________________
૨૩૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૪
ગાથાર્થ :
આ પ્રકરણને સાંભળીને જેને ધર્મમાં ઉધમ થયો નથી અને વૈરાગ્ય થયો નથી તેને અનંતસંસારી જાણવો. પ૩૪ll. ટીકા :
श्रुत्वाऽऽकर्ण्य प्रकरणमिदमुपदेशमालाख्यं धर्मे सर्वज्ञोक्ते जातः समुत्पन्नो नोद्यमो विशिष्टोत्साहो यस्य जन्तोः, न च नैव जनितमुत्पादितं श्रूयमाणेनाप्यनेन वैराग्यं विषयवैमुख्यं यस्येति वर्त्तते, तं जानीयास्त्वम् यदुताऽयमनन्तसंसारीति, कालदष्टवदसाध्य इत्यर्थः ।।५३४।। ટીકાર્ચ -
કૃત્વાઇડર્વ ....... ત્યર્થ છે. આ ઉપદેશમાલા નામનું પ્રકરણ સાંભળીને ધર્મમાં=સર્વજ્ઞએ કહેલા ધર્મમાં જે જીવને ઉદ્યમ=વિશિષ્ટ ઉત્સાહ ઉત્પન્ન થયો નથી, સાંભળતાં પણ આના વડે=પ્રસ્તુત ગ્રંથ વડે વૈરાગ્ય=વિષયનું વૈમુખ્ય, જેને થયું નથી, તેને તું જાણ. શું જાણ? તે યહુતથી બતાવે છે. આ જીવ=ગ્રંથ સાંભળનાર જીવ, અનંતસંસારી છે=કાલદષ્ટની જેમ અસાધ્ય છેઃમૃત્યુનું કારણ બને એવા સાપથી કંસાયેલાની જેમ અસાધ્ય છે. i૫૩૪ ભાવાર્થ :
સંસારવર્તી જીવો પ્રકૃતિથી સર્વ સમાન છે, છતાં જે જીવોનાં કર્મો જ્યારે પ્રચુર વર્તે છે, તેમાં પણ વિપર્યાસ આપાદક કર્મો અતિપ્રચુર છે, ત્યારે તે જીવ તત્ત્વની સન્મુખ થવા માટે યોગ્ય બનતો નથી. તે જીવનાં જ્યારે તે કર્મો કોઈક રીતે અલ્પ થયા છે, તેમાં પણ વિપર્યાસ આપાદક કર્મો નષ્ટ થાય તેવાં અલ્પ થયાં છે, તે જીવ ત્યારે તત્ત્વને સન્મુખ થઈ શકે તેવી ભૂમિકામાં હોય છે. આથી વર્તમાનકાળમાં જેઓ મોક્ષમાં જાય છે, તેઓ પણ અનંતકાળ પૂર્વે ધર્મની સામગ્રી પામીને પણ ધર્મને સન્મુખ થયા નહિ અને વર્તમાનમાં તેવી જ કોઈ સામગ્રી પામીને ધર્મમાં ઉદ્યમ મતિવાળા થયા. તેથી ક્યા જીવો પ્રચુર કર્મવાળા છે અને કયા જીવો અલ્પ કર્મવાળા છે, તેના નિર્ણય માટેનો ઉપાય વિવેકપૂર્વક સમ્યગુ રીતે નિરૂપણ કરાતો ઉપદેશમાલા ગ્રંથ છે. આથી કોઈ ઉપદેશક અત્યંત સંવેગથી ભાવિત થઈને યોગ્ય શ્રોતાના હૈયાને સ્પર્શે તે રીતે ઉપદેશમાલા ગ્રંથનું વર્ણન કરે, છતાં જે સાંભળીને જે જીવોને ભગવાને કહેલા ધર્મને સેવવાનો વિશિષ્ટ ઉત્સાહ થતો નથી અને પ્રસ્તુત ગ્રંથ નિપુણ પ્રજ્ઞાવાળા પુરુષ દ્વારા નિરૂપણ કરાતો સાંભળવા છતાં જે જીવોને વિષયનો વૈમુખ્ય ભાવ થતો નથી, તે બતાવે છે કે તે જીવોમાં વિપર્યાસ આપાદક કર્મો અતિપ્રચુર છે. તેથી યુક્તિ અને અનુભવ અનુસાર સર્વજ્ઞના વચનના પરમાર્થને સાંભળીને પણ તે જીવોનું ચિત્ત ભોગથી વિમુખ થતું નથી, પરલોકની ચિંતા કરનારું બનતું નથી, માત્ર વિષયમાં સુખબુદ્ધિ સ્થિર છે, તેવા જીવો ક્વચિત્ સાધુવેષમાં હોય, સાધ્વાચારની ક્રિયા કરતા હોય, શ્રાવકાચાર પાળતા હોય તોપણ ભગવાને કહેલા ત્રણ ગુપ્તિના ભાવના પરમાર્થને સ્પર્શી શકતા નથી. માત્ર બાહ્ય ક્રિયા કરીને પણ તે તે પ્રકારના ક્લેશોની પોતાની પ્રકૃતિને સ્થિર કરે છે તે જીવો ગાઢ વિપર્યાસવાળા