________________
રચના કરી જેણે અપૂર્વ વીતરાગભક્તિ દાખવી છે એવા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યજીના જીવનવૃત્ત અંગે હવે બે શબ્દ કહીશું. - અહિંસાને મહામંત્ર કી જેણે જગતમાં “અમારિને
કે વગડાવ્યો, તે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યને દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળો છે. આ મહા જ્યોતિર્ધરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેમને ગૂજરાતનું ગૌરવ ગણી બહુમાનથી સન્માનતા અને મહારાજા કુમારપાળ તે તેમના આજ્ઞાંકિત શિષ્ય બની, દયામય વીતરાગધર્મના કેવા પ્રભાવક પરમાર્હત થયા તે વાર્તા ઈતિહાસપ્રસિદ્ધ છે.
આ મહા જ્યોતિર્ધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાર્જિંગની ગૃહિણું પાહિણની કુક્ષિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને થયે. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુવયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનારે આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવા લક્ષણ દીઠા. એટલે લઘુવયમાં દીક્ષા પ્રાયઃ ઉચિત નહિં છતાં, આવા કેઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષે શાસનપ્રભાવનાને હેતુ જાણી, તેમણે પાહિણી પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણુએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સોમચંદ્ર થયા, અને સવપ સમયમાં સર્વ આગમસાહિત્યમાં પારંગત થઈ સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org