________________
નવપદો અને તેનું સ્વરૂપ
લેખકઃ ફતેચંદ ઝવેરભાઈ, મુંબઈ. ૨. જૈન દર્શન કથિત નવપદ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપનું આરાધન મુકિતરૂપ સાધ્ય (પ્રાપ્ત) કરવા માટે પુષ્ટાલંબન રૂપ છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે –
“યોગ અસંખ્ય છે જિન કહ્યાંનવ પદ મૂખ્ય તે જાણે રે.”
આ વાક્યનો ફલિતાર્થ એ છે કે આત્માને કર્મથી મુક્ત થવામાં અસંખ્ય નિમિતે છે. પણ તેમાં બેસવાનું નિમિત્ત કોઈ પણ હોય તે એ છે નવપદનું આરાધન.”
- આ આરાધન દ્રવ્ય અને ભાવથી બે રીતે થઈ શકે છે; છ ઓળીઓમાં શેત્ર અને આસો માસની બે ઓળી શાશ્વતી છેતે વખતે શ્રીનંદીશ્વર દ્વીપમાં દેવો અવશ્ય ઉત્સવ માટે જાય છે; ઉત્સવ ઉજવે છે. દરેક વરસમાં બે વખત નવ નવ દિવસનાં આયંબિલે રૂપ એળી, પ્રતિક્રમણ, દેવપૂજન, નવકારવાલી ગુણ વિગેરે ક્રિયાઓથી. દ્રવ્ય રૂપે અરાધન થઈ શકે છે. અને નવપદનું રહસ્ય સમજી તેના ધ્યાનમાં તલ્લીન થવા રૂપ તેમજ આત્મા સાથે તેનું ઐક્ય કરવા રૂપ જે કાર્ય કરાય તેને ભાવ આશધન કહેવામાં આવે છે.
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ધ્યાનના ચાર પ્રકાર છે. નવપદોનું ધ્યાન એ પદસ્થ ધ્યાન છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં ફરમાવેલું છે એ રીતે મન, વચન, કાયાના યોગે સ્થિર કરીને પ્રત્યેક પદની આત્માના ગુણ ગુણી રૂપે વિચારણું ચિંતવન) કરતાં પદેના ધ્યાનથી સફળતા થાય છે. ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા થતાં આત્મા અંતરાત્મ સ્વરૂપ મારફતે ક્રમે ક્રમે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. અને કરે છે સાધ્યની સિદ્ધિ.
આ નવપદના યાનના અધિકારી છેલ્લા પુદ્ગલ પરાવતમાં આત્મા પ્રવેશ કરે ત્યાર પછી ચરમ કરણી (નિવૃત્તિ કરણ) વાળા આત્માઓ થઈ શકે છે. પૂર્વ કર્મની કટાકેટીઓ ક્ષય થયા પછી જ આટલા વિકાશ ક્રમ પર આત્મા પહોંચે છે. નવપદનાં પ્રથમ પાંચ પદે ગુણીનાં છે અને પછીનાં ચાર પદે ગુણ છે. પ્રથમનાં બે પદો દેવતત્વ છે. પછીનાં ત્રણ પદે ગુરુતત્વ છે. અને છેલ્લાં ચાર પદે ધર્મતત્વ છે. આ રીતે નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેય તને સમાવેશ થાય છે.
નવ એ અખંડ આંક છે. નવપદજીને આકાર પણ દાંતની ચૂડી જે ગેળાકાર અને અખંડ છે. તેની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. અર્થાત્ અનાદિ-અનંત છે; સત્ય અને નિર્મળ ધર્મ સ્વાભાવિક રીતે જ આદિઅંતવાળો હોતો નથી. શાશ્વત હાય છે; આ અખંડ તત્વને આરાધનાર અખંડ સુખનો ભોક્તા ક્રમે ક્રમે થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org