Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
“રૂણુમાંથી મૂક્ત થવા” કીર્તિકુમાર હાલચંદ વોરા થરાદવાળા
લગભગ અરધી સદી પહેલાંની એક વાત છે. માળવા ઉજજૈન પ્રગણુના ખાચરદ નગરમાં ત્યારે દીક્ષા મહોત્સવ મંડાયે હતે. આજુ બાજુના પ્રદેશમાંથી જૈન-જૈનેતરે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉત્સાહભેર આવવા માંડ્યાં હતાં, ખાચરદની રોનક વધી ગઈ હતી, કારણ એક સાથે બે કામ જે આ પ્રસંગ હતે. ખાચરોદ આવવાથી એક તે પરમ ગીરાજ પ્રભુ શ્રી મદ્દવિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજનાં દર્શનને અમૂલ્ય લાભ મળતો હતો. અને બીજો લાભ મળતું હતું એક ઉગતા યુવાન-ચૌદ વરસના કિશોરની દીક્ષા ગ્રહણ કરવાના–આ અસાર સંસારને છેડી પરમ વિતરાગના માર્ગે પ્રયાણ કરવાના અપૂર્વ પ્રસંગને સાંગોપાંગ નજરે નજર જોઈ અનુમોદન કરી પુન્યની પ્રાપ્તિ કરવાનો-આત્માને આ માર્ગે જવાની પ્રેરણા આપવાને, અરે ? આ સાથે ત્રીજે પણ મહાન લાભ હતે નજદિકમાં જ આવેલ શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુનાં અને શ્રી મક્ષીજી તીર્થનાં દર્શન કરી પાવન થવાને આમ વડે લાભ લેવાનું કણ ભૂલે ?
અને એટલેજ ખાચરદ નગર આજે માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું. અસાઢ વદ બીજ ને બુધવારનો દિવસ ઉદયમાન થવાને હતી અડતાલીસ કલાક જ બાકી કે જે દિવસે આ અસાર સંસારમાંથી એક જીવાત્મા પોતાના અસલી સ્વરૂપને ઓળખવાના સાચા સ્થાનને મેળવવાના માર્ગે જવા પ્રસ્થાન કરવાના હતાશ્રી ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરવાના હતા. - “કહેવાય છે કે શુભ કાર્યોમાં જ વિઘો આવે છે એ મુજબ તે વખતે પણ સમાજ વિધી કેાઈ તોએ ભેગા થઈ રાજ્યાધિકારીઓને ખબર આપી કે “એક અનાથ બાળકને ભેળવીને બળાત્કાર પૂર્વક સંન્યાસી બનાવવામાં આવે છે.”
આજની કાયદાની વ્યવસ્થા એવા પ્રકારની છે કે કઈ પણ કાર્યમાં વિક્ષેપનાખવો હોય તે કાર્ય કાયદા વિરૂધ્ધ છે એમ લખી” કાયદાના કરેલૈયાઓને જાણ કરવામાં આવે તે પહેલું તે એ કાર્ય અટકી જાય છે પછી ભલે આ કાર્ય સત્ય અહિંસાના સાચા રાહ માટેનું હેય-કાયદે એને ન પહોંચતાં આ કાર્ય આગળ તે થાય છે. કારણ આખર તે સત્યને જય થાય જ છે ને?
અને આ કારણે ખાચરાદના ઉચ્ચ રાજ્યાધિકારીઓને પણ આજે ઉપાશ્રયના એટલે ચઢવું પડ્યું. ચઢયાતો ખરા પણ..
ધર્મશાળાને હેલ માનવમેદનીથી ચીકાર હતે એક તરફ પુરુષ અને બીજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org