________________
३२२
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रथ
विविध
ચાર કષાયે મિથ્યાત્વ મિશ્ર અને સમ્યગ મેહનીય રૂપ સાત પ્રકૃતિને ક્ષય–ઉપશમ કે ક્ષયપશમ કરે છે. ત્યારે જ પ્રગટે છે. અને ત્યારે જ આત્મા અંતરાત્મા કહેવાય છે. હવે તે પરમાત્મ-પદ તરક પગલાં માંડે છે. આત્માની આ સ્થિતિને ચતુર્થ ગુણ સ્થાનક કહેવાય છે. આ ગુણ સ્થાનકે શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિક્ય ગુણે આત્મામાં દાખલ થાય છે અને પછીથી તે નવપદ આરાધનાનો અધિકારી બને છે.
સમ્યગ દર્શની મનુષ્ય પછીથી કર્મચાગી બને છે. સંસારમાં જે જે કાર્યો કરતો હોય ત્યાં તેની દષ્ટિ આત્માભિમુખ હોય છે. તે અહિંસાનુવ્રત ધારણ કરતાં ઓછામાં ઓછી સવા વસે દયા પાળી શકે છે. તે અનીતિ સામે યુધ્ધ કરે છે. તે અધ્યાત્મિક દૃષ્ટિએ નફે વધારે હોય અને નુકસાન ઓછું એવાં કાર્યો સંસારનાં કરે છે. મન વચન અને કમથી વીરતા ધારણ કરે છે. શુભ કાર્યો કરવા તરફ તેની પ્રગતિ ચાલુ હોય છે. તે માત-પિતાની–દેવગુરુની અને વડીલોની ભક્તિ કરે છે. સામાયિકપ્રતિક્રમણ પૂજા તપ-પપકાર વિગેરે કરે છે. આત્માભિમુખ દૃષ્ટિથી સંસારિક કાયો ગૃહસ્થ તરીકે કરે છે. પરંતુ આમ હોવા છતાં પણ એ સાધ્ય બિંદુ ચૂકતો નથી. આ માટે પૂ. ઉપાધ્યાય ચવિજયજી મહારાજે કહ્યું છે કે –
નિશ્ચય દૃષ્ટિ હદય ધરી, પાળે જે વ્યવહાર
પૂણ્યવંત તે પામશેજી-ભવ-સમુદ્રના પાર. આ વચનને અમલમાં મૂકી માનવ જન્મ-સાર્થક કરે છે. આ માનવ-જન્મ જે પૂર્વ પુણ્યના સંસ્કારથી પ્રાપ્ત થયેલો છે. તેની સફળતા તેને એગ્ય સાધનોની પસદગીમાં છે. પ્રત્યેક સિદ્ધિમાં નિમિત્ત અને ઉપાદાન બંને કારણે છે. જ્ઞાન મેળવ્યું, ભક્તિ, વૈરાગ્ય, પોપદેશ વિગેરે નિમિત્ત કારણો છે આત્માના ગુણોનો વિકાશ એ ઉપાદાન કારણ છે. નિમિત્ત-ઉપાદાનની મૂખ્યતા-ગૌણતા હોઈ શકે છે.
આ નવપદનું મહાભ્ય શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમસ્વામીજીએ મગધાધિષ શ્રેણિક મહારાજા પાસે નિવેદન કર્યું, વિદ્યાપ્રવાદ નામના દશમા પૂર્વમાં શ્રી સુધમોસ્વામીજીએ ગ્રંથિત કર્યું તેમાંથી ઉધ્ધરીને શ્રી રશેખર સૂરએ “સિરિવાલ કહા” રૂ૫ માગધી ભાષાને ગ્રંથ રચી દાખલ કર્યું આ આચાર્યશ્રી વિક્રમના વૈદમા સૈકાની શરૂઆતમાં થયેલા છે. તેઓશ્રી વજસેન સૂરિના પટ્ટધર અને શ્રી હેમતિસૂરિના શિષ્ય હતા, આ ગ્રંથમાં લગભગ ૧૩૪૨ માગધી ભાષાના કલેકે છે. સંસ્કૃત “શ્રીપાલ ચરિત્ર' ત્યાર પછી બન્યું, હાલમાં નવપદજી સંબંધમાં મૂળ ગ્રંથ તરીકે “સિરિભ્રલ કહા’ ગણી શકાય.
ઉપરોક્ત ગ્રંથ ઉપરથી શ્રી વિનયવિજ્યજીએ શ્રીપાલ રાજાને પાસ ર અને તે રાસના ત્રીજા ખંડની પાંચમી ઢાળમાંની ૨૧ ગાથા સુધી કુલ ૭૫૦ ગાથા પર્યત પૂર્ણ કર્યો એટલામાં આયુષ્ય પૂર્ણ થવાથી સ્વર્ગવાસી થયા. લોક પ્રકાશ કહપસુત્ર ટીકા અને અન્ય ગુજરાતી ભાષાનાં સ્તવને છંદે તથા પદે વિ. ના રચનાર આ મહારાજશ્રી હતા. શ્રીપાળ રાસના બાકીના ચાર ખંડે, બાર ઢાળે સાથે પૂ ઉપા. શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org