Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 253
________________ ૨૩૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૮ ટીકા - जिनवचनमेव द्वादशाङ्ग यथेष्टफलदायित्वात् कल्पवृक्षो जिनवचनकल्पवृक्षो जयतीति क्रिया, अनेकशास्त्रार्था एव व्यापकत्वात् सच्छायाकारणत्वाच्च शाखास्ताभिविस्तीर्णो विशालोऽनेकशास्त्रार्थशाखाविस्तीर्णः, तपोनियमा एव मुनिमधुकरनिकरप्रमोदहेतुत्वात् कुसुमगुच्छाः सुमनसस्तबका यस्मिन्नसौ तपोनियमकुसुमगुच्छः, सुगतिः स्वर्गापवर्गो, सैवानन्तसुखरसम्पूर्णत्वात् फलं, तद् बध्यते निष्पाद्यते यस्मिन्नसौ सुगतिफलबन्धनो जयति, कदागमतरूनभिभवति भगवानिति ।।५३८ ।। ટીકાર્ય : બિનવાનવ .... ભવાનિતિ . દ્વાદશાંગ રૂ૫ જિતવચન જ યથેષ્ટ ફલદાયીપણું હોવાથી કલ્પવૃક્ષ છે અને તેવું જિતવચન કલ્પવૃક્ષ જય પામે છે, એ પ્રમાણે ક્રિયા છે=ક્રિયાપદનો સંબંધ છે. અનેક શાસ્ત્રના અર્થોમાં જ વ્યાપકપણું હોવાથી અને સાચ્છાયાનું કારણ પણું હોવાથી શાખા છે, તેનાથી વિસ્તીર્ણ=વિશાલ અનેક શાસ્ત્રાર્થ રૂપ શાખાથી વિસ્તીર્ણ ઉપદેશમાલા ગ્રંથ છે. તપ-નિયમ જ મુતિરૂપી મધુકરના સમૂહના પ્રમોદનું હેતુપણું હોવાથી કુસુમનો ગુચ્છો છે=સુંદર પુષ્પોના સમૂહ છે જેમાં તેવો આ તપ-નિયમતા કુસુમના ગુચ્છાવાળો ઉપદેશમાલા ગ્રંથ છે. સુગતિ સ્વર્ગ અને મોક્ષ છે, તે જ=સુગતિ અનંત સુખના રસથી પૂર્ણપણું હોવાથી ફળ છે. તે વચ્ચ=નિષ્પાદન કરાય છે જેમાં એ સુગતિફલના બંધનવાળો છે, તેવો ઉપદેશમાલા ગ્રંથ જય પામે છે. ઉપદેશમાલા ગ્રંથરૂપ ભગવાન કદાગમતરુનો અભિભવ કરે છે. પ૩૮ ભાવાર્થ : ભગવાનનો સિદ્ધાંત સામાયિક સૂત્રથી માંડીને દ્વાદશાંગી સુધીના વિસ્તારને કહેનારો છે. તેથી ભગવાનનો મૃતધર્મ જીવમાં સામાયિકના પરિણામને પ્રગટ કરવા માટે સર્વ પ્રકારનો ઉપદેશ આપે છે અને તે દ્વાદશાંગરૂપ જિનવચન છે અને જેઓ તે દ્વાદશાંગીરૂપ જિનવચનથી આત્માને ભાવિત કરે છે, તેઓને જે પ્રકારે પોતાને સુખપરંપરા ઇષ્ટ છે, તે પ્રકારે સુખપરંપરાના ફળ દેનાર જિનવચન છે, માટે જિનવચન કલ્પવૃક્ષ છે. આથી જિનવચનના સંગ્રહરૂપ પ્રસ્તુત ઉપદેશમાલા ગ્રંથ પણ જિનવચન કલ્પવૃક્ષ છે અને જેઓ તેને નિર્મળ મતિથી ગ્રહણ કરીને શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપે પરિણમન પમાડશે, તેઓની પ્રસ્તુત શાસ્ત્રથી પ્રગટ થયેલ નિર્મળ મતિ સદા સ્વશક્તિ અનુસાર સામાયિકના પરિણામ માટે ઉદ્યમ કરવા પ્રેરણા કરશે અને તેવા જીવોને જે ઇષ્ટ છે, તેવા સુખરૂ૫ ફળને દેનાર પ્રસ્તુત શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે માટે તે કલ્પવૃક્ષ જેવો છે. વળી પ્રસ્તુત ઉપદેશમાલારૂપ ગ્રંથ અનેક શાસ્ત્રોના અર્થોની શાખાથી વિસ્તીર્ણ છે; કેમ કે ભગવાને કહેલાં બધાં શાસ્ત્રો સામાયિકના પરિણામના પ્રકર્ષ અર્થે દિશા બતાવનાર છે. તેથી પ્રસ્તુત ગ્રંથ ઉપદેશમાલા રૂપે રચાયેલો હોવા છતાં જીવને સ્વશક્તિ અનુસાર સામાયિકમાં યત્ન કરવાનો ઉપદેશ આપે છે. તેથી

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258