________________
विषय खंड
બહુત પૂજા
३१३
એમાં અને અન્યત્ર વિદ્યાધરે મંગલ-પાઠક બનેલા હોવાથી ચારે દિશામાં તેમની કીર્તિ ફેલાયેલી હોવાથી ચતુરન્ત કહેવાય, અથવા દાન, શીલ, તપ ભાવ એ ચાર પ્રકારના ધમોં વડે જેના કમરૂપી વૈરીઓને વિનાશ થયેલ હોવાથી તે ચતુરન્ત કહેવાય. આમ ઔષધિ વગેરે દ્વિઓ અને “ચકવતી સાથે મહાયુદ્ધ કરી શકે એવી પુલાક લબ્ધિ વગેરે મોટી દ્વિઓ પ્રાપ્ત થવાથી તે મડદ્ધિક કહેવાય. તેમજ બહુશ્રુતને ચૌદ રત્નો જેવાં, સકળ અતિશનાં નિધાન ચૌદ પૂર્વે પ્રાપ્ત થયાં હેય છે એથી એમને ચક્રવર્તી-તુલ્ય કેમ ન કહી શકાય? રર.
શકની ઉપમા જેમ સહસાક્ષ વજપાણિ પુરંદર શક દેવને અધિપત હોય છે, તેમ બહુશ્રત પણ એવા હોય છે.
ઈદ્રને સહસ્ત્રાક્ષ (હોર આંખોવાળા) એથી કહેવામાં આવે છે, કે તેને પાંચ મંત્રીઓ હોય છે, તેમની હજાર આંખોવડે તે વિક્રમ કરે છે, અથવા હજાર આંખોવડે જે જોઈ શકાય, તે, તે (ઈદ્ર) બે ખવડે જ વિશિષ્ટ પ્રકારે જુએ છે. વજ હથિયાર હાથમાં હોવાથી તે વજપાણિ કહેવાય છે. જોકેક્તિ પ્રમાણે પુરને દારણ કરવાથી તે પુરંદર કહેવાય છે. તે શક દેવાનો અધિપતિ (સ્વામી) હોય છે, તે બહુશ્રત હોય છે. હજાર આંખે જેવા સમસ્ત અતિશયવાળા રત્ન નિધાન જેવા શ્રુતજ્ઞાનવડે તે જાણે છે. એવા મહાપુરુષના હાથમાં વજ (લક્ષણ) હાવા સંભવ છે, એથી તે વજપાણિ કહી શકાય. પુર-શબ્દવડે શરીર કહેવાય, તેને તે વિકૃષ્ટ તપોનુષ્ઠાનથી જાણે દારણ કરતા હોય તેવા હોવાથી તે પણ પુરંદર કહી શકાય. ધર્મમાં અત્યંત નિશ્ચલ હોવાથી શકની જેમ દેવડે પણ તે પૂજાય છે, એથી દેવાના અધિપતિ પણ કહેવાય. કહ્યું છે કે
રેવા વિ # નમંત્તિ , કર ઉમે રજા મળશે” અર્થાત્ દેવો પણ તેને નમે છે, જેનું મન સદા ધર્મમાં હોય છે. ૨૩
સૂર્યની ઉપમા જેમ તેજથી ઝળહળતે સૂર્ય અંધકારનો વિવંસ કરનાર હોય છે, તેમ બહુત પણ એવા હોય છે.
અંધકારને વિધ્વંસ કરનાર ઊગતા સૂર્ય આકાશમાં ચડતાં અત્યંત તેજસ્વિતા ધારણ કરે છે અથવા ઊગતી વખતે (ઉદય પામતાં) એ તીવ્ર હેત નથી, પછી તેજ વડે જવાલાને મૂકતો હોય તેવું જણાય છે. બહુશ્રુત પણ એવા હોય છે- તે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર અને સંયમનાં સ્થાનોમાં વિશુદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયથી ઉંચે ચડતાં અને તપ-તેજવડે જળહળતા હોય છે. ૨૪
- ચંદ્રની ઉપમા જેમ ઉડુપતિ નક્ષત્રને સ્વામી) ચંદ્ર, નક્ષત્ર(અને ગ્રહે, તારા) વડે પરિવારવાળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org