________________
૨૯. ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી ઘેટાના ટેળામાં વસ્યું છે, ઉછર્યું છે અને ચિર સંવાસથી તે પિતાને ઘેટું માની બેઠું છે. ત્યાં કેઈ સિંહ દેખાય છે. તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે, અને પાછું પિતાનું સ્વરૂપ નિહાળે છે તે બનેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિ. કાળથી પરભાવના સંવાસમાં વસેલે છે, અને પિતાને પરરૂપ જ માની બેઠે છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજસ્વરૂપનું ભાન થાય છે.
અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્ત ભવિ લહેરે, આતમશક્તિ સંભાળ. અજીત જિન તાર દીનદયાળ”—શ્રી દેવચંદ્રજી
અને આમ તે જિન સમ સ્વરૂપસત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગભાવની–પ્રગટ આવિર્ભાવની ઈહાઇચ્છા તેને પ્રગટે છે કે આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભણી વળે છે. જિન સમ જિન સમ સત્તા ઓળખી હોજી,
આ તસુ પ્રાગભાવની ઈહ અંતર અંતર આતમતા લહી , પર પરિણતિ નિરીહ...નમિપ્રભ”–શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org