Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય
૫.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉપદેશમાલા
શબ્દશઃ વિવેચન ભાગ-૩
વિવેચકઃ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન | ભાગ-૩
* મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર - શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પપૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત
શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
* દિવ્યકૃપા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શનવેત્તા,
પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
ને આશીર્વાદદાતા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
એક વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલન-સંશોધનકારિકા * શાસનસમ્રાટ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના
સાધ્વીજી ચારિત્રશ્રીજી મ. સા.ના પ્રશિષ્યા સાધ્વી ઋજુમતિશ્રીજી મ. સા.
પ્રકાશક :
Rs
કાતાથીd.
“શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ શબ્દશઃ વિવેચન
- વિવેચનકાર -
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧
આવૃત્તિ : પ્રથમ
મૂલ્ય : રૂ. ૧૫૦-૦૦
નકલ : ૧૦૦૦
- આર્થિક સહયોગ
રાધનપુર તીર્થ નિવાસી શ્રીમતી ભારતીબેન વસંતભાઈ શાહ પરિવાર
હાલ – તારદેવ, મુંબઈ.
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
તાર્થ is
૧૭૮
શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com
* મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ
૯, પુનાજી ઈન્ડ. એસ્ટેટ, શનિદેવ મંદિર પાસે, ધોબીઘાટ, શાહપુર, અમદાવાદ-૪. ફોન : ૦૭૯-૨૫૬૨૪૯૯૯
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન
* અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
૧ (૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
જ વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
: (૦૨૬૫) ૨૩૯૧૩૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : jpdharamshi60@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩
(મો.) ૯૦૧૬૧૮૮૯૯૦
જામનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
: (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૭૯૯૦ Email : karan.u.shah@hotmail.com
- BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. : (080) (O) 22875262 (R) 22259925
(Mo.) 9448359925. Email : vimalkgadiya@gmail.com
રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧.
(૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૧૮૦૧૩ Email : shree_veer@hotmail.com
Page #5
--------------------------------------------------------------------------
________________
– પ્રકાશકીય ક
સુજ્ઞ વાચકો! પ્રણામ..
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે.... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધીશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
વિાનેવ વિનાનાતિ વિક્લનપરિશ્રમ” એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ.
શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #7
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ
(મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા પ. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રસ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન)
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) 29. Status of religion in modern Nation State theory (ily mięsa) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!! (હિન્દી આવૃત્તિ) 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન ૭. “Rakshadharma'Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ)
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
થk
s
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનના ગ્રંથો
|_|
|
whenhumm
૪
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
એ
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસુત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સુત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાઢાત્રિશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબેંધકાત્રિશિકાં-૧૪ શબ્દશઃ વિવેચના ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચના ૪૬. તારાદિત્રયદ્વાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાäિશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાબિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન
Page #11
--------------------------------------------------------------------------
________________
૫૮. ક્લેશણાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચના ૫૯. વિનયદ્રાવિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાબિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચના ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સક્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચના ૮૩. પંચવરસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પબ્લીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચના ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચના ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાäિશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈઆ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચના ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન
૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨
૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩
૧૨૭. ૧૮ પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સજ્ઝાય, ‘સાચો જૈન’ પદ અને ‘વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન
૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૦. ઉપમિતિભવપ્રપંચા કથા (દ્વિતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩૧. ઉપમિતિભવપ્રપંચા કથા (તૃતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૩૨. ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૩. ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૪. ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩૫. ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૩
籽
–
ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત સંશોધનાત્મક પ્રકાશનો
૧. આગમ પ્રકાશનસૂચી (હિન્દી)
*
૧. ધર્મતીર્થ ભાગ-૧
*
સંકલનકાર : નીરવભાઈ બી. ડગલી
ગીતાર્થ ગંગા અંતર્ગત
ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
ધર્મતીર્થ ભાગ-૨
૨.
*
Page #14
--------------------------------------------------------------------------
________________
--અનુક્રમણિકા અલ-લ
ક્રમ
વિષય
પાના નં. |
૩૮૩-૩૮૪ ] શક્તિહીન વ્યક્તિ ગુણરત્નાકરોથી પોતાના આત્માને તુલ્ય કરે છે, કપટના
ત્યાગનો ઉપદેશ. ૩૮૫-૩૮૯ કૂટચેષ્ટિતનું સ્વરૂપ, તે વિષયક કપટસાધુની કથા.
૩૮૭ કર્મપરતંત્રતાથી અનેક પ્રકારના પાર્થસ્થ આદિ.
૩૮૮ સંયમઆરાધકોનું સ્વરૂપ. ૩૮૯-૩૯૧ આરાધકમુનિના ગુણો.
૩૯૨ | દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિની અપેક્ષાથી સર્વ કર્તવ્યોનો વિધિ અને નિષેધ. ૩૯૩-૩૯૪ ધર્મનું સ્વરૂપ.
૩૯૫ આય-વ્યયની તુલનાનું સ્વરૂપ. ૩૯૬-૩૯૭ અતિચારનું સ્વરૂપ. ૩૯૮-૪૦૩ ગીતાર્થ અને અગીતાર્થનું સ્વરૂપ.
४०४ ચાર પ્રકારની પ્રતિસેવના. ૪૦૫-૪૦૭ અગીતાર્થને અંધની ઉપમા. ૪૦૮-૪૧૧ અગીતાર્થના દોષો. ૪૧૨-૪૧૮ અલ્પાગમ મુનિના દોષો.
૪૧૯ | જ્ઞાનના વિષયમાં યત્ન કર્તવ્ય, જ્ઞાનના અર્થીએ ગુરુની આરાધના કરવી
૧-૩ ૩-૭ ૭-૮ ૮-૧૦ ૧૦-૧૨ ૧૨-૧૬ ૧૦-૨૦ ૨૦-૨૧ ૨૨-૨૫ ૨૯-૩૩ ૩૩-૩૫ ૩૫-૩૯ ૩૭-૪૩ ૪૩-૫૫
જોઈએ.
૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩
૫૫-૫૮ ૫૮-૫૯ પ૯-૭૧ ૯૧-૯૩
૪૨૪ ૪૨૫-૪૨૮
૪૨૯
૪૩૦ ૪૩૧-૪૩૨)
૪૩૩
જ્ઞાની સમ્યગુ રીતે અનુષ્ઠાન કરવાની પદ્ધતિ જાણે. અયતમાન યતિ જ્ઞાની હોવા છતાં મોક્ષ આત્મક ફળને પ્રાપ્ત કરતો નથી. રસગૌરવ આદિ ગૌરવત્રયથી પ્રતિબદ્ધ જીવો ક્રિયાશૂન્ય. પ્રવચનની પ્રભાવના કરતો સાધુ પર્યાયથી હીન હોવા છતાં જ્ઞાન આદિથી અધિક હોવાને કારણે પ્રધાનતર. જ્ઞાનનો મહિમા. ચારિત્રશૂન્ય જ્ઞાન, દર્શનશૂન્ય સંયમગ્રહણ અને સંયમશૂન્ય તપ નિરર્થક. છ કાયનું રક્ષણ અને મહાવ્રતોની પ્રતિપાલનાથી યતિધર્મ કે, અન્યથા નહીં. છ કાયની દયાથી રહિત જીવ યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ બંનેથી ભ્રષ્ટ. વ્રતની વિરાધનામાં બોધિનો નાશ. જેનું બોધિ નાશ પામ્યું તે જીવ ભવોદધિમાં પડીને જરા-મરણ રૂપી કિલ્લામાં પરિભ્રમણ કરે. જેણે પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રને છોડ્યા છે, તેને અન્ય જીવો ઉપર અનુકંપા નથી.
૧૩-૧૪ ઉ૪-૧૭ ૭૭-૭૨ ૭૨-૭૩ ૭૩-૭૫ ૭૫-૭૭
૭૭-૭૮
૪૩૪
૭૮-૭૯
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩અનુક્રમણિકા
કમ
પાના નં.
વિષયા ૪૩૫ | છ કાયના શત્રુ એવા લિંગધારી-અસંતો દ્વારા કરાતો ઘણો અસંયમનો
પ્રવહ, જેનાથી તેમનો આત્મા પાપરૂપી કાદવથી મલિન થાય. ૪૩૬ સાધુવેશ હોવા માત્રથી સાધુ થવાતું નથી. ૪૩૭ સુસાધુઓના ગુણો. ૪૩૮
બહુ સંક્લેશ આત્માને મલિન કરે. ૪૩૯-૪૪૦ મરણ પણ ગુણવાનોને શ્રેયકારી છે તે વિષયક ક્રાંકદેવની કથા.
૪૪૧ અજ્ઞાનતપની નિરર્થકતા. ૪૪૨-૪૪૪ જીવનની સફળતાનો ઉપાય.
૪૪૫ વિવેકના વિજંભિત વિષયક સુલસની કથા. ૪૪૬-૪૪૭ અવિવેકનું કાર્ય. ૪૪૮-૪૫૩ હિતોપદેશનો મહિમા. ૪૫૪-૪૫૫ આત્મહિત કરવાનો ઉપદેશ. ૪૫૬ ગુણનો મહિમા.
ગુણહીનનું અહિત. ૪૫૮
ગુણ યુક્ત જીવોને અન્યનું દ્રવ્ય હરણ કરવાનો અભિલાષ નષ્ટ થાય.
સન્માર્ગમાં વર્તવાનો ઉપદેશ, સન્માર્ગની સ્કૂલના વિષયક જમાલીનું દષ્ટાંત. ૪૬૦ વિષય અને કષાયના દોષો. ૪૬૧ રાગ અને દ્વેષનું બીજ. ૪૬૨ આરંભમગ્ન કુલિંગીઓના દોષો. ૪૬૩ અભયદાનનો ઉપદેશ. ૪૬૪ | અવિવેકી વડે હલના કરાય તો પણ ક્ષમાનું જ આલંબન લેવું જોઈએ. ૪૬૫ | ધર્મ કરવાનો ઉપદેશ.
४७७ ધર્મસામગ્રીની દુર્લભતાનું ભાવન. ૪૬૭-૪૬૮ | વિષયના ત્યાગનો ઉપદેશ.
૪૬૯ જીવનની નશ્વરતાનું ભાવન. ૪૭૦
જેમણે ધર્મ કર્યો નથી તે શોક કરે છે જ્યારે જેણે સઅનુષ્ઠાન કર્યું છે
તેઓને શોક નથી. ૪૭૧ મા સાહસ શકુન જેવા જીવો ગુરુકર્મીપણાને કારણે સ્વયં કહેલું આચરતાં
નથી. ૪૭૨ મા સાહસ પક્ષીનું કથાનક. ४७३-४७४ | અન્યથાવાદી અને અન્યથાકારી ધર્મકથી ઉપર નટપઠિતનું દષ્ટાંત.
૪૭૫ | હિતકરણનો ઉપદેશ. ૪૭૬ | અનાદરના ત્યાગનો ઉપદેશ.
૮૦-૮૧ ૮૧-૮૨ ૮૩-૮૪ ૮૪-૮૫ ૮૫-૯૦ ૯૦-૯૧ ૯૧-૯૪ ૯૪-૯૫ ૯૬-૯૭. ૯૮-૧૦૪ ૧૦૪-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯-૧૧૦ ૧૧૦-૧૧૧ ૧૧૧-૧૧૩ ૧૧૩-૧૧૪ ૧૧૪-૧૧૬ ૧૧૬-૧૧૮ ૧૧૮-૧૧૯ ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૨ ૧૨૩-૧૨૪ ૧૨૪-૧૨૭ ૧૨૭-૧૨૮
૪૫૭
૧૨૮-૧૨૯
૧૨૯-૧૩૧ ૧૩૦-૧૩૧ ૧૩૧-૧૩૪ ૧૩૪-૧૩પ ૧૩૫-૧૩૭
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | અનુક્રમણિકા
૪૮૩
ક્રમ વિષયા
પાના નં. ૪૭૭ | પ્રમાદના ત્યાગનો ઉપદેશ.
૧૩૭-૧૩૯ ४७८ પ્રકટ કે પ્રચ્છન્ન સેંકડો દોષોનું સેવન કરનારા જીવો અવિશ્વાસનું ઉત્પાદન
૧૩૯-૧૯૪૦ ૪૭૯-૪૮૦ મૂલગુણો અને ઉત્તરગુણોમાં નિરતિચારતાનું ભાવન.
૧૪૧-૧૪૩ ૪૮૧-૪૮૨ શિથિલાચારના ત્યાગનો ઉપદેશ.
૧૪૩-૧૪૭ લઘુકર્મીનું સ્વરૂપ.
૧૪૭-૧૪૯ ४८४ કાયાને આશ્રયીને ગુપ્તિનું સ્વરૂપ.
૧૪૯-૧૫૦ ૪૮૫ વાણીને આશ્રયીને ગુપ્તિનું સ્વરૂપ.
૧પ૦-૧૫ર ४८७ મનને આશ્રયીને ગુપ્તિનું સ્વરૂપ.
૧૫૨-૧૫૩ ૪૮૭-૪૮૮ ગુરુકર્મીની વિપરીત ચારિતાનું સ્વરૂપ.
૧૫૭-૧૫૭ ૪૮૯-૪૯૦ તીર્થંકરરૂપી વેદ્ય દ્વારા પણ ચિકિત્સા માટે અસાધ્ય જીવોનું સ્વરૂપ. ૧૫૭-૧૫૯ ૪૯૧ ધર્મના બે માર્ગો સાધુધર્મ અને શ્રાવકધર્મ.
૧૫૯-૧૬૧ ૪૯૨ અર્ચનાનું વૈવિધ્યઃ દ્રવ્યઅર્ચના અને ભાવઅર્ચના.
૧૬૧-૧૯૩ ૪૯૩ જે અર્ચના કરતો નથી તેને બોધિ પ્રાપ્ત થતું નથી, સદ્ગતિ મળતી નથી કે સુદેવત્વપણાની પ્રાપ્તિરૂપ પરલોક પણ નથી.
૧૬૩-૧૭૪ ૪૯૪ | ભાવઅર્ચનાનું મહત્ત્વ.
૧૯૫-૧૬ ૪૯૫-૪૯૧ | સાધુપણા આત્મક ભાવઅર્ચના અંગીકાર કર્યા પછી પ્રમાદ ન કરવો, અન્યથા મોટા અપાયની પ્રાપ્તિ.
૧૯૬-૧૯૭ ૪૯૭-૪૯૯ | તીર્થકરોની રાજા આદિ સાથે તુલના.
૧૧૮-૧૭૧ ૫૦૦ સર્વ તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો જીવ અનંતસંસારમાં પરિભ્રમણ કરે. ૧૭૧-૧૭૨ ૫૦૧-૧૦૩ સાધુપણું સ્વીકાર્યા પછી ભગ્નપરિણામી થવા કરતાં શ્રાવકપણું સારું. ૧૭૨-૧૭૬ પ૦૪ જે યથાવાદ કરતો નથી, તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કેવો?
૧૭૬-૧૭૮ ૫૦૫ | આજ્ઞાનું મહત્ત્વ.
૧૭૮-૧૭૯ ૫૦૬ | ભ્રષ્ટચારિત્રીના પાંચ મહાવ્રત રૂપી ઊંચો કિલ્લો વિલુપ્ત.
૧૭૯-૧૮૦ ૧૦૭-૫૦૮ | આજ્ઞાભંગમાં પ્રાપ્ત થતા દોષો.
૧૮૦-૧૮૩ પO મહાવ્રતો અને અણુવ્રતોનો ત્યાગ કરીને જે તપશ્ચર્યાનું આચરણ કરે છે તે
નાવને લાંગરવા માટે જરૂરી ખિલ્લા માટે નાવનું ભેદન કરીને સમુદ્રમાં ઘૂસનારની જેમ અજ્ઞાની.
૧૮૩-૧૮૪ ૫૧૦ | પાર્થસ્થકુગુરુ આદિને જાણીને મધ્યસ્થ થવાનો ઉપદેશ.
૧૮૫-૧૮૭ ૫૧૧ સંયમ અંગીકાર કર્યો તેટલા માત્રથી સંસારથી રક્ષણ નથી, પરંતુ સંયમનું પાલન ખૂબ અગત્યનું.
૧૮૭-૧૮૮ ૫૧૨ | નિશ્ચયનયના મતે ચારિત્રના ઉપઘાતથી જ્ઞાન અને દર્શનનો ઉપઘાત
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | અનુક્રમણિકા
મ
૫૧૩ ૫૧૪-૫૧૫ ૫૧૦-૫૧૭
૫૧૮
૫૨૧
૫૨૨ પ૨૩ પર૪ પર૫
વિષય
પાના નં. જ્યારે વ્યવહારનયના મતે ચારિત્રના ઉપઘાતમાં જ્ઞાન અને દર્શનના ઉપઘાતની ભજના.
૧૮૮-૧૯૧ સંવિપાક્ષિકનો માર્ગ.
૧૯૧-૧૯૩ સંવિગ્નપાક્ષિકનું લક્ષણ.
૧૯૩-૧૯૬ સંવિગ્નપાક્ષિકનો આચાર.
૧૯૬-૧૯૮ ઉત્સત્રના પ્રજ્ઞાપક આચાર્યનું સ્વરૂપ.
૧૯૮-૨૦૦ સર્વોત્તમ યતિધર્મ, તેનાથી ઊતરતો શ્રાવકધર્મ અને ત્રીજો સંવિગ્નપાક્ષિકનો ધર્મ.
૨૦૦-૨૦૧ યતિધર્મ, શ્રાવકધર્મ અને સંવિગ્નપાક્ષિકપણું એ ત્રણ જ મોક્ષમાર્ગ, જ્યારે તેનાથી ઊલટું આચરણ કરવું તે સંસારમાર્ગ.
૨૦૧-૨૦૩ સમ્યજ્ઞાન આદિથી વિકલ દ્રવ્યલિંગીને કોઈપણ પ્રકારનું રક્ષણ મળતું નથી. | ૨૦૩-૨૦૪ સંવિગ્નપાક્ષિકપણાથી ક્રિયા કરનાર જીવ રત્નત્રયીનો માર્ગ પ્રાપ્ત કરશે. ૨૦૪-૨૦૧ સંવિગ્નપાક્ષિકે કઈ રીતે જીવવું? તેનું કથન.
૨૦૧-૨૦૭ સંવિગ્નપાક્ષિકપણું અત્યંત દુષ્કર.
૨૦૭-૨૦૯ સંવિગ્નપાક્ષિક જીવો મોક્ષમાર્ગ સાથે પ્રતિબદ્ધ ચિત્તવાળા, જ્યારે પાર્થસ્થ કુગુરુ આદિ મોક્ષમાર્ગ સાથે પ્રતિબદ્ધ ચિત્તવાળા નથી.
૨૦૯-૨૧૩ સંવિગ્નપાણિકપણામાં મોક્ષાંગપણાનું સ્થાપન.
૨૧૩-૨૨૦ ઉપદેશમાલાના અનધિકારી જીવોનું સ્વરૂપ.
૨૨૦-૨૨૭ સંયમ અને તપમાં આળસવાળા ગુરુકર્મી જીવોને વૈરાગ્યની વાત શ્રવણ માટે સુખકારી નથી.
૨૨૭-૨૨૯ ઉપદેશમાલા નામનું પ્રકરણ સાંભળીને જેને શ્રી જિનોક્ત ધર્મમાં ઉદ્યમશીલ થતો નથી તેને અનંતસંસારી જાણવો.
૨૨૯-૨૩૧ જેનું મિથ્યાત્વ થોડું પણ ક્ષયોપશમ પામ્યું છે તેવા જીવોને સદ્ધોધની પ્રાપ્તિ. ૨૩૧-૨૩૩ ઉપદેશમાલાના પાઠ આદિનું ફળ.
૨૩૩-૨૩૪ ઉપદેશમાલાના રચયિતાનું નામ કથન.
૨૩૪-૨૩૫ જિનવચન આત્મક કલ્પવૃક્ષની સ્તવના.
૨૩૫-૨૩૭ ઉપદેશમાલા ગ્રંથના અધિકારી જીવો.
૨૩૭-૨૩૯ ઉપદેશમાલા ટીકાના ઉપસંહાર.
૨૩૯-૨૪૦
પર-પ૨૮ પર૯-૫૩૨
પ૩૩
પ૩૪
પ૩૫ ૫૩૭ ૫૩૭.
પ૩૮
પ૩૯
Page #18
--------------------------------------------------------------------------
________________
કે દમ નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન
ભાગ-૩
અવતરણિકા :___ यद्येवं वर्तमानस्य पार्श्वस्थताद्यवाप्तिः, हन्त ! इदानीं नास्ति कश्चित् सुसाधुः, उद्यतविहारिणामपि ग्लानाद्यवस्थायामनेषणीयादौ प्रवृत्तिदर्शनादिति स्यादविषयविभागज्ञानां मतिविभ्रमः । अतस्तद्व्यवच्छेदार्थमाहઅવતરણિતાર્થ –
જો આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, વર્તતા સાધુને પાર્થસ્થા વગેરેની પ્રાપ્તિ થાય, તો ખરેખર હમણાં કોઈ સુસાધુ નથી; કેમ કે ઉધતવિહારીઓને પણ ગ્લાન વગેરે અવસ્થામાં અનેષણીય વગેરેમાં પ્રવૃત્તિનું દર્શન છે, એ પ્રમાણે વિષયના વિભાગને નહિ જાણનારાઓને મતિનો વિભ્રમ થાય, આથી તેના વ્યવચ્છેદ માટે કહે છે –
ગાથા -
जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ झुरियदेहो । सव्वमवि जहा भणियं, कयाइं न तरिज्ज काउं जे ।।३८३।।
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૩-૩૮૪
ગાથાર્થ :
જે અસમર્થ જ હોય, રોગથી પીડાયેલો હોય અથવા વૃદ્ધ હોય, સર્વ પણ જે પ્રમાણે કહેવાયું છે, કદાચ કરવાને માટે સમર્થ ન હોય. ll૩૮all ટીકા :
यो भवेत् त्वसमर्थः प्रकृत्यैव मन्दसंहननत्वादशक्त एव यथोक्तं कर्तुं, तुशब्दस्यावधारणार्थत्वाद् रोगेण वा राजयक्ष्मादिना प्रेरितोऽतिपीडितत्वाद्यथोक्तकरणात् क्षिप्तः, 'झुरियदेहो त्ति जराजीर्णकायः अतस्तदवस्थोचितं किञ्चित् कर्तुं शक्तोऽपि सर्वमपि यथाभणितं यथोक्तं कदाचिन्न तरेन् न शक्नुयात् कर्तुं, जेशब्दो वाक्यालङ्कार इति ।।३८३।। ટીકાર્ય :
યો ભવેત્ ... વાવનાર રૂતિ | જે વળી અસમર્થ હોય=પ્રકૃતિથી જ મંદ સહનશક્તિપણું હોવાને કારણે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રમાણે કરવાને માટે અશક્ત જ હોય, ગાથામાં તુ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી અશક્ત જ હોય એમ ‘જ કાર કરેલ છે અથવા રોગથી=ક્ષય વગેરે રોગથી, પીડિત હોય=અત્યંત પીડિતપણું હોવાને કારણે જે પ્રમાણે કહેવાયું છે, તે પ્રમાણે કરવાથી ક્ષિપ્ત=ભ્રંશ પામેલો હોય, ઝુરિત દેહવાળો=જરાથી જીર્ણ થયેલી કાયાવાળો હોય, આથી તે અવસ્થાને ઉચિત કંઈક કરવા માટે સમર્થ પણ યથાભણિત=જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે કરવા માટે સમર્થ ન હોય, ને શબ્દ વાક્યાલંકારમાં છે. પ૩૮૩મા ગાથા :
सो वि य निययपरक्कमववसायधिईबलं अगूहतो ।
मोत्तूण कूडचरियं, जइ जयइ तो अवस्स जई ।।३८४।। ગાથાર્થ :
તે પણ=પૂર્વગાથામાં કહ્યું એવા અસમર્થ સાધુ પણ, પોતાના પરાક્રમવ્યવસાય અને ધૃતિબળને નહિ ગોપવતા ફૂટ ચરિત્રને મૂકીને જો યત્ન કરે તો અવશ્ય સાધુ છે. Il૩૮૪ll ટીકા :
सोऽनन्तरोक्तोऽपि चेत्यस्मादन्योऽपि द्रव्याद्यापद्गतः, किं ? पराक्रमः संहननवीर्यं तस्य व्यवसायो बाह्या चेष्टा, धृतिर्मनोवीर्य, पराक्रमव्यवसायश्च धृतिश्चेति द्वन्द्वस्तयोर्बलं स्वकार्ये प्रवृत्तिसामर्थ्यं निजमात्मीयं तदेव निजकं, निजकं च तत्पराक्रमव्यवसायधृतिबलं चेति समासः, तदगूहयन् न गोपयन् न प्रच्छादयन्नित्यर्थः । कथं ? मुक्त्वा परित्यज्य कूडचरितं मायाचेष्टितं
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૩-૩૮૪, ૩૮૫ शाम्यमित्यर्थः । यदि यतते प्रयत्नं करोति ततोऽवश्यं नियमाद् यतिः सुसाधुरेव 'यथाशक्ति भगवदाज्ञाकरणात् तत्कर्तुर्गोतमादेरिव यतित्वसिद्धेः' इति ॥३८४।। ટીકાર્ય :
સોડનત્તરોત્તોડ ..... તિસિદ્ધ તિ છે તે પણ અનંતરમાં કહેવાયેલો પણ, ૨ શબ્દથી આનાથી અન્ય પણ દ્રવ્યાદિ આપત્તિને પામેલો શું ? એથી કહે છે – પરાક્રમ=સંઘયણનું વીર્ય, તેનો વ્યવસાય=બાહ્ય ચેષ્ટા, ધૃતિ=મતનું વીર્ય, પરાક્રમ વ્યવસાય અને ધૃતિ એ પ્રમાણે દ્વન્દ સમાસ છે, તેમનું બળ=પોતાના કાર્યમાં પ્રવૃત્તિનું સામર્થ્ય, વિજ=પોતાનું, તે જ નિજક અને નિજક એવું તે પરાક્રમ વ્યવસાય-ધૃતિબળ એ પ્રમાણે સમાસ છે, એને નહિ ગોપવતા, કેવી રીતે નહિ ગોપવતા ? એથી કહે છે – કૂટચરિત્રને મૂકી=માયાચેષ્ટિત અર્થાત્ શાક્યને ત્યાગ કરીને જો યત્ન કરે તો અવશ્વ=નિયમથી, યતિ છે=સુસાધુ જ છે; કેમ કે યથાશક્તિ ભગવાનની આજ્ઞાનું કારણ હોવાથી તેના કર્તા ગૌતમાદિની જેમ સાધુત્વની સિદ્ધિ છે. પ૩૮૪ના ભાવાર્થ :
વર્તમાનકાળમાં જે સાધુ સંસારથી અત્યંત ભય પામ્યા છે, પાર્શ્વસ્થા વગેરેનું સ્વરૂપ યથાર્થ જાણે છે અને તેના પરિવાર માટે શક્ય યત્ન કરે છે, આમ છતાં સંઘયણબળના અભાવને કારણે, રોગાદિ કારણે કે જીર્ણ શરીરને કારણે જે પ્રમાણે ભગવાને સર્વ કરવાનું કહ્યું છે, તે પ્રમાણે બાહ્યથી કરી શકે નહિ, તોપણ બાહ્યથી અને અંતરંગથી ભગવાનની આજ્ઞા શું છે ? તેનું સ્મરણ કરીને કદાચ બાહ્યથી તેવું કૃત્ય ન કરી શકે તોપણ અંતરંગથી તે પ્રકારના ભાવોની વૃદ્ધિના ઉપાયરૂપે તે કૃત્ય કરવાના બળવાન અભિલાષવાળા છે, તેથી પોતાની શક્તિને ગોપવ્યા વગર ધૃતિ-બળપૂર્વક અને વંચનારૂપ માયાને છોડીને જો યત્ન કરતા હોય તો કષાયાકુળ થયા વગર સર્વ શક્તિથી જિનવચનાનુસાર કૃત્ય કરીને મારે મોહનો નાશ કરવો છે, તેવો સામાયિકનો પરિણામ તે સાધુમાં વિદ્યમાન હોવાથી તે ભાવસાધુ છે, જેમ ગૌતમાદિ મુનિઓ સંયમમાં યત્ન કરીને ભાવયતિ હતા, તેમ અપ્રમાદથી યથાશક્તિ ભગવાનની આજ્ઞાનું પાલન કરે, તેઓ ભાવસાધુ છે. Il૩૮૩-૩૮૪ની અવતરણિકા :
कूटचरितः तर्हि किम्भूतो भवतीत्याहઅવતરણિતાર્થ :તો ફૂટચારિત્રવાળો કેવા પ્રકારનો હોય છે ? એથી કહે છે –
ગાથા :
अलसो सढोऽवलित्तो, आलंबणतप्परो अइपमाई । एवं ठिओ वि मनइ, अप्पाणं सुट्ठिओ मि त्ति ॥३८५।।
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૩૮૫ ગાથાર્થ :
આળસુ, શઠ, ગર્વવાળો, આલંબનમાં તત્પર, અતિપ્રમાદી એ પ્રમાણે રહેલો પણ પોતાને સુસ્થિત છું, એ પ્રમાણે માને છે. ll૩૮૫). ટીકાઃ
अलसः आलस्योपहतः, शठो मायावी, अवलिप्तो गर्ववान् आलम्बनतत्परो यत् किञ्चिद् व्याजीकृत्य सर्वकार्येषु प्रवर्त्तते, अतिप्रमादी गाढं निद्रादिप्रमादोपेतः, एवं स्थितोऽपि मन्यते
आत्मानं यदुत सुस्थितोऽस्मीति मायया च परेषामपि गुणवत्तामात्मनः ख्यापयति यः स कूटचेष्टितो દ્રવ્ય તિ પાર્ટી ટીકાર્ય :
સત્તા દ્રવ્ય તિ આળસવાળો=આળસથી હણાયેલો, શઠ=માયાવી, અવલિપ્ત=ગર્વવાળો, આલંબનમાં તત્પર=જે કંઈકને આલંબન લઈને બધાં કાર્યોમાં પ્રવર્તે છે, અતિપ્રમાદી=ગાઢ નિદ્રા વગેરે પ્રમાદથી યુક્ત, આ પ્રમાણે રહેલો પણ પોતાને માને છે, શું માને છે તે વતથી બતાવે છે – હું સુસ્થિત છું એ પ્રમાણે માને છે અને માયાથી બીજાઓની પણ ગુણવત્તા જે પોતાની કહે છે, તે કૂટ ચારિત્રવાળો જાણવો. ll૩૮પા ભાવાર્થ :
કેટલાક સાધુઓ અનેક પ્રકારના દોષોથી યુક્ત હોય છે, તો વળી કેટલાક તે અનેકમાંથી કોઈક દોષના કારણે કૂટ ચારિત્રવાળા પાર્થસ્થા બને છે. જેમ કેટલાક આળસ દોષવાળા હોય છે, તેથી સંયમની સર્વ ક્રિયા સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી કરવા તત્પર બનતા નથી, છતાં શઠ વગેરે બીજા દોષોવાળા ના હોય તોપણ દેશપાર્શ્વસ્થા હોઈ શકે, પરંતુ પોતાના આળસદોષને દોષરૂપ ન માને અને પોતે સંયમમાં સુસ્થિત છે, તેમ માને તો વિપર્યાસ દોષ હોવાને કારણે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય. વળી કેટલાક સાધુ આળસુ હોય તેમ શઠ પણ હોય અર્થાત્ પોતે આત્મવંચના કરીને પોતાની જાતને ઠગતા હોય, બીજાને ઠગતા હોય અને ગૃહસ્થને પણ “અમે સુસાધુ છીએ” એમ બતાવીને ઠગતા હોય તેઓ ફૂટ ચારિત્રવાળા છે.
વળી જે કંઈકને આલંબનરૂપે ગ્રહણ કરીને સર્વ કાર્યોમાં પ્રવર્તે છે અર્થાત્ ચૈત્યનિર્માણ વગેરે બાહ્ય કૃત્યો પોતાને કર્તવ્ય છે, તેમ માનીને તે બધાં કાર્યોમાં પ્રવર્તે છે, પરંતુ મોહના નાશને અનુકૂળ ઉચિત યતનામાં પ્રવર્તતા નથી, તે સાધુ ફૂટ ચારિત્રવાળા છે. વળી ગાઢ નિદ્રા વગેરે પ્રમાદદોષથી યુક્ત છે, તેથી સુખના અર્થી હંમેશાં આહારાદિ કરીને નિદ્રા કરનારા છે, પરંતુ શક્તિને ગોપવ્યા વગર સંયમમાં ઉસ્થિત થતા નથી, છતાં પોતાને સંયમમાં ઉપસ્થિત માને છે, તેઓ કૂટ ચારિત્રવાળા છે અને બીજા પાસે પણ પોતે શાસ્ત્ર ભણેલા છે, ઉત્સર્ગ-અપવાદને સામે રાખીને પ્રવૃત્તિ કરનારા છે વગેરે કહીને પોતાની
Page #22
--------------------------------------------------------------------------
________________
Guोशमाला भाग-3 | गाथा-304-3८५ ગુણવત્તા બોલાવે છે, તેઓ કૂટ ચારિત્રવાળા જાણવા અને તેઓ જે કાંઈ પ્રવૃત્તિઓ કરે છે, તેનાથી પાર્થસ્થાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. ll૩૮પા अवतरsि :
तथाविधस्य चाऽपायं दृष्टान्तेनाहअवतरधिार्थ :અને તેવા પ્રકારના સાધુતા અપાયને દષ્ટાંત દ્વારા કહે છે –
गाथा:
जोवि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं ।
तिग्गाममज्झवासी सो सोयइ, कवडखवगु ब्व ॥३८६।। गाथार्थ:
જે વળી માયામૃષાવાદો વડે મુગ્ધજનને પાડીને ઠગે છે, તે ત્રણ ગામ મધ્યવાસી કપટ ક્ષપકની भ शो 5 छ. 11305|| टी :
योऽपि च पातयित्वाऽऽत्मवश इत्यध्याहारः, अपि चेत्यस्मादखादकोऽपि पररञ्जनाप्रवणः, कथं मायामोसेहिं ति मायामृषावादैरलीकवचनचेष्टितैरित्यर्थः । खादति वञ्चयति मुग्धजनं ऋजुलोकं त्रयाणां ग्रामाणां समाहारस्त्रिग्राम, तस्य मध्ये वसितुं शीलं यस्यासौ त्रिग्राममध्यवासी, कोऽसौ ?, कपटक्षपको मायातपस्वी, स यथा शोचितवांस्तद्वत् स शोचतीति सम्बन्धः ।
कथानकं चात्रउज्जयन्याम् अघोरशिवनामा धूर्तब्राह्मणश्चर्मकारविषयं जगाम, मिलितस्तत्र धूर्ततस्कराणाम्, ऊचिरे ते तेनाहं मुनिवेषं करोमि, भवद्भिः श्लाघनीयः, येन सुखेनैव लोकान् मुष्णीम इति । प्रतिश्रुतं तैः । ततो ग्रामत्रयमध्यवर्तिनि कानने कृतपरिव्राजकवेषोऽसावासाञ्चक्रे । ते तु लोकसमक्षं तं मासक्षपकोऽयमिति शश्लाघिरे, पूजां च चक्रिरे, तस्मै ततो लोको निमन्त्र्य तं गृहेषु नीत्वा सम्भोज्य पर्यपूपुजत्, महाज्ञानी इति च मत्वा स्वगृहविभवमकथयत् । भाविलाभादिकं च पप्रच्छ । स तं विश्रम्भे पातयित्वा रात्रावितरैः सम्भूयामूमुषद् गृहाणि । अन्यदा तन्मध्याद् गृहीतः कश्चिदेकश्चौरः, तेन च ताड्यमानेन सर्वेऽप्याचचक्षिरे, विनाशितास्ते, परिव्राजकस्य तु ब्राह्मणत्वादुत्पाटिते लोचने, ततोऽसौ महावेदनातॊलोकैनिन्द्यमानः पश्चात्तापमाप हा ! किं मयेदृशमनुष्ठितं, तथाऽन्योऽपि परवञ्चकः शोचतीत्युपनयः ।।३८६।।
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૬
ટીકાર્ય :
વોડપિ ઇ .... શોઘતીત્યુનઃ | વળી પોતાના વશમાં પાડી=બીજાને પોતાને વશ કરીને, કઈ રીતે વશ કરે ? એથી કહે છે – માયામૃષાવાદોથી ખોટા વચનની પ્રવૃત્તિઓથી, આત્મવશમાં પાડીને મુગ્ધજન=ઋજુલોકને=ભોળા લોકોને, ઠગે છે. ત્રણ ગામનો સમાહાર તે ત્રિગામ તેની મધ્યમાં વસવાનો સ્વભાવ છે જેને એ ત્રિગામમધ્યવાસી, કોણ આ ? તેથી કહે છે – કપટપક માયાતપસ્વી, તે=ત્રિગામમધ્યવાસી કપટક્ષપક જે પ્રમાણે શોકવાળો થયો, તેની જેમ તે સાધુ શોક કરે છે, વોડ િવમાં રહેલા પિ ર શબદથી અખાદક પણ=બીજાને નહિ ઠગનારો પણ, બીજાને રંજનમાં અર્થાત્ આનંદ કરાવવામાં હોશિયાર પણ સાધુ શોક કરે છે, એમ અત્રય છે અને અહીં કથાનક છે –
ઉજ્જયિનીમાં અઘોરશિવ નામનો ધૂર્ત બ્રાહ્મણ હતો, તે ચર્મકાર દેશમાં ગયો, ત્યાં ધૂર્તચોરોને મળ્યો. તેના વડે તેઓ કહેવાયા – હું અનિવેશને કરું છું, તમારે પ્રશંસા કરવી. જેથી સુખથી જ અર્થાત સહેલાઈથી લોકોને આપણે લૂંટીએ, તેઓ વડે સ્વીકારાયું, ત્યારપછી ત્રણ ગામની મધ્યમાં રહેલા જંગલમાં કરાયેલા પરિવ્રાજકના વેષવાળો આ રહ્યો. તેઓ વળી તે લોકોની સમક્ષ આ માસક્ષપક છે, એ પ્રમાણે વખાણ કરવા લાગ્યા અને પૂજા કરવા લાગ્યા. તેથી લોકો તેને નિમંત્રણ કરીને ઘરોમાં તેને લઈ જઈને ભોજન કરાવીને સારી રીતે પૂજવા લાગ્યા અને મહાજ્ઞાની એ પ્રમાણે માનીને પોતાના ઘરના વૈભવને કહેતા હતા અને ભવિષ્યના લાભાદિને પૂછતા હતા, તે તેને વિશ્વાસમાં પાડીને રાત્રિમાં બીજા ધૂર્તાની સાથે મળીને તે ઘરોમાં ચોરી કરતા હતા, એકવાર તેઓની મધ્યમાંથી કોઈ એક ચોર પકડાયો અને તાડન કરાતા તેના વડે બધા પણ ધૂર્તા કહી દેવાયા અને તેઓ વિનાશ કરાયા, પરિવ્રાજકનાં વળી બ્રાહ્મણપણું હોવાથી લોચનો અર્થાત ચક્ષુઓ ઉખેડી નંખાયાં, તેથી આ મહાવેદનાથી દુઃખી થયેલો, લોકો વડે નિંદા કરાતો પશ્ચાત્તાપથી ‘હા ! મારા વડે આ શું આચરણ કરાયું” તેમ શોક કરે છે, તેમ બીજો પણ બીજાને ઠગનારો શોક કરે છે, એ પ્રમાણે ઉપનય છે. ૩૮૯ ભાવાર્થ
જે સાધુ સંયમ ગ્રહણ કરીને જે તે આલંબન લઈને સર્વ કાર્યો કરે છે, મુગ્ધ લોકોને પોતાને વશ કરીને ઠગે છે અર્થાત્ જે તે પ્રકારનો ઉપદેશ આપીને અમે સમર્થ ઉપદેશક છીએ એવી ખ્યાતિ પ્રગટ કરે છે, તેઓ પાછળથી પશ્ચાત્તાપ કરનારા થાય છે. તેમાં દૃષ્ટાંત આપે છે – ત્રિગામમધ્યવાસી કપટHપક જે રીતે શોક પામ્યો તે રીતે શોક પામે છે અર્થાત્ તે કપટક્ષપક માયા કરીને લોકોને ઠગતો હતો અને લોકોથી ચોરરૂપે પકડાયા પછી જે કદર્થના થઈ તેનાથી શોક પામ્યો, તેમ જેઓ આ રીતે મનુષ્યભવ નિષ્ફળ કરશે અને દુર્ગતિમાં ભટકશે ત્યારે કોઈક રીતે કોઈક મહાત્મા પાસેથી સાંભળશે કે મેં પ્રમાદવશ સાધુપણું વ્યર્થ કર્યું, જેથી આ દુર્ગતિની પરંપરાની પ્રાપ્તિ થઈ, ત્યારે પશ્ચાત્તાપ કરશે. જેમ શીતલવિહારી સાધુએ પોતાના પ્રમાદથી અનંત સંસાર પ્રાપ્ત કર્યો. કેવલી પાસેથી પોતાના સંયમના પ્રમાદના ફળરૂપે અનંત સંસારની કદર્થના સાંભળી ત્યારે તેમને શોક થયો, જેથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કર્યું. તે
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૬-૩૮૭ રીતે જે સાધુ વર્તમાનમાં માન-ખ્યાતિમાં મૂઢ છે અને લોકોમાં ગાજીને મિથ્યાપ્રવૃત્તિ કરીને પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે, તેઓ ભવિષ્યમાં શોકને પ્રાપ્ત કરશે. ll૩૮૬ાા અવતરણિકા -
एते चैवंविधाः कर्मपरतन्त्रतया तारतम्येनाऽनेकाकारा भवन्तीयाहઅવતરણિકાર્ય :
આ=કૂટ ચારિત્રવાળા, કર્મપરતંત્રપણાથી આવા પ્રકારના તારતમ્યથી અનેક આકારવાળા થાય છે. એથી કહે છે –
ગાથા -
एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो ।
दुगमाई संजोगा, जह बहुया तह गुरू हुंति ।।३८७।। ગાથાર્થ :
એકાકી, પાર્શ્વરથ, સ્વછંદ, સ્થાનવાસી, અવસગ્ન પ્રમાદી સાધુ છે, દ્વિક વગેરે સંયોગો થાય છે, જેમ ઘણાં સ્થાનો તેમ ગુરુ દોષવાળા થાય છે. ll૧૮ll ટીકા -
एकाकी केवलो धर्मबन्धुरहितः, पार्श्वस्थो ज्ञानादिपार्श्ववती, स्वच्छन्दो गुर्वाज्ञाविकलः, स्थानवासी सदैकत्र विहारो नित्यवासीत्यर्थः, अवसन्न आवश्यकादिषु शिथिलः, तदेतानि पञ्च पदान्येषां च क्वचिदेकं भवति, क्वचिद् द्वे त्रीणि चत्वारि सर्वाणि वा, अत एवाह द्विकादयः संयोगा भवन्ति, मकारोऽलाक्षणिकस्तेषां च यथेति वीप्सा प्रधानत्वाद्यथा बहूनि पदानि, पुल्लिङ्गनिर्देशः प्राकृतत्वात्, तथा गुरवः संयोगा भवन्ति, पदवृद्ध्या दोषवृद्धिरिति ।।३८७।। ટીકાર્ય :
. રોષવૃત્તિ એકાકી કેવળ=ધર્મબંધુથી રહિત, પાર્થસ્થ=જ્ઞાનાદિની પાસે રહેવારો, સ્વચ્છંદ–ગુરુની આજ્ઞાથી રહિત, સ્થાનવાસી=હંમેશાં એક સ્થાને વિહાર કરવાવાળો=નિત્ય વાસ કરનારો, અવસ=આવશ્યક વગેરેમાં શિથિલ, તે આ પાંચ પદો છે. ક્યારેક આનું એક પદ થાય છે, ક્યારેક બે, ત્રણ, ચાર અથવા બધાં પદો થાય છે. આથી જ કહે છે – દ્વિક વગેરે સંયોગો થાય છે, કારકુમામાં રહેલો કાર, અલાક્ષણિક છે અને તેઓના=તે પદોના, યથા એ વીસા પ્રધાનપણું હોવાથી જેમ જેમ ઘણાં પદો તેમ તેમ ગુરુસંયોગો થાય છે=પદની વૃદ્ધિથી દોષની વૃદ્ધિ થાય છે, ગાથામાં વહુવા નપુંસકલિંગને બદલે પુંલ્લિગ નિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે. li૩૮ાા
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૭-૩૮૮
ભાવાર્થ :
કેટલાક સાધુઓ સમુદાયમાં રહી શકતા નથી, તેથી એકાકી વિચરે છે. વળી કેટલાક ધર્મનાં ઉપકરણો ધારણ કરે છે. પરંતુ ધર્મની પ્રવૃત્તિ સમ્યગુ કરતા નથી એ પાર્થસ્થા છે. વળી કેટલાક સાધુ સ્વચ્છેદ હોય છે અર્થાત્ સમુદાયમાં હોય તોપણ ગુરુની આજ્ઞા રહિત સ્વમતિથી પ્રવૃત્તિ કરનારા છે અર્થાત્ પરમગુરુના વચનનું સ્મરણ કરીને તેમના વચનાનુસાર ચાલતા ગીતાર્થને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરનારા નથી અથવા તેવા સંયોગોમાં ગીતાર્થ ગુરુની પ્રાપ્તિનો અભાવ હોય તો પરમગુરુના વચન પ્રમાણે જેઓ ચાલનારા નથી, તેઓ સ્વચ્છંદ છે અથવા જે તે ગુરુની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનારા છે, તે પ્રવૃત્તિ પરમગુરુના વચન અનુસાર નથી તેઓ પણ સ્વચ્છંદ છે. વળી હંમેશાં એક સ્થાને વસનારા છે, કદાચ ક્યાંય વિહાર કરે તોપણ પોતાનું નિયત સ્થાન કરેલું હોય તે સ્થાનમાં આવીને વસનારા છે, તે સ્થાનવાસી છે. કોઈ અવસન્ન છે અર્થાત્ આવશ્યકાદિ ક્રિયાઓ વિધિ અનુસાર કરવામાં તત્પર નથી, જેમ તેમ કરે છે. આ પાંચ પદોથી સંયમમાં સિદાતા સાધુનું સ્વરૂપ બતાવ્યું. તેમાંથી કેટલાક સાધુમાં બે આદિ સંયોગની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે પાંચમાંથી બે-ત્રણ વગેરે સ્થાનો પ્રાપ્ત થાય છે અને જેમ જેમ અધિક અધિક સ્થાનો પ્રાપ્ત થાય, તેમ તેમ દોષની વૃદ્ધિ થાય છે.
તેથી એ ફલિત થાય કે શિથિલ સાધુમાં પણ તે પાંચ સ્થાનોમાંથી કોઈક એક સ્થાન દઢતા અદઢતાને કારણે અવાન્તર અનેક ભેદવાળું પ્રાપ્ત થાય છે. બે આદિ સ્થાનોની પ્રાપ્તિ થાય તો પહેલા કરતાં અધિક દોષની પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકી સાધુએ એકાકી આદિ પાંચેય સ્થાનોના સૂક્ષ્મ સ્વરૂપનું આલોચન કરીને તેના પરિહાર માટે ઉચિત યત્ન કરવો જોઈએ, જેથી પ્રમાદજન્ય દોષની પ્રાપ્તિ થાય નહિ.IN૩૮ળા અવતરણિકા -
व्यतिरेकमाहઅવતરણિકાર્ય :
વ્યતિરેકને કહે છે – પૂર્વના પાંચ સ્થાનોને તેનાથી વિપરીત સ્વરૂપે કહે છે – ગાથા :
गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो ।
संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।। ગાથાર્થ :
ગચ્છમાં રહેલો, અનુયોગી, ગુરુસેવી, અનિયત, ગુણોમાં ઉપયોગવાળો સુસાધુ છે, પદોના સંયોગથી સંયમના આરાધક કહેવાયા છે. ll૩૮૮
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૮
ટીકા :
गच्छगतोऽनेनैकाकित्वविरहं लक्षयति, अनुरूपो ज्ञानादिभिः सह योगः सम्बन्धोऽनुयोगः, सोऽस्यास्तीत्यनुयोगी, अनेन पार्श्वस्थताऽभावं दर्शयति, गुरून् सेवितुं शीलमस्येति गुरुसेवी, अनेन स्वच्छन्दत्वाऽयोगं योजयति, अनियतो मासकल्पादिविहारी, अमुना स्थानवासित्ववैकल्यं द्योतयति, गुणेषु प्रतिदिनक्रियादिषु आयुक्तोऽप्रमादी, एतेनावसन्नता वैपरीत्यं भावयति, संयोगेनामीषां पदानां
द्व्यादिमीलकेन संयमाराधका भणितास्तीर्थकरगणधरैस्तद्वन्त इति गम्यते । अत्रापि यथा यथा पदवृद्धिस्तथा तथा गुणवृद्धिर्द्रष्टव्येति ।।३८८।। ટીકાર્ય :
કચ્છતો ... [વૃદ્ધિદતિ | ગચ્છમાં રહેલો=આના દ્વારા એકાકીપણાના વિરહને જણાવે છે, જ્ઞાનાદિની સાથે અનુરૂપ યોગ=સંબંધ અનુયોગ તે છે જેને તે અનુયોગી=આત્મામાં જ્ઞાનદર્શન-ચારિત્રની મૂળભૂત પ્રકૃતિ પ્રગટ કરે એવો જ્ઞાનાદિનો અનુરૂપ યોગ તે અનુયોગી, કષાયનું કારણ બને તેવો વિપરીત યોગ નહિ, આના દ્વારા પાર્શ્વસ્થતાનો અભાવ બતાવાય છે, ગુરુને સેવવાનો સ્વભાવ છે અને તે ગુરુસેવી=પરમગુરુના વચનાનુસાર ચાલનારા એવા ઉત્તમ ગુરુના વચનાનુસાર ચાલનાર ગુરુસેવી છે, આના દ્વારા સ્વચ્છંદતનો અયોગ જણાવે છે, અનિયત=માસકલ્પાદિ વિહારી, આના દ્વારા સ્થાનવાસિત્વના અભાવને પ્રગટ કરે છે, ગુણોમાં=પ્રતિદિનક્રિયા વગેરેમાં, આયુક્ત-અપ્રમાદી, આના દ્વારા અવસન્નતાના વિપરીતપણાને ભાવન કરે છે, આ પદોના સંયોગથી બે આદિનાં જોડકાંથી તીર્થંકર ગણધરો વડે સંયમના આરાધક કહેવાયા છે. કોણ કહેવાયા છે ? એથી કહે છે – તદ્વામ=દ્ધિક વગેરેના સંયોગવાળા, અહીં પણ જે જે પ્રમાણે પદની વૃદ્ધિ છે, તે તે પ્રમાણે ગુણની વૃદ્ધિ જાણવી. ૩૮૮ ભાવાર્થ :
જે સાધુઓ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિ કરવાના અર્થ છે, તેઓ સુવિહિત સાધુઓના ગચ્છમાં રહેનારા છે, આથી સંયમ ગ્રહણ કરનાર મહાત્મા દુષ્કર કાળમાં પણ પરીક્ષા કરીને સુવિહિત સાધુના ગચ્છમાં સંયમ ગ્રહણ કરે છે, જેથી તેઓનો ગચ્છવાસ પરમાર્થથી ગુણવૃદ્ધિનું પ્રબળ અંગ બને છે. વળી સુસાધુઓ ભગવાનના વચનનો સમ્યગ્બોધ થાય, સમ્યગુ રુચિ થાય અને અસંગભાવની પરિણતિ પ્રગટ થાય તે રીતે યત્ન કરે છે, તેઓ રત્નત્રયના અનુયોગી છેઃ આત્મામાં રત્નત્રયનું સમ્ય અનુયોજન કરનારા છે, તેઓ પાર્થસ્થભાવનો ત્યાગ કરનારા છે.
વળી ગુરુની સેવા કરનારા છે–પરમગુરુની આજ્ઞાનુસારે ચાલનારા સુવિહિત ગુરુને પરતંત્ર થઈને વિચરનારા છે, વળી જેઓ જિનવચનાનુસાર માસકલ્પાદિ વિહાર કરીને ક્ષેત્રનો કે શ્રાવક વગેરેનો પ્રતિબંધ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦.
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૮, ૩૮૯ થી ૩૧
ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરનારા છે, તેઓ અનિયત વિહારવાળા છે. વળી જેઓ સંયમની પ્રતિદિન ક્રિયામાં અંતરંગ ગુણવૃદ્ધિનું કારણ બને તે રીતે અપ્રમાદવાળા છે, તેઓ ગુણોમાં ઉપયોગવાળા છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલાં પાંચ પદો જેમનામાં વર્તે છે અને તે પદોનો પરસ્પર સંયોગ વર્તે છે, તે પ્રમાણે તેઓ આરાધક બને છે અર્થાતુ પાંચ પદોમાંથી સર્વ પદોની જેમને પ્રાપ્તિ થઈ હોય, તેઓ સંયમના સંપૂર્ણ આરાધક બને છે અથવા તે પાંચ પદોમાંથી જેટલાં પદો જેમને પ્રાપ્ત થાય તેને અનુરૂપ તેઓ આરાધક બને છે. l૩૮૮ll અવતરણિકા -
ननु यदि स्थानवासित्वं दोषाय कथमार्यसमुद्रादिभिस्तदनुष्ठितं ?, कथं चाराधकास्ते सम्पन्ना ? इत्युच्यते-भगवदाज्ञाकारित्वात्, तथा चाहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – જો સ્થાનવાસીપણું દોષ માટે છે=ગાથા-૩૮૭માં કહ્યું કે સ્થાનવાસી સાધુ પાર્થસ્થાદિ છે, તો આર્યસમુદ્ર વગેરે વડે કેમ તેનું આચરણ કરાયું ? અને કેવી રીતે તેઓ આરાધક થયા ?=સ્થાનવાસી હોવા છતાં કોના બળથી આરાધક થયા ? એથી કહે છે – ભગવાનની આજ્ઞાનું કરવાપણું હોવાથી આરાધક થયા અને તે પ્રમાણે કહે છે=ગાથામાં કહે
ગાથા -
निम्ममानिरहंकारा, उवउत्ता नाणदंसणचरित्ते । एगक्खत्ते वि ठिया, खवंति पोरायणं कम्मं ।।३८९।। जियकोहमाणमाया, जियलोभपरीसहा य जे धीरा । वुड्डावासे वि ठिया, खवंति चिरसंचियं कम्मं ।।३९०।। पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे ।
वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ।।३९१।। ગાથાર્થ :
નિર્મમ નિરહંકાર જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉપયોગવાળા એક ક્ષેત્રમાં પણ રહેલા પૂર્વે બંધાયેલા કર્મને ખપાવે છે. II3૮૯II
જિતાયા છે ક્રોધ, માન, માયા જેમના વડે, જિતાયા છે લોભ અને પરિષહ જેમના વડે, જેઓ ધીર છે, તેઓ વૃદ્ધાવાસમાં પણ રહેલા લાંબા વખતથી એકઠાં કરેલાં કર્મોને ખપાવે છે. II3oll
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૯ થી ૩૧
પાંચ સમિતિવાળા, ત્રણ ગુપ્તિવાળા, સંયમ-તપ-ચારિત્રમાં ઉધમવાળા, સો વર્ષ પણ વસતા= એકરસ્થાનમાં રહેતા, મુનિઓ આરાધક કહેવાયા છે. II૯૧II ટીકા :
निर्गता ममेति बुद्धिर्येभ्यस्ते निर्ममाः, मम शब्दस्याव्ययत्वात्, निर्गतोऽहङ्कारो येभ्यस्ते तथा, निर्ममाश्च ते निरहङ्काराश्चेति समासः, ते उपयुक्ता दत्तावधानाः, क्व ? ज्ञानदर्शनचारित्रे, एतद्विषये, एकक्षेत्रेऽपि ग्रामादौ, अपिशब्दात् क्षीणजङ्घाबलत्वादिके सति पुष्टावलम्बने स्थिताः, नान्यथा, किं क्षपयन्ति ? पुरातनं बहुभवोपात्तं कर्मेति ।।३८९।।
तथा जितक्रोधमानमाया जितलोभपरीषहाश्च ये धीराः सत्त्ववन्तस्ते वृद्धावासेऽपि प्रागनिरूपितशब्दार्थे स्थिताः क्षपयन्ति चिरसञ्चितं कर्मेति ।।३९०।।
तथा पञ्चभिः समितिभिः समिताः पञ्चसमिताः, तिसृभिर्गुप्तिभिर्गुप्तास्त्रिगुप्ताः, उद्युक्ताः संयमे तपसि चरणे, वर्षशतमपि वसन्त एकक्षेत्रे मुनय आराधका भणितास्तीर्थकरैरिति ।।३९१।। ટીકાર્ચ -
નિત .. મળતીસ્તીર્થરિતિ / નીકળી ગઈ છે મ=મારું, એ પ્રમાણે બુદ્ધિ જેમને તેઓ નિર્મમા; કેમ કે મમ શબ્દનું અવ્યયપણું છે–ફેરફાર ન થવાપણું છે, નીકળી ગયો છે અહંકાર જેમને તે તેવા છેઃનિરહંકારી છે, નિર્મમા એવા તેઓ નિરહંકારવાળા એ પ્રમાણે સમાસ છે, તેઓ ઉપયોગવાળા=અપાયેલા અવધાનવાળા છે, ક્યાં ઉપયોગવાળા છે? એથી કહે છે – જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયમાં ઉપયોગવાળા છે, એકક્ષેત્રમાં પણ=ગામ આદિમાં, રહેલા ગરિ શબ્દથી ક્ષીણ થયેલું જંઘાબળપણું વગેરે હોતે છતે પુષ્ટ આલંબનમાં રહેલા, અવ્યથા નહિ=પ્રમાદથી નહિ, શું? એથી કહે છે – પુરાતન ઘણા ભવોનાં એકઠાં કરેલાં કર્મોને ખપાવે છે. ૩૮૯
અને જિતાયા છે ક્રોધ, માન, માયા જેમના વડે એવા, જિતાયા છે લોભ અને પરિષહો જેમના વડે એવા, જેઓ ધીર=સત્વવાળા છે, તેઓ પૂર્વમાં કહેવાયેલા શબ્દાર્થવાળા વૃદ્ધાવાસમાં પણ રહેલા ચિરસંચિત કર્મોનો ક્ષય કરે છે. ૩૯૦૫.
અને પાંચ સમિતિથી સમિત થયેલા પાંચ સમિતિવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થયેલા ત્રણ ગુપ્તિવાળા, સંયમમાં, તપમાં, ચારિત્રમાં ઉદ્યમવાળા એકક્ષેત્રમાં સો વર્ષ પણ રહેતા મુનિઓ તીર્થંકર વડે આરાધક કહેવાયા છે. ૩૯૧ાા. ભાવાર્થ :
જે સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, તેથી પ્રતિક્ષણ સર્વજ્ઞના વચનનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ સંસારના સર્વ ભાવોમાં નિર્મમ પરિણામવાળા છે. આથી શરીરની શાતા પ્રત્યે
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૯ થી ૩૯૧, ૩૯૨ પણ તેમને મમત્વ નથી, ફક્ત સર્વજ્ઞના વચન અનુસાર મોહનો નાશ કરવા અપ્રમાદથી યત્ન કરનારા છે, તેવા નિર્મમ સાધુ અહંકાર વગરના છે અર્થાત્ હું ત્યાગી છું, લોકો મારો આદર-સત્કાર કરે વગેરે ભાવોથી રહિત છે અને સતત નવું નવું ગ્રુત ભણવામાં ઉદ્યમવાળા છે, ભગવાનના વચન અનુસાર સ્યાદ્વાદના મર્મનો સૂક્ષ્મ બોધ કરીને દર્શનમાં ઉપયોગવાળા છે અને આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિરૂપ ચારિત્રમાં ઉપયોગવાળા છે, તેઓ ક્ષીણજંઘાબળ વગેરે કારણે એકક્ષેત્રમાં રહેલા હોય તોપણ પોતાના ઉપયોગના પ્રકર્ષ અનુસારે પૂર્વમાં બાંધેલાં કર્મોનો નાશ કરે છે; કેમ કે તેવા મહાત્માઓ નવકલ્પી વિહારનું પ્રયોજન કોઈ ક્ષેત્રમાં કે કોઈ ગૃહસ્થ સાથે પ્રતિબંધ ન થાય તેનું સ્મરણ કરીને હંમેશાં નવકલ્પી વિહાર કરે છે, પરંતુ જ્યારે જંઘાબળ ક્ષીણ થાય ત્યારે સ્થિરવાસ ન કરે અને કોઈક રીતે વિહાર કરે તો સંયમના યોગમાં તેમનો દૃઢ ઉપયોગ શિથિલ થાય તેમ જણાય તો નવકલ્પી વિહારના પ્રયોજનને લક્ષમાં રાખીને ક્ષેત્રાદિનો પ્રતિબંધ ન થાય તે રીતે પુષ્ટાલંબનને કારણે કોઈ નિયત ક્ષેત્રમાં રહેલા હોય તો વીતરાગની આજ્ઞા અનુસારે અપ્રમાદભાવથી તેમની સંયમવૃદ્ધિની પરિણતિ વર્તે છે. તેથી અસંયમની પરિણતિથી પૂર્વમાં જે કર્મ બાંધેલ તેનો નાશ કરે છે.
વળી તે મહાત્માઓ કેવા છે ? તે બતાવતા કહે છે - ક્રોધ-માન-માયાને જીતી લીધા છે, વળી કોઈ પદાર્થમાં લોભ નથી, તેથી નિગ્રંથભાવ અતિશય અતિશયતર થઈ રહ્યો છે. આથી શરીર પ્રત્યે પણ નિર્મમ હોવાને કારણે પરિષહોને જીતી લીધા છે એવા ધીર છે, તેઓ ક્ષીણ થયેલા જંઘાબળને કારણે વૃદ્ધાવાસમાં રહેલા હોય તોપણ વધતા ક્ષમાદિ ભાવોને કારણે ચિરસંચિત કર્મનો નાશ કરે છે, તે મહાત્મા એક ક્ષેત્રમાં વસતા હોવા છતાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિવાળા છે, તેથી તેમના મન-વચનકાયાના યોગો સતત મોહનાશમાં પ્રવર્તી રહ્યા છે, તેથી ભગવાને તેમને આરાધક કહ્યા છે.
તે મહાત્માઓ પાંચ ઇન્દ્રિયના સંવરરૂપ સંયમમાં સતત ઉદ્યમવાળા છે, શક્તિ અનુસાર બાહ્ય-અત્યંતર તપમાં ઉદ્યમ કરનારા છે અને ચારિત્રાચારની ઉચિત ક્રિયા કરીને આત્માના નિરાકુળ સ્વભાવમાં વસનારા છે, તેથી તેવા મહાત્માઓને ભગવાને સંપૂર્ણ મોક્ષમાર્ગના આરાધક કહ્યા છે. l૩૮૯થી ૩૯૧ાા અવતરણિકા -
आद्यगाथयैव गतार्थत्वादितरयोरभिधानं किमर्थमिति चेद् भगवदाज्ञया तिष्ठतां कथञ्चिदपि नास्ति दोषगन्धोऽपीत्यतिशयज्ञापनार्थं तथा चोक्तम्
एगक्खेत्तविहारी, कालाइक्कंतचारिणो जइ वि । तहवि य विसुद्धचरणा, विसुद्धआलंबणा जेणं ।।१।। आणाए अमुक्कधुरा, गुणवुड्डी जेण निज्जरा तेणं । मुक्कधुरस्स न मुणिणो, सोही संविज्जइ चरित्ते ।।२।।
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૩૯૨
गुणपरिवुड्ढिनिमित्तं, कालाईते ण हुंति दोसा उ । जत्थ उ बहुया हाणी, हविज्ज तहियं न विहरेज्जा ।।३।। इत्यादि अमुमेव न्यायमशेष कर्त्तव्यसङ्ग्रहद्वारेण निगमयन्नाहઅવતરણિકાર્ચ -
પહેલી ગાથા વડે જ=ગાથા-૩૮૯ વડે જ, ગતાર્થપણું હોવા છતાં પણ=કારણે એક ક્ષેત્રમાં વસનારા સાધુ આરાધક છે એ અર્થ પ્રાપ્ત થતો હોવા છતાં પણ, ઈતર બે ગાથાનું અભિધાન=૩૯૦૩૯૧મી ગાથાનું કથન, શા માટે છે ? એ પ્રકારની કોઈને શંકા થાય તો કહે છે કે ભગવાનની આજ્ઞાથી એક સ્થાનમાં રહેતા સાધુને કોઈક રીતે દોષની ગંધ પણ નથી, એ પ્રમાણે અતિશય બતાવવા માટે પાછળની બે ગાથાનું કથન કર્યું છે અને તે પ્રમાણે કહેવાયું છે –
જો કે એક ક્ષેત્રમાં વિચરનારા કાલ અતિક્રાંતને આચરનારા છે, તોપણ જે કારણથી વિશુદ્ધ આલંબનવાળા વિશુદ્ધ ચારિત્રવાળા છે. ||૧||
આજ્ઞાથી નથી મુકાઈ ધુરા જેમના વડે એવા જે કારણથી ગુણવૃદ્ધિવાળા છે, તે કારણથી નિર્જરા છે, મુકાયેલી ધુરાવાળા મુનિને ચારિત્રમાં શુદ્ધિ સંવેદના થતી નથી. રાા
ગુણપરિવૃદ્ધિનું નિમિત્ત કાલાતીતાદિના ગ્રહણમાં દોષો થતા નથી, જ્યાં ઘણી હાનિ થાય ત્યાં સાધુએ વિચરવું જોઈએ નહિ. Ila ઈત્યાદિ.
આ જ ન્યાયને સમગ્ર કર્તવ્યતા સંગ્રહ દ્વારા નિગમત કરતાં કહે છે – ભાવાર્થ :
ગાથા-૩૮૯માં જે કથન કર્યું તે જ કથન બીજા શબ્દો દ્વારા ગાથા-૩૯૦-૩૯૧માં પ્રાપ્ત થાય છે, તેથી વિચારકને પ્રશ્ન થાય કે ફરી તે બે ગાથા કેમ કહી ? તેથી કહે છે –
ભગવાનની આજ્ઞામાં રહેલા જીવોને સ્થિરવાસમાં દોષની ગંધ પણ નથી. તે અતિશયથી બતાવવા માટે જે એક ક્ષેત્રમાં રહેલા સાધુ પુરાણા કર્મને ખપાવે છે, તેમ ગાથા-૩૮૯માં કહ્યું. તે જ રીતે વૃદ્ધવાસમાં રહેલા પણ સાધુ ચિરસંચિત કર્મ ખપાવે છે, તેમ ગાથા-૩૯૦માં કહ્યું. અને સો વર્ષ સ્થિરવાસમાં વસતા પણ આરાધક છે તેમ ગાથા-૩૯૧માં કહ્યું, તેથી એ ફલિત થાય કે આજ્ઞાનુસારે એક ક્ષેત્રમાં સ્થિરવાસ કરે તો લેશપણ દોષ નથી, જેમ નિશીથ ભાષ્યમાં ત્રણ ગાથાથી વિશુદ્ધ આલંબનવાળા સાધુને દોષની પ્રાપ્તિ નથી, તે કથન અન્ય અન્ય રીતે સ્પષ્ટ કરે છે. તેથી સાધુને સ્થિર બોધ થાય કે સ્થિરવાસ કે નવકલ્પી વિહાર કરવા માત્રથી નિર્જરાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ આજ્ઞાથી નિયંત્રિત નવકલ્પી વિહાર કે સ્થિરવાસ હોય તો જ નિર્જરા થાય છે. આથી જે સાધુ અપ્રમાદથી સંયમયોગમાં ઉત્થિત નથી, તેઓ કદાચ નવકલ્પી વિહાર કરે તોપણ વિરાધક છે; કેમ કે નવકલ્પી વિહારના પ્રયોજનભૂત સંગનો પરિહાર તેઓ કરતા નથી, પરંતુ તે તે ક્ષેત્રોના પ્રતિબંધોને ધારણ કરીને કે તે તે શ્રાવકોના પ્રતિબંધોને ધારણ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૨
કરીને તે તે ક્ષેત્રોમાં નવકલ્પી વિહારથી વિચરે છે અને જેઓ આજ્ઞાને પરતંત્ર થયા વિના સ્થિરવાસ કરે છે, તેઓ મંગુ આચાર્યની જેમ વિરાધક છે, પરંતુ જેઓ સમિતિ-ગુપ્તિમાં ઉપયોગવાળા છે, રત્નત્રયમાં દૃઢ યત્નવાળા છે, તેવા સાધુ તેના અંગરૂપે એક ક્ષેત્રમાં રહેલા હોય તોપણ સંપૂર્ણ આરાધક છે, તે બતાવવા માટે ત્રણ ગાથા દ્વારા એક ક્ષેત્રમાં રહેલા સાધુ કઈ રીતે પુરાણા કર્મને નાશ કરે છે ? તેની સ્પષ્ટતા અન્ય અન્ય રીતે કરીને આજ્ઞા જ નિર્જરાનું કારણ છે, તેમ સ્પષ્ટ કરેલ છે અને આ જ ન્યાયને= પ્રતિનિયત કર્તવ્ય-અકર્તવ્યને નહિ, પરંતુ અંતરંગ સમિતિ-ગુપ્તિમાં દૃઢ યત્ન થાય તેવી આજ્ઞારૂપ ન્યાયને, બધા કર્તવ્યના સંગ્રહ દ્વારા નિગમન કરતાં કહે છે અર્થાત્ સાધુએ સર્વ કર્તવ્ય તે રીતે કરવાં જોઈએ, જે રીતે કષાયોની હાનિ થાય, રત્નત્રયીની વૃદ્ધિ થાય અને સમિતિ-ગુપ્તિમાં અતિશયતા થાય, તો જ તેનાથી પુરાણું કર્મ નાશ પામે, નહિ તો બાહ્ય આજ્ઞાપાલનમાત્રથી નિર્જરા થતી નથી. એ બતાવવા માટે કહે છે
ગાથા:
तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे after |
आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ।। ३९२ ।।
ગાથાર્થઃ
તે કારણથી પ્રવચનમાં સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ નથી, લાભ મેળવવાની ઈચ્છાવાળો વાણિયો જેમ આવક-જાવકની તુલના કરે. II3II
ટીકા ઃ
यत एवं तस्मात् स्थितमेतत् सर्वप्रकारैरनुज्ञा यदुतेदं कर्त्तव्यमेवेति सर्वानुज्ञा, तथा सर्वनिषेधो यदुतेदं न कर्तव्यमेवेति प्रवचने सर्वज्ञागमे नास्ति, चशब्दस्येहावधारणार्थत्वेन सम्बन्धान्नास्त्येव, सर्वकर्त्तव्यानां द्रव्यक्षेत्रकालभावाद्यपेक्षया विधानान्निषेधाच्च द्रव्यादीनां च वैचित्र्येण क्वचिद् विधेयस्यापि निषेधावसरः स्यात्, निषिद्धस्य च विधानमापद्येत । तदुक्तम्
उत्पद्येत हि सावस्था, देशकालामयान् प्रति ।
यस्यामकार्यं कार्यं સ્થાત્, कर्म कार्यं तु वर्जयेत् ।।
अत आयं ज्ञानादिलाभं व्ययं तद्धानिं, तुलयेत् आकलयेत् क इवेत्याह- लाभाकाङ्क्षीव वाणिजको यथाऽसावायव्ययतुलनया बहुलाभे प्रवर्त्तते, तथालाभे प्रवर्त्तते इत्यर्थः, केवलं प्रवर्त्तमानेन रागद्वेषपरिहारेण सम्यगात्मा रञ्जनीयः, न शाठ्यात् दुष्टालम्बनं विधेयम् ।। ३९२ ।।
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૨
ટીકાર્ય :
વત પર્વ ..... વિઘેયમ્ | જે કારણથી આ પ્રમાણે છે=ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં કહ્યું કે એક ક્ષેત્રમાં રહેલા પણ જો રત્નત્રય વગેરેમાં ઉપયુક્ત છે, તો કર્મની નિર્જરા કરે છે, એ પ્રમાણે છે. તે કારણથી આ સ્થિત છે. શું સ્થિત છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વ પ્રકારે અનુજ્ઞા, જે અનુજ્ઞા યદુતથી બતાવે છે – આ કરવું જ જોઈએ, એ પ્રકારે સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ, શું સર્વ નિષેધ તે યદુતથી બતાવે છે – આ ન જ કરવું જોઈએ, એ પ્રકારનો નિષેધ સર્વજ્ઞના આગમમાં નથી, ૫ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી અહીં સંબંધ હોવાને કારણેનાસ્તિ પાસે સંબંધ હોવાને કારણે નથી જ; કેમ કે સર્વ કર્તવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ વગેરે અપેક્ષાથી વિધાન અને નિષેધ છે અને દ્રવ્ય વગેરેના વિચિત્રપણાથી ક્યારેક વિધેયના પણ નિષેધનો અવસર હોય અને નિષિદ્ધનું પણ વિધાન પ્રાપ્ત થાય, તે કહેવાયું છે –
તે અવસ્થા દેશ-કાળ-રોગો પ્રત્યે પ્રાપ્ત થાય, જેમાં=જે અવસ્થામાં, અકાર્ય કાર્ય થાય, કાર્ય કર્મને કૃત્યને, ત્યાગ કરે.
આથી આય=જ્ઞાનાદિનો લાભ, વ્યય તેની હાનિ, તુલના કરે=સાધુ નિશ્ચય કરે, કોની જેમ ? એથી કહે છે – લાભાકાંક્ષી વણિકની જેમ=જે પ્રમાણે આ અર્થાત્ વાણિયો આય-વ્યયની તુલનાથી ઘણા લાભમાં પ્રવર્તે છે, તે પ્રકારે પ્રવર્તે, ફક્ત પ્રવર્તમાન પુરુષે રાગ-દ્વેષના ત્યાગ વડે આત્મા સારી રીતે રંજિત કરવો જોઈએ, શઠપણાથી દુષ્ટ અવલંબન લેવું જોઈએ નહિ. ૩૯૨ાા ભાવાર્થ :
ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં બતાવ્યું એ પ્રમાણે સાધુને રત્નત્રયીની વૃદ્ધિ, કષાયોની હાનિ, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિની વૃદ્ધિ, તપ-સંયમ અને ચારિત્રમાં દઢ યત્ન એ જ મુખ્ય અંગ છે અને તેના અંગરૂપે એક ક્ષેત્રમાં નિવાસ આવશ્યક જણાય કે નવકલ્પી વિહાર આવશ્યક જણાય તો તે કર્તવ્ય થાય. તે બતાવવા માટે કહે છે –
ભગવાનના પ્રવચનમાં બાહ્ય કૃત્યને આશ્રયીને સર્વ અનુજ્ઞા કે સર્વ નિષેધ નથી; કેમ કે દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષાએ જે કૃત્યથી સમિતિ-ગુપ્તિ આદિ ભાવો અતિશય થતા હોય તે કૃત્ય જ સાધુ માટે કર્તવ્ય છે. તેથી તેવા સંયોગમાં સાધુ નવકલ્પી વિહારને બદલે સ્થિરવાસ કરે તોપણ રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા અનુસાર જ છે. ફક્ત આત્મવંચના કર્યા વગર વિહિત એવી ઉચિત આચરણાને સેવીને રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે આચરણાની ઉપેક્ષા કરવી ઉચિત નથી; કેમ કે ભગવાને તે તે ભાવોના રક્ષણ માટે તે તે આચરણા નિયત કરી છે અને તે ભાવનું રક્ષણ તે આચરણાથી થતું હોય છતાં તે આચરણા ન કરવામાં આવે તો ભગવાનના વચન પ્રત્યે અનાદરની બુદ્ધિ થાય છે, તેથી પરમાર્થથી રત્નત્રયીની વૃદ્ધિ થતી નથી, કેમ કે આત્મવંચનારૂપ દોષની પ્રાપ્તિ થાય
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૨-૩૯૩ છે. જેમ નવકલ્પી વિહારનું સામર્થ્ય હોય અને નવકલ્પી વિહાર કરીને રત્નત્રયની વૃદ્ધિમાં અપ્રમાદથી યત્ન થતો હોય છતાં સ્થિરવાસનું અવલંબન લઈને રત્નત્રય વિષયક અપ્રમાદ કરવા યત્ન કરે, તોપણ ભગવાનની આજ્ઞા પ્રત્યે અનાદરની બુદ્ધિ થવાથી રત્નત્રયની વૃદ્ધિ થાય નહિ. વળી જે સાધુ નવકલ્પી વિહાર દ્વારા રત્નત્રયની વૃદ્ધિ ક૨વા અસમર્થ હોય છતાં માત્ર બાહ્ય ક્રિયાનો દૃઢ આગ્રહ રાખીને નવકલ્પી વિહાર કરે અને શ્રાન્ત થઈને પ્રમાદ સેવે તો તે સાધુ વિરાધક બને છે. તેથી રત્નત્રયની વૃદ્ધિનાં બાહ્ય કારણોને ઉચિત અંગરૂપે જોડવામાં નિપુણતાપૂર્વક યત્ન કરીને લાભના અર્થ વણિકની જેમ જે સાધુ પોતાના નિગ્રંથભાવની વૃદ્ધિના અર્થી છે, તેઓ તે સંયોગમાં કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી નિગ્રંથભાવ વૃદ્ધિ પામે તેનો નિર્ણય કરીને તે તે ઉચિત પ્રવૃત્તિ કરે તો ક્યારેક બાહ્યક્રિયા ઉત્સર્ગ અનુસારી હોય, ક્યારેક અપવાદ અનુસારી હોય તોપણ દોષની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ નિષ્કારણ અપવાદ સેવે અથવા ઉત્સર્ગની રુચિ રાખીને ઉત્સર્ગ માર્ગ પ્રમાણે પ્રવૃત્તિ કરે. પરંતુ નિગ્રંથભાવની વૃદ્ધિને અનુકૂળ સમિતિગુપ્તિમાં યત્ન ન કરે અને તેની ઉપેક્ષા કરીને બાહ્ય કૃત્યને પ્રધાન કરે તે સાધુ આજ્ઞાનુસારી પ્રવૃત્તિ કરનારા નથી; કેમ કે સર્વજ્ઞની આજ્ઞા ત્રણ ગુપ્તિના પ્રકર્ષના અંગરૂપે જે કૃત્ય ઉપકારક હોય તેનું વિધાન કરે છે અને અનુપકારક હોય તેનો નિષેધ કરે છે, પરંતુ પ્રતિનિયત આચરણાની સર્વથા વિધિ નથી કે સર્વથા નિષેધ નથી. II૩૯૨॥
અવતરણિકા :
यत आह
અવતરણિકાર્ય :
જે કારણથી કહે છે=રાગ-દ્વેષના પરિહારથી સમ્યક્ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ શઠપણાથી દુષ્ટ આલંબન લેવું જોઈએ નહિ, એમ જે પૂર્વગાથાના અંતે કહ્યું, તેને દૃઢ કરવા માટે જે કારણથી કહે છે
ગાથા:
-
धम्मम्म नत्थि माया, न य कवडं नाणुवत्तिभणियं वा । फुडपागडमकुडिल्लं, धम्मवयणमुज्जुयं जाण ।। ३९३।।
ગાથાર્થઃ
ધર્મમાં માયા નથી, કપટ નથી જ અથવા અનુવૃત્તિથી કહેવાયેલું નથી, સ્પષ્ટ પ્રગટ અકુટિલ ઋજુ એવા ધર્મવચનને તું જાણ. II૩૯૩]]
ટીકા ઃ
धर्मे सद्भावसाध्ये नास्ति मायाऽत्यन्तविरोधाद्, न च नैव कपटं परवञ्चनाय चेष्टारूपमनुवृत्तिभणितं
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૩ वा सदोषं परावर्जनार्थं नास्तीति वर्त्तते । किं तर्हि ? स्फुटं व्यक्तवर्णं, प्रकटमलज्जनीयम्, अकुटिलं निर्मायं धर्मवचनम् ऋजु मोक्षं प्रति प्रगुणं जानीहि अवबुध्यस्वेति ।।३९३।। ટીકાર્ચ -
વર્ષે .... વધુQતિ | ધર્મમાં સદ્ભાવથી સાધ્ય એવા ધર્મમાં=મોહનો નાશ કરવાને અનુકૂળ એવા સુંદર ભાવથી સાધ્ય એવા ધર્મમાં, માયા નથી; કેમ કે અત્યંત વિરોધ છે માયાથી કરાયેલા અનુષ્ઠાનમાં ધર્મની નિષ્પત્તિનો અત્યંત વિરોધ છે અને કપટ નથી=બીજાને ઠગવા માટેની પ્રવૃત્તિરૂપ કપટ નથી=બીજાને “અમે શુદ્ધ આચરણા કરનારા છીએ' તેમ બતાવીને ઠગવારૂપ કપટ નથી અથવા અનુવૃત્તિ ભણિત નથી=સદોષ હોવા છતાં બીજાને આકર્ષિત કરવા માટે અનુવૃત્તિ નથી, તો શું છે ? એથી કહે છે – સ્પષ્ટ=વ્યક્ત અક્ષરોવાળું, પ્રગટ=લજ્જા રાખવી પડે એવું નહિ, અકુટિલ માયા વગરનું, ઋજુ એવા ધર્મવચનને મોક્ષ પ્રત્યે પ્રગુણ=મોક્ષ મેળવવા માટે નિપુણ, તું જાણ. l૩૯૩. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે સર્વજ્ઞએ સર્વ અનુજ્ઞા કે સર્વ નિષેધ કર્યો નથી, પરંતુ લાભ-નુકસાનની તુલના કરીને ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી આચરણા કરવી જોઈએ તેમ કહ્યું છે, એ કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
ધર્મમાં માયા નથી, બીજાને ઠગવા માટે કપટ નથી, તેથી ઉત્સર્ગ-અપવાદનું યોજન કરીને દેશકાલને અનુરૂપ સ્થિરવાસ કે એવું અન્ય કૃત્ય કરવું હોય ત્યારે સાધુએ આત્માને ઠગવો જોઈએ નહિ; કેમ કે જો નવકલ્પી વિહારની શક્તિ હોય અને તેના દ્વારા ભગવાનની આજ્ઞાનું પાલન થાય તેમ હોય છતાં સાધુ આત્માને ઠગીને પ્રમાદવશ નવકલ્પી વિહાર ન કરે, પરંતુ સ્થિરવાસ કરે, જેમ મંગુ આચાર્યએ કર્યું તેમ માયા કરવાથી ધર્મ થાય નહિ.
વળી લોકોને દેખાડવા માટે ધર્મમાં કપટ નથી, તેથી ગુણવૃદ્ધિમાં પોતાનું સામર્થ્ય ન હોય છતાં “હું તપસ્વી છું” વગેરે બતાવવા માટે કોઈ તપ કરે કે લોચ વગેરે કષ્ટ સહન કરે ત્યારે તે કષ્ટો દ્વારા રત્નત્રયીની વૃદ્ધિ કરી શકે તેમ ન હોય તો પણ બીજા આગળ પોતાનું ખરાબ દેખાશે, તેમ કપટ કરીને લોચાદિ કષ્ટો સહન કરે, તેનાથી ધર્મ નિષ્પન્ન થાય નહિ, પરંતુ પોતાના શમભાવને પરિણામને અતિશય કરવા માટે અને લોચાદિ કષ્ટો પ્રત્યે ઉપેક્ષા કરીને પણ સંયમને અતિશય કરી શકે તેમ હોય તેઓ તે કષ્ટો દ્વારા જે સમભાવની વૃદ્ધિ કરે તે ધર્મ છે.
