________________
| મધ્યાધિકારે પ્રથમ અંશે પ્રથમ તરંગ
आपे खित्ते काले, जीवे भावे अ संवयालहे । विग्धाईकमे लब्भइ, जो धम्मो जायह तं सिवयं ।।१।।
અલ્પ, ક્ષેત્ર, કાલ, જીવ, ભાવ અને સંપત્તિનો લાભ વિઘ્નો દૂર કરીને જે શિવકર ધર્મ છે. તેને સેવો IIII
વિશેષાર્થ:- દુર્લભતર ધર્મને ભજો - સેવો મન ધાતુ સેવાના અર્થમાં છે. તેથી અંતરના ભાવથી રાજાની આજ્ઞાની જેમ સારી રીતે પ્રયત્નશીલ બુધ્ધિવાળા થાઓ (ઈત્યર્થ) એ પ્રમાણે આરાધનાના હેતુ ને કહેતાં ધર્મનું વિશેષણ કરીને સિવયમિતિ એમ કહ્યું છે શિવ એટલે સમસ્ત વિનોને દૂર કરવા વડે આનંદ સુખ સંપત્તિનો અભ્યદય રૂપ સંસારનો જ્યાં નાશ થતાં જે સંપૂર્ણ શ્રેય રૂ૫ શિવને આપે છે કયા કયા તે શિવ. હવે તેનું દુર્લભ પણું બતાવે છે.
જે સર્વ વિરતિ આદિ રૂપ ધર્મ છે તે ક્યા ક્યા તે કહે છે. અલ્પ ક્ષેત્રમાં, ક્ષેત્ર એટલે ઉર્ધ્વ આદિ ત્રણ લોક તેમાં મનુષ્ય લોકને વિષે પંદર કર્મભૂમિ જ, લેવી કારણ કે પંદર કર્મભૂમિમાંજ જન્મેલા મનુષ્યોજ સર્વ વિરતિને લઈ શકે છે. જો કે :- સમ્યકત્વ અને શ્રતની પ્રાપ્તિ ઉર્ધ્વલોક અને અધોલોકમાં છે. તસ્કૃલોકમાં મનુષ્યને સર્વવિરતિ અને તિર્યંચને દેશવિરતિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે આગમમાં કહ્યું છે. સમ્યકત્વ અને શ્રુત ત્રણે લોકમાં છે. અને તિર્યંચમાં વિરતાવિરતિ કહ્યું છે. તો પણ દેવો વિષયમાં આસક્તિના કારણે, નારકો વેદનાથી વ્યાકુલ હોવાથી અને તિર્યંચ વિવેકાદિથી રહિત હોવાથી તે પ્રકારની ધર્મ સામગ્રી ન હોવાથી તેની વિવક્ષા (વિવરણ) અહીં નથી કરી અવિવેક્ષિત છે. કહ્યું છે કે :- દેવો વિષયમાં આસક્ત છે. નારકીઓ વિવિધ દુઃખથી સંતપ્ત છે. અને તિર્યંચ વિવેક વગરના છે. માત્ર મનુષ્યને ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. ll૧ી તેથી મનુષ્યમાંજ ધર્મની વિરતિ આદિનો લાભ હોવાથી અલ્પ ક્ષેત્ર એ સંગત-બરાબર છે. ટુંકમાં :- ધર્મની પ્રાપ્તિ સર્વ || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (1)મ.અ.અંશ-૧,તરંગ-૧)
*
* *
sssssssssss ::::::::::::::::::::::::
:::
::::
:::::
- :
::::::::::::::