Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
विषय खण्ड
નવ પદે અને તેનું સ્વરૂપ
३२३
યશવિજયજી મહારાજે પૂર્ણ કર્યા: શ્રી રત્નશેખર સૂરિની સિરિવાલ કહાના કલેક ૧૨૧૮ થી ૧૨૯૮ સુધીના આધારે પ્રસ્તુત રાસમાં નવપદજીની પૂજા (શ્રીપાલ રાસના છેલલા વિભાગ તરીકે) ગુજરાતી ભાષામાં બનાવેલી છે. નવપદજીને અંતરાત્મા સાથે ઘટાવતી છેલલી ઢાળ પણ ૧૩૨૭ થી ૧૩૫૩ લોકમાંથી ઉધરેલી છે. આ મહાત્મા સં. ૧૭૪૫ માં ડાઇમાં સ્વર્ગવાસી થયા. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ કે જેઓ ૧૮ માં સૈકાની આખરમાં વિદ્યમાન હતા તેમની નવપદજીની દરેક પૂજામાં ............દેશીઓ તથા છેલે કલશ-એ કૃતિઓ છે. ૧૮ મા સૈકામાં થયેલા શ્રી જ્ઞાનવિમળસૂરિના નવપદજીની પૂજામાં ભુજંગ પ્રપાત વ્રતો અને માલિની વૃતાં બનાવેલા છે. આ તમામ મહાત્માઓનો સાહિત્યકાળ નવપદજીની પૂજામાં છે.
' આ નવપદજીના કુલ મળીને ૧૦૮ ગુણેની નવકારવાળી ગણવાની હોય છે. અરિહંત પદનો વેત, સિદધપદનો લાલ, આચાર્યપદનો પીત (પી), ઉપાધ્યાય પદનો. નીલ (ઉ) સાધુ પદને શ્યામ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ પદોનો વેત રંગ ધ્યાન માટે કપેલો છે. થીઓસેણિીને મૂળ પ્રણેતા છે. લેડીટરે Man visible invisible; તથા Thought of arms નાં પુસ્તકોમાં માનસિક વર્ણ-ધ્યાન અને તેના આકારની કલ્પના કરતાં રંગોનો વિકાશક્રમ બતાવેલ છે. તે લગભગ જૈન દર્શનના સિધ્ધાન્તને મળતાજ આવે છે. ઓળી-આયંબિલને તપ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય આપે છે. શ્રીપાલ રાજાને કોઢ રોગ પણ નવપદના આરાધનથી ગયેલો છે. હાલમાં અનેક સ્થળે નવપદયંત્રની આરાધના પૂ. મુનિ પ્રવર મારફત થાય છે તે પ્રશસ્ત છે.
નવપદ યંત્રમાં, ૯પદે, ૧૬ વરે, ૨૮ વ્યંજનો, ૪૮ લબ્ધિપદે. ૮ ગુરુપાદુકાઓ ૮ જયા વિગેરે દેવીઓ ૪ જેમા વિગેરે દેવીઓ, ૨૪ શાસન દેવીઓ, ૧૬ વિદ્યા દેવીઓ, ૪ વીરે, ૯ ગ્રહ, ૪ પ્રતિહારે, ૧૦ દિગપાળ, ૯ નિધાન, ૧ ક્ષેત્રપાળ દેવ, ૧ વિમલેશ્વર દેવ, ૧ ચકેશ્વરી દેવી તથા દf gો સ્વાહા વિગેરે મંત્ર બીજે છે. આ નવપદો અને યંત્રની સ્થાપના દ્રવ્ય અને ભાવ સમજી સાત નાનું સ્વરૂપ તેમાં ઉતારી જ્ઞાન મેળવવાનું છે. તે પૂ. શ્રી જ્ઞાન વિમલ સૂરિજીએ સિધ્ધ કરવા કહેવું છે કે –
ईयनवपय सिद्ध; सिद्ध चक्कं नमामि શ્રીપાલ મહારાજા અને મયણું સુંદરીએ આ સિધ્ધ ચક્ર યંત્રનું આરાધન મન વચન અને કાયાથી કય* ત્યારે નવમા દેવલોકે ગયા અને નવમા ભવમાંસિધ્ધ પદને પામશે. આ રીતે નવપદને સંબંધ આપણા અંતરાત્મા સાથે મેળવી દ્રવ્ય અને ભાવથી નવપદનું આ અમુલ્ય માનવ જીવનમાં આરાધન કરવું એ આ લેખનું રહસ્ય છે. અને એટલેજ “સિરિવાલ કહાં ના રચયિતા પૂ. શ્રી રત્નશેખર સૂરિના નવપદ મહાસ્યવાળે મંગળ રૂ૫ લેક છેલ્લે છેલ્લે લખી વરમું છું.
' एयं चपर यतनं परम रहस्सं परममं तं च ।
परमथ्थ परमपयं, पन्नतं परम पुरिसेहि ॥ અર્થાત “સર્વાએ કહેલાં આ નવપદો પરમ તત્વ છે. ઉચ્ચ રહસ્ય છે. મહામંત્ર છે પરમઅર્થ છે. અને (સાક્ષાત) મોક્ષપદ છે.”
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org