વળી ધર્મમાં અનુવૃત્તિ નથી=મુગ્ધ લોકો આ રીતે કરે છે, તેને અનુસરીને આપણે પણ તેમ કરવું જોઈએ, તેવી અનુવૃત્તિ ધર્મમાં નથી, પરંતુ આત્મામાં ગુપ્તિનો અતિશય થાય તેવી પ્રવૃત્તિમાં યત્ન કરાય તે ધર્મ છે, જેમ કે તે અનુષ્ઠાનને અનુકૂળ ચિત્ત ન હોય, છતાં લોકો પોતાના માટે બોલશે તેવા અભિપ્રાયથી લોકોને સારું દેખાય તે રીતે તે અનુષ્ઠાન કરવામાં આવે તો બાહ્યથી થાય છે. અંતરંગમાં તેવું સામર્થ્ય
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૩-૩૯૪ નહિ હોવાથી ગુણનિષ્પત્તિનું કારણ બનતું નથી, તેથી તે ધર્મ નથી. તેથી ધર્મના અર્થીએ પોતાની શક્તિનું સમ્યગ્ આલોચન કરીને જે અનુષ્ઠાનથી પોતાની ગુપ્તિનો અતિશય થાય તેને સામે રાખીને યત્ન કરવો જોઈએ, પરંતુ આત્માને ઠગવો જોઈએ નહિ, બીજાને ઠગવા પ્રયત્ન કરવો જોઈએ નહિ અને લોકોની અનુવૃત્તિથી પણ ધર્મ કરવો જોઈએ નહિ, પરંતુ સ્પષ્ટ પ્રગટ, અકુટિલ એવું ધર્મનું વચન મોક્ષ પ્રત્યે કારણ છે, તેથી જે બાહ્ય કૃત્યથી કષાયોના તિરોધાનને અનુકૂળ સમ્યગ્ યત્ન થાય તેવો જ ધર્મ મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી આય-વ્યયની તુલના કરીને જેનાથી અધિક નિર્જરા થાય તેવી આચરણા કરવી જોઈએ, પરંતુ આ જ અનુષ્ઠાન થાય, આ અનુષ્ઠાન ન થાય તેવો નિયત આગ્રહ રાખવો જોઈએ નહિ. II૩૯૩
ગાથા:
न वि धम्मस्स भडक्का, उक्कोडा वंचणा य कवडं वा । निच्छम्मो किर धम्मो, सदेवमणुयासुरे लोए ।।३९४।।
ગાથાર્થ :
ભડક્કા, ઉત્કોચા, વંચના અથવા કપટ ધર્મના સાધન નથી, દેવ-મનુષ્ય-અસુર સહિત એવા લોકમાં ખરેખર નિચ્છદ્મ ધર્મ છે. II3૯૪]]
ટીકાઃ
नाऽपि न सम्भाव्यते धर्मस्य 'भडक्का' बृहदासनादिबाह्याटोपरूपा साधनमिति शेषः । 'उक्कोड 'त्ति उत्कोचा, यदि मह्यमेतद्देहि ततोऽहं करोमि इत्यादिलक्षणा, वञ्चना सैव तत्त्वदर्शनवद् विप्रतारणा, कपटं वा पूर्वोक्तं, धर्मस्य न साधनमिति वर्त्तते, एकार्थकानि चैतानि, यद्येवं पूर्वगाथया गतार्थत्वात् किं पुनरभिहितानीति चेन्मायया सह धर्मस्यात्यन्तविरोधं दर्शयितुम्, 'सुद्धस्स होइ चरणं, मायासहिए उ चरणभेओ'त्ति वचनात् । अत एवाह - निच्छद्या निर्माय: किलेत्याप्ता ब्रुवते धर्मः, सह देवमनुजासुरैर्वर्त्तत इति सदेवमनुजासुरस्तस्मिन् लोके, इहासुरा भवनपतयस्तद्वर्जा देवा કૃતિ ।।૧૪।।
ટીકાર્ય ઃનાપિ ન ...... લેવા કૃતિ ।। ભડક્કા ધર્મનાં સાધન સંભવતાં નથી=મોટું આસન વગેરે બાહ્ય આડંબર રૂપ ભડક્કા લોકોને ધર્મ પમાડશે એવી બુદ્ધિથી કોઈ ધારણ કરે તે ધર્મનાં સાધનરૂપે સંભવતાં નથી, ઉત્કોચા ધર્મનાં સાધન સંભવતાં નથી=જો તમે મને આ આપો તો હું આ કરું ઇત્યાદિરૂપ લાંચો ધર્મનું સાધન નથી, વંચના=તે જ તત્ત્વદર્શનની જેમ પ્રતારણા, ધર્મનું સાધન સંભવતી નથી અથવા કપટ પૂર્વે કહેવાયેલું ધર્મનું સાધન નથી અથવા આ એકાર્થિક શબ્દો છે= ભડક્કા-ઉત્કોચા-વંચતા-કપટ એ એક અર્થવાળા શબ્દો છે. જો આ પ્રમાણે છે તો પૂર્વની ગાથાથી
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૩૯૪ ગતાર્થપણું હોવાથી=ભડક્કાદિ શબ્દો માયા વગેરે શબ્દોથી ગ્રહણ કરાયા છે, તેથી ફરી કેમ કહેવાયા?=ફરી આ ગાથા કેમ કહેવાઈ? એથી કહે છે – માયાની સાથે ધર્મનો અત્યંત વિરોધ બતાવવા માટે ફરી પ્રસ્તુત ગાથામાં ભડક્કા વગેરે એકાર્યવાચી શબ્દો દ્વારા માયાત્યાગનું કથન કરેલ છે; કેમ કે શુદ્ધ જીવને ચારિત્ર હોય છે, માયાસહિત જીવમાં ચારિત્રનો ભેદ છે=ચારિત્રનો નાશ છે, એ પ્રકારનું વચન છે, આથી જ કહે છે=માયા ધર્મમાં અત્યંત વર્ષ છે. આથી કહે છે – ખરેખર ! છઘ વગરનો માયા વગરનો, ધર્મ છે, એ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે. દેવો, મનુષ્યો અને અસુરો સહિત વર્તે છે, એ સદેવમતુજાસુર તેવા લોકમાં આખ પુરુષો નિમય ધર્મને કહે છે અર્થાત્ ત્રણેય લોકમાં ધર્મ નિર્માય છે અર્થાત્ માયાવાળો ધર્મ નથી, એમ આપ્તપુરુષો કહે છે. અહીં અસુરો ભવનપતિ છે, તે સિવાયના દેવો છે. li૩૯૪iા. ભાવાર્થ :
ધર્મ આત્માની ત્રણ ગુપ્તિની પરિણતિરૂપ છે અને તેને પુષ્ટ કરે તેવી બાહ્ય ઉચિત આચરણારૂપ છે. આથી જેઓ પોતાની શક્તિનું આલોચન કરીને જે જે ઉચિત કૃત્યોથી પોતાના કાષાયિક ભાવો ક્ષીણ થાય, ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી આચરણા કરે તે ધર્મ છે અને સર્વવિરતિરૂપ ધર્મ ત્રણ ગુપ્તિને અતિશય કરાવે તેવી સર્વ ઉચિત આચરણ સ્વરૂપ છે, પરંતુ બાહ્ય ભડક્કા આદિ ધર્મનું સાધન નથી, એથી લોકોને આકર્ષિત કરે તેવા વિશાળ આસન આદિ બાહ્ય આડંબરો જે કરે છે અને તેના દ્વારા પોતાની માન
ખ્યાતિ આદિ વૃત્તિઓને પોષે છે, તેઓ કદાચ તપ કરતા હોય કે બાહ્ય કષ્ટો વેઠતા હોય તો પણ તેમનું ચિત્ત અસંગભાવને અનુકૂળ લેશ પણ જતું નહિ હોવાથી તે ભડક્કા પરમાર્થથી ધર્મનું સાધન નથી અથવા તમે મને આ આપો તો હું આ કરું' વગેરે ઉત્કોચો ધર્મનું સાધન નથી, તેથી જેઓ સાક્ષાત્ તેવું બોલતા નથી, પરંતુ ગુરુ વગેરે પોતાને પાઠ વગેરે આપે તો જ વેયાવચ્ચ કે બીજાં કૃત્યો કરે, અન્યથા ન કરે તેવા પરિણામવાળા છે, તેમને તે ઉત્કોચોથી ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણો પ્રત્યે વધતા રાગથી ભક્તિનો પરિણામ તે પ્રકારના વેયાવચ્ચ વગેરે દ્વારા વૃદ્ધિ પામે છે. તેના દ્વારા આત્મામાં ધર્મ પ્રગટ થાય છે, પરંતુ જે સાધુમાં પરસ્પર આ સાધુ મારું કાર્ય કરે તો તેનું આ કાર્ય હું કરું, તે પ્રકારના વિભાજનથી કૃત્યો થાય છે, તેનાથી ધર્મ થતો નથી.
વળી જેઓ તે તે અનુષ્ઠાન દ્વારા કઈ રીતે ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેને જોઈ શકતા નથી અને કોઈ પૂછે તો કહે કે આ અનુષ્ઠાન કરશો તો ગુણસ્થાનકની વૃદ્ધિ થશે. એ પ્રકારે બીજાને ઠગવાની પ્રવૃત્તિ ધર્મમાં નથી; કેમ કે વિવેકથી પ્રરૂપણા કરાયેલો ધર્મ તે તે બાહ્ય કૃત્યો દ્વારા નિપુણ યત્નથી ગુણની પ્રાપ્તિનું કારણ છે. તે પ્રકારે બોધ કરાવવો એ જ ધર્મનિષ્પત્તિનું બીજ છે, અથવાથી ટીકાકારશ્રી એમ કહે છે – ભડક્કા વગેરે શબ્દો માયાના અવાજોર ભેદો છે. તેથી સર્વ પ્રકારની માયા ત્યાગ કરીને ધર્મ કરવામાં આવે તો પારમાર્થિક ધર્મ પ્રગટ થાય છે; કેમ કે આપ્તપુરુષો કહે છે કે ત્રણેય લોકમાં માયા વગરનો ધર્મ છે. તેથી પોતાની જાતને કે બીજાને ઠગ્યા વગર જે કૃત્યોથી પોતાની ભૂમિકા અનુસાર
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦.
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૪-૩૫ ગુપ્તિનો પરિણામ થાય, તેવું કૃત્ય તે જીવ માટે ધર્મ છે, માટે સુસાધુએ અંતરંગ સમિતિ, ગુપ્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે લાભ-નુકસાનની તુલના કરીને આ અનુષ્ઠાન કરાય અથવા આ અનુષ્ઠાન ન કરાય, તેવો નિર્ણય કરવો જોઈએ. માત્ર આ જ અનુષ્ઠાન શ્રેયકારી છે, બીજું નહિ તેવો એકાંત નિર્ણય કરવો જોઈએ નહિ. ll૩૯૪મા અવતરણિકા :
गतमानुषङ्गिकम् । अधुना याऽसावायव्ययतुलनाभ्यधायि सा यान्यधिकृत्य प्रवर्त्तते तान्याहઅવતરણિકાર્ય :
આનુષંગિક પૂરું થયું. હવે જે આ આય-વ્યયની તુલના કહેવાઈ, તેનલના, જેને આશ્રયીને પ્રવર્તે છે. તેને કહે છે – ભાવાર્થ -
સાધુએ ગુપ્તિની વૃદ્ધિના અંગરૂપે આય-વ્યયની તુલના કરીને ઉચિત કૃત્યો કરવા જોઈએ, એમ પૂર્વમાં કહ્યું. ત્યાં સ્મરણ થયું કે ધર્મ આત્મવંચના વગરનો છે. એથી આત્મવંચના શું છે ? એ સ્પષ્ટ કરવા માટે આનુષંગિક ગાથા-૩૯૩-૩૯૪માં ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે ગાથા-૩૯૨માં કલ્યાણના અર્થીએ આય-વ્યયની તુલના કરવી જોઈએ, એમ કહેલું તે તુલના જે કૃત્યોને આશ્રયીને પ્રવર્તે છે, તે કૃત્યોને બતાવે છે –
ગાથા :
भिक्खू गीयमगीए, अभिसेए तह य चेव रायणिए ।
एवं तु पुरिसवत्थु, दव्वाइ चउब्विहं सेसं ।।३९५ ।। ગાથાર્થ :
ભિક્ષ, ગીતાર્થ, અગીતાર્થ, અભિષેકaઉપાધ્યાય અને આચાર્ય આ રીતે જ પુરુષવસ્તુ, શેષ દ્રવ્યાદિ ચાર પ્રકારે તુલનાનો વિષય થાય. ll૩૫ll ટીકા :
"भिक्खू गीयमगीए'त्ति भिक्षुर्द्विविधो भवति गीतार्थो विदितागमस्ततोऽन्योऽगीतार्थश्च, उत्तरचशब्दस्यह सम्बन्धः, मकारोऽलाक्षणिकः, अभिषेक उपाध्यायस्तथाचार्यः, 'चेव' त्ति शब्दादनुक्तस्थविरादिपरिग्रहः, एवं तुशब्दस्तद्गुणतारतम्यविशेषणार्थः, पुरुषा एव ज्ञानादिगुणवसनयोगाद् वस्तु, पुरुषवस्तु आयव्ययतुलनाया गोचरो भवतीति गम्यते, द्रव्यादिचतुर्विधम् आदिशब्देन क्षेत्रकालभावग्रहणात्, शेषं पुरुषवस्तुनोऽन्यत् तद्विषयो भवतीति वर्त्तते, द्रव्यात् पुरुषवस्तुनः
Page #38
--------------------------------------------------------------------------
________________
પદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૫
૨૧
पृथग्ग्रहणं प्राधान्यख्यापनार्थमिति । तदेतानि तुलयित्वा यद् बहुलाभं तद् विधेयमन्यथाऽतिचारः થાત્ તારૂપ ટીકાર્ચ - -
“fમવર્ણી ... ચાલ્ | ભિક્ષ બે પ્રકારે છે – ગીતાર્થ=જણાયા છે આગમ જેમના વડે એવા, તેનાથી બીજા અગીતાર્થ, ઉત્તરમાં રહેલા જ શબ્દનો અહીં સંબંધ છે, મકાર અલાક્ષણિક છે, અભિષેક=ઉપાધ્યાય અને આચાર્ય, ચેવ શબ્દથી નહિ કહેવાયેલા સ્થવિર વગેરેનું ગ્રહણ છે, પર્વ તુ શબ્દ તેમના ગુણના તારતમ્યતા વિશેષણ અર્થવાળો છે. પુરુષો જ જ્ઞાનાદિ ગુણમાં વસવાના યોગથી વસ્તુ છે, પુરુષવસ્તુ આય-વ્યયની તુલનાનો વિષય થાય છે=આ પુરુષ કેવો છે તેને આશ્રયીને આય-વ્યયની તુલના કરાય છે, દ્રવ્યાદિ ચાર પ્રકારવાળું શેષ=પુરુષવસ્તુથી અન્ય, આય-વ્યયની તુલનાનો વિષય થાય છે, એમ અત્રય છે. દ્રવ્યાદિમાં આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવનું ગ્રહણ છે, દ્રવ્યથી પુરુષવસ્તુનું જુદું ગ્રહણ પ્રાધાન્ય જણાવવા માટે છે, તે આની દ્રવ્ય વગેરેની, તુલના કરીને, જે ઘણા લાભવાળું હોય તે કરવું જોઈએ, નહિ તો અતિચાર થાય=વ્રતનું અતિચરણ થાય. Il૩૯૫ા.
ભાવાર્થ :
માયા રહિત ગુપ્તિના અતિશય માટે ક્યારે શું ઉચિત છે ? તેનો નિર્ણય કરવા માટે સાધુએ પોતે સાધુ છે, ગીતાર્થ છે, અગીતાર્થ છે, આચાર્ય છે, તરતમતાથી પોતાની શક્તિ કેવા પ્રકારની છે, તેનો નિર્ણય કરીને જેનાથી ગુપ્તિનો અતિશય થાય તે કર્તવ્ય છે અને ગુપ્તિનો નાશ થાય તે અકર્તવ્ય છે, એ પ્રકારે પુરુષવસ્તુને આશ્રયીને આય-વ્યયની તુલના છે. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષમ છે, તેમાં જે સંયમને અનુકૂળ છે, તેનો નિર્ણય કરીને જેના સેવનથી ગુપ્તિનો અતિશય થાય તે કર્તવ્ય છે અને ગુપ્તિનો ઉપયોગ તૂટે, બાહ્ય પદાર્થો અનુસાર ભાવો થાય તે અકર્તવ્ય છે. નિપુણ પ્રજ્ઞાથી સાધુએ તેનો નિર્ણય કરીને ઉચિત કૃત્ય કરવું જોઈએ, એવી પ્રવચનની આજ્ઞા છે.
આ સાધુ ગીતાર્થ છે, તેથી તેને આશ્રયીને ક્યો ઉત્સર્ગ માર્ગ આવશ્યક છે, કયો અપવાદ માર્ગ આવશ્યક છે, જેનાથી સ્વપરનો ઉપકાર થાય, તેને આશ્રયીને આય-વ્યયની તુલના કરાય છે. જેમ ગીતાર્થ સાધુ હોય અને શરીર સમર્થ ન હોય ત્યારે અપવાદનું આલંબન લઈને શરીરનું રક્ષણ ન કરે તો સ્વયં તે ગીતાર્થ સાધુ પોતાના ભાવોમાં વિશિષ્ટ યત્ન ન કરી શકે, શિષ્યોને વાચના દ્વારા સંવેગ ઉત્પન્ન ન કરાવી શકે તેવા સંયોગમાં તે ગીતાર્થ મહાત્માએ જેનાથી અધિક લાભ થાય તેવું કૃત્ય કરવું જોઈએ અને જો બાહ્ય ત્યાગથી ગુણની અધિક હાનિ થતી હોય તો તેનું આલંબન લેવું જોઈએ નહિ, એ રીતે આચાર્ય, ઉપાધ્યાય સર્વને આશ્રયીને આય-વ્યયની તુલના આવશ્યક છે. માત્ર આ ગીતાર્થ છે, તેથી તેને સર્વ પ્રકારના અપવાદો ઇષ્ટ છે, એવો મુગ્ધજન પતિત વ્યવહાર આય-વ્યય તુલનારૂપ નથી. ૩૫
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૬
અવતરણિકા :___ यद्येवं स तर्हि कतिविधो भवतीत्युच्यते सामान्येन त्रिविधो ज्ञानादिविषयत्वाद् विशेषतोऽनेकाकारः, यत आहઅવતરણિતાર્થ -
જો આ પ્રમાણે છે=આય-વ્યયની તુલના વગર પ્રવૃત્તિ કરવામાં આવે તો અતિચાર છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે છે, તો તે અતિચાર, કેટલા પ્રકારે થાય છે, એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – સામાન્યથી ત્રણ પ્રકારે થાય છે; કેમ કે જ્ઞાનાદિનું વિષયપણું છે=જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક અતિચાર છે, વિશેષથી અનેક આકારવાળો છે=અતિચાર અનેક ભેદવાળો છે, જે કારણથી કહે છે – ભાવાર્થ :
જે સાધુ ભિક્ષુ આદિને આશ્રયીને કે દ્રવ્યાદિને આશ્રયીને આય-વ્યયની તુલના કરતા નથી, પરંતુ માત્ર આ આચાર્ય છે, આ ઉપાધ્યાય છે ઇત્યાદિ વિચાર કરીને તેમને અનુકૂળ આચરણા કરે છે અને તેમના માટે સર્વ અપવાદો સ્વીકારે છે, તેમને અતિચારની પ્રાપ્તિ છે સંયમના ઉલ્લંઘનની પ્રાપ્તિ છે; કેમ કે આચાર્ય હોય કે ગીતાર્થ હોય, જે કોઈ ગુણવૃદ્ધિનું કારણ ન હોય તેવી આચરણા કરે તો તેમના સંયમનો નાશ થાય છે, જેમ મંગુ આચાર્ય શાસ્ત્રમાં નિપુણ પ્રજ્ઞાવાળા હતા, છતાં પ્રમાદવશ આયવ્યયની તુલના કર્યા વગર પ્રવૃત્તિ કરી તો વિરાધક થયા અને તે અતિચાર સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના ઉલ્લંઘનરૂપ હોવાથી સામાન્યથી ત્રિવિધ છે; કેમ કે પોતે સમર્થ હોવા છતાં વિપરીત આલંબન લીધું, તેમાં તેમના જ્ઞાનનો વિપર્યાસ થયો, રુચિનો વિપર્યાસ થયો, ચારિત્રનો વિપર્યાસ થયો, તે ત્રણની વિરાધના કરીને વ્યંતરપણાને પામ્યા. તેથી અતિચારનો વિષય રત્નત્રય છે અને વિશેષથી અતિચારો અનેક આકારવાળા છે. તે બતાવે છે – ગાથા :
चरणाइयारो दुविहो, मूलगुणे चेव उत्तरगुणे य ।
मूलगुणे छट्ठाणा, पढमो पुण नवविहो तत्थ ।।३९६ ।। ગાથાર્થ :
ચારિત્રના અતિચાર બે પ્રકારે છે – મૂલગુણમાં અતિક્રમ, ઉત્તરગુણમાં અતિક્રમ, મૂલગુણમાં છ સ્થાનો છે, તેમાં વળી પ્રથમ મૂલગુણ નવ પ્રકારે અતિચારવાળો છે. ll૩૯૬ll ટીકા :
चरणातिचारश्चारित्रातिक्रमो द्विविधः, कथमित्याह-मूलगुणे चेवोत्तरगुणे च मूलोत्तरगुणविषय इत्यर्थः । तत्र मूलगुणे जातावेकवचनं, मूलगुणेषु षट्स्थानानि प्राणातिपातविरमणादिरात्रिभक्तविरति
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩
पर्यन्तानि तद्गोचरतया भवन्ति, प्रथमः पुनराद्यो मूलगुणो नवविधो नवभेदः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियरक्षणविषयत्वाद् भवति तत्र तेषु स्थानेष्विति ।। ३९६।।
ટીકાર્ય ઃ
चरणातिचारः
સ્થાનેવિતિ।। ચારિત્રનો અતિચાર=ચારિત્રનો અતિક્રમ, બે પ્રકારે છે. કેવી રીતે બે પ્રકારે છે ? એથી કહે છે મૂલગુણમાં અને ઉત્તરગુણમાં=મૂલગુણ-ઉત્તરગુણના વિષયમાં ચારિત્રનો અતિક્રમ છે, ત્યાં=બે પ્રકારમાં, મૂત્નોત્તરમુળવિષય એ જાતિમાં એકવચન છે, મૂલગુણોમાં છ સ્થાનો છે=પ્રાણાતિપાતવિરમણ વગેરે રાત્રિભોજન વિરતિ પર્યંત તેના વિષયપણાથી છ સ્થાનો થાય છે, વળી પ્રથમ=પહેલો મૂલગુણ, નવ ભેદવાળો છે, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયના રક્ષણનું વિષયપણું હોવાથી તે સ્થાનોમાં=પૃથ્વીકાયાદિ સ્થાનોમાં, થાય છે. ।।૩૯૬।।
ગાથા-૩૯૬૩૯૭
.....
511211 :
ભાવાર્થ:
જે સાધુ આય-વ્યયની તુલના કર્યા વગર ઉત્સર્ગ માર્ગથી વિપરીત આચરણા કરે છે, તેમને અતિચારની પ્રાપ્તિ થાય છે. તે અતિચાર ચારિત્રના અતિક્રમરૂપ છે અને તે મૂલગુણ વિષયક અને ઉત્તરગુણ વિષયક થાય છે. મૂલગુણમાં પ્રાણાતિપાતથી માંડીને રાત્રિભોજન વિરમણવ્રત સુધી છ સ્થાન છે અર્થાત્ પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત એ છ સ્થાન વિષયક અતિચારની પ્રાપ્તિ છે, જેમ કાલિકાચાર્યએ સાધ્વીના શિયળના રક્ષણ માટે યુદ્ધ કર્યું, ત્યારે આય-વ્યયની તુલના કરતાં સાધ્વીના શિયળના રક્ષણમાં અધિક લાભ દેખાયો અને યુદ્ધમાં થનાર હિંસાથી અલ્પ દોષ દેખાયો, તેથી તે યુદ્ધમાં સાક્ષાત્ ત્રસ જીવોની હિંસા થવા છતાં પ્રથમ મહાવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થઈ નહિ અને જે સાધુ આયવ્યયનો વિચાર કર્યા વગર પૃથ્વીકાય વગેરે નવ પ્રકારના જીવોમાંથી કોઈ જીવોનો વધ થાય તેમ હોય છતાં તેની ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ કરે તો પ્રથમ વ્રતનાં નવ સ્થાનોમાંથી તે તે સ્થાનના અતિક્રમણરૂપ અતિચારની પ્રાપ્તિ થાય. તેથી જે ક્રિયામાં પૃથ્વીકાય આદિના વધ વગર સંયમનો નિર્વાહ થઈ શકે તેમ ન હોય અથવા તેવી વસ્તુ સંયમના પ્રયોજનથી સાધુને આવશ્યક હોય ત્યારે ક્ષીણ થયેલા જંઘાબળવાળા ન હોય તો સ્વયં નિર્દોષની ગવેષણા કરે અને નિર્દોષ ન મળે ત્યારે સંયમવૃદ્ધિનો બીજો ઉપાય ન જણાય તો દોષિત ગ્રહણ કરે. ચારિત્રનો અતિક્રમ ન થાય અને ઉપાય હોવા છતાં દોષિત ગ્રહણ કરે તો પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોની અશુદ્ધિ પ્રાપ્ત થાય. વળી સ્વયં આરંભનું કરણ હોય અથવા કરાવણ હોય છતાં સાધુ આય-વ્યયની તુલના ન કરે, તો જે પ્રકારે પૃથ્વીકાય વગેરેનો વધ થાય, તે પ્રકારે તેના અતિક્રમણરૂપ અતિચાર પ્રાપ્ત થાય. II૩૯૬II
૨૩
सेसुक्कोसो मज्झिम, जहन्नओ वा भवे ઉત્તરમુળળે વિજ્ઞો, વંસળનાખેમુ અદ્રુદું
चउद्धा उ । રૂ૧૭||
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૭
ગાથાર્થ :
શેષ=મૃષાવાદ વગેરેનો અતિચાર, ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય થાય અથવા ચાર પ્રકારે થાય, ઉત્તરગુણમાં અનેક પ્રકારે અતિચાર થાય, દર્શન અને જ્ઞાનમાં આઠ આઠ પ્રકારે અતિચાર થાય.IIB૯૭ll ટીકા :
शेषो मृषावादादिरुत्कृष्टो मध्यमो जघन्यश्चेति त्रिविधो भवति, ‘वा भवे चउद्धा उ' त्ति चतुर्द्धा वा भवेत् द्रव्यादिभेदात्, तुशब्दः स्वगतानेकभेदद्योतकः ‘उत्तरगुणणेगविह'त्ति उत्तरोत्तरगुणविषयोऽतिचारोऽनेकविधो भवति । पिण्डविशुद्ध्यादिगोचरत्वात् तेषां चानेकरूपत्वादिति, 'दंसणनाणेसु अट्ठट्ठ'त्ति दर्शनज्ञानयोरष्टाष्टपदान्यतिचारगोचरत्वेन भवन्ति । तत्र दर्शने निःशङ्कितादीनि, ज्ञाने कालविनयादीनि, इह च चारित्रातिचारस्य प्रागभिधानं चारित्रस्य मोक्षान्तरङ्गताख्यापनार्थमिति । अयं च सर्वोऽप्यतिचारो वितथप्रवृत्तौ सम्भवत्यतः सम्यक् प्रवर्तितव्यं, सम्यक् प्रवृत्तिं च वाञ्छता ज्ञाने यत्नो विधेयः, ज्ञानशून्यस्य हि प्रवृत्तिर्महतेऽनर्थाय ।।३९७।। ટીકાર્ય :
શેષો ...... અનર્થાય છે. શેષ=પહેલા મહાવ્રતના અતિક્રમ સિવાયના મૃષાવાદ વિરમણ વગેરે વ્રતનો અતિક્રમ, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારે છે અથવા દ્રવ્ય વગેરેના ભેદથી ચાર પ્રકારે થાય, ગાથામાં તુ શબ્દ સ્વગત અર્થાત્ પ્રત્યેકમાં અનેક ભેદને જણાવતાર છે. ઉત્તરોત્તરગુણતા વિષયવાળો અતિચાર અનેક પ્રકારે છે; કેમ કે પિંડવિશુદ્ધિ આદિ વિષયપણું છે અને તેમનું–પિંડવિશુદ્ધિ વગેરેનું અનેક રૂપપણું છે, દર્શન-જ્ઞાનમાં આઠ આઠ અતિચારના વિષયપણાથી આઠ આઠ સ્થાનો છે. ત્યાં=દર્શનના વિષયમાં, નિઃશંકિત વગેરે આઠ અતિચારનાં સ્થાનો છે અર્થાત્ નિઃશંકિત વગેરે સ્થાનોનું ઉલ્લંઘન કરવાથી અતિચારની પ્રાપ્તિ છે, જ્ઞાનના વિષયમાં કાલ-વિનય વગેરે આઠ સ્થાનો છે અને અહીં=પ્રસ્તુત ગાથામાં, ચારિત્રના અતિચારનું પૂર્વમાં કથન ચારિત્રની મોક્ષની અંગતા જણાવવા માટે છે અને આ સર્વ પણ અતિચાર=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ પણ અતિચાર, વિપરીત પ્રવૃત્તિ હોતે છતે સંભવે છે. આથી સમ્યક્ રીતે પ્રવર્તવું જોઈએ અને સમ્યગુ પ્રવૃત્તિને ઈચ્છતા સાધુએ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ, ઉદકજે કારણથી, જ્ઞાનશૂન્ય જીવની પ્રવૃત્તિ મોટા અર્થ માટે થાય છે. li૩૯૭ળા ભાવાર્થ -
ગાથા-૩૯૬માં ચારિત્રના અતિચારોના ભેદો બતાવ્યા. તેમાં મૂળગુણનાં છ સ્થાનો બતાવ્યાં. તેમાં પ્રથમ મહાવ્રતને આશ્રયીને અતિચારનાં નવ સ્થાનો બતાવ્યાં. હવે શેષ મહાવ્રતોના અર્થાત્ મૃષાવાદ
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૭
૨૫ વિરમણ વગેરે ચારના અને રાત્રિભોજનવિરમણ વ્રતના અતિચારો કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય અતિચારો થાય છે. જેમ કોઈ સાધુ મૃષાવાદાદિ દોષોના પરિવાર માટે શક્ય યતના કરતા હોય છતાં અનાભોગ કે સહસાત્કારથી ક્યારેક કોઈક અસત્ય વચનપ્રયોગ થાય અને તે સાધુ તરત જ તે ભાવથી નિવર્તન પામે તો જઘન્ય અતિચાર થાય, કોઈક વાર જાણવા છતાં સંયોગને અનુરૂપ મૃષા બોલે તો મધ્યમ અતિચાર થાય અને જો વ્રતની મર્યાદાનું સ્મરણ કર્યા વગર જે વખતે જે બોલવું ઉચિત જણાય તે બોલે તો ઉત્કૃષ્ટ અતિચાર થાય; કેમ કે મૃષાવાદ વિરમણ વ્રત પ્રત્યે નિરપેક્ષ ઇચ્છાનુસારે બોલે છે.
વળી મૃષાવાદ વિરમણ આદિ વ્રતોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને અતિચારો પ્રાપ્ત થાય અર્થાત્ જે દ્રવ્ય, ક્ષેત્રાદિ જે પ્રમાણે હોય તેનાથી વિપરીત કહે તો મૃષાવાદ થાય. વળી તેના અવાંતર ભેદો તરતમતાના યોગથી અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે સાધુને કર્મબંધ થાય છે.
આ રીતે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત એ મૂલગુણવિષયક અતિચારો કહ્યા પછી ઉત્તરગુણના અતિચારો અનેક પ્રાપ્ત થાય છે તે બતાવે છે; કેમ કે પિંડવિશુદ્ધિ વગેરે વિષયક જે અતિચારો છે તે ઉત્તરગુણવિષયક છે. આથી જે સાધુ ભિક્ષા, વસતિ કે ઉપકરણ વગેરે માટે ઉચિત ગવેષણા કરતા હોય, છતાં આય-વ્યયનો વિચાર કર્યા વગર અથવા આય-વ્યયનો પોતાની મતિ પ્રમાણે જેમતેમ વિચાર કરીને દોષિત ભિક્ષા વગેરે ગ્રહણ કરે તેમને ઉત્તરગુણવિષયક અતિચાર લાગે છે અને તે ઉત્તરગુણ અનેક હોવાથી અનેક પ્રકારના અતિચારો થાય છે. તેથી આહારાદિ ગવેષણામાં કે સમિતિગુપ્તિ વગેરેમાં જે કંઈ સ્કૂલના થાય તે ઉત્તરગુણના અતિચાર છે.
વળી ચારિત્રના અતિચારો કહ્યા પછી દર્શન-જ્ઞાનના અતિચારો કહે છે; કેમ કે ચારિત્રની મોક્ષની સાક્ષાત્ કારણતા છે તેથી મોક્ષના અર્થી સાધુ માટે તેના અતિચારનું જ્ઞાન અત્યંત આવશ્યક માટે પ્રથમ બતાવેલ છે, ત્યારપછી દર્શન-જ્ઞાનના આઠ આઠ અતિચારો બતાવે છે, તેથી જે સાધુ જિનવચન વિષયક નિઃશંકિત વગેરે ભાવો વૃદ્ધિ પામે તે પ્રકારે સર્વજ્ઞએ કહેલા પદાર્થોને સ્થિર સ્થિરતર કરે છે, તેઓ દર્શનાચારના આચારોને સેવનારા છે અને તેને સેવવામાં જે કંઈ પ્રમાદ કરે છે, તે દર્શનના અતિચારો છે. વળી સુસાધુ મોક્ષના અર્થી છે, તેથી જ્ઞાનના કાલ-વિનય વગેરે આઠ આચારપૂર્વક સૂત્ર-અર્થ ભણવા સતત યત્ન કરે છે, તેઓ જ્ઞાનાચારને સેવે છે અને જેઓ વિદ્યમાન શક્તિને કાલ-વિનયાદિ આચારોમાં ફોરવતા નથી, તેઓ જ્ઞાનના અતિચાર સેવે છે. આ રીતે ચારિત્રાચાર, જ્ઞાનાચાર કે દર્શનાચારની વિપરીત પ્રવૃત્તિ જે સાધુ કરે છે તેમને અતિચાર લાગે છે અને રત્નત્રયની સમ્યગુ પ્રવૃત્તિ ઇચ્છતા સાધુએ નવું નવું જ્ઞાન ભણવા યત્ન કરવો જોઈએ અર્થાતું માત્ર ગ્રંથવાંચનથી સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ સંસારના ઉચ્છેદને અનુકૂળ માર્ગાનુસારી સૂક્ષ્મ બોધ થાય તે રીતે ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ; કેમ કે જ્ઞાનશૂન્ય સાધુની પ્રવૃત્તિ મોટા અનર્થ માટે છે અર્થાત્ દુરંત સંસારની પ્રાપ્તિનું કારણ છે. II૩૯ળા
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮
અવતરણિકા :यत आह
અવતરણિકાર્ય :
જે કારણથી કહે છે=જ્ઞાનશૂન્ય સાધુની પ્રવૃત્તિ મોટા અનર્થ માટે છે એમ પૂર્વગાથાના અંતે કહ્યું, તે સ્પષ્ટ કરવા માટે જે કારણથી કહે છે –
ગાથા -
जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ ।
वट्टावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ।।३९८ ।। ગાથાર્થ :
અગીતાર્થ જે યતના કરે છે તપ-સંયમમાં યત્ન કરે છે અને જે અગીતાર્થનિશ્રિત યતના કરે છે અને ગચ્છને પ્રવર્તાવે છે, તે સાધુ અનંતસંસારી થાય છે. ll૧૯૮ll ટીકા :
यत् किमपि यतते स्वयं तपोऽनुष्ठानादौ यत्नं करोत्यगीतार्थोऽज्ञो यच्चागीतार्थनिश्रितो यतते, यश्चाज्ञनिश्रया तमेवाज्ञं गुरुत्वेन गृहीत्वेत्यर्थः, वर्त्तयति च गच्छं पालयति च गणं, चशब्दादजाननप्यभिमानेन ग्रन्थान् व्याचष्टे स तेन स्वयं यतनगच्छवर्त्तनग्रन्थव्याख्यानेनाऽनन्तसंसारो विद्यते यस्यासावनन्तसंसारिको भवति ।।३९८ ।। ટીકાર્ય :
ચ મિપિ .... ભવતિ | અગીતાર્થ અજ્ઞ સાધુ, સ્વયં જે કંઈ તપ-અનુષ્ઠાન વગેરેમાં થતા કરે છે અને અગીતાર્થનિશ્રિત યત્ન કરે છે=જે સાધુ અજ્ઞને ગુરુપણા વડે ગ્રહણ કરીને યત્ન કરે છે અને ગચ્છને પ્રવર્તાવે છે=ગણનું પાલન કરે છે, ૫ શબ્દથી નહિ જાણતો પણ અભિમાનથી ગ્રંથોને કહે છે=શાસ્ત્રના અર્થોને કહે છે, તે સાધુ તેના વડેઃસ્વયં યત્ન-ગચ્છનું ચલાવવું-ગ્રંથના કહેવા વડે, અનંતસંસારવાળો થાય છે અનંત સંસાર વિદ્યમાન છે જેને એવો અનંતસંસારી થાય છે. li૩૯૮ ભાવાર્થ :
ભગવાનના વચનમાં જેને સ્થિર શ્રદ્ધા છે તે મહાત્મા ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થ ગુરુના વચનથી તપ-સંયમમાં યત્ન કરે, પરંતુ જેમને તેવા ગુણવાન ગુરુની પ્રાપ્તિ હોવા છતાં સ્વમતિ
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૮, ૩૯૯-૪૦૦
૨૭ પ્રમાણે જિનવચનનું અવલંબન લઈને તપ-અનુષ્ઠાન કરવાની મનોવૃત્તિ છે, તેઓ તે તપ-અનુષ્ઠાન કરીને પણ સર્વજ્ઞના વચનને પરતંત્ર થવાની મતિવાળા નથી, એથી સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ તેમનામાં વર્તે છે અને મિથ્યાત્વકાળમાં અવશ્ય અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે, તેથી તે સાધુ તપ-સંયમનું અનુષ્ઠાન કરીને પણ ભગવાનના વચનથી વિપરીત સ્વરુચિને પુષ્ટ કરીને અનંત સંસારની પ્રાપ્તિ કરે છે.
વળી કોઈ સાધુ અજ્ઞ એવા અગીતાર્થને સ્વમતિથી ગીતાર્થરૂપે નિર્ણય કરીને ગુરુરૂપે સ્વીકારે છે, તેની નિશ્રામાં તેને પૂછીને સર્વ અનુષ્ઠાન કરે છે, તે પણ અનંતસંસારી છે; કેમ કે ભગવાનના વચનમાં તે મહાત્માને રુચિ નથી, સ્વરુચિ અનુસાર પોતાને જે યોગ્ય જણાય તેવા ગુરુને સ્વીકારીને તેની નિશ્રાથી સંયમ પાળવા યત્ન કરે છે. વસ્તુતઃ કલ્યાણના અર્થી સાધુએ સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણનારા આ સાધુ છે તેવો નિર્ણય કરીને, તેમના અનુશાસનથી સંયમયોગમાં યત્ન કરવો જોઈએ, પરંતુ જેમની તુચ્છ મતિ છે તેઓ તેવા અગીતાર્થની નિશ્રા કરીને સંસારસમુદ્રથી તરવા યત્ન કરે છે અને તેવા અગીતાર્થ સાધુના સર્વ વિપર્યાસથી તેઓ પણ તે પ્રકારે વિપર્યાસથી વાસિત બને છે. જેથી ભગવાનના વચનથી વિપરીત રુચિ સ્થિર સ્થિરતર થાય છે. તેથી સંયમનાં કષ્ટોને વેઠીને પણ અનંત સંસારને પ્રાપ્ત કરે છે.
વળી જેઓ પોતે શાસ્ત્રમાં નિપુણ થયા નથી તેથી માર્ગાનુસારી પ્રજ્ઞાથી ઉચિત પ્રવૃત્તિઓનો નિર્ણય કરવાનો બોધ પોતાનામાં નથી, છતાં ગચ્છનું પાલન કરે છે અને અનેક શિષ્યો કરીને તેમને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવું છું, એવું અભિમાન કરે છે, તેઓ સ્વ-પરનો વિનાશ કરનારા હોવાથી અનંતસંસારી છે. Il૩૯૮ અવતરણિકા :
अत्राह परःઅવતરણિતાર્થ :
અહીં પૂર્વની ગાથામાં કહ્યું કે અગીતાર્થ-અગીતાર્થને નિશ્રિત અને ગચ્છને પ્રવર્તાવનાર સાધુ અનંતસંસારી થાય છે. એ કથનમાં, પર=પૂર્વપક્ષી, પ્રશ્ન કરે છે –
| ગાથા :
कह उ जयंतो साहू, वट्टावेइ य जो उ गच्छं तु ।
संजमजुत्तो होउं, अणंतसंसारिओ भणिओ ?।।३९९ ।। ગાથાર્થ :
ચતમાન સાધુ છે અને જે વળી ગચ્છને ચલાવે છે, સંયમયુક્ત થઈને કેમ અનંતસંસારી કહેવાયો ? Il૩૯૯ll
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૯-૪૦૦
ટીકા -
कथं तु-कथमेव यतमानः साधुरनन्तसंसारिको भणितः इति सम्बन्धः, वर्त्तयति च यस्तु गच्छं, तुशब्दाद् ग्रन्थाँश्च व्याचक्षाणः संयमयुक्तो भूत्वा अनन्तसंसारिको भणित ? इति ।।३९९।। ટીકાર્ય :
શં તુ તિ . કેમ આ રીતે યતના કરતા સાધુ અનંતસંસારી કહેવાયા ? અને જે વળી ગચ્છને ચલાવે છે, તે શબ્દથી સંયમયુક્ત થઈને ગ્રંથોનું વ્યાખ્યાન કરે છે, તે સાધુ અનંતસંસારી કહેવાયો અર્થાત્ કઈ રીતે અનંતસંસારી કહેવાયો ? i૩૯૯ અવતરણિકા -
अत्रोत्तरम्અવતરણિકાર્ય :
આમાં ગાથા-૩૯૯માં કરેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ગાથા :
दव्वं खित्तं कालं भावं पुरिसपडिसेवणाओ य ।
न वि जाणइ अग्गीओ, उस्सग्गववाइयं चेव ।।४००।। ગાથાર્થ :
અગીતાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ અને પ્રતિસેવનાને જાણતો નથી અને ઉત્સર્ગઅપવાદિકને જાણતો નથી જ. II૪૦૦II ટીકા :
द्रव्यं क्षेत्रं कालं भावं पुरुषप्रतिसेवनाश्च नापि नैव जानात्यऽगीतार्थः, औत्सर्गापवादिकं चानुष्ठानमिति गम्यते, तत्रोत्सर्गेण निर्वृत्तमौत्सर्गिकं यनिर्विशेषणं क्रियते, अपवादेन निर्वृत्तमापवादिकं, यद् द्रव्यक्षेत्राद्यपेक्षमिति एवकारात् तद्गुणदोषांश्चागीतार्थो न जानात्यतो ज्ञानाभावाद् विपरीतं प्रवर्त्तते, तथा च कर्मबन्धस्ततोऽनन्तः संसार इति द्वारगाथा समासार्थः ।।४००।। ટીકાર્ય :
દ્રવ્ય .... સમાસ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ અને પ્રતિસેવના અગીતાર્થ જાણતો નથી અને ઓત્સર્ગ-અપવાદિક અનુષ્ઠાનને જાણતો નથી, ત્યાં=ઓત્સર્ગિક-અપવાદિક અનુષ્ઠાનના વિષયમાં, ઉત્સર્ગથી થયેલું ઓત્સર્ગિક છે. જે વિવિશેષણ કરાય છે, અપવાદથી થયેલું અપવાદિક છે, જે દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ કરાય છે. વિકારથી તેના ગુણ-દોષોને દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૯
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૩૯૯-૪૦૦, ૪૦૧ ગુણ-દોષોને અગીતાર્થ જાણતો નથી, આથી જ્ઞાનના અભાવને કારણે વિપરીત પ્રવર્તે છે અને તે રીતે કર્મબંધવાળો થાય છે. તેનાથી અનંત સંસાર છે, એ પ્રમાણે દ્વારગાથાનો સમાસાર્થ છે. ૪૦૦
ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે અગીતાર્થ, અગીતાર્થનિશ્ચિત સાધુ અને ગચ્છને ચલાવનાર અગીતાર્થ અનંતસંસારી થાય છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે સાધુ પોતાની બુદ્ધિ પ્રમાણે તપ-સંયમમાં યતમાન છે, તેને અનંતસંસારી કેમ કહ્યો ? અને જે સાધુ પોતાના બોધ પ્રમાણે ગચ્છને ચલાવે છે અને શાસ્ત્રના અર્થો શિષ્યોને સમજાવે છે અને પોતે સંયમની ક્રિયા કરે છે, છતાં તેને અનંતસંસારી કેમ કહ્યો ? અર્થાત્ જેટલા અંશમાં ઉચિત આરાધના કરે છે, તેટલા અંશમાં આરાધક કહેવો જોઈએ, પરંતુ અનંતસંસારી ન કહેવો જોઈએ. એ શંકામાં ઉત્તર આપે છે –
અગીતાર્થ સાધુ સંયમના પરિણામની વૃદ્ધિના અંગભૂત આ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ કઈ રીતે બનશે? અને કઈ રીતે નહિ બને તેના પરમાર્થને જાણતા નથી. વળી આ પુરુષ ઉત્સર્ગમાર્ગથી ગુણની વૃદ્ધિ કરી શકે તેમ છે અને આ પુરુષ અપવાદ સેવ્યા વગર ગુણવૃદ્ધિ કરી શકે તેમ નથી, તેને જાણી શકતા નથી. વળી કયાં દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં કયા પુરુષને આશ્રયીને કઈ પ્રતિસેવના ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ છે, કઈ પ્રતિસેવના ગુણસ્થાનકની હાનિનું કારણ છે, તેના પરમાર્થને જાણતા નથી, તેથી શાસ્ત્રવચનોનું સ્થૂલથી અવલંબન લઈને સ્વમતિ અનુસાર તેને યોજન કરીને હું શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરું છું, તેવું અભિમાન માત્ર ધારણ કરે છે, તે મહાત્માની તપ-સંયમની પ્રવૃત્તિથી પણ કર્મબંધની પ્રાપ્તિ થાય છે અને અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. માટે કલ્યાણના અર્થી સાધુએ ગીતાર્થ સાધુનો નિર્ણય કરીને તેની નિશ્રાથી હિત સાધવા યત્ન કરવો જોઈએ અને ગીતાર્થ થયા પૂર્વે ગચ્છને પ્રવર્તાવવો જોઈએ નહિ. ll૩૯૯-૪૦૦માં અવતરણિકા :
अधुनेमा प्रतिपदं व्याचष्टेઅવતરણિકા :હવે આને=૪૦૦મી ગાથાને, દરેક સ્થાન આશ્રયીને કહે છે –
ગાથા :
जट्ठियदव्व न याणइ, सच्चित्ताचित्तमीसियं चेव ।
कप्पाकप्पं च तहा, जोगं वा जस्स जं होइ ।।४०१।। ગાથાર્થ :
અગીતાર્થ સાધુ દ્રવ્યને જાણતા નથી - સચિત્ત-અચિત્ત-મિશ્રને, કલય-અકલય દ્રવ્યને અથવા જેને ગ્લાન વગેરેને, જે યોગ્ય છે તેને, જાણતા નથી. II૪૦૧il
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૧
ટીકા :
यथास्थितं द्रव्यमित्यनुस्वारलोपोऽत्र ‘णीयालोवमभूया य आणिया दो वि बिन्दुदुब्भाव' त्ति लक्षणात् द्रष्टव्यः, एवमुत्तरत्राऽपि योज्यं, न जानाति, कथं ? सचित्ताचित्तमिश्रकं चैव, सचेतनम् अचेतनम् उभयरूपं च, एवमनेकप्रकारेणानुस्वारलोपात् कल्प्याकल्प्यं च, तथोचितानुचितं च साधूनां यद् द्रव्यं तन्न जानाति, योग्यं वा प्रायोग्यं यस्य ग्लानादेर्यद् भवति तन जानातीति T૪૦થા ટીકાર્ય :
યથાસ્થિત .... નાનાતીતિ | યથાસ્થિત દ્રવ્યને જાણતા નથી, ગાથામાં દ્રવ્ય શબ્દમાં અનુસ્વારનો લોપ થયો છે; કેમ કે “લોપને લઈ જવાયા અને નહિ છતા લવાયા બ રીતે પણ બિંદુનો દ્વિભવ છે” એ પ્રકારના લક્ષણથી દ્રવ્ય ઉપર અનુસ્વારનો લોપ છે, એ રીતે ઉત્તરમાં પણ જોડવું=ગાથા૪૦૨માં પણ ક્ષેત્ર શબ્દમાં અનુસ્વારનો લોપ જાણવો. અગીતાર્થ દ્રવ્યને કઈ રીતે જાણતા નથી? એથી કહે છે – સચિત્ત-અચિત્ત-મિશ્રકને જાણતા નથી આ દ્રવ્ય સચેતન-અચેતન કે ઉભયરૂપ છે એને જાણતા નથી, આ રીતે અનેક પ્રકારે અનુસ્વારનો લોપ થતો હોવાથી ગાથામાં સચિત અને અચિત શબ્દ ઉપર પણ અનુસ્વાર જાણવો અને કચ્છ-અકથ્યને, તે પ્રકારે જે સાધુઓને ઉચિત-અનુચિત દ્રવ્ય તેને જાણતા નથી અથવા યોગ્યને જે ગ્લાન વગેરેને જે પ્રાયોગ્ય છે તેને, જાણતા નથી. li૪૦૧ના ભાવાર્થ :અગીતાર્થ સાધુ દ્રવ્યને આશ્રયીને શું જાણતા નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમજીવનની આચરણાઓની સર્વ મર્યાદાને યથાર્થ જાણીને નિપુણ બને છે, તે સાધુ ભિક્ષા વગેરે ગ્રહણ કરે ત્યારે કઈ વસ્તુ સચિત્ત છે, કઈ વસ્તુ અચિત્ત છે અને કઈ વસ્તુ મિશ્ર છે ? તેનો યથાર્થ બોધ કરે છે. વળી માર્ગમાં કઈ માટી સચિત્ત છે, ઇત્યાદિ શાસ્ત્રથી જાણીને સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ કરે છે, જેથી દ્રવ્યને આશ્રયીને સર્વત્ર જીવરક્ષાને અનુકૂળ યત્ન કરી શકે. પરંતુ જે સાધુ તે રીતે શાસ્ત્ર ભણીને નિપુણ થયા નથી, તેઓ સ્કૂલ વ્યવહારથી આ સચિત્ત છે, અચિત્ત છે ઇત્યાદિ બોલે છે, પરંતુ પરમાર્થથી શાસ્ત્રના બોધવાળા નથી, તેથી સચિત્ત-અચિત્ત-મિશ્રને યથાર્થ જાણી શકતા નથી.
વળી સાધુને સંયમની વૃદ્ધિ માટે કઈ વસ્તુ કથ્ય છે, કઈ વસ્તુ અકથ્ય છે તે રૂપ દ્રવ્યને જાણતા નથી, આથી પોતાને જેમ અનુકૂળ જણાય તેમ તે તે વસ્તુને ગ્રહણ કરે છે અને સંયમવૃદ્ધિનું પ્રયોજન નથી, તેવી પણ વસ્તુને મધ્ય માનીને ગ્રહણ કરે છે અર્થાત્ આ નિર્દોષ છે, ગૃહસ્થ આપે છે, માટે ગ્રહણ કરાય તેમ માને છે. વસ્તુતઃ નિર્દોષ વસ્ત્ર, પાત્ર, ભિક્ષા અને વસતિ પણ સંયમવૃદ્ધિના ઉપાયરૂપે
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૧-૪૦૨
૩૧
ઉપયોગી ન હોય તો સાધુ માટે તે અકથ્ય છે. તેથી શાસ્ત્ર ભણીને જે તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાને પામ્યા નથી અને વિવક્ષિત વસતિ આદિ સંયમની વૃદ્ધિનું કારણ નથી કે છે તેનો વિભાગ જાણતા નથી, તે દ્રવ્યને આશ્રયીને અજ્ઞ છે, માટે અગીતાર્થ છે.
વળી કોઈ ગ્લાન સાધુ હોય, શૈક્ષ હોય, આચાર્ય હોય તો કઈ વસ્તુ તેમને સંયમની ઉપષ્ટભક બનશે અથવા ઉપષ્ટભક નહીં બને, તેનો વિભાગ કરી શકતા નથી. તેઓ યથાસ્થિત દ્રવ્યને જાણતા નથી. I૪૦૧ાા
ગાથા :
जट्ठियखित्त न याणइ, अद्धाणे जणवए य जं भणियं ।
कालं पि य नवि जाणइ, सुभिक्खदुब्भिक्ख जं कप्पं ।।४०२।। ગાથાર્થ:
યથાસ્થિત ક્ષેત્રને જાણતા નથી – માર્ગમાં અને જનપદમાં જે કહેવાયું છે કર્તવ્યપણાથી જે કહેવાયું છે તેને જાણતા નથી, કાલને પણ જાણતા નથી – સુભિક્ષ અને દુભિક્ષમાં જે કથ્ય છે તેને જાણતા નથી. II૪૦શા ટીકા :
यथास्थितं क्षेत्रं न जानाति, अध्वनि मार्गे, जनपदे च जनाकुले देशे यद् भणितं कर्त्तव्यतया जिनागमे तन जानाति कालमपि च नापि जानाति । कथमित्याह-'सुभिक्खदुब्भिक्ख जं कप्पंत्ति सुभिक्षे यत् कल्प्यं योग्यं दुर्भिक्षे च तन जानातीति ॥४०२।। ટીકાર્ય :
યથાસ્થિત ક્ષેત્રે .. નાનાતીતિ | યથાસ્થિત ક્ષેત્રને જાણતા નથી=અગીતાર્થ સાધુ જાણતા નથી, માર્ગમાં, જનપદમાં=લોકોથી ભરેલા દેશમાં, જિતાગમમાં જે કર્તવ્યપણાથી કહેવાયું છે, તેને જાણતા નથી, કાળને પણ જાણતા નથી જ, કેમ કાળને જાણતા નથી ? એથી કહે છે – સુકાળ અને દુકાળમાં જે કથ્ય છે યોગ્ય છે તેને જાણતા નથી. II૪૦૨ાા ભાવાર્થ :
ગીતાર્થ સાધુ કયા ક્ષેત્રમાં શું કરવું જોઈએ ? તેનો યથાર્થ નિર્ણય કરવા સમર્થ હોય છે, પરંતુ જેઓ શાસ્ત્ર ભણ્યા હોય છતાં પોતાના સંયમની વૃદ્ધિ માટે ક્ષેત્રને આશ્રયીને શું ઉચિત કર્તવ્ય છે અને સુભિક્ષદુર્મિક્ષ કાળને આશ્રયીને શું કર્તવ્ય છે, જનાકુળ દેશમાં શાસ્ત્રમાં કર્તવ્યપણાથી શું કહ્યું છે ? તેને યથાર્થ જાણતા નથી, તેઓ અગીતાર્થ છે. તેમને સુભિક્ષમાં નિર્દોષ લાવવું જોઈએ અને દુર્મિક્ષમાં દોષિત ગ્રહણ કરાય તેવો પૂલ બોધમાત્ર છે, પરંતુ સંયમવૃદ્ધિને અનુકૂળ કથ્ય અને અકલ્પનો નિર્ણય કરવા માટે સૂક્ષ્મ બોધ નથી, તેઓ અગીતાર્થ છે. II૪૦શા
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૩
भावे हट्ठगिलाणं, न वि जाणइ गाढाऽगाढकप्पं च । सहुअसहुपुरिसं तु, वत्थुमवत्थं च न वि जाइ ।।४०३ ।।
ગાથાર્થ :
ભાવમાં નીરોગીને, રોગીને જાણતો નથી, ગાઢ કલ્પ્સને-અગાઢ કલ્ટને, સહિષ્ણુ પુરુષનેઅસહિષ્ણુ પુરુષને અને વસ્તુને-અવસ્તુને જાણતો નથી=અગીતાર્થ જાણતો નથી. II૪૦૩II
ટીકા ઃ
भावे विचार्ये, हृष्टं नीरोगं, ग्लानं रोगाक्रान्तं, नापि जानाति गाढागाढकल्पं च गाढे महति प्रयोजने, अगाढे च सामान्ये यदुचितं तन्न जानाति, पुरुषद्वारमाह - 'सहुअसहुपुरिसं तु वत्थुमवत्युं च न वि जाणइति सहिष्णुं निष्ठुरशरीरम्, असहिष्णुं सुकुमारदेहं, तुशब्दात् परिकर्मितम् अपरिकर्मितं ચ, વસ્તુ આચાર્યાવિદ્ અવસ્તુ સામાન્યરૂપ, મારોડનાક્ષળિ:, નાપિ ખાનાતીતિ ।।૪૦।। ટીકાર્ય ઃ
=
भावे નાનાતીતિ।। ભાવમાં=વિચારણીયમાં, હૃષ્ટ=રોગ વગરનાને, ગ્લાનને=રોગવાળાને, જાણતો નથી, ગાઢ-અગાઢ કલ્પને અર્થાત્ ગાઢમાં=મોટા પ્રયોજનમાં અને અગાઢમાં=સામાન્યમાં, જે ઉચિત છે તેને જાણતો નથી, પુરુષદ્વારને કહે છે – સહિષ્ણુને=તિષ્ઠુર શરીરવાળાને, અસહિષ્ણુને= કોમળ શરીરવાળાને, તુ શબ્દથી પરિકર્મિત પુરુષને-અપરિકર્મિત પુરુષને, વસ્તુ=આચાર્ય વગેરેને, વસ્તુ=સામાન્ય રૂપવાળા સાધુને અગીતાર્થ જાણતો નથી, મકાર=વઘુમવત્યુંમાં રહેલો મકાર અલાક્ષણિક છે. ૪૦૩||
ભાવાર્થ :
ગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયક અને પુરુષ વિષયક સુજ્ઞાનવાળા હોય છે, તેથી તેને આશ્રયીને સંયમવૃદ્ધિની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, પરંતુ અગીતાર્થ સાધુ ભાવને આશ્રયીને આ નીરોગી છે કે રોગી છે, તેમ સામાન્યથી જાણે તોપણ નીરોગીને સંયમવૃદ્ધિ માટે કયો આહાર ઉચિત છે, કઈ પ્રવૃત્તિ ઉચિત છે અને ગ્લાનને આશ્રયીને કયો આહાર ઉચિત છે, કઈ પ્રવૃત્તિ ઉચિત છે તેનો વિભાગ કરીને તેમને સંયમયોગમાં પ્રવર્તાવવાનું જાણતા નથી, તેમનું અધિક હિત થાય તે પ્રકારે સંયમયોગમાં પ્રવર્તાવવાનો ઉપાય જાણતા નથી.
વળી ગાઢ પ્રયોજનમાં સાધુએ કયા ઉત્સર્ગ-અપવાદનું આલંબન લેવું જોઈએ, સામાન્ય અગાઢ પ્રયોજનમાં શું ઉચિત કરવું જોઈએ ? તેનો નિર્ણય કરી શકતા નથી, તે અગીતાર્થ છે. જેમ કાલિકાચાર્યએ સાધ્વીના સંયમરક્ષણ માટે ગાઢ પ્રયોજન હોતે છતે યુદ્ધ માટે પણ ભૂમિકા નિર્માણ કરી. વળી સામાન્ય
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૩-૪૦૪
33 પ્રયોજન હોતે છતે સમર્થ સાધુએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેનો નિર્ણય ન કરી શકે તે અગીતાર્થ સાધુ છે.
વળી આ પુરુષ મજબૂત શરીરવાળો છે, આ સુકુમાર છે, તેમ સામાન્યથી જાણવા છતાં મજબૂત શરીરવાળાએ સંયમની કઈ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, કેવા પ્રકારનો નિર્દોષ આહાર ગ્રહણ કરવો જોઈએ, સુકુમાર શરીરવાળાએ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય અને કેવા પ્રકારના આહાર વગેરે તેમને આપવા જોઈએ ઇત્યાદિ સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ જે સાધુને નથી, તે અગીતાર્થ છે. વળી આચાર્ય વગેરે વસ્તુ છે, આ સામાન્ય સાધુ છે, તેથી આચાર્યની ગચ્છની ધુરા વહન કરવાની શક્તિ અખ્ખલિત રહે તે માટે શું કરવું ઉચિત છે અને સામાન્ય સાધુને આશ્રયીને સંયમની વૃદ્ધિ માટે શું કરવું ઉચિત છે, તેનો વિભાગ જે ન કરી શકે તે અગીતાર્થ સાધુ છે. II૪૦૩
ગાથા :
पडिसेवणा चउद्धा, आउट्टिपमायदप्पकप्पे य । न वि जाणइ अग्गीओ, पच्छित्तं चेव जं तत्थ ।।४०४।।
ગાથાર્થ :
પ્રતિસેવના ચાર પ્રકારે છે – આકુટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પ હોતે છતે અગીતાર્થ જાણતા નથી અને ત્યાં આકુટ્ટી વગેરે પ્રતિસેવનામાં, જે પ્રાયશ્ચિત તેને જાણતા નથી. II૪૦૪ ટીકા :
प्रतिसेवना निषिद्धाचरणा चतुर्द्धा चतुर्भेदा भवति । कथमित्याह-'आउट्टिपमायदप्पकप्पे'त्ति एषां च स्वरूपमिदमुक्तं
आउट्टिया उविच्चा, दप्पो पुण होइ वग्गणाईओ । कंदप्पाइ पमाओ कप्पो पुण कारणे करणं ।।
तश्च आकुट्टिका च प्रमादश्च दर्पश्च कल्पश्चेति समाहारद्वन्द्वस्तस्मिन् सति, चशब्दः स्वगतानेकभेदसूचकस्तां चैवम्भूतां प्रतिसेवनां नाऽपि जानात्यगीतोऽगीतार्थः, प्रायश्चित्तमालोचनादि, चैवशब्दात् तत्सेवकभावोपक्रमणं च यत् तत्र तत्र जानाति, बहुशो न जानातीति वचनमागमं विना न किञ्चित् ज्ञायते, स्वबुद्धिकल्पितस्य व्यभिचारितया महामोहरूपत्वादिति ज्ञापनार्थम् ।।४०४।। ટીકાર્ચ -
પ્રતિસેવના ...... જ્ઞાપનાર્થમ્ II પ્રતિસેવતા=નિષિદ્ધ આચરણા, ચાર પ્રકારની છે–ચાર ભેદવાળી છે, કઈ રીતે ચાર ભેજવાળી છે ? એથી કહે છે – આકુટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પ અને આ પ્રતિસેવનાઓનું સ્વરૂપ આ કહેવાયું છે –
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૦૪
આકુટ્ટિકા, ઉપેત્ય, દર્પ વળી વલ્ગનાદિ છે, કંદર્પાદિ પ્રમાદ છે, કલ્પ વળી કારણમાં કરવું છે.
અને ત્યારપછી=આકુટ્ટી આદિનો અર્થ કર્યા પછી આકુટ્ટિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એ પ્રકારે સમાહાર દ્વન્દ્ર છે, તેમાં ર શબ્દ આકુટ્ટી આદિ દરેકના અંતર્ગત અનેક ભેદને સૂચવનારો છે. તે આવા પ્રકારની પ્રતિસેવતાને અગીત=અગીતાર્થ જાણતા નથી, ત્યાં આકુટ્ટી વગેરે પ્રતિસેવામાં આલોચના વગેરે પ્રાયશ્ચિત્તને, રેવ શબ્દથી તેના સેવકના ભાવનું ઉપક્રમણ છે=આબુટ્ટી વગેરે સેવનારા પુરુષના પરિણામનું ઉપક્રમણ છે, તેને જાણતા નથી, ઘણીવાર નાનાતિ એ પ્રમાણે કરાયેલો વચનપ્રયોગ આગમ વગર કંઈ જણાતું નથી, પોતાની બુદ્ધિથી કલ્પના કરાયેલા વ્યભિચારીપણું હોવાથી મહામોહરૂપપણું છે, એ પ્રમાણે જણાવવા માટે છે. ૪૦ના ભાવાર્થ :
કોઈ સાધુ શાસ્ત્ર ભણીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષને આશ્રયીને નિપુણ ન થયા હોય તો તેને આશ્રયીને તે અગીતાર્થ છે. વળી કોઈ મહાત્મા તે દ્રવ્યાદિ સર્વ વિષયમાં ઉચિત નિર્ણય કરી શકે તેમ છે, આમ છતાં આકટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પને આશ્રયીને સંયમની વિરુદ્ધ આચરણા થાય છે, તેના અવાંતર ભેદોને આશ્રયીને અનેક પ્રકારે વિરુદ્ધ આચરણા થાય છે, તે પ્રતિસેવના કોઈ મહાત્માએ સેવી હોય તે લિંગો દ્વારા કે ઉચિત પૃચ્છા દ્વારા જાણી શકાય, તે વિરુદ્ધ આચરણા, આકુટ્ટી વગેરે ક્યા ભેદોમાં અવતાર પામે છે, તે અવાંતર ભેદોમાંથી કરાયેલી પ્રતિસેવનાને આશ્રયીને કયા જીવને કર્યું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ, જેથી તેના પાપની શુદ્ધિ થાય, તેનો સૂક્ષ્મબોધ નથી તે અગીતાર્થ છે. આથી ટીકામાં કહ્યું કે “નથી જાણતા” એનો અર્થ આગમ વચન વગર કંઈ નિર્ણય થતો નથી, માટે જે સાધુ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં કે આકુટ્ટી વગેરે પ્રતિસેવનામાં પોતાની બુદ્ધિના વિકલ્પથી નિર્ણય કરે છે, તે નિર્ણય વ્યભિચારી હોવાને કારણે મહામોહ સ્વરૂપ છે, તેથી જે સાધુ તેનો નિર્ણય કરવા સમર્થ નથી, છતાં પ્રાયશ્ચિત્ત આપે છે અને ગચ્છને ચલાવે છે, તેઓ ગાથા-૩૯૮માં બતાવ્યા પ્રમાણે અનંતસંસારી છે; કેમ કે પ્રાયશ્ચિત્ત આપીને તેમને મિથ્યા આશ્વાસન ઉત્પન્ન કરે છે કે અમે શુદ્ધ થયા છીએ અને સ્વમતિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપવાની ક્રિયા કરીને પોતાની અલ્પમતિમાં અધિકતાની બુદ્ધિ કરે છે, ભગવાનના વચનના પરમાર્થને જાણવામાં ઉપેક્ષા કરે છે, આ રીતે પોતાની મતિ પ્રમાણે નિર્ણય કરીને અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવાની-કરાવવાની વૃત્તિ મહામોહથી ઉત્પન્ન થયેલી જીવની પરિણતિરૂપ હોવાથી દુરંત સંસારના પરિભ્રમણનું બળવાન કારણ છે.
અહીં આકુટ્ટી આદિ ચાર ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે કૃત્ય શાસ્ત્રમર્યાદાથી વિરુદ્ધ છે, તેમ બોધ હોવા છતાં પ્રબળ ઇચ્છાથી તે ત્ય થાય છે, તે આકુટ્ટી પ્રતિસેવના છે. જેમ અઈમુત્તા મુનિને બાળ અવસ્થાને કારણે પાણીમાં નાવની જેમ પાત્ર ચલાવવાની પ્રબળ ઇચ્છા થઈ, પોતે જાણે છે કે મારાથી આ કૃત્ય થાય નહિ, છતાં તે કૃત્ય કર્યું, તે આકુટ્ટી હોવાથી ઉપેયકરણરૂપ છે, દર્પ વળી વલ્સન આદિ છે અર્થાત્ સંયમની તે તે ક્રિયા કરે છે, પરંતુ અન્ય અન્ય કૃત્ય કરવાના રાગને કારણે ત્વરાથી કરે છે, તે દર્પ પ્રતિસેવના છે. વળી સાધુ આહાર સંયમવૃદ્ધિના કારણરૂપે વાપરે છે, તેથી આહાર વાપરતી
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૪, ૪૦૫ થી ૪૦૮
૩૫
વખતે પણ સંયમને અભિમુખ સંવરભાવવાળું ચિત્ત હોય છે. જેથી ઇન્દ્રિયને અનુકૂળ ભાવો પ્રત્યે રાગ કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે દ્વેષ થતો નથી, છતાં તેવા દૃઢ ઉપયોગના અભાવને કારણે અનુકૂળમાં અલ્પ રાગ થાય અને પ્રતિકૂળમાં અલ્પ દ્વેષ થાય તો દર્પ પ્રતિસેવના છે. તેથી જાણીને વિપરીત આચરણારૂપ આકુટ્ટી કરતાં દર્પનો ભેદ પડે છે.
