ જોવા મળે છે. આખા સૂત્રનો નહીં પણ એના પ્રથમસૂત્ર કે જેમાં ત્રણ મહત્ત્વની વાતે દર્શાવી છે એનો સામાન્યપણે વિચાર કરીએ. એમાં અગ્રપદે અહિંસા મૂકી છે અને પછી સંયમ અને તપ દર્શાવ્યા છે. એક રીતે વિચારીએ એ ત્રણેમાં જે એ દરેકનું સ્વરૂપ યથાર્થપણે અવધારી લઈ શકિત અનુસાર અવગાહન યાને સ્નાન કરવામાં આવે છે, ફળપ્રાપ્તિમાં શંકા કરવાનું પ્રયોજન ન જ રહે. વળી એ સાધુસંત માટે જેટલું સાચ તેટલું જ સાચુ ગ્રહસ્થ જીવન જીવનાર માટે પણ છે ચાહે પુરુષ છે કે હો. - દયા એ અહિંસાનો પર્યાય વાચક શબ્દ છે. એના દ્રવ્ય, ભાવ, સ્વ, પર આદિ આઠ ભેદ બતાવવામાં આવેલાં છે. એ વિષે મનન કરતાં સહજ અનુભવાય છે કે એના પાલનમાં ત્યાગી અને સંસારી શકિત અનુસાર યત્ન સેવે તેવી ગોઠવણ છે. અલબત ઉભયના માર્ગમાં તરતમતા હોવાથી ફળપ્રાપ્તિમાં ફેર પડે છે. સંસાર ત્યકત આત્મા જ્યારે શ્રમણત્વની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે ત્યારે એ પૃથ્વી આદિ છકાયના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502