________________
૨૪૦
ઉપદેશમાલા ભાગ-૩ | ઉપસંહાર પાઠ હશે એ પ્રમાણે અમારા વડે તે પાઠ સ્વીકારાયો છે.
કુવાસનામય વિષને દૂર કરીને જે ગુરુએ મારા આશયમાં કૃપાથી પ્રયત્ન કર્યો, અચિંત્ય વીર્ય દ્વારા સુવાસના સુધાને આધાર કર્યું, તે તિજ ધર્મસૂરિને હું નમસ્કાર કરું છું.
ગાંભીર્યને ભજનારા અનંત કીતિના વચનમાં જે અહીં મતિમંદતાના દોષથી ઉસૂત્ર વિવરણ કરાયું. આના દ્વારા=પ્રસ્તુત ગ્રંથ દ્વારા સંસારસાગરને તરવાની કામનાવાળા મારામાં કૃતકૃપાવાળા સાધુઓ વડે તે શોધન કરવું જોઈએ.
વાણીદેવતાના તોષથી વિવૃતિને કરીને જે આ પુણ્યાનુબંધી કુશલ મારા વડે પ્રાપ્ત કરાયું, તેનાથી સર્વ પણ જીવલોક ઉપદેશમાલામાં કહેવાયેલા અર્થમાં સાધાપર થાઓ.
એ પ્રમાણે ઉપદેશમાલા વિવરણ સમાપ્ત થયું. ભગવાનની વાણીદેવતાની પરમાર્થથી આ કૃતિ છે. વળી દુર્ગસ્વામી ગુરુના શિષ્ય-સદ્ધષિ ચરણરેણુ સિદ્ધષિ સાધુની નિમિત્તમાત્રપણાથી આ કૃતિ છે. ભાવાર્થ :
ધર્મના સૂરિ જેમને પોતાના કુવાસનામય વિષને દૂર કરીને સદાશયમાં અચિંત્ય વિર્ય દ્વારા સુવાસનારૂપી અમૃતનું આધાન કર્યું છે એવા હરિભદ્રસૂરિ છે; કેમ કે સિદ્ધર્ષિ ગણિને બૌદ્ધ દર્શનના એકાંતવાદ પ્રત્યે જ્યારે પક્ષપાત થયો, ત્યારે હરિભદ્રસૂરિના ગ્રંથથી સ્યાદ્વાદ પ્રત્યે સ્થિર બુદ્ધિ થઈ. તેથી તેમને સિદ્ધર્ષિ ગણિ નમસ્કાર કરે છે.
વળી ગંભીર અર્થને કહેનારા પૂર્વના મહાપુરુષના વચનનું પોતે વિવરણ કરે છે. તેમાં પોતાની મતિની મંદતાથી કોઈ અર્થ સૂત્ર વિરુદ્ધ થયો હોય તો સરળ ભાવથી ગીતાર્થ પુરુષોને શોધન કરવા સિદ્ધર્ષિ ગણિ ઋષિ વિનંતિ કરે છે. જેનાથી શુદ્ધ માર્ગનો તેમનો પક્ષપાત અત્યંત સ્થિર થાય છે; કેમ કે ટીકા રચતી વખતે ઉત્સુત્ર ન થાય, તેની સાવધાનતા રાખીને કરેલ છે છતાં અનાભોગથી ઉત્સુત્ર થયું હોય તો તેની પણ ગીતાર્થોને શોધન માટે વિજ્ઞપ્તિ કરે છે.
વળી ભગવાનની વાણીરૂપી જે દેવતા છે, તેની કૃપાથી પોતે આ વિવૃતિ કરી છે. તેથી તે કૃતિ દ્વારા જે પુણ્યાનુબંધી પુણ્યરૂપ જે કુશલ કર્મ પ્રાપ્ત કર્યું છે, તેના દ્વારા ભાવિમાં થનારા યોગ્ય જીવો ઉપદેશમાલામાં કહેવાયેલા અર્થને સાધવામાં તત્પર થાઓ. એવી શુભ કામના કરીને પ્રસ્તુત ગ્રંથ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય કરે છે.
વળી અંતે કહે છે કે ભગવાનની વાણીની જ આ કૃતિ છે; કેમ કે પૂર્વના મહાપુરુષો પાસેથી પોતાને જે વાણી પ્રાપ્ત થઈ છે, તેના બળથી પોતે આ વિવરણ કરી શકાય છે. જ્યારે સિદ્ધર્ષિ સાધુ તો પ્રસ્તુત કૃતિમાં નિમિત્તમાત્ર થયા છે. આ પ્રકારે શુભભાવ કરીને પ્રસ્તુત કૃતિથી લેશ પણ પોતાને અહંકાર ન થાય, એ પ્રકારે યત્ન કરે છે.
So
,કે
છે
ઉપદેશમાલા ભાગ-૩ સમાપ્ત