કંદર્પાદિ પ્રમાદ છે=પડિલેહણ વગેરે ક્રિયા કરતી વખતે વિધિમાં ઉપયોગ રાખ્યા વગર જેમ તેમ કરે તે કાંદર્ષિક ક્રિયા છે, તે પ્રમાદ છે, તેથી સંયમના પરિણામની વૃદ્ધિને અનુરૂપ ઉપયોગપૂર્વક જે ક્રિયા ન કરાય તે પ્રમાદ સ્વરૂપ છે અને ઉત્સર્ગથી સંયમનું કારણ સંભવે નહિ, ત્યારે શમભાવની વૃદ્ધિના પરિણામરૂપ સંયમ માટે બાહ્ય અપવાદિક વિપરીત આચરણા કલ્પ છે. તેથી કલ્પિકા પ્રતિસેવના ગુણવૃદ્ધિનું જ કારણ છે, તેના ભેદોને જે સાધુ જાણતા નથી અને પ્રાયશ્ચિત્ત આપે છે, તે અગીતાર્થ છે. II૪૦૪
અવતરણિકા :
अत्रैव दृष्टान्तमाह
અવતરણિકાર્ય :
આમાં જ=અગીતાર્થ સાધુ દ્રવ્યાદિને જાણતા નથી એમ સ્થાપન કર્યું એમાં જ, દૃષ્ટાંતને કહે
ગાથા =
जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणट्ठस्स सत्थस्स ।।४०५ ।।
ગાથાર્થઃ
જેમ કોઈ આંખ વગરનો માર્ગને નહિ જાણનારો પુરુષ ભયંકર અટવીમાં માર્ગથી નાશ પામેલા સાર્થને માર્ગ બતાવવા ઈચ્છે એમ આગળની ગાથા સાથે સંબંધ છે. II૪૦૫ણા
ટીકાઃ
यथा नाम कश्चित् पुरुषो नयनविहीनोऽन्धः, अदेशकुशलश्चामार्गज्ञो भीमकान्ताराटव्यां | भीषणदुर्गारण्ये, गाथायां भीमशब्दस्य परनिपातः प्राकृतत्वात्, मार्गात् प्रणष्टो विमूढ मार्गप्रणष्टस्तस्य સાર્થક્ષ્ય ।।૪૦||
ટીકાર્ય :
યથા નામ ..... સાર્થસ્થ ।। જે પ્રમાણે આંખ વગરનો કોઈ પુરુષ=અંધ અને અદેશકુશલ=અમાર્ગજ્ઞ, ભયંકર અટવીમાં=ભીષણ દુર્ગ એવા અરણ્યમાં, માર્ગથી પ્રષ્ટ=માર્ગથી વિમૂઢ, માર્ગપ્રનષ્ટ એવા
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮ સાર્થને માર્ગ બતાવવા ઈચ્છે એમ આગળની ગાથા સાથે સંબંધ છે, ગાથામાં પ્રાકૃતપણું હોવાથી ભીમ શબ્દનો પાછળ નિપાત છે. ll૪૦પા અવતરણિકા :
किमित्याहઅવતરણિકાર્ય :શું ?=તેવો પુરુષ માર્ગભ્રષ્ટ સાર્થને શું ? એથી કહે છે –
ગાથા -
इच्छइ य देसियत्तं, किं सो उ समत्थो देसियत्तस्स ?।
दुग्गाइ अयाणंतो, नयणविहूणो कहं देसे ?।।४०६।। ગાથાર્થ :
દેશકત્વને ઈચ્છે છે, શું તે વળી દેખાડવા માટે સમર્થ છે? દુર્ગ વગેરેને નહિ જાણતો આંખ વગરનો તે કેવી રીતે બતાવે? Il૪૦૬ ટીકા :
इच्छति च देशकत्वं मार्गदर्शित्वं कर्तुमिति शेषः, किं स तु समर्थो देशकत्वस्य विधानं नैवे. त्यर्थः । तथाहि दुर्गादि विषमान्तादि, अजानन्नयनविहीनः कथं दर्शयेद् ? अत्यन्तासम्भव एवास्येत्याकूतम् ।।४०६॥ ટીકાર્ય :
રૂતિ ૨. વાસ્થત્યાતમ્ II દેશકત્વ=માર્ગદર્દીપણું કરવા માટે, ઇચ્છે છે, શું તે દેશકત્વને કરવામાં સમર્થ છે ? નથી જ, એ પ્રમાણે અર્થ છે, તે આ પ્રમાણે – દુર્ગ વગેરેને=વિષમ અંત અર્થાત્ છેડાનો ભાગ વગેરેને, નહિ જાણતો ચક્ષ વગરનો એવો તે કઈ રીતે બતાવે ? આને=ચક્ષ વગરનાને, અત્યંત અસંભવ છે, એ પ્રકારનો આશય છે. II૪૦૬il. અવતરણિકા - दान्तिकमाहઅવતરણિકાર્ચ -
દાર્શનિકને કહે છે=ગાથા-૪૦૫-૪૦૬થી અંધ પુરુષ માર્ગ બતાવી શકે નહિ, એ દાંત બતાવ્યું. હવે અગીતાર્થરૂપ દાર્શનિકમાં તેનું યોજન કરે છે –
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૦૫ થી ૪૦૮
ગાથા :
एवमगीयत्थो वि हु, जिणवयणपईवचक्खुपरिहीणो ।
दव्वाइ अयाणंतो, उस्सग्गववाइयं चेव ।।४०७।। ગાથાર્થ :
એ રીતે=દષ્ટાંતમાં બતાવ્યું એ રીતે, જિનવચન પ્રદીપરૂપ ચક્ષ વગરનો અગીતાર્થ પણ દ્રવ્ય વગેરેને અને ઉત્સર્ગ-અપવાદિકને નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ આગળની ગાથા સાથે સંબંધ છે. ll૪૦૭ી. ટીકા :
एवमित्युक्तेन प्रकारेणागीतार्थोऽपि, हुरलङ्कारे, जिनवचनमेवाशेषभुवनभवनोद्भासकत्वात् प्रदीपः, अत एव प्राणिनां चक्षुरिव चक्षुस्तत्त्वरूपावबोधहेतुत्वात्, तेन परिहीनो जिनवचनप्रदीपचक्षुःपरिहीन इत्यनेनान्धतां लक्षयति, द्रव्यादि आदिशब्दात् क्षेत्रादिपरिग्रहः, अजाननौत्सर्गापवादिकं चैवानुष्ठानं पूर्वोक्तस्वरूपमित्यनेनामार्गज्ञतां दर्शयति ।।४०७।। ટીકાર્ચ -
વનિત્યુન ....... રવિ . આ રીતેaઉક્ત પ્રકારથી ગાથા-૪૦૫-૪૦૬માં દષ્ટાંત બતાવ્યું એ પ્રકારથી, અગીતાર્થ પણ, કેવો અગીતાર્થ તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જિતવચન જ સમગ્ર વિશ્વના પદાર્થોનું પ્રકાશકપણું હોવાથી પ્રદીપ છે. આથી જ પ્રાણીઓને ચક્ષની જેમ તસ્વરૂપ અવબોધનું હેતુપણું હોવાથી ચહ્યુ છે=જિનવચન એ ચક્ષુ છે, તેનાથી રહિત=જિનવચન પ્રદીપરૂપ ચાથી રહિત જિતવચનપ્રદીપ ચક્ષપરિહણ છે, આના દ્વારા અગીતાર્થના જિતવચન પ્રદીપચક્ષપરિહાણ વિશેષણ દ્વારા, અંધતાને બતાવે છે, દ્રવ્યાદિને, આદિ શબ્દથી ક્ષેત્રાદિનું ગ્રહણ છે તેને નહિ જાણતો અને પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા ઓત્સર્ગિક-અપવાદિક અનુષ્ઠાનને નહિ જાણતો અગીતાર્થ કેવી રીતે યત્ન કરે ? એમ આગળની ગાથા સાથે સંબંધ છે. આના દ્વારા દ્રવ્યાદિને જાણતો નથી એ કથન દ્વારા, અમાર્ગજ્ઞતાને બતાવે છે. II૪૦ાા અવતારણિકા -
एवं च सतिઅવતરણિકાર્ય :અને આમ હોતે છતે અગીતાર્થ ચક્ષરહિત અને અમાર્ગજ્ઞ છે એમ હોતે છતે, શું ? એથી કહે
છે
–
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮
ગાથા :
कह सो जयउ अगीओ ? कह वा कुणइ अगीयनिस्साए ?।
कह वा करेउ गच्छं ? सबालवुड्डाउलं सो उ ।।४०८।। ગાથાર્થ :
અગીતાર્થ કેવી રીતે યત્ન કરે ? અથવા અગીતાર્થની નિશ્રાથી સાધુ કેવી રીતે હિત કરે? અથવા બાલ-વૃદ્ધોથી સહિત એવા ગચ્છને કેવી રીતે ચલાવે? Il૪૦૮II ટીકા :
कथमसौ यततामगीतोऽगीतार्थः ?, कथं वा करोतु हितमिति शेषः, गीतं गणधरैः शब्दितं श्रुतं तन्त्र विद्यते यस्यासावगीतः, तस्य निश्रा आश्रयणमगीतनिश्रा तया, कथं वा करोतु गच्छं ?, सह बालवृद्धवर्त्तत इति सबालवृद्धः, स चासावाकुलश्च स तथा, प्राघूर्णकाद्याकीर्णत्वात् तं, सोऽगीतार्थस्तनिश्रितो वा उपायाभावात्, तुशब्दाद् विपर्ययप्रवृत्तेश्चानर्थं कुर्यादिति ॥४०८।। ટીકાર્ચ -
થના ... ફિરિ II કેવી રીતે આ અગીતાર્થ યત્ન કરે ? અથવા કેવી રીતે હિતને કરે?. ગીત=ગણધરો વડે કહેવાયેલું શ્રુત, તે વિદ્યમાન નથી જેને તે અગીત છે, તેની નિશ્રા=આશ્રયણ, અગીતનિશ્રા તેનાથી સાધુ કેવી રીતે હિતને કરે ? અર્થાત્ કરે નહિ અથવા કેવી રીતે ગચ્છને કરે ?–અગીતાર્થ સાધુ કેવી રીતે ગચ્છને કરે ? કેવા ગચ્છને ? તેથી કહે છે –
બાલ-વૃદ્ધોથી સહિત છે એ સબાલવૃદ્ધ અને તે=બાલવૃદ્ધથી સહિત ગચ્છ આકુલ છે તે તેવો છે=સબાલવૃદ્ધકુલ છે; કેમ કે પ્રાપૂર્ણક આદિથી અર્થાત્ મહેમાન સાધુ વગેરેથી આકીર્ણપણું છે, તેવા ગચ્છને તે અગીતાર્થ, કેવી રીતે કરે ? અર્થાત્ અગીતાર્થ અથવા તેની નિશ્રામાં રહેલો સાધુ ઉપાયનો અભાવ હોવાથી ગચ્છના હિતને કરે નહિ, તુ શબ્દથી વિપરીત પ્રવૃત્તિ હોવાથી અનર્થને કરે. II૪૦૮
ભાવાર્થ :
અગીતાર્થ સાધુ કે અગીતાર્થનિશ્રિત સાધુ બાલ સહિત વૃદ્ધથી યુક્ત એવા ગચ્છનું હિત કરી શકે નહિ, પોતાનું પણ હિત કરી શકે નહિ, તે દૃષ્ટાંતથી બતાવવા માટે કહે છે –
જેમ કોઈ પુરુષ ચક્ષુ રહિત હોય અને માર્ગનો જાણનાર ન હોય તે જંગલમાં ભૂલા પડેલા=માર્ગથી ભ્રષ્ટ થયેલા સાર્થને માર્ગ બતાવવા ઇચ્છે તોપણ અંધ હોવાથી માર્ગ બતાવવા સમર્થ થાય નહિ; કેમ
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮, ૪૦૯-૪૧૦
૩૯
કે દુર્ગ વગેરે માર્ગની વિષમતાને જાણતો નથી, તેમ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા જીવો મોક્ષમાર્ગમાં જવા ઇચ્છતા હોય તો અગીતાર્થ સાધુ માર્ગ બતાવી શકે નહિ; કેમ કે અગીતાર્થ સાધુ જિનવચનપ્રદીપ ચક્ષુથી રહિત છે અર્થાત્ ભગવાનનું વચન જ અતીન્દ્રિય અર્થનું યથાર્થ પ્રકાશન કરે છે અને જેને ભગવાનનું વચન ઉચિત રીતે સર્વત્ર જોડવાનું સામર્થ્ય નથી, આથી દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને ઉત્સર્ગ-અપવાદને સમ્યગુ યોજન કરવા સમર્થ નથી. તેથી સ્વયં માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી, તેથી અંધ પુરુષની જેમ જિનવચનપ્રદીપ ચક્ષુ રહિત છે, આથી અગીતાર્થ સાધુને જિનપ્રવચનનું દરેક અનુષ્ઠાન કઈ રીતે જીવને પોતાની ભૂમિકા અનુસાર વીતરાગભાવને અભિમુખ કરીને સંસારસાગરથી વિસ્તારનું કારણ છે તેનો પારમાર્થિક બોધ નથી. માત્ર જેમતેમ ક્રિયા કરીને અમે સંસારસાગરથી તરીએ છીએ, તેવા ભ્રમવાળા છે. ઉત્સર્ગ અને અપવાદથી મોહનો નાશ કઈ રીતે થાય ? તેનો નિર્ણય થયા વગર પ્રવૃત્તિ કરનારા છે, તેવા અગીતાર્થ સાધુ કેવી રીતે મોક્ષમાર્ગમાં યત્ન કરે અને તેને આશ્રિત સાધુઓનું કઈ રીતે હિત કરે ? અર્થાત્ તેમને કષ્ટકારી કૃત્યો કરાવીને ક્લેશ પ્રાપ્ત કરાવે છે, પરંતુ અસંગ ભાવના સુખને અનુકૂળ ઉત્તમ ચિત્તની વૃદ્ધિ થાય તેવો પારમાર્થિક માર્ગ બતાવી શકતા નથી. ગચ્છ વળી બાળવૃદ્ધ મહેમાન સાધુ વગેરેથી યુક્ત હોય છે, તેમની ભૂમિકા અનુસાર તેમનું હિત થાય અને તેઓ ચિત્તના સ્વાથ્ય દ્વારા પરલોકનું હિત સાધી શકે તેવાં ઉચિત કૃત્યોનો નિર્ણય કરવા અસમર્થ અગીતાર્થ સાધુ કઈ રીતે ગચ્છનું હિત કરે ? અર્થાત્ બોધનો અભાવ હોવાથી ગચ્છનું હિત કરી શકતા નથી. સ્વપર સર્વના અનર્થને કરે છે, તેથી ગાથા-૩૯૮માં બતાવ્યું એ રીતે મિથ્યાત્વયુક્ત અગીતાર્થ સાધુ અનંતસંસારી થાય છે અને તેને નિશ્ચિત સાધુ અને ગચ્છ પણ વિપર્યાસની વૃદ્ધિ કરીને અનંતસંસારી થાય છે, કેમ કે બોધના અભાવમાં વિપરીત પ્રવૃત્તિ થવાથી મિથ્યાત્વના પરિણામથી યુક્ત અગીતાર્થ તેના નિશ્ચિત સાધુને તે રીતે મિથ્યાત્વ સ્થિર કરાવીને અહિત કરે છે. II૪૦૫થી ૪૦૮
ગાથા :
सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं ।
पच्छित्ते अइमत्तं, आसायण तस्स महई उ ।।४०९।। ગાથાર્થ :
અને સૂત્રમાં આ કહેવાયું છે – અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિતને અને પ્રાયશ્ચિત્તમાં અતિમાત્રાના : પ્રાયશ્ચિતને આપે તેને મોટી જ આશાતના છે. l૪૦૯ll ટીકા -
सूत्रे चागमे इदं भणितं, यदुत अप्रायश्चित्ते चशब्दो व्यवहितसम्बन्धः, ददाति प्रायश्चित्तं, प्रायश्चित्तेऽतिमात्रं चात्यर्गलं यः, आशातना ज्ञानादिलाभशाटरूपा तस्य महत्येव, तुशब्दस्यावधारणार्थत्वात्, तथा चोक्तम्
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૯-૪૧૦
अप्पच्छित्ते य पच्छित्तं पच्छित्ते अइयमत्तया ।
धम्मस्सासायणा तिव्वा, मग्गस्स य विराहणा ।।४०९।। ટીકાર્ય :
સૂત્રે વાળને ... વિરાટ છે અને સૂત્રમાં=આગમમાં, આ કહેવાયું છે, શું કહેવાયું છે તે યદુતથી બતાવે છે – જે અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્તને આપે છે. ર શબ્દ વ્યવહિત સંબંધવાળા છે, તેથી
નો પછિ પછી અવય છે. પ્રાયશ્ચિત્તમાં જે અતિમાત્રાવાળા પ્રાયશ્ચિતને=અત્યંત પ્રાયશ્ચિત્તને, આપે છે, તેને=આવું પ્રાયશ્ચિત આપનારને, જ્ઞાનાદિલાભના વિનાશરૂપ આશાતના મોટી જ છે, તુ શબ્દનું અવધારણ અર્થપણું છે અને તે પ્રમાણે કહેવાયું છે –
અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તમાં અતિ માત્રાથી, ધર્મની તીવ્ર આશાતના છે અને માર્ગની વિરાધના છે. I૪૦૯ અવતરણિકા :
एवं सतिઅવતરણિકાર્ચ -
આમ હોતે છતે અગીતાર્થ સાધુ ગાથા-૪૦૯માં કહ્યું એ પ્રમાણે પ્રાયશ્ચિત આપે છે તેમ હોતે છતે, શું પ્રાપ્ત થાય ? તેને કહે છે – ગાથા -
आसायण मिच्छत्तं, आसायणवज्जणा य सम्मत्तं । आसायणानिमित्तं, कुब्बइ दीहं च संसारं ॥४१०।।
ગાથાર્થ :
આશાતના મિથ્યાત્વ છે, આશાતનાના ત્યાગથી વળી સખ્યત્ત્વ છે, આશાતનાના નિમિત્તથી દીર્ઘ સંસારને કરે છે. II૪૧૦II
ટીકા :
आशातना भवन्ति साक्षान्मिथ्यात्वं, ज्ञानादिशाटस्य तद्रूपत्वाद्, आशातनावर्जना च पुनः साक्षात् सम्यक्त्वं, तद्वर्जनपरिणामस्य तद्रूपत्वाद् अत एवागीतार्थोऽवधिप्रवृत्तेराशातनानिमित्तमाशातनया हेतुभूतयेत्यर्थः, करोति दीर्घ, चशब्दात् क्लिष्टं च संसारमिति ।।४१०।।
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૯-૪૧૦, ૪૧૧ ટીકાર્ય :
રાતના .... સંસારમતિ | આશાતના થતી સાક્ષાત્ મિથ્યાત્વ છે; કેમ કે જ્ઞાનાદિના વિનાશનું તરૂપપણું છે=મિથ્યાત્વરૂપપણું છે અને આશાતતાના ત્યાગથી સાક્ષાત્ સખ્યત્ત્વ છે; કેમ કે તેના ત્યાગના પરિણામનું તદ્દરૂપપણું છે=સમ્યક્વરૂપપણું છે, આથી જ અગીતાર્થ સાધુ અવિધિની પ્રવૃત્તિથી આશાતનાના નિમિતેaહેતુભૂત એવી આશાતનાથી, દીર્ઘ અને ૨ શબ્દથી ક્લિષ્ટ સંસારને કરે છે. ૪૧૦૫ ભાવાર્થ :
જે સાધુ ગીતાર્થ નથી, તેથી આકુટિ વગેરે ભેદથી પ્રાયશ્ચિત્તના વિભાગને જાણવા સમર્થ નથી, તેવા સાધુને આશ્રયીને સૂત્રમાં આ કહેવાયું છે, શું કહેવાયું છે ? તે બતાવતાં કહે છે –
તે સાધુ અપ્રાયશ્ચિત્તના સ્થાનમાં પ્રાયશ્ચિત્તને આપે છે; કેમ કે આકુટ્ટિ વગેરે ભેદના પરમાર્થને જાણતા નથી, તેથી કોઈ સાધુએ સંયમવૃદ્ધિના પ્રયોજનથી કલ્પિકા પ્રતિસેવા કરી હોય તોપણ સર્વ પ્રતિસેવાને એક પ્રતિસેવારૂપે જાણીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે. તેનાથી વિપર્યાસ બુદ્ધિ કરાવે છે અને સ્વયં પણ વિપર્યાસ બુદ્ધિ કરે છે. વળી તે તે કૃત્યોના પ્રાયશ્ચિત્તનો આકુટિ વગેરેના ભેદથી નિર્ણય કરવા અસમર્થ હોવાથી તે અગીતાર્થ મર્યાદાથી અધિક પ્રાયશ્ચિત્ત આપે છે. તે અગીતાર્થ સાધુને મોટી આશાતના લાગે છે; કેમ કે અપ્રાયશ્ચિત્તના સ્થાનમાં પ્રાયશ્ચિત્તની બુદ્ધિ કરી ભગવાનના શાસનનો વિપર્યાસ કર્યો અને જે પ્રતિસેવાનું જે પ્રાયશ્ચિત્ત સૂત્રસંમત છે, તેનાથી અધિક માત્રાનું પ્રાયશ્ચિત્ત આપીને તે સૂત્રનો અનાદર કરે છે. તેથી તે સાધુને તે સૂત્રની વિરાધનારૂપ મોટી આશાતના થાય છે અને તેનાથી પોતાને રત્નત્રયનો સૂક્ષ્મ પણ અંશ વિદ્યમાન હોય તે નાશ પામે છે અને વિપર્યાસ રૂપ રત્નત્રય દૃઢ થાય છે. આ રીતે પ્રાયશ્ચિત્ત આપીને તે અગીતાર્થ સાધુ આશાતનાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે; કેમ કે આશાતના જ મિથ્યાત્વ છે અને આશાતનાનો ત્યાગ જ સમ્યક્ત છે; કેમ કે ભગવાનના વચનના પારમાર્થિક બોધપૂર્વક તેનો આશાતનાત્યાગનો પરિણામ તત્ત્વને અભિમુખ જતો હોવાથી સમ્યક્વરૂપ છે અને અગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્ત આપવા દ્વારા જે આશાતના કરે છે, તેનાથી દીર્ઘ અને ક્લિષ્ટ સંસારને પ્રાપ્ત કરે છે અર્થાત્ દુર્ગતિની પરંપરાવાળા ઘણા ભવોરૂપ ક્લિષ્ટ અને અનર્થકારી સંસારને પ્રાપ્ત કરશે. II૪૦૯-૪૧ના અવતરણિકા :
निगमयत्राहઅવતરણિકાર્ય :
નિગમત કરતાં કહે છે=ગાથા-૩૯૮માં કહેલ કે અગીતાર્થ-અગીતાર્થનિશ્ચિત સાધુ અને જે અગીતાર્થ ગચ્છને પ્રવર્તાવે છે, તે અનંતસંસારી થાય છે. ત્યારપછી તે કઈ રીતે અનંતસંસારી થાય છે ? તેની અત્યાર સુધી સ્પષ્ટતા કરી. હવે તેનું નિગમન કરતાં કહે છે –
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૧
ગાથા :
एए दोसा जम्हा, अगीयजयंतस्सऽगीयनिस्साए ।
वट्टावयगच्छस्स य, जो य गणं देइ अगीयस्स ॥४११।। ગાથાર્થ :
જે કારણથી અગીતાર્થ યતના કરનાર સાધુને, અગીતાર્થની નિશ્રાથી અન્ય સાધુને, ગચ્છ ચલાવનાર અગીતાર્થને અને જે અગીતાર્થને ગણ આપે છે તેને આ=પૂર્વમાં કહેવાયેલા, દોષો છે, તે કારણથી જ્ઞાનમાં આદર કરવો જોઈએ. ll૪૧૧II. ટીકા :
एतेऽनन्तरोक्ता दोषा यस्मात् 'अगीयजयंतस्सऽगीयनिस्साए 'त्ति अगीतार्थस्य स्वयं यतमानस्य अगीतार्थनिश्रया चान्यस्येत्यर्थः, 'वट्टावयगच्छस्स य जो य गणं देइ अगीयस्स'त्ति योऽगीतार्थः सन् गच्छस्य च वर्तकः पालको भवति पश्चाद् अगीतार्थाय गच्छं ददाति तस्याप्येत एव दोषाः पूर्वोक्तयुक्तेः, तस्मादिदमवेत्य ज्ञाने महानादरो विधेय इति ॥४११।। ટીકાર્ય -
તેડનત્તરો .... વિવેક ત્તિ છે જે કારણથી અગીતાર્થ યતના કરનારને અને અગીતાર્થતી નિશ્રાવાળા સાધુ=અગીતાર્થ સ્વયં યતમાનને અને અગીતાર્થતી નિશ્રાથી અન્ય સાધુને, આ= અનંતરમાં કહેવાયેલા દોષો છે, જે અગીતાર્થ છતો ગચ્છનો વર્તક=પાલક, થાય છે અને જે અગીતાર્થને ગણ આપે છે, તેને પણ આ જ દોષો છે; કેમ કે પૂર્વે કહેવાયેલ યુક્તિ છે, તે કારણથી આને જાણીને જ્ઞાનમાં મોટો આદર કરવો જોઈએ. li૪૧૧TI ભાવાર્થ
પૂર્વમાં બતાવ્યું કે જે અગીતાર્થ સાધુ છે, તે સંસારથી ભય પામેલા હોય, મોક્ષના અર્થી હોય, છતાં મૂઢતાને વશ પોતાની અલ્પબુદ્ધિમાં મહાબુદ્ધિને ધારણ કરે છે, શાસ્ત્રોના ત્રુટક-ત્રુટક પદાર્થોને જાણીને શાસ્ત્રોને હું જાણું છું, એવી બુદ્ધિ ધારણ કરે છે. પરંતુ વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાની વૃદ્ધિ કરનારી ક્રિયાઓ બતાવે છે ? ઉત્સર્ગ-અપવાદ કઈ રીતે વીતરાગતાની વૃદ્ધિનું કારણ છે વગેરે સૂક્ષ્મ પદાર્થો જાણવા માટે જેની બુદ્ધિ સમર્થ નથી અથવા મુગ્ધતાને કારણે જાણવાનો યત્ન કર્યા વગર સ્કૂલ બોધથી શાસ્ત્રો વાંચીને પોતે બધાં સ્થાને યોજન કરી શકે છે, તેવા ભ્રમવાળા અગીતાર્થ સાધુ પૂર્વમાં બતાવેલા વિપરીત પ્રયત્નો કરીને પોતાનો અનંત સંસાર વધારે છે અને પોતાની નિશ્રામાં રહેલા અન્ય સાધુનો પણ સંસાર વધારે છે અને ગચ્છના પાલક એવા તે સાધુ ગચ્છનો નાશ કરી પોતાનો સંસાર વધારે છે અને પોતાના જેવા અગીતાર્થ શિષ્યને ગણ આપીને તેનો પણ વિનાશ કરે છે. જેથી તેનો
Page #60
--------------------------------------------------------------------------
________________
Guहेशभाला भाग - 3 / गाथा - ४११, ४१२-४१३
४३
મનુષ્યભવ કેવળ સ્વ-૫૨ના સંસારની વૃદ્ધિનું કારણ બને છે અને મૂઢની જેમ સંયમનાં કષ્ટો વેઠીને મનુષ્યભવને એકાંત અહિતની પરંપરાનું કારણ બને તે રીતે નિષ્ફળ કરે છે. તેથી વિવેકી જીવે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે મહાન અર્થાત્ અત્યંત આદર કરવો જોઈએ, જેથી અનાભોગથી પણ ભગવાનના વચનનીં આશાતના ન થાય અને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. II૪૧૧॥
अवतरणिका :
व्याख्याता द्वारगाथा, एतच्चैकान्तेनागीतार्थमधिकृत्योक्तमधुना किञ्चिज्ज्ञमधिकृत्याहअवतर शिकार्थ :
દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ=૪૦૦મી દ્વારગાથા કહેવાઈ અને આ=દ્વારગાથાનું વ્યાખ્યાન, એકાંતથી અગીતાર્થને આશ્રયીને કહેવાયું. હવે કંઈક જાણનારને આશ્રયીને કહે છે
गाथा :
अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराहपयसयाइं काऊण वि जो न याणेइ ।। ४१२ ।। देसियराइयसोहिं, वयाइयारे य जो न याणे । अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ।।४१३।।
गाथार्थ :
તપસ્વી ગીતાર્થ વગર વિચરવાની ઈચ્છાવાળો માર્ગને નહિ જાણીને સેંકડો અપરાધ પદોને કરીને પણ અબહુશ્રુત હોવાથી જે જાણતો નથી, દૈવસિક-રાત્રિક અતિચારોની શુદ્ધિને, વ્રતના અતિચારોને જાણતો નથી, અવિશુદ્ધની=બાહ્ય આચારોથી શુદ્ધ પણ પરમાર્થ અશુદ્ધ એવા તે साधुनी गुणश्रेणी बघती नथी. तेरली रहे छे ।।४१२ - ४१३ ॥
टीडा :
इहैवं पदानां सम्बन्धो द्रष्टव्यः । अपराधपदशतानि अतिचारस्थानशतानि यः कृत्वाऽपि न जानाति, यदुत मयैतानि कृतानि कुतः ? अबहुश्रुत इति निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनमिति वचनाद् भावप्रधानत्वाच्च निर्देशस्याबहुश्रुतत्वाद् विशिष्टश्रुतरहितत्वादित्यर्थः । तथापि विहर्तुकामो गीतार्थं विना केवलतया वसितुकामो भवति तपस्वी विकृष्टतपो निष्टप्तदेहोऽपि तस्य
श्रेणिर्न वर्द्धत इति । अन्यच्चाज्ञात्वा पथं ज्ञानादिकं मोक्षमार्ग, दिवसेन निवृत्ता दैवसिकाः, एवं रात्रिका ये अतीचार इति गम्यते, तेषां शुद्धिः स्वपरयोः प्रायश्चित्तेन क्षालता तां, व्रतातिचाराँश्च मूलोत्तरगुणखण्डनलक्षणान् स्वरूपतोऽपि यो न जानाति तस्याविशुद्धस्येति, शुद्धस्यापि स्वबुद्ध
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૧૩ सम्यक् प्रवर्त्तमानस्यापि न वर्द्धते गुणश्रेणिः ज्ञानादिगुणपद्धतिः, गुणवद्गुरुयोगस्यैव तद्वृद्धिहेतुत्वात्, तदभावे तु तावत्येव यावती प्रागासीत् तत्प्रमाणा तिष्ठति, क्लिष्टचित्तस्य पुनरेकाकिनः किञ्चिज्ज्ञस्य गुणपद्धतिरपयात्येव, पूर्वोक्तं चानन्तसंसारित्वं सम्पद्यते इति द्रष्टव्यम् ।।४१२-४१३।। ટીકાર્ય :
વં દત્રમ્ અહીં=બે ગાથામાં, આ રીતે=આગળ બતાવે છે એ રીતે, પદોનો સંબંધ જાણવો, સેંકડો અપરાધપદોને=સેંકડો અતિચાર સ્થાનોને, કરીને પણ જે જાણતો નથી, શું જાણતો નથી ? તે વડુતથી બતાવે છે – મારા વડે આ=આ અપરાધપદો કરાયાં. કયા કારણથી જાણતો નથી ? એથી કહે છે – અબહુશ્રુત છે=અબહુશ્રુતનો અર્થ પંચમી વિભક્તિમાં હોવા છતાં પ્રથમ વિભક્તિ કેમ કરી ? તેમાં હેતુ કહે છે – નિમિત્ત-કારણરૂપ હેતુઓમાં સર્વ વિભક્તિઓનું પ્રાયઃ દર્શન છે, એ પ્રકારનું વચન હોવાથી અને નિર્દેશનું ભાવપ્રધાનપણું હોવાથી અબહુશ્રુતનો અર્થ અબહુશ્રુતપણું હોવાથી=વિશિષ્ટ વ્યુતરહિતપણું હોવાથી કરાયેલાં સર્વ અપરાધસ્થાનોને જાણતો નથી એમ અવય છે, તોપણ વિચારવાની ઇચ્છાવાળો છે=ગીતાર્થ વગર કેવલપણાથી વસવાની ઈચ્છાવાળો છે, તપસ્વી વિકૃષ્ટ તપથી નિષ્ટપ્ત શરીરવાળો હોવા છતાં પણ, તેની ગુણશ્રેણી વધતી નથી=જે ભૂમિકામાં તેનું ચિત્ત છે તેનાથી તપ વગેરે દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિ થતી નથી.
અને બીજું – માર્ગને જાણ્યા વગર=જ્ઞાન વગેરે મોક્ષના માર્ગને જાણ્યા વગર, દિવસે કરાયેલા દૈવસિક અતિચારો, એ રીતે રાત્રિના જે અતિચારો છે, તેની શુદ્ધિ=પ્રાયશ્ચિત્ત વડે સ્વપરની શુદ્ધિ તેને જાણતો નથી, એમ અત્રય છે અને વ્રતના અતિચારોને મૂલ-ઉત્તરગુણના ખંડનરૂપ વ્રતના અતિચારોને, સ્વરૂપથી પણ જે જાણતો નથી, તે અશુદ્ધને તેવા શુદ્ધને પણ=પોતાની બુદ્ધિથી સમ્યફ પ્રવર્તમાનને પણ, ગુણશ્રેણી=જ્ઞાનાદિ ગુણપદ્ધતિ વધતી નથી; કેમ કે ગુણવાન ગુરુના યોગનું જ તેની વૃદ્ધિનું હેતપણું છે. વળી તેના અભાવમાં=ગુણવાન ગુરુના અભાવમાં, તેટલી જ રહે છે=જેટલી પૂર્વમાં હતી, એટલા પ્રમાણવાળી રહે છે. ક્લિષ્ટ ચિતવાળા એકાકી કંઈક જાણનારની ગુણપદ્ધતિ દૂર જાય છે જ અને પૂર્વમાં કહેલું અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૪૧૨-૪૧૩ના ભાવાર્થ:
કોઈ મહાત્મા સંસારથી ભય પામેલા હોય, તેથી શક્તિ અનુસાર બાહ્ય તપ અને સ્વાધ્યાય વગેરે તપ કરતા હોય, છતાં ગીતાર્થ વગર વિચરવાની ઇચ્છાવાળા હોય અને અનાભોગ કે સહસાત્કારથી નિગ્રંથભાવને અભિમુખ સમ્યગુ પ્રમાણમાં અલના પામતા હોય અર્થાત્ સેંકડો અપરાધપદોને સેવતા હોય તોપણ અબહુશ્રુત હોવાને કારણે પોતે અપરાધપદને સેવે છે, તેમ જાણતા નથી તેવા સાધુ સંયમની ઉચિત ક્રિયાઓ કરે તોપણ ગુણશ્રેણીની વૃદ્ધિ કરી શકતા નથી; કેમ કે સંયમની ક્રિયા અંતરંગ રીતે
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૧૩
૪૫
અસંગભાવને અભિમુખ જવાના વ્યાપારરૂપ છે અને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ નથી કે આ ક્રિયાઓ કઈ રીતે સેવવાથી સતત નિગ્રંથભાવની વૃદ્ધિ થાય, તેથી નિગ્રંથભાવને અતિશય કરવા રૂપ ગુણશ્રેણીની વૃદ્ધિ થતી નથી.
વળી કોઈ સાધુ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય નિગ્રંથભાવ છે. તે રૂ૫ માર્ગને જાણતા નથી, તેથી પોતે દેવસિક અને રાત્રિક અતિચારોને સેવે છે તેને જાણતા નથી, વ્રતના અતિચારોને જાણતા નથી. પરંતુ શાસ્ત્રવચનનું અવલંબને લઈને પોતે બાહ્ય શુદ્ધ આચરણ કરે છે તેમ માને છે, તેની પણ ગુણશ્રેણી વધતી નથી, પરંતુ સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામને કારણે જેટલી પ્રાપ્ત થયેલી તેટલી જ અવસ્થિત રહે છે.
અહીં વિશેષ એ છે કે સંપૂર્ણ નિગ્રંથ સિદ્ધના જીવો છે; કેમ કે દ્રવ્યથી શરીર અને કર્મનો સંબંધ નથી અને ભાવથી વીતરાગ હોવાથી કોઈ પદાર્થ સાથે લેશ પણ સંશ્લેષ નથી અને કેવલજ્ઞાનને પામેલા કેવલી કે તીર્થકર ભાવથી નિગ્રંથ છે, પણ દ્રવ્યથી ગ્રંથવાળા છે; કેમ કે શરીર અને કર્મ સાથે સંબંધ છે અને ચિત્ત વીતરાગ સ્વરૂપ છે, તેથી ભાવથી નિગ્રંથ છે અને ક્ષપકશ્રેણીને પામેલા મહાત્માએ ભાવથી નિગ્રંથ થવાનો પ્રારંભ કર્યો છે. વીતરાગ થાય ત્યારે ભાવથી નિગ્રંથપણાની નિષ્ઠાને પામશે અને સુસાધુ નિગ્રંથભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, જેથી ક્ષપકશ્રેણીને આસન્ન આસન્નતર અવસ્થાનો નિગ્રંથભાવ પ્રગટ થાય. આથી સોળે કષાયો અને નવ નોકષાયો સતત ક્ષીણ ક્ષીણતર થાય તે પ્રકારે ગીતાર્થ સાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે અને જ્યારે કષાયોનો ક્ષયોપશમભાવ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે તે રીતે ઉત્સર્ગ માર્ગથી યત્ન સંભવે, ત્યારે ઉત્સર્ગ માર્ગથી તે રીતે યત્ન કરે છે. જેથી નિગ્રંથભાવની સતત વૃદ્ધિ થાય છે અને જ્યારે ઉત્સર્ગ માર્ગના સેવનથી તે કષાયો નિગ્રંથભાવને અભિમુખ પરિણમન પામી શકતા નથી, ત્યારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પંચકહાનિની મર્યાદાથી અપવાદ સેવીને પણ ગીતાર્થ સાધુ નિગ્રંથભાવને અભિમુખ પોતાનો યત્ન અસ્મલિત રાખે છે અને પોતાની નિશ્રામાં રહેલા સાધુને પણ તે રીતે પ્રવર્તાવે છે. આમ છતાં અંતરંગ નિગ્રંથભાવને અભિમુખ યત્નમાં કોઈ સ્કૂલના થાય તો તે અપરાધસ્થાનો છે, જેમ સાધુને પ્રાપ્ત થતા ઉપસર્ગો અને પરિષહો અતિચારોને પ્રાપ્ત કરાવે છે, તેથી જો ઉપસર્ગ અને પરિષહ પ્રાપ્ત થયેલ હોય અને તેનો જય ન કરી શકે તો તે ઉપસર્ગ-પરિષદકાળમાં સાધુનું ચિત્ત શમભાવની વૃદ્ધિના વ્યાપારમાં અલના પામેલું હોવાથી નિગ્રંથભાવ પ્રત્યે જવા અલના પામે છે તોપણ બહુશ્રુત ગીતાર્થ સાધુ તે અપરાધને જાણીને વિવેકપૂર્વક તેની શુદ્ધિ કરાવે છે, તેથી નિગ્રંથભાવ પ્રત્યે ગમન સ્વરૂપ ગુણશ્રેણી ફરી વૃદ્ધિ પામે છે.
વળી દેવસિક અને રાત્રિક ક્રિયાના કાળમાં ઉપયોગની સ્કૂલનાને કારણે જે અતિચારો થયા હોય અને વ્રતમાં પણ જે અતિચારો થયા હોય તે સર્વને જાણીને ગીતાર્થ સાધુ નિપુણતાથી તેની આલોચના કરીને ફરી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરે છે, પરંતુ જે સાધુ એ પ્રકારના બહુશ્રુત નથી અને કંઈક જ્ઞાનવાળા છે, તેથી બાહ્યથી સ્વાધ્યાય-તપ વગેરે ક્રિયા કરે છે અને પોતે માને છે કે અમે
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૪૧૩, ૪૧૪ શુદ્ધ આચારો પાળીએ છીએ અને સ્થૂલથી તેઓ શુદ્ધ આચારો પાળે છે તોપણ નિગ્રંથભાવને અભિમુખ જવા ભવથી વિરક્ત થઈને તેમણે સંયમ ગ્રહણ કરેલું, ત્યારપછી અબહુશ્રુતપણાને કારણે ઉપસર્ગપરિષહમાં ચિત્ત સ્ખલના પામેલું, તે સર્વ અપરાધસ્થાનો શરીરમાં પડેલા કંટક જેવાં છે, તે સંયમરૂપી દેહને બાધા કરનારાં છે. વળી તે મહાત્મા તપ વગેરે શુદ્ધ આચાર દ્વારા સંવેગના પરિણામને અભિમુખ છે. તેથી કંઈક સ્થાનમાં સુરક્ષિત છે તોપણ કંટક જેવાં અપરાધસ્થાનો તેના ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધક છે, તેથી સંયમ ગ્રહણ કરતી વખતે તે મહાત્માને જે ભાવ હતો અને સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થની નિશ્રાથી જે ભાવો સંપન્ન થયેલ તે ભૂમિકાના પરિણામોનું રક્ષણ તપ-સંયમની ક્રિયાથી તે મહાત્મા કરે છે, પરંતુ ગીતાર્થની નિશ્રામાં અત્યારે નહીં હોવાથી અને અપરાધોને સેવીને તેને નહિ જાણનાર હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિ કરી શકતા નથી.
વળી જે સાધુ સંવેગના પરિણામવાળા નથી, માત્ર પોતે સાધુ છે, બાહ્ય ત્યાગ કરે છે અને પોતાના ત્યાગનું અભિમાન ધારણ કરે છે તેવા અજ્ઞ સાધુને દીક્ષા ગ્રહણ કરતી વખતે જે ગુણ પ્રાપ્ત થયેલો
પણ ચાલ્યો જાય છે અને સંયમ ગ્રહણ કર્યા પછી વિપરીત સેવનથી જે અતિચારો થયા તેના પ્રત્યે નિઃશુકતા હોવાને કારણે પૂર્વમાં કહ્યું, તેમ અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે. તેથી સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામથી યોગબીજોને પ્રાપ્ત કરીને જે સંસારને અલ્પ કરેલો તે સંસારને સ્વમતિ અનુસાર પ્રવૃત્તિથી દીર્ઘ કરે છે. II૪૧૨-૪૧૩॥
અવતરણિકા :
एतदेव स्पष्टयति
અવતરણિકાર્ય :
આને જ=પૂર્વગાથામાં કહ્યું કે ‘કંઈક જ્ઞ' સાધુની ગુણશ્રેણી વૃદ્ધિ પામતી નથી એને જ, સ્પષ્ટ કરે છે
ગાથા :
-
'
अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीए कयं, बहुयं पि न सुंदरं होई ।। ४१४।।
ગાથાર્થ =
અલ્પ આગમવાળો ફ્લેશને અનુભવે છે, જો કે અતિ દુષ્કર તપ કરે છે, સુંદર બુદ્ધિથી કરાયેલું ઘણું પણ સુંદર થતું નથી. II૪૧૪||
ટીકા ઃ
अल्पागमः स्तोकश्रुतः क्लिश्यते केवलं क्लेशमनुभवति यद्यपि करोत्यतिदुष्करमेव तुशब्दोऽ
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૭
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૧૪-૪૧૫ वधारणार्थः, तपो मासक्षपणादि, किमित्याह-सुन्दरबुद्ध्या स्वकल्पनया सुन्दरमेतदिति धिया कृतं बह्वपि न सुन्दरं भवति, लौकिकमुनीनामिवाज्ञानोपहतत्वादिति ।।४१४ ।। ટીકાર્ચ -
અન્યામ:.. ગરાનોપદતત્વાદિતિ | અલ્પ આગમવાળો=થોડા શ્રતવાળો, ક્લેશ પામે છે =કેવલ ક્લેશને અનુભવે છે. જોકે અતિદુષ્કરને જ કરે છે. તુ શબ્દ અવધારણ અર્થવાળો છે, તેથી અતિદુષ્કર જ માસક્ષમણ વગેરે તપ કરે છે, કયા કારણથી ક્લેશને અનુભવે છે ? એથી કહે છે – સુંદર બુદ્ધિથી=પોતાની કલ્પનાથી આ સુંદર છે એ પ્રકારની બુદ્ધિથી, કરાયેલું ઘણું પણ સુંદર થતું નથી; કેમ કે લૌકિક મુનિની જેમ અજ્ઞાનથી ઉપહતપણું છે. I૪૧૪ ભાવાર્થ :
જેમને સંસાર ચાર ગતિના ભ્રમણ સ્વરૂપ છે તેવો બોધ છે અને તેના ઉચ્છેદ માટે તપ-સંયમની ઉચિત ક્રિયા કરવી જોઈએ તેવો બોધ છે, તોપણ નિગ્રંથભાવમાં જવાને અનુકૂળ અંતરંગ પરિણામને ઉલ્લસિત કરે તેવી સંયમની ક્રિયા મોક્ષનું કારણ છે, તેવો બોધ નથી. તેથી તપ-સંયમનાં કષ્ટો વેઠે છે અને તે કષ્ટોના ક્લેશને ક્લેશરૂપે વેદન કરે છે. પરંતુ સમભાવની વૃદ્ધિના પરિણામરૂપ પ્રશમસુખ રૂપે વેદન કરી શકતા નથી, છતાં સંસારના નિસ્તારનો ઉપાય કષ્ટોને સહન કરવાં એ જ છે, તેવી બુદ્ધિ હોવાથી પોતાની ઇચ્છાથી અતિદુષ્કર તપ વગેરે કરીને મારું હિત થાય છે. તેવી સુંદર બુદ્ધિ ધારણ કરે છે, એથી કષ્ટો વેઠવાથી પોતાનું કલ્યાણ છે એવી બુદ્ધિથી ઘણો ફ્લેશ સહન કરવા છતાં તે સુંદર થતું નથી, કેમ કે વીતરાગના વચનનો પારમાર્થિક બોધ નહિ હોવાથી અને કંઈક બોધ હોવાથી આકુલતા વગર કષ્ટકારી આચરણાઓ કરે છે, તોપણ તે આચરણાના બળથી કઈ રીતે નિગ્રંથભાવને અનુકૂળ સદ્દીર્ય પ્રવર્તાવવું જોઈએ અને પોતાના શમભાવની વૃદ્ધિમાં વ્યાઘાતક કષ્ટકારી આચરણાનો પરિહાર કરીને કઈ રીતે શમભાવનું રક્ષણ કરવું જોઈએ ? તેના પરમાર્થને જાણનારા નહિ હોવાથી લૌકિક સંન્યાસીની જેમ તે સાધુનું કષ્ટકારી અનુષ્ઠાન અજ્ઞાનથી ઉપહત હોવાને કારણે સુંદર થતું નથી, છતાં કંઈક માર્ગાનુસારી બુદ્ધિ છે, તેથી દેશઆરાધક છે, સર્વથા મોક્ષમાર્ગથી વિમુખ નથી. જેમ તામલિ તાપસ વગેરે અન્ય દર્શનના સંન્યાસી મોક્ષમાર્ગને અભિમુખ હતા, તેમ અલ્પાગમવાળા જૈન સાધુ કંઈક અંશે 'મોક્ષમાર્ગને અભિમુખ છે, પરંતુ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સંસારનો ક્ષય કરવા સમર્થ નથી. II૪૧૪
અવતરણિકા :तथा चाह
અવતરણિકાર્ય :
અને તે રીતે કહે છે–અલ્પ આગમવાળા સાધુનું ઘણું પણ કષ્ટકારી અનુષ્ઠાન અલ્પફળવાળું છે, એમ પૂર્વની ગાથામાં કહ્યું. તે રીતે તે કથનને અધિક સ્પષ્ટ કરે છે –
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૫
ગાથા -
अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स ।
सव्वुज्जमेण वि कयं, अनाणतवे बहुं पडइ ।।४१५ ।। ગાથાર્થ :
અપરિનિશ્ચિત બૃતનિકષવાળા કેવલ અભિન્ન બૃતયારી સાધુનું સર્વ ઉદ્યમથી કરાયેલું પણ ઘણું અજ્ઞાનતામાં પડે છે. ll૪૧૫ll ટીકા :
अपिरिनिश्चितः सम्यगपरिच्छिन्नः श्रुतनिकषः आगमसद्भावो येन स तथा तस्य, केवलमभित्रमविवृतार्थं, यत् सूत्रं विशिष्टव्याख्यानरहितं सूत्रमात्रमित्यर्थः, तेन चरितुं तदनुसारेणानुष्ठानं कर्तुं धर्मो यस्यासावभिन्नसूत्रचारी, तस्य सर्वोद्यमेनापि समस्तयत्नेनापि कृतमनुष्ठानमज्ञानतपसि पञ्चाग्निसेवनादिरूपे बहु पतति, स्वल्पमेवागमानुसारि भवति, विषयविभागज्ञानशून्यत्वात्, तथाहिसूत्रेषूक्तोऽप्यर्थो व्याख्यानतो विशेषोऽवस्थाप्यते, उत्सर्गसूत्राणामपवादसूत्रैः सह विरोधाद्यदि पुनः सूत्रमात्रमेव कार्यकारि स्यात् तदानुयोगोऽनर्थकः स्यात् तथा चोक्तम्
जं जह सुत्ते भणियं, तं तह जइ तब्वियारणा नत्थि ।
किं कालियाणुओगो, दिह्रो दिट्ठिप्पहाणेहिं ।। इत्यादि ॥४१५।। ટીકાર્ય :
ગિિનિશ્વિત:... ફત્યાદિ / અપરિનિશ્ચિત=સમ્યમ્ અપરિચ્છિન્ન=સારી રીતે નિશ્ચય કરાયો તથી, મુતતિકષ=આગમ સદભાવ જેના વડે તે તેવા અપરિનિશ્ચિત શ્રતવિકષવાળા છે તેનું, કેવલ અભિવ=અતિવૃત અર્થવાળું વિવરણ નહિ કરાયેલા અર્થવાળું જે સૂત્ર=વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્ર માત્ર તેનાથી ચાલવા માટે–તેના અનુસારે અનુષ્ઠાન કરવા માટે ધર્મ છે જેમનો તે અભિન્ન સૂત્રચારી છે, તેવા સાધુનું સર્વ ઉદ્યમથી પણ=સમસ્ત યત્નથી કરાયેલું અનુષ્ઠાન પણ ઘણું પંચાગ્નિ સેવનરૂપ અજ્ઞાન તપમાં પડે છે, સ્વલ્પ જ=અત્યંત થોડું, આગમને અનુસારી થાય છે; કેમ કે વિષયવિભાગના જ્ઞાનથી શૂન્યપણું છે, તે આ પ્રમાણે – સૂત્રમાં કહેવાયેલો પણ અર્થ વ્યાખ્યાનથી વિશેષમાં અવસ્થાપન કરાય છે; કેમ કે ઉત્સર્ગ સૂત્રોનો અપવાદ સૂત્રોની સાથે વિરોધ છે. જો વળી સૂત્રમાત્રનું જ કાર્ય કરવાપણું હોય તો અનુયોગ અનર્થક થાય અને સૂત્રનો અર્થ વ્યાખ્યાનથી વિશેષ કરાય છે તે પ્રમાણે કહેવાયું છે –
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૫-૧૬
સૂત્રમાં જે પ્રમાણે જે કહેવાયું છે, તે પ્રમાણે જો તે છે, તેની વિચારણા નથી, તો દષ્ટિપ્રધાન એવા પુરુષો વડે કાલિક અનુયોગ કેમ જોવાયો ? ઈત્યાદિ. ૪૧૫ા ભાવાર્થ :
જે સાધુ ભવથી વિરક્ત થયેલા છે, કલ્યાણના અત્યંત અર્થી છે, કંઈક શાસ્ત્રો ભણ્યા છે તોપણ સર્વજ્ઞનાં વચનો વીતરાગનાં વચનો છે અને વીતરાગનું દરેક વચન વીતરાગતાની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ સદ્દીર્ય ઉલ્લસિત કરે તે રીતે સર્વ બાહ્ય આચારોનું વિધાન કરે છે. આ પ્રકારનો સામાન્ય બોધ કદાચ હોય તોપણ સંયમનાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કયા સંયોગમાં વીતરાગતાનું કારણ બને તે રીતે તે તે પુરુષને આશ્રયીને નિર્ણય કરી શકે તેવી જેમની પ્રજ્ઞા નથી તેઓ અપરિનિશ્ચિત આગમના સદ્ભાવવાળા છે અર્થાત્ આગમનાં તે તે વચનોનું પારમાર્થિક તાત્પર્ય શું છે તેને જાણનારા નથી, છતાં ભગવાનના વચનને પ્રમાણ માનનારા છે, તેથી વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્રનું અવલંબન લઈને તે તે ક્રિયાઓ શુદ્ધ કરવા યત્ન કરે છે અને સ્વમતિ અનુસાર ઉત્સર્ગ-અપવાદને જોડનારા ઘણા સાધુને જોઈને તેમની અનુચિત પ્રવૃત્તિથી તેમનું ચિત્ત વિમુખ થયેલું હોવાથી સૂત્રમાં કહેલા ઉત્સર્ગ માર્ગ પ્રત્યે બદ્ધ રાગવાળું બને છે, પરંતુ ઉત્સર્ગ સૂત્ર કઈ રીતે સંયમ સ્થાનની વૃદ્ધિનું કારણ છે ? તેના પરમાર્થને જાણવા સમર્થ નથી અને ઉત્સર્ગ સૂત્રથી જ્યારે નિગ્રંથભાવ અતિશય કરવો દુષ્કર જણાય ત્યારે અપવાદનું અવલંબન પણ ભગવાનના વચન સ્વરૂપ જ છે અને અપવાદથી ગુણસ્થાનકની વૃદ્ધિનું રક્ષણ થાય છે, તેના પરમાર્થને જાણતા નહિ હોવાથી તેમની તપ-સંયમની આચરણા ભગવાનના વચનાનુસાર નિગ્રંથભાવની વૃદ્ધિનું કારણ નહિ હોવાથી જેમ અન્ય દર્શનના દેશઆરાધક સાધુ પંચાગ્નિ તપ વગેરે કરે છે, તેમ ભગવાનના પ્રવચનના સાધુને એકેન્દ્રિયાદિનો બોધ, ષકાયનું પાલન, ભિક્ષાના બેતાલીસ દોષોના પરિહારપૂર્વક શુદ્ધ ભિક્ષામાં યત્ન હોવા છતાં અને બાહ્યથી પંચાગ્નિ તપ કરનારાથી તેમનું અનુષ્ઠાન જુદું પડતું હોવા છતાં અંતરંગ ભાવથી તેના જેવાં તેમનાં સર્વ અનુષ્ઠાન બને છે; કેમ કે સ્વલ્પ જ આગમ અનુસારી છે, તેથી જેટલા અંશથી આગમ અનુસારી છે તેટલા અંશથી પંચાગ્નિ તપવાળા કરતાં વિશેષ બને છે તોપણ જેમ પંચાગ્નિ તપ કરનારા કષ્ટ વેઠીને ઘણી અકામ નિર્જરા અને અલ્પ સકામ નિર્જરા કરે છે, તેમ આ સાધુઓ પણ ઘણી અકામ નિર્જરા, અલ્પ માત્રામાં સકામ નિર્જરા કરે છે; કેમ કે સૂત્ર અનુસાર વ્યાખ્યાન કરવા તેઓ અસમર્થ છે. II૪૧પણા અવતરણિકા :
अत्रैव दृष्टान्तमाहઅવતરણિકાર્ય :આમાં જ અલ્પ આગમવાળા જીવોના અનુષ્ઠાનથી અલ્પ ફળ મળે છે એમાં, દાંતને કહે
છે
–
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૧૬
ગાથા :
जहं दाइयम्मि वि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो ।
पहिओ किलस्सइ च्चिय, तह लिंगायारसुयमित्तो ।।४१६।। ગાથાર્થ :
જેમ દેખાડાયેલા પણ માર્ગમાં તે માર્ગના વિશેષોને નહિ જાણતો પથિક ક્લેશ પામે છે જ, તેમ લિંગ અને આચાર માત્રના બોધવાળા સાધુ ક્લેશને પામે છે. ll૪૧૬ll ટીકા -
यथा दर्शितेऽपि पथि केनचिद्दिङ्मात्रतया तस्य विशेषान् ग्रामतदन्तरालसभयनिर्भयादीन् पथस्याजानन् पथिकः क्लिश्यत एव, बुभुक्षाचौरादिभिर्विबाध्यत एव, तथा तेनैव प्रकारेण लिङ्गाचारश्रुतमात्रः क्लिश्यते बह्वपायैर्बाध्यते, तत्र लिङ्गं रजोहरणादिर्वेषः, आचारः स्वबुद्ध्या क्रिया, श्रुतमात्रं विशिष्टार्थरहितं सूत्रमानं, ततश्च लिङ्गाचाराभ्यां सह श्रुतमात्रं यस्य स तथेति ।।४१६ ।। ટીકાર્ય :
યથા શિપિ ... તથતિ છે જેમ બતાવાયેલા પણ માર્ગમાં કોઈક વડે દિશામાત્રપણાથી બતાવેલા માર્ગમાં, તેના વિશેષોને=માર્ગનાં ગામો, તેના અંતરાલ પ્રદેશો, ભયવાળા, ભય વગરના વગેરે વિશેષોને, નહિ જાણતો પથિક ક્લેશને પામે છે જ=સુધા, ચોર વગેરેથી પીડા પામે છે જ, તે જ પ્રકારથી લિંગ અને આચારમાત્રના બોધવાળા સાધુ ક્લેશને પામે છે=ઘણા અપાયોથી પીડા પામે છે, ત્યાં લિંગ રજોહરણ વગેરે વેષ છે, આચાર સ્વબુદ્ધિથી ક્રિયા છે, શ્રતમાત્ર વિશિષ્ટ અર્થરહિત સૂત્રમાત્ર છે અને તેથી લિંગ અને આચારની સાથે શ્રતમાત્ર છે જેને તે તેવા છે=લિંગાચાર સાથે સંબંધવાળા જ્ઞાનમાત્રવાળા છે. ૪૧૬ti ભાવાર્થ :
જેમ કોઈ નગર તરફનો માર્ગ કોઈ શિષ્ટ પુરુષે કોઈને બતાવ્યો હોય તે માર્ગે જવાથી તે નગરમાં પહોંચી શકાય, તોપણ તે માર્ગમાં વચમાં કયાં ગામો આવશે ? ત્યાં આહાર-પાણી વગેરેની કઈ વ્યવસ્થા છે, કયા સ્થાને ચોર વગેરેનો ભય છે, ક્યા સ્થાને ભય નથી વગેરે વિશેષને જે જાણતો નથી, તે પથિક તે નગર તરફ જવા પ્રયાણ કરે ત્યારે તે તે ગામોમાં આહારાદિ ન મળે તો સુધાદિથી પીડાય છે, ચોરહિંસક પ્રાણી વગેરેના ઉપદ્રવોથી પીડાય છે, તેથી ક્લેશરહિત ઇષ્ટ સ્થાનમાં જવા સમર્થ બનતો નથી. એટલું જ નહિ, પણ માર્ગમાં થતા અનેક ક્લેશોને કારણે ઇષ્ટ સ્થાને પહોંચવાને બદલે મૃત્યુ પણ થાય, તે રીતે સંસાર અવસ્થાથી પર એવા મોક્ષ નગરમાં જવાનો પથ બાહ્ય સંગનો ત્યાગ કરીને વીતરાગ થવાના યત્ન સ્વરૂપ છે, એવો સામાન્ય બોધ છે અને રજોહરણાદિ વેષ અને તેને અનુરૂપ સંયમના
Page #68
--------------------------------------------------------------------------
________________
પ૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૬, ૪૧૭–૪૧૮ આચારનો બોધ છે, પરંતુ તે વેષ કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ છે, તેનો સૂક્ષ્મ બોધ નથી. આથી જ સાધુનો વેષ વિવેકપૂર્વક ગ્રહણ કરાયેલો હોય તો સંયમનું રક્ષણ કરે છે અને સાધુના આચાર વિવેકપૂર્વક પળાય તો શમભાવની વૃદ્ધિ કરાવે છે અને વિવેક વગરના લિંગ અને આચારો બાહ્યથી સદશ હોવા છતાં અંતરંગ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બનતા નથી, પરંતુ નિમિત્ત પ્રમાણે ભાવોની વૃદ્ધિ કરે છે, તેથી લિંગ અને આચાર જો વિશિષ્ટ કૃત રહિત હોય તો તેનાથી ક્લેશની જ વૃદ્ધિ થાય છે. આથી વિશિષ્ટ બોધ વગરના સાધુ સાધુના વેષમાં રહે છે, સ્વબુદ્ધિથી આચારો પાળે છે, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવો કરી શકતા નથી, ફક્ત અમે સાધુ છીએ, સંયમની ક્રિયા કરનારા છીએ, એ પ્રકારના અભિમાનને ધારણ કરે છે. જેમ સંસારી જીવો હું ધનાઢ્ય છું, બુદ્ધિસંપન્ન છું વગેરે પરિગ્રહના બળથી બાહ્ય સંગ દ્વારા કર્મોથી લેપાય છે, તેમ વિશિષ્ટ બોધ વગરના સાધુ અમે સાધુ છીએ, આચારને પાળનારા છીએ ઇત્યાદિ ગ્રંથો દ્વારા દુરંત સંસારમાં જાય છે, તેથી તેમનું સંયમજીવન સંસારનાશનું કારણ બનતું નથી, પરંતુ સંસારી જીવોને ધન વગેરે પરિગ્રહ છે, તેમ તે સાધુને વેષ અને આચાર સ્વયં પરિગ્રહ બને છે.
વળી જે પથિક પંથનાં અંતરાલ સ્થાનોને જાણે છે, તેથી ઇષ્ટ સ્થાનના માર્ગનો નિર્ણય કર્યા પછી ત્યાં આહાર વગેરે સુલભ છે, ચોર વગેરેનો ભય નથી તેનો નિર્ણય કરીને ક્લેશ રહિત ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ સુસાધુ પણ લિંગો, સંયમના આચારો અને સૂત્રનો વિશિષ્ટ અર્થ વગરનો બોધ કઈ રીતે પરિગ્રહ થઈ શકે છે, લોકોમાં પૂજાવાથી પોતે કઈ રીતે મોહરૂપી ચોરોથી લુંટાશે વગેરેના બોધવાળા હોવાથી લિંગ અને આચારોને તે રીતે સેવે છે. જેથી લિંગ માર્ગભ્રંશથી રક્ષણ કરે અને આચારો મોહનાશનું કારણ બને અને લોકમાં પૂજાય ત્યારે પણ વિચારે કે હું નથી પૂજાતો, ભગવાનનું બતાવેલું સંયમ પૂજાય છે, તેથી લોકોની પૂજાને પામીને પણ મોહ વગેરે ચોરોના ઉપદ્રવ વગરની સુવિશુદ્ધ સંયમ ધુરાને ધારણ કરે છે અને લોકો સુવિશુદ્ધ સંયમને પૂજીને કર્મનિર્જરા કરે તેવો નિર્મળ અધ્યવસાય ધારણ કરે છે. I૪૧છા અવતરણિકા :
एतदेव भावयतिઅવતરણિકાર્ચ -
આને જ ભાવન કરે છે–સામાન્ય પથને જાણનાર વિશેષ પથને જાણતો ન હોય તો તે પથિક ક્લેશ પામે છે, તેમ લિંગ આચાર શ્રતમાત્રને જાણનાર સાધુ ક્લેશને પામે છે, એમ પૂર્વમાં કહ્યું એને જ ભાવન કરે છે –
ગાથા :
कप्पाकप्पं एसणमणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु समग्गं ।।४१७।।
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
पहेशभाला भाग - 3 / गाथा - ४१७ - ४१८
पव्वावणविहिमुट्ठावणं च अज्जाविहिं निरवसेसं । उस्सग्गववायविहिं, अयाणमाणो कहं जयउ ।।४१८ ।।
गाथार्थ :
अल्याडाने, भेषणा - जनेषणाने, यरा-रए - शेक्षविधिने प्रायश्चित विधिने, द्रव्याहि गुएशोभां સમગ્રને, પ્રવ્રાજન વિધિને, ઉપસ્થાપનાને, સંપૂર્ણ આર્યાવિધિને અને ઉપસર્ગ-અપવાદ વિધિને નહિ જાણતો સાધુ કેવી રીતે યત્ન કરે=સંયમની વૃદ્ધિ માટે યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ.
।।४१७-४१८।
टीडा :
टीडार्थ :
कल्पादिकमजानानः कथं यततामिति समुदायार्थः, तत्र कल्प्यं यत् साधूनामुचितं ततोऽन्यदकल्प्यं, यद्वा कल्पो मासकल्पादि : स्थविरकल्पादिर्वा ततोऽन्योऽकल्पः, कल्पश्चाकल्पश्च कल्पाकल्पम्, एषणा गवेषणग्रहणग्रासविषया पिण्डस्यान्वेषणा शङ्कितादिर्वा ततोऽन्यानेषणा, मकारोऽलाक्षणिकः, एषणा चानेषणा चेत्येषणानेषणमिति समाहारद्वन्द्वः, चरणं व्रतादि, करणं पिण्डविशुद्ध्यादिशिक्षकविधिर्दीक्षाभिमुखस्याभिनवदीक्षितस्य वा सामाचारीग्राहणक्रमः, चरणं च करणं च शिक्षकविधिश्चेत्यत्रापि स एव द्वन्द्वस्तत्प्रायश्चित्तमालोचनादि, तस्य विधिः, यथा तद्दीयते यादृशाय यथा वा कार्य इत्यादिस्तमपि च द्रव्यादिगुणेषु च आदिशब्दात् क्षेत्रकालभावग्रहणं, तद्गुणेषु सुन्दरासुन्दरेषु यो विधिस्तं समग्रं समस्तमजानन्निति, तथा प्रव्राजनविधिं दीक्षादानक्रममुपस्थापनां च व्रतारोपणन्यायम्, आर्याविधिं साध्वीप्रतिपालनक्रमं, निरवशेषं सम्पूर्णम् उत्सर्गापवादविधिं निर्विशेषणद्रव्याद्यपेक्षकर्त्तव्यमार्गमजानानः कथं यततामिति ।। ४१७-४१८ ।।
कल्पादिकमजानानः
यततामिति ।। ऽल्पाहिने नहि भगतो डेवी रीते यत्न रे ? से प्रहारे બે ગાથાનો સમુદાય અર્થ છે, ત્યાં કલ્પ્ય જે સાધુઓને ઉચિત છે, તેનાથી બીજું અકલ્પ્ય છે અથવા કલ્પ માસકલ્પ વગેરે અથવા સ્થવિર કલ્પ વગેરે છે, તેનાથી બીજો અકલ્પ છે, કલ્પ અને અકલ્પ કલ્પાકલ્પ છે, એષણા ગવેષણ-ગ્રહણ અને ગ્રાસ વિષયવાળી છે અથવા પિંડની અન્વેષણા શંકિત वगेरे खेषएगा छे, तेनाथी जी अनेषएगा छे, मार= एषणा पछी मार जलाक्षगि छे, एषणा અને અનેષળા વળાનેષળા એ પ્રકારે સમાહાર દ્વન્દ્વ છે, ચરણ વ્રત વગેરે છે, કરણ પિંડવિશુદ્ધિ વગેરે છે, શિક્ષકની વિધિ=દીક્ષાને અભિમુખને અથવા અભિનવ દીક્ષિતને સામાચારી ગ્રહણ કરાવવાનો ક્રમ છે, ચરણ, કરણ અને શિક્ષકવિધિ અહીં પણ=એ ત્રણ પદોમાં, તે જ સમાહાર દ્વન્દ્વ છે, તેને નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અન્વય છે, પ્રાયશ્ચિત્ત આલોચના વગેરે
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૩
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭-૪૧૮ છે, જે પ્રકારે જેવા પ્રકારના અપરાધીને તે અપાય છે અથવા જે પ્રકારે કરાવાય છે વગેરે, તેને પણ નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અત્રય છે, દ્રવ્યાદિ ગુણોમાં આદિ શબ્દથી ક્ષેત્રકાલ-ભાવનું ગ્રહણ છે, સુંદર અસુંદર એવા તેના ગુણોમાં જે વિધિ છે તે સમગ્ર સમસ્તને, નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અવય છે અને પ્રવાજા વિધિને–દીક્ષાદાનના ક્રમને અને ઉપસ્થાપનાને=વ્રત આરોપણના ચાયને, આર્યાવિધિને–સાધ્વીના પ્રતિપાલનના ક્રમને, ઉત્સર્ગઅપવાદ વિધિ=લિવિશેષણ અને દ્રવ્યાદિ અપેક્ષાથી કર્તવ્યમાર્ગને નિરવશેષ=સંપૂર્ણ, નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? ૪૧૭-૪૧૮. ભાવાર્થ :
સાધુ સંસારનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના અર્થ છે અને સિદ્ધ અવસ્થા સંપૂર્ણ નિગ્રંથભાવ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત નિગ્રંથભાવને પ્રગટ કરવા માટે સાધુ સંયમ ગ્રહણ કરે છે, આથી સ્વજન-ધન વગેરે સર્વના સંગનો સર્વથા ત્યાગ કરે છે અને અંતરંગ કષાય અને નોકષાયરૂપ ગ્રંથોનો ત્યાગ કરે છે અને કલ્પાકલ્પની સર્વ આચરણાઓ નિગ્રંથભાવને અતિશય કરવાના અંગરૂપે છે, પરંતુ જે સાધુને તે વિષયક સૂક્ષ્મ બોધ નથી તે સાધુ તે તે આચરણા દ્વારા કષાયોના ત્યાગ સ્વરૂપ નિગ્રંથભાવમાં યત્ન કરી શકે નહિ તે બતાવવા માટે કહે છે –
જે સાધુને સંયમજીવનમાં આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે કયા કથ્ય છે અને કયા અકથ્ય છે, તેનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ અકથ્યનો ત્યાગ કરીને કણ્યનું સેવન કરીને કઈ રીતે સંયમયોગમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જોકે કેટલાક સાધુને પૂલથી ગોચરી આદિના દોષોનાં નામો માત્રનો બોધ હોય, પરંતુ ગ્રહણ કરતી વખતે આ કથ્ય છે, આ અકથ્ય છે તેવો સ્પષ્ટ વિભાગ ન કરી શકે તેમના માટે સંયમમાં યત્ન અશક્ય બને છે.
વળી સાધુનો માસકલ્પાદિ વિહાર છે. કયા સંયોગોમાં કઈ રીતે ક્ષેત્રના કે શ્રાવકના પ્રતિબંધના પરિહારપૂર્વક માસકલ્યાદિ વિહાર કરવો તેનો માર્ગાનુસારી બોધ નથી, તેઓ તે રીતે માસિકલ્પાદિ કરીને કઈ રીતે સંયમસ્થાનની વૃદ્ધિ કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ અથવા સ્થવિરકલ્પ-જિનકલ્પ વગેરે આચારોના ભાવોને જેઓ જાણે છે, તેઓ કઈ રીતે સ્થવિર કલ્પના આચારો અસંગભાવને અભિમુખ જાય છે અને કઈ રીતે જિનકલ્પના આચારો અસંગભાવ તરફ જાય છે, તેના પરમાર્થના બોધવાળા છે, તેઓ શક્તિ અનુસાર સ્થવિરકલ્પને સેવીને પણ સંયમની વૃદ્ધિ કરે છે અને જિનકલ્પના આચારોને ભાવન કરીને તેના પ્રત્યે બદ્ધ રાગવાળા થઈને સંયમની વૃદ્ધિ કરે છે, પરંતુ જેમને સ્થવિરકલ્પ કઈ રીતે મોહનાશમાં પ્રવર્તક છે, જિનકલ્પ કઈ રીતે મોહનાશમાં પ્રવર્તક છે, તેનો કોઈ બોધ નથી તેઓ કલ્પાકલ્પના અજ્ઞાનને કારણે કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જોકે વર્તમાનમાં જિનકલ્પ વગેરે વિચ્છિન્ન છે તોપણ સુસાધુ જિનકલ્પના આચારોના પરમાર્થનો બોધ કરીને જિનકલ્પની અસંગ પરિણતિથી આત્માને ભાવિત કરે છે અને સ્થવિર કલ્પના આચારો કઈ રીતે જિનકલ્પનું
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭-૧૮ બળ સંચય કરે તેના પરમાર્થને સદા જોનારા હોય છે, તેથી તેમનો વિકલ્પ અને જિનકલ્પનો બોધ માર્ગમાં યત્ન કરવાનું કારણ બને છે, પરંતુ જે સાધુઓને સ્થવિરકલ્પ અને જિનકલ્પના આચારોનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ કઈ રીતે ગુણસ્થાનકની વૃદ્ધિ માટે યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ.
વળી એષણા ગવેષણા, ગ્રહણ અને ગ્રાસના વિષયવાળી છે, સાધુ ભિક્ષાની ગવેષણા કરે, ભિક્ષાને ગ્રહણ કરે અને વાપરે તે સર્વ ક્રિયા કઈ રીતે કરવી જોઈએ, જેથી સામાયિકનો પરિણામ અતિશય થાય, તેનો જેને બોધ નથી તે સાધુ કઈ રીતે એષણામાં યત્ન કરી શકે? જેમ સાધુ ભિક્ષા માટે ગવેષણા કરતા હોય ત્યારે તેવો અધ્યવસાય કરે છે કે મળશે તો સંયમની વૃદ્ધિ થશે, નહિ મળે તો તપની વૃદ્ધિ થશે, વળી ગ્રહણમાં પણ સંયમને ઉપષ્ટભક હોય, તેવી વસ્તુનું ગ્રહણ કરે છે અને આહારાદિ તે રીતે વાપરે છે કે જેથી આહારસંજ્ઞા લેશ પણ પ્રવર્તક ન બને, પરંતુ સંયમવૃદ્ધિની સંજ્ઞા પ્રવર્તક બને, તે સર્વનો જેને બોધ નથી તે સાધુ કઈ રીતે સંયમયોગમાં યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ અથવા એષણાનો અર્થ પિંડની અન્વેષણા છે અને તે અંકિતાદિ સ્વરૂપ છે, તેથી જેમને કયો પિંડ શકિતાદિ દોષવાળો છે, તેનો બોધ નથી તેઓ સંયમની શુદ્ધિ માટે યત્ન કરી શકે નહિ.
વળી ચારિત્ર પાંચ મહાવ્રતોરૂપ છે, તેથી ક્યા પ્રકારના યત્નથી પાંચ મહાવ્રતો સુરક્ષિત રહે અને બીજાં મહાવ્રતો કઈ રીતે પહેલા મહાવ્રતની વાડરૂપ છે તેના પરમાર્થનો બોધ નથી તે સાધુ કઈ રીતે મહાવ્રતના પાલનમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ.
કરણ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો છે, આદિ પદથી સમિતિ-ગુપ્તિ આદિ છે, તેથી જેમને પિંડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ વગેરેનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ કઈ રીતે સંયમમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. વળી કોઈ જીવ દીક્ષાને અભિમુખ થયેલ હોય અથવા નવદીક્ષિત હોય તો તેને સામાચારી ગ્રહણ કરાવવાનો કયો ક્રમ છે ? તેનો જેમને બોધ નથી, તે કઈ રીતે તે જીવોનું હિત કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ, જેમ કોઈ જીવ સંસારથી વિરક્ત થઈને સંયમને અભિમુખ થયેલ તે જીવને સંયમ ગ્રહણ કર્યા પછી તે કઈ રીતે સંયમસ્થાનોની વૃદ્ધિ કરી શકશે, તેને અનુરૂપ તેના ક્ષયોપશમનો નિર્ણય કરીને તે ક્રમથી શુદ્ધ સામાચારીનો બોધ કરાવે છે જેથી સંયમ ગ્રહણ કર્યા પછી તે યોગ્ય જીવ તે સામાચારીના બોધના બળથી ઉચિત આચરણા કરીને સંયમની પરિણતિ ભાવથી પ્રાપ્ત કરે અને દીક્ષા વખતે સંયમની પરિણતિ પામેલ હોય તો તે સામાચારીના બોધના બળથી સંયમની વૃદ્ધિ કરી શકે, વળી નવદીક્ષિતને પણ તેના ક્ષયોપશમને અનુરૂપ કઈ રીતે સામાચારીનો બોધ કરાવવો જોઈએ, જેથી સંયમ ગ્રહણ કર્યા પછી તે મહાત્મા સતત ગુણની વૃદ્ધિ કરી શકે તે રીતે શિક્ષા આપવા વિષયક વિધિનો જે સાધુને બોધ નથી, તે સાધુ દીક્ષાને અભિમુખ જીવનું કે નવદીક્ષિત જીવનું હિત થાય તેમ કઈ રીતે યત્ન કરી શકે ? અને તે રીતે યત્ન ન કરી શકે તો અન્ય જીવના વિનાશમાં યત્ન કરીને પોતાનો પણ દીર્ઘ સંસાર પ્રાપ્ત કરે.
વળી જે સાધુને પ્રાયશ્ચિત્તની વિધિનો બોધ નથી અર્થાત્ કેવા જીવને કેવું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ અને કેવા જીવ પાસે કઈ રીતે તે પ્રાયશ્ચિત્ત કરાવવું જોઈએ ઇત્યાદિનો સૂક્ષ્મ બોધ નથી અને પોતાની
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭–૪૧૮, ૪૧૯ ઇચ્છા અનુસાર પ્રાયશ્ચિત્ત આપે છે, તેવા સાધુ કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જેમ કોઈ મુસાફર સામાન્યથી નગરનો માર્ગ જાણતો હોય, વિશેષ ન જાણતો હોય તો ક્લેશ પામે છે, તેમ આવા ગુણથી રહિત સાધુ સર્વ પ્રવૃત્તિ કરીને મોહધારાની વૃદ્ધિ કરે છે, તેથી ક્લેશને પામે છે.
વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોના ગુણમાં સુંદર-અસુંદર દ્રવ્યાદિ હોય, તેમાં શું વિધિ છે તે સમગ્રને જાણતા નથી તે સાધુ કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? જેમ વિપરીત દ્રવ્યાદિ હોય ત્યારે કઈ રીતે સંયમના પરિણામોનું રક્ષણ કરવું જોઈએ અને સુંદર દ્રવ્યાદિ હોય ત્યારે કઈ રીતે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, જેથી સંયમની વૃદ્ધિ થાય તેનો જેને બોધ નથી, તેઓ સુંદર દ્રવ્યાદિમાં રાગ કરે છે અને અસુંદરમાં દ્વેષ કરે છે, જેનાથી સંયમનો વિનાશ થાય છે.
વળી દીક્ષાદાનનો ક્રમ શું છે, વ્રત આરોપણની મર્યાદા શું છે, સાધ્વીઓનું પ્રતિપાલન કયા ક્રમથી કરવું જોઈએ, તેની સમગ્ર વિધિ જાણતા નથી તેઓ દીક્ષા આપીને, વ્રત આરોપણ કરીને કે સાધ્વીઓનું પાલન કરીને પણ સ્વ-પરનો વિનાશ કરે છે; કેમ કે દીક્ષા આપવા માત્રથી કે વ્રત આરોપણ માત્રથી તેમનું કલ્યાણ થતું નથી, પરંતુ તેમનો સંયમનો પરિણામ જે રીતે વૃદ્ધિ પામે તે રીતે દીક્ષા આપવી જોઈએ, વ્રત આરોપણ કરવું જોઈએ અને સાધ્વીના સંયમપાલનની ચિંતા કરવી જોઈએ, તેવો બોધ નથી તેઓ દીક્ષા પ્રદાનથી કે વ્રત આરોપણથી તેનો વિનાશ કરે છે, સાધ્વીઓ પાસે પોતાનું કાર્ય કરાવીને સ્વપરનું અહિત કરે છે, તેનાથી સ્વ-પરનો મોહ વધવાથી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે.
વળી, ઉત્સર્ગ-અપવાદને જાણતા નથી અર્થાત્ વિશેષ દ્રવ્યાદિ ન હોય તે વખતે સંયમજીવનની વૃદ્ધિ માટે શું કર્તવ્ય છે તે રૂપ ઉત્સર્ગને જાણતા નથી અને પ્રતિકૂળ દ્રવ્યાદિ હોય ત્યારે પણ ઉત્સર્ગ માર્ગના સેવનથી નિષ્પાદ્ય ભાવોનું કઈ રીતે રક્ષણ થાય, તેનો નિર્ણય કરીને અપવાદનું યોજન કરતા નથી, તેવા અજ્ઞ સાધુઓ મોક્ષમાં જવું છે તેવો સામાન્યથી બોધ હોવા છતાં તે માર્ગે જવાનાં અંતરાલ સ્થાનોનો બોધ નહિ હોવાથી માર્ગમાં અનેક બાધાઓ પામીને ક્લેશોને પ્રાપ્ત કરે છે, જેથી ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિ અતિદુર્લભ બને છે. I૪૧૭-૧૮ અવતરણિકા :
तस्मात् ज्ञाने यत्नो विधेय इति, तदर्थिना च गुरुराराधनीयो यत आहઅવતરણિકાર્ય :
તે કારણથી=સામાન્ય માર્ગ જાણનાર વિશેષ માર્ગ ન જાણતા હોય તો માર્ગમાં ક્લેશ પામે છે માટે મોક્ષમાર્ગનો બોધ કરવા માટે યત્ન કરવો જોઈએ. તે કારણથી, જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ અને તેના અર્થીએ=જ્ઞાનના અર્થી સાધુએ, ગુરુની આરાધના કરવી જોઈએ, જે કારણથી કહે છે –
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯
ગાથા :
सीसायरियकमेण य, जणेण गहियाइं सिप्पसत्थाई ।
नज्जंति बहुविहाई, न चक्खुमेत्ताणुसरियाई ।।४१९।। ગાથાર્થ :
શિષ્ય-આચાર્યના ક્રમથી જ લોક વડે ગ્રહણ કરાયેલાં શિલ્પો અને શાસ્ત્રો જણાય છે, ચક્ષુમાત્રને અનુસરનારાં ઘણા પ્રકારનાં જણાયાં નથી. ll૪૧૯ll ટીકા -
शिष्याचार्यक्रमेणैव, चशब्दस्यैवकारार्थत्वाज्जनेन अविवेकिना लोकेन अप्यासतां लोकोत्तराः साधवः, किं गृहीतानि शिल्पशास्त्राणि, शिल्पानि चित्रादीनि, शास्त्राणि व्याकरणादीनि, यतस्तथैव गृहीतानि तानि ज्ञायन्ते सम्यक् ज्ञाते हेतुतां प्रतिपद्यन्ते, स्वबुद्ध्या गृहीतानि तु विगोपयन्ति तदुक्तम्न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भागं, पश्यत नृत्तं मयूरस्य ।।१।।
अत एवाह-बहुविधानि नानारूपाणि न चक्षुर्मात्रानुसृतानि चक्षुर्मात्रेण यावद् दृष्टानि तावदेवानुसरणं स्वबुद्ध्या विधाय गृहीतानीत्यर्थः ।।४१९।। ટીકાર્ય :
શિથાવાર્યમેવ દીતાનીત્યર્થ શિષ્ય-આચાર્યના ક્રમથી જ લોક વડે=અવિવેકી લોક વડે પણ, લોકોત્તર સાધુ તો દૂર રહો, અવિવેકી લોકો દ્વારા પણ શિલ્પો અને શાસ્ત્રો શિષ્ય-આચાર્યના ક્રમથી ગ્રહણ કરાયેલાં જણાય છે એમ અવય છે. ગાથામાં ૪ શબ્દનું વકાર અર્થપણું છે, તેથી શિષ્ય-આચાર્યના ક્રમથી જ શાસ્ત્રોનો બોધ થાય છે એમ અવય છે, શિલ્પો ચિત્ર વગેરે છે. શાસ્ત્રો વ્યાકરણ વગેરે છે, જે કારણથી તે પ્રકારે ગ્રહણ કરાયેલાં=જે પ્રકારે આચાર્ય વડે ભણાવાયાં છે, તે પ્રકારે ગ્રહણ કરાયેલાં, તે=શિલ્પો અને શાસ્ત્રો, સમ્યમ્ જ્ઞાનહેતુતાને પ્રાપ્ત કરે છે, સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં શિલ્પો અને શાસ્ત્રો આત્માની વિડંબના કરે છે, તે=સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં શાસ્ત્રો યથાર્થ બોધ કરાવતાં નથી તે, કહેવાયું છે –
અનુપાસિત ગુરુકુળવાળાને નિપિંગોપક યથાર્થ, વિજ્ઞાન થતું નથી, પ્રગટ કરાયેલા પશ્ચાદ્ ભાગવાળા મયૂરના નૃત્યને જોતા પુરુષને યથાર્થ જ્ઞાન થતું નથી. II૧TI
આથી જ કહે છેઃશિષ્યાદિના ક્રમથી યથાર્થ બોધ થાય છે, અન્યથા થતો નથી, આથી જ કહે છે – ચક્ષુમાત્રથી અનુસરણ કરાયેલાં ઘણા પ્રકારવાળાં જણાતાં નથી=ચક્ષમાત્રથી જેટલાં
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૭
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯ જોવાયાં તેટલાંનું જ અનુસરણ, સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં ઘણાં પ્રકારનાં શાસ્ત્રો બોધ કરાવતાં નથી એમ અય છે. li૪૧૯I ભાવાર્થ -
લોકમાં શિલ્પકલા શિલ્પાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે, વ્યાકરણ વગેરે શાસ્ત્રોના અર્થો વ્યાકરણાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે અને જેઓ એ પ્રમાણે આચાર્યાદિ પાસેથી ગ્રહણ કરતા નથી, સ્વયં ગ્રહણ કરે છે તેમને ભૂલથી બોધ થાય છે, માટે ગીતાર્થ ગુરુ પાસે રહીને અધ્યયન કરવું જોઈએ. જેથી પૂર્વની ગાથામાં કહ્યું, એ પ્રમાણે કલ્પાકલ્પથી માંડીને ઉત્સર્ગ-અપવાદ વિષયક સર્વનું યથાર્થ જ્ઞાન થાય અને જેઓ તે પ્રમાણે કરતા નથી અને ખંડ ખંડ શાસ્ત્રો ભણીને શાસ્ત્રબોધવાળા થયા છે, તેઓ સ્વયં કલ્પાદિ સર્વને જાણનારા નથી અને પોતાને આશ્રિત શિષ્યોને પણ તે રીતે બોધ કરાવવા સમર્થ નથી, તેથી નિપુણપ્રજ્ઞાથી તેવા ગીતાર્થ ગુરુની ગવેષણા કરીને જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ.
અહીં વિશેષ એ છે કે દ્રવ્યાનુયોગના મર્મને જાણનારા ગીતાર્થ ગુરુ જ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર પદાર્થનો બોધ કરનારા હોય છે. આ દ્રવ્યાનુયોગને કહેનારાં શાસ્ત્રો સર્વ પદાર્થોનો અનુભવ અનુસાર તે તે ધર્માવચ્છેદન બોધ કરાવે છે અને તેવા ગીતાર્થ ગુરુ તે પ્રકારે દરેક વસ્તુને તે તે ધર્મના અવચ્છેદનથી જાણવા સમર્થ હોવાથી યોગ્ય શિષ્યને તેની પ્રકૃતિ અને ક્ષયોપશમ અનુસાર કયા કૃત્યથી ગુણવૃદ્ધિ થશે, તેનો નિર્ણય કરવા સમર્થ બને છે, તેથી તેવા ગુરુ પાસે અધ્યયન કરવું જોઈએ. જેમ માતુષ મુનિને ગીતાર્થ ગુરુ પ્રાપ્ત થયા, તેથી તે ગુરુએ આ મુનિની ધારણા શક્તિ કંઈ જ નથી, તો તેને કઈ રીતે સામાયિકનો પરમાર્થ પ્રાપ્ત થશે તેનો નિપુણ વિચાર કરીને તેની યોગ્યતા પ્રમાણે મા રુષ્ય, મા તુષ્ય એ બે શબ્દો સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો. જો તે ગુરુ માલતુષ મુનિની સામાયિકના પરિણામને અનુકૂળ કયા કૃત્યની શક્તિ છે, તેનો નિર્ણય કરવા સમર્થ ન હોત તો સામાન્યથી એમ જ કહ્યું હોત કે બીજા ગુણવાન સાધુની વેયાવચ્ચ કર અથવા તે તે સાધુ પાસેથી આવશ્યક કૃત્ય કર, પરંતુ સર્વ આવશ્યક કૃત્યોને ગૌણ કરીને તે જીવમાં કેવા પ્રકારની યોગ્યતા છે, તેનો સૂક્ષ્મ બુદ્ધિથી નિર્ણય કરીને તે જીવ રાગ-દ્વેષનો ત્યાગ કરે તે પ્રમાણે ઉચિત અનુશાસન આપીને તેનો સંસારથી વિસ્તાર કર્યો અને માષતષ મુનિ પણ ગુરુના વિષયમાં અભ્રાંત હતા, તેથી આ ગુરુ અને સામાયિકના પરિણામની વૃદ્ધિનો ઉપાય જ બતાવે છે, તેવો નિર્ણય કરી શક્યા. જો માષતષ મુનિને તેવો બોધ ન હોત તો જે તે ગુરુ તેને વેયાવચ્ચ આદિ જે કૃત્યો કરવાનાં કહે, તેનાથી પોતાનો વિસ્તાર થશે, તેમ ભ્રમિત થયા હોત. વસ્તુતઃ તે તે કૃત્યોથી નિસ્વાર થતો નથી, પરંતુ તે તે કૃત્યો દ્વારા સામાયિકના પરિણામના રહસ્યને ચિત્ત સ્પર્શે તેવો નિપુણ યત્ન કરવાથી નિસ્વાર થાય છે અને તેવો યત્ન જે ગુરુ ન બતાવી શકે, તે ગુરુ આશ્રયણીય નથી, તેવી નિર્મળ પ્રજ્ઞા માષતુષ મુનિમાં હતી અને માપતુષ મુનિ જેવા મંદ બુદ્ધિવાળા જીવોને પણ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવાની શક્તિ દ્રવ્યાનુયોગમાં નિપુણ એવા ગુરુમાં હતી, આથી દ્રવ્યાનુયોગમાં નિપુણ આચાર્ય માત્ર બાહ્ય કૃત્ય કે માત્ર બાહ્ય અધ્યયનના બળથી સંસારના વિસ્તારને જોનારા નથી, પરંતુ ધર્મના અવચ્છેદનથી તે કૃત્ય સામાયિકના પરિણામની નિષ્પત્તિનું અને વૃદ્ધિનું કારણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯-૪૨૦ છે, તેના પરમાર્થને જોનારા છે, તેથી તે રીતે વિભાગ કરીને સ્વ-પરના હિતમાં યત્ન કરે છે અને દ્રવ્યાનુયોગમાં નિપુણ પણ સાધુ કોઈ રીતે પ્રમાદવશ બને છે, ત્યારે તે પ્રકારના વિભાગમાં નિપુણ પ્રજ્ઞા પ્રવર્તતી નથી, તેથી તેઓનો શાસ્ત્રોનો સૂક્ષ્મ બોધ પણ તેમના હિતમાં પ્રવર્તક થતો નથી. જેમ મંગુ આચાર્ય શાસ્ત્રના સૂક્ષ્મ ભાવોને જાણનારા હતા, છતાં તેમનો ઉપયોગ તે પ્રકારના કષાયને વશ પ્રવર્તતો હતો, તેથી તેમનું સમ્યજ્ઞાન પણ મોહનાશને અનુકૂળ યત્ન કરાવવા સમર્થ થયું નહિ અને જેઓ તે પ્રકારના કષાયને વશ નથી, કલ્યાણના અર્થી છે, ભવથી ભય પામેલા છે, છતાં દ્રવ્યાનુયોગમાં નિપુણ નથી, એથી જીવોની તે તે પ્રકારની યોગ્યતાનું વિભાજન કરી શકતા નથી. આથી દેશના આપતી વખતે પણ બાલ, મધ્યમ, પંડિતનું વિભાજન કરીને તે તે જીવોનું કેવા કેવા પ્રકારના ઉપદેશથી હિત થશે, તેનું વિભાજન કરી શકતા નથી અને શિષ્યગણમાં પણ તે તે શિષ્યની સામાયિકની નિષ્પત્તિને અનુકૂળ કયા પ્રકારની યોગ્યતા છે, તેનો નિર્ણય કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તાવીને તેઓના સામાયિક ધર્મની વૃદ્ધિ કરાવી શકતા નથી, તેથી દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણનારની નિશ્રામાં ગચ્છનો વિસ્તાર છે, સુસાધુનો નિસ્તાર છે અને જેઓ ગીતાર્થ નથી તેમને ગાથા-૩૯૮માં કહ્યું તે પ્રમાણે અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. II૪૧લા અવતરણિકા :
तस्मात् स्थितमेतदित्याहઅવતરણિકાર્ય :
તે કારણથીઆચાર્યાદિના ક્રમથી શાસ્ત્રનો બોધ થાય છે તે કારણથી, આ પ્રમાણે સ્થિત છે, એથી કહે છે - ગાથા :
जह उज्जमिउं जाणइ, नाणी तवसंजमे उवायविऊ ।
तं चक्खुमित्तदरिसणसामाचारी न याणंति ॥४२०।। ગાથાર્થ :
તપ-સંયમના ઉપાયને જાણનારા જ્ઞાની જે પ્રમાણે ઉધમને જાણે છે, તે પ્રમાણે તે ઉધમને ચક્ષમાત્રથી સામાચારીવાળા સાધુ જાણતા નથી. II૪૨૦) ટીકા :
यथा उद्यन्तुं सम्यगनुष्ठानं कर्तुं जानाति ज्ञानी तपःसंयमयोरुपायवित् तत्कारणकुशलस्तदुद्यमनं चक्षुर्मात्रदर्शनेन परानुष्ठानावलोकनेनाऽऽगमं विना सामाचारी अनुष्ठानप्रवृत्तिर्येषां ते तथा, ते न जानन्तीति ॥४२०।।
Page #76
--------------------------------------------------------------------------
________________
UG
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૦-૪૨૧ ટીકાર્ય :
યથા ૩થનું ....... નાનીતિ | જે પ્રમાણે ઉદ્યમ કરવા માટે સમ્યગુ અનુષ્ઠાન કરવા માટે તપસંયમના ઉપાયને જાણનાર=તેના કારણમાં કુશલ તપ-સંયમના કારણમાં કુશલ, જ્ઞાની જાણે છે તે પ્રકારે તે ઉદ્યમને ચક્ષમાત્રના દર્શનથી=બીજાના અનુષ્ઠાનના દર્શનથી, આગમ વગર સામાચારીક અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે જેમને તે તેવા છેઃચક્ષુમાત્ર દર્શન સામાચારીવાળા છે, તેઓ જાણતા નથી. II૪૨૦ના. ભાવાર્થ :
જે મહાત્મા સૂક્ષ્મ બોધવાના છે, આગમનાં વચનો દરેક અનુષ્ઠાન દ્વારા કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે, તેના રહસ્યને પામેલા છે તેઓ સંવર અને નિર્જરારૂપ તપ-સંયમના ઉપાયને જાણનારા છે; કેમ કે આશ્રવથી ચિત્તને અટકાવીને અર્થાત્ ચિત્તનું સંવરણ કરીને નિર્જરાને અનુકૂળ સામાયિકમાં પ્રવર્તાવવું એ જ સંયમની ક્રિયા છે અને તેના ઉપાયભૂત સર્વ સાધુ સામાચારી છે અને જે મહાત્મા તપ-સંયમના ઉપાયને જાણનારા જ્ઞાની છે, તેઓ સંયમના દરેક આચારમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ, તેના પરમાર્થને જાણનારા છે, તેથી સંયમની સર્વ સામાચારી તપ-સંયમના ઉપાયમાં પ્રવૃત્તિ રૂપે કરીને કઈ રીતે સતત નિર્જરા થઈ શકે, તે પ્રકારે તે અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવાના રહસ્યને જાણનારા છે અને જેઓ ચક્ષુમાત્રના દર્શનથી સાધ્વાચારની આ ક્રિયા આ રીતે થાય તે પ્રકારે સામાચારીને જાણે છે, તેઓ તપ-સંયમની વૃદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને એ પ્રકારે સામાચારી વિષયક ઉદ્યમના રહસ્યને જાણતા નથી, આથી જ સંયમનાં કષ્ટોને વેઠીને કાયક્લેશને પ્રાપ્ત કરે છે અને તે કષ્ટો વેઠવાં તે જ ધર્મ છે; કેમ કે ધર્મ કષ્ટો સહન કરવા એ રૂપ જ છે તેમ જાણે છે, તેઓ તે કષ્ટો વેઠીને વર્તમાનમાં પણ શમભાવના સુખને પામતા નથી અને સમભાવના સુખની વૃદ્ધિ દ્વારા સંસારના ઉચ્છેદને અનુકૂળ યત્ન કરનારા થતા નથી, તેથી કલ્યાણના અર્થી સાધુએ તપ-સંયમના ઉપાયના જાણનારા જ્ઞાની ગુરુને આધીન જ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ, જેથી સાધુ સામાચારીના પરમાર્થને જાણીને તે સાધુ સામાચારી સામાયિકના પરિણામની વૃદ્ધિ દ્વારા કઈ રીતે મોક્ષફળમાં વિશ્રાંત થાય છે, તેના પરમાર્થની પ્રાપ્તિ થાય. I૪૨ના અવતરણિકા :
एवञ्च ज्ञानमात्रप्राधान्ये प्रतिपादिते ज्ञानमेवावलम्ब्य कश्चित् तोषं विदध्यादतस्तदपि क्रियाविकलमकिञ्चित्करमित्यावेदयन्नाहઅવતરણિકાર્ય :
અને આ રીતે જ્ઞાનમાત્રનું પ્રાધાન્ય કહેવાય છતે જ્ઞાનને જ અવલંબીને કોઈક સંતોષ પામે, આથી તે પણ=જ્ઞાન પણ, ક્રિયાવિકલ અકિંચિત્કર છે, એ પ્રમાણે જણાવતાં કહે છે – ભાવાર્થ :ગાથા-૪૧૭-૪૧૮માં કહ્યું કે કલ્પાકલ્પાદિને નહિ જાણનારા સાધુ કઈ રીતે સંયમમાં યત્ન કરી શકે ?
