________________
૧૯૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૭-૫૧૮
ટીકાર્ય :
સવલત્રઃ ... ભવનનાવિતિ | અવસ==શિથિલ આચારવાળા સાધુ, પોતાના માટે પોતાના નિમિત્તે, દીક્ષા આપતા પરને શિષ્યને અને પોતાને ભાવપ્રાણની અપેક્ષાએ હણે છે, કેવી રીતે હણે છે? એથી કહે છે – તેને=શિષ્યને, દુર્ગતિમાં=નરકાદિ દુર્ગતિમાં, નાખે છે અને પોતે અધિકતર= પૂર્વની અવસ્થાથી અધિકતર, ભવસમુદ્રમાં ડૂબે છે. પ૧ાા ભાવાર્થ :
જેઓ સાધુવેષમાં છે અને ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણીને સતત ગુપ્ત ગુપ્તતર થવા માટે સંયમની સર્વ આચરણા કરવા સમર્થ નથી, તેઓ શિથિલ આચારવાળા હોય છે; કેમ કે તેમની સંયમની બાહ્ય આચરણા આત્માના સંવરભાવના અતિશયનું કારણ નથી, પરંતુ મોહને આધીન થઈને તેમની સર્વ આચરણા યથાતથા થાય છે અને તેવા શિથિલાચારી સંવિગ્નપાક્ષિક પણ છે, છતાં પોતાની પર્ષદા માટે કે પોતાની સેવા કરાવવા માટે બીજાને દીક્ષા આપે તે દીક્ષા લેનારના અહિતનું કારણ છે; કેમ કે પરને અપાયેલી દીક્ષા પોતાની જેમ શિથિલ આચારનું કારણ બને છે અને ભવથી વિરક્ત થયેલા એવા તેના ભાવપ્રાણનો નાશ કરનાર હોવાથી શિષ્યનું અહિત કરે છે અને દીક્ષા આપનાર પોતે બીજાનો વિનાશ કરવામાં નિમિત્ત હોવાથી પોતાના ભાવપ્રાણોનો નાશ કરે છે અર્થાતુ પોતાના વિદ્યમાન કષાયોને દૃઢ કરે છે. વળી દીક્ષા આપીને તે શિષ્યને અગુપ્તિઓમાં વૃદ્ધિ કરાવીને વિપર્યાસ કરાવે છે, જેથી કલ્યાણ માટે આવેલા શિષ્યને નરક વગેરે દુર્ગતિમાં મોકલે છે અને પોતે શિથિલાચારને કારણે જે સંસારમાં ડૂબેલ છે, તે અન્ય જીવના વિનાશમાં યત્ન કરીને ક્લિષ્ટ ભાવો કરવા દ્વારા પોતાનો અધિક વિનાશ કરે છે, આથી ભવથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક સાધુ પોતાના અગુપ્ત માનસને જોનારા હોવાથી પોતાની પાસે કોઈને દીક્ષા આપતા નથી, પરંતુ તેને માર્ગનો બોધ કરાવીને સુસાધુ પાસે મોકલે છે. કદાચ તે વખતે સુસાધુ પ્રાપ્ત ન હોય તો તેને જ્ઞાનાદિ માટે દીક્ષા આપીને અને પોતાની હીનતા બતાવીને સન્માર્ગનો સાચો બોધ કરાવે છે અને સુસાધુની પ્રાપ્તિ થાય ત્યારે તે શિષ્યોને સુસાધુને આપે છે; કેમ કે શરણાગતનો વિનાશ થાય તેવી પ્રવૃત્તિ અત્યંત પાપસ્વરૂપ છે, માટે સંસારથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક તે પ્રકારે કરતા નથી. આપણાં અવતરણિકા:
न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याहઅવતરણિતાર્થ :
કેવલ દીક્ષા આપતો નહિ=પોતાને માટે બીજાને દીક્ષા આપતો શિથિલાચારી સાધુ માત્ર સ્વપર વિનાશ કરતો નથી પરંતુ વિપરીત પ્રરૂપણા કરતો પણ સ્વપરનો વિનાશ કરે છે, એને કહે છે –