Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
३१४
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
અને પૂર્ણિમાએ પ્રતિપૂર્ણ (સમસ્ત કલ એથી યુક્ત) હોય છે; તેમ બહુશ્રુત પણ એવા હોય છે, તે નક્ષત્ર જેવા અનેક સાધુઓના અધિપતિ, તથા તેવા પરિવારથી યુક્ત હોય છે અને સકળ કળાઓથી યુક્ત હોઈને પ્રતિપૂર્ણ હોય છે. ૨૫
કેકારની ઉપમા જેમ સામાજિક લેક કેડાર, વિવિધ ધાન્યથી પરિપૂર્ણ અને સુરક્ષિત હોય છે. તેમ બહુશ્રુત એવા હોય છે.
શ્યામા (અતસી) વગેરે ધાન્યના કોઠાનું અગાર, ઘણું ધાન્યનું સ્થાન હોય છે. અગ્નિ વગેરેના ભયથી જ્યાં ધાન્યના કઠા કરાય છે, તે કે ઠાર કહેવાય છે. તે પહેરેગીર વગેરે દ્વારા રક્ષિત હોય છે. ચરે, ઉંદરે વગેરેથી પણ સુરક્ષિત હોય છે. શાલિ (ચોખા), મગ વગેરે વિવિધ ધાન્યથી પ્રતિપુર્ણ હોય છે. એવી રીતે બહુશ્રુત સામાજીક લોકોની જેમ ગચ્છવાસીઓને ઉપયે ગી વિવિધ ધા જેવા અંગે, ઉપગ, પ્રકીર્ણ કે વગેરે પ્રકારના શ્રુતજ્ઞાન વિશે વડે પ્રતિપૂર્ણ હોય છે. પ્રવચનના આધારભૂત હોવાથી સુરક્ષિત હવા ઘટે છે. જેથી કહ્યું છે કે જેને આધીન કુલ છે, તે પુરૂષની તમે આદરથી રક્ષા કરે. ૨૬
જબૂવૃક્ષની ઉપમા જેમ બધાં વૃક્ષે માં અંબૂ નામનું વૃક્ષ પ્રવર (પ્રધાન શ્રેષ્ઠ), સુદર્શન (દર્શન કરવા યોગ્ય) હોય છે. કારણકે એ અમૃત જેવાં ફળવાળું અને દેવ વગેરેના આશ્રય વાળું હોય છે. તેવું બીજું વૃક્ષ નથી. જંબૂનું વૃક્ષપણું અને ફલ-વ્યવહાર તેનું પ્રતિરૂપ હોવાથી કરાય છે. વાસ્તવિક રીતે પ્રાથિવ કહેલ છે. તેના મૂળ વગેરેને વજમય, વેર્યમય વગેરે પ્રકારનાં ત્યાં ત્યાં કહ્યાં છે. એ જંબૂ અનાદત નામના દેવનું (જબૂદ્વીપના અધિપતિ વ્યંતર સુરના આશ્રયવડે એના સંબંધવાળું) સમજવું. તેમ બહAત એવા ડાય છે. તે અમૃતની ઉપમા આપી શકાય તેવા ફળ જેવાં શ્રતથી યુક્ત હોય છે અને દેવો વગેરેના પણ પૂજ્ય હોવાથી અમિગમન કરવા એગ્ય હોય છે. તથા બીજા વૃક્ષ જેવા સાધુઓમાં પ્રધાન હોય છે. ૨૭
શીતા નદીની ઉપમા જેમ, નદીઓમાં પ્રવર (પ્રધાન) શીતા નદી શ્રેષ્ઠ, વિમલ સલિલવાળી હોય છે. તે સાગર તરફ ગમન કરનારી તથા તે નીલવાન (મેરૂની ઉત્તર દિશામાં રહેલા વર્ષઘર પર્વત) થી ઉત્પત્તિવાળી અથવા પ્રવાહવાળી હોય છે. બહુશ્રત પણ એવા હોય છે. તે બહઐતિ નદીઓ જેવાં અન્ય સાધુઓમાં અથવા સમસ્ત કૃતજ્ઞાનિઓમાં પ્રધાન હોય છે અને વિમલ જલ શમાન શ્રત જ્ઞાનથી યુક્ત હોય છે, તથા તે સાગર જેવા મુકિત સ્થાનમાં જ જાય છે. કારણકે મુક્તિને ઉચિત અનુષ્ઠાનમાં જ તેમની પ્રવૃત્તિ હોય છે. બીજા દર્શની (મતાંતરીય) જનની જેમ દેવ વિગેરેના ભવમાંજ એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org