Page #77
--------------------------------------------------------------------------
________________
go
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧ માટે સાધુએ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ અને તેને દૃઢ કરવા માટે ગાથા-૪૨૦માં કહ્યું કે તપ-સંયમના ઉપાયને જાણનાર જ્ઞાની નિર્જરાના કારણ એવા તપ-સંયમના ઉદ્યમને જાણે છે, તેવો બોધ સ્કૂલ સામાચારીને જાણનારાઓને નથી, માટે તેઓ હિત સાધી શકે નહિ. આ રીતે આગમના રહસ્યને જાણવાના ઉદ્યમ રૂપ જ્ઞાનમાત્રનું પ્રાધાન્ય પ્રતિપાદિત કરાયું તે સાંભળીને જ્ઞાનનું અવલંબન લઈને કોઈક સંતોષ પામે, તેથી તે જ્ઞાન પણ ઉચિત ક્રિયા વગરનું નિરર્થક છે. તે બતાવવા માટે કહે છે – ગાથા :
सिप्पाणि य सत्थाणि य, जाणतो वि य न जुंजई जो उ ।
तेसिं फलं न भुंजइ, इय अजयंतो जई नाणी ।।४२१ ।। ગાથાર્થ :
શિલ્પોને અને શાસ્ત્રોને જાણતો પણ જે પુરુષ તે બોધને ક્રિયાથી યોજન કરતો નથી, તે તેના ફળને ભોગવતો નથી, એ રીતે અયતમાન જ્ઞાની સાધુ મોક્ષફળને પામતો નથી. ll૪૨૧II ટીકા :
शिल्पानि च शास्त्राणि च पूर्वोक्तानि जाननपि चशब्दाः सर्वेऽभ्युच्चयार्थाः परमार्थतो ज्ञान्येवासौ न भवतीत्यपिशब्दार्थः न युनक्ति यस्तु क्रियया तानि न सम्पादयति स तेषां फलं द्रव्यलाभादिकं न भुङ्क्ते नानुभवतीत्येवमयतमानोऽनुष्ठानशून्यो यतिः साधुः ज्ञानी सनपि मोक्षलक्षणं फलं નાનોતીતિ ારા ટીકાર્ય :
શિન્યાનિ ઘ ....... નાનોતીતિ | પૂર્વમાં કહેવાયેલા શિલ્પો અને શાસ્ત્રોને જાણતો પણ આ પરમાર્થથી જ્ઞાની જ નથી, એ ગપિ શબ્દનો અર્થ છે નાનત્રપમાં રહેલા ગપિ શબ્દનો અર્થ છે, બધા જ શબ્દો અમ્યુચ્ચય અર્થવાળા છે, શિલ્પો અને શાસ્ત્રોને જાણનારો એવો કયો પરમાર્થથી જ્ઞાન નથી તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે વળી ક્રિયાથી તેઓને યોજન કરતો નથી–શિલ્પો અને શાસ્ત્રોને ક્રિયાથી સંપાદન કરતો નથી, તે તેઓના ધનના લાભ વગેરે ફળને ભોગવતો નથી=અનુભવતો નથી, એ રીતે અયતમાન થતિ=અનુષ્ઠાનશૂન્ય સાધુ જ્ઞાની છતા પણ મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી. ૪૨૧ ભાવાર્થ :
જે સાધુ ગુણવાન ગુરુ પાસેથી કલ્પાકલ્પથી માંડીને ઉત્સર્ગ=અપવાદ સુધીના સર્વ વિભાગોને યથાર્થ જાણે છે તોપણ સંયમની ક્રિયામાં તે પ્રકારે યત્ન કરતા નથી, તેવા જ્ઞાની મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી,
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧-૪૨૨
૬૧
જેમ કોઈ પુરુષ શિલ્પશાસ્ત્રોને કે વ્યાકરણ શાસ્ત્રોને જાણતો હોય છતાં તેનો ઉચિત ઉપયોગ ક્રિયામાં ન કરે તો ધનનો લાભ વગેરે ફળને પામતો નથી, તેમ શાસ્ત્રથી સૂક્ષ્મ બોધ થયા પછી તે શાસ્ત્રમાં બતાવેલ સર્વ ઉચિત ક્રિયાઓ પોતાની શક્તિ અનુસાર નિપુણતાપૂર્વક સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ થાય તે રીતે સેવવામાં આવે તો જ મોક્ષફળને પ્રાપ્ત કરાવે છે. જેમ ગુણવાન ગુરુના અનુશાસનથી માષતુષ મુનિને સામાયિકની પરિણતિના ઉપાયનો સંક્ષેપથી પણ યથાર્થ બોધ થયેલો અને તે મહાત્માએ તે બોધનું દઢ આલંબન લઈને તે પ્રમાણે સામાચારીનું પાલન કરીને સામાયિકના કંડકોની વૃદ્ધિ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, તેમ શાસ્ત્રોથી તે તે ક્રિયાઓ વિષયક નિપુણ બોધ કરીને જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં સામાયિકની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરતા નથી, તેઓ કેવળજ્ઞાનરૂપ ફળને પ્રાપ્ત કરતા નથી. II૪૨૧ અવતરણિકા :
कथं पुनर्ज्ञाने सति क्रियावैकल्यं स्यादत आहઅવતરણિતાર્થ :વળી જ્ઞાન હોતે છતે ક્રિયારહિતપણું કેમ થાય ? એથી કહે છે –
ગાથા -
गारवतियपडिबद्धा, संजमकरणुज्जमंमि सीयंता ।
निग्गंतूण गणाओ, हिंडंति पमायरन्नम्मि ।।४२२।। ગાથાર્થ :
ત્રણ ગારવથી બંધાયેલા સંયમ કરવાના ઉધમમાં સિદાતા ગણથી નીકળીને પ્રમાદઅરણ્યમાં ફરે છે. I૪૨ચા ટીકા :
एवं मन्यते यतो ज्ञानिनोऽपि केचिद् गौरवत्रयप्रतिबद्धा ऋद्धि-रससातेष्वादरेणासक्ताः संयमकरणोद्यमे पृथिव्यादिरक्षाविधानोत्साहे सीदन्तः शिथिलीभवन्तो निर्गत्य गणाद् गच्छाद्यथेष्टचेष्टया हिण्डन्ते, प्रमाद एव विषयकषायचौरश्वापदाकुलत्वादरण्यं प्रमादारण्यं तस्मिन्, ततस्ते क्रियाविकलाः
યુરિનિ ૪રરા ટીકાર્ચ -
વં મતે ... યુતિ આ પ્રમાણે મનાય છે – જે કારણથી જ્ઞાનવાળા પણ કેટલાક ત્રણ ગારવથી પ્રતિબદ્ધ હોય છે=ઋદ્ધિગારવ-રસગારવ-શાતાગારવામાં આદરથી આસક્ત હોય છે,
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૨ સંયમ કરવાના ઉદ્યમમાં સિદાતા હોય છે–પૃથ્વીકાય આદિની રક્ષા કરવાના ઉત્સાહમાં શિથિલ હોય છે, ગણથીeગચ્છથી નીકળીને ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરતા ફરે છે,
ક્યાં ફરે છે ? એથી કહે છે – પ્રમાદઅરણયમાં ફરે છે, કેમ ? એથી કહે છે –
પ્રમાદ જ વિષય-કષાયરૂપી ચોર અને જંગલી પશુથી યુક્તપણું હોવાને કારણે અરણ્ય છે તેમાં ફરે છે, તેથી તેઓ ક્રિયામાં શિથિલ થાય છે. il૪૨૨ ભાવાર્થ :
જે મહાત્માઓ પાસે નિપુણ પ્રજ્ઞા છે, ગુણવાન ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કર્યું છે, તેથી શાસ્ત્રાનુસારી ક્રિયા કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તેનો પણ સૂક્ષ્મ બોધ છે. સુખ મોક્ષમાં જ છે, સંસારમાં નથી તેવો પણ બોધ છે. આમ છતાં પ્રમાદ આપાદક કર્મના પ્રાચર્યને કારણે કેટલાક જ્ઞાનવાળા હોવા છતાં પણ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવમાં આસક્ત હોય છે, તેથી મોહનાશને અનુકૂળ સંયમમાં પ્રમાદવાળા બને છે. જેમ શેલકસૂરિ નિમિત્તને પામીને શાતાગારવને વશ પ્રમાદવાળા થયા, છતાં પંથક મુનિના વિવેકપૂર્વકના યત્નથી તે પ્રમાદ દૂર થવાને કારણે ફરી મોક્ષપથમાં યત્નશીલ થયા, તે રીતે મંગુ આચાર્યએ પણ ત્રણ ગારવને વશ થઈને સંયમજીવન નિષ્ફળ કર્યું, છતાં પરમાર્થનો સૂક્ષ્મ બોધ હોવાને કારણે વ્યંતરના ભાવમાં પણ પોતાના પ્રમાદનો પશ્ચાત્તાપ થયો અને તેવા યોગ્ય જીવોને રસગારવાદિ પ્રમાદકાળમાં પણ ક્યારેક કોઈ યોગ્ય ઉપદેશક મળે તો માર્ગમાં સ્થિર થવાની પણ સંભાવના રહે છે અને તેના અભાવને કારણે રસગારવને વશ થઈને જ્ઞાની પણ તે જીવો મનુષ્યભવને નિષ્ફળ કરે છે.
વળી કેટલાક જ્ઞાની સંયમના સેવનમાં શિથિલ હોય છે. અર્થાત્ ગારવોમાં પ્રતિબદ્ધ હોય કે ન પણ હોય, પરંતુ પકાયના પાલનમાં અપ્રમાદથી યત્ન કરવામાં શિથિલ હોય છે, તેથી ગચ્છમાંથી નીકળીને ઇચ્છા અનુસાર વિચરે છે, ક્યાં વિચરે છે ? એથી કહે છે – પ્રમાદરૂપી અરણ્યમાં વિચરે છે; કેમ કે જો તેવા જ્ઞાની પુરુષ ગચ્છમાં હોય તો ગચ્છના અનુશાસનના બળથી માર્ગમાં પ્રવર્તે, ક્યારેક બાહ્યથી ગચ્છમાં હોય તોપણ ગચ્છના અનુશાસનને અનુસરે નહિ તો ભાવથી ગચ્છમાંથી નીકળીને પ્રમાદઅરણ્યમાં ભટકનારા છે; કેમ કે તે પ્રકારે જયણાનો સૂક્ષ્મ યત્ન કરવામાં આળસ દોષ હોવાને કારણે વિષયકષાયરૂપી ચોર અને જંગલી પશુથી ભરેલા એવા પ્રમાદવનમાં ફરે છે, તેથી ગારવ આદિને વશ થઈને સંયમની બાહ્ય ક્રિયા કરવા છતાં શમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે ક્રિયા કરતા નથી; કેમ કે તેમને જ્ઞાનનો જે સૂક્ષ્મ બોધ ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે તેવો સમર્થ છે તેના કરતાં પણ પ્રમાદ આપાદક કર્મ બલવાન છે, જેથી પ્રમાદને વશ નિષ્ફળ ક્રિયા કરે છે, જેમ મરીચિને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ હતો, છતાં શિષ્યનો લોભ જાગ્યો ત્યારે ઉત્સુત્ર પ્રરૂપણા કરવારૂપ પ્રમાદ થયો, એથી સૂક્ષ્મ બોધવાળા
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૨-૪૨૩
93
જ્ઞાનીને પણ પ્રમાદ આપાદક કર્મો બલવાન વર્તતાં હોય અને નિપુણતાપૂર્વક ઉપદેશને ઝીલીને તે મહાત્મા તે પ્રમાદનો ત્યાગ ન કરે તો ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય નહિ, તેવા જ્ઞાની સાધુને પ્રમાદનો ત્યાગ કરવા માટે પ્રસ્તુત ગાથામાં ઉપદેશ આપેલ છે, જે ઉપદેશને પામીને ઘણા યોગ્ય જીવો પોતાના પ્રમાદનો ત્યાગ કરીને પ્રાપ્ત થયેલા સમ્યજ્ઞાનના બળથી સામાયિકની વૃદ્ધિ કરીને હિત સાધશે. II૪૨૨ા
અવતરણિકા :
ननु च यो विशिष्टज्ञानो मनाक्क्रियाविकलो यश्चोत्कृष्टक्रियो मनाग्ज्ञानहीनः, अनयोः कतरः श्रेयानित्याशङ्कयाह–
અવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે જે વિશિષ્ટ જ્ઞાનવાળા કંઈક ક્રિયારહિત છે અને જે ઉત્કૃષ્ટ ક્રિયાવાળા થોડા જ્ઞાનરહિત છે, તે બેમાં કયો શ્રેષ્ઠ છે ? અર્થાત્ કોણ અધિક કલ્યાણને સાધે છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે
ગાથા:
-
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो ।
न य दुक्करं करिंतो, सुट्टु वि अप्पागमो पुरिसो ।।४२३ ।।
ગાથાર્થ ઃ
જ્ઞાનથી અધિક એવો પ્રવચનની પ્રભાવના કરતો પુરુષ હીન પણ=ચારિત્રની અપેક્ષાએ હીન પણ, શ્રેષ્ઠ છે, અત્યંત પણ દુષ્કરને કરતો અલ્પ આગમવાળો પુરુષ નહિ. II૪૨૩||
ટીકા ઃ
ज्ञानाधिको वरतरमाविष्टलिङ्गत्वात् प्रधानतरः, हीनोऽपि चारित्रापेक्षया, हुरलङ्कारे प्रवचनं सर्वज्ञागमं प्रभावयन् वादव्याख्यानादिभिरुद्भावयन्, न च नैव दुष्करं मासक्षपणादि सुष्ठवपि कुर्वन्नल्पागमः स्तोकश्रुतः पुरुषो वरतरमिति । ।४२३ ।।
ટીકાર્ય ઃ
ज्ञानाधिको વરતરમિતિ ।। જ્ઞાનથી અધિક એવો હીન પણ=ચારિત્રની અપેક્ષાએ હીત પણ, પ્રવચનને=સર્વજ્ઞના આગમને, પ્રકૃષ્ટપણે કહેતો=વાદ-વ્યાખ્યાન વગેરેથી સ્પષ્ટ સમજાવતો શ્રેષ્ઠતર છે, આવિષ્ટલિંગપણું હોવાથી વતરંનો અર્થ પ્રધાનતરઃ કરેલ છે અર્થાત્ નપુંસકલિંગ ન કરતાં પુંલ્લિંગ કરેલ છે. સારી રીતે પણ દુષ્કર એવા માસક્ષમણ વગેરેને કરતો અલ્પ આગમવાળો=થોડા આગમવાળો પુરુષ, શ્રેષ્ઠતર નથી જ. ।।૪૨૩।।
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉ૪
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૨૩-૪૨૪ ભાવાર્થ :
જે મહાત્મા શાસ્ત્રના સૂક્ષ્મ બોધને પામેલા છે, તે તે અનુષ્ઠાનો કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ છે, તેના રહસ્યને જાણનારા છે અને યોગ્ય જીવોને કઈ રીતે બોધ કરાવવામાં આવે તો ક્રમે કરીને સામાયિકના પરિણામને પ્રાપ્ત કરશે, એ પ્રકારે બાલ આદિ જીવોને ભેદથી તેમને ઉપદેશ આપે છે, લોકોમાં સન્માર્ગની વૃદ્ધિ કરે છે, તેવા જ્ઞાની પુરુષ કંઈક પ્રમાદ આપાદક કર્મની બલવત્તાને કારણે ચારિત્રહીન હોય, આથી સામાયિકના પરિણામનું કારણ બને એ પ્રકારની ઉચિત યતનામાં પ્રમાદવાળા હોવાથી સંયમના આચારો પાળવા છતાં સંયમના કંડકોને પ્રાપ્ત કરી શકતા ન હોય તોપણ તેઓ શ્રેષ્ઠ છે, કોની અપેક્ષાએ શ્રેષ્ઠ છે ? એથી કહે છે – જે જીવો સંસારથી ભય પામ્યા છે, માસક્ષમણ વગેરે અત્યંત દુષ્કર તપ કરે છે, પણ શાસ્ત્રનો બોધ સ્થૂલથી છે, એથી કંઈક માર્ગની સન્મુખ હોવા છતાં પોતાની ક્રિયા કઈ રીતે સામાયિકના પરિણામને સ્પર્શી શકે ? તેને જાણતા નથી, તેઓ દુષ્કર અનુષ્ઠાન કરનારા હોવા છતાં જ્ઞાની પુરુષ તેમનાથી અધિક છે; કેમ કે સંયમની ક્રિયા કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ બને, તેના પરમાર્થને જોનારા છે, તે પ્રકારે સેવવાની રુચિવાળા છે, યોગ્ય જીવોને તે પ્રકારે માર્ગનો બોધ કરાવનારા છે, તેથી સર્વ કાળમાં તેમનો સૂક્ષ્મ બોધ તત્ત્વને સ્પર્શનારો હોવાથી મહાનિર્જરાનું કારણ બને છે, ફક્ત સંયમની ક્રિયાઓ કઈ રીતે અપ્રમાદપૂર્વક કરવાથી સંયમયોગ પ્રગટ થાય તેનો પારમાર્થિક બોધ હોવા છતાં તેમાં યત્ન કરાવનાર સદ્વર્યને હણનાર પ્રમાદ આપાદક કર્મ છે, તેટલા અંશથી તેમની ન્યૂનતા છે, જ્યારે અત્યંત દુષ્કર તપ કરનારા મહાત્માને સામાયિકના પરિણામને અનુકૂળ સૂક્ષ્મ બોધ નહિ હોવાને કારણે કઠોર આચરણ દ્વારા પણ તે પ્રકારની વિશિષ્ટ પરિણતિ તેઓ કરી શકતા નથી, જેથી જ્ઞાની પુરુષની જેમ નિર્જરા કરી શકે; કેમ કે અજ્ઞાનને કારણે તેમની કઠોર આચરણા પણ અલ્પ ફળવાળી છે અને અલ્પજ્ઞાન પણ પ્રચુર અજ્ઞાનથી આવૃત હોવાને કારણે ઉત્તમ ક્રિયાના પારમાર્થિક ભાવોને જોવામાં તેઓ અસમર્થ બને છે, તેથી કંઈક આરાધક હોવા છતાં તેઓ જ્ઞાની પુરુષથી હીન જ છે. ll૪૨૩માં અવતરણિકા :શિષ્યઅવતરણિકાર્ય :
ક્રિયાહીન જ્ઞાની અધિક છે, દુષ્કર તપ કરનાર તેનાથી અલ્પ છે, તેને સ્પષ્ટ કરવા માટે વિશ્વથી કહે છે –
ગાથા :
नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं पि नत्थि तहिं पुज्जए काइं ?।।४२४।।
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪
કપ
ગાથાર્થ :
જ્ઞાનાધિકનું જ્ઞાન પૂજાય છે, જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે, જેને વળી બન્નેમાંથી એક પણ નથી, તે પુરુષમાં શું પૂજાય છે ? Il૪૨૪ll ટીકા - __ ज्ञानाधिकस्य सम्बन्धि ज्ञानं पूज्यते, यतो ज्ञानात् प्रवर्त्तते चरणं तत्पूर्वकत्वात् तस्य, यस्य पुनर्वयोनिचरणयोरेकमपि नास्ति तस्मिन् पुरुषे पूज्यते किं ? न किञ्चित् तदनेन व्यवहारतो ज्ञानं चरणरहितं स्यान्न पुनश्चरणं ज्ञानविकलं हेत्वभावाद् ।।४२४।। ટીકાર્ય :
જ્ઞાનાવસ્થ ..... દેત્રમાવાન્ |જ્ઞાનાધિક સાધુ સંબંધી જ્ઞાન પૂજાય છે, જે કારણથી જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે; કેમ કે તેનું ચારિત્રનું, તપૂર્વકપણું છે=જ્ઞાનપૂર્વકપણું છે, વળી જે સાધુને બમાંથી=જ્ઞાન અને ચારિત્રમાંથી, એક પણ નથી, તે પુરુષમાં શું પૂજાય છે? કંઈ પૂજાતું નથી, તે કારણથી આના દ્વારા=પ્રસ્તુત ગાથાના કથન દ્વારા, વ્યવહારનયથી જ્ઞાન ચારિત્રથી રહિત હોય, વળી ચારિત્ર જ્ઞાનથી રહિત નહિ; કેમ કે હેતુનો અભાવ છે સમ્યગું ચારિત્રના હેતુભૂત સમ્યજ્ઞાનનો અભાવ છે. I૪૨૪મા ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે જે ગીતાર્થ સાધુમાં જિનવચનાનુસાર યથાર્થ જ્ઞાન છે, તેથી શુદ્ધ પ્રરૂપણા કરે છે અને યોગ્ય જીવોને સન્માર્ગ બતાવે છે, છતાં પ્રમાદ આપાદક ચારિત્ર મોહનીય કર્મને કારણે ક્રિયાહીન છે, તેવા સંવિગ્નપાક્ષિક સાધુ દુષ્કર તપ કરનારા કરતાં શ્રેષ્ઠ છે, કેમ શ્રેષ્ઠ છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – તે મહાત્મામાં ચારિત્રની આચરણા જિનવચનાનુસાર નહિ હોવા છતાં જ્ઞાનથી અધિક છે અર્થાતુ ચારિત્રની જેમ જ્ઞાન હીનતાવાળું નથી, પરંતુ જિનવચનના હાર્દને સ્પર્શનારું છે માટે અધિક છે. તેથી તેનું જ્ઞાન પૂજાય છે; કેમ કે જ્ઞાનથી જ ચારિત્ર પ્રવર્તે છે અને સમ્યગું ચારિત્રનું પ્રવર્તક બને તેવું જ્ઞાન તે મહાત્મામાં છે, ફક્ત પ્રતિબંધક ચારિત્ર મોહનીય બલવાન છે, તેથી સમ્યગ્યારિત્રની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સમ્યગ્યારિત્રને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થતું નથી, તેથી તે મહાત્મા જેવો સમ્યગુ બોધ છે, તે પ્રકારે સમ્યગુ આચરણા કરવા સમર્થ નથી તોપણ સમ્યગું આચરણાના બીજભૂત તત્ત્વની રુચિથી યુક્ત સમ્યજ્ઞાન તેમનામાં હોવાથી તે અંશથી જ્ઞાન પૂજાય છે.
વળી જે દુષ્કર માસક્ષમણાદિ કૃત્યો કરે છે અને અલ્પ આગમવાળા છે, તે પુરુષમાં સમ્યજ્ઞાન પણ નથી અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત સમ્યગ્વારિત્ર પણ નથી, તેથી જેનામાં જ્ઞાન અને ચારિત્ર એક પણ ન હોય તે પુરુષ કઈ રીતે પૂજ્ય થાય ? માટે દુષ્કર કરનારો અલ્પ આગમવાળો પુરુષ પૂજ્ય નથી, ટીકામાં કહ્યું કે આના દ્વારા વ્યવહારથી જ્ઞાન ચારિત્ર રહિત હોય, પરંતુ ચારિત્ર જ્ઞાનરહિત હોય નહિ
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪
એવું ફલિત થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનયથી જ્ઞાન ચારિત્ર રહિત નથી, પરંતુ જેને યથાર્થ જ્ઞાન છે તે મહાત્મા અવશ્ય તે પ્રમાણે આચરણા કરે છે, તેવી આચરણા જે નથી કરતા તેનામાં જ્ઞાન હોવા છતાં જ્ઞાનનું કાર્ય નથી માટે જ્ઞાન નથી, એમ નિશ્ચયનય કહે છે, પરંતુ જે મહાત્માને શાસ્ત્રનો તાત્પર્યસ્પર્શી બોધ છે અર્થાત્ જીવે કયું અનુષ્ઠાન કઈ રીતે કરીને સામાયિકના ભાવોની વૃદ્ધિ કરવી જોઈએ તેવો બોધ છે તે જીવને વ્યવહારનય યથાર્થ જ્ઞાનવાળા સ્વીકારે છે. તેવા મહાત્મા પોતાના જ્ઞાનથી અવશ્ય પોતાનું હિત સાધવા ઇચ્છે છે તોપણ સંયમની આચરણામાં તે પ્રકારનું ધૃતિબળ નહિ હોવાથી સમ્યગુ આચરણા કરતા નથી, એથી ચારિત્રરહિત છે છતાં વ્યવહારનયથી જ્ઞાનરહિત નથી. વળી જેઓ કલ્યાણના અર્થી છે, માસક્ષમણ વગેરે દુષ્કર કરે છે, આમ છતાં સંયમનાં અનુષ્ઠાનો કઈ રીતે સામાયિકના પરિણામને સ્પર્શે છે અને સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે, તેનો મર્મસ્પર્શી બોધ નથી અને ખંડ ખંડ શાસ્ત્ર ભણીને હું શાસ્ત્રના અર્થોને જાણું છું, એવું મિથ્યાભિમાન ધારણ કરે છે, તેથી શાસ્ત્રના મર્મને જાણનારા ગીતાર્થને પરતંત્ર નથી અને સ્વમતિ અનુસાર દુષ્કર તપ વગેરે કરે છે, તેમનામાં સમ્યજ્ઞાન નહિ હોવાથી સમ્યજ્ઞાનના કાર્યરૂપ ચારિત્રની પરિણતિ પણ નથી, તેથી દુષ્કર માસક્ષમણાદિ કરતા હોવા છતાં તે તત્ત્વથી પૂજ્ય નથી; કેમ કે પૂજ્યતાનું કારણ જ્ઞાન અને ચારિત્ર બન્નેનો તેમાં અભાવ છે માટે દુષ્કર કરનારા શ્રેષ્ઠ નથી, માટે જ્ઞાની અધિક શ્રેષ્ઠ છે એમ ગાથા-૪૨૩માં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે કેટલાક ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપનું શ્રવણ કરે છે, તે શ્રવણકાળમાં જ તેમને ભાવસાધુ કેવા નિર્લેપ પરિણતિવાળા હોય છે, તેનો સૂક્ષ્મ બોધ થાય છે અને શ્રવણકાળમાં સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેનાથી તે મહાત્મામાં ચારિત્રનો પરિણામ પ્રગટે છે, તેથી ચારિત્ર ગ્રહણ કરતાં પહેલાં અર્થાતું ચારિત્ર ગ્રહણની સાક્ષાત્ ક્રિયા કરતાં પહેલાં, તે મહાત્મામાં સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર પ્રગટે છે, કદાચ તે ગીતાર્થ ન હોય તો ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્વીકારે છે અને ક્યારેક તેવા નિમિત્તથી જેમનું સદ્દીર્ય ઉલ્લસિત થયું છે, તેવા પ્રત્યેકબુદ્ધ વગેરેને સંયમ ગ્રહણ કરતા પૂર્વે શાસ્ત્રનો મર્મસ્પર્શી બોધ થાય છે અને સંયમ ગ્રહણ કરતા પૂર્વે ભાવથી ચારિત્રનો પરિણામ સ્પર્શે છે, ત્યારે તેવા મહાત્માઓને દેવતાઓ વેશ આપે છે, જ્યારે કેટલાક મહાત્માઓ કલ્યાણના અર્થી છે, સંયમ ગ્રહણ કર્યું છે, મહાપ્રયત્નથી બહુશ્રુત થયા છે, છતાં પણ કોઈક નિમિત્તે બલવાન પ્રસાદ આપાદક કર્મ વિપાકમાં આવે છે, ત્યારે તેઓને સૂક્ષ્મ બોધથી જણાય છે કે જિનવચન અનુસારે હું અપ્રમાદથી યત્ન કરીશ તો જ સંયમનો પરિણામ મને સ્પર્શશે, છતાં બલવાન પ્રમાદ આપાદક કર્મને કારણે તેઓ આચરણામાં પ્રમાદી બને છે, તેથી પોતાના જ્ઞાનથી ચારિત્રનો પરિણામ તેઓને ઉલ્લસિત થતો નથી, તેથી જીવોનું અંતરંગ વીર્ય ચારિત્રના પરિણામને સ્પર્શવા માટે કેટલાક જીવોને આશ્રયીને ક્રિયાની અપેક્ષા રાખે છે, તો વળી કેટલાક જીવોને ચારિત્રની ક્રિયાના અભાવમાં પણ સદ્વર્ય ઉલ્લસિત થાય તો ચારિત્રનો પરિણામ સ્પર્શે છે. અહીં જે જ્ઞાનથી અધિક અને ચારિત્રથી હીન ગ્રહણ કર્યા છે, તે જીવોને જિનવચનાનુસાર બોધ યથાર્થ છે તોપણ ક્રિયા કરે ત્યારે જ સામાયિકના પરિણામને સ્પર્શી શકે તેવી પરિણતિવાળા છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪, ૪રપ થી ૪૨૮
છતાં પ્રમાદવશ તેવી ક્રિયા કરવા સમર્થ નથી. જેમ મરીચિ સમ્યજ્ઞાનવાળા હતા, કલ્યાણના અર્થી હતા, છતાં આચારથી હીન હોવાને કારણે ચારિત્રના પરિણામને સ્પર્શી શકતા ન હતા. I૪૨૪ અવતરણિકા :
अतो ज्ञानहीने द्वयमपि नास्तीति लक्षयति, परमार्थतः पुनर्ज्ञानादीनां परस्परापेक्षाणामेव कार्यकारित्वमत एव तद्वैकल्येऽकिञ्चित्करतामाहઅવતરણિકાર્ય :
આથી જ્ઞાનહીનમાં બન્ને પણ નથી, એ પ્રમાણે જણાવે છે, પરમાર્થથી વળી પરસ્પર અપેક્ષાવાળા જ જ્ઞાનાદિનું કાર્ય કરવાપણું છે. આથી જ તેના વૈકલ્યમાં=ચારિત્રના અભાવમાં, જ્ઞાનના અકિંચિત્કરપણાને કહે છે – ગાથા -
नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहूणं ।
संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ।।४२५।। ગાથાર્થ :
ચારિત્ર રહિતનું જ્ઞાન, દર્શન રહિત લિંગનું ગ્રહણ અને સંયમ રહિત તપને જે સાધુ સેવે છે, તેનું નિરર્થક છે. Il૪૨પા ટીકા :___ज्ञानं चारित्रहीनं निरर्थकमिति सम्बन्धः, लिङ्गग्रहणं च रजोहरणादिधारणं, दर्शनविहीनं सम्यक्त्वशून्यं, संयमहीनं च तपो यश्चरति निरर्थकं मोक्षापेक्षया निष्प्रयोजनं तस्येति ।।४२५।। ટીકાર્ચ -
જ્ઞાન ... તતિ | ચારિત્ર રહિતનું જ્ઞાન નિરર્થક છે, દર્શન વિહીન=સમ્યક્તશૂન્ય એવા લિંગ ગ્રહણને=રજોહરણ વગેરેના પારણને અને સંયમ રહિત તપને જે સેવે છે, તેનું નિરર્થક છે=મોક્ષની અપેક્ષાએ નિષ્ઠયોજન છે અર્થાત મોક્ષનું કારણ નથી. II૪રપા અવતરણિકા :
तत्र ज्ञानं चारित्रहीनं कथं निरर्थकमित्यत्र दृष्टान्तमाहઅવતરણિકાર્ય :
ત્યાં ચારિત્રહીન જ્ઞાન કેવી રીતે નિરર્થક છે ? એ પ્રકારની શંકામાં દષ્ટાંતને કહે છે –
Page #85
--------------------------------------------------------------------------
________________
૬.
ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે ચારિત્ર રહિત જ્ઞાન નિરર્થક છે, એ કથનમાં ચારિત્ર રહિત જ્ઞાન કઈ રીતે નિરર્થક છે ? એ પ્રકારની શંકા વિચારકને થાય, તેના નિવારણ માટે દૃષ્ટાંતને કહે છે
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
जहा खरो चंदणभारवाही भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ।। ४२६ ।।
ગાથાર્થ ઃ
જેમ ચંદનના ભારને વહન કરનારો ગઘેડો ભારનો ભાગી થાય છે, ચંદનનો નહિ, એ રીતે જ ચારિત્રથી રહિત એવો જ્ઞાની જ્ઞાનનો ભાગી થાય છે, મોક્ષરૂપ સુગતિનો નહિ. II૪૨૬ા ટીકા ઃ
यथा खरो रासभश्चन्दनभारवाही भारस्य भागी भाजनं, न हु नैव चन्दनस्य विलेपनादीनां, एवं खु एवमेव ज्ञानी चरणेन हीनो ज्ञानस्य भागी, न हु नैव सुगतेर्मोक्षलक्षणायाः इति ।।४२६ ।। ટીકાર્ય ઃयथा खरो રૂતિ ।। જે પ્રમાણે ગધેડો ચંદનના ભારને વહન કરનારો ભારનો ભાગી=ભાજન થાય છે, ચંદનના વિલેપન વગેરેનો ભાગી થતો નથી જ, એ રીતે જ ચારિત્રથી રહિત જ્ઞાતી જ્ઞાનનો ભાગી થાય છે, મોક્ષરૂપ સુગતિનો ભાગી થતો નથી જ. ॥૪૨૬॥
અવતરણિકા :
तर्हि लिङ्गी दर्शनशून्यः कथं स्यादत आह
અવતરણિકાર્ય :
તો લિંગી=ચારિત્રહીન એવો જ્ઞાતી દર્શનથી રહિત કેવી રીતે હોય ? એથી કહે છે
ભાવાર્થ:
ગાથા-૪૨૫માં કહ્યું કે ચારિત્ર વગરનું જ્ઞાન નિરર્થક છે અને તેનું લિંગગ્રહણ દર્શન રહિત છે, ત્યાં પ્રશ્ન થાય કે જે સાધુ ચારિત્રહીન છે છતાં ભગવાનના વચનનો સૂક્ષ્મ યથાર્થ બોધ છે તે સાધુ જ્ઞાનના ફળને ન પામે તોપણ તે લિંગી સાધુ દર્શનશૂન્ય કઈ રીતે હોય ? અર્થાત્ તેમને યથાર્થ બોધ છે માટે તેમનામાં સમ્યગ્દર્શન સ્વીકારવું જોઈએ. તે શંકાના નિવારણ માટે કહે છે
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા૪૫ થી ૪૨૮
૬૯
ગાથા :
संपागडपडिसेवी, काएसु वएसु जो न उज्जमइ ।
पवयणपाडणपरमो, सम्मत्तं पेलवं तस्स ।।४२७।। ગાથાર્થ :
સંપ્રગટ પ્રતિસેવી કાયોમાં, વ્રતોમાં જે ઉધમને કરતો નથી, પ્રવચનની લઘુતા કરવામાં પ્રધાન છે, તેનું સખ્યત્ત્વ નિસાર છે. ૪૨૭ી. ટીકા :
सम्प्रकटं लोकसममतिनिःशूकतया प्रतिसेवितुं निषिद्धमाचरितुं शीलमस्येति सम्प्रकटप्रतिसेवी कायेषु पृथिव्यादिषु रक्षणेन, व्रतेष्वहिंसादिष्वनुष्ठानेन यो नोद्यच्छति नोद्यमं कुरुते, अत एव प्रवचनपातनपरम आगमलाघवप्रधानो निषिद्धाचरणाद् च विहिताननुष्ठानाच्च सम्यक्त्वं पेलवं निःसारं तस्येति वाचोयुक्त्या तदभावं दर्शयतीति ।।४२७॥ ટીકાર્ય :
સમ્પ્રદ તથતીતિ | સંપ્રગટ=લોક સમક્ષ, અતિવિશુકતાથી પ્રતિસેવન કરવાને માટેકનિષેધ કરાયેલાને આચરવા માટે સ્વભાવ છે અને એ સંપ્રગટ પ્રતિસેવી છે, કાયોમાં=પૃથ્વીકાય આદિ કાયોમાં, રક્ષણથી ઉધમ કરતા નથી, અહિંસા વગેરે વ્રતોમાં જે અનુષ્ઠાનથી ઉધમ કરતા નથી, આથી જ પ્રવચનના પાતવમાં તત્પર=આગમનું લાઇવ પ્રધાન છે જેને એવા; કેમ કે નિષિદ્ધનું આચરણ છે અને વિહિતનું અનુષ્ઠાન છે, તેનું સમ્યક્ત પેલવ=નિઃસાર છે, એ પ્રમાણે વચનની યુક્તિથી તેના અભાવને=સમ્યત્વના અભાવને, બતાવે છે. I૪૨૭ના અવતરણિકા -
संयमहीने तर्हि तपसि को दोष इत्यत आहઅવતરણિતાર્થ -
તો વળી સંયમરહિત એવા તપમાં કયો દોષ છે ? એથી કહે છે – ભાવાર્થ -
જેઓ જિનવચનાનુસાર સમ્યગુ બોધવાળા છે, છતાં પ્રમાદી હોવાથી ચારિત્રહીન છે તેમનું લિંગગ્રહણ પણ નિરર્થક છે અને તપ પણ નિરર્થક છે, એમ ગાથા-૪૨૫માં કહ્યું. તેથી શંકા થાય કે સંયમહીના તે મહાત્મા તપ કરે છે, તેમાં કયો દોષ છે ? એથી કહે છે –
Page #87
--------------------------------------------------------------------------
________________
an
511211 :
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
चरणकरणपरिहीणो, जइवि तवं चरइ सुट्टु अइगरुयं । सो तिल्लं व किणतो, कंसियबुद्दो मुणेयव्वो ।। ४२८ ।।
ગાથાર્થ ઃ
ચરણ-કરણથી રહિત સાધુ જોકે અત્યંત અતિગુરુ=ઘણા મોટા, તપને આચરે છે, તે તેલને ખરીદતા કાંસિક બોદ્ર=દર્પણ પ્રધાન ગામડિયા પુરુષ, જેવો જાણવો. II૪૨૮।।
ટીકાઃ–
चरणकरणपरिहीनः संयमशून्यो यद्यपि तपश्चरति सुष्ठु अतिगुरुकं चतुर्मासक्षपणादि, स तैलमिव क्रीणन्, कंसेन निवृत्तः कांसिकः आदर्शस्तत्प्रधानो बोद्रो ग्रामेयकः, यो हि आदर्शन तिलान् दत्वा तेनैव मित्वा तैलं गृह्णाति स कांसिकबोद्रस्तद्वन्मन्तव्यः स्वल्पेन बहुहारणादिति । । ४२८ ।। ટીકાર્ય :
.....
चरणकरणपरिहीनः વહુદારનાવિતિ ।। ચરણ અને કરણથી રહિત=સંયમથી શૂન્ય, જોકે સારી રીતે અત્યંત મોટા તપને=ચાર માસક્ષપણ વગેરે તપને, કરે છે, તે–તે સાધુ, તેલને ખરીદ કરતો, કાંસાનું બનાવેલું કાંસિક=આદર્શ=દર્પણ, તે પ્રધાન છે જેને એ બોદ્ર=ગામડિયો તેના જેવો જાણવો, દિ=જે કારણથી, જે=ગામડિયો પુરુષ, આદર્શથી=દર્પણથી, તલને આપીને તેનાથી જ માપીને તેલને ગ્રહણ કરે છે તે કાંસિકબોદ્ર છે, તેના જેવો જાણવો; થોડાથી ઘણું હારી જાય છે=તપ દ્વારા અત્યંત થોડું ફ્ળ મેળવીને સંયમના મહાફ્ળને હારી જાય છે. ।।૪૨૮૫
ભાવાર્થ :
જે મહાત્માને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ છે, તેથી સંયમની સર્વ આચરણા સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ છે, તેના પરમાર્થનો બોધ છે, છતાં પ્રમાદી સ્વભાવને કારણે પોતાનામાં શક્તિ હોવા છતાં તે પ્રકારની ચારિત્રની ક્રિયા કરતા નથી, તેમનું ચારિત્ર રહિતનું જ્ઞાન નિરર્થક છે; કેમ કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શક્તિ અનુસાર હિતની પ્રવૃત્તિ થાય તેવો યત્ન કરવો જોઈએ, છતાં પ્રમાદી સ્વભાવને કારણે તેવો યત્ન કરતા નથી માટે તેમનું જ્ઞાન નિરર્થક છે. જેમ ગધેડો ચંદનના ભા૨ને વહન કરે છે, પરંતુ ચંદનના વિલેપન વગેરે સુખને પામતો નથી, તેમ તે મહાત્મા ભગવાનના વચનના ૫૨માર્થને જાણનારા હોવાથી ચંદનતુલ્ય જ્ઞાનની ધુરાને વહન કરે છે તોપણ તે જ્ઞાનનું સમ્યગ્ ફળ નિર્લેપ પરિણતિ તેને પ્રગટ કરવાને અનુકૂળ યત્ન કરતા નથી, તેથી પ્રગટ થયેલા નિર્મળ જ્ઞાનના ફળ સ્વરૂપે ઉપશમ સુખના ભાગી થતા નથી, આથી તેમનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું કારણ બનતું નથી.
વળી જેઓ જ્ઞાન રહિત છે તેઓ ચારિત્રની કષ્ટ આચરણા કરે છે તેઓને તો જ્ઞાન નથી અને જ્ઞાનનું
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
૭૧
ફળ ચારિત્ર નથી, તેથી તે કષ્ટ આચરણા નિરર્થક છે, પરંતુ જેમને જિનવચનનો પારમાર્થિક બોધ છે, છતાં પ્રમાદવશ સ્વભૂમિકાની ઉચિત સંયમની પ્રવૃત્તિ કરતા નથી, તેથી તેઓ સંયમના પરિણામના સુખને પ્રાપ્ત કરી શકતા નથી માટે તેમનો બોધ નિરર્થક છે.
વળી તેઓ સાધુવેષને ગ્રહણ કરીને સંયમની થોડી કંઈક આચરણાઓ કરે છે, તે લિંગનું ગ્રહણ પણ સમ્યગ્દર્શન રહિત છે, કેમ સમ્યગ્દર્શન રહિત છે ? એથી કહે છે . જે જીવોનો બોધ ઉચિત પ્રવૃત્તિમાં દૃઢ યત્ન કરાવતો નથી, તે બોધ ૫૨માર્થથી તત્ત્વને જોવામાં શૂન્ય છે. આથી જ જે સાધુ સૂક્ષ્મ બોધને પામવા છતાં પ્રગટ પ્રતિસેવા કરે છે અર્થાત્ સંયમની વિપરીત આચરણા કરે છે અને જેઓ પૃથ્વીકાય આદિના રક્ષણને અનુકૂળ ઉદ્યમ કરતા નથી અને મહાવ્રતોમાં સમ્યગ્ ઉદ્યમ કરતા નથી. આથી જ તેઓ આગમનું લાઘવ કરનારા છે; કેમ કે આગમમાં જે નિષિદ્ધ છે, તેને સેવનારા છે માટે તેમનું સમ્યક્ત્વ નિઃસાર છે અર્થાત્ સમ્યગ્દર્શન જીવને હંમેશાં તત્ત્વનો યથાર્થ બોધ કરાવે છે અને જેમને સ્પષ્ટ તત્ત્વ દેખાય છે કે સંયમમાં ઉત્થિત થઈશ તો મને વર્તમાનમાં ઉપશમનું સુખ પ્રાપ્ત થશે. આમ છતાં જેઓ સંયમમાં ઉત્થિત થતા નથી, તેમનું સમ્યગ્દર્શન અસાર છે, તેથી તેમનો સંયમનો વેષ કે સંયમની આચરણા સમ્યગ્દર્શન રહિત હોવાથી આત્મહિતનું કારણ બનતી નથી.
વળી જેઓ સમ્યજ્ઞાનવાળા નથી અને કષ્ટકારી આચરણા કરે છે, તેમનામાં તો જ્ઞાન અને ચારિત્ર બન્ને નથી, તેથી તેમનું લિંગનું ગ્રહણ સમ્યગ્દર્શન શૂન્ય જ છે, પરંતુ શાસ્ત્રના સૂક્ષ્મ બોધવાળા પણ પ્રમાદી સાધુનું લિંગનું ગ્રહણ સમ્યગ્દર્શનથી શૂન્ય છે.
વળી જેઓ સમ્યબોધ હોવા છતાં સંયમની આચરણામાં હીન છે અને તપનાં કષ્ટો વેઠે છે અર્થાત્ સંયમની ઉચિત યતનાને ગૌણ કરીને ચાર મહિનાના ઉપવાસ વગેરે કરે છે, તેઓ તેલને ખરીદનારા કાંસિકબોદ્ર જેવા છે અર્થાત્ ઘણા તલ આપીને થોડું તેલ મેળવે તેવા મૂર્ખ પુરુષ જેવા છે; કેમ કે જે સાધુ તપનું ઘણું કષ્ટ વેઠે છે તેના દ્વારા અલ્પ ફળને મેળવે છે, તેના બદલે જો તે મહાત્મા સંયમમાં ઉદ્યમશીલ થાત તો ચારિત્રના પરિણામના બળથી તેમનું જ્ઞાન પણ મોક્ષનું સાધક થાત, છતાં તે મહાત્મા ચારિત્રના શ્રમને છોડીને તપની આચરણાનાં કષ્ટોને કરે છે તે તેમની અજ્ઞાનતાનું કાર્ય છે. જો કે સમ્યજ્ઞાનવાળા પુરુષો હંમેશાં તત્ત્વને જોનારા હોય છે, તેથી તેમને મોક્ષનો ઉપાય સંયમ જ દેખાય છે અને તે સંયમને અતિશય કરવા માટે તપ છે પ્રાયઃ તેવો બોધ હોય છે. આમ છતાં જ્ઞાની પુરુષને પણ ક્યારેક કોઈક વિષયમાં તથા પ્રકારનો ઊહ પ્રવર્તતો નથી, ત્યારે તપ પ્રત્યે અતિશય વલણ થાય છે, તેના કારણે સંયમનો યત્ન છોડીને કઠોર તપ કરે છે. જેમ બાહુબલી મહાત્મા સૂક્ષ્મ બોધવાળા હતા અને કેવળજ્ઞાન માટે ધ્યાનમાં દૃઢ યત્ન કરવા તત્પર થયા, છતાં કેવલી એવા પોતાના નાના ભાઈઓને નમસ્કાર કરવામાં બાધક માન-કષાય ઉત્પન્ન થયો અને તે ત૨ફ ઉપયોગ નહિ જવાથી તેની ઉપેક્ષા કરીને ધ્યાનમાં યત્ન કર્યો, તેમ શાસ્ત્રના સૂક્ષ્મ બોધવાળા પણ મહાત્મા કોઈક નિમિત્તથી અત્યંત તપને અભિમુખ થાય છે ત્યારે સંયમની આચરણા ગૌણ કરે છે, તેઓ પણ ઘણા વ્યયથી અલ્પ ફળને પ્રાપ્ત કરે છે અર્થાત્ ચારિત્રના મહાફળનો નાશ કરીને તપના અલ્પ ફળને પ્રાપ્ત કરે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮, ૪૨૯ વળી જેને સૂક્ષ્મબોધ નથી એવા સ્થૂલ બોધવાળા સાધુ જે ચારિત્રની ક્રિયાને ગૌણ કરીને કઠોર તપ વગેરે કરે, તેઓ સંયમની ઉચિત ક્રિયાનો ધ્વંસ કરીને દુષ્કર તપનું અલ્પ જ ફળ મેળવે છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયથી સભ્યજ્ઞાન સમ્યપ્રવૃત્તિ કરાવીને હિતને સાધનારું છે અને જેમને સમ્યગ્બોધ છે, છતાં શક્તિ અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ કરતા નથી, તેમનો બોધ સ્વકાર્ય કરતો નથી, તેથી નિષ્ફળ છે અને તેમના બોધથી થયેલી તત્ત્વની રુચિરૂપ સમ્યગ્દર્શનની પરિણતિ પણ નિષ્ફળ છે; કેમ કે સમ્યગ્બોધવાળો જીવ તે બોધને અનુરૂપ રુચિને ધારણ કરે છે અને તેની રુચિ અવશ્ય શક્તિને ગોપવ્યા વગર સંયમમાં યત્ન કરાવે છે અને જેઓ તે પ્રકારે યત્ન કરતા નથી તેમને સમ્યગ્દર્શન પણ નથી એમ નિશ્ચયનય માને છે. તેવા સૂક્ષ્મ બોધવાળા મહાત્મા પોતાની હીન પ્રવૃત્તિ પ્રત્યે જુગુપ્સાવાળા હોય છે. સતત તેની નિંદા કરતા હોય છે અને પોતાની હીન પ્રવૃત્તિ લોકોને માર્ગનો ભ્રમ કરવાનું કારણ ન થાય તે રીતે પોતાની હીનતા પ્રકાશિત કરતા રહે છે, તેમનામાં વ્યવહારનય સમ્યગ્દર્શન છે તેમ સ્વીકારે છે અને જેઓ પોતાની હીનતા લોકોમાં ન દેખાય તે માટે પોતાની હીનતાની નિંદા કરતા નથી તેમનામાં વ્યવહારનય પણ સમ્યગ્દર્શન સ્વીકારતો નથી; કેમ કે પોતાનો હીન આચાર લોકોને ભગવાનના માર્ગનો વિપરીત બોધ કરાવનાર છે. છતાં નિઃશુકતાને કા૨ણે પોતે આચારહીન છે તે રીતે લોકો આગળ પ્રગટ કરતા નથી. આ રીતે મોક્ષમાર્ગથી વિપરીત આચારમાં મોક્ષમાર્ગનો ભ્રમ કરાવીને માર્ગનો નાશ કરનારા હોવાથી વ્યવહારનય પણ તેમનામાં સમ્યગ્દર્શન સ્વીકારતો નથી અને પ્રસ્તુત ગાથાઓમાં નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું આશ્રયણ કરીને કહે છે કે ચારિત્રહીન જ્ઞાન નિરર્થક છે અને લિંગનું ગ્રહણ દર્શનશૂન્ય છે અને સંયમમાં પ્રમાદી સાધુનો કઠોર પણ તપ નિરર્થક છે, તેથી કલ્યાણના અર્થી જીવે ભગવાનનું વચન સંયમની ક્રિયાઓ કઈ રીતે કરવાથી સામાયિકના પરિણામને પ્રગટ કરે છે અને પ્રગટ થયેલા સામાયિકના પરિણામની કઈ રીતે વૃદ્ધિ થાય છે અને શક્તિ અનુસાર થતી સંયમ ક્રિયાને અતિશય કરવા માટે તપ કઈ રીતે હિતકારી છે, તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને શક્તિ અનુસાર તપ-સંયમમાં યત્ન કરવો જોઈએ. II૪૨૫થી ૪૨૮
હર
અવતરણિકા :
तथाहि
અવતરણિકાર્ય :
ગાથા-૪૨૫થી અત્યાર સુધીમાં કહ્યું કે જેમનું જ્ઞાન ચારિત્ર રહિત છે, તે નિરર્થક છે, તેમનો સાધુવેષ સમ્યગ્દર્શનશૂન્ય છે, માટે નિરર્થક છે તે તત્તિથી સ્પષ્ટ કરે છે
ગાથા :
-
छज्जीवनिकायमहव्वयाण, परिपालणाइ जइधम्मो ।
जइ पुण ताइं न रक्खइ, भणाहि को नाम सो धम्मो ? ।। ४२९ ॥
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૯-૪૩૦
ગાથાર્થ :
છ જીવનિકાય અને મહાવ્રતોના પરિપાલનથી યતિધર્મ છે. વળી, જો તેને રક્ષણ કરતો નથી, તું કહે – તે ખરેખર કયો ધર્મ છે? અર્થાત્ કોઈ ધર્મ નથી. II૪૨૯ll ટીકા :
षड्जीवनिकायमहाव्रतानां प्रतिपालनया यतिधर्मो भवति, यदि पुनस्तानि षड्जीवनिकायमहाव्रतानि यतिरपि न रक्षति भण त्वमेव कथय तावत् को नाम स धर्मः ?, न कश्चिदित्यभिप्रायः । पृथक् षड्जीवनिकायग्रहणं तु तद्रक्षणस्य प्राधान्यख्यापनार्थम् ॥४२९।। ટીકાર્ય :
પીવાના ... થાજસ્થાપનાર્થ એ છ જવનિકાય અને મહાવ્રતોના પરિપાલનથી યતિધર્મ છે, જો વળી તેને=છ જીવલિકાય અને મહાવ્રતોને સાધુ હોવા છતાં પણ રક્ષણ કરતો નથી, તું જ કહે – તે ખરેખર કયો ધર્મ છે? અર્થાત્ કોઈ ધર્મ નથી એ પ્રકારનો અભિપ્રાય છે. છ જવનિકાયનું ગ્રહણ જુદું વળી તેના રક્ષણના=૭ જીવનિકાયના રક્ષણના પ્રાધાને જણાવવા માટે છે. ll૪૨૯ ભાવાર્થ -
સાધુ સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોય છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય છે જીવનિકાયનું પાલન અને મહાવ્રતો સ્વરૂપ છે, તેથી જે સાધુ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને વીતરાગના વચનથી આત્માને સતત ભાવિત કરે છે અને ગુપ્તિના અતિશયના અંગરૂપે શરીરના કોઈ કૃત્યો આવશ્યક કરવાનાં જણાય કે વેયાવચ્ચ વગેરે કૃત્યો આવશ્યક જણાય ત્યારે પણ કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કાયચેષ્ટા કરીને છ જીવનિકાયનું પાલન કરે છે અને જે તે પ્રકારે છ જવનિકાય અને મહાવ્રતોનું પાલન કરતા નથી, માત્ર તપ વગેરે બાહ્ય કૃત્યો કરે છે તેમને કયો ધર્મ છે ? અર્થાત્ કોઈ ધર્મ નથી, માત્ર સંસારવૃદ્ધિને અનુકૂળ સંસારી જીવોની ચેષ્ટાતુલ્ય ધર્મનું લાઘવ કરે તેવી હીન ચેષ્ટા છે.
અહીં પાંચ મહાવ્રતોમાં છે જીવકાયના પાલનનો અંતર્ભાવ હોવા છતાં તેની પ્રધાનતા બતાવી, તેનાથી પણ ફલિત થાય છે કે સાધુએ છે જીવકાયના પાલનમાં અત્યંત ઉદ્યમશીલ થવું જોઈએ, નહિ તો તેમની સર્વ આચરણા નિષ્ફળ છે. II૪રલા અવતરણિકા :વિશ્વઅવતરણિતાર્થ :
છ જીવનિકાયની દયા વગરના સાધુ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરનારા છે. તેને વિશ્વથી સ્પષ્ટ કરે છે –
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૦
ગાથા -
छज्जीवनिकायदयाविवज्जिओ नेव दिक्खिओ न गिही ।
जइधम्माओ चुक्को, चुक्कई गिहिदाणधम्माओ ।।४३०।। ગાથાર્થ :
છ જીવનિકાયની દયાથી રહિત સાધુ દીક્ષિત નથી, ગૃહસ્થ નથી, યતિધર્મથી ચુકાયેલો ગૃહસ્થના દાનધર્મથી ચૂકે છે. l૪૩૦|| ટીકા :
षड्जीवनिकायदयाविवर्जितस्तदुपमर्दकारी नैव दीक्षितश्चारित्रविकलत्वाद्, न गृही लिङ्गधारणात्, स चैवं वर्त्तमानो यतिधर्माच्चुक्को भ्रष्ट एव 'चुक्कइत्ति भ्रश्यते गृहिदानधर्माद्, गृहस्थसम्बन्धि कल्पते तत् सम्बन्धि पुनर्न किञ्चित् कल्पते यतः सुसाधूनामिति ॥४३०।। ટીકાર્ય :
પદ્ગીનિય.... સુસાધૂનાગરિ II છ જવનિકાયની દયાથી રહિત=તેના અર્થાત્ છ જવનિકાયના ઉપમર્દન કરનાર દીક્ષિત નથી જ; કેમ કે ચારિત્રરહિતપણું છે, ગૃહસ્થ નથી; કેમ કે લિંગ ધારણ કરેલું છે અને આ રીતે વર્તતો તે=સાધુવેષમાં છ જવનિકાયની દયાથી રહિત વર્તતો તે સાધુ યતિધર્મથી ચૂકેલો=ભ્રષ્ટ જ થયેલો, ગૃહસ્થતા દાનધર્મથી ભ્રંશ પામે છે, જે કારણથી સુસાધુઓને ગૃહસ્થ સંબંધી વસ્ત્ર-અન્ન વગેરે કલ્પ છે. વળી તત્સંબંધી=છ જીવનિકાયની દયા વગરના સાધુ સંબંધી કંઈ કલ્પતું નથી, તેથી ગૃહસ્થના દાનધર્મથી ચૂકે છે એમ અવય છે. ૪૩૦ ભાવાર્થ :
જે સાધુ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે જિનવચનનું સ્મરણ કરીને સતત પોતાના આત્માની દયા કરતા નથી, અગુપ્તભાવથી વર્તે છે અને છ આવકાયના પાલન માટે કટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ સંયમના પ્રયોજનથી સર્વ ચેષ્ટા કરતા નથી, તેઓ છ જવનિકાયના ઉપમર્દનને કરનારા છે, તેઓ સાધુવેષમાં હોવા છતાં દીક્ષિત જ નથી; કેમ કે દીક્ષાનું પ્રયોજન સ્વ-પરના દ્રવ્ય અને ભાવપ્રાણનું રક્ષણ છે, તેને અનુકૂળ યત્ન કરતા નથી. વળી તે સાધુ ગૃહસ્થ પણ નથી; કેમ કે સાધુનું લિંગ ધારણ કરેલ છે. સાધુના લિંગને ધારણ કરીને ત્રણ ગુપ્તિને અનુકૂળ યત્ન કર્યા વગર જે તે પ્રવૃત્તિ કરતા સાધુ યતિધર્મથી ભ્રષ્ટ થયેલા ગૃહસ્થના દાનધર્મથી ભ્રંશ પામે છે. વસ્તુતઃ ગૃહસ્થો સાધુના સંયમની અનુમોદના માટે તેમના સંયમના ઉપાયભૂત આહાર-વસ્ત્રાદિનું દાન કરીને સંયમવૃદ્ધિને અનુકૂળ બળ સંચય કરે છે. તેનાથી તે ગૃહસ્થોને પણ વિપુલ નિર્જરા થાય છે અને જે સાધુવેષમાં છે તેઓ છ જવનિકાયની હિંસા કરીને ગૃહસ્થની જેમ દાનધર્મ દ્વારા પણ હિત સાધી શકતા નથી; કેમ કે ઉભય ભ્રષ્ટ છે, જ્યારે છ જવનિકાયના
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૦, ૪૨૧-૪૩૨
૭૫
પાલનના પરિણામથી રહિત ગૃહસ્થ સુસાધુને દાન આપીને છ જવનિકાયના દયાના પરિણામને અભિમુખ થાય છે, તેટલો શુભ ભાવ પણ પ્રમાદી સાધુ કરી શકતા નથી; કેમ કે સુસાધુને ગૃહસ્થ સંબંધી આહારદાન વગેરે કહ્યું, પરંતુ તેવા પ્રમાદી સાધુનું કંઈ પણ કલ્પતું નથી. II૪૩ના અવતરણિકા :
ननु यो यावत् करिष्यते तस्य तावद्धर्मः सम्पूर्णगुणाः सुदुर्लभा इत्युच्यते । स्यादेतद् गृहिणस्तद्विरतेविचित्रत्वाद्, न पुनर्यतेः, तेन सर्वविरतेरभ्युपगतत्वात् तथा चाहઅવતરણિતાર્થ -
નનુથી શંકા કરે છે – જે સાધુ જેટલું કરશે=જેટલી સંયમની બાહ્ય આચરણા કરશે, તેને તેટલો ધર્મ છે, સંપૂર્ણ ગુણવાળા સાધુ અત્યંત દુર્લભ છે, એ પ્રકારની શંકામાં ઉત્તર અપાય છે, આ થાય=જે જેટલું કરશે તેટલો ધર્મ થશે એ પ્રકારનું શંકાકારનું કથન ગૃહસ્થને આશ્રયીને થાય; કેમ કે તેની વિરતિનું વિચિત્રપણું =શ્રાવકના દેશવિરતિ ધર્મનું અનેક ભેદપણું છે, પરંતુ યતિને આશ્રયીને ન થાય; કેમ કે તેના વડેસાધુ વડે, સર્વવિરતિનો સ્વીકાર કરાયેલો છે અને તે રીતે કહે છે–સાધુ જેટલું સુંદર કરે તેટલો ધર્મ થાય એ કથન સંગત નથી. તે રીતે કહે છે – ગાથા :
सव्वाओगे जह कोइ, अमच्चो नरवइस्स चित्तूणं । आणाहरणे पावइ, वहबंधणदव्वहरणं च ।।४३१।। तह छक्कायमहव्वयसव्वनिवित्तीउ गिण्हिऊण जई ।
एगमवि विराहतो, अमच्चरनो हणइ बोहिं ।।४३२।। ગાથાર્થ :
જેમ કોઈ અમાત્ય રાજા સંબંધી સર્વ યોગોને ગ્રહણ કરીને આજ્ઞાનું ઉલ્લંઘન હોતે છતે વધબંધન અને ધનહરણને પામે છે, તેમ છકાય અને મહાવ્રતની સર્વ નિવૃત્તિઓને ગ્રહણ કરીને એકને પણ વિરાધના કરતો સાધુ દેવોના રાજા=ભગવાન, તેના સંબંધી બોધિને હણે છે. ll૪૩૧-૪૩૨) ટીકા :
सर्वयोगान् समस्ताधिकारान् यथा कश्चिदमात्यो लब्धप्रसादः सचिवो नरपते राज्ञः सम्बन्धिनो गृहीत्वा स पश्चादाज्ञाहरणे नृपतिवचनोल्लङ्घने प्राप्नोति किं वधं लकुटादिभिः बन्धनं रज्ज्वादिभिः, द्रव्यहरणं सर्वस्वोद्दालनं, चशब्दान्मारणं च, अनुस्वारलोपः पूर्वयोस्त्रयाणामपि समाहारद्वन्द्वो વાડમિતિ પારૂા
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૧-૪૩૨ तथा षट्कायमहाव्रतसर्वनिवृत्तीरित्यत्र षट्कायमहाव्रतेषु सर्वथा रक्षणानुष्ठानद्वारेण निवृत्तयो नियमास्ता गृहीत्वा यतिः साधुरेकमपि कायं व्रतं वा विराधयन् किम् ?, अमर्त्यानां शक्रादीनां राजा प्रभुरमर्त्यराजो भगवांस्तस्य सम्बन्धिनीं हन्ति बुध्यतेऽनयेति बोधिः कारणे कार्योपचारादाज्ञा तां, तद्वारेण प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिरूपां वा बोधिं खण्डयतीति ।। ४३२ ।।
૭૬
ટીકાર્ય :
सर्वयोगान् . વાડયમિતિ ।। સર્વ યોગોને=સર્વ અધિકારોને, જેમ કોઈ અમાત્યમેળવાયેલી છે કૃપા જેના વડે એવો સચિવ, રાજાના સંબંધવાળા સર્વ અધિકારોને ગ્રહણ કરીને તે પાછળથી આજ્ઞાનું હરણ કરે છતેરાજાના વચનનું ઉલ્લંઘન કરાયે છતે, પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? એથી કહે છે — વધને=લાકડી આદિથી વધને, બંધનને—દોરડા વગેરેથી બંધનને અને દ્રવ્યહરણને=સર્વસ્વ લુંટાઈ જવાને, પ્રાપ્ત કરે છે. ચ શબ્દથી મારણને પ્રાપ્ત કરે છે, પૂર્વના બેમાં અનુસ્વારનો લોપ છે=વવુંપળમાં અનુસ્વારનો લોપ છે અથવા ત્રણેનો પણ આ સમાહાર દ્વંદ્વ છે.
દાષ્કૃતિકને કહે છે
तथा જીગ્છવતીતિ ।। તે પ્રમાણે=જે કોઈ મંત્રી અનર્થને પ્રાપ્ત કરે છે તે પ્રમાણે, “ષટ્કાય અને મહાવ્રતની સર્વનિવૃત્તિને ગ્રહણ કરીને" એ કથનમાં ષટ્કાયના વિષયમાં અને મહાવ્રતોના વિષયમાં સર્વથા રક્ષણ કરવાના અનુષ્ઠાન દ્વાર વડે નિવૃત્તિ=નિયમો, તેને ગ્રહણ કરીને યતિ=સાધુ, એક પણ કાયને=છ જીવ નિકાયમાંથી એક પણ કાયને અથવા વ્રતને=પાંચ મહાવ્રતોમાંથી એક પણ વ્રતને, વિરાધન કરતો શું ? એથી કહે છે – અમોંના=શક્ર વગેરેના, રાજા=પ્રભુ, અમર્ત્યરાજા= ભગવાન, તેના સંબંધીને=બોધિને, હણે છે.
બોધિનો અર્થ કરે છે -
.....
આવા વડે બોધ પમાય એ બોધિ, કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, બોધિ છે, તેને ઉલ્લંઘન કરે છે, તેના દ્વારા જન્માંતરમાં જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિરૂપ બોધિને નાશ કરે છે. ૪૩૧-૪૩૨)
ભાવાર્થ:
જેમ રાજાની કૃપાને પામેલો કોઈક અમાત્ય સર્વ આજ્ઞાપાલનનો સ્વીકાર કરે, ત્યારપછી કોઈ પ્રમાદ દોષને કારણે તે રાજાના વચનનું ઉલ્લંઘન કરે તો રાજા તરફથી તેને વધ, બંધન, ધનહરણ વગેરે અનર્થ પ્રાપ્ત થાય છે, તેમ રાજા સ્થાનીય ઇન્દ્ર વગેરે દેવોના રાજા તીર્થંકરો છે, તેમની આજ્ઞા પાળવા માટે જે બુદ્ધિમાન પુરુષ સમર્થ હોય તેણે જ સર્વ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. જેમ રાજાની આજ્ઞાના પરમાર્થને સમજી શકે તેવો બુદ્ધિમાન પુરુષ મંત્રી થાય, તેમ ભગવાનની આજ્ઞા છે કે છ કાયનું રક્ષણ અને પાંચ મહાવ્રતોના પાલન માટે સતત યત્ન કરવો. જેથી સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય, આમ છતાં જે
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧-૪૩૨, ૪૩૩
સાધુ સંયમ ગ્રહણ કરીને પ્રમાદવશ ભગવાનની કોઈપણ આજ્ઞાની વિરાધના કરે તો પોતાના બોધિનો નાશ કરે છે અને જન્માંતરમાં ભગવાનના માર્ગને પામતા નથી. આથી ભગવાનની આજ્ઞા છે કે અનાભોગ કે સહસાત્કારથી સંયમજીવનમાં અલ્પ સ્કૂલના થાય તોપણ તત્કાલ તેની શુદ્ધિ કરવી જોઈએ, છતાં જેઓ ઉપેક્ષા કરે છે તેઓ તપ વગેરે બીજી ઘણી આચરણાઓ કરતા હોય તોપણ દુર્લભ બોધિ થાય છે; કેમ કે સર્વ વિરતિ ગ્રહણ કર્યા પછી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સર્વ શક્તિથી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી ભગવાનની આજ્ઞાનો અનાદર ન થાય. જે સાધુ અનાભોગાદિથી સ્કૂલના પામીને ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તત્કાલ તેની શુદ્ધિ કરે છે, તેઓ સુરક્ષિત છે અને જેઓ આજ્ઞાની ઉપેક્ષા કરીને ઘણું કષ્ટ વેઠે છે, તેઓ બોધિનો નાશ કરે છે. II૪૩૧-૪૩શા ગાથા :
तो हयबोही पच्छा, कयावराहाणुसरिसमियममियं ।
पुणवि भवोदहिपडिओ, भमइ जरामरणदुग्गम्मि ॥४३३।। ગાથાર્થ -
તે કારણથી=જેઓ ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે, તેઓ બોધિનો નાશ કરે છે તે કારણથી, હણાયેલા બોધિવાળા પાછળથી કરાયેલા અપરાધને અનુરૂપ ફરી પણ અમાપ એવા ભવોદધિમાં પડેલા જરા-મરણના દુર્ગમાં ભમે છે. Il૪૩૩ll ટીકા :
ततो हतबोधिः पश्चात् कृतापराधानुसदृशं विहितातिचारानुरूपमिमं ज्ञानिनां प्रत्यक्षममितमपरिमाणमनन्तमित्यर्थः पुनरपि भवोदधिं संसारसमुद्रं पतितो भ्रमति जरामरणदुर्गेऽतिगहन इति ।।४३३।। ટીકાર્ય -
તતો હતોઃ ... ગતિદિન નિ ! તેથી=મહાવ્રતોની વિરાધના કરીને ભગવાનની આજ્ઞાની વિરાધના કરે છે તેથી, હણાયેલા બોધિવાળા સાધુ પાછળથી કરાયેલા અપરાધને અનુસદશ=કરાયેલા અતિચારને અનુરૂપ, આ જ્ઞાનીઓને પ્રત્યક્ષ એવા અમિત અપરિમાણ=અનંત, ભવોદધિમાં પડેલા ફરી પણ જરા-મરણ દુર્ગમાં=જરા-મરણથી અતિગહન એવા સંસારસમુદ્રમાં ભમે છે. ૪૩૩ ભાવાર્થ :
જે જીવ સંસારથી ભય પામીને સંયમ ગ્રહણ કર્યા પછી પણ પ્રમાદવશ વ્રતની મર્યાદાથી વિપરીત આચરણા કરે છે, તેઓ ભગવાનની આજ્ઞાની વિરાધના કરીને પોતાના બોધિનો નાશ કરે છે, એમ પૂર્વમાં કહ્યું તે કારણથી હણાયેલા બોધિવાળા તે સાધુ વર્તમાનના ભવ પછી પોતાના કરાયેલા અપરાધને અનુરૂપ અનંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞા પ્રત્યે નિરપેક્ષભાવ થાય
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૩-૪૩૪
છે, ત્યારે જીવમાં તે પ્રકારની મૂઢતા આવે છે, જેથી તત્ત્વને જોવાને અભિમુખ તેમનો યત્ન થતો નથી. જેમ વિષયમાં મૂઢ થયેલો જીવ વર્તમાનના ભવમાં પણ તેના અનર્થોનો વિચાર કરવા તત્પર થતો નથી, માત્ર વિષયમાં આકર્ષાયેલો આગામી અનેક દુઃખોને પ્રાપ્ત કરે, તેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ મૂઢતાને ધારણ કરે છે, તેઓ આગામી હિતાહિતનો વિચાર કરતા નથી, પરંતુ ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કર્યા પછી પોતાના મૂઢભાવને સ્થિર કરે છે અને તે મૂઢભાવથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મો અનંતકાળ સુધી દુરંત સંસારના પરિભ્રમણનું કારણ બને છે. જેમ જીવ અનાદિકાળથી મૂઢ ભાવવાળો હતો, તેથી અત્યાર સુધી સંસારનો અંત આવ્યો નહિ અને મૂઢભાવને સેવી સેવીને ચાર ગતિમાં અનેક વિડંબનાને પામ્યો અને કોઈક રીતે તત્ત્વને સન્મુખ થયા પછી તે જીવ સંયમ ગ્રહણ કરે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી મૂઢભાવને કારણે પ્રમાદવશ થઈને સર્વજ્ઞના વચનથી નિરપેક્ષ થઈને જીવે છે, તેમનામાં ફરી તે મૂઢતાનો ઉદય થવાથી જેવી મૂઢતાથી તે અપરાધ કરે છે, તેને અનુરૂપ અનંત સંસાર તેને પ્રાપ્ત થાય છે. આથી જ સંવિઝપાક્ષિક સાધુ પ્રમાદી હોવા છતાં સતત પોતાના પ્રમાદની નિંદા કરીને અને સન્માર્ગનું સ્થાપન કરીને મૂઢભાવનો પરિહાર કરે છે, જેથી તેમનો તત્ત્વ તરફનો પક્ષપાત નાશ પામતો નથી. ફક્ત પ્રમાદ આપાદક ક્લિષ્ટ કર્મોને કારણે મોક્ષમાર્ગની તેમની પ્રવૃત્તિ કંઈક અલના પામે છે. તેથી તેઓ કંઈક વિલંબથી મોક્ષ પામે છે, પરંતુ દુરંત સંસારને પ્રાપ્ત કરતા નથી અને જેઓ ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ થઈને તત્ત્વ પ્રત્યેના પક્ષપાત રૂપ બોધિનો નાશ કરે છે, તેઓ જરા-મરણથી વિકટ સંસારમાં પરિભ્રમણ કરે છે. I૪૩૩ અવતરણિકા :
अन्यच्चाऽसाविहलोकेऽपि स्वपरयोरपकारीत्याह चઅવતરણિકાર્ય :
અને બીજું, આ=સંયમ ગ્રહણ કરીને પ્રમાદ કરનારા સાધુ, આ લોકમાં પણ સ્વ-પરના અપકાર કરનારા છે, એ પ્રમાણે કહે છે –
ગાથા -
जइयाऽणेणं चत्तं, अप्पाणयं नाणदसणचरित्तं ।
तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ।।४३४।। ગાથાર્થ -
જ્યારે આના વડે–પુણ્યવાન સાધુ વડે, પોતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્યાગ કરાયાં, ત્યારે બીજા જીવોમાં તેને અનુકંપા નથી. II૪૩૪ll
Page #96
--------------------------------------------------------------------------
________________
OG
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૪ ટીકા -
यदानेन पुण्यवता त्यक्तमुज्झितमात्मीयं स्वसम्बन्धिज्ञानदर्शनचारित्रमिति समाहारद्वन्द्वः, तदा तस्य परेषु स्वव्यतिरिक्तेषु अनुकम्पा कृपा नास्ति न विद्यत एव जीवेषु, तथा चोक्तम्परलोकविरुद्धानि, कुर्वाणं दूरतस्त्यजेत् ।। आत्मानं यो वि सन्धत्ते, सोऽन्यस्मै स्यात् कथं हितः ।।४३४।।
ટીકાર્ય :
થવાનેન ..... શું હિત જ્યારે આના વડે–પુણ્યવાન સાધુ વડે, પોતાના સંબંધી જ્ઞાન-દર્શનચારિત્ર ત્યાગ કરાયાં. અહીં જ્ઞાનદર્શનવરિત્રમ્ એ પ્રકારે સમાહારદ્વાજ છે, ત્યારે તેને તે સાધુને, પરમાં પોતાનાથી અન્ય જીવોમાં, અનુકંપા કૃપા, નથી=વિદ્યમાન નથી જ અને તે પ્રમાણે કહેવાયું છે -
પરલોકથી વિરુદ્ધ કૃત્યો કરતા સાધુને દૂરથી છોડી દેવો જોઈએ, જે પોતાને ઠગે છે, તે બીજાને માટે કઈ રીતે હિત થાય ? m૪૩૪ ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી કોઈક નિમિત્તે પ્રમાદવશ થયા છે, તેથી ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યા વગર ઇચ્છાનુસાર વિચરીને પોતાના રત્નત્રયનો ત્યાગ કરે છે અર્થાત્ દીક્ષા ગ્રહણ કરતી વખતે તેમને જ્ઞાન હતું કે સંસાર ચાર ગતિના પરિભ્રમણરૂપ અનર્થને કરનારો છે અને તેનો ઉચ્છેદ કરવા માટે તેમને જિનવચનના સેવનની રુચિ હતી અને તેમાં સદ્વર્ય ફોરવ્યું, તે રૂપ ચારિત્ર હતું. એથી કંઈક અંશથી પ્રાપ્ત થયેલાં જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રમાદી થયા પછી ત્યાગ કરે છે. માત્ર આત્મહિતને સાધુ છું, તેવો ભ્રમ ધારણ કરે છે. વસ્તુતઃ તેના ચિત્તમાં સંસારવૃદ્ધિને અનુકૂળ રાગાદિ ભાવો વર્તે છે, નિપુણતાથી સંસારના ઉચ્છેદના ઉપાયોનું પર્યાલોચન કરવાની વૃત્તિ નાશ પામી છે, તેથી મૂઢભાવથી પોતાના આત્માનું અહિત કરે છે ત્યારે તે સાધુને બીજા જીવોમાં અનુકંપા નથી; કેમ કે પોતે જે રીતે કષાયને વશ વર્તે છે, તે પ્રકારે જ ઉપદેશ દ્વારા કે પોતાની પ્રવૃત્તિ દ્વારા બીજા જીવોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે છે, તેથી સંસારના સ્વરૂપનો વિચાર કરીને કંઈક ભય પામેલા કેટલાક યોગ્ય જીવો તેવા સાધુના પરિચયથી મિથ્યા આશ્વાસન પામીને સંસાર તરવા માટે સાધુપણું ગ્રહણ કરીને વિનાશ પામે છે; કેમ કે તે જીવો સંસારનું સ્વરૂપ વિચારે છે, ત્યારે કંઈક કલ્યાણની અર્થિતા થાય છે, છતાં સુખશીલ સ્વભાવ હોવાને કારણે સુખશીલતાવાળો સાધુધર્મ સેવીને પોતે હિત સાધશે, તેવું મિથ્યા આશ્વાસન પામીને તે જીવો પણ વિનાશ પામે છે, તેમાં પ્રબળ કારણ તે પ્રમાદી સાધુ છે, તેથી તે પ્રમાદી સાધુને પોતાની અનુકંપા નથી અને પોતાનું અવલંબન લઈને ડૂબનારા બીજા જીવોની પણ અનુકંપા નથી. I૪૩૪
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૫
અવતરણિકા :
एतदेव विशेषेणाहઅવતરણિકાર્ચ -
આને જ વિશેષથી કહે છે=ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા સાધુ પોતાના આત્માનું અહિત કરે છે એને જ વિશેષથી કહે છે – ગાથા :
छक्कायरिऊण असंजयाण, लिंगावसेसमेत्ताणं ।
बहुअस्संजमपवहो, खारो मयलेइ सुट्टयरं ॥४३५।। ગાથાર્થ :
છ કાયના શબ અસંયત લિંગ અવશેષ માત્ર છે જેમને એવા સાધુઓનો અસંયમને વહન કરનારો ઘણો ખાર સારી રીતે મલિન કરે છે=આત્માને સારી રીતે મલિન કરે છે. II૪૩પ ટીકા :
षट्कायरिपूणां पृथिव्यादिशत्रूणां असंयतानां मुत्कलमनोवाक्कायानामत एव लिङ्गावशेषमात्राणामुद्धरितरजोहरणानां बहुभूरिरसंयमप्रवहस्तत्कार्यत्वात् पापौघो भवति स च क्षार इव तिलादीनां क्षारः, मलिनयति पङ्कयत्यात्मानं तेषां सुष्ठुतरमतिशयेनेति । एतदुक्तं भवति यथा कश्चित् क्षारो वस्त्रादिकं दग्ध्वा मलिनं करोति तथा पापौघोऽपि तज्जीवमिति ॥४३५।।। ટીકાર્ય :પ રિપૂuri ..... તન્નીવતિ | છ કાયના શત્રુ=પૃથ્વીકાય આદિના શત્રુ, અસંયત=મોકળા મન-વચન-કાયાવાળા, આથી જ લિંગ અવશેષ માત્ર છે જેમને એવા=ધારણ કરાયેલા રજોહરણવાળા સાધુઓને, બહુ=ઘણો, અસંયમને લાવનારો ક્ષાર આત્માને સારી રીતે મલિન કરે છે એમ અવય છે,
મસંયમપ્રવદનો અર્થ સ્પષ્ટ કરે છે – તેનું કાર્યપણું હોવાથી પાપરૂપ કાર્યનું કરવાપણું હોવાથી, પાપનો સમૂહ છે અને તે પાપનો સમૂહ તલ વગેરેના ક્ષારની જેવો ક્ષાર, તેઓના આત્માને અતિશય મલિત કરે છે, આ કહેવાયેલું થાય છે – જેમ કોઈક ક્ષાર વસ્ત્રાદિને બાળીને=વિનાશ કરીને, મલિન કરે છે, તેમ પાપનો સમૂહ પણ તે જીવતો વિનાશ કરે છે. ૪૩પા ભાવાર્થજે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શમભાવની પરિણતિને ધારણ કરનારા નથી, તેઓ બાહ્ય પ્રવૃત્તિ
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩પ-૪૩૬ કરીને પૃથ્વીકાય આદિના આરંભને કરનારા છે, તેથી છ કાય જીવોના શત્રુ છે. વળી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને જિનવચનથી આત્માને વાસિત કરતા નથી, તેથી મોકળા મન-વચન-કાયાના વ્યાપારવાળા છે અર્થાત્ મન-વચન-કાયાના યોગો યથાતથા બાહ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તાવનારા છે. આથી સાધુનો વેષ માત્ર અવશેષ છે, પરંતુ અસંગભાવને અનુકૂળ સમભાવનો પરિણામ લેશ પણ પ્રવર્તતો નથી એવા સાધુ અત્યંત અસંયમમાં તત્પર છે, તેમનો તે અસંયમ આત્મા માટે ક્ષાર જેવો છે; કેમ કે સંયમ પાલનની પ્રતિજ્ઞા કરીને સંયમ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અસંયમની પ્રવૃત્તિ કરે છે, તેથી તેમનો અસંયમનો પરિણામ આત્માને અત્યંત મલિન કરે છે. વસ્તુતઃ શ્રાવકોમાં પણ તેવો અસંયમનો પરિણામ છે તોપણ વિવેકી શ્રાવકો ભગવાનની ભક્તિ કરીને સંયમનો રાગ કેળવે છે. તેથી તે શ્રાવકોનો અસંયમનો પરિણામ પણ ઉત્તમ ભાવોથી ક્ષીણ થયેલી શક્તિવાળો હોવાથી તેમના આત્માને અતિ મલિન કરતો નથી, પરંતુ વીતરાગના અને સંયમના રાગને કારણે તે શ્રાવકો પોતાના આત્માનું કંઈક શોધન કરે છે, જ્યારે સાધુવેષમાં રહીને નિરપેક્ષ ભાવથી અસંયમનું સેવન કરનારા સાધુ સંયમને અભિમુખ ભાવ કરતા નથી, પરંતુ પોતાની અસંયમની પ્રવૃત્તિમાં સંયમની બુદ્ધિને ધારણ કરે છે. તેથી પોતાના અસંયમ પ્રત્યેનો તીવ્ર રાગ તેમના આત્માને અત્યંત મલિન કરે છે. તેથી તે જીવો ઘણા ભવો સુધી સન્માર્ગને ન પામી શકે તેવાં ક્લિષ્ટ કર્મ બાંધે છે. II૪૩પવા - અવતરણિકા :
कथं भगवल्लिङ्गयोगेऽपि पापसम्बन्ध इति मुग्धबुद्धिर्यश्चिन्तयेत् तं व्युत्पादयितुमाहઅવતરણિયાર્થ:
ભગવાનના લિંગનો યોગ હોતે છતે પણ પાપનો સંબંધ કેવી રીતે થાય ? એ પ્રમાણે જે મુગ્ધ બુદ્ધિવાળો વિચારે, તેને બોધ કરાવવા માટે કહે છે – ગાથા :
किं लिंगविड्डरीधारणेण, कज्जम्मि अट्ठिए ठाणे ।
राया न होइ सयमेव, धारेंतो चामराडोवे ॥४३६।। ગાથાર્થ :
કાર્ય અસ્થિત સાધુમાં સંયમનું કાર્ય અવિધમાન છે એવા સાધુમાં, લિંગના આડંબરને ધારણ કરવા વડે શું? વિશિષ્ટ સિંહાસન ઉપર બેઠેલો સ્વયં જ ચામરના આડંબરને ધારણ કરતો રાજા થતો નથી. II૪૩૬ો. ટીકા :'किं लिंगविड्डरीधारणेण'त्ति किं वेषस्फटाटोपाधानेन, कार्ये-संयमप्रयोजनेऽस्थिते साधौ, न
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૩૬ किञ्चित्कार्याभावात् तथाहि स्थाने विशिष्टसिंहासनादावुपविष्टोऽपि राजा न भवति स्वयमेव धारयंश्चामरे चाटोपाश्च छत्रध्वजादयश्चामराटोपास्तान् पृथिवीविभवपरिकरादिलक्षणस्य राज्यकार्यस्याभावादित्येवं लिगमात्रेण साधुर्न भवति किं तर्हि ? सम्पूर्णेनानुष्ठानेन ।।४३६।। ટીકાર્ય :
વિ ત્રિવિદ્યુરીથારો' ... સમૂનુષ્ઠાનેર | કાર્ય અસ્થિત એવા સાધુમાં=સંયમનું પ્રયોજન અવિદ્યમાન છે એવા સાધુમાં, લિંગવિગ્ડરીના ધારણથી શું ?=વેષનો આડંબર ધારણ કરવા વડે શું ? અર્થાત્ કંઈ નથી; કેમ કે તેના કાર્યનો અભાવ છે=લિંગધારણનું જે કાર્ય સમભાવ તેનો અભાવ છે, તે આ પ્રમાણે – સ્થાનમાં=વિશિષ્ટ સિંહાસન વગેરે ઉપર બેઠેલો પણ રાજા થતો નથી, કેમ રાજા થતો નથી ? એથી કહે છે –
સ્વયં જ ચામરોને અને આટોપોને=છત્ર-ધજા વગેરેને ધારણ કરતો=ચામર આટોપવાળો, રાજા થતો નથી; કેમ કે પૃથ્વીનો વૈભવ અને પરિકર વગેરે રાજ્યના કાર્યનો અભાવ છે, એ રીતે લિંગમાત્રથી સાધુ થતો નથી, કઈ રીતે સાધુ થાય ? એથી કહે છે –
સંપૂર્ણ અનુષ્ઠાનથી થાય છે. II૪૩૬il ભાવાર્થ :
મુગ્ધ બુદ્ધિવાળા જીવો વિચારે છે કે જેઓ સાધુના લિંગમાં છે, તેઓ જે કાંઈ શુભ આચરણા કરે છે અને સંસારની ધનઅર્જન વગેરે આરંભ-સમારંભની ક્રિયા કરતા નથી, તે અંશથી તેઓ આરાધક છે, તેથી તેમને પાપનો સંબંધ કઈ રીતે સંભવે ? અર્થાત્ તેટલા અંશથી સંસારી જીવો કરતાં પાપનો સંબંધ અલ્પ જ થાય છે, તેના નિવારણ માટે કહે છે –
સાધુનો વેષ ત્રણ ગુપ્તિને અતિશય કરવા માટે છે અને જેઓ લેશ પણ ત્રણ ગુપ્તિને અભિમુખ નથી, તેઓ સંસારી જીવોની જેમ સાક્ષાત્ વાણિજ્ય-વ્યાપાર ન કરતા હોય તોપણ જેમ ગૃહસ્થો ત્રણ ગુપ્તિથી અગુપ્ત થઈને સંસારના વિષયોમાં પ્રવર્તે છે, તેમ તે સાધુ પણ ત્રણ ગુપ્તિથી અગુપ્ત થઈને બાહ્ય આરંભ-સમારંભમાં પ્રવર્તે છે. આથી જ માન-ખ્યાતિ અને શાતા વગેરે માટે સર્વ પ્રવૃત્તિઓ કરે છે, તેથી માત્ર લિંગના આટોપને ધારણ કરીને સાધુ તરીકે વિચરે છે, પરંતુ લિંગ પ્રત્યે કે લિંગથી અભિપ્રેત સંયમના પરિણામ પ્રત્યે જેઓ લેશ પણ અભિમુખ નથી તેવા સાધુને કઈ રીતે ધર્મ થાય ? અર્થાતુ ન થાય; કેમ કે લિંગનું કાર્ય ત્રણ ગુપ્તિને અભિમુખ પરિણામ તેમનામાં લેશ પણ નથી, જેમ કોઈ પુરુષ વિશિષ્ટ સિંહાસન ઉપર બેસે અને સ્વયં ચામર, છત્ર, ધ્વજા વગેરેને ધારણ કરે, પરંતુ રાજ્ય કે રાજ્યનો વૈભવ ન હોય તો તે રાજા કહેવાય નહિ, તેમ લિંગ માત્રથી સાધુ કહેવાય નહિ, પરંતુ ત્રણ ગુપ્તિને અભિમુખ યત્નશીલ સાધુ સાધુ કહેવાય, માટે લિંગધારી સાધુને પોતાના કૃત્યને અનુરૂપ અનર્થોની પરંપરા પ્રાપ્ત થાય છે. I૪૩ષા
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૭
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :અને તે રીતે કહે છે–ત્રણ ગુપ્તિને અનુકૂળ યત્ન કરનારા સાધુ છે. તે રીતે કહે છે –
ગાથા :
जो सुत्तत्थविणिच्छयकयागमो, मूलउत्तरगुणेहिं ।।
उव्वहइ सयाऽखलिओ, सो लिक्खइ साहुलेक्खम्मि ।।४३७।। ગાથાર્થ -
જે સ્ત્રાર્થના વિનિશ્ચયથી કરાયેલા આગમવાળા હંમેશાં અખલિત મૂળગુણ અને ઉત્તર ગુણના સમૂહને વહન કરે છે, તે સાધુલેખમાં લખાય છે=સાધુની ગણનામાં ગણાય છે. II૪૩૭ll ટીકા :___ यः कश्चित् सूत्रार्थविनिश्चयेन श्रुतसारग्रहणेन कृतो विहितः सामर्थ्यादात्मन्यागमो भवगद्वचनं येनासौ सूत्रार्थविनिश्चयकृतागमः, इह च व्यवहारतः श्रवणमात्रेणाऽज्ञाततत्परमार्थोऽपि कृतागम इत्युच्यते तद्व्यवच्छेदार्थं सूत्रार्थविनिश्चयेनेति विशेषणम्, एवम्भूतः सन् किं ? मूलोत्तरगुणौधं व्रतादिपिण्डविशुद्ध्यादिगुणसङ्घातमुद्वहति सम्यक्करणेन जीवितान्तं प्रापयति सदाऽस्खलितः सदा निरतिचारः स लिख्यते साधुलेख्ये, साधुगणनायां तस्य रेखा दीयते नान्यस्येत्यर्थः ।।४३७।। ટીકાર્ય :
વઃ શ્વિત્ ..... નાસ્થત્યર્થ | જે કોઈ સાધુ સૂત્રાર્થના વિનિશ્ચયથી=મૃતના સારતા ગ્રહણથી અર્થાત્ સામર્થ્યથી આત્મામાં કરાયેલા આગમવાળા અર્થાત્ આત્મામાં કરાયું છે ભગવાનનું વચન જેમના વડે એ સૂત્રાર્થ વિનિશ્ચયકૃત આગમવાળા છે અને અહીં સૂત્રાર્થતા ગ્રહણના વિષયમાં, વ્યવહારથી નથી જણાયો તેનો પરમાર્થ એવા પણ શ્રવણ માત્રથી કૃતાગમ એ પ્રમાણે કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે કહે છે – સૂત્રાર્થ વિનિશ્ચયથી એ પ્રકારે વિશેષણ છે. એથી સૂત્રાર્થના વિનિશ્ચયથી કૃત આગમવાળા, જે આવા પ્રકારના છતાં શું? એથી કહે છે – મૂળગુણ-ઉત્તરગુણના સમૂહને વહન કરે છે=વ્રતાદિ અને પિંડવિશુદ્ધિ આદિ ગુણના સમૂહને વહન કરે છે=સમ્યફ કરવા દ્વારા જીવે ત્યાં સુધી પ્રાપ્ત કરાવે છે, હંમેશાં અમ્મલિત=હંમેશાં અતિચાર વગરના, તે સાધુ લેખમાં લખાય છે સાધુની ગણવામાં તેની રેખા અપાય છે, અન્યની નહિ. I૪૩૭.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૭–૪૩૮
ભાવાર્થ :
જે સાધુ સંસારથી ભય પામ્યા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય જિનવચનના પરમાર્થના નિશ્ચયપૂર્વક તેનાથી નિયંત્રિત ઉચિત સર્વ ક્રિયાઓ છે, તેવો સ્થિર નિર્ણય છે, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી પોતાની શક્તિ અનુસાર સૂત્રોના અર્થોના યથાર્થ તાત્પર્યનો જેમણે નિશ્ચય કર્યો છે તેવા મહાત્માને શ્રુતનાં સર્વ વચનો ત્રણ ગુપ્તિનો અતિશય કઈ રીતે કરશે, તેનો પરમાર્થ દેખાય છે. આથી સૂત્રોના અર્થોથી ભાવિત થઈને ત્રણ ગુપ્તિને અતિશયિત કરવા યત્ન કરે છે અને તેના કારણે તે મહાત્માનું ચિત્ત સર્વ ભાવો પ્રત્યે સમભાવને ધારણ કરીને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તત્પર રહે છે. આથી જ તેવા સાધુ પાંચ મહાવ્રતોના સૂક્ષ્મ સ્વરૂપથી આત્માને હંમેશાં વાસિત કરે છે અને પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોના સ્વરૂપને પણ તે રીતે ભાવન કરીને તે ઉત્તર ગુણો કઈ રીતે મૂળગુણની વૃદ્ધિનું કારણ છે, તેના પરમાર્થને સ્થિર કરે છે અને તેના બળથી મૂળ-ઉત્તર ગુણના સમૂહને જીવે ત્યાં સુધી સમ્ય પ્રકારે સેવે છે અને હંમેશાં અસ્મલિત આચારો પાળે છે. અનાભોગથી પણ કોઈ સ્કૂલના થાય તો તત્કાલ ઉચિત પ્રયત્નથી તેનું શોધન કરે છે. તેવા સાધુ સાધુની ગણનાને પ્રાપ્ત કરે છે, બીજા નહિ.
