________________
થરાદ અને પૂ ગુરૂ દેવ લે ખી કા: – સાદી શ્રી મૂક્તિ શ્રી મહારાજ
સંવત ૨૦૧૪ ની સાલ અને અસાઢ સુદી ચૌદસને દિવસ થરાદ થીરપુર) ના માટે અતિ આનંદનો દિવસ હતો, અતિ ઉલ્લાસનો દિવસ હતો.
એવું તે શું હતું એ દિવસે?
પૂ. ગુરૂદેવ શ્રી મદ્રવિજય યતીન્દ્રસુરિશ્વરજી મહારાજ ચાતુર્માસ નિમિતે થરદમાં પ્રવેશ કરતા હતા એ દિવસે ?
થરાદના દ્વાર સમી હનુમાનની દેરી અને એથી પણ બહાર લગભગ વરખડી કે જયાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પગલાં છે (અને પાસેજ પૂ. તપસ્વી મુનીરાજ શ્રી હર્ષ વિજયજી મહારાજનો સ્વર્ગવાસ થતાં એમને અગ્નિ સંસ્કાર કરી એક નાનું સરખું સ્મારક ઉભું કર્યું છે) ત્યાંથી માંડી અને છેક ધર્મશાળા સુધીમાં આખો રસ્તા ઉપર અવનવાં તોરણથી શણગારવામાં આવ્યો હતો. દિવાલે તેના પર લખેલ એનેરી સુચનથી શોભતી હતી. ભૂમિ ગઈ કાલે જ થયેલ સમયસરની વર્ષાના કારણે ઠંડક અપી રહી હતી.
આગળ બેન્ડ અને પાછળ “વંદવીરમ ” “જૈન શાસનનો જય જયકાર ' કરતી અપાર માનવ મેદની પૂ. ગુરૂદેવની સામે સામૈયું લઈ જઈ રહી હતી. મલુપુર જે થરાદથી બે માઈલ જ દૂર છે ત્યાં પૂ. ગુરુદેવ આગળના દિવસે બીરાજતા હતા. ત્યાંથી વિહાર-થરાદ તરફ થઈ ચુકયો હતે સાથે હતો શિષ્ય સમુદાય અને થરાદથી દર્શન માટે અધીરાં બનેલાં અગાઉથી અહીં આવી પૂ. ગુરૂદેવશ્રીનાં વરસે પછી દર્શન કરી તૃપ્ત થયેલ થરાદ અને આજુબાજુનાં ગામનાં અનેક નરનારી. આ રીતે ભવ્ય ધામધુમ પૂર્વક પ્રવેશ કર્યો હતે પૂ. ગુરુદેવે થરાદમાં.
અને પ્રવેશ કર્યા બાદ?
પછીતે દરરોજ વહેવા માંડી એમની ઉપદેશ ધારા! પરીણામ શું આવ્યું એ ઉપદેશનું પછી?
પંદરમા સૈકા લગભગમાં થરાદની ભાગોળેથી નીકળેલ શ્રી મહાવીર સ્વામીની અતિભવ્ય પ્રતિમાજી જે આજ સુધી પણ દાખલ બીરાજમાન હતાં તેની પ્રતિષ્ઠા એક ભવ્ય જિનાલય બંધાવી કરાવવાનું નક્કી કર્યું થરાદ શ્રી સંઘે.
અને સંઘનું કામ એટલે પુછવું જ શું? સંઘના કામને વેગ એટલે? જાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org