________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૨
ટીકાર્ય :
વત પર્વ ..... વિઘેયમ્ | જે કારણથી આ પ્રમાણે છે=ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં કહ્યું કે એક ક્ષેત્રમાં રહેલા પણ જો રત્નત્રય વગેરેમાં ઉપયુક્ત છે, તો કર્મની નિર્જરા કરે છે, એ પ્રમાણે છે. તે કારણથી આ સ્થિત છે. શું સ્થિત છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વ પ્રકારે અનુજ્ઞા, જે અનુજ્ઞા યદુતથી બતાવે છે – આ કરવું જ જોઈએ, એ પ્રકારે સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ, શું સર્વ નિષેધ તે યદુતથી બતાવે છે – આ ન જ કરવું જોઈએ, એ પ્રકારનો નિષેધ સર્વજ્ઞના આગમમાં નથી, ૫ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી અહીં સંબંધ હોવાને કારણેનાસ્તિ પાસે સંબંધ હોવાને કારણે નથી જ; કેમ કે સર્વ કર્તવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ વગેરે અપેક્ષાથી વિધાન અને નિષેધ છે અને દ્રવ્ય વગેરેના વિચિત્રપણાથી ક્યારેક વિધેયના પણ નિષેધનો અવસર હોય અને નિષિદ્ધનું પણ વિધાન પ્રાપ્ત થાય, તે કહેવાયું છે –
તે અવસ્થા દેશ-કાળ-રોગો પ્રત્યે પ્રાપ્ત થાય, જેમાં=જે અવસ્થામાં, અકાર્ય કાર્ય થાય, કાર્ય કર્મને કૃત્યને, ત્યાગ કરે.
આથી આય=જ્ઞાનાદિનો લાભ, વ્યય તેની હાનિ, તુલના કરે=સાધુ નિશ્ચય કરે, કોની જેમ ? એથી કહે છે – લાભાકાંક્ષી વણિકની જેમ=જે પ્રમાણે આ અર્થાત્ વાણિયો આય-વ્યયની તુલનાથી ઘણા લાભમાં પ્રવર્તે છે, તે પ્રકારે પ્રવર્તે, ફક્ત પ્રવર્તમાન પુરુષે રાગ-દ્વેષના ત્યાગ વડે આત્મા સારી રીતે રંજિત કરવો જોઈએ, શઠપણાથી દુષ્ટ અવલંબન લેવું જોઈએ નહિ. ૩૯૨ાા ભાવાર્થ :
ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં બતાવ્યું એ પ્રમાણે સાધુને રત્નત્રયીની વૃદ્ધિ, કષાયોની હાનિ, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિની વૃદ્ધિ, તપ-સંયમ અને ચારિત્રમાં દઢ યત્ન એ જ મુખ્ય અંગ છે અને તેના અંગરૂપે એક ક્ષેત્રમાં નિવાસ આવશ્યક જણાય કે નવકલ્પી વિહાર આવશ્યક જણાય તો તે કર્તવ્ય થાય. તે બતાવવા માટે કહે છે –
ભગવાનના પ્રવચનમાં બાહ્ય કૃત્યને આશ્રયીને સર્વ અનુજ્ઞા કે સર્વ નિષેધ નથી; કેમ કે દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષાએ જે કૃત્યથી સમિતિ-ગુપ્તિ આદિ ભાવો અતિશય થતા હોય તે કૃત્ય જ સાધુ માટે કર્તવ્ય છે. તેથી તેવા સંયોગમાં સાધુ નવકલ્પી વિહારને બદલે સ્થિરવાસ કરે તોપણ રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા અનુસાર જ છે. ફક્ત આત્મવંચના કર્યા વગર વિહિત એવી ઉચિત આચરણાને સેવીને રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે આચરણાની ઉપેક્ષા કરવી ઉચિત નથી; કેમ કે ભગવાને તે તે ભાવોના રક્ષણ માટે તે તે આચરણા નિયત કરી છે અને તે ભાવનું રક્ષણ તે આચરણાથી થતું હોય છતાં તે આચરણા ન કરવામાં આવે તો ભગવાનના વચન પ્રત્યે અનાદરની બુદ્ધિ થાય છે, તેથી પરમાર્થથી રત્નત્રયીની વૃદ્ધિ થતી નથી, કેમ કે આત્મવંચનારૂપ દોષની પ્રાપ્તિ થાય