અહીં વિશેષ એ છે કે સંઘયણ બળ શિથિલ હોય અને બાહ્ય આચરણમાં ઉત્સર્ગનું સેવન દુષ્કર જણાય તો અપવાદનું સેવન કરીને પણ તે મહાત્મા સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પરંતુ બાહ્ય ભાવોમાં જેમનું ચિત્ત વર્તે છે, તેઓ બાહ્ય આચરણાનાં કષ્ટો વેઠે તોપણ સાધુની ગણનામાં સ્થાન પ્રાપ્ત કરતા નથી, પરંતુ જેઓ સૂત્રાર્થના પરમાર્થથી આત્માને ભાવિત કરીને પ્રમાદ વગર સર્વ ઉચિત પ્રવૃત્તિમાં શક્તિ ફોરવે છે, તેઓ જ ભાવસાધુ છે. II૪૩ળા
અવતરણિકા :
अत एवाहઅવતરણિકાર્ય :
આથી જ કહે છે ગાથા-૪૩૭માં કહ્યું કે સૂત્રાર્થ નિશ્ચયકૃત આગમવાળા અને મૂળગુણઉત્તર ગુણોના સમૂહવાળા સાધુની ગણવામાં આવે છે, બીજા નહિ. આથી જ કહે છે –
ગાથા -
- વઘુવોસસંવિતિદ્દો, નવરં મરૂ ગ્રંથનસદાવો !
सुट्ठ वि वायामंतो, कायं न करेइ किंचि गुणं ।।४३८।। ગાથાર્થ :
ઘણા દોષોથી સંક્લેશ પામેલો, ચંચળ સ્વભાવવાળો, કાયાને અત્યંત પણ નિયમન કરતો કાયાથી સંયમની આચરણા કરતો, કેવળ આત્માને મલિન કરે છે, કોઈ ગુણને કરતો નથી. ll૪૩૮.
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૮, ૪૩૯-૪૪૦ ટીકા :
बहुदोषैरज्ञानक्रोधादिभिः सङ्क्लिष्टो-विबाधितो बहुदोषसक्लिष्ट इति नवरं केवलं मलिनयति पङ्कयत्यात्मानमिति शेषश्चञ्चलस्वभावो विषयादौ चटुलचित्तः सुष्ठ्वपि गाढमपि व्यायामयन् क्लेशयन्न प्रेक्षापूर्वकारितया कायंदेहं, न करोति किञ्चिद् गुणं कर्मक्षयादिकमिति ।।४३८।। ટીકાર્ય :
વોશે . શર્મા હિમતિ | ઘણા દોષોથી અજ્ઞાત-ક્રોધ વગેરે દોષોથી, સંક્ષિણ=બાધા પામેલો, બહુદોષસંક્લિષ્ટ સાધુ કેવલ આત્માને મલિન કરે છે. ગાથામાં માત્માનમ્ એ અધ્યાહાર છે. કેવો સાધુ મલિન કરે છે ? એથી કહે છે –
ચંચળ સ્વભાવવાળો=વિષય વગેરેમાં રાગયુક્ત ચિત્તવાળો, ગાઢ પણ કાયાને દેહને, વ્યાયામ કરાવતો અપેક્ષાપૂર્વકારીપણાથી ક્લેશ કરાવતો, કર્મક્ષય વગેરે કોઈ ગુણને કરતો નથી. અ૪૩૮ ભાવાર્થ :
કોઈ મહાત્મા સંસારથી ભય પામીને સંયમ ગ્રહણ કરે અને સંયમની સર્વ ક્રિયાઓ અત્યંત પ્રયત્નપૂર્વક કરે તોપણ તે ક્રિયાઓ ચિત્તને નિર્લેપ કરવાનું કારણ થાય છે કે નહિ, તેનો વિચાર ન કરે અને કયા પ્રકારના નિપુણ યત્નથી આ ક્રિયા વિતરાગ થવાનું કારણ છે, તેનું અત્યંત અજ્ઞાન વર્તે છે અને તેને જાણવાની જિજ્ઞાસા નથી અને બાહ્ય નિમિત્તો અનુસાર ક્રોધાદિ ભાવો કરે છે અર્થાત્ કોઈનું વર્તન જોઈને અરુચિ કરે છે, લોકો આદર-સત્કાર કરે ત્યારે પ્રીતિ કરે છે. તેથી તેનું ચિત્ત ઘણા દોષોથી સંક્લિષ્ટ છે અને ઇન્દ્રિયના વિષયમાં ચંચળ સ્વભાવવાળો છે, છતાં મૂઢતાને કારણે બાહ્ય તપ અને કષ્ટકારી આચરણાઓ કરે છે, પરંતુ તેના દ્વારા ચિત્તને પ્રશમભાવમાં પ્રવર્તાવવા કોઈ યત્ન કરતો નથી, તેવા સાધુને કર્મક્ષય વગેરે કોઈ ગુણ થતો નથી; કેમ કે કાયાની ચેષ્ટા માત્રથી ગુણની પ્રાપ્તિ નથી, પરંતુ ચિત્ત મોહનો નાશ કરવાને અનુકૂળ વર્તે તો જ ગુણની પ્રાપ્તિ થાય છે. આથી જ કોઈ સાધુ મલિન વસ્ત્ર ધારણ કરે, છઠ વગેરે તપ કરે, છતાં ચિત્ત બાહ્ય નિમિત્તો અનુસાર પ્રવર્તતું હોય તો નિર્જરા કરી શકે નહિ. II૪૩૮મા અવતરણિકા –
स तर्हि निर्गुणः किं म्रियतां ? नैतदस्ति मरणमपि गुणवतः श्रेयो यत आहઅવતરણિતાર્થ :
તેeઘણા સંક્લેશવાળા સાધુ કાયાને ક્લેશ કરવા છતાં કોઈ ગુણ પ્રાપ્ત કરતા નથી, તે નિર્ગુણ તો શું કરે ? અર્થાત્ તેવા સાધુ મરી જાય તો તેઓનું શ્રેય છે ?
આ નથી જ=તેઓ મરે એમાં શ્રેય નથી જ, મરણ પણ ગુણવાનનું શ્રેય છે, જે કારણથી કહે છે –
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦
ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે જે સાધુ સાધુની ગણનામાં આવે તેવા ગુણવાળા નથી, તેઓ કાયાથી ઘણું કષ્ટ કરતા હોય, પરંતુ ચિત્તમાં ઘણા દોષોથી સક્લિષ્ટ હોય અને ચંચળ સ્વભાવવાળા હોય તો આત્માને મલિન કરે છે. એથી વિચારકને પ્રશ્ન થાય કે તે સાધુ તે પ્રકારના અસ્થિર સ્વભાવવાળા હોવાથી કાયાથી કંઈક શુભ પ્રવૃત્તિ કરી શકે તેવા છે, અંતરંગ અધૈર્યનું નિવારણ કરવું તેના માટે શક્ય નથી. તેથી સંક્લેશ કરીને આત્માને મલિન કરે છે, તેવા સાધુએ મૃત્યુ સ્વીકારવું વધારે શ્રેય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેવા સાધુને મરવું પણ શ્રેયકારી નથી, મરણ પણ ગુણવાનનું શ્રેય છે. તેથી જેઓ સંક્લેશનું નિવારણ કરી શકતા નથી, તેઓ સંક્લેશના પરિવાર માટે મરણ સ્વીકારે છે કેમ શ્રેય નથી ? તેથી કહે છે – ગાથા :
केसिंचि वरं मरणं, जीवियमन्नेसि उभयमनसिं ।
दद्दरदेविच्छाए, अहियं केसिंचि उभयं पि ।।४३९।। ગાથાર્થ :
દુર્ધરદેવની ઈચ્છામાં કેટલાકને મરણ શ્રેય છે, બીજાને જીવિત શ્રેય છે, કેટલાકને ઉભય જીવિત અને મરણ બન્ને શ્રેય છે, કેટલાકને ઉભય પણ અહિત છે. ll૪૩૯ll ટીકા :
केषाञ्चित् प्राणिनां वरं प्रधानं मरणं प्राणत्यागः, जीवितं प्राणधारणम् अन्येषां वरमिति वर्त्तते, उभयं जीवितं मरणं चान्येषां वरं, 'दुहुरदेविच्छाए'त्ति संविधानकं सूचयति, अहितमपथ्यं केषाञ्चिदुभयमप्युक्तस्वरूपमिति ।।४३९।। ટીકાર્ય :
ષષ્યિ ..... સ્વરૂપત્તિ છે કેટલાક પ્રાણીઓને મરણ=પ્રાણત્યાગ, વર=પ્રધાન છે, અન્યોને જીવિત=પ્રાણનું ધારણ કરવું, શ્રેષ્ઠ છે અને અન્યોને ઉભયઃજીવિત અને મરણ ઉભય, શ્રેષ્ઠ છે. દુર્ધરદેવની ઈચ્છામાં સંવિધાતકકતેવા વિધાનને કરનારું, સૂચન કરે છે. કેટલાકને ઉભય પણ કહેવાયેલા સ્વરૂપવાળું જીવન અને મરણ પણ, અહિત છે=અપથ્ય છે. I૪૩૯ અવતરણિકા :एतदेवान्यथाह
Page #104
--------------------------------------------------------------------------
________________
Guटेशभाला भाग-3/गाथा-४३०-४४०
अवतरािर्थ :माने ने भए। श्रेय छ करने, अन्यथान्य घरे, ४ छ -
गाथा :
केसिंचि परो लोगो, अन्नेसिं इत्थ होइ इहलोगो ।
कस्स वि दुन्नि वि लोगा, दो वि हया कस्सई लोगा ।।४४०।। गाथार्थ :
અહીં કેટલાકને પરલોક=બીજો લોક, હિત હોય છે, કેટલાકને ઈહલોક હિત હોય છે, sोने वजी ने लोs हित होय छ, डोनेज ues ets &ायेला छे. ।।४४०।। टीका:
केषाञ्चित् परो लोको हित इति सामर्थ्याद् गम्यते । अन्येषामत्र भवतीहलोको हित इति, कस्यापि पुनावपि लोको हितौ भवतः, द्वावपि हतौ स्वकर्मणा विनाशितावहितौ इत्यर्थः कस्यचिल्लोकाविति । .
कथमेतदित्यत्र दर्दुरदेवकथानकम्दर्दुरदेवकथानकं-राजगृहे समवसृते भगवति श्रीवीरे वन्दनार्थमुच्चलिते सनागरके राजनि श्रेणिके तन्नगरद्वारपालः स्वकर्मकरं धिग्वर्णं सेडुबकनामानं द्वारदेवताऽर्चनिकाबलिं बहुं भोजयित्वा न त्वया कुत्रचिद् गन्तव्यमिति भणित्वा गतो भगवद्वन्दनार्थं । ततोऽसौ सञ्जातपिपासातिरेकः तद्भयाज्जलाशयमगच्छन् ममार । समुत्पेदे तदासनवाप्यां शालूरतया स च भगवत्समवसरणं जिगमिषुलोककलकलाकर्णनाद्विमर्शोत्पन्ने जातजातिस्मरणस्तद्द्वारेणैव प्रबुद्धश्चलितो वीरवन्दनाय, मर्दितोऽश्वखुरेण च शुभपरिणामाज्जज्ञे देव इति । प्रयुक्तावधिर्विज्ञाय वृत्तान्तमगमत् समवसरणे ।
अत्रान्तरे श्लाघितः श्रेणिकः शक्रेण 'दृढदर्शन' इति । ततोऽसौ तत्परीक्षार्थं कुष्ठिरूपं विधाय भगवन्तं पूयच्छटाभिः सिषेच । क्षुते च भगवता 'म्रियस्व' इति बभाण, श्रेणिकेन क्षुते 'जीव' इति, अभयेन तु क्षुते 'जीव म्रियस्व वा,' कालसौकरिकेण तु क्षुते ‘मा जीव मा म्रियस्व' इति । तथा अन्यैरप्यभिहितं-'राजपुत्र ! चिरं जीव, मर त्वं ऋषिपुत्रक ! । जीव वा मर वा साधो !, व्याध ! मा मर मा जीव ।। __ततो जातक्रोधो राजा तन्मारणार्थं मनुष्यान् आदिदेश, न शक्यो ग्रहीतुं, ज्ञातो 'देव' इति । द्वितीयदिने भगवन्तं पप्रच्छ राजा-'कोऽसो कुष्ठी ?' इति । ततः कथितो भगवता तवृत्तान्तः ।
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦
'कथं युष्मान् म्रियस्व इति ब्रुते ?' इत्यादि पृष्टो भगवानाह-किं भवे तिष्ठसि ? न यासि मोक्षम् इत्यभिप्रायान्मामाह 'म्रियस्व' इति, भवन्तं च 'जीव' इति नरके बद्धायुष्कत्वाज्जीवत एव सुखम्, अभयस्तु देवलोकगामीत्युभयथा उक्तः । कालसौकरिकस्तु जीवन बहुपापो मृतो नरकागामीति च द्वेधाऽपि निषिद्ध इति ।।४४०।। ટીકાર્ય :
ષષ્યિ ” નિષિદ્ધ તિ | કેટલાકને પરલોક=બીજો લોક હિત છે, એ પ્રકારે સામર્થથી જણાય છે=પૂર્વની ગાથામાં કહેલા મરણ વગેરેના સામર્થ્યથી જણાય છે, અન્યોને અહીં=વર્તમાન ભવરૂપ આલોક, હિત છે, કોઈકને વળી બન્ને પણ લોક હિતકારી છે, કોઈકના બન્ને પણ લોક હણાયા છે=વિનાશ કરાયા છે=અહિત છે, એ પ્રકારનો અર્થ છે.
કેવી રીતે આ ? એ પ્રમાણે અહીં દુરદેવનું કથાનક –
રાજગૃહ નગરમાં શ્રી વીર ભગવાન સમવસર્યે છતે નગરલોક સહિત શ્રેણિક રાજા વંદનને માટે ગયે છતે તે નગરનો દ્વારપાલ બ્રાહ્મણ એવા સેડૂબક નામના નોકરને દ્વાર દેવતાની પૂજાનો બલિ ઘણો ખવડાવીને તારે ક્યાંય જવું નહિ, એ પ્રમાણે કહીને ભગવાનને વંદન કરવા ગયો. તેથી થયેલી તૃષાના અતિરેકવાળો આ તેના ભયથી જલાશય નહિ જતો મર્યો. તેની નજીકની વાવમાં દેડકાપણાથી ઉત્પન્ન થયો અને ભગવાનના સમવસરણમાં જવાની ઇચ્છાવાળો લોકોના કલકલ અવાજથી ઊહાપોહ થવાથી થયેલા જાતિસ્મરણવાળો તેના દ્વારા જ બોધ પામેલો વીરના વંદન માટે ચાલ્યો. ઘોડાની ખરીથી કચડાયેલો શુભ પરિણામથી દેવ થયો, પ્રયોગ કરાયો છે અવધિજ્ઞાનનો જેના વડે એવો વૃત્તાંતને જાણીને સમવસરણમાં ગયો.
એટલામાં ઇઝ વડે શ્રેણિક રાજા દઢ સમ્યક્તવાળા છે, એ પ્રમાણે પ્રશંસા કરાયા. તેથી આ દુર દેવે, તેની પરીક્ષા માટે કોઢિયાનું રૂપ કરીને ભગવાનને શરીરના પરથી સિંચન કર્યું અને ભગવાન વડે છીંક ખવાયે છતે “તમે મરો' એ પ્રમાણે બોલ્યો, શ્રેણિક રાજા વડે છીંક ખવાયે છતે ‘તમે જીવો’ એ પ્રમાણે, વળી અભયકુમાર વડે છીંક ખવાયે છતે ‘તમે જીવો અથવા મરો'. વળી કાલસીરિક કષાય વડે છીંક ખવાયે છતે જીવ નહિ, મર નહિ એ પ્રમાણે બોલ્યો અને બીજા વર્ષે પણ કહેવાયેલું છે –
હે રાજપુત્ર ! તું દીર્ઘકાળ જીવ, હે ઋષિપુત્ર ! તું મર, હે સાધુ, જીવ અથવા મર, હે વ્યાધ જીવ નહિ, મર નહિ.
તેથી ઉત્પન્ન થયેલા ક્રોધવાળા રાજાએ તેને મારવા માટે માણસોને આદેશ આપ્યો. ગ્રહણ કરવાને માટે શક્તિમાન થયા નહિ, દેવ એ પ્રમાણે જણાયો. બીજા દિવસે રાજાએ ભગવાનને પૂછ્યું – આ કોઢિયો કોણ હતો ?તેથી ભગવાન વડે તેનો વૃત્તાંત કહેવાયો. આપના પ્રત્યે મરો, એ પ્રમાણે કેમ બોલ્યો? વગેરે પુછાયેલા ભગવાન કહે છે – ભવમાં શું રહ્યા છો ? મોક્ષમાં જતા નથી, એ અભિપ્રાયથી મને મરો, એ પ્રમાણે કહે છે. નરકમાં બંધાયેલ આયુષ્યપણું હોવાથી તેને જીવ એ પ્રમાણે કહ્યું, જીવતાને જ સુખ છે, અભયકુમાર વળી
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦
૯
દેવલોકમાં જનાર છે, એથી બન્ને પ્રકારે કહેવાયા. કાલસોરિક કસાઈ વળી જીવતો ઘણા પાપને કરનારો છે, મરેલો નરકમાં જનારો છે, એથી બન્ને પ્રકારે પણ નિષેધ કરાયો. ૪૪૦ના
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક સાધુ કાયામાત્રથી સંયમના આચારો પાળવા સમર્થ છે, ચાંચલ્યને કારણે ચિત્તના સંક્લેશને વારવા સમર્થ નથી, તેવા સાધુને સંયમની ક્રિયાથી કોઈ ગુણ થતો નથી. તેથી વિચારકને પ્રશ્ન થાય કે તેવા સાધુએ પોતાના ચિત્તના સંક્લેશને કા૨ણે અનર્થના નિવારણ માટે શું અનશન વગેરે કરીને મૃત્યુ સ્વીકારવું જોઈએ ? તેનો ઉત્તર આપે છે
-
મૃત્યુ વિષયક કોઈ નિયત વિધાન નથી; કેમ કે દુર્દર દેવના દૃષ્ટાંતથી નક્કી થાય છે કે કેટલાક પ્રાણીઓને પ્રાણત્યાગ શ્રેયકારી છે, તેથી જે સાધુ ભાવિના સંક્લેશના નિવારણ માટે પ્રાણત્યાગ કરે અને સમાધિથી પરલોકનું હિત સાધી શકે તેના માટે મ૨ણ શ્રેયકારી છે, જેમ અરણિક મુનિ અત્યંત સુકોમળ કાયાવાળા હતા, તેથી સંયમ પાળવું અશક્ય જણાયું તોપણ અનશન કરીને શુભભાવપૂર્વક મૃત્યુ સ્વીકારી શકે તેમ હતા, તેવા સાધુને આશ્રયીને મૃત્યુ સ્વીકારવું ઉચિત છે. જેમ કોઈ સાધુને બાહ્ય નિમિત્તોને કા૨ણે હંમેશાં ક્લેશ વર્તતો હોય અને દૃઢ યત્નપૂર્વક કષ્ટકારી સંયમની ક્રિયા કરે તોપણ ચાંચલ્ય દોષરૂપ સંક્લેશનું નિવારણ કરી શકે તેમ ન હોય, છતાં અનશન કરીને નિમિત્તોથી પર રહીને પોતાના ચિત્તને વીતરાગના વચનથી ભાવિત કરી શકે તેમ હોય તો તેવા સાધુને આશ્રયીને પ્રાણત્યાગ કલ્યાણકારી થાય. વળી, કેટલાક સાધુને અનશન કરે અને અનશનકાળમાં પણ ચિત્તના સંક્લેશનો પરિહાર ન થાય તો તેનું મૃત્યુ અહિતનું કારણ બને. તેથી કોના માટે મરણ શ્રેય છે, તે પ્રતિનિયત નિયમ નથી તે બતાવવા માટે કહે છે
જે મરણથી પરલોકમાં હિત થતું હોય તે મરણ શ્રેયકારી છે, જેમ ભગવાનને છીંક આવી ત્યારે દુર્દર દેવે કહ્યું કે મરણ પામો; કેમ કે મૃત્યુથી પરલોકમાં તેમનું હિત થવાનું છે, મોક્ષમાં અનંતું સુખ પામવાના છે, તેમ જે સાધુને ક્લેશ થતો હોય અને મૃત્યુ સ્વીકારીને પરલોકમાં હિત પામી શકે તેમ હોય તેમના માટે મૃત્યુ જ ઇષ્ટ છે. વળી કેટલાકને જીવિત જ ઇષ્ટ છે, જેમ શ્રેણિક મહારાજા વર્તમાન ભવમાં આત્માને ભગવાનના ધર્મથી વાસિત કરે છે અને પરલોકમાં ન૨કમાં જવાના છે, તેથી જેટલું અહીં જીવશે તેટલું તેમના માટે હિત છે, એ રીતે જે સાધુએ કોઈક નિમિત્તે પરલોકમાં અહિત થાય તેવું આયુષ્ય બાંધ્યું હોય અને પાછળથી જાગૃત થયા હોય તે સાધુએ લાંબું જીવવા માટે ઉચિત યત્ન કરીને ધર્મપરાયણ થઈને જીવવું શ્રેય છે; કેમ કે પરલોકના અહિતનું નિવારણ થાય તેમ નથી, તોપણ વર્તમાન ભવમાં જે કંઈ ઉચિત પ્રવૃત્તિ ક૨શે, તેનાથી થયેલા ઉત્તમ સંસ્કારો અને ઉત્તમ પુણ્ય સાથે આવશે, જેથી ભાવિમાં હિતની પ્રાપ્તિ થશે માટે તેવા સાધુને આશ્રયીને જીવિત જ શ્રેય છે.
વળી કેટલાકને જીવિત અને મરણ બન્ને શ્રેય છે, જેમ અભયકુમાર વર્તમાન ભવમાં ઉત્તમ કૃત્ય કરે છે અને પરલોકમાં પણ દેવગતિમાં જવાના છે, તેથી હિત જ છે, તેમ જે સાધુ વર્તમાન ભવમાં શક્તિના
Page #107
--------------------------------------------------------------------------
________________
GO
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦, ૪૪૧ પ્રકર્ષથી સંયમયોગમાં ઉત્થિત છે, તે સાધુ જીવશે તોપણ સંયમને અતિશય કરશે અને કોઈક નિમિત્તે મૃત્યુ પામશે તોપણ સમાધિથી સદ્ગતિમાં જ જશે, તેવા સાધુને જીવિત પણ ઇષ્ટ છે અને મૃત્યુ પણ ઇષ્ટ છે. આથી તેવા સાધુ મહાત્મા મૃત્યુ ઉપસ્થિત થાય તો પોતાનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, પરંતુ નિરપેક્ષ ભાવની વૃદ્ધિ કરવા દઢ યત્ન કરે છે.
કેટલાકને ઉભય અહિત છે અર્થાત્ મૃત્યુ પણ અહિત છે, જીવિત પણ અહિત છે, જેમ કાલસૌરિક કષાય, એ રીતે જે સાધુ જીવીને પણ અનુચિત કરવાના છે અને મૃત્યુ પછી પણ દુર્ગતિમાં જવાના છે, તેમને ઉભય પણ અહિત છે. II૪૩૯-૪૪ના અવતરણિકા -
साम्प्रतमेतच्चतुष्टयमपि स्वयमेव सूत्रकारो योजयन्नाहઅવતરણિતાર્થ -
હવે આ ચતુષ્ટયને પણ=જીવ-મર વગેરે ચાર વિકલ્પોને પણ, સૂત્રકાર સ્વયં જ યોજન કરતાં કહે છે –
ગાથા :
छज्जीवकायविरओ, कायकिलेसेहिं सुटुगुरूएहिं ।
न हु तस्स इमो लोगो, हवइ सेगो परो लोगो ।।४४१।। ગાથાર્થ :
છ જીવનિકાસમાં વિશેષથી આસક્ત થયેલા અત્યંત મોટા કાયક્લેશ વડે જે વર્તે છે, તેને આ લોકહિત નથી, તેનો એક પરલોક શ્રેય છે. ll૪૪૧TI. ટીકા -
षड्जीवनिकायेषु पृथिव्यादिषु विशेषेण तदुपमर्दकारित्वाद् रत आसक्तः षड्जीवकायविरतः, कायक्लेशैः पञ्चाग्निसेवनमासक्षपणादिभिः सुष्टुगुरूभिर्वृहत्तमैो वर्त्तते बालतपस्वी, न हु-नैव, तस्याऽयं लोको भवति, विवेकाभावेन क्लेशसहनाद्, भवति 'से' तस्यैकः परो लोको व्यवहारेण तत् क्लेशोपार्जिततुच्छपुण्यफलोपस्थानादिति ।।४४१।। ટીકાર્ચ -
ઉત્ક્રીનિવેy .પુથનો સ્થાનાવિતિ | છ જવનિકાયરૂપ પૃથ્વીકાય વગેરેમાં વિશેષથી તેનું ઉપમર્દન કરવાપણું હોવાથી રત=આસક્ત, છ આવકાયવિરત છે, અત્યંત ગુરુ=મોટા એવા પંચાગ્નિ સેવન માસક્ષમણ આદિ કાયક્લેશો વડે જે બાલતપસ્વી વર્તે છે તેનો આલોક નથી=આલોક સુખકારી
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૧, ૪૪૨ થી ૪૪૪
૯૧
નથી; કેમ કે વિવેકના અભાવને કારણે ફ્લેશ સહન કરે છે તેને એક પરલોક શ્રેયકારી થાય છે; કેમ કે વ્યવહારથી તેના ફ્લેશથી ઉપાર્જિત તુચ્છ પુણ્યફલનું ઉપસ્થાન છેઃપ્રાપ્તિ છે. II૪૪૧TI ભાવાર્થ :
જેમને વિશેષ વિવેક પ્રગટ્યો નથી તેવા પંચાગ્નિ તપ કરનારા અન્ય દર્શનના સાધુ કે જૈન દર્શનના માસક્ષપણ વગેરે કષ્ટકારી આચરણા કરનારા સાધુ કે બાલ તપસ્વીને આશ્રયીને આલોક શ્રેયકારી નથી; કેમ કે તેમનું ચિત્ત મૂઢભાવથી હણાયેલું હોવાથી વર્તમાન ભવમાં શમભાવના સુખના લેશને પણ પામતા નથી, પરંતુ કષ્ટ વેઠવાના ક્લેશને પામે છે અને પરલોકમાં કષ્ટ વેઠવાને કારણે તુચ્છ પુણ્યના ફળરૂપે દેવલોક મળશે એ અપેક્ષાએ તેમનો પરલોક શ્રેય છે માટે તેવા સાધુને આશ્રયીને મરવું શ્રેય છે. I૪૪૧II અવતરણિકા -
अनेन द्वितीयगाथोक्तास्त्रयोऽन्ये भङ्गाः सूचिता द्रष्टव्याः, ते च स्वधिया योज्याः सुगमत्वादिति अधुनार्थप्रतिपादने क्रमोऽतन्त्रमिति न्यायप्रदर्शनार्थं प्रथमगाथोक्तान् भङ्गकान् युनक्तिઅવતરણિકાર્ય :
આના દ્વારા=ગાથા-૪૪૧માં બતાવ્યું એના દ્વારા, બીજી ગાથામાં કહેવાયેલા=ગાથા-૪૪૦માં કહેવાયેલા, બીજા ત્રણ ભંગો સૂચન કરાયેલા જાણવા અને સુગમપણું હોવાથી તે પોતાની બુદ્ધિથી જોડવા, હવે અર્થના પ્રતિપાદનમાં ક્રમ અતંત્ર છે એ ચાય બતાવવા માટે પ્રથમ ગાથામાં કહેવાયેલા ભંગોને=ગાથા-૪૩૯માં બતાવાયેલા ચાર વિકલ્પોને, યોજન કરે છે – ભાવાર્થ :ગાથા-૪૪૦માં કહેલા ત્રણ ભાંગાની પ્રાપ્તિ આ રીતે છે. જે લોકો આ ભવમાં સુખ ભોગવનારા છે અને પરલોકમાં દુર્ગતિમાં જનારા છે, તેમને આલોક હિત છે એ રૂપ બીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. વળી જેઓ આ લોકમાં સુખ ભોગવનારા છે અને પરલોકમાં પણ સદ્ગતિમાં જનારા છે, તેમને ઉભયલોક હિત છે, તે રૂ૫ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે અને જેઓ આ લોકમાં ક્લેશ કરે છે, સ્વયં ક્લેશ પામે છે, બધાને સંત્રાસ આપે છે અને પરલોકમાં દુર્ગતિમાં જાય છે, તેમને ઉભય લોક અહિત છે, તે રૂ૫ ચોથો વિકલ્પ પ્રાપ્ત થાય છે. એ પ્રકારે ત્રણ ભાંગા બતાવ્યા પછી હવે ગાથા-૪૩૯માં ચાર ભાંગા બતાવ્યા. તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । बहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वरमरणं ॥४४२।।
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
Bधशभाला भाग-3/गाथा-४४२ थी ४४४
तवनियमसुट्ठियाणं, कल्लाणं जीवियं पि मरणं पि । जीवंति जइ गुणा अज्जिणंति सुगई उविंति मया ।।४४३।। अहियं मरणं अहियं च जीवियं पावकम्मकारीणं ।
तमसंमि पडंति मया, वेरं वटुंति जीवंता ।।४४४।। गाथार्थ :
નરકમાં નિરુદ્ધ મતિવાળા દંડિકાદિઓનું જીવિત શ્રેય છે, ઘણા અપાયવાળું શરીર હોતે છતે વિશુદ્ધ થતાને મરણ શ્રેય છે.
તપનિયમમાં સુસ્થિત સાધુઓને જીવિત પણ અને મરણ પણ કલ્યાણ છે, જો જીવે છે તો ગુણો પ્રાપ્ત કરે છે, મરેલા સુગતિને પ્રાપ્ત કરે છે.
પાપકર્મ કરનારા જીવોને મરણ અહિત છે, જીવિત અહિત છે, મરેલા છતા નરકમાં પડે છે, पता वैरने-पापने, वधारे छ. ।।४४रथी ४४४।। टीs:
नरके निरुद्धा गोचरान्तरानिवर्त्य तत्रैव स्थापिता मतिर्यस्ते नरकनिरुद्धमतयः, तेषां दण्डिकादीनां नृपतिप्रभृतीनां जीवितं श्रेयो मुहूर्त्तसुखावाप्तेः, बह्वपाये रोगाद्यपायाक्रान्ते बहुवाते वा, अपिशब्दात् तद्वेदनाऽसहिष्णोदेहे काये, किं ? विशुद्ध्यमानस्य प्रशस्तध्यानानिर्मलीभवतो वरं श्रेयो मरणं सुगतिगमनादिति तपो नियमसुस्थितानां विशिष्टगुणाध्यासितानां कल्याणं पथ्यं जीवितमपि मरणमपि, किमित्यताह-जीवन्ति यदि ते ततो गुणानर्जयन्ति वृद्धिं नयन्ति, सुगतिं स्वर्गापवर्गरूपामुपयान्ति मृताः सन्तः, अतो नोभयथाऽपि किञ्चित्क्षुण्णमिति, अहितं मरणमहितं च जीवितं पापकर्मकारिणां तस्करादीनां, किमित्यत आह-तमसि नरकरूपे पतन्ति मृतास्ते, वैरं तद्हेतुत्वात् पापं वर्द्धयन्ति जीवंतोऽतो द्विधाऽप्यनर्थ इति ॥४४२-४४३-४४४।। टार्थ :
नरके ..... द्विधाऽप्यनर्थ इति ।। १२:भा नि :शयेदीगोयiतस्थी नियतन रीने अर्थात् નરક સિવાયની અન્ય ગતિથી તિવર્તન કરીને ત્યાં જ સ્થાપત કરાઈ છે મતિ જેઓ વડે, તેઓ નરક વિરુદ્ધ મતિવાળા છે તે દંડિકાદિએ=રાજા વગેરેને, જીવિત શ્રેય છે; કેમ કે મુહૂર્ત સુખની પ્રાપ્તિ છે=જેટલું જીવશે એટલો સમય સુખની પ્રાપ્તિ છે, બહુ અપાયવાળું હોતે છત=રોગાદિ અપાયથી. मात अथवा बढुवातवाणुं शरीर ही छते, अपि शथी ती नाम सहिशु शरीर होत છતે શું? એથી કહે છે – વિશુદ્ધ થતા એવા જીવ=પ્રશસ્ત ધ્યાનથી નિર્મલ થતા જીવને=ભૂતકાળના
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૨ થી ૪૪૪
મારાથી કરાયેલાં તેવાં કર્મો છે એ પ્રકારે ચિંતવન કરીને રોગાદિ અવસ્થામાં પણ શમભાવને અનુકૂળ ઉદ્યમ કરનારા જીવતે, સુગતિમાં ગમન હોવાથી મરણ શ્રેય છે.
તપનિયમમાં સુસ્થિત સાધુને=વિશિષ્ટ ગુણમાં અધ્યાસ કરનારા સાધુને, જીવિત પણ અને મરણ પણ કલ્યાણ છે=પથ્ય છે, કયા કારણથી કલ્યાણ છે ? એથી કહે છે જો તેઓ જીવે છે તો ગુણોનું અર્જન કરે છે=ગુણોની વૃદ્ધિ કરે છે, મરેલા છતાં સ્વર્ગ-મોક્ષરૂપ સુગતિને પામે છે, આથી જ બન્ને રીતે પણ=જીવિત અને મરણ બન્ને રીતે પણ, કંઈ અનર્થ નથી, પાપકર્મ કરનારા ચોર વગેરેને મરણ અહિત છે, જીવિત અહિત છે, કયા કારણથી બન્ને અહિત છે ? એથી કહે છે મરેલા એવા તેઓ અંધકારમાં=નરકરૂપ અંધકારમાં, પડે છે, જીવતા છતાં વૈરને=વૈરનું હેતુપણું હોવાથી પાપલે, વધારે છે, આથી બન્ને રીતે પણ અનર્થ છે. ।।૪૪૨થી ૪૪૪।।
ભાવાર્થ:
૯૩
=
ગાથા-૪૩૯માં દુર્દર દેવના વચનથી જીવન-મરણ વિષયક ચાર વિકલ્પો બતાવેલા, તે વિકલ્પોને સ્પષ્ટ કરતાં કહે છે
જે રાજા વગેરે આરંભ-સમારંભમાં પ્રવર્તે છે, તેમનું ચિત્ત અન્ય ભવોથી નિવર્તન પામીને નરકમાં નિરુદ્ધ થયેલું છે; કેમ કે નરકમાં જવાને અનુકૂળ ક્લિષ્ટ ચિત્ત પરિણતિવાળા છે, તેમને જીવિત શ્રેય છે; કેમ કે સ્થૂલ દૃષ્ટિથી રાજા હોવાથી વર્તમાન ભવમાં સુખપૂર્વક જીવે છે તે અપેક્ષાએ તેઓ જીવે તેમાં જ તેમનું હિત છે, મર્યા પછી દુર્ગતિને પામશે, જોકે જીવતા પણ તેઓ પાપ કરે છે, છતાં સ્કૂલ વ્યવહા૨થી ચોર વગેરે જેવા પાપી નથી, પરંતુ ભોગવિલાસ કરનારા છે તેમ કહેવાય છે. વળી કૃષ્ણ મહારાજા વગેરે જેવાએ નરકનું આયુષ્ય બાંધ્યુ છે તે અપેક્ષાએ તેઓ જીવે તે તેમને માટે શ્રેય છે; કેમ કે અહીં સુખપૂર્વક જીવે છે અને માર્ગાનુસા૨ી બુદ્ધિ હોવાથી આત્મહિત પણ સાધે છે. જ્યારે પરલોકમાં મૃત્યુ પછી તેમને નરકની પ્રાપ્તિ છે.
વળી જે મહાત્માના શ૨ી૨માં ઘણા રોગો છે અને તે વેદના સહન કરવી અત્યંત દુષ્કર હોય અથવા જે મહાત્માને વાયુનો અત્યંત પ્રકોપ છે, તેથી અસ્વસ્થ રહે છે. આમ છતાં ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે પોતે કરેલા કર્મનું આ ફળ છે, તેમ ભાવન કરીને જેમનું ચિત્ત તત્ત્વને અભિમુખ જાય છે તેઓ મરીને અવશ્ય સુગતિમાં જશે તેવો નિર્ણય થાય છે, તેવા જીવોને મરણ જ શ્રેય છે; કેમ કે વર્તમાન ભવમાં તેઓ શરીરની પીડાથી અસ્વસ્થ છે અને મૃત્યુ પછી સુગતિમાં સ્વસ્થતા પામશે. વળી સનત્કુમાર ચક્રવર્તી ઘણા ઘણા રોગોથી આક્રાંત દેહવાળા હતા તોપણ તે રોગોથી સંયમની વૃદ્ધિને કરતા હતા. તેથી તેઓ માટે જીવિત પણ શ્રેય છે અને મૃત્યુ પણ શ્રેય છે. વળી જેઓ આરાધક છે, પરંતુ પૂર્વના પાપના ઉદયથી રોગી છે અને રોગની પીડાથી વિહ્વળ પણ થાય છે અને પોતાના પરાક્રમના બળથી વિશુદ્ધ અધ્યવસાય પણ કરે છે એવા જીવોને અનશન વગેરે દ્વારા મરણ સ્વીકારવું એ શ્રેય છે; કેમ કે તેમને વર્તમાનની પીડા શમભાવની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ સ્ખલનાનું કારણ છે તોપણ
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪.
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૨ થી ૪૪૪, ૪૪૫
કંઈક તત્ત્વના બોધને કારણે જાગૃત થઈને પોતાના ચિત્તને શુભ ધ્યાનમાં સ્થાપન કરે છે માટે તેમનું મૃત્યુ હિતકારી છે.
વળી જે મહાત્મા તપનિયમમાં સુસ્થિત છે અર્થાત્ ઇન્દ્રિયોના સંવરપૂર્વક આત્માના નિરાકુળ ભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા પરાક્રમવાળા છે, તે મહાત્માઓને જીવિત પણ શ્રેય છે અને મૃત્યુ પણ શ્રેય છે; કેમ કે તેઓ જીવતા છતા નિગ્રંથભાવની સતત વૃદ્ધિ કરે છે, તેથી તેમની નિર્લેપ નિર્લેપતર પરિણતિ સતત વૃદ્ધિ પામે છે અને તેવા મહાત્મા મરે તો વીર્યનો પ્રકર્ષ થાય તો મોક્ષમાં જાય, નહિ તો સ્વર્ગમાં જાય. તેથી પરલોકમાં પણ તેમને સુખ જ સુખ છે માટે તેમનું જીવન અને મરણ ઉભય હિતકારી છે.
વળી જેઓ ચોરી વગેરે અકાર્ય કરનારા છે, તેઓ જીવીને પણ પાપની વૃદ્ધિ કરે છે અને મરીને નરકમાં જાય છે તેવા જીવો માટે જીવવું પણ શ્રેય નથી, મરવું પણ શ્રેય નથી. I૪૪રથી ૪૪૪ અવતરણિકા :
अत एव विवेकिनः पापं प्राणप्रहाणेऽपि नाचरन्तीत्याह चઅવતારણિકાર્ચ -
આથી જ=પૂર્વની ત્રણ ગાથામાં કોનું મરણ શ્રેય છે ? કોનું શ્રેય નથી, તે બતાવ્યું. આથી જ, વિવેકી જીવો પ્રાણના નાશમાં પણ પાપને આચરતા નથી અને કહે છે – ભાવાર્થ :
ગાથા-૪૪૦માં દુર્દર દેવના દૃષ્ટાંતથી જીવન-મરણને આશ્રયીને ચાર વિકલ્પો બતાવ્યા અને તેની સ્પષ્ટતા ગાથા-૪૪૨થી ૪૪૪માં કરી અને આ સર્વ કથન ઉપદેશાત્મક છે. તેથી તેના દ્વારા કેવો ઉપદેશ ફલિત થાય તે બતાવતાં કહે છે –
જીવને માટે સુખ જ શ્રેય છે, દુઃખ શ્રેય નથી. તેને આશ્રયીને જીવન-મરણના ચાર વિકલ્પો બતાવ્યા, તેને સાંભળીને વિવેકી જીવો પ્રાણના નાશમાં પણ દુઃખના કારણભૂત પાપને કરતા નથી. એ બતાવે છે – ગાથા :
अवि इच्छंति य मरणं, न य परपीडं करिंति मणसा वि ।
जे सुविइयसुगइपहा, सोयरिसुओ जहा सुलसो ।।४४५।। ગાથાર્થ :
જણાયો છે સુગતિનો માર્ગ જેમને એવા જેઓ છે, તેઓ મરણને પણ ઈચ્છે છે પરંતુ મનથી પણ પરની પીડાને કરતા નથી. જેમ સૌકરિકનો પુત્ર સુલસ. I૪૪પી.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૫
ટીકા :__ अपि सम्भाव्यत एतद्विवेकिनाम्, इच्छन्त्यभिलषन्त्येव मरणं न च नैव परपीडां कुर्वन्ति मनसाऽप्यास्तां वाक्कायाभ्यां, के ? ये सुविदितसुगतिपथाः सुविज्ञातमोक्षमार्गाः, क इवेत्याह-सौकरिकसुतः कालसौकरिकपुत्रो यथा सुलस इति । ___ स हि अभयकुमाराद्धर्ममधिगम्य जातनिश्चयो मृते महादुःखेन कालसौकरिके नरकपातभयात् सौनिकत्वं नाभिललाष । परिजनाः प्रोचुर्यदत्र पापं तद्वयं विभागेन ग्रहीष्यामः, किं भयं भवत इति । ततोऽसौ तत्प्रत्ययार्थं कुठारेणात्मानमाहत्य पीडाविह्वलः पतितोऽवनावाह च धावत धावत लोकाः ! लात लात मामकीनामिमां पीडां विभज्येति, ते प्रोचुः-अशक्यमिदं, सोऽब्रवीत्कथं वदत पापं ग्रहीष्याम इति, ततो बुद्धाः सर्वेऽपीति ॥४४५।। ટીકાર્ય :
ગપિ સન્માવ્યા .. સર્વેડીતિ | ગપ શબ્દ સમાધ્યતેલા અર્થમાં છે, વિવેકીઓનું આ સંભાવના કરાય છે, મરણને ઈચ્છે છે જ, મતથી પણ પરપીડાને કરતા નથી જ. વાણી અને કાયા દ્વારા દૂર રહો, કોણ પરપીડા કરતા નથી ? એથી કહે છે – જેઓ સુવિદિત સુગતિ માર્ગવાળા છે=જણાયો છે મોક્ષનો માર્ગ એવા જેઓ છે તેઓ મનથી પણ પરપીડા કરતા નથી, કોની જેમ ? એથી કહે છે – જેમ સૌકરિકપુત્ર=કાલસોકરિકનો પુત્ર સુલસ.
તે સુલસ, અભયકુમાર પાસેથી ધર્મને પામીને થયેલા નિશ્ચયવાળો કાલસોકરિક મહાદુઃખથી મરણ પામ્ય છતે નરકમાં જવાના ભયથી કસાઈપણાને ઈચ્છતો હતો, પરિજનોએ કહ્યું – અહીં જે પાપ થાય, તેને આપણે વિભાગથી ગ્રહણ કરશું, તને શું ભય છે ? તેથી આ=સુલસ, તેની પ્રતીતિ કરાવવા માટે કુહાડા વડે પોતાને હણીને પીડાથી વિહ્વળ થયેલો પૃથ્વી ઉપર પડયો અને કહે છે – લોકો દોડો દોડો, મારી આ પીડાને વિભાગ કરીને લઈ લો, લઈ લો, તેમણે કહ્યું, આ અશક્ય છે, તે=જુલસ, બોલ્યો – બોલો, કેવી રીતે પાપને વિભાગ કરીને ગ્રહણ કરશે? તેથી સર્વે પણ બોધ પામ્યા. ૪૪પા ભાવાર્થ :
જે મહાત્માઓ પૂર્વની ગાથામાં દુર્દરના દૃષ્ટાંતથી કહેલા જીવન-મરણના ચાર વિકલ્પોને યથાર્થ ભાવન કરે છે, તેમનો સુગતિનો પંથ સારી રીતે જણાયેલો છે; કેમ કે જીવને સુખ જ ઇષ્ટ છે, દુઃખ નહિ અને સુગતિના પંથના સેવનથી સુખ મળે છે એવા સ્થિર બોધવાળા જીવો તેવો પ્રસંગ આવે તો મૃત્યુ સ્વીકારે છે, પરંતુ મનથી પણ પરપીડાને કરતા નથી અર્થાત્ પોતાનું ચિત્ત અત્યંત દયાળુ રાખે છે અને પોતાનું ચિત્ત અત્યંત દયાળુ થઈ શકે તો સંયમ ગ્રહણ કરીને મન, વચન અને કાયાથી કોઈ જીવને પીડા ન થાય તે રીતે હંમેશાં ઉદ્યમ કરે છે, જેમ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસે પોતાની ભૂમિકા અનુસાર પરપીડાના પરિવાર માટે યત્ન કરીને આત્મહિત સાધ્યું. II૪૪પા
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૬-૪૪૭
અવતરણિકા :
तदिदं विवेकविजृम्भितमुक्तमिदानीं अविवेककार्यमाहઅવતરણિકાર્ય :
તે આeગાથા-૪૪૫માં બતાવ્યું તે આ, વિવેકનું કાર્ય કહેવાયું, હવે અવિવેકના કાર્યને કહે છે –
ગાથા :
मूलगकुदंडगादामगाणि, ओचूलघंटियाओ य ।
पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पसू वि ॥४४६।। ગાથાર્થ :
અપરિશ્રાંત પુરુષ મૌલક, કુદંડક, દામક અને અવમૂલઘટિકા એવા પશુનાં ઉપકરણોને એકઠાં કરે છે, પણ ચતુષ્પદ પશુ નથી જ. Il૪૪૬ll ટીકા -
मूलककुदण्डका दामान्येव दामकानि अवचूलघण्टिकाश्चेति, चशब्दादेवंविधान्यन्यान्यपि चतुष्पदोचितानि उपकरणानि, किं चतुष्पदा पशुरप्यजाऽपि, नास्ति च न विद्यते एव, आसतां गोमहिष्यादयस्तथाऽपि यथा कश्चिदपरित्रान्तोऽश्रान्तः पिण्डयति एतानि मीलयत्यविवेकीति दृष्टान्तः ।।४४६।। ટીકાર્ય :
મૂના ઝાન્ત: | મોલક-કુદંડક અને બાંધવાનાં ઉપકરણો છે, દામો જ દામકા છે=ચાબુક વગેરે, અવચૂલઘંટિકા=ઊંટને બાંધવાનાં ઉપકરણો છે, જ શબ્દથી આવા પ્રકારનાં બીજાં પણ ચતુષ્પદને ઉચિત ઉપકરણો ગ્રહણ કરવાં, શું ?=આ ગ્રહણ કરે છે એનાથી શું ? ચતુષ્પદ પશુ=બકરી પણ નથી જ, ગાય-ભેંસ વગેરે દૂર રહો, જેમ કોઈક નહિ થાકેલો અવિવેકી આવે= ઉપકરણોને, ભેગાં કરે છે અર્થાત્ ભવિષ્યમાં પશુ વગેરે પ્રાપ્ત થશે ત્યારે ઉપયોગી થશે એ પ્રકારે મૂઢમતિથી એકઠાં કરે છે. એ દષ્ટાંત છે. ૪૪૬. અવતરણિકા :
दार्टान्तिकमाहઅવતરણિકાર્ચ - પૂર્વની ગાથામાં કહેલા દષ્ટાંતનો દાષ્ટાંતિક ભાવ કહે છે –
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૬-૪૪૭
ગાથા :
तह वत्थपायदंडगउवगरणे, जयणकज्जमुज्जुत्तो । .. जस्सट्टाए किलिस्सति तं चिय मूढो न वि करेइ ।।४४७।। ગાથાર્થ -
યતનાકાર્યમાં ઉઘુક્ત છતો જેના માટે વસ્ત્ર-પાત્ર-દંડ ઉપકરણોને એકઠાં કરે છે, મૂઢ એવો તેને કરતો નથી જ સામાયિકના પરિણામરૂપ યતનાકાર્યને કરતો નથી જ, કલેશને જ પામે છે. ll૪૪૭ના ટીકા :
तथा वस्त्रपात्रदण्डकोपकरणानि पिण्डयनिति शेषः, क्लिश्यते केवलं क्लेशमनुभवतीति सम्बन्धः, किमित्याह-यदर्थं तानीष्यन्ते तदेव यतनाकार्यमुद्युक्तः सन्नापि नैव करोति मूढो मूढत्वादित्यक्षरघटना, यथा चतुष्पदविकलस्य तदुपकरणान्वेषणं क्लेश एव, तथा संयमरहितस्योपकरणराढेति तात्पर्यार्थः ॥४४७॥ ટીકાર્ય :
તથા ... તાત્પર્ય એ તે પ્રમાણે વસ્ત્ર-પાત્ર-દંડ ઉપકરણોને એકઠાં કરતો સાધુ ફ્લેશ પામે છે=કેવલ ક્લેશને અનુભવે છે, કયા કારણથી ક્લશ પામે છે? એથી કહે છે – જેને માટે તેઓને ઈચ્છે છે તેને જ યતના કાર્યમાં ઉઘુક્ત છતો મૂઢ કરતો નથી જ=સંયમની યાતનાનું કાર્ય સામાયિકો પરિણામ કરતો નથી. બાહ્ય ક્રિયા કરે છે, કેમ કે મૂઢપણું છે, એ પ્રમાણે અક્ષર ઘટના છે, જેમ ચતુષ્પદ વગરના પુરુષને તેના ઉપકરણનું અન્વેષણ ક્લેશ જ છે તેમ સંયમ વગરના સાધુને ઉપકરણની શોભા ક્લેશ જ છે, એ પ્રકારે તાત્પર્ય અર્થ છે. ૪૪ ભાવાર્થ:
જેમ કોઈ અવિવેકી પુરુષ પાસે કોઈ પશુ ન હોય, છતાં મૂઢતાને કારણે તે તે પશુનાં ઉપકરણો એકઠાં કરીને ક્લેશ પામે છે; કેમ કે તે ઉપકરણનું કોઈ ફળ નથી, ધનવ્યય વગેરે ક્લેશની પ્રાપ્તિ છે, તેમ જે સાધુમાં સંયમનો પરિણામ નથી, છતાં સંયમનાં ઉપકરણો નિર્દોષ મળતાં હોય તો વસ્ત્ર-પાત્રદંડક એકઠાં કરે છે, તે મૂઢ યતનાના કાર્યરૂપ સંયમમાં યત્ન કરતો નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરવામાં ઉઘુક્ત છે.
આશય એ છે કે જે સાધુમાં સંયમનો પરિણામ છે તે સાધુ સંયમની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યતના કરે છે, પરંતુ જેઓ મૂઢ મતિવાળા છે, તેઓ માત્ર વસ્ત્ર-પાત્ર-દંડક આદિ સંયમનાં સાધનો એકઠાં કરે છે અને સંયમની બાહ્ય ક્રિયામાં યત્ન કરે છે, પરંતુ સામાયિકના પરિણામમાં યત્ન કરતા નથી, તેમની સર્વ ક્યિા પશુવિકલ પુરુષની પશુનાં સાધનો એકઠાં કરવાની ક્રિયા જેવી છે. II૪૪૬-૪૪ળા
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૮
અવતરણિકા :
एवं तर्हि तमुन्मार्गप्रवृत्तं तीर्थकराः किं न निवारयन्तीत्याशक्याहઅવતરણિકાર્ચ -
આ રીતે તો ઉભાર્ગપ્રવૃત એવા તેને તીર્થકરો કેમ અટકાવતા નથી ? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ગાથા :
अरहंता भगवंतो, अहियं व हियं व न वि इहं किंचि ।
वारेंति कारविंति य, चित्तूण जणं बला हत्थे ।।४४८।। ગાથાર્થ -
અહીં=લોકમાં, અરહંત ભગવંત લોકને બલાત્કારે હાથ પકડીને કંઈ હિત કરાવતા નથી અને અહિતથી અટકાવતા નથી. II૪૪૮II ટીકા :___ अशोकादिपूजामर्हन्तीत्यर्हन्तः, भगः समग्रैश्वर्यादिविद्यते येषां ते भगवन्तः, अहितमिति पञ्चम्यर्थे द्वितीया, ततश्चाहितान वारयन्ति जनमिति सम्बन्धः । तथा हितं न कारयन्ति वाशब्दादुपेक्षणीयं नोपेक्षयन्तीति अस्य द्योतनार्थो विकल्पार्थो वा, अपि सम्भावने, इह लोके किञ्चित् स्वल्पमपि, चः समुच्चये कथमित्याह-गृहीत्वा बलाद् हस्ते आक्रान्तितो राजान इवेति ।।४४८॥ ટીકાર્ય :
ગોવિપૂના ... ફરિ II અશોક વૃક્ષ વગેરે પૂજાને યોગ્ય છે તે અહંન્ત, ભગ=સમગ્ર એશ્વર્ય વગેરે, વિદ્યમાન છે જેમને તે ભગવંત, અદિતમ્ એ પંચમીના અર્થમાં દ્વિતીયા છે, તેથી અહિતથી લોકને વારતા નથી એમ સંબંધ છે અને હિતને કરાવતા નથી, બે વા શબ્દો ઉપેક્ષણીયની ઉપેક્ષા કરાવતા નથી એવું જણાવતાર છે અથવા વિકલ્પ અર્થવાળા છે, પણ શબ્દ સંભાવનમાં છે. અહીં= લોકમાં, અત્યંત થોડું પણ હિત કરાવતા નથી, અહિતથી વારતા નથી, એ શબ્દ સમુચ્ચયમાં છે, કેવી રીતે ? એથી કહે છે – બલાત્કારે હાથ પકડીને શિક્ષા કરનારા રાજાની જેમ અહિતથી વારતા નથી, હિત કરાવતા નથી. II૪૪૮ ભાવાર્થ -
અરિહંત ભગવંત વીતરાગ થયા પછી યોગ્ય જીવોને અહિતથી અટકવાનો ઉપદેશ આપે છે, હિતમાં પ્રવૃત્તિનો ઉપદેશ આપે છે અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવાનો ઉપદેશ આપે છે તોપણ સાક્ષાત્ કોઈ અહિતમાં
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૮-૪૪૯ પ્રવર્તતું હોય ત્યારે હાથ પકડીને તેને વારતા નથી, જેમ કુંદકાચાર્ય ભગવાનને પૂછે છે કે તે નગરમાં જવાથી અમારું હિત થશે કે નહિ, ત્યારે ભગવાને કહ્યું કે પાંચસો શિષ્યોનું હિત થશે, તમારું હિત નહિ થાય, તે વખતે ભગવાનને સમર્પિત એવા પણ સ્કંદકાચાર્યને તેવા કર્મ અનુસારે બુદ્ધિ થઈ કે પાંચસો શિષ્યોનું હિત થતું હોય તો મારું હિત ગૌણ છે, તેમ વિચારીને ત્યાં જવા તત્પર થયા. વસ્તુતઃ ભગવાને હાથ પકડીને તેમને અટકાવ્યા હોત તો સમર્પિત એવા તે મહાત્મા જાત નહિ, પરંતુ પાંચસો શિષ્યોનું અને કુંદકાચાર્યનું તે પ્રકારનું કર્મ હતું કે ઘાણીમાં પિલાવાના પ્રસંગને અનુરૂપ પ્રકોપ થાય અને તેને અનુકૂળ ત્યાં જવાનો પરિણામ થાય અને ભગવાને હાથ ઝાલીને તેનું વારણ કર્યું નહિ, બીજા છબસ્થ ગુરુ હોય તો તેના હિત માટે હાથ ઝાલીને વારણ કરે તે પણ સંભવે છે.
વળી, ભગવાન યોગ્ય જીવોને હિતમાં પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને પ્રવૃત્તિ કરાવતા નથી. વળી ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવાનો ભગવાન ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને બલાત્કારે ઉપેક્ષા કરાવતા નથી. જેમ વીર ભગવાનના સમવસરણમાં ગોશાળો આવ્યો ત્યારે ભગવાને સાધુઓને ઉપેક્ષા કરવાનું કહ્યું. તેથી ગોશાળો ભગવાનને આક્રોશ કરે છે તોપણ ગૌતમ વગેરે મહામુનિઓ ઉપેક્ષા કરે છે, પરંતુ ગોશાળાનો આક્રોશ સહન નહિ કરતા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિને ભગવાને હાથ ઝાલીને ઉપેક્ષા કરવાનું કહ્યું નહિ અર્થાત્ જ્યારે બન્ને મુનિને ગોશાળાનો પ્રતિકાર કરવાને અભિમુખ પરિણામ થયો તે ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા છતાં હાથ પકડીને બોલવાનો નિષેધ કર્યો નહિ અને ઉપેક્ષણીય એવા ગોશાળાની ઉપેક્ષા કરાવી નહિ, તેથી નક્કી થાય છે કે તીર્થકરો માત્ર ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને વારતા નથી. આથી જે સાધુ વસ્ત્ર-પાત્ર વગેરેને એકઠાં કરે છે અને યતનાનું કાર્ય એવા સંયમના પરિણામમાં યત્ન કરતા નથી, તેમને ભગવાન ઉચિત ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને ઉપકરણની શોભા કરતા અટકાવતા નથી. l૪૪૮ અવતરણિકા :
ते तर्हि कथं किञ्चित्कुर्वन्तीत्याहઅવતરણિતાર્થ :તેઓ=ભગવાન, તો શું કરે છે ? એથી કહે છે – ગાથા :
उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं ।
देवाण वि होंति पहू, किमंग पुण मणुयमित्ताणं ।।४४९।। ગાથાર્થ :
તેને યોગ્ય જીવને, વળી ભગવાન ઉપદેશ આપે છે, જેના આચરણથી કીર્તિનું નિલય છે જેમને એવા દેવોનો પણ તે સ્વામી થાય છે. વળી મનુષ્ય માત્રના સ્વામી થાય તેનું શું કહેવું? I૪૪૯II.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૯, ૪૫૦-૪૫૧
ટીકા :
उपदेशं तत्त्वकथनरूपं पुनस्तं ददति, येनोपदेशेन चरितेनानुष्ठितेन कीर्तिनिलयानां ख्यातिस्थानानां देवानां सुराणामपि भवन्ति प्रभवः स्वामिनस्तदनुष्ठातार इति गम्यते, किमङ्गेति शिष्यामन्त्रणं, किं पुनर्मनुजमात्राणां प्रभवोऽतिस्तोकमिदमिति ।।४४९।। ટીકાર્ય :
૩પશે ..ગતિસ્તોમમિતિ . વળી ઉપદેશ=તત્વને કહેવારૂપ ઉપદેશ, તેને=યોગ્ય જીવને, આપે છે, જેના વડે=જે ઉપદેશથી, ચરિતથી-આચરણાથી, કીતિનું વિલય=ખ્યાતિનું સ્થાન એવા, દેવોના પણ સ્વામી થાય છે તેના અર્થાત ભગવાનના ઉપદેશ અનુસાર આચરણ કરનારા દેવોના સ્વામી થાય છે, વિમમાં રહેલ આ શબ્દ શિષ્યને આમંત્રણ છે, શું વળી મનુષ્યમાત્રના સ્વામી આ અત્યંત થોડું છે=મનુષ્યમાત્રના સ્વામી થાય એ થોડું છે. I૪૪૯ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અરિહંતો હાથ ઝાલીને અહિતથી વારતા નથી અને હિતમાં પ્રવર્તાવતા નથી તો શું કરે છે ? એ બતાવવા માટે કહે છે –
ભગવાન યોગ્ય જીવને શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે તેનો ઉપદેશ આપે છે, એટલું જ નહિ, પણ જીવની જે પ્રકારની યોગ્યતા હોય તે પ્રકારે તેને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને શું ઉપેક્ષણીય છે તેનો પારમાર્થિક બોધ થાય તે રીતે ઉપદેશ આપે છે અને ભગવાનના ઉપદેશને ઝીલીને યોગ્ય જીવો પોતાની ભૂમિકા પ્રમાણે આચરણ કરે છે, તેના બળથી તે મહાત્માઓ ખ્યાતિના સ્થાનરૂપ દેવોના પણ સ્વામી બને છે, તો મનુષ્યના સ્વામી થાય તેનું શું કહેવું? અર્થાતુ ભગવાનના વચનનું આચરણ કરીને તે મહાત્મા ઉત્તમ દેવલોકના વિમાનાધિપતિ દેવ થાય છે અને મનુષ્યભવમાં આવે ત્યારે પણ મનુષ્યોના સ્વામી થાય છે. આ૪૪લા અવતરણિકા :
हितोपदेशो हि सकलकल्याणानि सम्पादयत्येव, तथा चाहઅવતરણિકાર્ય :ખરેખર, હિતોપદેશ સકલ કલ્યાણોને પ્રાપ્ત કરાવે છે જ અને તે રીતે કહે છે –
ગાથા :
वरमउडकिरीडधरो, चिंचइओ चवलकुंडलाहरणो । सक्को हिओवएसा, एरावणवाहणो जाओ ॥४५०।।
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પ૦-૪૫૧
૧૦૧
ગાથાર્થ :
હિત ઉપદેશથી શ્રેષ્ઠ મુકુટ કિરીટને ધારણ કરનારો, બાજુબંધ વગેરેથી શણગારાયેલો, ચપળ કુંડલના આભરણવાળો ઐરાવણ વાહનવાળો ઈન્દ્ર થયો. ll૪૫ol ટીકા :
वरमुकुटः प्रधानाग्रभागः स चाऽसौ किरीटश्च तं धारयतीति वरमुकुटकिरीटधरः, 'चिंचइओ'त्ति अङ्गदादिभिर्मण्डितः चपले विलसद्दीप्तिके कुण्डले आभरणं यस्यासौ चपलकुण्डलाभरणः, कौऽसौ ? शक्रो हितोपदेशाज्जात इति सम्बन्धः, किम्भूतः ? ऐरावताभिधानः प्रधानगजो वाहनं यस्यासौ ऐरावतवाहन इति ॥४५०॥ ટીકાર્ય -
વરપુરઃ ... રાવતવાદન રૂરિ | વરમુકુટ=શ્રેષ્ઠ છે અગ્રભાગ જેને એવો આ કિરીટ=મુકુટ, તેને ધારણ કરે છે એ વરમુકુટ કિરીટધર, “
જિંગો' એ શબ્દ બાજુબંધ વગેરેથી શણગારાયેલા ઈન્દ્ર છે તેને બતાવે છે, ચપળ વિલાસ કરતી દીતિવાળાં બે કુંડલ આભરણ છે જેને એવો આ ચપલ કુંડલાભરણવાળો, આ કોણ છે ? એથી કહે છે – હિતોપદેશથી થયેલો ઈન્દ્ર છે, એ પ્રકારે સંબંધ છે. વળી તે ઇન્દ્ર કેવા પ્રકારનો છે ? એથી કહે છે – એરાવત નામનો શ્રેષ્ઠ હાથી વાહન છે જેનું એ ઐરાવત વાહનવાળો છે. ૪૫૦ || ગાથા :
रयणुज्जलाई जाइं, बत्तीसविमाणसयसहस्साइं ।
वज्जधरेण वराइं, हिओवएसेण लद्धाइं ॥४५१।। ગાથાર્થ :
રત્નથી ઉજ્વળ જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો ઈન્દ્ર વડે હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. II૪પ૧પ. ટીકા -
रत्नोज्ज्वलानि इन्द्रनीलादिखचितानि यानि द्वात्रिंशद्विमानशतसहस्राणि लक्षा इत्यर्थः । वज्रधरेण शक्रेण वराणि श्रेष्ठानि हितोपदेशेन तानि लब्धानीति ।।४५१।। ટીકાર્ય :
ત્નોન્વેતાનિ ..... નાનીતિ રત્નથી ઉજ્વળ=ઈન્દ્રનીલ વગેરે રત્નોથી શોભા પામેલાં, જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો વજધર વડે=શક્ર વડે, હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. ૪પના
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભાવાર્થ :
ભગવાન સર્વજ્ઞ થયા પછી જીવોને યોગ્યતા પ્રમાણે હિતોપદેશ આપે છે, જેથી તેઓ સદ્વીર્યને ફો૨વીને ઉચિત અનુષ્ઠાન કરીને સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે, તેવા હિતોપદેશને પામીને કાર્તિક શેઠ પોતાની ભૂમિકા અનુસારે સંયમ પાળીને ઇન્દ્ર થયા છે તે કેવી ઋદ્ધિવાળા છે, તે બતાવે છે – શ્રેષ્ઠ અગ્રભાગવાળા મુકુટને ધા૨ણ ક૨ના૨ છે, બાજુબંધ વગેરેથી શોભિત છે, ચપળ કુંડળના આભરણવાળા છે અને ઐરાવણ વાહનવાળા છે. આ સર્વ સમૃદ્ધિથી યુક્ત એવો ઇન્દ્રનો ભવ કાર્તિક શેઠને ભગવાનના ઉપદેશથી પ્રાપ્ત થયો. વળી બત્રીશ લાખ વિમાનો પ્રાપ્ત કર્યાં, તે પણ ભગવાનના હિતોપદેશના સેવનનું ફળ છે, તેથી સંસારઅવસ્થામાં પણ ઉત્તરોત્તર સુંદર અવસ્થાની પ્રાપ્તિ અને અંતે પૂર્ણ સુખમય અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય ભગવાનનો હિતોપદેશ જ છે. II૪૫૦-૪૫૧॥
511211 :
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૦-૪૫૧, ૪૫૨
सुरवइसमं विभूई, जं पत्तो भरहचक्कवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ।।४५२ ।।
ગાથાર્થ ઃ
મનુષ્યલોકના પ્રભુ ભરત ચક્રવર્તી પણ જે ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યા, તેને હિતોપદેશથી તું
જાણ. II૪૫રચા
ટીકા
सुरपतिसमामिन्द्रतुल्यां विभूतिं समृद्धि यां प्राप्तो भरतचक्रवर्त्त्यपि ऋषभदेवसूनुर्मानुषलोकस्य प्रभुः तां जानीहि हितोपदेशेन तस्यैव तत्प्रापणसामर्थ्यादिति ।।४५२।।
ટીકાર્થ ઃ
सुरपतिसमामिन्द्रतुल्यां સામર્થ્યવિત્તિ ।। સુરપતિ સમાન=ઇન્દ્ર જેવી, જે વિભૂતિને=સમૃદ્ધિને, ભરત ચક્રવર્તી=ઋષભદેવના પુત્ર, પામ્યા, મનુષ્યલોકના પ્રભુ થયા, હિતોપદેશથી તેને=સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેને, તું જાણ; કેમ કે તેનું જ=હિતોપદેશનું જ, તત્પ્રાપણ સામર્થ્ય છે=સર્વ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય છે. ૪૫૨।।
ભાવાર્થ:
*****
ભગવાનના વચનના સેવનથી જગતની સર્વ સમૃદ્ધિ મળે છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે
ભરત મહારાજાએ ભગવાનના હિતોપદેશને ધારણ કરીને પૂર્વભવમાં વિશુદ્ધ સંયમ પાળ્યું, તેના ફલરૂપે મનુષ્ય-લોકના પ્રભુ થયા અને ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યા, માટે મહાત્મા કહે છે કે આ સર્વ હિતોપદેશનું સુંદર ફળ છે. તેથી ભગવાનના હિતોપદેશમાં જ યત્ન કરવો જોઈએ. II૪૫૨
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૩ અવતરણિકા -
तदिदमवेत्य यद् विधेयं तदाहઅવતરણિતાર્થ -
તે આને જાણીને=ભગવાનનો હિતોપદેશ સર્વ કલ્યાણનું કારણ છે એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, જે કરવું જોઈએ, તેને કહે છે –
ગાથા -
लभ्रूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिन्दुसमं ।
अप्पहियं कायव्वं, अहिएसु मणं न कायव्वं ।।४५३।। ગાથાર્થ :
શ્રુતિના સુખને આપનાર અમૃતના બિંદુ સમાન તે જિનના વચનરૂપ ઉપદેશને પામીને આત્મહિત કરવું જોઈએ, અહિતમાં મન કરવું જોઈએ નહિ. ll૪૫all ટીકા :
लब्ध्वा प्राप्य तं श्रुतिसुखं कर्णसुखदं जिनवचनोपदेशममृतबिन्दुसमं, स्तोकस्याऽपि भव्यप्राणिनां चित्तालादहेतुत्वादात्महितं स्वस्मै पथ्यं तदुक्तं सदनुष्ठानं कर्त्तव्यम्, अहितेषु तनिषिद्धेषु हिंसादिषु मनोऽन्तःकरणं न कर्त्तव्यम्, आस्तां वाक्कायाविति ।।४५३।। ટીકાર્ચ -
નિષ્કા ... વાવાયાવિતિ તે શ્રતિસુખને દેનારા=કાનના સુખને આપનારા, અમૃતના બિંદુ સમાન જિતવચનના ઉપદેશને પામીને આત્માનું હિત કરવું જોઈએ=પોતાના માટે પથ્થ તેમનું અર્થાત્ જિનનું કહેવાયેલું સદનુષ્ઠાન કરવું જોઈએ, અહિતોમાં=ભગવાન વડે નિષેધ કરાયેલા હિંસા વગેરેમાં, મન-અંતઃકરણ, ન કરવું જોઈએ, વાણી અને કાયા તો દૂર રહો, મન પણ ન કરવું જોઈએ. જિનવચન અમૃત સમાન કેમ છે ? તેમાં હેતુ કહે છે – થોડા ઉપદેશનું પણ ભવ્ય પ્રાણીઓના ચિત્તના આલાદનું હેતુપણું છે. ll૪૫૩ ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે ભગવાનના હિતોપદેશથી સર્વ પ્રકારના કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે, તે હિતોપદેશ કેવો છે ? તે બતાવતાં કહે છે –
ભગવાનનો ઉપદેશ અમૃતના બિંદુ જેવો છે; કેમ કે યોગ્ય જીવોને થોડો પણ હિતોપદેશ પ્રાપ્ત થાય તો ચિત્તમાં આનંદ ઉત્પન્ન થાય છે. વળી તે ઉપદેશ વિવેકી પુરુષોને કાનના સુખને દેનાર છે; કેમ કે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પ૩-૪૫૪ સાંભળતી વખતે જ તે મહાત્માના ચિત્તમાં હર્ષનો અતિરેક થાય છે, તેવા ઉપદેશને પામીને શું કરવું જોઈએ તે સ્પષ્ટ કરતાં કહે છે –
યોગ્ય જીવે પોતાના ચિત્તની ભૂમિકાનું સમ્યગું અવલોકન કરીને પોતાના કષાયોને મંદ કરવા માટે પોતે સેવન કરી શકે તેવા ભગવાનના કહેલા સદનુષ્ઠાનનો નિર્ણય કરીને અર્થાત્ આ સદનુષ્ઠાન મારા માટે પથ્ય છે તેવો નિર્ણય કરીને તે અનુષ્ઠાનને સેવવું જોઈએ, જેથી પોતાનામાં કષાયોનું જે પ્રકારનું શમન વર્તે છે, તે શમન સદનુષ્ઠાનના સેવનથી અધિક અધિક થાય. જેથી તત્ક્ષણ જ કષાયના શમનજન્ય સુખની પ્રાપ્તિ થાય અને આગામી સર્વ કલ્યાણોની પ્રાપ્તિ થાય. વળી જેમ ભગવાને શક્તિ અનુસાર ઉચિત કર્તવ્યનો ઉપદેશ આપ્યો છે, તેમ જ અનુષ્ઠાનનો નિષેધ કરેલ છે તેવા હિંસાદિ અનુષ્ઠાનોમાંથી મન-વચન-કાયાનું અત્યંત નિવર્તન કરવું જોઈએ, જેથી હિંસાદિ અનુષ્ઠાનો સેવીને ચિત્તમાં જે કાલુષ્યની વૃદ્ધિ થાય છે તેનો વિરોધ થાય અને તત્ક્ષણ તે કાલુષ્યના શમનજન્ય સુખની વૃદ્ધિ થાય અને આગામી સુખની પરંપરાની પ્રાપ્તિ થાય. આજપરા અવતરણિકા :
तथा च कुर्वनिह लोक एव यादृग् भवति तदाहઅવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કરતો=ભગવાને જે પ્રકારે ઉપદેશ આપ્યો તે પ્રકારે પોતાની ભૂમિકા અનુસાર અનુષ્ઠાન કરતો, આ લોકમાં જ જેવો થાય છે તેને કહે છે – ગાથા :
हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गण्णो ?।
अहियं समायरंतो, कस्स न विप्पच्चओ होइ ?।।४५४।। ગાથાર્થ :
પોતાના હિતને કરતો પ્રધાન આચાર્ય જેવો જીવ કોને ગણ્ય ન થાય? અર્થાત્ બધાને થાય. અહિતને આચરતો જીવ કોને અવિશ્વસનીય ન થાય? અર્થાત્ બધાને અવિશ્વસનીય થાય. I૪૫૪
ટીકા :
हितं श्रेय आत्मने स्वस्मै कुर्वत्रनुतिष्ठन् कस्य न भवति गुरुको गुरुः प्रधानाचार्यकल्प इत्यर्थः अत एव गण्यो गणनीयः, सर्वकार्येषु प्रष्टव्यः सर्वस्य भवतीति अर्थः, व्यतिरेकमाहअहितमपथ्यं समाचरन् कुर्वन् कस्य न विप्रत्ययो भवति ? विगतः प्रत्ययो यस्मात् स विप्रत्ययो. ऽविश्वसनीय इति ॥४५४।।
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા૪૫૪-૪૫૫
૧૦૫
ટીકાર્ય :
હિતં શ્રેય .......... વિશ્વસનીય રૂત્તિ | હિતને=શ્રેયને, પોતાના માટે કરતો ગુરુક ગુરુ આચાર્ય જેવો કોને ન થાય ? અર્થાત્ બધાને થાય. આથી જ ગણ્ય=ગણનીય=સર્વ કાર્યોમાં સર્વને પૂછવા યોગ્ય થાય છે, એ પ્રકારે અર્થ છે. વ્યતિરેકને કહે છે – અહિતને-અપથ્યને, આચરતો કોને વિપ્રત્યય ન થાય ? વિપ્રત્યયનો અર્થ સ્પષ્ટ કરે છે – ચાલ્યો ગયો છે. પ્રત્યય જેમાંથી તે વિપ્રત્યય-અવિશ્વસનીય. ૪૫૪મા ભાવાર્થ
જે મહાત્મા જિનવચનના ઉપદેશને સૂક્ષ્મતાથી અવલંબન કરીને શક્તિને ગોપવ્યા વગર સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવે છે, તે મહાત્મા તે અનુષ્ઠાનના સેવનથી તે પ્રકારની કુશળતાને પ્રાપ્ત કરે છે. જેથી જીવોની યોગ્યતા પ્રમાણે સર્વત્ર શું હિત છે, શું હિત નથી, તેનો સૂક્ષ્મપણે નિર્ણય કરી શકે છે; કેમ કે જે મહાત્મા જિનવચનના ઉપદેશને ગ્રહણ કરીને પોતાના હિતમાં યત્ન કરે છે, તે મહાત્મા પોતાની શક્તિ અનુસાર જિનવચનના સૂક્ષ્મ સૂક્ષ્મતર રહસ્યને જાણવા અવશ્ય યત્ન કરે છે અને તેના રહસ્યને જાણીને તે પ્રમાણે જ પોતાની ભૂમિકાનું અનુષ્ઠાન સેવે છે, તેથી તે અનુષ્ઠાનમાં તે મહાત્મા અત્યંત નિપુણ બને છે. આથી જ તેવા મહાત્મા બધાં કાર્યોમાં બધાને પૂછવા યોગ્ય થાય છે અર્થાત્ કઈ રીતે હું ઉચિત કૃત્ય કરું તો મારા આત્માનું હિત થાય ? એમ પૂછવા યોગ્ય થાય છે.
