________________
વિરતિ માત્ર પંદર કર્મભૂમિમાં મનુષ્યને જ છે. તેથી ધર્મ અલ્પ ક્ષેત્રમાં કહ્યો છે, એ પ્રમાણે આગળ પણ આગમ વિષે વિસંવાદ પરિહરવો (એ બરાબર નથી તેમ વિચારવું નહિ)
તેવી રીતે કાલ - અલ્પ એ પ્રમાણે વિશેષણનું ભાવપદ અનુવૃત્તિથી અલ્પકાલ અહીંયા અલ્પકાલ ભરત ક્ષેત્રાદિનો અધિકાર લઈને વિવક્ષા કરી છે. અને તે સુષમ સુષમાદિ છ પ્રકારે છે. તેમાં વિરતિ આદિ ધર્મ ઉત્સર્પિણીકાલમાં દુષમસુષમા અને સુષમા બે આરામાં કેટલાક સમય સુધી વળી અવસર્પિણીમાં સુષમ દુષમ આરાને અંતે, દુષમસુષમામાં અને દુષમ આ ત્રણ આરામાં વિરતિ ધર્મનો લાભ થાય છે. દશ કોડાકોડી સાગરપ્રમાણ અવસર્પિણીમાં અથવા ઉત્સર્પિણીમાં ૧ કોડાકોડી સાગરમાં જ વિરતિનો લાભ થતો હોવાથી સ્વલ્પ કાલને વિષે જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે આગળ પણ અલ્પ પદ લેવું અને તેવી રીતે આગમમાં કહ્યું છે કે સમ્યકત્વ અને શ્રુત છએ આરા માં હોય છે. વિરતિ અને વિરતાવિરતિ બે અથવા ત્રણ (આરા) માં હોય છે. જોકે અહીંયા છએ આરામાં સમ્યકત્વ અને શ્રુત બને કહ્યા છે. કારણ કે સુષમ સુષમાદિમાં પણ દેશનિ (કાંઈક ન્યુન) પૂર્વ કોડાકોડી આયુષ્યવાળા મનુષ્યો સમ્યકત્વ પામે છે. તેથી અધિક આયુષ્યવાળા પામતા નથી. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે :- સુષમ સુષમાદિ કાલમાં દેશ ન્યુન પૂર્વ કોડાકોડી આયુષ્યવાળા સમ્યક્ત પામે છે. એ પ્રમાણે દુષમ સુષમ આરે પણ બિલવાસિઓમાં પણ માત્ર સમ્યકત્વની પ્રાપ્તિ કોઈક ને થાય તો પણ અહીંયા વિરતિ આદિ વિશિષ્ટ ધર્મનો અધિકાર (વાત) હોવાથી તેનું સ્વલ્પ પણું હોવાથી તેનો વિચાર કર્યો નથી તેમાં શંકા કરવી નહિ !....
એ પ્રમાણે અલ્પજીવને વિષે - પૃથ્વી આદિથી લઈ દેવ સુધી વિવિધ જીવોને વિષે ગર્ભજ પર્યાપ્ત ભવ સિધ્ધિક (આસન્નસિધ્ધ) શુકુલ પાક્ષિક, કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યજ લેવાના તે કારણે અલ્પ જીવોમાં વિરતી સમજવી.
તે રીતે અલ્પ ભાવ:- અહીંયા ભાવ જાગૃત પણું એટલે કે વધતા એવા શુભ પરિણામ વિ. તેવી રીતે આગમમાં કહ્યું છે કે :
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (2) મિ.અ.અંશ-૧,તરંગ-૧
=
=
====
==1************************************