________________
ઉ૪
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૨૩-૪૨૪ ભાવાર્થ :
જે મહાત્મા શાસ્ત્રના સૂક્ષ્મ બોધને પામેલા છે, તે તે અનુષ્ઠાનો કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ છે, તેના રહસ્યને જાણનારા છે અને યોગ્ય જીવોને કઈ રીતે બોધ કરાવવામાં આવે તો ક્રમે કરીને સામાયિકના પરિણામને પ્રાપ્ત કરશે, એ પ્રકારે બાલ આદિ જીવોને ભેદથી તેમને ઉપદેશ આપે છે, લોકોમાં સન્માર્ગની વૃદ્ધિ કરે છે, તેવા જ્ઞાની પુરુષ કંઈક પ્રમાદ આપાદક કર્મની બલવત્તાને કારણે ચારિત્રહીન હોય, આથી સામાયિકના પરિણામનું કારણ બને એ પ્રકારની ઉચિત યતનામાં પ્રમાદવાળા હોવાથી સંયમના આચારો પાળવા છતાં સંયમના કંડકોને પ્રાપ્ત કરી શકતા ન હોય તોપણ તેઓ શ્રેષ્ઠ છે, કોની અપેક્ષાએ શ્રેષ્ઠ છે ? એથી કહે છે – જે જીવો સંસારથી ભય પામ્યા છે, માસક્ષમણ વગેરે અત્યંત દુષ્કર તપ કરે છે, પણ શાસ્ત્રનો બોધ સ્થૂલથી છે, એથી કંઈક માર્ગની સન્મુખ હોવા છતાં પોતાની ક્રિયા કઈ રીતે સામાયિકના પરિણામને સ્પર્શી શકે ? તેને જાણતા નથી, તેઓ દુષ્કર અનુષ્ઠાન કરનારા હોવા છતાં જ્ઞાની પુરુષ તેમનાથી અધિક છે; કેમ કે સંયમની ક્રિયા કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ બને, તેના પરમાર્થને જોનારા છે, તે પ્રકારે સેવવાની રુચિવાળા છે, યોગ્ય જીવોને તે પ્રકારે માર્ગનો બોધ કરાવનારા છે, તેથી સર્વ કાળમાં તેમનો સૂક્ષ્મ બોધ તત્ત્વને સ્પર્શનારો હોવાથી મહાનિર્જરાનું કારણ બને છે, ફક્ત સંયમની ક્રિયાઓ કઈ રીતે અપ્રમાદપૂર્વક કરવાથી સંયમયોગ પ્રગટ થાય તેનો પારમાર્થિક બોધ હોવા છતાં તેમાં યત્ન કરાવનાર સદ્વર્યને હણનાર પ્રમાદ આપાદક કર્મ છે, તેટલા અંશથી તેમની ન્યૂનતા છે, જ્યારે અત્યંત દુષ્કર તપ કરનારા મહાત્માને સામાયિકના પરિણામને અનુકૂળ સૂક્ષ્મ બોધ નહિ હોવાને કારણે કઠોર આચરણ દ્વારા પણ તે પ્રકારની વિશિષ્ટ પરિણતિ તેઓ કરી શકતા નથી, જેથી જ્ઞાની પુરુષની જેમ નિર્જરા કરી શકે; કેમ કે અજ્ઞાનને કારણે તેમની કઠોર આચરણા પણ અલ્પ ફળવાળી છે અને અલ્પજ્ઞાન પણ પ્રચુર અજ્ઞાનથી આવૃત હોવાને કારણે ઉત્તમ ક્રિયાના પારમાર્થિક ભાવોને જોવામાં તેઓ અસમર્થ બને છે, તેથી કંઈક આરાધક હોવા છતાં તેઓ જ્ઞાની પુરુષથી હીન જ છે. ll૪૨૩માં અવતરણિકા :શિષ્યઅવતરણિકાર્ય :
ક્રિયાહીન જ્ઞાની અધિક છે, દુષ્કર તપ કરનાર તેનાથી અલ્પ છે, તેને સ્પષ્ટ કરવા માટે વિશ્વથી કહે છે –
ગાથા :
नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं पि नत्थि तहिं पुज्जए काइं ?।।४२४।।