વળી જેઓ સ્વમતિ અનુસાર ધર્મ અનુષ્ઠાન સેવીને આત્માના અપથ્યને આચરે છે અને તેના કારણે તે તે પ્રકારના કાષાયિકભાવોરૂ૫ રોગોની વૃદ્ધિ થાય છે, તેવા મહાત્મા વિચારક જીવો માટે અવિશ્વસનીય થાય છે; કેમ કે વિચારક જીવો બાહ્ય લિંગો દ્વારા તે મહાત્માનાં માન-ખ્યાતિ વગેરે મેળવવાના પરિણામોને જોઈ શકે છે, તેથી તેવા દૂષિત મનવાળા જીવોની આચરણા અવિશ્વાસનું જ કારણ બને છે. II૪પ૪ll અવતરણિકા :
तत्र ये हितकरणोचितास्ते कुर्वन्तु वयं पुनर्न तद्योग्या इति यो मन्येत तं प्रत्याहઅવતરણિકાર્ચ -
ત્યાં=ભગવાનના હિતોપદેશમાં અપ્રમાદ કરવો જોઈએ તેમાં, જેઓ હિત કરવા યોગ્ય છે તેઓ કરે, અમે વળી તેને યોગ્ય નથી, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે –
ગાથા :
जो नियमसीलतवसंजमेहिं, जुत्तो करेइ अप्पहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओ ब्व जणे ॥४५५।।
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પપ
ગાથાર્થ :
નિયમ-શીલ-તપ અને સંયમથી યુક્ત એવો જે આત્માના હિતને કરે છે તે મસ્તક ઉપર સર્ષપની જેમ લોકમાં દેવતાની જેમ પૂજ્ય થાય છે. ll૪પપા ટીકા -
य एव कश्चिनियमशीलतपःसंयमैः पूर्वोक्तस्वरूपैर्युक्तः करोत्यात्महितम् अनुष्ठानं, स देवतेव देव इव स्वार्थे तल्प्रत्ययः पूज्यः पूजनीयो भवति, तथा शिरसि मस्तके कृतश्चोह्यत इति शेषः, क इवेत्याह-सिद्धार्थकवत् सर्षप इव, जने लोके माङ्गलिकत्वाद्, अयमभिप्रायः-नेह तदुचितानां काचित् खनिरस्ति, किं तर्हि ? गुणाः पूज्यत्वहेतवस्ते च सर्वस्य स्वप्रयत्नसाध्याः, ततः सर्वेण तेष्वादरो विधेयस्तदुक्तम्
गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं, गुणान् यो यो धत्ते स स भवति साधुर्भजत तान् ।।४५५।।
ટીકાર્ય :
વ ... સાપુર્માત તાન્ ! પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા નિયમ-શીલ-તપ-સંયમ વડે યુક્ત એવો જે જ કોઈ આત્મહિત કરે છેઅનુષ્ઠાન કરે છે, તે દેવતાની જેમ=દેવની જેમ પૂજ્ય થાય છે, રેવતા શબ્દમાં તત્ પ્રત્યય સ્વાર્થમાં છે, એથી દેવ જ દેવતા છે અને મસ્તક ઉપર કરાયેલો વહન કરાય છે–તપ-સંયમમાં ઉદ્યમ કરે છે તે મસ્તક ઉપર ધારણ કરાય છે, કોની જેમ ? એથી કહે છે – સિદ્ધાર્થકની જેમ=સર્ષપની જેમ; કેમ કે લોકમાં માંગલિકપણું છે=જેમ સર્ષપ માંગલિક છે માટે મસ્તકે ધારણ કરાય છે, તેમ નિયમાદિમાં ઉદ્યમ કરનારા મહાત્મા માંગલિક હોવાથી મસ્તક ઉપર ધારણ કરાય છે. આ અભિપ્રાય છે=અવતરણિકામાં શંકા કરી તેને અનુરૂપ અર્થ ગાથામાં કઈ રીતે પ્રાપ્ત થાય છે એ વિષયક આ અભિપ્રાય છે, અહીં=જગતમાં, તેના ઉચિતોની=નિયમાદિ કરવાને ઉચિતોની, કોઈ ખાણ નથી, તો શું છે ? એથી કહે છે – ગુણો પૂજ્યત્વના હેતુ છે અને તે સર્વને સ્વપ્રયત્નથી સાધ્ય છે, તેથી સર્વ જીવોએ તેમાં આદર કરવો જોઈએ, તે કહેવાયું છે –
જે પૂજ્યત્વને પામ્યા તે ખરેખર પ્રકૃતિપુરુષો જ છે, તે લોકો ! દોષના ત્યાગમાં અતુલ સમુત્સાહને ઉત્પન્ન કરો. સાધુઓનું ક્ષેત્ર નથી=કોઈ એવી ભૂમિ નથી જ્યાં સાધુ ઉત્પન્ન થાય અને આ સાધુપણું, નૈસર્ગિક નથી, જે જે પુરુષ ગુણોને ધારણ કરે છે, તે તે સાધુ થાય છે. તેઓને તમે ભજો. II૪પપા.
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૫
૧૦૭
ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપથી ભય પામીને પોતાની શક્તિ અનુસાર આત્મહિત કરવા ઉદ્યમવાળા છે, તેઓ પોતાની શક્તિના પ્રકર્ષથી નિયમ-શીલ-તપ-સંયમમાં ઉદ્યમવાળા હોય છે. તેવા મહાત્માઓ દેવતાની જેમ પૂજ્ય બને છે. લોકમાં જેમ સર્ષપ મસ્તક ઉપર વહન કરાય છે તેમ તે મહાત્માઓ લોકોથી મસ્તક ઉપર વહન કરાય છે. તેથી નક્કી થાય છે કે અનાદિથી કોઈ હિત કરનાર નથી કે આ વ્યક્તિ હિત કરે તેનું ઉત્પત્તિસ્થાન આ ભૂમિ છે, તેવો પણ નિયમ નથી, પરંતુ જેમને સંસાર નિર્ગુણ જણાય અને સંસારમાં હિતનો ઉપાય તપ-સંયમાદિ દેખાય તેઓ સ્વશક્તિ અનુસાર ગુણોમાં યત્ન કરે તો સ્વપ્રયત્નથી સાધ્ય એવા તે ગુણો પ્રાપ્ત થાય, તેથી યોગ્ય જીવો જ હિત કરશે, અમે અયોગ્ય છીએ તેમ માનીને ગુણનિષ્પત્તિમાં ઉપેક્ષા કરવી ઉચિત નથી, પરંતુ મારે મારું હિત કરવું જ છે તેવો સંકલ્પ કરીને જેઓ પોતાની ભૂમિકા અનુસાર હિતમાં યત્ન કરે છે, તેઓ અવશ્ય છે તે પ્રકારના ગુણો પ્રાપ્ત કરી શકે છે. તેથી યોગ્ય જીવોએ ગુણમાં આદર કરવો જોઈએ.
જેઓ પૂજ્યત્વને પામ્યા તેઓ પ્રકૃતિપુરુષો જ છે, તેથી જેઓ પોતાના આત્માની શક્તિને પ્રગટ કરવા માટે ઉચિત ઉદ્યમ કરનારા છે, તેઓ જ પૂજ્યત્વને પામે છે અને પોતાની પ્રકૃતિ પ્રગટ થઈ નથી, પરંતુ પ્રગટ કરવા યત્ન કરે છે તેઓ જ ઉત્તમ પુરુષ થવા યોગ્ય છે, માટે તે લોકો ! તમે દોષના ત્યાગમાં અત્યંત ઉત્સાહને ઉત્પન્ન કરો. તેથી એ પ્રાપ્ત થાય કે પોતાનામાં દોષો છે, છતાં મારા આ દોષો સારા નથી, મારે કાઢવા છે તેવો જેમને ઉત્સાહ છે તેઓ યોગ્ય જ છે, માટે જેઓ હિતકરણને ઉચિત છે તેઓ એમ કહે કે અમે યોગ્ય નથી તો તેમ માનવું ઉચિત નથી, પરંતુ જેઓ દોષત્યાગમાં અતુલ ઉત્સાહ ધારણ કરે છે તેઓ યોગ્ય જ છે. વળી સાધુનું ઉત્પત્તિક્ષેત્ર નથી અર્થાત્ આ ક્ષેત્રમાં સાધુઓ જન્મ, અન્ય ક્ષેત્રમાં નહિ તેવું નથી, પરંતુ અનેક દોષોથી યુક્ત અયોગ્ય જીવો દોષોના ત્યાગમાં ઉત્સાહવાળા થાય છે ત્યારે સાધુ બને છે. વળી હિત કરવાને ઉચિત આ છે એવું નૈસર્ગિક નથી, પરંતુ જેઓને હિત કરવું છે તેઓ અનેક દોષોથી યુક્ત હોય તોપણ હિતકરણને યોગ્ય છે, જો હિતકરણને યોગ્ય જીવો નૈસર્ગિક હોત તો કહી શકાત કે આ જીવો હિત કરવાને યોગ્ય છે અન્ય નહિ, માટે કહી શકાય કે અમે યોગ્ય નથી, પરંતુ અનેક દોષોથી યુક્ત જીવો જ જ્યારે હિત કરવાને અભિમુખ પરિણામવાળા થાય ત્યારે યોગ્ય બને છે, જેમ ચિલાતી પુત્ર વગેરે અનેક દોષોથી યુક્ત હતા તોપણ હિત કરવાને અભિમુખ થયા તો યોગ્ય થયા. વળી જે જે જીવો ગુણોને ધારણ કરે છે તે તે સાધુ થાય છે. તેથી અનેક દોષોથી યુક્ત પણ જીવ તે તે ગુણોને અનુકૂળ યત્ન કરે તો સાધુ થાય છે માટે તે ગુણોને તમે ભજો, પરંતુ અમે અયોગ્ય છીએ એમ વિચારીને આત્માને ગુણસંપન્ન કરવામાં અનુત્સાહી થાઓ નહિ
અહીં વિશેષ એ છે કે કેટલાક જીવોને પોતાનું હિત કરવા માટે પરિણામ જ થતો નથી, માત્ર તત્કાળ દેખાતા વિષયો જ સારરૂપ જણાય છે તેઓ હિત કરવાને યોગ્ય નથી; કેમ કે તેમને હિત કરવાને અભિમુખ લેશ પણ પરિણામ નથી, પરંતુ હિતને કરનારા પુરુષોને જોઈને તેમના પ્રત્યે જેમને આદર
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૫-૪૫૬
થાય છે અને પોતાનામાં તેવા પ્રકારનું સત્ત્વ દેખાતું નથી, તેથી તેઓ માને છે કે આ મહાત્માઓ પોતાનું હિત કરે છે, પરંતુ અમારામાં તો અનેક દોષો છે, તેથી અમે હિતમાં યત્ન કરી શકીએ તેમ નથી, એમ વિચારીને હિત કરવામાં અનુત્સાહી થાય છે તેમને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે જેમને હિત કરનારા મહાત્માઓ સુંદર કહે છે તેમ જણાય તે જીવો અવશ્ય હિત કરવાને યોગ્ય છે, ફક્ત તેઓ પોતાની ભૂમિકા અનુસાર ઉચિત યત્ન કરે તો ક્રમસર ઉત્તર-ઉત્તરની ભૂમિકા પ્રાપ્ત કરી શકે તેમ છે. માટે તેવા જીવોએ વિચારવું જોઈએ કે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સાધુ ઉત્પન્ન થાય છે, પરંતુ જેઓ પૂર્વમાં અસાધુ હતા તેઓ જ પ્રયત્નથી સાધુ થયા. જેઓ તીર્થંકર થયા તેઓ પૂર્વમાં હિત કરવાના પરિણામ વગરના હતા ત્યારે સંસારમાં ભમ્યા અને હિત કરવાને અભિમુખ થયા ત્યારે તેઓ પણ યોગ્ય બન્યા, માટે આપણે પણ આપણી ભૂમિકાને અનુરૂપ હિતમાં યત્ન કરવો જોઈએ. જેથી તે તે ભૂમિકાના ગુણોની પ્રાપ્તિ દ્વારા આપણે અવશ્ય એક દિવસ તેવા મહાત્મા થઈશું, જેઓ સદા સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે. II૪૫૫ણા
અવતરણિકા :
एतदेव भावयति -
અવતરણિકાર્ય :
આને જ ભાવત કરે છે=ગુણમાં કરાયેલા યત્નથી જીવ ગુણવાન થાય છે. એને જ ભાવન
કરે છે
-
ગાથા:
सव्वो गुणेहिं गण्णो, गुणाहियस्स जह लोगवीरस्स । संभंतमउडविडवो, सहस्सनयणो सययमेइ ।।४५६ ।।
ગાથાર્થ ઃ
સર્વ જીવ ગુણ વડે ગણનીય થાય છે, જે પ્રમાણે ગુણાધિક એવા લોકવીરને=વીર ભગવાનને, સંભ્રાંત મુકુટના વિટપવાળો ઈન્દ્ર સતત આવે છે=વંદન માટે આવે છે. II૪૫૬॥
ટીકા –
सर्वः कश्चिद् गुणैर्ज्ञानादिभिर्गण्यो गणनीयो भवति, दृष्टान्तमाह-गुणाधिकस्य सत्त्वाद्युत्कटस्य यथा लोके कर्मारिप्रेरकत्वेन प्रसिद्धत्वाद् वीरः सुभटो लोकवीरो भगवांस्तस्य सम्भ्रान्तमुकुटविटपो भक्त्यतिशयादाकुलकिरीटपल्लवः कोऽसौ ? सहस्त्रनयनो दशशतलोचनः शक्रः सततमनवरतमेत्यागच्छति वन्दक इति गम्यते, सूत्रस्य त्रिकालगोचरतादर्शनार्थो वर्त्तमाननिर्देश इति ।।४५६ ।।
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૬-૪૫૭
ટીકાર્ય ઃ
सर्वः कश्चिद् વર્તમાનનિર્દેશ કૃતિ ।। સર્વ કોઈ જ્ઞાનાદિ ગુણો વડે ગણતીય થાય છે, દૃષ્ટાંતને કહે છે=જ્ઞાનાદિ ગુણોથી જીવ ગણનાપાત્ર થાય છે, એ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે ગુણાધિકને=સત્ત્વ વગેરે ઉત્કટ ગુણવાળાને, જે પ્રમાણે લોકમાં કર્મશત્રુના નાશકપણાથી પ્રસિદ્ધપણું હોવાથી વીર=સુભટ એવા લોકવીર ભગવાન, તેમને સંભ્રાંત મુકુટવિટપવાળો=ભક્તિના અતિશયથી યુક્ત મુકુટપલ્લવ છે જેને એવો, હજાર નયનવાળો ઇન્દ્ર સતત=નિરંતર, આવે છે=વંદન કરવા આવે છે.
.....
-
અહીં પ્રશ્ન થાય કે ઇન્દ્ર તો વીર ભગવાનને ભૂતકાળમાં વંદન કરવા આવેલ, વર્તમાનમાં આવે છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે
૧૦૯
-
સૂત્રની ત્રિકાલગોચરતા બતાવવા માટે વર્તમાનનો નિર્દેશ છે=ત્રણે કાળમાં આવા ઉત્તમ પુરુષને નમવા ઇન્દ્ર સતત આવે છે તે બતાવવા માટે વર્તમાનકાળનો નિર્દેશ છે. ।।૪૫૬॥
અવતરણિકા :
गुणहीनस्य तु व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
વળી ગુણહીતના વ્યતિરેકને કહે છે=ગુણહીન જીવ લોકમાં નિંદાપાત્ર બને છે
ગાથા
ભાવાર્થ -
બધા જીવો ગુણોથી જગતમાં ગણનાપાત્ર થાય છે, પરંતુ અનાદિથી ગુણથી પૂર્ણ પુરુષ કોઈ નથી, જેમ અન્ય દર્શનવાળા અનાદિ શુદ્ધ ઈશ્વર માને છે તેવું જગતમાં નથી માટે જેમને ગુણવાન પુરુષને જોઈને ગુણ પ્રત્યે લેશ પણ પક્ષપાત થાય છે તે જીવ ગુણપ્રાપ્તિને યોગ્ય છે, ક્યારેક અનેક દોષોથી આક્રાંત હોવા છતાં તે જીવને તે ગુણો પ્રીતિ ઉત્પન્ન કરે છે. તેથી ગુણવાન પ્રત્યે બહુમાન થાય છે તે સર્વ ગુણપ્રાપ્તિનાં બીજ છે, માટે તેવા જીવો પોતાની શક્તિ પ્રમાણે યત્ન કરે તો ગુણો વડે ગણનીય થઈ શકે છે. જેમ લોકમાં ગુણથી અધિક એવા વીર ભગવાનને ઇન્દ્ર પણ વારંવાર નમસ્કાર કરવા આવે છે; કેમ કે ગુણ પ્રત્યેના પક્ષપાતથી વીર ભગવાનને નમસ્કાર કરીને ઇન્દ્ર પોતાના આત્માને ગુણથી સમૃદ્ધ ક૨વા યત્ન કરે છે, તેમ જેમને ગુણસંપન્ન પુરુષને જોઈને બહુમાન થાય છે તે જીવો ગુણપ્રાપ્તિને યોગ્ય જ છે, માટે અમે ગુણપ્રાપ્તિ માટે અયોગ્ય છીએ, તેમ મિથ્યાભાવન કરીને પોતાની યોગ્યતાનો નાશ કરવો જોઈએ નહિ, પરંતુ ગુણવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. II૪૫૬ા
चोरिक्कवंचणाकूडकवड- परदारदारुणमइस्स ।
तस्स च्चिय तं अहियं पुणो वि वेरं जणो वह ।।४५७ ।।
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૭-૫૮
ગાથાર્થ :
ચોરી, વંચના, ફૂડ, કપટ, પરસ્ત્રીમાં દારુણ મતિવાળા એવા તેના જ તે અહિતને લોક વળી વેરને વહન કરે છે. I૪પ૭ના ટીકા - ___ चौर्यं स्तेयं, वञ्चना क्रियया विप्रलम्भना, कूटं वाचनिकं, कपटं मानसं शाठ्यं, परदाराः परकलत्रं, एतेषु दारुणा पापप्रवृत्ता मतिर्यस्यासौ चौर्यवञ्चनाकूटकपटपरदारदारुणमतिः, तस्य किं ? तस्यैव तत् तथाविधचेष्टितमहितमपथ्यमिह, परत्र च पुनरपि वैरं तस्योपरि क्रोधाध्यवसायं जनो वहति, पापिष्ठोऽद्रष्टव्योऽयमित्याद्याक्रोशदानात्, तदयं तस्य वराकस्य गण्डस्योपरि स्फोटक ત્તિ ૪૫છા. ટીકાર્ય :
રો....... ોટ તિ ચોર્ય=સ્તેય, વંચતા=ક્રિયાથી ઠગવું, કૂટ=વાણીનું કૂટપણું, કપટ=મનની શઠતા, પરદારા=પરસ્ત્રી, આ બધામાં દારુણ=પાપપ્રવૃત, મતિ છે જેની એ ચોરી-વંચતા-ફૂટ-કપટપરદારા દારૂણ મતિવાળા છે તેને શું? તેનું જ તેeતેવા પ્રકારનું ચેષ્ટિત અહિત=અપથ્ય, અહીં અને પરલોકમાં છે. વળી પણ તેના ઉપર વેર ને ક્રોધના અધ્યવસાયને લોકો વહન કરે છે=આ જીવ પાપિષ્ઠ છે અદ્રષ્ટવ્ય અર્થાત્ નહિ જોવા યોગ્ય છે એ પ્રમાણે આક્રોશ આપવાપૂર્વક વેરને વહન કરે છે. તેથી આ આક્રોશ વગેરે, આ બિચારાને ગંડસ્થલ પર ફોલ્લા જેવો છે. ૪૫૭ના ભાવાર્થ -
જે જીવો ચોરી વગેરે અકાર્યો કરવામાં તત્પર છે, તે જીવોનાં તે અહિત કૃત્યો છે અને લોકો તેની નિંદા કરે છે, તેથી તે જીવ વધારે દુઃખી થાય છે, તેનાથી નક્કી થાય છે કે જીવો વર્તમાનમાં અહિત કરીને દુઃખી થાય છે અને લોકના આક્રોશ પામીને પણ દુઃખી થાય છે, માટે વિવેકી લોકોએ અલ્પ પણ દોષની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પરંતુ પોતાના દોષો ક્ષીણ થાય અને હિત થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ પોતાને અયોગ્ય માનીને પોતાનું હિત કરવામાં ઉપેક્ષા કરવી જોઈએ નહિ. II૪પણા અવતરણિકા -
गुणस्थितानां पुनरमी दोषा दूरोत्सारिता एव, तथा चाद्यदोषाभावमुपलक्षणत्वेन दर्शयन्नाहઅવતરણિકાર્ચ - વળી ગુણોમાં વર્તતા જીવોના આ દોષો=ગાથા-૪૫૭માં બતાવ્યા એ દોષો, દૂર કરાયેલા જ
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૮-૪૫૯
૧૧૧
છે અને તે રીતે ઉપલક્ષણમાં પહેલાં દોષના અભાવને=ચોરી દોષના અભાવને, બતાવતાં કહે
છે
-
511211 :
जड़ ता तणकंचणलिट्ठरयणसरिसोवमो जणो जाओ ।
तइया नणु वोच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ।। ४५८ ।।
ગાથાર્થ ઃ
જો તણખલું અને સોનું, ઢેફું અને રત્નમાં સમાન ઉપમાવાળો લોક થયો ત્યારે નિશ્ચિત દ્રવ્યહરણમાં વિચ્છિન્ન અભિલાષવાળો છે. II૪૫૮।।
ટીકા
यदि तावदित्यभ्युपगमे, तृणकाञ्चनलोष्ठरत्नेषु सदृशी एकाकारा उपमोपमानं निर्लोभतया समानदर्शित्वाद्यस्यासौ तृणकाञ्चनलोष्ठरत्नसदृशोपमः, यद्येवंविधो जनो विशिष्टलोको जातः सम्पन्नस्तदा ननु निश्चितमेतद् व्यवच्छिन्नस्त्रुटितोऽभिलाषो द्रव्यहरणे परस्वादाने कारणाभावाદ્વિતિ ૫૪૮।।
ટીકાર્થ ઃ
यदि तावदित्य વ્હારગામાવાવિતિ । જો એ શબ્દ સ્વીકારમાં છે, તેથી જો લોક તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં સમાન અર્થાત્ એક આકારવાળી ઉપમા છે જેને એવો આ તૃણકાંચન લોષ્ઠરત્ન સદેશ ઉપમાવાળો છે; કેમ કે નિર્લોભપણાને કારણે સમાનદર્શીપણું છે, જો આવા પ્રકારનો લોક=વિશિષ્ટ લોક થયો, તો નક્કી આ દ્રવ્યહરણમાં=પરધનના ગ્રહણમાં, વિચ્છિન્ન અભિલાષવાળો છે; કેમ કે કારણનો અભાવ છે=લોભરૂપ કારણનો અભાવ છે. ૪૫૮।
ભાવાર્થ :
જે મહાત્માઓ ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને ગુણના સંગ્રહ માટે યત્ન કરે છે, તે શમભાવને અનુકૂળ ઉચિત યત્ન કરે છે અને જો તેઓ તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં સમાનભાવવાળા થાય તો તેઓને પારકા ધનને ગ્રહણ કરવાનો અભિલાષ વિચ્છેદ પામે છે. તેથી તેઓ ચોરી, વંચના, ફૂડ-કપટ કરે નહિ, પરસ્ત્રીને ગ્રહણ કરે નહિ, તેથી ગુણને અભિમુખ થયેલા જીવો શમભાવની પ્રાપ્તિ દ્વારા અવશ્ય દોષરહિત થાય છે માટે ગુણના અર્થીએ તે પ્રકારે જ સર્વ પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. II૪૫૮ અવતરણિકા :
तदिदमवेत्य सन्मार्गे वर्तितव्यं, सन्मार्गस्खलनाद्धि महतामप्यवस्तुता सम्पद्यत इत्याह च
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૯
अवतरशिक्षार्थ :
તે આને જાણીનેત્રહિત કરવું જેને કર્તવ્ય જણાય તે હિત કરવા સમર્થ છે અને જો તે શમભાવને અનુકૂળ શક્તિ પ્રમાણે યત્ન કરશે તો અવશ્ય સર્વ દોષો વિચ્છિન્ન થશે એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, સન્માર્ગમાં પ્રવર્તવું જોઈએ=તત્વના પક્ષપાતપૂર્વક શમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરવો જોઈએ, દિ=જે કારણથી, સન્માર્ગની સ્કૂલનાથી મોટાઓને પણ મહાત્માઓને પણ, અવસ્તુતા પ્રાપ્ત થાય છે અને કહે છે –
गाथा:
आजीवगगणनेया, रज्जसिरिं पयहिऊण य जमाली ।
हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ।।४५९।। गाथार्थ:
આજીવક ગણના નેતા જમાલિ રાજ્યલક્ષ્મીને છોડીને જો આત્માનું હિત કરતા હોત તો અહીં નિંધપણામાં પડત નહિ. II૪૫૯l. टीs:
आजीवन्ति द्रव्यलिङ्गेन लोकमिति आजीवका निह्नवास्तेषां गणो गच्छः, तस्य नेता नायको गुरुरित्यर्थः, राज्यश्रियं प्रहाय-परित्यज्य प्रव्रज्यां गृहीत्वा चशब्दादागमं चाधीत्य जमाली भगवज्जामाता हितमात्मनेऽकरिष्यत्, यदीत्यध्याहारः, ततो न च-नैव वचनीये निन्द्यत्वे इह लोके प्रवचने वाऽपतिष्यत् तथाहि-मिथ्याभिनिवेशादसौ भगवद्वचनं क्रियमाणं कृतमित्यश्रद्दधानः कृतमेव कृतमिति विपरीतप्ररूपणालक्षणादहिताचरणादेव निह्नवोऽयमिति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषिकदेवत्वं भवं चानन्तं निर्वर्तितवानिति । उक्तं च प्रज्ञप्त्यांजई णं भंते जमाली अणगारे अरसाहारे जाव कम्हाणं लंतए कप्पे तेरस सागरोवमट्ठिईए सुदेवकिब्विसिए सुदेवत्ताए उवन्नो गोयमा ! जमालीणं आयरियपडिणीए इत्यादि जाव जमालीणं भंते ताओ देवलोगाओ आउक्खएणं जाव कहि उववज्जिहि त्ति । गोयमा पंचतिरिक्खजोणीणं मणुस्सदेवलोगगमणाई संसारमणुपरियट्टिता तओ पच्छा सिज्झिस्सइ इत्यादि ।।४५९।। टीमार्थ :
आजीवन्ति ..... सिज्झिस्सइ इत्यादि ।। द्रव्यलिंगथी को 6५२ वे छे थे 1948 Mera છે, તેમનો ગણગંગચ્છ, તેના નેતા=લાયક=ગુરુ, રાજ્યલક્ષ્મીને છોડીને, પ્રવ્રયાને ગ્રહણ કરીને અને ૨ શબ્દથી આગમને ભણીને જમાલિએ=ભગવાનના જમાઈએ જો આત્મહિત કર્યું હોત તો
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૯-૪૬૦
અહીં=લોકમાં કે પ્રવચનમાં, વચનીયમાં=નિંઘપણામાં પડત નહિ, તે આ પ્રમાણે
મિથ્યાભિનિવેશથી આ=જમાલિ, ‘કરાતું હોય તે કરાયું', એ પ્રમાણે ભગવાનના વચનની અશ્રદ્ધા કરતો ‘કરાયેલું કરાયું છે' એ પ્રકારે વિપરીત પ્રરૂપણારૂપ અહિત આચરણથી જ આ નિહ્નવ છે એ પ્રમાણે લોકની મધ્યમાં નિંઘપણામાં પડ્યો, અત્યંત દુષ્કર તપને કરતો હોતે છતે પણ કિલ્બિષિક દેવપણાને અને અનંતભવને પ્રાપ્ત કર્યા અને પ્રજ્ઞપ્તિમાં કહેવાયું છે
હે ભગવાન ! જો જમાલિ અરસ આહારવાળા અણગાર છે તો કયા કારણથી લાંતક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા સુદેવ કિલ્બિષિકમાં સુદેવપણાથી ઉત્પન્ન થયા ? ભગવાન કહે છે હે ગૌતમ ! જમાલિ આચાર્યના શત્રુપણાથી વગેરે કારણથી કિલ્બિષિકમાં ઉત્પન્ન થયા. હે ભગવાન! તે દેવલોકથી આયુષ્યના ક્ષય વડે ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! પાંચ તિર્યંચ યોનિમાં મનુષ્ય દેવલોક ગમન કરીને સંસારમાં ભમીને ત્યારપછી સિદ્ધ થશે. ।।૪૫૯Ī]
=
અવતરણિકા :વિશ્વ
૧૧૩
ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રકારે શમભાવમાં યત્ન કરનારા મહાત્માઓ ચોરી આદિ પાપોથી દૂર રહે છે અને જેઓ શમભાવના પરિણામવાળા નથી, તેઓ સર્વ અનુચિત પ્રવૃત્તિ કરે તેવી સંભાવના છે. વળી શમભાવને પામ્યા પછી પણ કોઈ મહાત્મા સ્ખલના પામે તો તે પણ સર્વ પ્રકારનાં પાપ કરે તેવી સંભાવના છે. સર્વ નિષ્નવોમાં પ્રથમ જમાલિ નિહ્નવ થયા, તેથી તે નિષ્નવ ગણના નેતા કહેવાયા. તેમણે રાજ્યલક્ષ્મીને છોડીને આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કર્યું, છતાં મિથ્યા અભિનિવેશને વશ થઈને ભગવાનના વચનનો અપલાપ કરીને આ લોકમાં અને પ્રવચનમાં નિંઘતા પામ્યા; કેમ કે મરીને ફિલ્બિષિક દેવ થયા અને દુર્ગતિની પરંપરા પામ્યા, તેથી વિવેકી લોકોએ પ્રમાદ વગર શમભાવમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી શમભાવના પરમાર્થને બતાવનારા ભગવાનના માર્ગનો અપલાપ કરીને જમાલિની જેમ નિહ્નવતા પ્રાપ્ત ન થાય. II૪૫લા
અવતરણિકાર્ય :
વળી=પૂર્વની ગાથામાં કહ્યું કે સન્માર્ગમાં પ્રવર્તેલા પણ સ્ખલના પામેલા મહાત્માઓ જમાલિની જેમ અવસ્તુતાને પ્રાપ્ત કરે છે. બીજું શું પ્રાપ્ત કરે છે ? તે વિશ્વથી બતાવે છે
ગાથા =
इंदियकसायगारवमएहिं, सययं किलिट्ठपरिणामो । कम्मघणमहाजालं, अणुसमयं बंधई जीवो ||४६०।।
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૦-૪૬૧
ગાથાર્થ :
ઈન્દ્રિય, કષાય, ગારવ અને મદથી સતત ક્લિષ્ટ પરિણામવાળો જીવ કર્મરૂપ ઘન મહાજાળને દરેક સમયે બાંધે છે. ll૪૬oll ટીકા :
इन्द्रियकषायगौरवमदैः पूर्वोक्तस्वरूपैः सततमनवरत क्लिष्टपरिणामः कलुषाध्यवसायः सन् किं ? क्रियत इति कर्म ज्ञानावरणादि, तदेव जीवचन्द्रतिरोधायकत्वात् घना मेघास्तेषां महाजालं बृहद्वन्दं कर्मघनमहाजालमनुसमयं प्रतिक्षणं बध्नाति स्वप्रदेशैः श्लेषयति जीवः केवलं, न पुनः कश्चिदत्र परमार्थो, वैषयिकसुखस्य दुःखस्वरूपतया पामाकण्डूयनकल्पत्वान्महाऽरतिविनोदद्वारेण विपर्यासात्, तत्राविवेकिनां सुखबुद्धिप्रवृत्तेरिति।।४६०॥ ટીકાર્ય :
વિષાર .... સુહબુદ્ધિપ્રવૃત્તિ / પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા ઇન્દ્રિય-કષાય-ગારવ અને મદથી સતત=નિરંતર, ક્લિષ્ટ પરિણામવાળો જીવ કલુષ અધ્યવસાયવાળો છતો, કરાય એ કર્મ જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જ જીવરૂપી ચંદ્રને આચ્છાદકપણું હોવાથી ઘન મેઘ, તેઓની મહાજાળને મોટા સમૂહને, કર્મઘન મહાજાળને અનુસમય=પ્રતિક્ષણ=દરેક ક્ષણે, બાંધે છે=જીવ પોતાના આત્મપ્રદેશોની સાથે કેવળ સંશ્લેષ કરાવે છે, પરંતુ અહીં=ઈદ્રિય વગેરેને વશ થવામાં કોઈ પરમાર્થ નથી; કેમ કે વૈષયિક સુખનું દુઃખરૂપપણું હોવાથી ખરજવાને ખણવા સમાતપણું હોવાથી મહાઅરતિ રૂપ વિનોદ દ્વારા વિપયસ હોવાથી ત્યાં=વૈષયિક સુખમાં, અવિવેકીઓને સુખબુદ્ધિની પ્રવૃત્તિ છે. Im૪૬૦| ભાવાર્થ
સંસારી જીવો ઇન્દ્રિયોને વશ થઈને સતત કષાયોવાળા ક્લિષ્ટ પરિણામો કરે છે, ગારવ કરે છે, રૂપ, બળ વગેરેમાં મદ કરીને પ્રત્યેક સમયે કર્મનાં ઘન મહાજાળાં બાંધે છે, પરંતુ કોઈ પ્રકારના સુખને પ્રાપ્ત કરતા નથી, તેથી સુખના અર્થીએ ગુણમાં જ યત્ન કરવો જોઈએ, જેથી તૃણ, કાંચન વગેરેમાં સમાન પરિણામરૂપ ગુણસંપત્તિ પ્રગટ થાય. જેથી વર્તમાનમાં ક્લેશ ન થાય અને મહાક્લેશકારી કર્મબંધની પ્રાપ્તિ થાય નહિ અને જેઓ મૂઢની જેમ કાંઈ વિચારણા કરતા નથી તેઓ ક્લિષ્ટ પરિણામ કરીને કર્મનાં જાળાં બાંધીને સર્વ પ્રકારની દુર્ગતિની કદર્થનાને પ્રાપ્ત કરે છે. I૪૬ના
અવતરણિકા :
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૧
અવતરણિકાર્ય :
•
અને કહે છે=ગાથા-૪૬૦માં કહ્યું કે ક્લિષ્ટ પરિણામવાળો જીવ દરેક સમયે કર્મજાળને બાંધે છે અને બીજું શું કરે છે ? તે બતાવે છે
ગાથા :
-
परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं ।
संसारत्था जीवा, अरइविणोयं करिंतेवं ।।४६१।।
ગાથાર્થ :
અનેક કદર્પ અને વિષયના ભોગો વડે પરપરિવાદથી વિશાલ એવા સંસારસ્થ જીવો આ રીતે અરતિ વિનોદને કરે છે=મૂઢતાથી અરતિમાં આનંદ માણે છે. II૪૬૧||
ટીકા ઃ
૧૧૫
परपरिवादेनाऽन्यावर्णवादेन विशाला विस्तीर्णाः परपरिवादविशालाः, अनेन द्वेषकार्यं लक्षयति, अनेककन्दर्पविषयभोगैर्बहुविधपरिहासशब्दाद्यनुभवनैः करणभूतैः, अनेन रागकार्यं दर्शयति, किं ? संसारस्थाः भवस्थिताः सकर्मका इत्यर्थः, अनेन तु रागद्वेषयोर्बीजं कथयति । जीवाः प्राणिनोऽरतिविनोदं परितापप्रेरणं कुर्वन्त्येवं मोहात्, न चासौ कर्तुं शक्यो यतो विषयाभ्यासमनुविवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणां तथा चोक्तम्
1
उपभोगोपायपरो, वाञ्छति यः शमयितुं विषयतृष्णाम् ।
धावत्याक्रमितुमसौ, पुरोऽपराह्णे निजच्छायाम् ।।
कियद् वैतन्मोहोपहतानां, ते ह्यपुण्यमपि पुण्यबुद्ध्या चरन्तीति ।।४६१ ।।
.....
ટીકાર્થ ઃ
परपरिवादेन ચરન્તીતિ।। પરપરિવાદથી=બીજાના અવર્ણવાદથી વિશાળ=વિસ્તારને પામેલા જીવો પરપરિવાદવિશાલા છે, આના દ્વારા=પરપરિવાદવિશાળ એવા જીવના વિશેષણ દ્વારા, દ્વેષનું કાર્ય ઓળખાવે છે, અનેક કંદર્પ અને વિષયના ભોગો વડે=કરણભૂત એવા ઘણા પ્રકારના પરિહાસશબ્દ વગેરેને અનુભવવા વડે, જીવો પરપરિવાદવિશાળ છે એમ અન્વય છે, આના દ્વારા=અનેક કંદર્પ વિષય ભોગો વડે, એ વિશેષણ દ્વારા, રાગનું કાર્ય દેખાડે છે, શું ?=અનેક કદર્પ વિષય ભોગો વડે પરપરિવાદવિશાલા શું છે ? એથી કહે છે સંસારમાં રહેલા=ભવમાં રહેલા=કર્મથી સહિત જીવો છે, વળી આના દ્વારા=સંસારસ્થા એ વિશેષણ દ્વારા, રાગ-દ્વેષના બીજને કહે છે, આ રીતે જીવો=પ્રાણીઓ, અરતિના વિનોદને=પરપરિવાદ દ્વારા બીજાને પરિતાપ અને કંદર્યાદિ
-
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૧-૪૬૨
દ્વારા પ્રેરણાને મોહથી કરે છે અને આ ગાથા-૪પ૩માં કહ્યું કે વિવેકી પુરુષે આત્મહિત કરવું જોઈએ, એ કરવાનું શક્ય નથી, જે કારણથી વિષયોનો અભ્યાસ રાગો વધારે છે અને ઈન્દ્રિયોના કૌશલ્યને વધારે છે અને તે પ્રમાણે કહેવાયું છે –
ઉપભોગના ઉપાયમાં તત્પર એવો જે વિષયતૃષ્ણાને શમાવવાને ઇચ્છે છે તે જીવ અપરાહ્નમાંમધ્યાહ્ન પછીના કાળમાં, સન્મુખ રહેલી પોતાની છાયાને પકડવા દોડે છે, પરંતુ પકડી શકતો નથી, તેમ વિષયના ઉપભોગથી વિષયતૃષ્ણા શમાવવા યત્ન કરે છે તે વિષયતૃષ્ણાને શમાવી શકતા નથી.
અથવા આ=વિષયોના સેવન દ્વારા તૃપ્તિ માટેનો યત્ન કરે છે એ, મોહથી હણાયેલા જીવોનું કેટલું? અર્થાત્ કંઈ નથી, તેઓ અપુણ્યને પણ પુણ્યબુદ્ધિથી આચરણ કરે છે. In૪૬૧II ભાવાર્થ:
સંસારી જીવો મોહથી હણાયેલી મતિવાળા છે, તેથી ગાથા-૪૬૦માં બતાવ્યું તેમ ઇન્દ્રિય વગેરેને વશ થઈને સતત કર્મજાળને બાંધે છે. વળી અનેક પ્રકારના કંદર્પ અને વિષય ભોગોથી પરપરિવાદમાં વિશાળ હોય છે=બીજા જીવોનાં કૃત્યોને અસદ્ભાવથી જોવામાં તત્પર બુદ્ધિવાળા હોય છે, તેથી સંસારી જીવો બીજાને પંચાત કરીને અને કાંદર્ષિક ભાવોને કરીને અરતિનો વિનોદ માણતા હોય છે તે સર્વ મોહનું કાર્ય છે અને જેઓ આ રીતે મોહને વશ સર્વ કૃત્યો કરતા હોય તેઓ માટે ગાથા-૪૫૩માં બતાવ્યું એ પ્રમાણે આત્મહિત કરવું શક્ય નથી; કેમ કે તે જીવો સંસારમાં અનેક પ્રકારની કંદર્પક્રીડા અને પર પરિવાદ કરવારૂપ વિષયનો અભ્યાસ કરે છે, તેનાથી રાગની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયો વિષયોમાં કુશલ થાય છે, પરંતુ સંવરભાવને અનુકૂળ કુશલ થતા નથી અને તેમનો રાગ વીતરાગતાને અભિમુખ નથી થતો, તેથી તેવા જીવો આત્મહિત કરી શકે નહિ. એમાં સાક્ષી આપે છે – જેઓ ઉપભોગના ઉપાયમાં તત્પર થઈને વિષયની તૃષ્ણાને શમન કરવા યત્ન કરે છે તેઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે, તેમની અનુચિત પ્રવૃત્તિને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે, મધ્યાહ્ન પછી પુરુષનો પડછાયો તેની સન્મુખ પડે છે, કોઈ પુરુષને થાય કે હું પડછાયાને પકડી લઉં, પડછાયાને પકડવા જેમ જેમ આગળ દોડે તેમ તેમ છાયા આગળ ચાલ્યા કરે છે, તેથી છાયાને પકડી શકતો નથી, પરંતુ દોડવાના ક્લેશને અનુભવે છે, તેમ ભોગની પ્રવૃત્તિથી ભોગની ઇચ્છાનું શમન નથી થતું, પરંતુ ભોગની તૃષ્ણા વૃદ્ધિ જ પામ્યા કરે છે, તેથી જેઓ અનેક કંદર્પોના વિષયોમાં વર્તે છે અને પરપરિવાદમાં વિશાલ છે, તેઓ મોહથી હણાઈને જે કંઈ કરે છે, તે કંઈ નથી, અલ્પમાત્રાનું છે, વસ્તુતઃ તેવા જીવો ધર્મબુદ્ધિથી તે આચરણા કરે છે, તે પણ પાપનું કારણ બને તેવી આચરણા છે; કેમ કે ધર્મના વિષયમાં પણ તેમનો મોહ જ પ્રવર્તક છે, પરપંચાત કરીને પોતાનું ચિત્ત કષાયોના કાલુષ્યવાળું કરે છે, પરમાર્થથી ધર્મકૃત્યો દ્વારા આત્માને અકષાય ભાવવાળા કરવા યત્ન કરતા નથી, તેથી તેઓ ધર્મનું સેવન કરીને મોહની વૃદ્ધિ કરે છે. II૪૬૧૨ા
અવતરણિકા :
શાહ ૨
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૨
૧૧૭
અવતરણિકાર્ય :
અને કહે છે=મોહથી હણાયેલા જીવો પુણ્યબુદ્ધિથી પાપને આચરે છે, એમ પૂર્વગાથાની ટીકાના અંતમાં કહ્યું એને કહે છે –
ગાથા :
आरंभपाकनिरया, लोइयरिसिणो तहा कुलिंगी य ।
दुहओ चुक्का नवरं, जीवंति दरिद्दजियलोयं ।।४६२।। ગાથાર્થ :
આરંભ અને પાકમાં રક્ત લૌકિક ઋષિઓ અને કુલિંગીઓ ઉભય લોકથી ચૂકેલા કેવલ દરિદ્રતાની જેમ આજીવિકા કરતા જીવે છે. II૪૬ચા. ટીકા :
आरम्भः स्नानादौ पृथिव्याधुपमर्दः पाकश्चरुकादिनिवृत्तो धान्यादीनां, तयोरारम्भपाकयोर्निरता आसक्ता इति समासः । लौकिकऋषयः स्वबुद्ध्या निर्मायाध्यवसायास्तापसादयस्तथा कुलिङ्गिनश्च मायाविनो भौतादयस्ते किमित्याह-दुहओ चुक्का नवरं ति केवलमुभयतो भ्रष्टा वराकाः, न ते गृहस्थास्तद्विरुद्धवेषत्वान्नापि यतयो हिंसादिप्रवृत्तत्वादतो जीवन्ति प्राणान् धारयन्ति दारिद्र्यजीवलोकमिति दारिद्र्येण दौर्गत्येन तद्वदैन्यवृत्त्या जीवलोको जीविका यस्मिन् जीवने तत् तथेति क्रियाविशेषणमेतदिति ॥४६२।। ટીકાર્ય :
સારH: ... જિયવિશેષ મેિિત | આરંભ સ્નાન વગેરેમાં પૃથ્વીકાય વગેરેની હિંસા, પાક= ધાન્ય વગેરેના ચરુક વગેરેથી કરાયેલું ભોજન, તે બેમાં=આરંભ અને પાકમાં, નિરત આસક્ત, એ પ્રમાણે સમાસ છે, લૌકિક ઋષિઓ પોતાની બુદ્ધિથી માયા વગરના અધ્યવસાયવાળા તાપસ વગેરે અને કુલિંગીઓ=માયાવી ભાત વગેરે તેઓ કેવલ ઉભયથી ભ્રષ્ટ બિચારા છે, તે ગૃહસ્થો નથી; કેમ કે તેનાથી વિરુદ્ધ વેષપણું છે, વળી યતિઓ નથી; કેમ કે હિંસા વગેરેમાં પ્રવૃત્તપણું છે, આથી દારિદ્ર જીવલોકનેત્રદારિદ્રથી અર્થાત્ દૌર્ગત્યથી તેની જેમ વ્યવૃત્તિથી જીવલોક છે જેને અર્થાત્ જીવિકા છે જે જીવનમાં તે તેવા છે, એ પ્રકારે આ=ક્રિયાવિશેષણ છે, એથી તેઓ દરિદ્રતાની જેમ આજીવિકા કરતા જીવે છે–પ્રાણને ધારણ કરે છે. ll૪૬રા ભાવાર્થ:જે અન્ય દર્શનના લૌકિક ઋષિઓ આરંભ અને પોતાના દેહનિર્વાહ માટે પાકમાં નિરત છે અને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૨-૪૬૩ તેઓ પોતાની બુદ્ધિથી માયા વગરના અધ્યવસાયવાળા છે, તેવા તાપસાદિ પણ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરીને અમે ધર્મ કરીએ છીએ તેમ માને છે. વળી કુલિંગીઓ માયાવી છે, આત્માને ઠગનારા છે, તેઓ પોતાના દર્શનના આચારોને સમ્યગ્ પાળતા નથી, પરંતુ માયાથી પોતે ત્યાગી છે તેમ બતાવે છે. આથી ભગવાનના શાસનમાં પણ જે આત્માને ઠગનારા કુલિંગી છે તે સર્વ સાક્ષાત્ કે પરંપરાએ આરંભસમારંભની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે, તેઓ આલોક અને પરલોક બન્ને ભવોથી ચૂકેલા છે; કેમ કે આલોકમાં પોતાના ભુજાબળથી ધન પ્રાપ્ત કરીને જીવતા નથી, પરંતુ લોકો પાસેથી યાચના કરીને જીવે છે અને સેવાયેલા પાપના ફળરૂપે પરલોકમાં દુર્ગતિને પામશે. તેથી જેમ દરિદ્ર ભિખારી વગેરે ભીખ માગીને જીવે છે, તેવી આજીવિકાથી તેઓ પોતાના પ્રાણ ધારણ કરે છે, પરમાર્થથી તો તેઓનો આ ભવનો જન્મ પણ નિષ્ફળ છે અને પરભવ પણ અહિતકારી થશે, તેથી જેઓ મોહથી જ ધર્મની આચરણા કરે છે તેઓ ક્યારેય આત્મહિત કરી શકતા નથી. II૪૬૨ા
અવતરણિકા :
समुन्मूलितमोहानां पुनरिदं चेतसि वर्त्तते इत्याह
અવતરણિકાર્ય :
ઉન્મૂલન કરાયો છે મોહ જેમના વડે એવા મહાત્માઓના ચિત્તમાં વળી આ વર્તે છે, એને
કહે છે
ગાથા:
सव्वो न हिंसियव्वो, जह महिवालो तहा उदयपालो ।
न य अभयदानवइणा, जणोवमाणेण होयव्वं ।।४६३ ।।
ગાથાર્થ ઃ
સર્વની હિંસા કરવી જોઈએ નહિ, જે પ્રમાણે મહીપાલ, તે પ્રમાણે ઉદયપાલ, અભયદાન વ્રતવાળા મહાત્માએ જનઉપમાનથી થવું જોઈએ નહિ. II૪૬૩11
ટીકા –
सर्वो जन्तुर्न हिंसितव्यो न पीडनीयः, किं तर्हि ? यथा महीपालो राजा तथोदकपालो रङ्कोऽप्यपरिभवनीयतया द्रष्टव्य इति शेषः, न च नैवाभयदानपतिना तद्दायकत्वात् तत्स्वामिना अभयदानव्रतिना वाऽभयं सर्वप्राणिभ्यो मया दातव्यमित्यभ्युपगमवता इत्यर्थः किं ? जनस्येवोपमानमुपमा यस्याऽसौ जनोपमानस्तेन तथाभूतेन भवितव्यं यथाऽऽहुर्लीकिकाः
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૧૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૩
अग्निदो गरदश्चैव, शस्त्रपाणिर्धनापहः । पुत्रदारहरश्चैव, षडेते आततायिनः ।। आततायिनमायान्तमपि वेदान्तपारगम् । जिघांसन्तं जिघांसीयान्न तत्र ब्रह्महा भवेद् ।।
इति । पीडाप्रवृत्तेऽपि परे न पीडा कर्त्तव्येत्यर्थः ।।४६३।। ટીકાર્ય :
સવ નજુર્ન .... ત્રેત્ય બધા પ્રાણી હિંસા કરવા યોગ્ય નથી પીડા કરવા યોગ્ય નથી, તો શું કરવું જોઈએ, જે પ્રમાણે મહીપાલ=રાજા, તે પ્રમાણે ઉદકપાલકરંક પણ, અપરિભાવપણાથી જાણવો જોઈએ, અભયદાનના સ્વામી વડે–તેનું દાયકપણું હોવાથી તેના સ્વામી વડે=અભયદાન દાયકપણું હોવાથી અભયદાનના સ્વામી વડે અથવા અભયદાન વ્રતવાળા વડે=સર્વ પ્રાણીઓને મારે અભય આપવો જોઈએ, એ પ્રમાણે સ્વીકાર કરનારા મહાત્માએ શું કરવું જોઈએ ? એથી કહે છે – જનતા જેવી ઉપમા છે જેને એવો આ જનઉપમાન તેવા પ્રકારના વડે થવું જોઈએ નહિ જ=જનઉપમાનથી થવું જોઈએ નહિ જ, જે પ્રમાણે લૌકિકો કહે છે –
અગ્નિને દેનારો, વિષને દેનારો, શસ્ત્ર છે હાથમાં જેને એવો, ધનને હરણ કરનારો, પુત્ર અને સ્ત્રીને હરણ કરનાર, આ છ આતતાયી ઘાત કરનારા છે.
વેદાંત પાર ગયેલા હણતા આવતા પણ આતતાયીને હણે, તેમાં બ્રહ્મને હણનારો ન થાય. એ પ્રમાણે લોકિકો કહે છે. એમ અવય છે.
બીજો પીડામાં પ્રવૃત્ત હોતે છતે પણ પીડા કરવી જોઈએ નહિ. I૪૬૩ ભાવાર્થ :
જેમણે મોહને ઉખેડી નાખ્યો છે તેવા મહાત્માઓ સર્વ જીવો પ્રત્યે સમભાવની પરિણતિવાળા હોય છે, તેથી તેઓ વિચારે છે કે કોઈ જીવને હિંસા કે પીડા કરવી જોઈએ નહિ, જેમ રાજા કોઈનાથી પરાભવ કરી શકાય તેમ નથી, તેમ રંકનો પણ પરાભવ કરવો જોઈએ નહિ. તેથી દયાળુ સ્વભાવવાળા જીવો રાજા કે રંકનો પરિભવ તો ન કરે, પરંતુ અત્યંત તુચ્છ એવા એકેન્દ્રિય વગેરેથી માંડીને સર્વ જીવોને અભયદાન આપવાના સ્વભાવવાળા છે અથવા અભયદાન વ્રતવાળા છે, તેવા જીવોએ જનઉપમાનથી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, જેમ લોકોમાં કહેવાય છે કે જે પાપીઓ ઘણાની હિંસા કરનારા છે, તેમની હિંસા કરવામાં દોષ નથી, એ પ્રકારની જનઉપમાથી થવું જોઈએ નહિ, પરંતુ પરપીડામાં પ્રવૃત્ત એવા બીજા જીવોને પણ પીડા ન થાય, એ પ્રકારે યત્ન કરવો જોઈએ અથવા કોઈ જીવને અલ્પ પણ પીડા થાય તેવું કરવું જોઈએ નહિ. I૪૬૩
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૬૪
અવતરણિકા:
एवं च कुर्वनविवेकिभिरक्षमो गण्यत इत्याह चઅવતરણિકાર્ય :
અને આ પ્રમાણે કરતો અવિવેકી વડે અસમર્થ ગણાય છે. એથી કહે છે – ગાથા :
पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तो त्ति ।
न वि कोइ सोणियबलिं, करेइ वग्घेण देवाणं ।।४६४।। ગાથાર્થ :
અહીં=લોકમાં, લોક દ્વારા હીલનારૂપ કષ્ટને પામે છે, બકરાની જેમ અસમર્થ છે, દેવોના વાઘથી કોઈ લોહીના બલિને કરતો નથી. ૪૬૪ll ટીકા :
प्राप्यते इह लोके व्यसनं हीलारूपं जनेनाऽविवेकिना क्षमावान्, यदुत त्वं छगलको वस्तोऽशक्तोऽक्षम इति कृत्वा, तथाहि-नापि नैव कश्चिच्छोणितबलिं रुधिरबलिं करोति व्याघ्रण करणभूतेन देवानां चण्डिकादीनां, तस्य तेजःप्रधानत्वात् तेजोरहितस्य छागस्यैव तत्करणोचितत्वादतस्त्वमपि तादृश इत्येवं हील्यमानेनापि तेन क्षमैवालम्बनीया, न पुनस्तद्वचनेन क्रोधो विधेयः, तस्य परलोकापकारित्वादायुषश्चानित्यत्वेन परलोकस्याभ्यर्णवर्तित्वादिति ॥४६४।। ટીકાર્ય :
પ્રાથતે દ... –ાવિતિ | આ લોકમાં હીલનારૂપ વ્યસનને કષ્ટતે, અવિવેકી લોક દ્વારા ક્ષમાવાળા પ્રાપ્ત કરાય છે, તે હીલના ચકુતથી બતાવે છે – ક્ષમાવાળો તું અશક્ત છે–અસમર્થ છે, એથી કરીને છગલ વસ્ત=બકરા જેવો છે, તે આ પ્રમાણે=ક્ષમાવાળો જીવ લોકો દ્વારા કઈ રીતે હીલના પામે છે તે તથાદિથી બતાવે છે – કોઈક જીવ દેવોનાગચંડિકા વગેરે દેવોના, કરણભૂત= સાધતભૂત એવા વાઘ વડે, રુધિરના બલિને કરતો નથી જ, કેમ કે તેનું–ચંડિકા વગેરેના કરણભૂત વાઘનું, તેજપ્રધાનપણું છે, તે જરહિત એવા છાગતું જ તસ્કરણ ઉચિતપણું છે=બલિકરણને ઉચિતપણું છે, આથી તું પણ તેવો છું=બકરા જેવો છું, આથી લોકો તને દબડાવે છે તોપણ પ્રતિકાર કરતો નથી, આ પ્રમાણે હલના કરાતા પણ તેના વડે ક્ષમા જ અવલંબત કરવી જોઈએ, પરંતુ તેના વચનથી ક્રોધ કરવો જોઈએ નહિ; કેમ કે તેનું ક્રોધનું, પરલોકમાં અપકારીપણું છે અને આયુષ્યનું અનિત્યપણું હોવાને કારણે પરલોકનું નજીકપણું છે. II૪૬૪
Page #138
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૪-૪૬૫
ભાવાર્થ:
કોઈ જીવ અહિંસા ધર્મ સેવવા તત્પર થાય, તેથી કોઈને પીડા ન થાય તેવો યત્ન કરે તેવા દયાળુ સ્વભાવવાળાને જોઈને ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવો તેમના દયા ગુણનો દુરુપયોગ કરે, હંમેશાં તેમને પ્રતિકૂળ વર્તન કરે, છતાં તે મહાત્મા તેનો પ્રતિકાર કરે નહિ, તે જોઈને અવિવેકી જીવો તેમની નિંદા કરે છે અને કહે છે. તેના અનુચિત વર્તનનો પ્રતિકાર કરવા તું અસમર્થ છે, તેથી બકરા જેવો છે. જેમ ચંડિકા દેવીના કરણભૂત વાઘનો બલિ કોઈ કરે નહિ, બધા બકરાને જ બલિ કરે છે, તેમ તું પણ બકરા જેવો છે, જેથી તેમના અનુચિત વર્તનને સહન કરે છે, તે સાંભળીને પણ વિવેકીએ ક્ષમાનું જ અવલંબન લેવું જોઈએ, પરંતુ તેના વચનથી પોતાને પ્રતિકૂલ વર્તન કરનારા પ્રત્યે ક્રોધ કરવો જોઈએ નહિ; કેમ કે ક્રોધ પરલોકમાં અપકારી છે અને આયુષ્ય નાશ પામી રહ્યું છે, તેથી મૃત્યુ પામીને તારે પરલોકમાં જ જવાનું છે માટે આ ભવમાં તુચ્છ જીવોની હીલનાને વશ થઈને પરલોકમાં અપકારી એવા ક્રોધનો આશ્રય લેવો જોઈએ નહિ, ક્ષમાપ્રધાન થવું જોઈએ અને જે ક્ષમાપ્રધાન જીવ હોય તે કોઈ જીવની હિંસા કરે નહિ, પીડા કરે નહિ, કોઈના કષાયનો ઉદ્રેક કરે નહિ, બધા જીવોને પોતાના તુલ્ય માનીને તેમનું પારમાર્થિક હિત થાય તે રીતે પ્રવૃત્તિ કરે અને પોતાના આત્માને કષાયોની પીડાથી રક્ષણ કરવા હંમેશાં યત્ન કરે. I॥૪૬૪॥
અવતરણિકા :
આદ ય
અવતરણિકાર્થ =
અને કહે છે=પૂર્વની ગાથામાં કહ્યું કે કોઈ તને અસમર્થ કહે તોપણ ક્રોધ કરવો નહિ. ક્ષમાનું અવલંબન લેવું એને દૃઢ કરવા માટે આદુથી કહે છે
ગાથા:
-
૧૨૧
वच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिंभखोभम्मि ।
उज्जमह मा विसीयह, तरतमजोगो इमो दुलहो ।।४६५ ।।
ગાથાર્થ ઃ
પિત્ત, અનિલ=વાયુ, ધાતુઓ અને શ્લેષ્મનો સંક્ષોભ થયે છતે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે, ઉદ્યમ કર, વિષાદ ન કર, આ તરતમ યોગ દુર્લભ છે. II૪૬૫।।
ટીકા ઃ
व्रजति गच्छति क्षणेन स्वल्पकालेन जीवः प्राणी, पित्तं चानिलश्च धातवश्च रसाद्याः श्लेष्मा चेति द्वन्द्वस्तेषां क्षोभः प्रकोपस्तस्मिन्, तद्गतश्चायुषश्च्यव्यते शिष्यान् प्रत्याह- उद्यच्छत उद्यमं
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૬પ कुरुत मा विषीदत सदनुष्ठाने मा शिथिलीभवत, यतस्तरतमयोगः सातिशयो धर्मकारणसम्बन्धोऽयं वक्ष्यमाणो दुर्लभो दुष्प्रापोऽतस्तत्प्राप्तौ न युक्तः प्रमादः कर्तुं तदुक्तम्प्राप्तमिह मानुषत्वं, लब्ध्वा सद्गुरुसुसाधुसामग्रीम् ।
तदपि न करोषि धर्मं, जीवक ! ननु वञ्च्यसे प्रकटम् ।।१।। ।।४६५।। ટીકાર્ય :
નિતિ પ્રવમ્ II જીવ ક્ષણથી અત્યંત અલ્પકાળથી, જાય છે, પિત્ત, અનિલ, ધાતુઓ રસાદિ અને શ્લેખ એ પ્રકારે હૃદ્ધ છે, તેઓનો ક્ષોભ=પ્રકોપ, તે થયે છતે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે એમ અવાય છે અને તર્ગત જીવગત, આયુષ્યથી ચ્યવે છે, શિષ્યો પ્રત્યે કહે છે – ઉદ્યમ કરો, વિષાદ કરો નહિ સઅનુષ્ઠાનમાં શિથિલ થાઓ નહિ, જે કારણથી હવે કહેવાનારો આ તરતમ યોગસાતિશય એવો ધર્મકારણનો સંબંધ=શક્તિના અતિશયવાળો ધર્મકારણનો સંબંધ દુર્લભ છે. આથી તેની પ્રાપ્તિમાંaધર્મકારણના સંબંધરૂપ મનુષ્યભવની પ્રાપ્તિમાં, પ્રમાદ કરવાને યુક્ત નથી, તે કહેવાયું છે –
“અહીં=સંસારમાં, મનુષ્યપણું પ્રાપ્ત થયું, સદ્ગુરુ અને સુસાધુ રૂપ સામગ્રીને પામીને તે પણ ધર્મને કરતો નથી. હે જીવ ! ખરેખર ! તું પ્રગટ ઠગાય છે.” III II૪૬પા. ભાવાર્થ :
શરીરમાં પિત્ત, વાયુ, ધાતુઓ અને શ્લેષ્મ હોય છે અને આયુષ્યનો ક્ષય થાય છે, ત્યારે તેની સાથે ધાતુઓ પ્રકોપ પામે છે, તેના કારણે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે. સંસારી જીવોની આ પ્રકારની સ્થિતિ છે. મૂઢ જીવો તેનો વિચાર કરતા નથી, ફક્ત મૃત્યુ આવે છે ત્યારે ખેદને વહન કરે છે. તેથી મૃત્યુનું સ્મરણ કરાવીને ગ્રંથકારશ્રી કહે છે –
મૃત્યુની પ્રાપ્તિ પૂર્વે તમે ઉદ્યમશીલ થાઓ, સદનુષ્ઠાનમાં વિષાદ કરો નહિ અર્થાત્ માત્ર બાહ્ય અનુષ્ઠાનમાં નહિ, પરંતુ આત્માના ક્રોધાદિ કષાયો તિરોધાન પામે તે પ્રકારે ઉદ્યમવાળા થાઓ. આથી પૂર્વની ગાથામાં કહ્યું કે કોઈ તમને અસમર્થ કહે તોપણ ક્રોધ કરવો જોઈએ નહિ, પરંતુ હંમેશાં ક્ષમાનું અવલંબન લેવું જોઈએ. તેથી મૃત્યુનો વિચાર કરીને વિવેકી પુરુષે કષાયોનું શમન થાય તે રીતે સદનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ. કેમ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ ? એથી કહે છે –
ધર્મનું કારણ એવો સદ્ગુરુ અને સુસાધુની સામગ્રી વગેરેનો તરતમ યોગવાળો સંબંધ વર્તમાન ભવમાં પ્રાપ્ત થયો છે, તે જલ્દીથી પ્રાપ્ત કરવો દુર્લભ છે માટે ક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહિ. અહીં તરતમ યોગવાળો કહેવાથી એ પ્રાપ્ત થાય કે દરેકને શરીરબળ, ધૃતિબળ, બાહ્ય સામગ્રી, સદ્ગુરુનો યોગ સમાન પ્રાપ્ત થતા નથી, પરંતુ જેને જે જે પ્રકારે યોગ પ્રાપ્ત થયો છે, તેને સફળ કરવો જોઈએ. જેથી જન્માંતરમાં એકાંતે હિતની પ્રાપ્તિ થાય. I૪ઉપII
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૬
૧૦૩
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :
અને તે પ્રકારે કહે છે–પૂર્વની ગાથામાં કહ્યું કે તરતમયોગ દુર્લભ છે. તે પ્રકારે ગાથામાં કહે છે – ગાથા :
पंचिंदियत्तणं माणुसत्तणं, आरिए जणे सुकुलं ।
साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ।।४६६।। ગાથાર્થ :
પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યદેશમાં ઉત્પત્તિ, સુકુલ, સાધુનો સમાગમ, શ્રવણ, સદ્હણા, આરોગ્ય અને પ્રવજ્યા અનુક્રમે દુર્લભ દુર્લભ છે. I૪૬ll ટીકા :
पञ्चेन्द्रियत्वं सम्पूर्णचक्षुरादिप्राप्तिः, मानुषत्वं मनुष्यजन्म, आर्ये मगधादौ जने देशे उत्पत्तिरिति शेषः । तत्रापि सुकुलं धर्मयोग्यमुग्रादि, साधुसमागमः सुगुरुसम्पर्क इत्यर्थः । 'सुणण'त्ति श्रवणं धर्मशास्त्राकर्णनं, 'सद्दहणं'ति श्रद्धानम् एवमेतदिति तत्त्वे प्रत्ययः, आरोग्यं नीरोगता संयमभारोद्वहनक्षमतेत्यर्थः, प्रव्रज्या सद्विवेकात् सर्वसङ्गत्यागरूपा भागवती दीक्षा । एतानि सर्वाण्यप्युत्तरोत्तरक्रमेण दुर्लभानीति गम्यते ॥४६६।। ટીકાર્ચ -
પન્દ્રિયવંતે ા પંચેન્દ્રિયપણું સંપૂર્ણ ચક્ષુ વગેરે ઇન્દ્રિયની પ્રાપ્તિ, મનુષ્યપણું મનુષ્યજન્મ, આર્ય એવા મગધ વગેરે દેશમાં ઉત્પત્તિ, તેમાં પણ સુકુલ=ધર્મને યોગ્ય ઉગ્ર વગેરે કુલ, સાધુનો સમાગમ=સુગુરુનો સંપર્ક, શ્રવણ ધર્મશાસ્ત્રને સાંભળવા, શ્રદ્ધાન=આ પ્રમાણે જ આ છે એ પ્રકારે તત્વમાં નિશ્ચય, આરોગ્ય=નીરોગતા=સંયમના ભારને વહન કરવાનું સામર્થ્ય, પ્રવ્રયા=સદ્વિવેકથી સર્વ સંગના પરિત્યાગરૂપ ભાગવતી દીક્ષા, આ સર્વ પણ ઉત્તર-ઉત્તરના ક્રમથી દુર્લભ છે=પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરનું દુર્લભ છે, એ પ્રમાણે અધ્યાહાર છે. I૪૬૬ ભાવાર્થ
પૂર્વની ગાથામાં કહ્યું કે જીવોને મોક્ષસાધક સામગ્રી તરતમતાથી પ્રાપ્ત થઈ છે એ દુર્લભ છે તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – પ્રાયઃ જીવોને એકેન્દ્રિય વગેરે ભવોની પ્રાપ્તિ છે, પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૬, ૪૬૭–૪૬૮ પંચેન્દ્રિયમાં પણ નરક કે તિર્યંચના ભવોની પ્રાપ્તિ થાય છે, તેમાં મનુષ્યપણું દુર્લભ છે. વળી, કોઈક રીતે જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે તોપણ અનાર્ય દેશમાં જન્મે તો માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને, તેવા પ્રકારના પુણ્યના ઉદયે આર્યદેશમાં જન્મ થાય તોપણ ખરાબ કુળમાં જન્મે તો તે કુળના દોષોને કારણે તેનો મનુષ્યજન્મ નિષ્ફળ થાય. કોઈક પુણ્યના ઉદયથી ધર્મને યોગ્ય એવા સુંદર કુળમાં જન્મ થાય. વળી તેવા કુળમાં જન્મની પ્રાપ્તિ થવા છતાં કુગુરુનો યોગ થાય તો પણ મનુષ્યજન્મ નિષ્ફળ થાય છે અથવા કોઈ ગુરુનો યોગ ન થાય તો મૂઢતાથી જન્મ નિષ્ફળ થાય છે, પરંતુ તે જીવનું તેવા પ્રકારનું પુણ્ય હોય તો તત્ત્વના મર્મને બતાવે તેવા સુગુરુનો યોગ થાય છે અને સુગુરુનો યોગ થવા છતાં ભારે કર્મી જીવોને ધર્મશાસ્ત્રને સાંભળવાને અભિમુખ પરિણામ જ થતો નથી, તેથી ઉત્તમ પુરુષોનો યોગ પણ તેઓ માટે નિષ્ફળ છે, કોઈક રીતે કર્મની લઘુતા થવાથી સદ્ગુરુ પાસે ધર્મશાસ્ત્ર સાંભળવાની રુચિ થાય છે, તેથી કાંઈક તે ભાવો સ્પર્શે છે, છતાં સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને હિતાહિતનો વિવેક જે સદ્ગુરુ બતાવે છે, એ એમ જ છે, એ પ્રકારે સ્પષ્ટ નિર્ણયરૂપ શ્રદ્ધાન અતિદુર્લભ છે, જેમના તે પ્રકારના શ્રદ્ધાનનાં પ્રતિબંધક કર્મો શિથિલ છે, તેમને ધર્મશાસ્ત્રના શ્રવણથી તત્ત્વનું શ્રદ્ધાન પ્રગટે છે અને કોઈ યોગ્ય જીવને તેવું શ્રદ્ધાન થાય તોપણ શરીરમાં તે પ્રકારનું આરોગ્ય ન હોય તો સંયમના ભારને વહન કરવા સમર્થ બને નહિ, એટલું જ નહિ પણ સંયમને અનુકૂળ શક્તિ સંચિત કરવા માટે શ્રાવક ધર્મ પણ સુંદર સેવી શકે નહિ, પરંતુ શરીરની વ્યાકુળતાથી હંમેશાં શરીર માટે જ સર્વ શક્તિનો વ્યય કરીને પોતાની શ્રદ્ધાને પણ અતિશય ફળવાળી કરી શકે નહિ. વળી કોઈ જીવને શ્રદ્ધા સાથે તે પ્રકારનું આરોગ્યનું પુણ્ય હોય તોપણ પ્રવ્રજ્યાને અનુકૂળ સદ્વર્ય જ ઉલ્લસિત થાય નહિ. વળી કોઈક રીતે પ્રવ્રજ્યાનો પરિણામ થાય તોપણ વિવેકપૂર્વક પ્રવ્રજ્યાનું પાલન કરીને નિગ્રંથભાવની પરિણતિની વૃદ્ધિ કરે તેવી ઉત્તમ પ્રવ્રજ્યાની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને જેઓ મહા ધીરતાવાળા છે અને તત્ત્વનો નિર્ણય કરીને નિગ્રંથભાવની વૃદ્ધિના રહસ્યને જાણનારા છે અને નિગ્રંથભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે પ્રવ્રજ્યામાં ઉદ્યમશીલ છે તેઓ સુખપૂર્વક મનુષ્યભવને સફળ કરીને સંસારસાગરથી તરવા સમર્થ છે, તેવા જીવોને પિત્ત વગેરેના સંક્ષોભથી થનારું મૃત્યુ પણ વ્યાકુળ કરવા સમર્થ નથી. I૪૬ષા. અવતરણિકા :
तदेवमप्युपदिष्टे यः साम्प्रतेक्षित्वाद् दुर्बुद्धिर्धर्मं न कुर्यात् स पश्चाद् बहु शोचतीत्याह चઅવતરણિકાર્ચ -
આ રીતે ઉપદેશ અપાયેલો હોવા છતાં જે દુબુદ્ધિ સાંપ્રતને જોવાપણું હોવાને કારણે ધર્મ ત કરે તે પાછળથી બહુ શોક કરે છે. એને કહે છે – ભાવાર્થ :
ગાથા-૪૫૩થી અત્યાર સુધી બતાવ્યું એ પ્રકારે ઉપદેશ અપાયે છતે પણ કેટલાક યોગ્ય જીવો પણ તે ઉપદેશથી કંઈક ભાવિત થાય છે તોપણ વર્તમાનને જોવાની બુદ્ધિ નાશ પામતી નથી. તેથી વર્તમાનમાં
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭–૪૬૮
૧૨૫
સુખ-શાંતિથી ભોગવિલાસની વૃત્તિપૂર્વક જીવવાની પરિણતિ વર્તે છે, તેવા દુર્બુદ્ધિવાળા જીવો ધર્મને કરતા નથી. તેઓ ભગવાનના શાસનના કેટલાક અર્થોને જાણનાર હોવાથી જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે બહુ શોક કરે છે, તેથી પોતાને તેવો શોકનો પ્રસંગ પ્રાપ્ત ન થાય માટે પણ શક્તિના પ્રકર્ષથી પોતાની ભૂમિકા અનુસાર ધર્મમાં યત્ન કરવો જોઈએ. તે બતાવવા માટે કહે છે
ગાથા :
आउं संविल्लंतो, सिढिलंतो बंधणारं सव्वाइं ।
देहट्ठिनं च मुयंतो, झायइ कलुणं बहुं जीवो ।।४६७ ।।
इक्कं पिनत्थि जं सुट्टु सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणंते मंदपुत्रस्स ।।४६८ ।।
ગાથાર્થ ઃ
આયુષ્યને સંવેષ્ટ કરતો સર્વ બંધનો અને શરીરની સ્થિતિને શિથિલ કરતો અને મૂતો=પરિવારને મૂકતો જીવ બહુ કરુણનું ચિંતવન કરે છે.
એક પણ નથી જે સુંદર સુચરિત હોય, જે પ્રમાણે મારું આ બળ=સુગતિગમનનું સામર્થ્ય થાય, મંદ પુણ્યવાળા જીવને મરણકાળમાં કયો દંઢકાર હોય=ક્યું દૃઢ અવલંબન હોય ? ||૪૬૭-૪૬૮]] ટીકા ઃ
आयुर्जीवितं संवेष्टयन् सन्निहितोपक्रमकारणैर्लघूकुर्वन् शिथिलयन् श्लथीकुर्वन् बन्धनान्यङ्गोपाङ्गानां सर्वाणि, देहस्थितिं च शरीरावस्थानं, चशब्दात् पुत्रकलत्रधनकनकादिकं च मुञ्चन् परित्यजन् ध्यायति चिन्तयति करुणं विवेकिनां कृपाकारणं बह्वनेकाकारं जीवः, यदुत हा ! किं मया मन्दभाग्येन लब्धे सर्वज्ञशासनेऽक्षेपमोक्षप्रापिणि विषयलवलोलुपतया निरन्तरमहादुःखखचितसंसारकारणमीदृशमनुष्ठितमिति सुचरितावष्टम्भाभावात् ।।४६७।।
*****
ટીકાર્ય ઃआयुर्जीवितं . અમાવાત્ ।। આયુષ્યને=જીવિતને, સંવેષ્ટ કરતો=નજીક રહેલા ઉપક્રમનાં કારણો વડે લઘુ કરતો, અંગોપાંગોનાં સર્વ બંધનોને અને શરીરની સ્થિતિને શિથિલ કરતો, ૪ શબ્દથી પુત્ર-સ્ત્રી-ધન-સોનું વગેરેને ત્યાગ કરતો બહુ અનેક આકારવાળા વિવેકીને કૃપાનું કારણ એવા કરુણને જીવ ચિંતવન કરે છે, શું ચિંતવન કરે છે તે યદ્યુતથી બતાવે છે ખેદની વાત છે કે મંદભાગ્યવાળા એવા મારા વડે ક્ષેપ વિના મોક્ષને પ્રાપ્ત કરાવનાર સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત થવા છતાં વિષયલવની લોલુપતાથી નિરંતર મહાદુઃખને આપનારા સંસારનું કારણ આવું અનુષ્ઠાન કેમ
-
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭-૪૬૮ કરાયું ? એ પ્રકારે ચિંતવન કરે છે; કેમ કે સુચરિતના અવલંબનનો અભાવ છે=મનુષ્યભવમાં પ્રમાદને વશ કંઈ સુંદર આચરણ કર્યું નથી, તેથી તેના અવલંબનનો અભાવ છે. ૪૬૭||
ટીકા ઃ
तथाहि
एकमपि नास्ति यत् सुष्ठु सुचरितं यथेदं बलं सुगतिगमनसामर्थ्यं ममेति, यस्य तस्य को नाम ! न कश्चित् सम्भाव्यते, 'दढक्कारो 'त्ति द्रढिमा अवष्टम्भ इत्यर्थः, मरणान्ते मरणलक्षणावसाने मन्दपुण्यस्य निर्भाग्यस्य, तस्यैवं सुसामग्रीहारणात्, तदुक्तम्
लोहाय नावं जलधौ भिनत्ति, सूत्राय वैडूर्यमणिं दृणाति ।
सच्चन्दनं ह्योषति भस्मनेऽसौ यो मानुषत्वं नयतीन्द्रियार्थे ।।४६८ ।।
ટીકાર્ય :
एकमपि નયતીન્દ્રિયાર્થે ।। તે આ પ્રમાણે – એક પણ જે સારી રીતે સુંદર આચરણ કરાયેલું નથી, જે પ્રમાણે આ બળ થાય=સુગતિમાં ગમન કરવા સમર્થ થાય, જેનો તેનો ખરેખર કોણ ? અર્થાત્ કંઈ સંભાવના કરાતો નથી, દૃઢકાર=દૃઢ અવરંભ, સંભાવના કરાતો નથી, મરણના અંતકાળમાં મંદ પુણ્યવાળા=ભાગ્ય વગરના જીવને, દૃઢકાર સંભવતો નથી એમ અન્વય છે; કેમ કે સુસામગ્રીનું હારવું છે=સુસામગ્રીની પ્રાપ્તિ નિરર્થક કરી છે, કહેવાયું છે
.....
-
જે મનુષ્યભવને ઇન્દ્રિયોના વિષય માટે પસાર કરે છે, તે સમુદ્રમાં લોખંડ માટે નાવડીને તોડે છે, દોરા માટે વૈડુર્ય મણિને તોડે છે, રાખ માટે સાચા ચંદનને બાળે છે. ૪૬૮॥
ભાવાર્થ :
જેઓ પંચેન્દ્રિયપણાથી માંડીને શ્રદ્ધાન સુધીની સર્વ સામગ્રીને પામ્યા છે તોપણ જેઓ વર્તમાનને જોવાની અત્યંત મતિવાળા છે, તેથી વર્તમાનમાં દેખાતા ભોગોથી વિમુખ મતિવાળા થતા નથી, તેઓ ભોગાદિમાં સંશ્લેષવાળા થઈને શરીરની ક્ષીણતા દ્વારા પોતાના આયુષ્યને લઘુ કરે છે; કેમ કે ભોગાસક્ત જીવ જીવનધારાની શક્તિરૂપ વીર્યનો નાશ કરીને આયુષ્યને ક્ષીણ કરે છે. વળી ભોગાદિમાં આસક્તિ કરીને શરીરનાં અંગોપાંગ વગેરેને શિથિલ કરે છે અને શરીરની સ્થિતિને પણ શિથિલ કરે છે. તેથી શીઘ્ર મરણકાળ ઉપસ્થિત થાય છે અને મરણ વખતે શરીરની વિહ્વળતા વગેરે અધિક થાય છે. વળી વર્તમાનને જોવાની દૃષ્ટિ હોવાથી પુત્ર, સ્ત્રી, ધન વગેરેમાં અત્યંત મમત્વ વર્તે છે, તેથી હવે મારે એનો ત્યાગ કરવો પડશે, એ પ્રકારે જાણવાથી કરુણા ઉત્પન્ન કરે તેવા અનેક ઉદ્ગારોને કાઢે છે અને તે વખતે તેને પશ્ચાત્તાપ થાય છે કે મને અક્ષેપથી મોક્ષ પ્રાપ્ત કરાવનારું સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત થવા છતાં તુચ્છ વૈષયિક સુખોની લોલુપતાને કા૨ણે મંદભાગ્યવાળા મારા વડે કોઈ સુંદર અનુષ્ઠાન કરાયું નથી. કેવળ દુ:ખથી યુક્ત એવું
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭–૪૬૮, ૪૬૯
૧૨૭
સંસારનું કા૨ણ મારા વડે સેવાયું છે, તેથી મારો જન્મ નિષ્ફળ છે. વળી મેં જીવનમાં એવું સુંદર ચરિત્ર કર્યું નથી, જેથી મને સુગતિ મળશે, તેથી મરણકાળમાં મંદ પુણ્યવાળા જીવને સુગતિનું આશ્વાસન પણ મળી શકે તેમ નથી, તે જીવ કેવળ ખેદ અને હતાશાથી મૃત્યુ પામશે માટે તેવો પ્રસંગ આવે તેના પૂર્વે જ વિવેકીએ દુર્બુદ્ધિનો ત્યાગ કરીને શક્તિ અનુસાર ધર્મ સેવવા માટે યત્ન કરવો જોઈએ અને તે ધર્મ પણ બાહ્ય આચરણાથી ક૨ીને સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ ષટ્કાયના પાલનનો અધ્યવસાય અને ક્ષમાદિ ભાવોનો પરિણામ સતત વૃદ્ધિ પામે તે રીતે સેવવો જોઈએ. II૪૬૭–૪૬૮॥
અવતરણિકા :
न केवलं पित्तादिक्षोभादायुषश्च्याव्यते, किं तर्हि ? एवं च्याव्यत इत्याह च
અવતરણિકાર્થ :
કેવળ પિત્ત વગેરેના ક્ષોભથી આયુષ્યનો નાશ થતો નથી, તો શું ? અને આ રીતે નાશ પામે છે. એને કહે છે
ગાથા:
-
सूलविस अहिविसूइयपाणियसत्थऽग्गिसंभमेहिं च । વેદંતરસંમળ, રૂ નીવો મુદુત્તુળ ।।૪૬।।
ગાથાર્થ
જીવ શૂળ-વિષ-સાપ-વિશૂચિકા-પાણી-શસ્ત્ર-અગ્નિ અને સંભ્રમ વડે એક મુહૂર્તમાં બીજા શરીરને પ્રાપ્ત કરે છે. II૪૬૯॥॥
ટીકા ઃ
शूलविषाऽहिविसूचिकापानीयशस्त्राऽग्निसम्भ्रमैश्च प्रतीतैः हेतुभूतैः किं देहान्तरसङ्क्रमणं प्रस्तुतशरीरं विहायाऽन्यदेहे सङ्क्रान्तिं करोति विधत्ते जीवः प्राणी मुहूर्त्तेन स्वल्पकालेनेति । ।४६९ ।। ટીકાર્ય ઃ
.....
