________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૪૭૪
૧૩૩
ગાથા :
पढइ नडो वेरग्गं, निन्विज्जिज्ज बहुओ जणो जेण ।
पढिऊण तं तह सढो, जालेण जलं समोयरइ ।।४७४।। ગાથાર્થ :
નટ વૈરાગ્યને વૈરાગ્યના ચરિત્રોને, કહે છે, જેનાથી ઘણા લોકો વૈરાગ્યને પામે છે, તે પ્રકારે તેને કહીને શઠ એવો તે જાળ દ્વારા જલમાં ઊતરે છે. ll૪૭૪ll ટીકા -
पठति व्यक्तया गिरा नटः शैलूषो वैराग्यं कारणे कार्योपचारात् तज्जनकं वृत्तादि गृह्यते, निर्विद्येत संसारानिर्विण्णो भवेद् बहुरेव बहुको जनो येन पठितेन, स तु पश्चात् पठित्वा तद् वृत्तादि वैराग्यकरं तथा तदभिनयादिप्रकारेण, शठो वञ्चको जालेन करणभूतेन जलं समवतरति मीनादिजिघृक्षया, तद्वत् प्रस्तुतधर्मकथी ज्ञेय इत्युपनयः ॥४७४॥ ટીકાર્ય :
પતિ પ્રત્યુનઃ || વ્યક્ત વાણીથી નટ વૈરાગ્યને કહે છે =કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી વૈરાગ્યના કારણરૂપ ગ્રંથોને કહે છે. તેથી વૈરાગ્યને ઉત્પન્ન કરનારા વૃત વગેરેને=ચરિત્રો વગેરેને, ગ્રહણ કરાય છે, ઘણા લોકો જે પઠિતથી નિર્વેદ પામે છે=સંસારથી વૈરાગ્ય પામે છે. વળી તે પાછળથી તેને ભણીને=વૈરાગ્યને કરનારા તે વૃત્ત વગેરેને કહીને, તે પ્રકારે=તે અભિનય વગેરે પ્રકારથી, શઠ=વંચક એવો તે, સાધનભૂત એવી જાળ દ્વારા જલમાં ઊતરે છે=માછલાં વગેરે પકડવા માટે જલમાં ઊતરે છે, તેની જેમ પ્રસ્તુત ધર્મને કહેનારો જાણવો એ ઉપાય છે. ૪૭૪ ભાવાર્થ :
કોઈ નટ ઉપદેશના વિષયમાં કુશલ હોય તો વૈરાગ્યનું કારણ બને તેવા આચારોનું સૂક્ષ્મ કથન કરે તોપણ તે શબ્દો પોતાના હૈયામાં સ્પર્શતા નથી, માત્ર બીજા જીવોને નિર્વેદનું કારણ બને છે, તે નટને તે શબ્દો સ્પર્શેલા નહિ હોવાથી પોતાની આજીવિકા અનુસાર પ્રસંગે જાળ લઈને માછલાં પકડવા માટે નદીમાં ઊતરે છે અથવા બીજા પણ સંસારનાં તે તે કૃત્યો કરે છે, તેમ જે સાધુ સૂત્ર-અર્થનો શાસ્ત્રાનુસારી બોધ કરીને તેનું પરાવર્તન કરે છે એટલું જ નહિ, પણ સુવર્ણની પરીક્ષા કરનાર જેમ કષપર્ટક ઉપર સોનાને ઘસીને તે સાચું સોનું છે કે નહિ તેનો નિર્ણય કરે છે, તેમ શાસ્ત્રીય પદાર્થો યુક્તિ અને અનુભવ અનુસાર જે રીતે સંગત છે તે રીતે વિધિપૂર્વક યોજન કરે છે. આમ છતાં ભોગની લાલસા પ્રચુર હોવાથી અને માન-ખ્યાતિ વગેરે પ્રત્યેનું વલણ અતિશય હોવાથી મંગુ આચાર્યની જેમ તત્ત્વને જાણનારા હોવા છતાં ગ્રંથના અર્થથી વિપરીત પ્રવૃત્તિ કરે છે. જેમ મંગુ આચાર્ય ભગવાનના વચનના સૂક્ષ્મ પદાર્થોને