________________
વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા શાસનધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન્ન યુવાન આચાર્યે અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારૂં તે ગમે તે થાઓ, અમે ભલે થોડા ભાવ વધારે હેરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મપ્રવર્તક પરમ લકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઈએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે કાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાર્થે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય જિસસનું કાર્ય કર્યું.
શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાસિદ્ધ-મંત્રસિદ્ધ પુરુષ હતા. ગૂર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન્ન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં ક ધર્મ શ્રેષ્ઠ છે? એ સીધે પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછળ્યો. જવાબમાં હેમચંદ્રજીએ શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવનીચાર ન્યાયનું દષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે-હે રાજન! હે પુરુષર્ષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ તેમ તમે પણું જે સત્યતત્વવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્વનું માગણ-સંશોધન કરશે, તે તમને પણ સત્ય ધર્મને માર્ગ મળી આવશે. હેમચંદ્રાચાર્યના આ અદ્ભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તે દિંગ થઈ જઈ ફીદા ફીદા થઈ ગયા. એક વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org