ભૂવિષા . સ્વલ્પળાનેનેતિ । પ્રતીત હેતુભૂત એવા શૂળ, વિષ, સર્પ, વિશુચિકા, પાણી=સમુદ્ર વગેરે, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમો વડે દેહાંતરના સંક્રમણને=પ્રસ્તુત શરીરને છોડીને બીજા શરીરમાં સંક્રાંતિને, જીવ મુહૂર્તથી=અત્યંત અલ્પકાળથી કરે છે. ।।૪૬૯।।
ભાવાર્થ:
જીવો આયુષ્યના ક્ષયથી કે પિત્ત વગેરેના ક્ષોભથી જેમ ચ્યવે છે, તેમ શૂળ વગેરે ઉપઘાતક સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે પણ અલ્પકાળમાં બીજા શરીરમાં સંક્રમણ પામે છે. તેથી હજી મારું દીર્ઘ આયુષ્ય છે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૯-૪૭૦ તે પ્રકારે મિથ્યા આશ્વાસન લઈને પ્રમાદ ક૨વો જોઈએ નહિ. પરંતુ મૃત્યુ હંમેશાં અનેક પ્રકારે સન્મુખ છે, તેમ ભાવન કરીને ક્ષણભર પણ પ્રમાદ વગર આત્મહિતમાં ઉદ્યમ કરવો જોઈએ. II૪૬૯॥
અવતરણિકા :
स चाऽकृतधर्मा शोचति, विहितसदनुष्ठानस्य तु नास्ति शोक इत्याह
અવતરણિકાર્ય :
નથી કરાયો ધર્મ જેના વડે એવો તે જીવ શોક કરે છે. વળી કરાયેલા અનુષ્ઠાનવાળા જીવને શોક નથી એને કહે છે
ગાથા:
-
कत्तो चिंता सुचरिय-तवस्स गुणसुट्ठियस्स साहुस्स ? | सुग्गइगमपsिहत्थो, जो अच्छइ नियमभरियभरो ।।४७० ।।
ગાથાર્થ ઃ
સારું ચરિત્ર અને સારા તપવાળા ગુણમાં સારી રીતે રહેલા સાધુને ચિંતા ક્યાંથી હોય ? જે નિયમના ભારથી ભરેલા સુગતિગમનમાં દક્ષ એવા રહે છે. II૪૭૦||
ટીકા ઃ
कुतश्चिन्ता न कुतश्चिद्, विशिष्टावष्टम्भात् कस्य सुचरिततपसः स्वनुष्ठिताऽनशनादेर्गुणसुस्थितस्य संयमवत इत्यर्थः, साधोर्मोक्षसाधकस्य, सुगतिगमनपरिहत्थः स्वर्गापवर्गगमनदक्षो य आस्ते तिष्ठति, नियमानामनेकाकाराभिग्रहाणां भृतः पूरितो भरो जीवशकटाधेयलक्षणो येन स तथाभूत इति ।।४७० ।।
ટીકાર્ય ઃ
कुतश्चिन्ता તથામૂત કૃતિ ।। કોનાથી ચિંતા ?=કોઈનાથી નહિ; કેમ કે વિશિષ્ટનું અવલંબન છે, કોને ચિંતા નથી ? એથી કહે છે
–
સારું ચરિત્ર અને સારા તપવાળા સાધુને=અનશન વગેરે સુંદર આચરણવાળા ગુણમાં સુસ્થિત સંયમવાળા મોક્ષને સાધનારા સાધુને કોઈનાથી ચિંતા નથી, એમ અન્વય છે. જે સાધુ સુગતિગમન પરિહત્ય=સ્વર્ગગમત-મોક્ષગમતમાં દક્ષ એવો રહે છે, નિયમોના=અનેક આકારવાળા અભિગ્રહોના, ભરાયેલા=પુરાયેલા, ભરવાળા છે જીવશકટ આધેય લક્ષણ જેના વડે તે તેવો છે. ।।૪૭૦|| ભાવાર્થ :
જે મહાત્માઓ મનુષ્યજન્મને પામીને શક્તિ પ્રમાણે ઉત્તમ આચારો પાળે છે, તપ કરે છે, સંયમવાળા
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૦, ૪૭૧-૪૭૨
૧૨૯ છે, તેથી અહિંસા વગેરે મહાવ્રતો અને ક્ષમા વગેરે સાધુધર્મમાં યત્ન કરનારા છે. તેઓ સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરવામાં દક્ષ છે, તેથી મનુષ્યભવને પામીને જીવરૂપી ગાડાને અનેક અભિગ્રહોથી ભરે છે, તેના ઉત્તમ સંસ્કારો લઈને પરલોકમાં જવાના છે અને નિયમોના સેવનથી બંધાયેલા ઉત્તમ પુણ્યથી પરલોકમાં જનારા છે, તેમને મૃત્યુ વખતે કોઈ ચિંતા નથી; કેમ કે તેમને વિશ્વાસ છે કે વર્તમાન ભવના મારા કૃત્યના ફળ સ્વરૂપે ભાવિના સર્વ ભવો અધિક અધિક શ્રેષ્ઠ પ્રાપ્ત થશે, એથી મૃત્યુ વખતે પણ નિશ્ચિત શુભ ધ્યાનમાં વર્તી શકે છે. II૪૭૦II અવતરણિકા :
एतच्च जानाना अप्यन्ये गुरुकर्मका न कुर्वन्तीत्याहઅવતરણિકાર્ય :
આને જાણતા પણ=નિયમમાં રહેલા સાધુને પરલોક વગેરેનો શોક નથી એને જાણતા પણ, ભારે કર્મવાળા બીજા કરતા નથી, એને કહે છે – ગાથા :
साहंति य फुडवियडं, मासाहससउणसरिसया जीवा ।
न य कम्मभारगरुयत्तणेण, तं आयरंति तहा ।।४७१।। ગાથાર્થ :
“મા સાહસ' પક્ષીની જેવા જીવો સ્પષ્ટ વિકટ કાર્યને સાધે છે=કહે છે, કર્મભારના ગરુપણાને કારણે તેને=જે કહે છે તેને, તે પ્રકારે આચરતા નથી જ. ll૪૭૧ll ટીકા :
साधयन्ति च परस्मै प्रतिपादयन्त्येव स्फुटविकटं व्यक्तवर्णैर्विस्तरेणेत्यर्थः । मासाहसशकुनसदृशका जीवा इत्यनेन वक्ष्यमाणगाथासंविधानकं सूचयति, न च नैव कर्मभारगुरुकत्वेन हेतुभूतेन तत् स्वयं कथितमाचरन्त्यनुतिष्ठन्ति तथा यथा कथयन्तीति ।।४७१।। ટીકાર્ય :
સાત્તિ ... અથતિ બીજાને કહે છે=વ્યક્ત વર્ણો વડે વિસ્તારથી સ્પષ્ટ વિકટને કહે છે જ. ‘મા સાહસ' પક્ષી જેવા જીવો બીજાને પ્રતિપાદન કરે છે, આના દ્વારા વક્ષ્યમાણ ગાથાના સંવિધાનકને સૂચન કરે છે='મા સાહસ' એ પક્ષીના કથન દ્વારા કહેવાનારી ગાથા યથાર્થ અર્થને કહેનારી છે એવું સૂચન કરે છે. હેતુભૂત એવા કર્મભારના ગુરુપણાને કારણે તેઓ પોતે કહેલા તેને આચરતા નથી જ=સેવન કરતા નથી જ=જે પ્રમાણે કહે છે તે પ્રમાણે સેવન કરતા નથી. II૪૭૧ાા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૧-૪૭૨
અવતરણિકા -
संविधानकं त्वाहઅવતરણિકાર્ય :
સંવિધાનકને વળી કહે છે–ગુરુકર્મી જીવો ઉપદેશ આપે છે, પોતે કરતા નથી તેને સ્પષ્ટ કરનાર દષ્ટાંતને કહે છે – ગાથા :
वग्घमुहंमि अइगओ, मंसं दंतंतराउ कड्डइ य ।
मा-साहसं ति जंपइ, करेइ न य तं जहाभणियं ।।४७२।। ગાથાર્થ :
વાઘના મુખમાં પ્રવેશેલો દાંતના આંતરડામાંથી માંસને કાઢે છે અને “મા સાહસ' એ પ્રમાણે બોલે છે અને જે પ્રમાણે બોલાયું, તેને કરતો નથી. II૪૭ ટીકા :
व्याघ्रमुखेऽतिगतः प्रविष्टो मांसं दन्तान्तराद् दशनविवरात् कर्षति च चञ्च्वा गृह्णाति चशब्दात् खादति च मा साहसमिति जल्पति, करोति न च तद्यथाभणितं स्वयमिति । किल कश्चित् पक्षी मार्गे गच्छता ब्राह्मणेन मा साहसमित्यारटनाकर्णितो निरीक्षितस्तेन यावत् प्रसुप्तव्याघ्रानने प्रविश्याऽसौ मांसमाकर्षति ततो ब्राह्मणेनाभ्यधायि'मा साहसं ति जंपसि, वग्घमुहाओ य आमिसं हरसि । मुद्धोऽसि सउण ! दीससि, वायासरिसं न य करेसि ।।'
एवमन्योऽपि योऽन्यथावादी अन्यथाकारी स तत्तुल्यो द्रष्टव्य इति ॥४७२।। ટીકાર્ચ -
પ્રમુદ્ર વ્ય તિ | વાઘના મુખમાં ગયેલો=પ્રવેશેલો, દાંતના આંતરડામાંથીeતેના દાંતના પોલાણમાંથી, માંસ ખેંચે છે-ચાંચથી ગ્રહણ કરે છે, ૫ શબ્દથી ખાય છે, ‘મા સાહસ’ એ પ્રમાણે બોલે છે અને જે પ્રમાણે સ્વયં બોલાયું તેને કરતો નથી, ખરેખર માર્ગમાં જતા બ્રાહ્મણ વડે કોઈક પક્ષી ‘મા સાહસ' એ પ્રમાણે બૂમો પાડતો સંભળાયો, તેના વડે જોવાયો, આપક્ષી, સૂતેલા વાઘના મુખમાં પ્રવેશ કરીને જેટલામાં માંસને ખેંચે છે, તેથી બ્રાહ્મણ વડે કહેવાયું –
મા સાહસ' એ પ્રમાણે તું બોલે છે અને વાઘના મુખમાંથી માંસને હરણ કરે છે, મુગ્ધ છો, શકુન દેખાય છે=બોલવાની કળા આવડે છે એવું દેખાય છે, બોલવા પ્રમાણે કરતો નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૧-૪૭૨, ૪૭૩-૪૭૪
આ રીતે બીજો પણ બોલતારો જુદું અને કરતારો જુદું છે, તે તેની તુલ્ય જાણવો=મા સાહસ પક્ષી સમાન જાણવો. ૪૭૨ાા ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે સારું ચારિત્ર અને તપમાં રહેલા મહાત્માઓને શોક હોતો નથી; કેમ કે સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી નક્કી સુગતિમાં જશે તેવો સ્થિર નિર્ણય છે. વળી કેટલાક મહાત્માઓને આ પ્રકારનો બોધ હોવા છતાં કર્મની પ્રચુરતાને કારણે અત્યંત અસ્થિરતા હોવાથી તે પ્રમાણે કરતા નથી. તે દૃષ્ટાંતથી બતાવે છે –
કેટલાક જીવો “મા સાહસ' નામના પક્ષી જેવા હોય છે, તેઓ ઉપદેશ આપે ત્યારે યોગ્ય જીવોને સન્માર્ગનું યથાવતું પ્રકાશન કરે છે, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ બતાવે છે અને સંસારની કદર્થનાથી આત્માના રક્ષણનો ઉપાય અપ્રમાદથી જિનવચન અનુસાર પ્રવૃત્તિ છે, તેવો સ્પષ્ટ બોધ કરાવે છે, તોપણ ગુરુકર્મવાળા હોવાથી ઇન્દ્રિયોના ચાંચલ્યને કારણે વિકાર આપાદક કર્મ પ્રચુર હોવાથી તે જીવો જે પ્રમાણે યોગ્ય જીવોને ઉપદેશ આપે છે, તે પ્રકારે પોતે અપ્રમાદથી કરતા નથી. વસ્તુતઃ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ જો તત્ત્વને યથાર્થ જાણનાર હોય તો પોતાની શક્તિનું આલોચન કરીને જે પ્રકારે કષાયો ક્ષીણ થાય તે પ્રકારે અપ્રમાદથી અવશ્ય યત્ન કરે છે. જેમ નંદિષેણ મુનિ અવિરતિના ઉદયથી વેશ્યાને ત્યાં રહ્યા હતા તોપણ સન્માર્ગનું યથાર્થ સ્થાપન કરીને ચારિત્રના પરિણામથી આત્માને વાસિત કરવા યત્ન કરતા હતા, પરંતુ ભારે કર્મવાળા જીવો ઉપદેશ આપે છે તે પ્રમાણે સ્વયં કરતા નથી; કેમ કે પ્રમાદ આપાદક બલવાન કર્મ તેમને તે તે પ્રકારના વિકારને અભિમુખ યત્ન કરાવે છે. જેમ “મા સાહસ' પક્ષી મુખથી “મા સાહસ એ પ્રમાણે બોલે છે, છતાં માંસ પ્રત્યેના તીવ્ર આકર્ષણને કારણે મૃત્યુની પણ ઉપેક્ષા કરીને વાઘના મુખમાં દાંતની વચ્ચે રહેલા માંસને ખાવા પ્રયત્ન કરે છે. વસ્તુતઃ તે વાઘ સૂતેલો છે, તેના ખુલ્લા મુખમાંથી ગ્રહણ કરતાં તે વાઘ જાગી જાય તો પોતાનો વિનાશ થાય તે જાણે છે, છતાં મૂઢમતિ એવો તે વિષયને આધીન જ રહે છે, તેમ પ્રમાદી જીવો બીજાને આત્મહિતનો યથાવત્ ઉપદેશ આપે છે અને ઇન્દ્રિયને વશ થઈને સ્વયં પ્રમાદ સેવે છે. તેથી તેઓ દુર્ગતિના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. માટે વિવેકી મહાત્માએ ઉપદેશથી આત્માને અત્યંત વાસિત કરવો જોઈએ. જેથી પ્રથમ પોતાના આત્મહિતમાં પ્રમાદ ન થાય, ત્યારપછી યોગ્ય જીવોને ઉચિત ઉપદેશ આપવામાં યત્ન કરવો જોઈએ. I૪૭૧-૪૭ભ્યા અવતરણિકા :
किं पुनरसौ करोतीत्याहઅવતરણિતાર્થ :શું વળી આ=બોલનારો જુદું અને કરનારો જુદું એવો સાધુ, કરે છે ? એથી કહે છે –
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૭૪
ગાથા :
परियट्टिऊण गंथस्थवित्थरं, निहसिऊण परमत्थं ।
तं तह करेह जह तं, न होइ सव्वं पि नडपढियं ।।४७३।। ગાથાર્થ :
ગ્રંથ અને અર્થના વિસ્તારને પરાવર્તન કરીને, પરમાર્થને જાણીને તે પ્રમાણે તેને કરે છે, જે પ્રમાણે તે સર્વ પણ થતું નથી=અધ્યયનાદિથી થયેલો બોધ સર્વ પણ કાર્યરૂપે થતો નથી, નટપઠિતની જેમ. I૪૭૩ll ટીકા :
પરીવનેરિપરિમર, લિં? ગ્રન્થઃ સૂત્રમ, અર્થવિસ્તરો વ્યાધ્યાનWપષ્ય, અભ્યશ્વાર્થविस्तरश्चेत्येकवद्भावस्तत्, तच्च घोषणिकामात्रेणापि परावर्त्यतेऽतस्तदपोहायाह-निघृष्य कनकमिव कषपट्टके परमार्थं तत् सारमपि विज्ञायेत्यर्थः । तथापि गुरुकर्मतया तद् ग्रन्थार्थविस्तरं तथा करोति यथा तन्न भवति सर्वमपि स्वकार्यकरणाभावादनर्थसम्पादनाच्च परलोके इहापि च तल्लाघवं जनयति यथा नटपठितमिति दृष्टान्तः ।।४७३।। ટીકાર્ય :
પરવર્યા .. કૃMાન્ત: || પરાવર્તન કરીને અનેક પરિપાટિઓથી અભ્યાસ કરીને શું ? એથી કહે છે – ગ્રંથસૂત્ર, અર્થનો વિસ્તાર=વ્યાખ્યાનનો પ્રપંચ, ગ્રંથ અને અર્થવિસ્તાર એ પ્રમાણે એકવર્ભાવ છે અને તેનેત્રગ્રંથ અને અર્થના વિસ્તારને, ઘોષણિકા માત્રથી પણ પરાવર્તન કરે છે કોઈ સાધુ પરાવર્તન કરે છે, આથી તેના વ્યાપોહ માટે કહે છે અર્થાત્ તેવા નથી તે બતાવતાં કહે છે – નિવૃષ્ય જેમ કસોટીના પથ્થર ઉપર સોનાને ઘસીને તેમ, પરમાર્થને તેના સારને પણ જાણીને પરાવર્તન કરે છે તોપણ ગુરુકર્મપણું હોવાને કારણે તે ગ્રંથના અર્થતા વિસ્તારને તે પ્રમાણે કરે છે. જે પ્રમાણે તે સર્વ પણ થતું નથી; કેમ કે સ્વકાર્યકરણનો અભાવ છે અને પરલોકમાં અનર્થનું સંપાદન છે=જે પ્રકારે યથાર્થ બોધ છે, તે પ્રકારે મોહના નાશરૂપ કાર્ય કરતો નથી અને વિપરીત પ્રવૃત્તિને કારણે પરલોકમાં અનર્થ પ્રાપ્ત થાય છે અને અહીં પણ તે=વિપરીત આચરણ, લાઘવને કરે છે, જે પ્રમાણે તટપઠિત નટ દ્વારા ભણાયેલું શાસ્ત્ર લાઘવને કરે છે એ દષ્ટાંત છે. II૪૭૩ અવતારણિકા :
तमेव व्याचष्टेઅવતરણિતાર્થ :તેને જ કહે છે તટપઠિતના દષ્ટાંતને જ કહે છે –
Page #150
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૪૭૪
૧૩૩
ગાથા :
पढइ नडो वेरग्गं, निन्विज्जिज्ज बहुओ जणो जेण ।
पढिऊण तं तह सढो, जालेण जलं समोयरइ ।।४७४।। ગાથાર્થ :
નટ વૈરાગ્યને વૈરાગ્યના ચરિત્રોને, કહે છે, જેનાથી ઘણા લોકો વૈરાગ્યને પામે છે, તે પ્રકારે તેને કહીને શઠ એવો તે જાળ દ્વારા જલમાં ઊતરે છે. ll૪૭૪ll ટીકા -
पठति व्यक्तया गिरा नटः शैलूषो वैराग्यं कारणे कार्योपचारात् तज्जनकं वृत्तादि गृह्यते, निर्विद्येत संसारानिर्विण्णो भवेद् बहुरेव बहुको जनो येन पठितेन, स तु पश्चात् पठित्वा तद् वृत्तादि वैराग्यकरं तथा तदभिनयादिप्रकारेण, शठो वञ्चको जालेन करणभूतेन जलं समवतरति मीनादिजिघृक्षया, तद्वत् प्रस्तुतधर्मकथी ज्ञेय इत्युपनयः ॥४७४॥ ટીકાર્ય :
પતિ પ્રત્યુનઃ || વ્યક્ત વાણીથી નટ વૈરાગ્યને કહે છે =કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી વૈરાગ્યના કારણરૂપ ગ્રંથોને કહે છે. તેથી વૈરાગ્યને ઉત્પન્ન કરનારા વૃત વગેરેને=ચરિત્રો વગેરેને, ગ્રહણ કરાય છે, ઘણા લોકો જે પઠિતથી નિર્વેદ પામે છે=સંસારથી વૈરાગ્ય પામે છે. વળી તે પાછળથી તેને ભણીને=વૈરાગ્યને કરનારા તે વૃત્ત વગેરેને કહીને, તે પ્રકારે=તે અભિનય વગેરે પ્રકારથી, શઠ=વંચક એવો તે, સાધનભૂત એવી જાળ દ્વારા જલમાં ઊતરે છે=માછલાં વગેરે પકડવા માટે જલમાં ઊતરે છે, તેની જેમ પ્રસ્તુત ધર્મને કહેનારો જાણવો એ ઉપાય છે. ૪૭૪ ભાવાર્થ :
કોઈ નટ ઉપદેશના વિષયમાં કુશલ હોય તો વૈરાગ્યનું કારણ બને તેવા આચારોનું સૂક્ષ્મ કથન કરે તોપણ તે શબ્દો પોતાના હૈયામાં સ્પર્શતા નથી, માત્ર બીજા જીવોને નિર્વેદનું કારણ બને છે, તે નટને તે શબ્દો સ્પર્શેલા નહિ હોવાથી પોતાની આજીવિકા અનુસાર પ્રસંગે જાળ લઈને માછલાં પકડવા માટે નદીમાં ઊતરે છે અથવા બીજા પણ સંસારનાં તે તે કૃત્યો કરે છે, તેમ જે સાધુ સૂત્ર-અર્થનો શાસ્ત્રાનુસારી બોધ કરીને તેનું પરાવર્તન કરે છે એટલું જ નહિ, પણ સુવર્ણની પરીક્ષા કરનાર જેમ કષપર્ટક ઉપર સોનાને ઘસીને તે સાચું સોનું છે કે નહિ તેનો નિર્ણય કરે છે, તેમ શાસ્ત્રીય પદાર્થો યુક્તિ અને અનુભવ અનુસાર જે રીતે સંગત છે તે રીતે વિધિપૂર્વક યોજન કરે છે. આમ છતાં ભોગની લાલસા પ્રચુર હોવાથી અને માન-ખ્યાતિ વગેરે પ્રત્યેનું વલણ અતિશય હોવાથી મંગુ આચાર્યની જેમ તત્ત્વને જાણનારા હોવા છતાં ગ્રંથના અર્થથી વિપરીત પ્રવૃત્તિ કરે છે. જેમ મંગુ આચાર્ય ભગવાનના વચનના સૂક્ષ્મ પદાર્થોને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૭૪, ૪૭૫ જાણનાર હતા તોપણ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવને વશ થઈને જે પ્રમાણે બોધ હતો, તે પ્રમાણે કષાયોનું ઉમૂલન કરવા તે બોધનો ઉપભોગ કર્યો નહિ, તેથી પરલોકમાં અનર્થ પ્રાપ્ત કર્યો. તુચ્છ વ્યંતરભવની પ્રાપ્તિ થઈ અને આ લોકમાં પણ શિષ્ટ પુરુષોનું લાઘવ કરનારા થાય છે; કેમ કે શિષ્ટ લોકોને જણાય છે કે આ માર્ગ અનાપ્ત પુરુષથી પ્રવર્તેલો છે. આથી જ ભગવાનના શાસનના સારને જાણવા છતાં શિષ્ય વગેરેના પ્રલોભનથી કે પર્ષદા વધારવા માટે પ્રવૃત્તિ કરે છે. તેથી તેમની ઉપદેશની પ્રવૃત્તિ તત્ત્વને સ્પર્શનારી હોય તોપણ નટના ઉપદેશ જેવી છે; કેમ કે તેઓ પોતાના આત્માનું અહિત જ કરે છે. ll૪૭૩-૩૭૪ll અવતરણિકા :
तदिदमवेत्य यद् विधेयं तदाहઅવતરણિતાર્થ -
તે આને જાણીને શાસ્ત્રોના સૂક્ષ્મ પરમાર્થને જાણીને ગુરુકર્મી જીવો હિત સાધી શકતા નથી, એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, જે કરવું જોઈએ=હિતાકાંક્ષી મહાત્માએ જે કરવું જોઈએ, તેને કહે છે –
ગાથા -
कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे ।
जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५।। ગાથાર્થ :
કઈ કઈ રીતે કરું? કઈ રીતે ન કરું ? કઈ કઈ રીતે કરાયેલું મારું ઘણું કરાયેલું થાય? જે હૃદય સંસારને કરે છે હૃદયમાં સ્પર્શે એ રીતે વિચારણા કરે છે, તે હિતને અતિશય કરે છે. IIછપા ટીકા :
विवेकिना प्रतिक्षणमिदं पर्यालोच्यं, यदुत कथं कथं करोमि हितमनुष्ठानमादरादतिशयेन पर्यालोचयेत्, सम्भ्रमे द्विवचनं, कथं मा करेमि ति मा कार्ष, कथं कथं कृतमनुष्ठितं बहिवति बहुगुणं कृतमिहानुष्ठानं मे ममेत्येवमालोचयतो गुणमाह-यो विद्वान् हृदयसंप्रसारं चित्ते पर्यालोचं करोति सोऽतिकरोत्यतिशयेन सम्पादयति हितमात्मपथ्यमिति ।।४७५।। ટીકાર્ચ -
વિવેશિના ... પમિતિ | વિવેકી જીવે દરેક ક્ષણે આ વિચારવું જોઈએ, શું વિચારવું જોઈએ એ યદુતથી બતાવે છે - કઈ કઈ રીતે કરું ?=હિત અનુષ્ઠાનને આદરના અતિશયથી વિચારવાનું
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૫-૪૭૬
૧૩૫
હોવાથી સંભ્રમમાં બે વાર વચન છે=વર્થ થં એ પ્રકારે સંભ્રમ બતાવવા માટે બે વખત વચન છે, કેવી રીતે હું ન કરું? કેવી રીતે કરાયેલું મારું અનુષ્ઠાન ઘણા ગુણવાળું થાય, એ પ્રમાણે વિચારતા જીવતા ગુણને કહે છે – જે વિદ્વાન હદયસંપ્રસારનેકચિત્તમાં પર્યાલોચન, કરે છે તે અતિ કરે છે–અતિશયથી હિતને અર્થાત્ આત્મપથ્યને સંપાદન કરે છે. II૪૭પા ભાવાર્થ :
કલ્યાણના અર્થી સાધુએ નિપુણતાપૂર્વક સૂત્ર અને અર્થનો વિસ્તાર જાણવો જોઈએ, તેના પરમાર્થનો યથાર્થ બોધ થાય તે રીતે યત્ન કરવો જોઈએ, જેથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર તે પદાર્થ તે સ્વરૂપે સ્પષ્ટ જણાય અને તેવો બોધ કર્યા પછી પણ તે મહાત્માએ પ્રસ્તુત ગાથામાં કહ્યું એ પ્રકારે સતત પર્યાલોચન કરવું જોઈએ, જેથી હિત થાય. શું પર્યાલોચન કરવું જોઈએ ? તે કહે છે –
ભગવાને કહેલાં તે તે કૃત્યો આદરના અતિશયથી હું કઈ રીતે કરું ? એ પ્રકારે પર્યાલોચન કરવું જોઈએ અર્થાતુ માત્ર કૃત્યરૂપે નહિ, પરંતુ તે તે કૃત્યો દ્વારા તે તે ગુણસ્થાનકની વૃદ્ધિના બાધક કષાયો ક્ષય થાય અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય તે પ્રકારે હું હિત અનુષ્ઠાન કરું, એમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ. જેમ હું સાધુ છું માટે મારે પડિલેહણ કરવું જોઈએ, એટલી બુદ્ધિ માત્રથી તે તે કૃત્ય કરવું જોઈએ નહિ, પરંતુ પડિલેહણ વિષયક અંતરંગ બાહ્ય મર્યાદાનુસાર આદરથી હું યત્ન કરું અને તે મર્યાદાનો સહેજ પણ ભંગ ન કરું અને ગાયના પાલનનો અધ્યવસાય અતિશય અતિશયતર થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને પડિલેહણ વગેરે સર્વ ક્રિયા હું કરું એ પ્રકારે પ્રણિધાનથી તે તે કૃત્ય કરવું જોઈએ અને કઈ રીતે કરાયેલું મારું અનુષ્ઠાન બહુ ગુણવાળું થાય તેનું પર્યાલોચન કરવું જોઈએ અર્થાત્ પોતે જે અનુષ્ઠાન વિધિપૂર્વક કરે છે તે અનુષ્ઠાન પણ કઈ કઈ રીતે વિશેષતાથી કરવું જોઈએ? જેથી બહુગુણવાળું થાય તેનું પર્યાલોચન કરવું જોઈએ. જેમ પોતે શક્તિ અનુસાર બાહ્ય તપ અને સ્વાધ્યાય વગેરે કરતા હોય તોપણ સંયમ ગ્રહણથી માંડીને શરીરની સંલેખનાની વૃદ્ધિ અને કષાયની સંલેખનાની વૃદ્ધિ કઈ રીતે થાય, તેનું પર્યાલોચન કરવું જોઈએ. જેથી અંત સમયે શરીરની અને કષાયની સંલેખના કરીને પોતે સુખપૂર્વક સુગતિને પ્રાપ્ત કરી શકે તેનું નિપુણતાપૂર્વક પર્યાલોચન કરીને પોતાનું કૃત્ય કરવું જોઈએ અને જે વિદ્વાન ચિત્તમાં તે પ્રકારે પર્યાલોચન કરે છે તે મહાત્મા પોતાના સંયમનાં સર્વ કૃત્યો તે પ્રકારે સેવીને શરીર અને કષાયની સંલેખના કરીને આત્માનું પથ્ય સંપાદન કરે છે. I૪૭૫માં અવતરણિકા -
किमित्येतावानादर उपदिश्यत इत्युच्यते, अनादरेण सदनुष्ठानाराधनायोगात् तथा चाहઅવતરણિતાર્થ :
કયા કારણથી આટલો આદર કરવો જોઈએ ?=શાસ્ત્ર ભણ્યા પછી અનુષ્ઠાન પોતાનામાં સમ્યક્ પરિણમન પામે એટલો આદર કરવો જોઈએ એ પ્રકારે કયા કારણથી ઉપદેશ અપાય
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૬
છે ? તેના ઉત્તર રૂપે કહેવાય છે અનાદરથી=તે અનુષ્ઠાન ગુણવૃદ્ધિનું કારણ બને તે પ્રકારના યત્ન વગર, સઅનુષ્ઠાનની આરાધનાનો અયોગ છે=બાહ્યથી સંયમની આચરણા હોવા છતાં તેનાથી તેના ફ્ળની પ્રાપ્તિનો અયોગ છે અને તે રીતે કહે છેતેવી સંયમની આચરણાથી સંયમનું ફ્ળ પ્રાપ્ત થતું નથી, તે રીતે કહે છે
ગાથા :
=
सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ । સવયં પમત્તસીભસ્મ, સંનમો રિસો દુગ્ગા ?।।૪૭૬।।
ગાથાર્થ ઃ
સતત પ્રમાદશીલને શિથિલ અનાદરકૃત અવશવશકરાયેલ અને કૃતઅપકૃત સંયમ કેવો હોય ? II૪૭૬]]
ટીકા
शिथिलः संयमः कीदृशो भवेदिति सम्बन्धः, स च शिथिलः कथं स्यादत आह- -અનાવરળતોऽयत्नानुष्ठितो यत्नेनापि परभयादनुष्ठीयमानो न किञ्चित् स्यादित्याह - अवशवशकृतोऽवशो गुर्वाद्यायत्तता, तद्वशेन तद्द्वारेण नात्मधर्मश्रद्धया कृतोऽनुष्ठित इति समासः, यत्नेन धर्मबुद्ध्याऽपि च क्रियमाणोऽप्रेक्षापूर्वकारितयाऽन्तरान्तरा यद्यपि क्रियेत तथापि नासौ स्यादित्याह - तथा कृतापकृत इति कृतश्चासौ क्वचित् सम्पूर्णानुष्ठानाद् अपकृतश्च क्वचित् सर्वथा विराधनादिति, तदयं सर्वोपाधिशुद्ध एव सम्पूर्णः सम्पद्यते नान्यथेत्याह - सततमनवरतं प्रमत्तशीलस्य प्रमादः, प्रमत्तं विषयादिवाञ्छा तच्छीलस्य स्वरसात् तत्कारिणः संयमः कीदृशो भवेद् ? न कीदृशोऽपीत्याकूतम् ।।४७६ ।। ટીકાર્ય ઃ
—
शिथिलः संयमः અપીત્યાત્તમ્ ।। શિથિલ સંયમ કેવો હોય ? એ પ્રકારે સંબંધ છે અર્થાત્ શિથિલ સંયમ વાસ્તવિક સંયમ નથી અને તે શિથિલ કેવી રીતે થાય ? આથી કહે છે=સંયમની આચરણા શિથિલ કેવી રીતે થાય ? આથી કહે છે અનાદરકૃત=અયત્નથી આચરાયેલો શિથિલ સંયમ થાય, યત્નથી પણ બીજાના ભયથી આચરાતો કંઈ ન થાય=સંયમ કંઈ ન થાય, એથી કહે છે અવશવશકૃત=અવશ ગુરુ આદિની આધીનતા તેના વશથી=તેના દ્વારા કરાયેલો આત્મધર્મની શ્રદ્ધાથી નહિ કરાયેલો=નહિ સેવાયેલો, શિથિલ થાય, એ પ્રમાણે સમાસ છે. યત્નથી અને ધર્મબુદ્ધિથી પણ કરાતો અપ્રેક્ષાપૂર્વકારીપણાને કારણે વચ્ચે વચ્ચે જોકે કરાય છે તોપણ આ=સંયમ, ન થાય. એને કહે છે અને કૃતઅપકૃત=ક્યારેક સંપૂર્ણ અનુષ્ઠાન હોવાથી કરાયેલું આ અને ક્યારેક સર્વ પ્રકારે વિરાધન હોવાથી અપમૃત છે, તે કારણથી=અનાદરથી કરાયેલ અવશથી કરાયેલ
-
-
Page #154
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩
ગાથા-૪૭૬-૪૭૭
કૃતઅપકૃત કરાયેલ સંયમ થાય નહિ પરંતુ તે સર્વના અભાવપૂર્વક આત્મશ્રદ્ધાનથી કરાયેલું સદનુષ્ઠાન થાય તે કારણથી, આ=સંયમ, સર્વ ઉપાધિથી શુદ્ધ જ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે=સંયમના અંગભૂત સર્વ આચારો શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદથી કરાયેલ હોય તો સંપૂર્ણ થાય છે, અન્યથા નહિ= તેના અંગની વિકલતાથી યુક્ત સંપૂર્ણ સંયમ થતો નથી, એને કહે છે સતત=નિરંતર, પ્રમત્તશીલને=પ્રમત્ત અર્થાત્ વિષય વગેરેની વાંછા તેના શીલવાળાને=સ્વરસથી તેના કરનારાને, કેવા પ્રકારનો સંયમ થાય ? અર્થાત્ કોઈ પ્રકારનો થાય નહિ, એ પ્રમાણે આશય છે. ।।૪૭૬।।
-
ભાવાર્થ:
જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના તે તે અનુષ્ઠાન દ્વારા આત્માના સામાયિકના પરિણામની વૃદ્ધિમાં યત્ન કરતા નથી, તેમની સંયમની આચરણા જિનવચન અનુસારે થતી નથી, ક્યારેક બાહ્યથી જિનવચન અનુસારે થાય તોપણ તે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય ચિત્તના સ્વૈર્ય માટે યત્ન થતો નથી, તે સાધુ શિથિલ છે, તેનું સંયમ કેવું હોય ? અર્થાત્ ગુણસ્થાનકની પરિણણિતનું કારણ ન હોય, તે સાધુ શિથિલ કેમ છે ? એથી કહે છે
-
૧૩૭
-:
તેમનું સંયમનું અનુષ્ઠાન અનાદરથી કરાયેલું છે=જે રીતે ભગવાને સદનુષ્ઠાન સેવવાની આજ્ઞા કરી છે તે રીતે સેવવાનો પરિણામ નહિ હોવાથી તે સાધુ શિથિલ અનુષ્ઠાન કરે છે. વળી ક્યારેક બાહ્ય રીતે ગુરુ વગેરેના ભયને કારણે યથાર્થ આચરણા કરે તોપણ ભગવાનના વચનને પરતંત્ર થઈને તે તે ગુણોની નિષ્પત્તિ થાય તે પ્રકારે તે અનુષ્ઠાન નહિ સેવાયેલું હોવાને કારણે અવશ એવા ગુરુને વશ થઈને બાહ્યથી યથાર્થ કરાયેલું છે, પરંતુ શમભાવના પરિણામથી અને શમભાવની વૃદ્ધિના કારણપણાથી તે અનુષ્ઠાન કરાયેલું નથી, તેથી એ ફલિત થાય કે જેઓ શમભાવના પરિણામથી વાસિત છે અને શમભાવની વૃદ્ધિના ઉપાયરૂપે અત્યંત આદરપૂર્વક તે અનુષ્ઠાન સેવે છે, તેમનું પારમાર્થિક સંયમ બને છે. તે વળી કેટલાક જીવો અંતરંગ રીતે સંયમને અનુકૂળ અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા હોય છે તોપણ તેમનું અનુષ્ઠાન કૃતઅપકૃત હોય છે અર્થાત્ કોઈક અંગમાં શમભાવની વૃદ્ધિ થાય તેવા યત્નવાળું હોય છે, તો કોઈક અંગમાં વિરાધનાવાળું હોય છે અર્થાત્ જિનવચનથી નિયંત્રિત થઈને અસ્ખલિત શમભાવની વૃદ્ધિનું કારણ બને તે રીતે સેવાયેલું નથી એવા જીવો પ્રમાદ સ્વભાવવાળા હોય છે, તેથી તેમનું સંયમનું અનુષ્ઠાન કેવું હોય ? માટે કલ્યાણના અર્થીએ ભગવાનના વચનમાં અત્યંત આદર ધારણ કરીને જે રીતે ઉત્તર-ઉત્તરના ગુણની વૃદ્ધિનું કારણ થાય તે રીતે અપ્રમાદથી અનુષ્ઠાન સેવવું જોઈએ. II૪૭૬ અવતરણિકા :तथाहि
અવતરણિકાર્થ
તે આ પ્રમાણે=પ્રમાદવાળા સાધુને સંયમ નથી એમ પૂર્વમાં કહ્યું તે તથાદિથી બતાવે છે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૭
चंदो व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो ।
तह उग्घरविग्घरनिरंगणो य न य इच्छियं लहइ ।।४७७ ।।
ગાથાર્થ ઃ
કાલપક્ષમાં=કૃષ્ણ પક્ષમાં, જેમ ચંદ્ર તેમ પ્રમાદપર સાધુ સ્થાને સ્થાને પરિહાની પામે છે અને ઉગૃહ, વિગૃહ અને અંગના વગરનો તે સાધુ ઈચ્છિતને પ્રાપ્ત કરતો નથી જ. II૪૭૭|| ટીકા ઃ
चन्द्र इव कालपक्षे कृष्णार्द्धमासे परिहीयते परिक्षयं याति गुणापेक्षया पदे पदे स्थाने स्थाने प्रमादपरः सन् साधुरिति गम्यते, अभ्युच्चयमाह, तथोद्गृहविगृहनिरङ्गनश्च न च नैवेष्टं लभते इति, तत्रोद्गतं प्राबल्येन नष्टं गृहं गृहस्थपर्यायसम्बन्धि यस्याऽसावुद्गृहः, विगृहः प्रव्रज्यायां विशिष्टवसतिरहितः, निर्गताऽङ्गना योषिदस्मादिति निरङ्गनः, उद्गृहश्च असौ विगृहश्च स चासौ निरङ्गनश्चेति समासः । तदयमर्थः - केवलं क्लिष्टाध्यवसायेन विषयान् वाञ्छन्नसौ प्रतिक्षणं कर्म चिनोति, न पुनरभिलषितं प्राप्नोति, गृहगृहिणीप्रभृतीनां तत्साधनानामभावादिति ।।४७७ ।। ટીકાર્ય ઃ
ચન્દ્રવ ..... અમાવાવિત્તિ ।। કાલપક્ષમાં-કૃષ્ણ અર્ધમાસરૂપ કાલપક્ષમાં, ચંદ્ર પરિક્ષયને પામે છે, તેની જેમ પ્રમાદપર સાધુ ગુણ અપેક્ષાથી પગલે પગલે=સ્થાને સ્થાને, પરિહાનિને પામે છે, અભ્યુચ્ચયને કહે છે • તે રીતે ઉગૃહ-વિગૃહ-નિરંગતાવાળો ઇષ્ટને પ્રાપ્ત કરતો નથી જ, ત્યાં= ઉગૃહ વગેરે ત્રણ પદોમાં, ઉદ્ગત=પ્રબળપણાથી નષ્ટ થયેલું, ગૃહસ્થ પર્યાય સંબંધી ગૃહ છે જેને એવો આ ઉગૃહ, વિગૃહ=પ્રવ્રજ્યામાં વિશિષ્ટ વસતિ રહિત=સર્વ પ્રકારની અનુકૂળતાયુક્ત વસતિ રહિત એવો સાધુ, નીકળી ગઈ છે સ્ત્રી આનાથી એવો નિરંગત ઉગૃહ-વિગૃહ-નિરંગત એવા આ એ પ્રમાણે સમાસ છે, તેથી આ અર્થ છે ક્લિષ્ટ અધ્યવસાયને કારણે=સંયમજીવનમાં તે તે પ્રકારની અનુકૂળતાની ઇચ્છારૂપ ક્લિષ્ટ અધ્યવસાયને કારણે, કેવળ વિષયોને ઇચ્છતો એવો આ સાધુ દરેક ક્ષણે કર્મને બાંધે છે, પરંતુ અભિલષિતને પ્રાપ્ત કરતો નથી; કેમ કે ઘર-સ્ત્રી વગેરે તેનાં સાધનોનો અભાવ છે=ઇચ્છિત સુખનાં સાધનોનો અભાવ છે. ।।૪૭૭।।
-
ભાવાર્થ:
જે સાધુ સ્થાને સ્થાને પ્રમાદપર છે અર્થાત્ સંયમની સર્વ ક્રિયાઓ માત્ર બાહ્યથી કરે છે અને તે પણ પ્રાયઃ સ્વમતિ અનુસાર કરે છે, પરંતુ શમભાવના પરિણામથી વાસિત થઈને ક્રિયામાં યત્ન કરવા દ્વારા
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૭-૪૭૮
૧૩૯
શમભાવની વૃદ્ધિ કેમ થાય, તે પ્રકારે પ્રણિધાનથી કરતા નથી, તેઓ કૃષ્ણપક્ષમાં જેમ ચંદ્ર ક્ષયને પામે છે, તેમ સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામવાળા થયેલા તે તેમનો સંવેગનો પરિણામ સંયમ ગ્રહણ કર્યા પછી સતત ક્ષય પામી રહ્યો છે, તેથી ગૃહસ્થઅવસ્થામાં કે સંયમના ગ્રહણકાળમાં જે ધર્મના ભાવો હતા તે પણ ક્રમસર નષ્ટપ્રાયઃ થાય છે. વળી તેવા પ્રમાદી સાધુને વર્તમાનમાં પણ ક્લેશ છે તે બતાવવા માટે કહે છે તેમણે ઘરનો ત્યાગ કર્યો છે, તેથી ઘર રહિત છે અને પ્રવ્રજ્યામાં યાચના કરી જે વસતિ મેળવે છે, તે વિશિષ્ટ નથી. તેથી સર્વ પ્રકારની અનુકૂળતાવાળી ગૃહસ્થના જેવી વસતિ નથી અને સંયમ ગ્રહણ કર્યું છે, એથી સ્ત્રી રહિત છે અને જેમનું ચિત્ત શમભાવમાં અને શમભાવને અનુકૂળ વૃદ્ધિમાં નથી પ્રવર્તતું, પરંતુ વિષયોને અભિમુખ છે, તેઓને અનુકૂળ વસતિ અને સ્ત્રી વગેરેનો અભાવ હોવાથી ભોગસામગ્રીજન્ય પણ સુખ નથી અને સંયમજન્ય સુખ પણ નથી, તેથી ક્લિષ્ટ અધ્યવસાયને કારણે તે જીવો સતત કર્મ બાંધે છે. II૪૭૭ના
-
અવતરણિકા :
अन्यच्चासाविहैव यदनुभवति तदाह
અવતરણિકાર્ય :
અને બીજું આ=પ્રમાદી સાધુ, અહીં જ જે અનુભવે છે. તેને કહે છે
ગાથા :
भीउव्विग्गनिलुक्को, पागडपच्छन्नदोससयकारी ।
अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ।।४७८ ।।
ગાથાર્થ :
ભયથી ઉદ્વેગ પામેલો અને પોતાને છુપાવનાર પ્રગટ અને પ્રચ્છન્ન સેંકડો દોષોને કરનાર લોકોને અવિશ્વાસ ઉત્પન્ન કરતો ધિક્કારપાત્ર જીવિતને જીવે છે. II૪૭૮।।
ટીકા ઃ
भीतश्चासौ कः किं मां भणिष्यतीत्युत्त्रासादुद्विग्नश्च क्वचिदपि धृतेरभावाद् भीतोद्विग्नः, स चासौ निलुक्कश्च सङ्घपुरुषादिभयेन आत्मगोपनादिति समासः, किमित्येवंविध इत्यत आहप्रकटप्रच्छन्नानि जनेन विदिताविदितानि दोषशतानि कर्तुं शीलं यस्यासौ प्रकटप्रच्छन्नदोषशतकारी, अत एवाऽप्रत्ययं धर्मस्योपर्यविश्वासं जनयन् जनस्योत्पादयन् लोकस्य नूनमेषां धर्मः शास्त्रकारेणैवंविध एव प्रतिपादित इति बुद्धयुत्पत्तेः, किं ? धिग् जीवितमिति क्रियाविशेषणं, धिक्कारार्हप्राणधारणेनेत्यर्थः, जीवति किल प्राणान् धारयतीति ।। ४७८ ।
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૮
ટીકાર્ય :
મીત્તશ્વાસો ... પારિ II ભય પામેલો એવો આ, કોણ મને શું કહેશે ? એ પ્રમાણે ઉત્રાસથી ઉદ્વેગ પામેલો; કેમ કે કોઈ સ્થાને ધૃતિનો અભાવ છે તે ભીતોદ્વિગ્ન છે અને તે આ તિલક સંઘપુરુષ વગેરેના ભયથી પોતાને છુપાવતો હોવાથી વિલુક્ક, એ પ્રમાણે સમાસ છે, આવા પ્રકારનો= ભીતઉદ્વિગ્ન વિલક્ક એવા પ્રકારનો, કયા કારણથી છે? એથી કહે છે – પ્રગટ અને ગુપ્ત=લોકોથી જણાયેલા અને નહિ જણાયેલા સેંકડો દોષોને કરવાનો સ્વભાવ છે જેને એવો આ સાધુ પ્રગટ પ્રચ્છન્ન દોષશતકારી છે. આથી જ જનને=લોકને, અપ્રત્યય=ધર્મની પણ ઉપર અવિશ્વાસને ઉત્પન્ન કરતો ધિમ્ જીવિતને જીવે છે.
કઈ રીતે અવિશ્વાસને ઉત્પન્ન કરે છે ? એમાં હેતુ કહે છે –
ખરેખર આમતો ઘર્મ શાસ્ત્રકારોએ આવા પ્રકારનો જ પ્રતિપાદન કરેલ છે, એ પ્રકારે બુદ્ધિની ઉત્પત્તિ હોવાથી વિપરીત બુદ્ધિરૂપ અવિશ્વાસને ઉત્પન્ન કરે છે એમ અન્વય છે. થિન્ નીવિતમ્ એ પ્રમાણે ક્રિયાવિશેષણ છે, ધિક્કારને યોગ્ય પ્રાણનું ધારણ હોવાથી જીવે છે–ખરેખર પ્રાણોને ધારણ કરે છે. I૪૭૮II ભાવાર્થ :
જે સાધુ અપ્રમાદથી સંયમયોગમાં ઉસ્થિત નથી, એટલું જ નહિ, પણ શક્તિ અનુસાર સાંસારિક ભાવોથી પર થવાને અનુકૂળ લેશ પણ યત્ન કરનાર નથી, માત્ર બાહ્ય ક્રિયા કરીને તોષ પામનાર છે અને શાતાના અર્થી છે, તેમનું જીવન અત્યંત નિંદ્ય છે, તે બતાવતાં કહે છે – વર્તમાનકાળમાં મને કોણ શું કહેશે ? એ પ્રકારના ઉત્રાસથી ભયવાળા છે, ક્યારેક પોતાના ભક્તવર્ગના બળથી નિઃશંક જીવતા હોય તોપણ પોતાનું ખરાબ દેખાશે વગેરે ભયોથી વ્યગ્ર ચિત્તવાળા હોય છે, વળી સંયમજીવનમાં ધૃતિ નહિ હોવાથી અને બાહ્ય અનુકૂળ ભાવોની પ્રાપ્તિ પરાધીન હોવાથી ઉદ્વિગ્ન હોય છે. વળી તત્ત્વને જાણનારા સંઘના પુરુષો છે, તેમની આગળ પોતે અસાધુ છે તેવું ન દેખાય તે માટે પોતાને ગોપવવા યત્ન કરે છે, તેથી નિલક્ક છે. કેમ તેઓ ભીત ઉદ્વિગ્ન અને નિલક્ક છે, તેનું કારણ બતાવતાં કહે છે – સંયમયોગમાં ઉસ્થિત નહિ હોવાથી તેઓ પ્રગટ કે પ્રચ્છન્ન અનેક પ્રકારના દોષો સેવે છે; કેમ કે અંતરંગ સમભાવના પરિણામજન્ય સુખને પામી શકે તેમ નથી, તેથી ઇન્દ્રિયો બાહ્ય વિષયોમાં ઉત્સુક હોય છે અને પોતે સાધુ છે, તેથી લોકો આગળ પ્રગટ ન થાય તે માટે કેટલાક દોષો પ્રચ્છન્ન સેવે છે, તો કેટલાક દોષો લોકોની ઉપેક્ષા કરીને પ્રગટ સેવે છે અને આથી લોકોને ધર્મમાં અવિશ્વાસ ઉત્પન્ન કરે છે અર્થાત્ ભગવાનનો ધર્મ આવા પ્રકારનો છે, જે પ્રમાણે આ સાધુ સેવે છે તે રૂપ બુદ્ધિને ઉત્પન્ન કરીને લોકોને પારમાર્થિક ધર્મ પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. તેવા પ્રમાદી સાધુનું જીવન અત્યંત નિદ્ય છે; કેમ કે વર્તમાન ભવમાં પણ સુખકારી નથી અને ભાવિમાં પણ અનર્થની પરંપરાનું એક કારણ છે. II૪૭૮II
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૯
૧૪૧
અવતરણિકા :
यतः सातिचारस्याऽयं दोषस्तस्मादादित एव निरतिचारेण भाव्यम् । यस्तु चिन्तयेद् द्राधीयान् मे पर्यायस्तत एवेष्टसिद्धिर्भविष्यति किं निरतिचारतया तं प्रत्याहઅવતરણિતાર્થ :
જે કારણથી સાતિચાર ચારિત્રવાળાને અર્થાત્ પ્રમત્ત સાધુને આ દોષ છે, તે કારણથી પહેલેથી જ નિરતિચાર રૂપે થવું જોઈએ. વળી જે વિચારે છે – મારો પર્યાય દીર્ઘ છે, તેનાથી જ=સાતિચાર હોવા છતાં તે દીર્ઘ પર્યાયથી જ, ઈષ્ટસિદ્ધિ થશે, નિરતિચારપણાથી શું ?=નિરતિચાર ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે, તેથી તેમાં યત્ન કરવાથી શું ? તેના પ્રત્યે તેવા પરિણામવાળા જીવ પ્રત્યે, કહે છેઃઉપદેશ આપે છે –
ગાથા :
न तहिं दिवसा पक्खा, मासा वरिसा व संगणिज्जंति ।
जे मूल उत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ।।४७९।। ગાથાર્થ :
તેમાં=ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિના અથવા વર્ષા ગણાતાં નથી, અખલિત જે મૂળગુણો, ઉત્તરગુણો છે તે ગણાય છે. ll૪૭૯II ટીકા :
न तस्मिन् धर्मविचारे तस्यां चेष्टसिद्धौ दिवसा पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते सम्यक् सङ्ख्यायन्ते किं तर्हि ? ये मूलोत्तरगुणा अस्खलिता निरतिचारास्ते गण्यन्ते इति, त एवेष्टप्रापका इत्यर्थः ।।४७९॥ ટીકાર્ય :
તસ્મિન્ ... તેમાં=ધર્મના વિચારમાં અથવા તે ઈષ્ટસિદ્ધિમ=ચારિત્રના પાલનથી થતી ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિલા અથવા વષ ગણાતાં નથી=સમ્યફ ગણના કરાતાં નથી, તો શું ગણાય છે ? એથી કહે છે – અખ્ખલિત=અતિચાર રહિત, જે મૂળ-ઉત્તરગુણો તે ગણાય છે–તે જ ઈષ્ટ એવી નિર્જરાને પ્રાપ્ત કરાવનારા છે. ૪૭૯ ભાવાર્થ :
જે સાધુ જે સમયમાં શમભાવના પરિણામપૂર્વક સમભાવની વૃદ્ધિને અનુરૂપ ઉચિત યતના કરે છે, તે સમયે તે સાધુમાં મૂળગુણો અને ઉત્તરગુણો અખ્ખલિત છે અને જ્યારે શમભાવના પરિણામપૂર્વક સંયમની
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૮૭૯-૪૮૦ વૃદ્ધિને અનુકૂળ છે તે અનુષ્ઠાન સેવીને સંયમના કંડકોની વૃદ્ધિમાં યત્ન થતો નથી તે તે વખતે તે સાધુમાં મૂળગુણો અને ઉત્તરગુણો સ્કૂલના પામેલા છે, પરંતુ સંયમપર્યાયનાં કેટલાં વર્ષો છે, તે પ્રમાણે તે મહાત્માને સંયમનું ફળ મળતું નથી અર્થાત્ સંયમકાળ દરમ્યાન તે મહાત્માએ અતિચાર રહિત મૂળગુણો-ઉત્તરગુણોની વૃદ્ધિ માટે જે યત્ન કર્યો, તેને અનુરૂપ પુણ્યબંધ અને નિર્જરા થાય છે અને અંતે ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે, માટે સાધુએ સંયમ ગ્રહણ કર્યા પછી શમભાવની પરિણતિને સ્થિર સ્થિરતર કરવા અતિચારના પરિહારપૂર્વક સતત યત્ન કરવો જોઈએ અને શમભાવરૂપ સામાયિકના પરિણામપૂર્વક સંયમની તે તે ક્રિયાઓ કરવી જોઈએ. જેથી સતત સંયમના કંડકો વધે અને સંયમજીવનમાં જે જે ક્ષણો પ્રમાદમાં ગઈ છે, તે સર્વ ઇષ્ટફલની સાધક તો નથી, પરંતુ સંયમના પાલનથી પ્રગટ થયેલ શુદ્ધિને કંઈક પ્લાન કરનાર હોવાથી અનિષ્ટની સાધનારી છે માટે સુસાધુએ નિરતિચાર મૂળ-ઉત્તરગુણોનું સ્વરૂપ ચિત્ત સન્મુખ રાખીને તેને અનુરૂપ શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ પ્રકારના ઇષ્ટની પ્રાપ્તિ થાય. l૪૭૯ll અવતરણિકા :
तस्मादकारणं चिरदीक्षितता निरतिचारतैवेष्टसाधिकेति, सा च गाढमप्रमादिनो भवति । यत માદઅવતરણિકાર્ચ -
તે કારણથી=અખ્ખલિત મૂળ-ઉત્તરગુણો સંયમમાં સાધુને ગણનાપાત્ર બને છે તે કારણથી, ચિરદીક્ષિતતા અકારણ છે, નિરતિચારતા જ ઈષ્ટસાધિકા છે અને તે=નિરતિચારતા, ગાઢ અપ્રમાદીને હોય છે, જે કારણથી કહે છે –
ગાથા :
जो न वि दिणे दिणे, संकलेइ के अज्ज अज्जिया मि गुणा ?।
अगुणेसु य न य खलिओ, कह सो उ करेज्ज अप्पहियं ?॥४८०।। ગાથાર્થ :
આજે મારા વડે કયા ગુણો પ્રાપ્ત કરાયા અને અગુણોમાં હું ખલના પામ્યો નથી, એ પ્રકારે જે સાધુ દરેક દિવસે સંકલના કરતો નથી, તે સાધુ કઈ રીતે આત્મહિતને કરે? Il૪૮oll ટીકા :___ यो नाऽपि नैव दिने दिने, अपिशब्दात् रात्रौ रात्रौ च सङ्कलयति सम्यग्बुद्ध्या निरूपयति, यदुत के अद्याऽर्जिता अधिगता मया गुणा ज्ञानादयः, अगुणेषु च मिथ्यात्वादिषु न च नैव स्खलितः सातिचारोऽहं जात इति । कथमसौ कुर्यादात्महितं, स्वपथ्यं सम्यग्वासनाशून्यत्वादिति T૪૮૦
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૦, ૪૮૧-૪૮૨
ટીકાર્ય :
-
यो नाऽपि શૂન્યત્વાહિતિ । જે સાધુ દરેક દિવસે અને ઋષિ શબ્દથી દરેક રાત્રિએ સંકલના કરતો નથી=સમ્યગ્ બુદ્ધિથી અવલોકન કરતો નથી, શું અવલોકન કરતો નથી તે યદ્યુતથી બતાવે છે · કયા જ્ઞાનાદિ ગુણો મારા વડે પ્રાપ્ત કરાયા=આત્મામાં સ્થિર કરાયા અને અગુણોમાં=મિથ્યાત્વ વગેરેમાં, હું સ્ખલના પામ્યો નથી જ=હું અતિચારવાળો થયો નથી જ, એ પ્રમાણે સંકલના કરતો નથી, તે સાધુ કેવી રીતે આત્મહિતને કરે ? અર્થાત્ કરે નહિ; કેમ કે સ્વપથ્યને આશ્રયીને સમ્યગ્ વાસનાનું શૂન્યપણું છે. ।।૪૮૦ના
.....
૧૪૩
ભાવાર્થ:
સુસાધુ સંયમની ઉચિત ક્રિયાઓ કરીને તે તે ક્રિયાઓ દ્વારા સંયમની સતત વૃદ્ધિ કરે છે, તેના બળથી પોતાનામાં શમભાવના પરિણામની કેટલી વૃદ્ધિ થઈ, તેની સંકલના કરે છે. તેથી જેમ જેમ પૂર્વમાં તે તે નિમિત્તથી શમભાવનો પરિણામ સ્ખલના પામતો હતો તે જ અભ્યાસની વૃદ્ધિને કારણે તે નિમિત્તથી ફરી સંયમ સ્ખલના ન પામે તેવો દૃઢ યત્ન થાય છે, તેનાથી સાધુ નક્કી કરે છે કે મારામાં શમભાવનો સ્થિરભાવ પહેલા કરતાં અધિક અધિક થતો જાય છે અને તેના કારણે પૂર્વમાં નિમિત્તને પામીને જે દોષો થતા હતા, તે અલ્પ અલ્પતર થતા દેખાય છે. પરંતુ જે મહાત્મા સંયમની ક્રિયા કરીને પ્રતિદિન તે પ્રકારે સંકલના કરતા નથી કે આજની મારી સંયમની ક્રિયાથી કેટલા ગુણો પ્રાપ્ત કરાયા અર્થાત્ પૂર્વના મારા બોધમાં કેટલી અતિશયતા થઈ ? કયા પ્રકારના સૂક્ષ્મ ભાવોનું જ્ઞાન થયું, ભગવાનના વચન વિષયક મારી શ્રદ્ધા કેટલી સ્થિર સ્થિરતર થઈ અને શમભાવના પરિણામરૂપ ચારિત્રનો પરિણામ કેટલો અતિશય થયો, એ પ્રકારે જેઓ સંકલના કરતા નથી અને મિથ્યાત્વાદિ ભાવોમાં અર્થાત્ બોધનો વિપર્યાસ, રુચિનો વિપર્યાસ અને શમભાવના વિપર્યાસમાં પોતે ક્યાંય સ્ખલના પામ્યા નથી, તેનો વિચાર કરતા નથી, પરંતુ તે તે નિમિત્તોને પામીને સ્ખલના થતી હોય છતાં તેની ઉપસ્થિતિ કરતા નથી, તે સાધુ કઈ રીતે આત્મહિત કરી શકે ? અર્થાત્ તેઓ સંયમની ક્રિયા કરે, નવું નવું ભણે તોપણ આત્મહિત થાય નહિ; કેમ કે સ્વપથ્યને આશ્રયીને સમ્યગ્ વાસનાનું શૂન્યપણું છે=મારું પથ્ય વૃદ્ધિ પામે અને અપથ્ય દૂર થાય તે પ્રકારના પ્રયત્નનો અભાવ છે. II૪૮૦મા
અવતરણિકા :
तदेवमादित आरभ्यानेकाकारेषूपदेशेषु सदनुष्ठानगोचरेषु दत्तेष्वपि केचिद् न प्रतिपद्यन्ते, अपरे प्रतिपन्नमपि शिथिलयन्तीति दर्शयन्नाह
અવતરણિકાર્થ ઃ
આ રીતે આદિથી માંડીને અનેક આકારવાળા સદનુષ્ઠાન વિષયક ઉપદેશો અપાયે છતે પણ કેટલાક તેને તે ઉપદેશને સ્વીકારતા નથી, વળી બીજા સ્વીકારાયેલાને પણ શિથિલ કરે છે, એ પ્રકારે બતાવતાં કહે છે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨
ભાવાર્થ :
ઉપદેશમાલાના પ્રારંભથી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સદનુષ્ઠાન વિષયક અનેક પ્રકારના ઉપદેશો આપ્યા અને કેટલાક જીવો પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ દ્વારા તે સર્વ ઉપદેશને વાંચે છે, સાંભળે છે, પરંતુ તેના વિષયક કોઈ પરિણામ કરતા નથી, માત્ર ગ્રંથ વાંચીને સંતોષ માને છે, તેઓ તે ઉપદેશનો લેશ પણ સ્વીકાર કરતા નથી. તેમના માટે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન નિષ્ફળપ્રાયઃ છે. વળી કેટલાક યોગ્ય જીવો તે સર્વ ઉપદેશ સાંભળે છે તે વખતે તે પ્રકારે સેવન કરવાનો કંઈક પરિણામ કરે છે, તોપણ તે ઉપદેશને સતત દઢ અવધારણ કરીને શક્તિ અનુસાર સ્વભૂમિકાની ઉચિત આચરણા કરવા યત્ન કરતા નથી, પરંતુ ઉપદેશ સાંભળે ત્યારે પરિણામવાળા થાય છે. ત્યારપછી તે ઉપદેશનાં વચનો તેમના ચિત્તમાં શિથિલ શિથિલતર થાય છે તેને બતાવતાં કહે છે –
ગાથા :
इय गणियं इय तुलियं, इय बहुहा दरिसियं नियमियं च । जइ तहवि न पडिबुज्झइ, किं कीरउ ? नूण भवियव्वं ।।४८१।। किमगं तु पुणो जेणं, संजमसेढी सिढिलीकया होइ ।
सो तं चिय पडिवज्जइ, दुक्खं पच्छा उ उज्जमइ ।।४८२।। ગાથાર્થ :
આ રીતે ગણના કરાયું, આ રીતે તુલના કરાયું, આ રીતે ઘણા પ્રકારે દેખાડાયું અને નિયમિત કરાયું તોપણ જો પ્રતિબોધ પામતો નથી, તો શું કરે? ખરેખર થવું જોઈએ=અનંતકાળ સુધી તે જીવે સંસારમાં ભટકવું જોઈએ.
અંગકહે પ્રાણી, શું વળી જેના વડે સંયમશ્રેણી શિથિલ કરાયેલી છે તે=શિથિલ પુરુષ, તેને જEશૈથિલ્યને પ્રાપ્ત કરે છે, પાછળથી દુઃખે કરીને ઉધમ કરે છે. Il૪૮૧-૪૮થી ટીકા :
इत्युक्तेन प्रकारेण गणितं परिसङ्ख्यातं 'संवत्सरमृषभजिन' इत्यादिना सदनुष्ठानमिति सर्वत्र योज्यमिति, तुलितमाकलितम् अवन्तिसुकुमारोदाहरणादिना इति, बहुधाऽनेकप्रकारं दर्शितमार्यमहागिरिदृष्टान्तादिना, नियमितं च नियन्त्रितं चशब्दादन्वयव्यतिरेकाभ्यां, समितिकषायगौरवेन्द्रियेत्यादियतनयाऽन्वयेन, द्विचत्वारिंशदेषणा न रक्षतीत्यादिना व्यतिरेकेण च नियतं दर्शितमिति यावत्, यदि तथापि इयताऽप्यादरेण कथयता न प्रतिबुध्यते गुरुकर्मकैर्न तत्त्वदर्शिभिर्भूयते, ततः किं क्रियतामन्यत् समधिकतरं !, नूनं निश्चितं भवितव्यमनन्तकालं संसारे तैरिति गम्यते ।।४८१।।
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨ ટીકાર્ય :
ત્યુન ... ગીતે ઉક્ત પ્રકારથી=ગાથા-૩માં કહ્યું કે ઋષભદેવ ભગવાને બાર મહિના તપ કર્યો ઈત્યાદિ દ્વારા સદનુષ્ઠાન ગણિત છે કહેવાયું છે, એ પ્રમાણે સર્વત્ર જોડવું=આગળનાં સર્વ સ્થાનોમાં સદનુષ્ઠાન શબ્દનું યોજન કરવું, અવંતિ સુકુમારના ઉદાહરણાદિ દ્વારા તુલના કરાયેલું છે=સદનુષ્ઠાન જણાયેલું છે, આર્યમહાગિરિના દાંત વગેરેથી બહુધા અનેક પ્રકારે, સદનુષ્ઠાન બતાવાયેલું છે. અને નિયમિત છે અનેક પ્રકારે નિયંત્રિત છે અને શબ્દથી અવય વ્યતિરેકથી નિયમિત છે,
કઈ રીતે અન્વય વ્યતિરેકથી નિયમિત છે તે બતાવે છે –
સમિતિ-કષાય-ગારવ-ઈદ્રિય ઈત્યાદિ ગાથા-૨૫ની યતનાથી અન્વયથી નિયંત્રિત છે અને બેતાલીસ એષણા દોષોને રક્ષણ કરતો નથી ઈત્યાદિ ગાથા-૩૫૪થી વ્યતિરેકથી નિયત બતાવાયું તોપણ જો=આટલા આદરથી કહેવાતાને પણ જો, ગુરુકર્મવાળા જીવો વડે પ્રતિબોધ પમાતો નથી અને તત્વદર્શી થવાતું નથી, તો બીજું સમાધિ કરનારું શું કરી શકાય ? અર્થાત્ કંઈ કરી શકાય નહિ, નક્કી તેઓએ અનંત સંસારમાં ભટકવાનું છે, એ પ્રમાણે જણાય છે. ૪૮૧ાા ટીકા :___ 'किमगंतु पुणो'त्ति अगेति शिष्यामन्त्रणम्, अनुस्वारविपर्ययः प्राकृतत्वात्, तुशब्दश्चशब्दार्थे, ततश्च किञ्चेत्यभ्युच्चये गृहीत्वाऽपि पुनर्भूयो येनापुण्यवता संयमश्रेणिर्गुणपद्धतिरित्यर्थः, शिथिलीकृता अनादृता भवति सोऽप्रतिपन्नगुणात् गाढतरं जघन्यतर इत्यभ्युच्चयः । तदुक्तम्वरं कृतध्वस्तगुणादत्यन्तमगुणः पुमान् ।। प्रकृत्या ह्यमणिः श्रेयानालङ्कारश्च्युतोपलः ।। पुनरपि गुणपद्धतिं सन्थास्यतीति चेत् नैतदस्ति यत आह-स शिथिलस्तदेव शैथिल्यं प्रतिपद्यते, दुःखं कृच्छ्रेण पश्चात् तुशब्दाच्चिन्तयन्नप्युद्यच्छत्युद्यमं कुरुते, महामोहवृद्धेरिति ।।४८२।। ટીકાર્ચ -
વિમi તુ પુત્તિ.... મહાનોદવૃત્તિ એ શબ્દ શિષ્યના આમંત્રણ માટે છે, અનુસ્વારનો વિપર્યય પ્રાકૃતપણાને કારણે છે=વિમમાં રહેલો અનુસ્વાર ન ઉપર જોઈએ એના બદલે જ ઉપર કરેલો છે તે પ્રાકૃત ભાષા હોવાના કારણે છે, તે શબ્દ ર શબ્દના અર્થમાં છે અને તેથી તુ શબ્દ શિષ્ય એ પ્રકારે અમ્યુચ્ચયમાં છે, વળી ગ્રહણ કરીને પણ અપુષ્યવાળા એવા જેના વડે સંયમશ્રેણી–ગુણપદ્ધતિ, શિથિલ કરાઈ=અનાદર કરાયેલી છે, તે સાધુ અપ્રતિપત્ર અર્થાત નહિ સ્વીકારાયેલા ગુણવાળાથીeગૃહસ્થથી અત્યંત જઘન્યતર છે, એ પ્રમાણે અમ્યુચ્ચય છે તુ શબ્દથી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧–૪૮૨
એ પ્રકારે અમ્યુચ્ચય છે તે કહેવાયું છે કરાયા છે ધ્વસ્ત ગુણ જેના વડે એવા પુરુષથી અત્યંત અગુણવાળો પુરુષ શ્રેષ્ઠ છે, પ્રકૃતિથી અમણિ સુંદર છે, નીકળી ગયેલા પથ્થરવાળો અલંકાર શ્રેષ્ઠ નથી. શિથિલ થયેલો જીવ ફરી પણ ગુણપદ્ધતિ પ્રાપ્ત કરશે એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે, તો કહે છે
-
એ નથી=ફરી ગુણપદ્ધતિ પ્રાપ્ત થાય છે એ નથી, જે કારણથી કહે છે તે=શિથિલ સાધુ, તેને જ=શૈથિલ્યને, સ્વીકારે છે–ઉત્તર-ઉત્તરના ભવોમાં શૈથિલ્યને પ્રાપ્ત કરે છે, પાછળથી દુઃખપૂર્વક= કષ્ટથી=મુશ્કેલીથી, ઉદ્યમ કરે છે, તુ શબ્દથી ઉદ્યમ કરવાનું ચિંતવન કરતો પણ દુઃખે કરીને ઉદ્યમવાળો થાય છે; કેમ કે મહામોહતી વૃદ્ધિ થયેલી છે. ।।૪૮૨ા
-
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં ઋષભદેવ ભગવાન અને વીર ભગવાનના દૃષ્ટાંતથી તપમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવ્યું, વળી ક્ષમા વગેરેમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવ્યું. તેમાં અવંતિસુકુમાર વગેરેના ઉદાહરણાદિ દ્વારા તે ક્ષમા વગેરે ભાવોનો બોધ કરાવ્યો. વળી આર્ય મહાગિરિ વગેરેના દૃષ્ટાંત દ્વારા અનેક પ્રકારના અપ્રમાદનો બોધ કરાવ્યો. વળી ત્યારપછી સમિતિ કષાય ગૌરવ ઇત્યાદિ ગાથા દ્વારા યતના બતાવી અને જેઓ ભિક્ષાના બેતાલીસ દોષોનું રક્ષણ કરતા નથી તેમને કેવા કેવા અનર્થો થાય છે તે બતાવ્યું. આ રીતે સંયમજીવનમાં સાધુએ શું કરવું જોઈએ ? એ ગ્રંથકારશ્રીએ અત્યંત આદરથી બતાવ્યું અને સંયમજીવનમાં અસમર્થ છે તેમણે સંયમની શક્તિનો સંચય કરવા માટે શ્રાવકજીવનમાં કઈ રીતે અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ એ બતાવ્યું. આમ છતાં ભારેકર્મી જીવો પ્રસ્તુત ગ્રંથ ભણે છે, વાંચે છે, સાંભળે છે તોપણ પ્રતિબોધ પામતા નથી અને તત્ત્વને જોનારા થતા નથી, પરંતુ અનાદિના મોહના પરિણામને વશ યથાતથા સંયમજીવન આચરે છે કે યથાતથા શ્રાવકજીવન આચરે છે, તેઓ આત્માના હિતની ઉપેક્ષા કરે છે એને ગ્રંથકારશ્રી કહે છે
આનાથી અધિક અમે શું કરીએ ? આત્મહિત માટે જે કંઈ કહેવા જેવું છે તે અમે કહ્યું છે, છતાં જેઓ તે સર્વ ભાવોને સ્પર્શીને શક્તિ અનુસાર આત્મહિતમાં ઉદ્યમ કરતા નથી, તેઓ નક્કી સંસારમાં અનંતકાળ ભટકવાના છે; કેમ કે તેમનામાં મિથ્યાત્વના ઉદયથી અનંત સંસારને ચલાવે એવો અનંતાનુબંધી કષાય વર્તે છે. આથી આત્મહિત માટે આટલો ગંભીર ઉપદેશ આપવા છતાં તેઓ લેશ પણ સાવધાન થતા નથી, તેથી ભારેકર્મી એવા તે જીવો સંસારમાં અવશ્ય અનંતકાળ ભટકશે.
વળી કેટલાક જીવો આ પ્રકારનો ઉપદેશ સાંભળીને સંયમશ્રેણીને સ્વીકારે છે. તેથી શક્તિ અનુસાર શ્રાવકપણું કે સાધુપણું સ્વીકારે છે અને સ્વીકારતી વખતે કંઈક ઉત્સાહથી તે તે ક્રિયાઓ કરીને કંઈક શુભ ભાવો કરે છે તોપણ સંયમની ક્રિયાઓ કષ્ટસાધ્ય જણાવાથી પાછળથી પ્રમાદી થાય છે. તેથી સંયમજીવનમાં જેમતેમ જીવે છે, તેઓ અત્યંત હીન છે અર્થાત્ જેમણે સંયમ સ્વીકાર્યું નથી કે દેશવિરતિ સ્વીકારી નથી, તેના કરતાં પણ સંયમ સ્વીકારીને કે દેશવિરતિ સ્વીકારીને પાછળથી પ્રમાદી બને છે તેઓ અત્યંત હીન છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨, ૪૮૩
૧૪૭
અહીં પ્રશ્ન થાય કે એક વખત સંયમનો પરિણામ થયો છે, તેથી વર્તમાનમાં પ્રમાદ કરે છે તોપણ ફરી તેઓ સંયમના પરિણામને અભિમુખ થશે. તેથી કહે છે જેઓ સંયમને સ્વીકાર્યા પછી શિથિલ પરિણામવાળા થયા છે, તેમનામાં તે શિથિલપણાનો ભાવ દૃઢ થાય છે, તેથી અનેક ભવો સુધી શિથિલતાની પ્રાપ્તિ થશે અને પાછળથી ઘણી મુશ્કેલીથી ઉદ્યમ ક૨શે, જેમ શીતલવિહારી સાધુએ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરેલ, પછી નિમિત્તોને પામીને પ્રમાદી થયા, તે પ્રમાદના સંસ્કારો અત્યંત દૃઢ થવાથી અનંતકાળ સુધી દરેક ભવમાં તે પ્રમાદનો સ્વભાવ જ સાથે આવે છે, તેથી સંસારના પરિભ્રમણની કદર્થનાને પામીને કેવળી પાસે પ્રતિબોધ પામીને ફરી ઉદ્યમ કરે છે, તેથી જેઓ સંયમને સ્વીકાર્યા પછી કોઈક નિમિત્તે પ્રમાદી થયા પછી શીઘ્ર સાવધાન ન થાય તો તે પ્રમાદના સંસ્કારોથી ઉત્તરોત્તર પ્રમાદની વૃદ્ધિ કરીને માર્ગથી ભ્રષ્ટ થશે, પાછળથી ઘણા પ્રયત્નથી ઉદ્યમ કરવો પડશે માટે સંયમશ્રેણી નહિ સ્વીકારનાર કરતાં પણ પ્રમાદી સાધુ અધિક હીનતર છે; કેમ કે જેણે સંયમશ્રેણી સ્વીકારી નથી તે જીવ વર્તમાનમાં સંસારી ભાવોમાં વર્તે છે અને ક્યારેક ઉપદેશના નિમિત્તને પામીને, માર્ગને પામીને આત્મહિત સાધશે, પરંતુ જેઓ સંયમશ્રેણિ સ્વીકાર્યા પછી તેનો અનાદર કરે છે તેઓ તેનાથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મોને કારણે ઘણા ભવો સુધી સન્માર્ગ પામી શકતા નથી, માટે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરીને શક્તિ અનુસાર તપ અને ક્ષમા વગેરે ભાવોમાં સદા ઉદ્યમશીલ થવું જોઈએ. ll૪૮૧-૪૮૨
અવતરણિકા :
लघुकर्मकास्तु यदुपदिश्यते तदेवाचरन्त्यत एव तानुद्दिश्योपदेशसर्वस्वमाह
અવતરણિકાર્ય :
વળી લઘુકર્મવાળા જીવો જે ઉપદેશ અપાય છે તેને જ આચરે છે જ, તેમને ઉદ્દેશીને ઉપદેશના સર્વસ્વને કહે છે
ગાથા:
=
जइ सव्वं उवलद्धं, जइ अप्पा भाविओ उवसमेणं ।
कायं वायं च मणं च उप्पहेणं जह न देइ ।। ४८३ ।।
ગાથાર્થ ઃ
જો સર્વ=પૂર્વમાં કહેલું સર્વ, ઉપલબ્ધ છે—બોધ કરાયો છે, જો ઉપદેશથી આત્મા ભાવિત છે, તો કાયા, વાણી અને મન ઉત્પથથી ન પ્રવર્તે, તે પ્રમાણે કરવું જોઈએ. II૪૮૩।।
ટીકા ઃ
यदि सर्वं समस्तमनन्तरोक्तं वक्ष्यमाणं सिद्धान्ताभिहितं चोपलब्धं सम्यक् परिच्छिन्नं भवद्भिर्यद्यात्मान्तर्यायी भावितो वासित उपशमेन रागादिजयेन, अनेन सम्यगुपालम्भकार्यं दर्शयति, ततो हे !
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૩ विवेकिनो भाविदोषनिरोधार्थं प्राचीनदोषक्षपणार्थं च कायं देहं वाचं गिरं च मनश्च चित्तमुत्पथेनोन्मार्गेण यथा न ददध्वं यूयं तथा विधेयम् यथोत्पथप्रवृत्ता योगा न भवन्ति तथा वर्तितव्यमित्यर्थः, तदनेनैतल्लक्षयति यो योगत्रयं सम्यग् नियन्त्रयति तेन सर्वोऽप्यागमार्थोऽनुष्ठितो भवतीति ।।४८३।। ટીકાર્ચ -
દિ સર્વ ... મવતીતિ | જો સર્વ=અનંતરમાં કહેવાયેલું સમસ્ત અને આગળ કહેવાશે એ સિદ્ધાંતમાં કહેવાયેલું, ઉપલબ્ધ છે તમારા વડે સમ્યફ બોધ કરાયો છે, જો આત્મા–અંતર્યાયી–દેહ અંતવર્તી આત્મા, ઉપશમથી=રાગાદિના જયથી, ભાવિત છેઃવાસિત છે, આના દ્વારાઆત્મા ઉપશમથી વાસિત છે એ કથન દ્વારા, સમ્યગૂ ઉપાલમ્બના કાર્યને બતાવે છે. તેથી=સમ્યમ્ બોધરૂપ કાર્ય થયું છે. તેથી, હે વિવેકી જીવો, ભાવિ દોષના વિરોધ માટે અને પ્રાચીન દોષના ક્ષય માટે કાયાને–દેહને, વાણી અને મનને=ચિતને, ઉત્પથથી–ઉન્માર્ગથી, જે પ્રમાણે પ્રવર્તે નહિ, તે પ્રમાણે કરવું જોઈએ=જે પ્રમાણે ઉત્પથમાં પ્રવૃત યોગો થતા નથી, તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ, તે પ્રકારનો અર્થ છે. તે કારણથી આના દ્વારા=ગાથાના ઉત્તરાર્ધ દ્વારા, આને જણાવે છે – જે યોગત્રયને સમ્યમ્ નિયંત્રણ કરે છે તેના વડે સર્વ પણ આગમનો અર્થ સેવાયેલો છે. I૪૮૩ાા ભાવાર્થ
અવતરણિકામાં કહ્યું કે લઘુકર્મવાળા જીવોને જે ઉપદેશ અપાય છે તેનું જ આચરણ કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંસારથી અત્યંત ભય પામ્યા છે, સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે, તેથી તત્ત્વને જાણવા માટે તત્પર થયા છે અને તત્ત્વને જાણીને તે રીતે શક્તિ અનુસાર સેવવા માટે અભિમુખ થયા છે તે જીવો લઘુકર્મવાળા છે. પૂર્વમાં કહેલા સર્વ ઉપદેશને તે રીતે જાણવા યત્ન કરે છે. જેથી પોતાના નામની જેમ તે ઉપદેશનાં વચનોનું તાત્પર્ય તેમને સદા સ્મરણમાં રહે અને જેમને તે ઉપદેશનું તાત્પર્ય તે રીતે સ્મરણમાં રહે છે અને આગળ ગ્રંથકારશ્રી જે કહેવાના છે તેનું પણ તાત્પર્ય સ્મરણમાં રહે છે તેમણે જ તેના પરમાર્થને પ્રાપ્ત કર્યો છે. આથી જ ગ્રંથ ભણ્યા પછી ગીતાર્થ ગુરુ તેને સ્થિરપરિચિત કરવાની આજ્ઞા આપે છે, તેથી જેઓ પ્રસ્તુત ઉપદેશમાલાના વક્તવ્યને સ્થિરપરિચિત કરે છે, તેઓ લઘુકર્મી જીવો છે અને આ ઉપદેશને સ્થિર કર્યા પછી પોતાની શક્તિનું આલોચન કરીને શક્તિ અનુસાર તપમાં અને કષાયોના ઉપશમમાં યત્ન કરવા માટે તે તે સૂત્રોથી આત્માને અવશ્ય ભાવિત કરે છે, જે સમ્યગ્બોધના કાર્યરૂપ છે, તેથી એ ફલિત થાય કે સૂત્રો સ્થિર પરિચિત કર્યા પછી તે સૂત્રોથી આત્માને પુનઃ પુનઃ ભાવિત કરવામાં આવે તો, જેમ ઋષભદેવ ભગવાને અને વિર ભગવાને તપ કર્યો, તેમ પોતે પણ અન્ય ઉચિત યોગોનો નાશ ન થાય તે રીતે બાહ્ય તપમાં અવશ્ય યત્ન કરે. વળી વીર ભગવાને ઉપસર્ગો અને પરિષહોને સહન કર્યા, તેમ મોક્ષના અર્થી તે મહાત્મા પણ પોતાની શક્તિ અનુસાર પ્રતિકૂળ ભાવોની ઉપેક્ષા કરીને પોતાના ચિત્તને ક્ષમા વગેરે ભાવોમાં પ્રવર્તાવવા અવશ્ય યત્ન કરે અને તે ભાવોને પ્રગટ
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૮૩-૪૮૪
૧૪૯
કરવા માટે પ્રસ્તુત ઉપદેશમાલાનાં વચનોથી આત્માને ભાવિત કરે. આ રીતે જે મહાત્માએ આત્માને ભાવિત કર્યો છે, તેણે શું કરવું જોઈએ ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે –
તત્ત્વથી ભાવિત થયેલા છે વિવેકી જીવો, ભવિષ્યમાં દોષ ન થાય તેના નિરોધ માટે અને પૂર્વના સેવાયેલા દોષોથી આધાન થયેલા સંસ્કારોના નાશ માટે તમે મન-વચન-કાયાના યોગોને તે રીતે ઉત્પથમાં ન પ્રવર્તાવો. જેથી આત્મા કષાયના શમનના અતિશયભાવને પ્રાપ્ત કરે; કેમ કે ત્રણેય યોગો ઉત્પથથી નિવર્તન પામીને માર્ગમાં પ્રવર્તે તો પૂર્વમાં થયેલા કુસંસ્કારો તે ઉત્તમ યોગોના બળથી ક્ષીણ થાય અને ભાવિમાં દોષોની પ્રાપ્તિ ન થાય, આથી પોતાની શક્તિનું આલોચન કરીને દેશવિરતિની ભૂમિકા હોય કે સર્વવિરતિની ભૂમિકા તેને અનુરૂપ મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવા જોઈએ. જેથી શીધ્ર સંસારનો ક્ષય થાય અને જેઓ સ્વભૂમિકા અનુસાર ત્રણેય યોગોનું નિયંત્રણ કરે છે, તે મહાત્મા ભગવાનના વચનનું સમ્યગુ સેવન કરનારા છે; કેમ કે આગમનો તે પ્રકારનો ઉપદેશ છે કે પ્રાપ્ત થયેલી શક્તિને સંસારક્ષયમાં પ્રવર્તાવવો. I૪૮૩ અવતરણિકા -
एतदेव व्याचष्टे तत्र तावत्कायमधिकृत्याहઅવતરણિતાર્થ -
આને જ કહે છે–ત્રણ યોગોને ઉત્પથમાં જતા રોકવા જોઈએ એને જ કહે છે, ત્યાં-ત્રણ યોગના વિષયમાં, પ્રથમ કાયાને આશ્રયીને કહે છે =કાયાને ઉભાર્ગમાં જતી રોકવાના ઉપાયને કહે છે –
ગાથા -
हत्थे पाए न खिवे, कायं चालिज्ज तं पि कज्जेण ।
कुम्मो ब्व सए अंगम्मि अंगोवंगाइ गोविज्जा ।।४८४।। ગાથાર્થ :
હાથ અને પગને નિષ્ઠયોજન હલાવે નહિ, તે પણ કાયાને કાર્યથી હલાવે, કાચબાની જેમ પોતાના અંગમાં અંગોપાંગને સંકોચી રાખે. ૪૮૪ ટીકા -
हस्तौ पादौ न क्षिपेनिष्प्रयोजनं न प्रेरयेत्, कायं देहं चालयेत्, तमपि न यथाकथञ्चित् किं तर्हि ? कार्येण ज्ञानादिप्रयोजनेन, अन्यदा पुनः कूर्मवत् कच्छप इव स्वके आत्मीये अङ्गे शरीरेऽङ्गोपाङ्गानि भुजनयनादीनि गोपयेल्लीनानि कुर्यादिति ।।४८४।।
Page #167
--------------------------------------------------------------------------
________________
૧પ૦
ઉપદેશમાલા ભાગ-3| ગાથા-૪૮૪-૪૮૫ ટીકાર્ચ -
સ્તો પતો યુિિત્ત હાથ અને પગને ક્ષેપ કરે નહિ=તિષ્ઠયોજના પ્રવર્તાવે નહિ, કાયાને= દેહને, ચલાવે તેને પણ જેમ તેમ ચલાવે નહિ, તો શું ? એથી કહે છે – કાર્યથી=જ્ઞાનાદિના પ્રયોજનથી, ચલાવે, અત્યદા વળી જ્ઞાનાદિનું પ્રયોજન ન હોય તો, કાચબાની જેમ પોતાના અંગમાં=પોતાના શરીરમાં, અંગોપાંગોને હાથ-આંખ વગેરેને, ગોપવે=લીન કરે. I૪૮૪ ભાવાર્થ :
સુસાધુ ભગવાનના વચનથી અત્યંત ભાવિત હોય છે. તેથી કાયગુપ્તિ દ્વારા ચિત્તને સંવૃત કરવા માટે હાથ-પગ વગેરેને નિષ્ઠયોજન પ્રવર્તાવે નહિ, પરંતુ પ્રતિનિયત સ્થાનમાં સ્થિર આસનમાં બેસીને સૂત્રઅર્થથી આત્માને વાસિત કરે અને જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજનથી કાયાને પ્રવર્તાવે તે યથાકથંચિદ્ પ્રવર્તાવે નહિ=શાસ્ત્રઅધ્યયન કરીને જ્ઞાનવૃદ્ધિ માટે ગુરુ પાસે જવું વગેરે કે વંદન વગેરે કૃત્યમાં આવશ્યક હોય તે રીતે તેટલા પ્રમાણમાં કાયાને પ્રવર્તાવે. વળી ચારિત્રની વૃદ્ધિ માટે ભિક્ષા વગેરે માટે જવું આવશ્યક હોય તોપણ સંયમનું પ્રયોજન હોય તેટલી જ કાયાને પ્રવર્તાવે, અધિક નહિ. વળી નવકલ્પી વિહાર કરીને ગૃહસ્થના અને ક્ષેત્રના પ્રતિબંધ ટાળવા માટે ઉપયોગી હોય તેટલા જ વિહારાદિ કરીને કાયાને પ્રવર્તાવે. પરંતુ નિપ્રયોજન વિહારાદિ કરીને યોગમાર્ગમાં દૃઢ યત્ન કરવાની શક્તિને ક્ષય ન કરે. વળી જ્યારે જ્ઞાનાદિ પ્રયોજનથી કાયાને પ્રવર્તાવવી આવશ્યક નથી. ત્યારે જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અને જ્ઞાનાદિની વૃદ્ધિના અંગભૂત સંવરની વૃદ્ધિ માટે કાચબાની જેમ પોતાનાં અંગોપાંગોને ગોપવીને રાખે અર્થાતુ હાથપગ ચલાવે નહિ. આંખ વગેરે આમતેમ ફેરવે નહિ, પરંતુ સ્થિર બેસીને આત્માને શાસ્ત્રોથી વાસિત કરવા યત્ન કરે. જેથી ચાંચલ્ય દોષજન્ય પૂર્વના જે સંસ્કારો આત્મામાં પડ્યા છે, તેનો ક્ષય થાય અને ભાવિમાં આત્મામાં ચાંચલ્ય દોષ પ્રગટ થાય તેમ હતો, તેનો કાયગુપ્તિ દ્વારા નિરોધ કરે. વળી વિવેકી શ્રાવક પણ ભાવસાધુની જેમ જ કાયગુપ્તિમાં યત્ન કરવાના અર્થી છે, છતાં હજી માત્ર ધર્મ સેવીને સ્વાચ્ય પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેથી ચિત્તના સ્વાથ્ય માટે ધર્મપ્રધાન અર્થ-કામને પણ સેવે છે અને તે ધર્મ, અર્થ, કામના સેવન દ્વારા ચિત્તના સ્વાથ્ય માટે યત્ન કરે છે અને તે ચિત્તના સ્વાસ્થના અંગભૂત કાયનિરોધમાં સુશ્રાવક પણ અવશ્ય યત્ન કરે. આથી રાત્રે કે અર્ધરાત્રિએ જાગે ત્યારે સ્થિર આસન પર બેસીને શ્રાવકો પણ ધર્મજાગરિકા કરે છે, ત્યારે કાયગુપ્તિમાં યત્ન કરીને સર્વવિરતિની પ્રાપ્તિનો અભિલાષ કરે છે. I૪૮૪ અવતરણિકા:
अधुना वाचमुररीकृत्याहઅવતરણિકાર્ય :હવે વાણીને આશ્રયીને ઉત્પથગમનના નિવારણનો ઉપદેશ આપે છે –
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૫
૧૫૧
ગાથા :
विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च ।
जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ।।४८५।। ગાથાર્થ :| વિકથાને, વિનોદભાષાને, અંતરભાષાને, અવાક્યભાષાને, કે જેને અનિષ્ટ એવી ભાષાને અને નહિ પુછાયેલો સાધુ બોલે નહિ. Il૪૮૫ll ટીકા :
विरूपा कथा विकथा देशादिसम्बन्धिनी, तां न भाषेत इति सर्वत्र सम्बन्धः, ज्ञानादिप्रयोजनरहिता विनोदनिमित्तं कालनयनाय भाषा विनोदभाषा ताम्, अन्तरे गुरुभाषाविवरे भाषा अन्तरभाषा ताम्, अवाक्येनावचनीयेन यकारमकारादिना भाषा अवाक्यभाषा तां च, यां काञ्चिद्यस्य कस्यचिदनिष्टामप्रियामपृष्टश्च केनचिद् वाचालतया भाषां न भाषेत न ब्रूयादिति ॥४८५॥ ટીકાર્ય :
વિરૂપ તથા નૂયાવિતિ | વિરૂપા કથા વિકથા દેશ વગેરે સંબંધી તેને બોલે નહિ, એ પ્રકારે સર્વત્ર સર્વ વિશેષણોમાં, સંબંધ છે, જ્ઞાન વગેરેના પ્રયોજતથી રહિત વિનોદના નિમિત્તે કાલ પસાર કરવા માટે ભાષા વિનોદભાષા, તેને બોલે નહિ, અંતરમાંકગુરુ બોલતા હોય તેની વચમાં બોલવું, અંતરભાષા, તેને બોલે નહિ, અવાક્યથી=અવચનીય એવા જકાર-મકાર વગેરેથી બોલાય તે અવાક્યભાષા તેને બોલે નહિ, જે કોઈ જેને કોઈને અનિષ્ટ છે-અપ્રિય છે, તેવી ભાષા બોલે નહિ અને નહિ પુછાયેલો=કોઈ વડે નહિ પુછાયેલો વાચાલપણાથી ભાષાને બોલે નહિ. II૪૮પા ભાવાર્થ
વચનગુપ્તિના અર્થી સાધુ સંયમનું પ્રયોજન ન હોય તો મૌન રહીને આત્માને ભાવિત કરે છે અને સંયમના પ્રયોજનથી જે ભાષા બોલે તેનાથી શમભાવના પરિણામની વૃદ્ધિ થાય છે. આમ છતાં અનાભોગાદિથી અસંયમની વૃદ્ધિનું કારણ થાય તેવી ભાષા બોલવાનો સંભવ છે, તેવી ભાષા વચનગુપ્તિના અર્થી સાધુ બોલે નહિ, તે બતાવતાં કહે છે –
સાધુ વિકથાવાળી ભાષા બોલે નહિ, જેમ વર્તમાન સંયોગોમાં શું શું બની રહ્યું છે, તે સર્વ માહિતી સાંભળવા અભિમુખ સંયમી ન હોય, છતાં ક્યારેક કોઈના વચનપ્રયોગથી સંભળાય તોપણ તે સંબંધી ભાષા બોલે નહિ; કેમ કે તેના દ્વારા શમભાવની વૃદ્ધિ થતી નથી, પરંતુ લોકો જે ક્ષુદ્ર માનસથી દેશાદિની કથા કરીને આનંદ લેનારા છે, તેનાથી મોહના ભાવોનું પોષણ થાય છે. વળી રત્નત્રયીની વૃદ્ધિના પ્રયોજન વગર વિનોદ માટે જે ભાષા બોલાય, તેનાથી સંસારી જીવો તે તે વાતો કરીને સુખપૂર્વક કાળ પસાર
Page #169
--------------------------------------------------------------------------
________________
ઉપર
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૫-૪૮૬
કરે છે, તેવી ભાષા સાધુ બોલે નહિ, પરંતુ વચનગુપ્તિને સંવૃત કરીને સૂત્રોથી આત્માને વાસિત રાખવા યત્ન કરે. વળી ગુરુ સન્માર્ગનો ઉપદેશ આપતા હોય અને શિષ્યને વચમાં કોઈ વસ્તુનું સ્મરણ થાય તો ગુરુના કથનની વચમાં કથન કરે નહિ; કેમ કે તે પ્રકારના મોહના આવેગથી તે કથન કરવાની ઇચ્છા થાય છે. તેવી અંતરભાષા વિવેકી સાધુ બોલે નહિ. વળી જે ભાષામાં કોઈ નિયત અર્થ ન હોય તેવી જકાર-મકારવાળી અવાક્ય ભાષા સાધુ બોલે નહિ, વળી કોઈએ પૂછ્યું ન હોય, પરંતુ પોતાની તે તે બોલવાની વૃત્તિને કારણે જે વાચાળતા છે, તેને વશ પણ બોલે નહિ. પરંતુ વચનગુપ્તિથી આત્માને સંવૃત રાખીને સંયમના પ્રયોજનથી જેટલું ઉચિત જણાય તેટલું કથન પરિમિત શબ્દોમાં કરે, જેથી પોતાના સંવેગની વૃદ્ધિ થાય અને યોગ્ય જીવોને માર્ગનો બોધ થવાથી ઉપકાર થાય. II૪૮પા અવતરણિકા :
साम्प्रतं मनोऽधिकृत्याहઅવતરણિકાર્ચ -
હવે મનને આશ્રયીને ઉત્પથથી આત્માનું કઈ રીતે રક્ષણ કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે – ગાથા :
अणवट्ठियं मणो, जस्स झायइ बहुयाई अट्टमट्टाई ।
तं चिंतियं च न लहइ, संचिणइ य पावकम्माइं ॥४८६।। ગાથાર્થ :
જેનું મન અનવસ્થિત છે, ઘણા પ્રકારનાં પાપ સંબંઘી કૃત્યોનું ધ્યાન કરે છે અને તે ચિંતવાયેલાને પ્રાપ્ત કરતો નથી અને પાપકર્મોને એકઠાં કરે છે. આથી મન સ્થિર કરવું જોઈએ, એમ સંબંધ છે. II૪૮૬ ટીકા :
अनवस्थितमतिचञ्चलं मनश्चित्तं यस्य सम्बन्धि ध्यायति चिन्तयति बहूनि नानारूपाणि, 'अट्टमट्टाइंति पापसम्बन्धीन्यदवितर्दानि तदसौ चिन्तितं च यथाभिप्रेतं न लभते न प्राप्नोति, सञ्चिनोति च प्रतिक्षणं बध्नाति पापकर्माणि नरकादियोग्यान्यसातादीनि, अतः स्थिरं शुद्धं मनो विधेयमिति ॥४८६॥ ટીકાર્ય :
નવસ્થિત .... વિષેતિ | અવસ્થિત મન અતિચંચળ ચિત, જેના સંબંધી છે તે બહુ ઘણા રૂપવાળા, પાપસંબંધી અર્ક-વિતર્દીને ચિંતવન કરે છે, તેને=ચિંતવન કરેલી વસ્તુને, આ=
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮-૪૮૭
૧૫૩
ચિંતવન કરનાર જીવ, ચિંતિતને જે પ્રમાણે અભિપ્રેત અર્થાત્ ઇચ્છિત છે તેને, પ્રાપ્ત કરતો નથી અને દરેક ક્ષણે પાપકર્મોને=નરકાદિ યોગ્ય અશાતા વગેરેને, બાંધે છે. આથી શુદ્ધ મન સ્થિર કરવું જોઈએ. I૪૮૬il. ભાવાર્થ :
આત્માનું મુખ્ય પ્રયોજન અનાદિના સંસ્કારોનો ક્ષય કરવો અને અનાદિકાળથી કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મોને ક્ષય કરવો છે. આમ છતાં અનાદિના સંસ્કારને કારણે સંસારી જીવોનું મન અતિ ચંચળ છે. તેથી હંમેશાં પાપના સંબંધવાળા અનેક પદાર્થોનો વિચાર કરે છે અને ચિંતિત અર્થને પ્રાપ્ત કરતો નથી, કેવલ પાપકર્મને બાંધે છે. એથી વિવેકીએ જિનવચનથી મનને અત્યંત ભાવિત કરીને આત્મહિતનું પ્રયોજન ન હોય તેવો વિચારમાત્ર પણ ન કરવો જોઈએ. કદાચ મનોગુપ્તિ અનુકૂળ બળનો સંચય ન થયો હોય તેના કારણે અથવા તે મહાત્મા શ્રાવકની ભૂમિકામાં હોય તો પણ પોતાના સંયોગ અનુસાર ધર્મ-અર્થ-કામ વિષયક પ્રવૃત્તિ શક્ય હોય તેટલો જ વિચાર કરવો જોઈએ અને મનને સુસાધુતાના ભાવોથી અત્યંત ભાવિત કરવું જોઈએ. જેથી સંયમના પ્રયોજન સિવાયનો એક પણ વિચાર પ્રવર્તે નહિ, તે રીતે પોતાનું ચિત્ત શુદ્ધ પથમાં પ્રવર્તે, અન્યથા વચનથી અને કાયાથી જે ભાવો સંભવિત નથી તે ભાવોને મનથી કરીને જીવ દુર્ગતિને અનુકૂળ અનેક પ્રકારનાં પાપકર્મોને બાંધે છે. તેનાથી પોતાના જ આત્માનું અહિત કરે છે. I૪૮ના અવતરણિકા -
पुनरपि गुरुकर्मणो विपरीतचारितां दर्शयतिઅવતરણિકાર્ય :
ફરી પણ ગુરુકર્મવાળા જીવોની વિપરીત ચારિતાને બતાવે છે–પૂર્વમાં ગાથા-૪૮૧-૪૮૨માં ગુરુકર્મવાળા જીવો કઈ રીતે વિપરીત આચરણાવાળા છે તે બતાવ્યું. હવે તેમની વિપરીત આચરણાને બીજી રીતે બતાવે છે –
ગાથા -
जह जह सव्व्वलद्धं, जह जह सुचिरं तवोवणे वुत्थं ।
तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ।।४८७।। ગાથાર્થ -
જે જે પ્રકારે સર્વ ઉપલબ્ધ કરાયું, જે જે પ્રમાણે લાંબો વખત તપઉપવનમાં રહેવાયું, તે તે પ્રકારે કર્મના ભારથી ગુરુ થયેલો જીવ સંયમ નિર્બાહ્ય થયો. II૪૮૭ી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૭-૪૮૮ ટીકા :
यथा यथा सर्वं समस्तमुपलब्धं ज्ञानावरणक्षयोपशमेनागमरहस्य, यथा यथा सुचिरं प्रभूतकालं तपउपवने सुसाधुमध्ये उषितं स्थितं तेन तथा तथा कर्मभरगुरुर्मिथ्यात्वादिकर्मभाराक्रान्तः सन् संयमनिर्बाहिर आगमोक्तानुष्ठानबहिर्भूतोऽसौ जातः सम्पन्न इति ।।४८७।। ટીકાર્ય :
યથા યથા. સમ્પન્નતિ ા જે જે પ્રમાણે સર્વત્રસમસ્ત, જ્ઞાનાવરણના ક્ષયોપશમથી આગમરહસ્ય ઉપલબ્ધ કરાયું, જે જે પ્રમાણે સુચિ=ઘણો કાળ, તપઉપવનમાં=સુસાધુની મધ્યમાં રહેવાયું, તેના કારણે તે તે પ્રકારે કર્મના ભારથી ગુરુ થયેલો જીવ=મિથ્યાત્વ વગેરે કર્મના ભારથી આક્રાંત થયો છતો જીવ, સંયમ નિબંહિર આગમમાં કહેલા અનુષ્ઠાનથી બહિર્ભત એવો, આ થયો. I૪૮મા ભાવાર્થ :
જે જીવોમાં મિથ્યાત્વ પ્રચુર પરિમાણમાં છે, તે જીવો ગુરુકર્મવાળા છે. તેથી તેવા જીવો સુંદર આલંબનને પણ વિનાશનું જ કારણ કરે છે તે બતાવતાં કહે છે –
ગુરુકર્મી જીવો જે જે પ્રકારે શાસ્ત્ર ભણીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આગમના રહસ્યને પ્રાપ્ત કરે છે, તે તે પ્રકારે હું વિદ્વાન છું, શાસ્ત્રમાં નિપુણ છું, જગપૂજ્ય છું વગેરે ભાવો કરીને સંયમથી બહિર્ભત અનુષ્ઠાનવાળા થાય છે અર્થાત્ જ્ઞાન ભણીને પણ સંસારના અન્ય કારણ તુલ્ય કાર્ય કરીને વિનાશને પ્રાપ્ત કરે છે. વળી જે જે પ્રકારે દીર્ઘકાળ સુસાધુની મધ્યમાં રહે છે તે તે પ્રકારે કર્મગુરુ જીવો મહાત્માની સુંદર પ્રકૃતિવાળા પરિણામથી વાસિત થતા નથી, પરંતુ મહાત્માઓની ક્ષતિ જોઈને તેમની હીનતાની જ વિચારણા કરે છે અને પોતાની તુચ્છ આચરણાના ગર્વથી કષાયોની વૃદ્ધિ કરે છે, પરંતુ સંયમનાં અનુષ્ઠાનો સેવીને આગમમાં કહેવાયેલા અનુષ્ઠાનથી બહિર્ભત બને છે; કેમ કે આગમમાં કહેવાયેલ સર્વ અનુષ્ઠાનો કષાયોના શમનમાં પ્રવર્તે છે અને મિથ્યાત્વાદિ કર્મથી આક્રાંત જીવો જે કાંઈ કરે છે, તે મોહધારાની વૃદ્ધિનું કારણ બને તે રીતે કરે છે. તેથી તેમની અધ્યયનની ક્રિયા અને સુસાધુની મધ્યે રહેવાની ક્રિયા સર્વ વિનાશનું કારણ બને છે. ll૪૮ળા અવતરણિકા -
तदेतदस्य सदृक्षमिति दर्शयन्नाहઅવતરણિકાર્ય :
તે આ=ગાથા-૪૮૭માં કહ્યું કે કર્મગુરુ જીવો વિપરીત પ્રવૃત્તિ કરે છે તે આ, આની સદશ છે=ગાથા-૪૮૮માં બતાવે છે એની સદશ છે. એ પ્રકારે બતાવતાં કહે છે –
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૮
૧૫૫
ગાથા -
विज्जप्पो जह जह, ओसहाई पज्जेइ वायहरणाई ।
तह तह से अहिययरं, वाएणाऊरियं पोटें ।।४८८।। ગાથાર્થ :
આત એવો વૈધ જેમ જેમ વાતહરણ ઔષધોને પિવડાવે છે, તેમ તેમ તેનું-રોગીનું, અધિકતર વાયુથી પુરાયેલું પેટ થાય છે. ll૪૮૮ ટીકા :
आप्तो अविप्रतारकः, स चाऽसौ वैद्यश्चाप्तवैद्यः, गाथायामाप्तशब्दस्य परनिपातः प्राकृतत्वात्, स यथा यथौषधानि नागरकादीनि पज्जेइ त्ति पाययति अनात्मवन्तमातुरमिति गम्यते, वातहरणानि वायुनाशकानि, तथा तथा 'से' तस्य आतुरस्याधिकतरं प्रागवस्थायाः समर्गलतरं वातेनापूरितं वायुनाक्रान्तं 'पोट्टे'ति जठरमिति, तथा भगवति सुवैद्ये कर्मवातहरणानि सिद्धान्तपदौषधानि पाययत्यप्यनेकधा पापिष्ठप्राणिरोगिणां चित्तोदरं पापवायुना गाढतरं पूर्यत इत्युपनयः ।।४८८।। ટીકાર્ય :
માપ્ત ... રૂત્યુપનાઃ આત=નહિ ઠગનારા, તે આ વૈદ્ય આપ્તવૈધ છે, ગાથામાં નાત શબ્દનો પરનિપાત પ્રાકૃતપણાને કારણે છે, તે=આપ્ત વૈદ્ય, જેમ જેમ ઔષધો=નાગરક વગેરે ઔષધો, આતુરનેત્રરોગીને, પિવડાવે છે, તેમ તેમ તેનું–રોગીનું, પેટ=જઠર, અધિકતર પૂર્વ અવસ્થાથી અધિકતર, વાયુથી પુરાયેલું વાયુથી આક્રાંત થાય છે, તે પ્રમાણે કર્મવાતને હણનારા ભગવાન સુવૈદ્ય સિદ્ધાંત પદરૂપી ઔષધિને અનેક પ્રકારે પિવડાવતે છતે પણ પાધિષ્ઠ પ્રાણીરૂપ રોગીઓના ચિત્તરૂપી ઉદર પાપવાયુથી ગાઢતર પુરાય છે, એ પ્રકારે ઉપાય છે. ૪૮૮ ભાવાર્થ :
સામાન્યથી ઉચિત ઔષધ તે તે રોગનું નાશક છે. પરંતુ પ્રબળ રોગની અવસ્થામાં ઔષધનું પાન કરાવવામાં આવે તો તે રોગને વધારે છે, પરંતુ રોગનું શમન થતું નથી, તેથી આપ્ત કોઈક વૈદ્ય કોઈક રોગીને વાતદોષમાં તેનું ઉચિત ઔષધ આપે તોપણ વાયુનો નાશ તો ન થાય, પરંતુ તેનું પેટ વાયુથી અધિક ભરાય છે, તેથી તે અધિક દુઃખી થાય છે, તેમ ભારેકર્મી જીવો ભગવાને આપેલ સિદ્ધાંતરૂપ ઔષધને ગ્રહણ કરે તો પણ તે ઔષધ તેમને વિપરીત પરિણમન પામે છે. આથી શાસ્ત્ર ભણીને હું વિદ્વાન છું વગેરે ભાવો કરે છે અને સંયમ ગ્રહણ કરીને યથાતથા આચરણા કરે છે, છતાં અમે સંયમી છીએ તેમ અભિમાન ધારણ કરે છે, નામ-ખ્યાતિની આશંસા કરે છે અથવા આ લોકના-પરલોકના તુચ્છ ફળોની આશંસા કરે છે, પરંતુ વીતરાગના વચનનું દઢ અવલંબન લઈને શક્તિ અનુસાર દઢ યત્ન
Page #173
--------------------------------------------------------------------------
________________
૧પ૬
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૮૮-૪૮૯ કરતા નથી. તેમનું અગુપ્તિવાળું માનસ સિદ્ધાંતના અધ્યયન દ્વારા અધિક અધિકતર અનુપ્ત થાય છે, જેનાથી ક્લિષ્ટ પાપોને બાંધીને તેમનો વિનાશ થાય છે. તેમાં તે ઔષધનો દોષ નથી, પરંતુ તેમની અયોગ્યતાને કારણે તેમનો વિનાશ થાય છે. જોકે વિવેકી વૈદ્ય અયોગ્ય રોગીને ઔષધ આપે નહિ, તેમ સુવૈદ્ય એવા ભગવાન અયોગ્યને સિદ્ધાંત પદરૂપ ઔષધ આપે નહિ. તેથી આ દૃષ્ટાંત તે અંશમાં નથી, પરંતુ સુવૈદ્યનું ઔષધ ગાઢ રોગીને પિવડાવવામાં આવે તો તેનો રોગ વૃદ્ધિ પામે, તેમ ભગવાનની દેશના સાંભળવા આવેલામાં પણ ભારેકર્મી જીવોને ભગવાનનું ઔષધ વિપરીત પરિણમન પામે છે અને વર્તમાનમાં પણ ભગવાનનાં શાસ્ત્રો ભણીને અને સંયમ ગ્રહણ કરીને જે જીવો યથાતથા પ્રવૃત્તિ કરે છે, તે જીવોને ભગવાનના વચનરૂપી ઔષધ વિનાશ પમાડે છે. એ અર્થમાં દૃષ્ટાંતનું યોજન છે. II૪૮૮ાા અવતરણિકા :
ये च जिनवचनवैद्यचिकित्साया अप्यसाध्याः तेऽसाध्या एवेत्यत्रार्थे लौकिकदृष्टान्तानाहઅવતરણિતાર્થ -
અને જેઓ જિતવચનરૂપ વૈદ્યની ચિકિત્સાથી પણ અસાધ્ય છે, તેઓ અસાધ્ય જ છે. આ અર્થમાં લોકિક દષ્ટાંતને કહે છે –
ગાથા :
दड्डजउमकज्जकरं, भिन्नं संखं न होइ पुण करणं ।
लोहं च तंबविद्धं, न एइ परिकम्मणं किंचि ॥४८९।। ગાથાર્થ :
બળેલું લાખ અકાર્યકર છે, ભેદાયેલો શંખ ફરી કરવાનું શક્ય નથી, તાંબાથી વીંધાયેલું લોખંડ કંઈપણ પરિકર્મને પામતું નથી. II૪૮૯ll ટીકા -
दग्धं जतु भस्मीभूतं लाक्षाविकाररूपमकार्यकरं प्रयोजनकारि न तद् भवति, भिन्नं विदलितं, शङ्ख जलजं न तद् भवति, पुनः क्रियत इति पुनःकरणं पुनः कर्तुं न शक्यत इत्यर्थः, लोहम् अयस्तच्च ताम्रविद्धं शुल्बमिश्रं नैति नागच्छति 'परिकम्मणं ति परिकर्म पुनःकरणरूपं किञ्चिद् घटान्तानि लोहानीति प्रसिद्धस्तथा तेऽपि न चिकित्सितुं शक्या इत्युपनयः ।।४८९।। ટીકાર્ય :
ઉં નવું... ફક્યુપનઃ || દગ્ધ જતુ=ભસ્મીભૂત થયેલ લાક્ષાવિકાર રૂપ જતુ, અકાર્યકર છે= લાખના પ્રયોજન કરનારું થતું નથી, ભેદાયેલો શંખ=વિભાગ કરાયેલો જલમાં ઉત્પન્ન થનારો
Page #174
--------------------------------------------------------------------------
________________
૧પ૭
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૯-૪૯૦ શંખ, ફરી તે થતું નથી, ફરી કરાય એ પુનઃકરણ ફરી કરવાને માટે શક્ય નથી, લોખંડ અને તે તાંબાથી વીંધાયેલું=શુલ્બથી મિશ્ર થયેલું, કંઈ પરિકર્મને પામતું નથી=પુનઃકરણરૂપ કંઈપણ પરિકર્મને પામતું નથી; કેમ કે ઘડવાના અંત પામેલું ઘડી ન શકાય એવું, લોખંડ છે એ પ્રકારની પ્રસિદ્ધિ છે, તે પ્રકારે જે પ્રકારે દાંતો બતાવ્યાં તે પ્રકારે, તેઓ પણ=ભારેકર્મી જીવો પણ, ચિકિત્સા કરવા માટે શક્ય નથી, એ પ્રકારે ઉપાય છે. ૪૮૯I ભાવાર્થ :
લાખને અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરવામાં આવે ત્યારપછી તે લાખ કાર્ય કરવા સમર્થ બનતું નથી, શંખને તોડી નાખવામાં આવે તો તેમાંથી ફરી શંખ થતો નથી અને તાંબાથી મિશ્ર લોખંડ હોય તો તે બરછટ થઈ જાય છે. તેથી શસ્ત્ર વગેરે રૂપે ઘડી શકાતું નથી, તેમ કર્મની પ્રચુરતાવાળા જીવોને ભગવાનરૂપી વચનની ઔષધિથી પણ ગુણની પ્રાપ્તિ થતી નથી. આથી જ સંસારી જીવો અનંતકાળથી સંસારમાં ભટકે છે, અનંતી વખત તીર્થકરોનો અને ઉત્તમ પુરુષોનો યોગ થયો તોપણ તેમનો કર્મરોગ અલ્પ થયો નહિ અને કોઈક રીતે કર્મરોગ અલ્પ થાય છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે તે વખતે યોગ્ય ઉપદેશક મળે તો ઉચિત ઔષધપાન દ્વારા તેમનો ભાવરોગ અલ્પ થાય છે. વળી ચરમાવર્તમાં આવેલા જીવને પણ કોઈક નિમિત્તે ભાવરોગ પ્રચુર બને છે, ત્યારે તેમને ભગવાનનું ઔષધ પણ સમ્યગુ પરિણમન પામતું નથી. આથી હળવા કર્મવાળા જીવો પ્રસ્તુત ગ્રંથના ઉપદેશને સૂક્ષ્મ રીતે ભાવન કરીને પોતાની શક્તિ અનુસાર ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરશે અને જે ભારેકર્મી જીવો છે, તેમને આ ઉપદેશ સમ્યગુ પરિણમન પામશે નહિ, તેથી તેઓ માટે ઉપદેશ ભાવરોગનું ઔષધ થઈ શકે નહિ. I૪૮લા
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :અને તે રીતે કહે છેઃઅયોગ્યને ઉપદેશ પરિણમન પામતો નથી તે રીતે કહે છે –
ગાથા :
को दाही उवएस, चरणालसयाण दुवियड्डाण ?
इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ।।४९०।। ગાથાર્થ -
ચારિત્રમાં આળસુ એવા દુર્વિદગ્ધને કોણ ઉપદેશ આપે? દેવલોકના સ્વરૂપને જાણતા એવા ઈન્દ્રને દેવલોક કહેવાનો હોતો નથી. II૪૯૦
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૯૦ ટીકા -
को दास्यत्युपदेशं तत्त्वगोचरं ? न कश्चित्, चरणे चारित्रेऽलसाः प्रमादिनस्त एव चरणालसकास्तेषां, दुर्विदग्धानां विपरीतशास्त्रपल्लवग्राहिणां तदभिमानद्वारेण दृष्टान्तमाह-इन्द्रस्य देवलोको न कथ्यते जानानस्येति तद्गुणज्ञत्वात् तस्य तत्पुरतस्तं वर्णयतः केवलमुपहास्यता, तथा तेऽपि किल वयमेव जानीम इत्युपदिशन्तमुपहसन्ति न पुनस्ते किञ्चिज्जानन्ति प्रबलमोहनिद्रावष्टब्धत्वाद्, अन्यथोन्मार्गप्रवृत्तेरयोगादिति ॥४९०।। ટીકાર્ય :
જે વાસ્થત્યુલેશ ..... ગોપતિ | તત્ત્વ વિષયક ઉપદેશને કોણ આપે ?=કોઈ આપે નહિ, કોને આપે નહિ ? એથી કહે છે –
ચારિત્રમાં આળસુ=પ્રમાદી, તે જ ચારિત્રના આળસુ છે, તેમને ઉપદેશ કોણ આપે ? એમ અવય છે. વળી તે કેવા છે ? તેથી કહે છે –
દુર્વિદગ્ધોને=વિપરીત શાસ્ત્રપલ્લવગ્રાહી એવા અભિમાન દ્વારા દુર્વિદગ્ધ જીવોને, કોણ ઉપદેશ આપે ? દાંતને કહે છે – જાણતા એવા ઇન્દ્રને દેવલોક કહેવાતો નથી; કેમ કે તેના ગુણનું જ્ઞાન છે, તેથી તેનું–દેવલોકવું, તેની આગળ=ઈન્દ્રની આગળ, તેનું વર્ણન કરતાં કેવલ ઉપહાસ્યતા થાય, તે પ્રમાણે તેઓ પણ=દુર્વિદગ્ધ જીવો પણ, ખરેખર અમે જ જાણીએ છીએ, એ પ્રમાણે ઉપદેશ આપનારને હસે છે, પરંતુ પ્રબળ મોહનિદ્રાનું અવષ્ટબ્ધપણું હોવાથી તેઓ કંઈ જાણતા નથી, અન્યથા=પ્રબળ મોહનિદ્રાથી યુક્ત ન હોય તો, ઉન્માર્ગની પ્રવૃત્તિનો અયોગ છેડ્યશાસ્ત્રના બોધથી ઉન્માર્ગની પ્રવૃત્તિનો અયોગ છે. ૪૯૦મા ભાવાર્થ :
કેટલાક જીવો ધર્મબુદ્ધિથી સંયમ ગ્રહણ કરે છે તોપણ જડતા અને મૂઢતાને કારણે જિનવચનના નિયંત્રણથી શાસ્ત્રની પ્રવૃત્તિ કરતા નથી. શાસ્ત્રો ભણે છે, પરંતુ શાસ્ત્રનો ઉપરછલ્લો બોધ કરીને સંતોષ માનતા હોય છે. તેમની મતિ શાસ્ત્રના તાત્પર્યને સ્પર્શનારી હોતી નથી, છતાં તેમને અભિમાન હોય છે કે અમે શાસ્ત્રના મર્મને જાણીએ છીએ, તેવા જીવોને ઉપદેશ આપવા કોઈ સમર્થ નથી; કેમ કે મોહના પ્રાચુર્યને કારણે સ્વચ્છંદ મતિથી આચરણ કરવાની તેમની મનોવૃત્તિ હોય છે અને બોધના વિપર્યાસ આપાદક કર્મોને કારણે શાસ્ત્રના પરમાર્થને સ્પર્શવાને અભિમુખ તેમની મતિ નથી, તેથી સ્થૂલથી શાસ્ત્રોના શબ્દોના અર્થોને ગ્રહણ કરીને પોતે બોધવાના છે, તેમ માને છે અને મૂર્ખ લોકો આગળ પોતે શાસ્ત્રોના પદાર્થો કહી શકે છે, તેથી પોતે વિદ્વાન એવું અભિમાન ધરાવે છે, તેમને ઉપદેશ દ્વારા માર્ગનો બોધ કરાવવો અશક્ય છે, પરંતુ જેઓ ભવથી ભય પામેલા છે, વળી પોતાની અલ્પ બુદ્ધિમાં રહેલી અલ્પતાને
Page #176
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૦-૪૯૧
૧પ૯ યથાર્થ જોનારા છે, વળી શાસ્ત્રોનું તાત્પર્ય અતિગહન છે, એથી તેના તાત્પર્યને જોનારા મહાત્માની સદા ગવેષણા કરનારા છે અને તેમને અનુસરવા માટે તત્પર છે એવા જીવોને ઉપદેશ દ્વારા સૂક્ષ્મ ભાવોનો બોધ કરાવી શકાય છે, પરંતુ જેમને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ અને ગાઢ ચારિત્ર મોહનીય કર્મ વિદ્યમાન છે અને તેથી શાસ્ત્રો ભણીને પણ યથાતથા બોધ કરે છે અને ચારિત્રની ક્રિયા કરીને પણ યથાતથા ક્રિયા કરે છે, તેમને બોધ કરાવવો અશક્ય છે, તેમાં દૃષ્ટાંતને કહે છે –
દેવલોકના સ્વરૂપને જાણનારા ઇન્દ્ર પાસે કોઈ દેવલોકનું વર્ણન કરે તો તે ઇન્દ્ર આગળ ઉપહાસને પાત્ર બને છે, તેમ ચૂલથી શાસ્ત્રો ભણીને પોતે શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે, તેમ માનનારા જીવો પાસે કોઈ શાસ્ત્રના સૂક્ષ્મ ભાવો કહે તોપણ તે અમે જાણીએ છીએ, તેમ માનીને કહેનારાનો ઉપહાસ કરે છે, પરંતુ તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણતા નથી; કેમ કે પ્રબળ મોહનો ઉદય વર્તે છે. આથી માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. જોકે કેટલાક જીવો કલ્યાણના અર્થી હોય છે, તેથી જ શાસ્ત્ર ભણે છે, શુદ્ધ આચરણા કરીને હિત સાધવું છે તેવી બુદ્ધિવાળા હોય છે તો પણ તેવા બોધની સામગ્રીના અભાવને કારણે અને સ્થૂલ મતિવાળા જીવોથી શાસ્ત્રોનો પૂલ બોધ થયો હોવાને કારણે સ્થૂલ ચારિત્રની આચરણામાં તેમને ચારિત્રની બુદ્ધિ થયેલી હોય છે, તેથી પોતાનું હિત સાધી શકતા નથી, છતાં વિપર્યાસ આપાદક કર્મ કંઈક શિથિલ હોવાથી સામગ્રીને પામીને માર્ગ પામે તેવા હોવાથી તેઓ ઉપદેશને યોગ્ય છે તોપણ વિશિષ્ટ ઉપદેશકના અભાવને કારણે સ્વશક્તિ અનુસાર હિત સાધી શકતા નથી અને ભિન્ન ભિન્ન ઉપદેશકો દ્વારા શાસ્ત્રના અર્થોને તે તે પ્રકારે વિપરીત યોજન કરીને જેટલા અંશથી વ્યર્ડ્સાહિત મતિવાળા થાય છે, તેટલા અંશથી તેઓ પણ કંઈક અંશથી ઉપદેશને અયોગ્ય બને છે. I૪૯ના અવતરણિકા -
ननु कथमयमुन्मार्ग इत्याशङ्कयाहઅવતરણિતાર્થ :
આચરણ-કરણમાં આળસુ એવા દુધિદગ્ધની આચરણારૂપ માર્ગ એ, ઉન્માર્ગ કેવી રીતે છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ગાથા -
दो चेव जिणवरेहिं, जाइजरामरणविप्पमुक्केहिं ।
लोगम्मि पहा भणिया, सुस्समण सुस्सावगो वा वि ॥४९१।। ગાથાર્થ :
જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરો વડે લોકમાં બે જ માર્ગ કહેવાયા છે, સુશ્રમણ માર્ગ અને સુશ્રાવક માર્ગ અથવા પિ શબ્દથી ત્રીજે સંવિગ્નપાક્ષિક માર્ગ છે. ll૪૯૧II
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ટીકા ઃ
द्वावेव जिनवरैर्जातिजरामरणविप्रमुक्तैर्लोके पथ भणितौ । यदुत सुश्रमणः स्यादित्येको मार्गः, सुश्रावको वा भवेदिति द्वितीयः, अपिशब्दात्तृतीयः संविग्नपाक्षिकमार्गोऽप्यस्ति, केवलमसावनयोरेवान्तर्भूतो द्रष्टव्यः, सन्मार्गोपबृंहकत्वेन तन्मध्यपातित्वाविरोधादिति ।।४९१ ।।
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૧
ટીકાર્ય ઃ
द्वावेव અવિરોધાવિત્તિ ।। જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરો વડે લોકમાં બે જ માર્ગ કહેવાયા છે, તે થવુતથી બતાવે છે સુશ્રમણ થાય એ એક માર્ગ છે અને સુશ્રાવક થાય એ બીજો માર્ગ છે. અપિ શબ્દથી ત્રીજો સંવિશ્વપાક્ષિક માર્ગ પણ છે, કેવળ આ પણત્રીજો માર્ગ પણ, આ બેમાં અંતર્ભૂત જાણવો; સન્માર્ગનું ઉપબૃહકપણું હોવાને કારણે તેના મધ્યપાતત્વનો અવિરોધ છે. ।।૪૯૧||
*****
-
ભાવાર્થ:
ભગવાને સંસારના ક્ષય માટે બે જ માર્ગ બતાવ્યા છે અને ભગવાન પોતે જન્મ-જ૨ા-મરણથી મુકાયેલા છે, તેથી પોતાની તુલ્ય થવાના ઉપાયરૂપે બે માર્ગો કહ્યા છે. એક સુસાધુપણું અને બીજો સુશ્રાવકપણું.
તેથી એ પ્રાપ્ત થાય કે જેમનું ચિત્ત સંસારથી અત્યંત વિરક્ત છે અને જગતના ભાવોથી પર થવા માટે નિગ્રંથભાવમાં જવા સમર્થ છે, તેવા સાત્ત્વિક જીવો માટે ત્રણ ગુપ્તિ છે પ્રધાન જેમાં એવો સાધુધર્મ જ સંસારના ઉચ્છેદનો શ્રેષ્ઠ માર્ગ છે અને જેઓ સંસારથી ભય પામેલા છે, સંસારના ઉચ્છેદના અર્થી છે તોપણ કામાદિ વિકાર આપાદક કર્મો બળવાન શક્તિવાળા છે, તેથી કામને વિકૃતિરૂપે જોનારા હોવા છતાં કામના વિકારોનો સર્વથા ૨ોધ કરવા અસમર્થ છે, તેઓ પોતાની શક્તિ અનુસાર કામવિકારના રોધ માટે દેશિવરતિનું પાલન કરીને સાધુધર્મની શક્તિનો સંચય કરે તે બીજો સુશ્રાવક ધર્મ માર્ગ છે, પરંતુ તે સુસાધુ ધર્મ કરતાં કંઈક દૂરવર્તી માર્ગ છે, આ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી, તેથી જેઓ ચારિત્રમાં આળસુ છે અને શાસ્ત્રોના પલ્લવને ગ્રહણ કરીને અમે શાસ્ત્ર જાણનારા છીએ એમ માને છે, તેઓ ઉન્માર્ગગામી છે અને આ બન્નેમાંથી એક પણ માર્ગમાં નથી.
ગાથામાં રહેલ પિ શબ્દથી ત્રીજો સંવિગ્નપાક્ષિક માર્ગ છે, તેમ બોધ થાય છે તોપણ તેનો અંતર્ભાવ આ બન્ને માર્ગમાં થાય છે; કેમ કે સંવિગ્નપાક્ષિક જીવો સાધુવેષમાં રહીને સાધ્વાચારની ક્રિયા કરે છે અને સાધુધર્મ પ્રત્યે બદ્ઘ રાગવાળા છે તોપણ ક્લિષ્ટ ચારિત્ર મોહનીયના ઉદયથી તેઓ સાધુધર્મના આચારો તે પ્રકારે સુવિશુદ્ધ પાળવા સમર્થ નથી, છતાં સુવિશુદ્ધ આચારોના પરમાર્થને જાણનારા છે અને તેના પક્ષપાતવાળા છે, તેથી હંમેશાં સન્માર્ગનું જ ઉપબૃહણ કરે છે અને લોકો આગળ પોતાની આચરણાની હીનતા દેખાડીને પણ સન્માર્ગ તો ગુપ્તિપ્રધાન જ છે તેમ લોકો આગળ કહે છે અને પોતાને પણ ગુપ્તિપ્રધાન સન્માર્ગ જ તત્ત્વ દેખાય છે, તેથી સુશ્રાવકોની જેમ તેમને સુશ્રમણપણું સાર દેખાય છે, તે અપેક્ષાએ
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૧-૪૯૨
૧૬૧ તેમનો સુશ્રાવકમાં અંતર્ભાવ છે અને સુસાધુપણાની કંઈક ક્રિયાઓ કરે છે, સુસાધુ પ્રત્યે બદ્ધ રાગ છે અને સુસાધુનો વેષ છે તે અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકનો સુશ્રમણમાં અંતર્ભાવ છે, તેથી આ બે માર્ગમાં ત્રીજો માર્ગ અંતર્ભત છે તેમ કહેલ છે.
આનાથી એ ફલિત થાય કે સર્વ શાસ્ત્રો નિગ્રંથભાવરૂપ સામાયિકના પરિણામના રહસ્યને સૂક્ષ્મ સૂક્ષ્મતર બતાવે છે અને જેઓ શાસ્ત્ર ભણીને સામાયિકના સૂક્ષ્મ સૂક્ષ્મતર રહસ્યને જાણીને શક્તિ અનુસાર નિગ્રંથભાવને અનુકૂળ યત્ન કરે છે, તેઓ જ માર્ગમાં છે, આથી સુસાધુ સર્વ ઉદ્યમથી નિગ્રંથભાવમાં અતિશય યત્ન કરે છે, સુશ્રાવક પણ પ્રતિદિન સાધુ સમાચાર સાંભળીને અને તેનું ભાન કરીને નિગ્રંથભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે અને સંવિગ્નપાક્ષિક જીવો પણ નિગ્રંથભાવના પરમાર્થને સ્પર્શનારા છે અને શાસ્ત્રો ભણીને નિગ્રંથભાવની પ્રાપ્તિના સૂક્ષ્મ ઉપાયોના રહસ્યને જાણનારા છે, તેથી માર્ગમાં છે અને જેઓ નિગ્રંથભાવને અનુકૂળ ચારિત્રની ક્રિયા કરવા માટે આળસુ છે અને માત્ર તે તે શબ્દોથી શાસ્ત્રોનો બોધ કરીને પોતે બોધવાના છે તેમ માને છે, તેઓ કદાચ બાહ્યથી તપ વગેરે કષ્ટો સહન કરતા હોય તો પણ માર્ગમાં નથી; કેમ કે તેમને નિગ્રંથભાવ શું છે, તેની ગંધ માત્ર પણ નથી, શબ્દથી પોતાને નિગ્રંથ માને છે, પરંતુ શાસ્ત્રો કઈ રીતે વીતરાગતાને અભિમુખ ઉચિત યત્ન કરાવીને સંસારનો ક્ષય કરાવે તેને લેશ પણ જાણતા નથી, માત્ર શાસ્ત્ર ભણ્યા છે માટે પોતે શાસ્ત્રના બોધવાના છે તેમ માને છે, તેઓ ઉન્માર્ગગામી હોવાથી તેમનો ઉન્માર્ગનો ભાવ જેટલો દૃઢ થાય તેટલું તેમનું સંસારનું પરિભ્રમણ અતિશય અતિશયતર થાય છે. II૪૯૧TI અવતરણિકા :
एतावेव मार्गों भावार्चनद्रव्यार्चनशब्दाभिधेयावित्याहઅવતરણિતાર્થ :
આ જ બે માર્ગો ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ શબ્દથી અભિધેય છે. એને કહે છે – ગાથા :
भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया ।
भावच्चणाउ भट्टो, हविज्ज दव्वच्चणुज्जुत्तो ।।४९२।। ગાથાર્થ -
ભાવપૂજા ઉગ્ર વિહારતા છે, દ્રવ્યપૂજા વળી જિનપૂજા છે, ભાવઅર્ચનથી ભ્રષ્ટ થયેલો દ્રવ્યઅર્ચનાથી યુક્ત હોય. I૪૯શા ટીકા :
भावार्चनं तात्त्विकपूजनं भगवतां, किम् ? उग्रविहारता, चशब्दस्यावधारणार्थत्वादुद्यतविहारितैव,
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૨ द्रव्यार्चनं भावार्चनापेक्षयाऽप्रधानपूजनमेव, तुशब्दावधारणे किं ? जिनपूजा माल्यादिभिर्भगवदबिम्बाभ्यर्चनं, तत्र भावार्चनाद् भ्रष्टस्तथाविधशक्तिविकलतया तत् कर्तुमशक्त इत्यर्थः, भवेज्जायेत द्रव्यार्चनोद्युक्तस्तत्परस्यस्याऽपि पुण्यानुबन्धिपुण्यहेतुतया पारम्पर्येण भावार्चनहेतुत्वादिति ॥४९२।। ટીકાર્ય -
માવાન ....માર્ચનદેતુત્વાતિ | ભાવાર્ચન ભગવાનનું તાત્વિક પૂજત છે, શું તાત્વિક પૂજન શું છે? ઉગ્રવિહારતા, ૪ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી ઉધતવિહારિતા જ ભગવાનનું તાત્વિક પૂજત છે, દ્રવ્યાર્ચત ભાવાર્ચતની અપેક્ષાએ અપ્રધાન પૂજન જ છે, તે શબ્દ અવધારણમાં છે, શું દ્રવ્યાચન શું છે? એથી કહે છે - જિનપૂજા ફૂલની માળા વગેરેથી ભગવાનના બિંબનું અભ્યર્ચત છે, ત્યાં ભાવાર્ચનથી ભ્રષ્ટ થયેલો-તેવા પ્રકારની શક્તિની ખામી હોવાને કારણે તેને= ભાવાર્ચન, કરવા માટે અશક્ત એવો જીવ દ્રવ્યથી અર્ચનમાં ઉઘુક્ત થાય તત્પર થાય; કેમ કે તેનું પણ=દ્રવ્યથી અર્ચનનું પણ, પુણ્યાનુબંધી પુણ્યનું હેતુપણું હોવાથી પરંપરાથી ભાવાર્ચનનું હેતુપણું છે. ૪૯૨ાા ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે સુશ્રમણ ધર્મ અને સુશ્રાવક ધર્મ એ રીતે બે પ્રકારનો માર્ગ છે, તેમાં ભાવાર્ચન એ સુશ્રમણ ધર્મ છે અને દ્રવ્યાચન એ સુશ્રાવક ધર્મ છે, ભાવાર્ચન શું છે, એ સ્પષ્ટ કરતાં કહે છે – જે મહાત્માઓ ત્રણ ગુપ્તિના પ્રકર્ષથી વીતરાગ થવા માટે વિતરણ કરે છે=મોક્ષમાર્ગમાં યત્ન કરે છે, તે ઉગ્રવિહારી છે અને તેમનામાં ઉગ્રવિહારતા છે, અને એ ભગવાનનું તાત્ત્વિક પૂજન છે; કેમ કે પૂજ્ય એવા ભગવાનના ગુણોનું દૃઢ અવલંબન લઈને તેમના તુલ્ય થવા માટે જે યત્ન કરે તે ભાવાર્ચન છે અને સુસાધુ પોતાની સર્વ શક્તિથી વીતરાગ તુલ્ય નિગ્રંથ થવા માટે યત્ન કરે છે. આથી જ બાહ્ય પરિગ્રહરૂપ સર્વ ગ્રંથનો ત્યાગ કરે છે અને અંતરંગ કષાય અને નોકષાયરૂપ પરિગ્રહનું ઉમૂલન થાય એ પ્રકારે ત્રણ ગુપ્તિમાં અસ્મલિત યત્ન કરે છે. આથી શમભાવનો ઉપયોગ પ્રતિક્ષણ વર્ધમાન થાય તે રીતે જેઓ સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તેઓ ઉગ્રવિહારી છે અને તેઓ જ ભગવાનનું તાત્વિક પૂજન કરે છે.
વળી સુસાધુની જેમ સુશ્રાવકો ઉગ્ર વિહારતાના અત્યંત અર્થી છે; કેમ કે વિવેકી શ્રાવકો સંસાર અત્યંત નિર્ગુણ છે તેમ જાણે છે અને ભગવાનનું તાત્ત્વિક પૂજન જ સંસારના ઉચ્છેદનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી એવો સ્થિર નિર્ણય છે તોપણ ભાવાર્ચનને અનુકૂળ શક્તિનો અભાવ હોવાથી તેઓ ભાવાર્ચન કરવા સમર્થ નથી તેથી ભાવાર્ચનના પારમાર્થિક સ્વરૂપને હંમેશાં ભાવન કરે છે, અને શ્રાવકોમાં ઉગ્ર વિહારની શક્તિના અભાવથી તે ભાવોથી ભ્રષ્ટ છે, તેથી ભાવાર્ચનને અનુકૂળ શક્તિનો સંચય કરવા માટે જગતગુરુની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે તે વખતે જગતગુરુના ક્ષમાદિ ભાવો અને ક્ષમાદિભાવના પ્રકર્ષના ફળરૂપે કેવળજ્ઞાનની અવસ્થા અને તેના ફળરૂપે ભગવાન સિદ્ધ અવસ્થાને પામ્યા, તે સર્વનું
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૨-૪૯૩
૧૬૩ સ્મરણ કરીને વારંવાર તેનાથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે અને તે ભાવો પ્રત્યે ભક્તિનો અતિશય કરવા માટે જિનપ્રતિમાનું પૂજન કરે છે, જેથી ભાવઅર્ચનના પ્રતિબંધક કષાયો ક્ષય થાય. વળી દ્રવ્યાર્ચન પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ દ્વારા ભાવાર્ચનનું કારણ છે, આથી દ્રવ્યાર્ચન કરીને સંચિત વીર્યવાળા થયેલા કેટલાક મહાત્માઓ વર્તમાનના ભવમાં જ સંયમ ગ્રહણ કરે છે અને ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની ધુરાને વહન કરીને સંસારનો ક્ષય કરે છે. કેટલાક મહાત્માઓ દ્રવ્યાર્ચનના ફળરૂપે જન્માંતરમાં ભાવાર્ચનને પ્રાપ્ત કરીને અવશ્ય સંસારનો ક્ષય કરશે, આ બે પ્રકારનો માર્ગ મોક્ષમાર્ગ છે, અન્ય કોઈ મોક્ષનો માર્ગ નથી. આશા
અવતરણિકા :
यद्येवं तर्हि किं प्रस्तुते स्थितमित्याहઅવતરણિકાર્ય :
જો આ પ્રમાણે છે=બે પ્રકારનો માર્ગ છે, એ પ્રમાણે છે, તો પ્રસ્તુતમાં શું સ્થિત છે ? એથી કહે છે – ભાવાર્થ :
ગાથા-૪૯૦માં કહ્યું કે ચરણ-કરણમાં આળસવાળા દુર્વિદગ્ધ પ્રમાદી સાધુઓને કોણ ઉપદેશ આપે ? ત્યારપછી તેમની પ્રવૃત્તિ ઉન્માર્ગ કેમ છે ? તે બતાવવા માટે બે પ્રકારનો માર્ગ બતાવ્યો, આ પ્રકારે કહેવાથી પ્રસ્તુત એવા શિથિલાચારી સાધુઓના વિષયમાં શું પ્રાપ્ત થયું ? એથી કહે છે – ગાથા :
जो पुण निरच्चणो च्चिय, सरीरसुहकज्जमित्ततल्लिच्छो ।
तस्स न य बोहिलाभो, न सुग्गई नेय परलोगो ।४९३।। ગાથાર્થ :
જે વળી શરીરસુખના કાર્યમાત્રમાં તેની લિસાવાળો અર્ચન વગરનો જ છે=ભગવાનનું દ્રવ્યાર્ચન કે ભાવાર્ચન કરતો નથી, તેને બોધિલાભ નથી, સુગતિ નથી=મોક્ષ નથી અને પરલોક નથી જ= સુદેવત્વરૂપ સદ્ગતિની પ્રાપ્તિ નથી જ. ll૪૯all ટીકાઃ
एवं मन्यते द्वावेवानन्तरोपवर्णितौ मार्गो सर्वज्ञाभिमतौ, अयं तन्मार्ग एवोभयलिङ्गशून्यत्वाद्, अत एव यः पुनरिति तद्व्यतिरेकतां लक्षयति, तामाह-निरर्चन एव द्रव्यभावार्चनविकल एव चरणकरणसम्यग्जिनपूजनरहितत्वात्, शरीरसुखकार्यमेव तदन्याऽपोहेन शरीरसुखकार्यमान, तस्मिन् लिप्सा लम्पटता तल्लिप्सा, शरीरसुखकार्यमाने तल्लिप्सा यस्यासौ तथा, तच्छब्दस्य गतार्थस्यापि
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૩ प्रयोगेण तत्र गाढप्रतिबन्धं लक्षयति, तस्यैवंविधस्य न च नैव बोधिलाभः प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिलक्षणः, न सुगतिर्मोक्षाख्या, नैव परलोकः सुदेवत्वावाप्तिरूप इति ॥४९३॥ ટીકાર્ય :
વં અન્ય ... સુદેવત્વાવતિરૂ૫ રૂતિ | આ રીતે માને છે – હમણાં કહેવાયેલા બે જ માર્ગ સર્વજ્ઞને અભિમત છે, આચરણકરણમાં આળસુ દુર્વિદગ્ધ સાધુનું આચરણ, વળી ઉન્માર્ગ છે; કેમ કે ઉભયલિંગથી શૂન્યપણું છે, આથી જ જે વળી તવ્યતિરિક્તતાને જણાવે છે–ઉભય માર્ગથી રહિતપણાને જણાવે છે, તેને જ કહે છે – નિરર્ચત જ છે=દ્રવ્યાચન અને ભાવાર્ચતથી રહિત જ છે; કેમ કે ચરણ-કરણ અને સમ્યમ્ જિનપૂજનથી રહિતપણું છે, શરીરના સુખનું કાર્ય જ છે-તેનાથી અન્ય કાર્યને છોડવા દ્વારા=શરીરસુખથી અન્ય કાર્ય ભગવાનના અર્ચનને ત્યાગ કરવા દ્વારા, શરીરના સુખનું કાર્ય માત્ર છે, તેમાં લિપ્સા=લંપટતા છે તે તલિપ્સા, શરીરસુખ કાર્યમાત્રમાં તલિપ્સા છે જેમને તે આ તેવા છે=શરીરસુખ કાર્ય માત્ર લિપ્સાવાળા છે, જણાયો છે અર્થ એવા પણ તત્ શબ્દના પ્રયોગથી ત્યાં=શરીરસુખના કાર્યમાત્રમાં, ગાઢ પ્રતિબંધને જણાવે છે, આવા પ્રકારના તેને બોધિલાભ નથી જ=જન્માંતરમાં જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભ નથી, મોક્ષ નામની સુગતિ નથી પરલોકકસુદેવત્વની પ્રાપ્તિરૂપ પરલોક, નથી જ. In૪૯૩ ભાવાર્થ :
જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી માત્ર સંયમની સ્કૂલ ક્રિયાઓ કરે છે, પરંતુ અંતરંગ રીતે ભગવાનના વચનાનુસાર વીતરાગતાને અભિમુખ ભાવો કરવા માટે લેશ પણ યત્ન કરતા નથી અને શરીરસુખના કાર્ય માત્રમાં લિપ્સાવાળા છે, તેથી લોકો આગળ પૂજાઈને માન-ખ્યાતિ મેળવે છે, અમે સુસાધુ છીએ એવો ગર્વ ધારણ કરે છે, પરંતુ ભગવાનના ગુણોનું સ્મરણ કરીને સંસારના ઉચ્છદ માટે કોઈ યત્ન કરતા નથી તેઓ જિનપ્રતિમાનાં દર્શન કરતા હોય તોપણ જિનતુલ્ય થવાને અનુકૂળ અંતરંગ કોઈ યત્ન કરતા નથી, તેમનો મનુષ્યભવ નિષ્ફળ છે અને તેમના સંયમનાં બાહ્ય કષ્ટોનું કોઈ ફળ નથી. તેવા જીવોને જન્માંતરમાં ભગવાનના શાસનની પ્રાપ્તિરૂપ બોધિલાભ નથી અને પરલોકમાં સુદેવત્વની પ્રાપ્તિ નથી; કેમ કે ભગવાનના અર્ચનથી કંઈક વીતરાગતાને અભિમુખ ભાવો થાય છે, શ્રાવકો પણ ભગવાનનું અર્ચન કરીને ભગવાનના ગુણોથી રંજિત થાય છે અને સુસાધુ પણ ભગવાનના બતાવેલા આચારોને સેવીને ભગવાન તુલ્ય થવા યત્ન કરે છે, તેનાથી તેમને બોધિલાભની પ્રાપ્તિ છે અને તેવો કોઈ યત્ન જેમના આચારમાં નથી, તેઓ પૂર્વભવમાં કરેલા પાપના ઉદયથી સંયમને પામીને સંયમની વિરાધના કરે છે, તેના ફળરૂપે દુરંત સંસારની પ્રાપ્તિ થાય છે. ફક્ત સાધુવેષમાં પણ જેઓ ભદ્રક પરિણામવાળા છે, પાપથી ભય પામેલા છે, કંઈક દયાળુ સ્વભાવવાળા છે, સૂક્ષ્મ બોધનો અભાવ છે તોપણ ભગવાનના વચન પ્રત્યે ઓઘથી બહુમાન છે, શુદ્ધ આચાર પ્રત્યે પક્ષપાત છે, તેમના દયાળુ સ્વભાવને અનુરૂપ કંઈક સુંદર ફળ પણ પ્રાપ્ત થાય છે. I૪૯૩
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૪
અવતરણિકા :
ननु च द्रव्यार्चनभावार्चनयोः किमभ्यधिकतरमित्यत्रोच्यते
અવતરણિકાર્ય :
નન્નુથી શંકા કરે છે
અપાય છે
ગાથા:
-
દ્રવ્યાર્ચત અને ભાવાર્ચતમાં અધિકતર
कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं ।
जो करिज्ज जिणहरं, तओ वि तवंसजमो अहिओ ।।४९४ ।
:
૧૬૫
છે ? એથી એમાં ઉત્તર
ગાથાર્થ ઃ
સુવર્ણ અને મણિના પગથિયાવાળું, હજારો થાંભલાથી વિશાળ સુવર્ણના તળિયાવાળું જિનભવન જે કરાવે તેનાથી પણ તપ-સંયમ અધિક છે. ૫૪૯૪]]
....
ટીકા ઃ
काञ्चनं स्वर्णं, मणयश्चन्द्रकान्ताद्यास्तत्प्रधानानि सोपानानि यस्मिंस्तत्तथा, स्तम्भसहस्रोच्छ्रितम्, अनेन विस्तीर्णतामुद्भावयति, सुवर्णप्रधानं तलं यस्य तत् तथा सर्वसौवर्णिकमित्यर्थः । यः कारयेन्निर्मापयेज्जिनगृहं भगवद्भवनं, ततोऽपि तथाविधजिनगृहकारणादपि आस्तामन्यस्मात् किं ? तपः संयमस्तपः प्रधानः संयमोऽधिकः समर्गलतरस्तत एव मोक्षावाप्तेरिति ।। ४९४ ।
ટીકાર્ય :
काञ्चनं મોક્ષાવાÒરિતિ ।। કંચન=સુવર્ણ, મણિઓ=ચંદ્રકાંત વગેરે મણિઓ, તે છે જેમાં મુખ્ય એવાં સોપાન=પગથિયાં છે જેમાં તે તેવું છે=સુવર્ણ અને મણિના પગથિયાવાળું જિનભવન છે, હજારો થાંભલાથી બનેલું છે, આના દ્વારા વિસ્તીર્ણતાને ઉદ્ભાવન કરે છે, સુવર્ણ છે મુખ્ય જેમાં એવું તળિયું છે જેને તે તેવું છે=સુવર્ણતલવાળું છે, આવું જિનગૃહ=ભગવાનનું ભવન, જે કરાવે=નિર્માણ કરે, તેનાથી પણ=તેવા જિનભવનના કરાવણથી પણ, બીજાથી=સામાન્ય જિન ગૃહથી, તો દૂર રહો, પરંતુ સુવર્ણના જિનગૃહથી પણ, તપસંયમ=તપપ્રધાન સંયમ, અધિક છે= સમર્ગલતર છે; કેમ કે તેનાથી જતપસંયમથી જ, મોક્ષની પ્રાપ્તિ છે. ।।૪૯૪]]
ભાવાર્થ
કોઈ વિવેકી શ્રાવકને સંયમ અત્યંત પ્રિય હોય, ભગવાન સંયમ સેવીને ક્ષાયિકભાવને પામેલા છે, તેવો સૂક્ષ્મબોધ છે અને ભગવાનના ક્ષાયિકભાવો પ્રત્યે અત્યંત ભક્તિ છે, વળી ભૂતકાળના કરેલા પુણ્યથી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૪, ૪૯૫-૪૯૬ તે શ્રાવક અત્યંત સમૃદ્ધ છે, તેથી તે શ્રાવક ભક્તિના અતિશયથી સુંદર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવે, તેના દ્વારા સંસારના ઉચ્છેદની શક્તિનો સંચય કરે તેવો પણ દ્રવ્યસ્તવ ભાવસ્તવ કરતાં ઘણો અલ્પ છે; કેમ કે ધનાદિના પ્રતિબંધથી યુક્ત વીતરાગતા તરફ જવાના યત્ન સ્વરૂપ દ્રવ્યસ્તવ છે, તેથી ધનાદિના પ્રતિબંધરૂપ અંશથી વીતરાગ થવાનો યત્ન અલ્પમાત્રામાં થાય છે, જ્યારે સુસાધુ ત્રણ ગુપ્તિમાં દૃઢ વ્યાપાર કરીને અને તપ દ્વારા શરીરની અને કષાયોની સંલેખના કરીને વીતરાગ થવા યત્ન કરે છે, તેથી તે મહાત્મા સર્વ પ્રકારના પ્રતિબંધોના ત્યાગપૂર્વક માત્ર વીતરાગ તુલ્ય થવાનો પૂર્ણ ઉદ્યમ કરે છે, માટે દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ અધિક છે; કેમ કે તપસંયમ દ્વારા કષાયોનો ક્ષય કરીને તે મહાત્મા શીઘ્ર મોક્ષ પામે છે. II૪૯૪
અવતરણિકા :
यत एवं तस्मात् सति सामर्थ्ये भावार्चने यतितव्यम् । केवलमङ्गीकृते तस्मिन् प्रमादो न विधेयोऽन्यथा महानपायः स्यादत एव तं दर्शयितुं लौकिकदृष्टान्तमाह
અવતરણિકાર્થ :
જે કારણથી આમ છે=પૂર્વમાં ગાથામાં કહ્યું એવા શ્રેષ્ઠ પણ દ્રવ્યાર્ચનથી ભાવાર્ચન અધિક છે એમ છે, તે કારણથી સામર્થ્ય હોતે છતે ભાવાર્ચમાં યત્ન કરવો જોઈએ, કેવલ તે અંગીકાર કરાયે છતે=ભાવાર્ચન કરવા માટે તેના અંગભૂત પાંચ મહાવ્રતો સ્વીકારાયે છતે, પ્રમાદ કરવો જોઈએ નહિ, અન્યથા=પ્રમાદ કરાયે છતે, મહાન અપાય થાય=અત્યંત અનર્થ થાય, આથી જ તેને=સંયમ સ્વીકાર્યા પછી પ્રમાદ કરવાથી જે અનર્થો થાય તેને, બતાવવા માટે લૌકિક દૃષ્ટાંતને કહે છે
ગાથા :
-
निब्बीए दुब्भिक्खे, रन्ना दीवंतराउ अन्नाओ ।
आऊणं बीयं इह दिनं कासवजणस्स ।। ४९५ ।। केहिवि सव्वं खइयं, पइन्नमन्नेहिसव्वमद्धं च । वुत्तुग्गयं च केई, खित्ते खोट्टेति संतत्थ ।।४९६।।
ગાથાર્થ ઃ
નિર્બીજ અને દુર્ભિક્ષ કાળ હોતે છતે બીજા દ્વીપમાંથી બીજને લાવીને અહીં=પ્રસ્તુત દેશમાં, ખેડૂતવર્ગને અપાયાં=વાવવા માટે બીજ અપાયાં.
કેટલાક વડે સર્વ ખવાયું, કેટલાક વડે સર્વ વવાયું, બીજા વડે અર્ધી વવાયાં અને કેટલાક ખેતરમાં વાવીને ઊગેલાને કૂટે છે, એથી સંત્રસ્ત છે. ।।૪૫-૪૯૬||
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૫-૪૯૬
ટીકા ઃ
निर्बीजे यत्र वपनयोग्यमपि धान्यं नास्ति तस्मिन् दुर्भिक्षे दुष्काले सति केनचिद् राज्ञा केनचिन्नृपतिना द्वीपान्तरादन्यस्मात् कुतश्चिदानीय बीजमिहेति प्रस्तुतदेशे दत्तं कर्षकजनस्य कृषीवललोकस्य भूरिधान्योत्पत्तये वपनार्थं, तत्र तद् बीजं कैश्चित्कर्षकैः सर्वं समस्तं खादितं भक्षितं, प्रकीर्णमुप्तम् अन्यैः कर्षकैरर्द्धमिति सम्बन्धः, अर्द्ध तु खादितमित्यर्थः, सर्वं चान्यैः प्रकीर्णं निष्पत्तिं च नीतमिति गम्यते, उप्तोद्गतं च प्रकीर्णप्ररूढं च केचित् कर्षकाः क्षेत्रे वर्तमानं खोट्टेति त्ति कुट्टयंति, राज्ञश्चरिकया विमर्द्य स्वगृहेषु नेतुकामा इत्यर्थः । अत एव सन्त्रस्तास्तरलितलोचनयुगला भयाद्, यदुतेमे गृह्यामहे, ते च राजपुरुषैः प्राप्ता महता क्लेशेन विनाशमाप्नुवन्ति प्रचण्डशासनत्वाનૃપતેરિતિ દૃષ્ટાન્તઃ ।।૪-૪૬।।
૧૬૭
ઢીકાર્ય ઃ
निर्बीजे यत्र દૃષ્ટાન્તઃ ।। નિર્બીજ દુભિક્ષ હોતે છતે=જ્યાં વાવવાને યોગ્ય પણ ધાન્ય નથી, તેવો નિર્બીજ દુષ્કાળ હોતે છતે કોઈક રાજા વડે બીજા કોઈક દ્વીપથી બીજ લાવીને પ્રસ્તુત દેશમાં ખેતી કરનારા લોકોને અપાયું=ઘણા ધાન્યની ઉત્પત્તિ માટે વાવવાના પ્રયોજનથી અપાયું, ત્યાં તે બીજને કેટલાક ખેડૂતો વડે સર્વ ભક્ષણ કરાયું. બીજા ખેડૂતો વડે અર્ધ પ્રકીર્ણ કરાયું=અર્ધ ખવાયું અને અર્ધ વપન કરાયું અને બીજા વડે સર્વ વાવણી કરાયું અને નિષ્પત્તિને પ્રાપ્ત કરાયું અને વવાયેલું અને ઊગેલું=ખેતરમાં વર્તતા વવાયેલાને અને ઊગેલાને, કેટલાક ખેડૂતો ફૂટે છે= રાજાની ચોરી કરવાના આશયથી તોડીને પોતાના ઘરે લઈ જવાની ઇચ્છાવાળા ફૂટે છે. આથી જ સંત્રસ્ત છે=ભયથી ચંચળ ચક્ષુવાળા છે અર્થાત્ જ્યારે ફૂટે છે ત્યારે રાજપુરુષોથી પકડાઈ જવાના ભયથી જોનારા છે, તે યદ્યુતથી બતાવે છે
આનાથી અમે ગ્રહણ કરાશું, એ પ્રકારે ભયથી જોનારા છે અને તેઓ=ચોરી કરનારા ખેડૂતો, રાજપુરુષો વડે પકડાયેલા મોટા ક્લેશથી વિનાશને પામે છે; કેમ કે રાજાનું પ્રચંડ શાસનપણું છે, એ પ્રકારે દૃષ્ટાંત છે. ।।૪૯૫-૪૯૬॥
ભાવાર્થ:
કોઈક ક્ષેત્રમાં વાવવા યોગ્ય બીજ નથી અને વળી દુકાળ છે, તેથી લોકોના અનુગ્રહ માટે રાજાએ બીજા દ્વીપથી બીજોને લાવીને ખેડૂતોને વાવવા માટે આપ્યાં. તેમાંથી કેટલાક ખેડૂતો બધાં બીજ ખાઈ ગયા. કેટલાક ખેડૂતો અર્થાં બીજ ખાઈ ગયા અને અર્ધાં બીજને વાવ્યાં. કેટલાક તે બધાં બીજને વાવે છે, કેટલાક ખેડૂતો વાવેલા અને ઊગેલા પોતાના ખેતરમાં રહેલા તે ધાન્યને કૂટે છેચોરી કરીને તે ધાન્યને ઉખેડીને પોતાના ઘરે લઈ જવા તત્પર થાય છે ત્યારે અમે રાજપુરુષોથી પકડાઈ જઈશું, એ પ્રકારે ચારે બાજુ દૃષ્ટિ નાખે છે, ત્યારે રાજપુરુષોએ તેમને પકડીને મોટા ક્લેશથી વિનાશ કર્યો; કેમ કે તે રાજાનું પ્રચંડ શાસનપણું હતું. I૪૫-૪૯૬॥
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અવતરણિકા :
दान्तिकमाह
અવતરણિકાર્ય :
આવા દાÉતિકને કહે છે
ગાથા =
-
राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो । खित्ता कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥। ४९७।। अस्संजएहिं सव्वं खइयं अद्धं च देसविरएहिं । साहूहिं धम्मबीयं, वुत्तं नीयं च निष्पत्तिं ।। ४९८ ।।
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯
ગાથાર્થ ઃ
જિનવરચંદ્ર રાજા છે, ધર્મરહિત કાળ નિર્બીજ છે, કર્મભૂમિઓ ખેતરો છે, ચાર ખેડૂતોના વર્ગ છે. અસંયતો વડે સર્વ ખવાયું, દેશવિરતો વડે અર્ધ ખવાયું અને સાધુઓ વડે ધર્મબીજ વવાયું અને નિષ્પન્ન કરાયું. II૪૯૭-૪૯૮]
ટીકા ઃ
राजाऽत्र जिनवरचन्द्रो भगवान्, निर्बीजं किमित्याह - धर्मविरहितः कालः, क्षेत्राणि कानि ? कर्मभूमयः, कर्षकवर्गश्च क इत्याह- चत्वारोऽसंयतदेशविरतसुसाधुपार्श्वस्था इति, तेषां जिनराजेन धर्मबीजं केवलालोकद्वीपादानीय मोक्षधान्यावाप्तये समर्पितमिति, तत्रासंयतेर्धर्मबीजं विरतिरूपं सर्वं खादितं तद्रहितत्वात् तेषामर्द्धं च देशविरतैः खादितं, तदर्द्धस्यैव तेषु दर्शनात्, साधुभिः पुनर्धर्मबीजमुतं स्वक्षेत्रे निहितं नीतं च निष्पत्तिं सम्यक्पालनेनेति । ।४९७-४९८।।
ટીકાર્ય ઃ
.....
राजाऽत्र સમ્યપાલનેનેતિ ।। અહીં=પ્રસ્તુત દાષ્કૃતિકમાં, રાજા જિનવરચંદ્ર ભગવાન છે, નિર્બીજ શું છે ? એથી કહે છે ધર્મ વગરનો કાળ નિર્બીજ છે, ક્ષેત્ર કયાં છે? એથી કહે છે – કર્મભૂમિઓ છે અને ખેડૂતવર્ગ કયો છે ? એથી કહે છે ચાર છે અસંયત, દેશવિરત, સુસાધુ અને પાર્શ્વસ્થા, તેમને–તે ચાર પ્રકારના ખેડૂતોને, જિનરાજ વડે કેવળજ્ઞાનરૂપી દ્વીપથી લાવીને મોક્ષરૂપી ધાન્યની પ્રાપ્તિ માટે ધર્મબીજ સમર્પિત કરાયું, ત્યાં અસંયત એવા જીવો વડે વિરતિરૂપ ધર્મબીજ સર્વ ખવાયું; કેમ કે તેમનું=અસંયતોનું, તેનાથી=ધર્મબીજથી રહિતપણું છે અને
-
-
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯
૧૬૯ દેશવિરતિવાળા વડે અર્ધ ખવાયું; કેમ કે તેના અર્ધનું જ=ધર્મબીજના અર્ધનું જ તેમનામાં દર્શન છે. વળી સાધુઓ વડે પોતાના ખેતરમાં ધર્મબીજ વવાયું અને સમ્યફ પાલન દ્વારા નિષ્પતિને પમાડાયું. m૪૯૭-૪૯૮ અવતરણિકા :
पार्श्वस्थैस्तत्र किं कृतं कीदृशाश्च ते उच्यन्त इत्याहઅવતરણિકાર્ય :પાસ્થાઓ વડે ત્યાં શું કરાયું ? અને તેઓ કેવા પ્રકારના કહેવાય છે ? એથી કહે છે –
ગાથા -
जे ते सव्वं लहिंउं, पच्छा खुटुंति दुब्बलधिईया ।
तवसंजमपरितंता, इह ते ओहरियसीलभरा ।।४९९।। ગાથાર્થ :
સર્વને પામીને સર્વ ધર્મબીજને પામીને, દુર્બળ ધૃતિવાળા તપ-સંયમમાં થાકી ગયેલા જેઓ અહીં=પ્રવચનમાં, પાછળથી પોતાના ખેતરમાં વર્તતાને કૂટે છે, તેઓ અપહરણ કરાયેલા શીલભારવાળા છે. II૪૯૯II ટીકા :
य एते सर्वं लब्ध्वा धर्मबीजं पश्चात् कुट्टयन्ति स्वक्षेत्रे वर्तमानं विमर्दयन्ति भगवदनादिष्टाश्चौरकर्षका इव, किमित्यत आह-दुर्बला अदृढा धृतिः अङ्गीकृतनिर्वाहक्षमं मनःप्रणिधानं येषां ते दुर्बलधृतिकाः, तपःसंयमयोः परित्रान्ताः श्रान्ता इह प्रवचने ते पार्श्वस्था इत्युच्यन्ते, ते चावभृतशीलभरा भवन्ति, पार्श्वतो मुक्तशीलभरा इत्यर्थः ॥४९९।। ટીકાર્ય :
જ તે સર્વ ... મુશીનમાં ત્યર્થ છે જે આ પાર્થસ્થા સર્વ પ્રાપ્ત કરીને ધર્મબીજને પ્રાપ્ત કરીને, પાછળથી કૂટે છે–પોતાના ક્ષેત્રમાં વર્તતા એવા ધાન્યને વિમર્દન કરે છે, ચોર ખેડૂતોની જેમ ભગવાન વડે અનાદિષ્ટ છે, કયા કારણથી ચાર ખેડૂતો જેવા છે? એથી કહે છે – દુર્બળ=દઢ નહિ એવી, વૃતિ=અંગીકાર કરેલાનો નિર્વાહ કરવામાં સમર્થ છે મન જેમનું એવી વૃતિ, દુર્બળ એવી વૃતિવાળા દુર્બળ વૃતિવાળા છે, તપ-સંયમમાં પરિત્રાંત છેઃકાંત છે. અહીં=પ્રવચનમાં, તેઓ પાર્થસ્થા એ પ્રમાણે કહેવાય છે અને તેઓ હરણ કરાયેલા શીલભારવાળા છે=ચારે બાજુથી છોડી દીધો છે શીલનો ભાર તેવા કહેવાય છે. ૪૯૯iા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯ ભાવાર્થ :
પંદર કર્મભૂમિઓ છે, તેમાં જન્મેલા જીવો આત્મારૂપી ક્ષેત્રમાં ધર્મના બીજને વાવવા સમર્થ છે, પરંતુ વાવવાને યોગ્ય બીજ આ ભૂમિમાં ઉપલબ્ધ નથી, તેનો દુષ્કાળ વર્તે છે, તેવા સમયે રાજા તુલ્ય તીર્થંકરો જન્મે છે, તે તીર્થકરો કેવળજ્ઞાન પામીને કેવળજ્ઞાનરૂપી દ્વીપથી ધર્મબીજોને લાવીને યોગ્ય જીવોને મોક્ષરૂપી ધાન્યની પ્રાપ્તિ માટે આપે છે; કેમ કે છબસ્થ જીવોને અતીન્દ્રિય એવો મોક્ષમાર્ગ પ્રત્યક્ષ નથી, જ્યારે તીર્થકરો કેવળજ્ઞાન પામ્યા પછી કઈ રીતે યત્ન કરવાથી આત્મામાં મોક્ષને અનુકૂળ ધર્મ નિષ્પન્ન થાય તેના બોધવાળા હોય છે, તેથી કેવળજ્ઞાનના બળથી કઈ ઉચિત પ્રવૃત્તિ આત્મામાં વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તે જાણીને તેવા ઉત્તમ માર્ગરૂપ બીજો લોકોને બતાવ્યાં અને ભગવાનના વચનથી જેઓ તે ભાવોને આત્મામાં પ્રગટ કરે છે તેમનામાં તે ધર્મબીજનું વપન થાય છે, તેમાંથી ધાન્યની ઉત્પત્તિ થાય છે, તે ધાન્ય મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે.
આ કર્મભૂમિમાં જન્મેલા જીવો ચાર પ્રકારના હોય છે. તે જીવો પોતાની યોગ્યતા અનુસારે ભગવાન પાસેથી તે ધર્મબીજોને પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે ? તે કહે છે –
અસંયત જીવો તે ધર્મબીજોના સ્વરૂપને ભગવાન પાસેથી સાંભળે છે તો પણ તે વચનોનો ઉપયોગ ભોગવિલાસમાં કરે છે, પરંતુ તે વચનોને ધાન્યની પ્રાપ્તિ માટે આત્મામાં પરિણમન પમાડવા યત્ન કરતા નથી, તેઓ તે ધર્મબીજને ખાય છે અર્થાતુ પોતાના તુચ્છ ભોગવિલાસમાં તેનો ઉપયોગ કરે છે અને તેનો અંત લાવી દે છે, પરંતુ આત્મકલ્યાણમાં ઉપયોગ કરીને મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી.
બીજા પ્રકારના જીવો ભગવાનના ઉપદેશને સાંભળે છે, પરંતુ ભોગવિલાસની પ્રવૃત્તિ સર્વથા ગઈ નથી, છતાં આત્મકલ્યાણના અર્થી છે, તેથી ભગવાને આપેલા ધર્મબીજોમાંથી અર્ધા આત્મામાં વાવે છે, તેનાથી વીતરાગતાને અનુકૂળ કંઈક ભાવો પ્રગટ થાય છે અને ભગવાને આપેલા વચનના બળથી સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરીને ભોગવિલાસમાં તે બીજોનો ઉપયોગ કરે છે, તેટલાં બીજોને ભોગવીને વિનાશ કરે છે.
ત્રીજા પ્રકારના જીવો સુસાધુ છે, તેઓ સર્વ શક્તિથી ભગવાનના વચનથી આત્માને ભાવન કરીને આત્મક્ષેત્રમાં ધર્મબીજોને વાવે છે અને સમ્યફ પાલન દ્વારા તેમાંથી વૃક્ષની નિષ્પત્તિ કરે છે, તેનાથી તેમને મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ થશે.
ચોથા પ્રકારના જીવો પાર્થસ્થા છે તેઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારે આત્મામાં ધર્મબીજને વાવે છે અને પોતાના ખેતરમાં કંઈક ધર્મબીજ નિષ્પન્ન થયા પછી તેમાંથી ધાન્ય પ્રગટ થાય તેના પૂર્વે જ લણવા માંડે છે. ભગવાને લણવાનો આદેશ કર્યો નથી તોપણ ચોર ખેડૂતો જેવા તેઓ તેને લણે છે; કેમ કે દુર્બળ ધૃતિવાળા છે, તપ-સંયમમાં પરિશ્રાંત છે અને શીલના ભારને છોડી દેનારા પાર્શ્વસ્થા છે, ભગવાનરૂપી રાજાની આજ્ઞાનો ભંગ કરનારા હોવાથી શિક્ષા આપનારા રાજપુરુષો જેવાં ક્લિષ્ટ કર્મો તેમને પકડીને દુર્ગતિમાં વિનાશ પમાડે છે. વળી પોતે અત્યંત પ્રમાદી છે, તેથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોવાને કારણે મૃત્યુ વખતે સંત્રસ્ત માનસવાળા હોય છે; કેમ કે તે વખતે તેઓને ભય થાય છે કે અમે
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭ થી ૪૯૯, ૫૦૦
૧૭૧ આ રીતે પ્રમાદથી જીવ્યા છીએ, તેથી ભવિષ્યમાં અમને અનર્થ થશે તોપણ પ્રમાદનો ઘણો અભ્યાસ કર્યો હોવાથી મોહરૂપી રાજપુરુષો દ્વારા દુર્ગતિઓમાં વિનાશ કરાય છે અને જેઓ ધર્મબીજને વાવીને રાજાની આજ્ઞા અનુસાર તેની વૃદ્ધિ કરે છે તેમને મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ થાય છે. વળી શ્રાવકો અર્ધા બીજ વાવનારા હોવાને કારણે વિલંબથી મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ કરે છે અને જેઓ અસંયત છે, તેઓ પણ રાજાની આજ્ઞાનો ભંગ કરનારા હોવાથી ચાર ગતિમાં ભ્રમણ કરવારૂપ વિનાશને પામે છે, પરંતુ મોક્ષરૂ૫ ધાન્યને પ્રાપ્ત કરતા નથી. II૪૭થી ૪૯લા અવતરણિકા -
तदेवं दार्टान्तिकघटनां कृत्वा साम्प्रतं यदर्थमिदमुपक्रान्तं तदर्शयितुमाहઅવતરણિકાર્ય :
આ રીતે દાણતિક ઘટનાને કરીને હવે જેના માટે આ ઉપક્રાંત છે, તેને બતાવવા માટે કહે છે -
ગાથા :
आणं सवजिणाणं, भंजइ दुविहं पहं अइक्कंतो ।
आणं च अइक्कंतो, भमइ जरामरणदुग्गम्मि ।।५००।। ગાથાર્થ -
બે પ્રકારના માર્ગને અતિક્રાંત કરતો સર્વ જિનોની આજ્ઞાને ભાંગે છે અને આજ્ઞાને અતિક્રાંત કરતો જરા-મરણરૂપ દુર્ગમાં ભટકે છે. I૫ool ટીકા -
आज्ञां सर्वजिनानां सम्बन्धिनी भनक्ति आमर्दयति, द्विविधं साधुश्रावकसम्बन्धिनं पथं मार्गमतिक्रान्तः समुल्लध्य व्यवस्थितः सन् आज्ञां चातिक्रान्तो भ्रमति पर्यटति जरामरणदुर्गेऽनन्तसंसारे રૂતિ શેષ: ૧૦૦ ટીકાર્ય :
ગાશ ..... તિ શેષઃ | સર્વ જિનો સંબંધી આજ્ઞાને ભાંગે છે તોડે છે, બે પ્રકારના સાધુ અને શ્રાવક સંબંધી માર્ગને અતિક્રમણ કરતો=ઉલ્લંઘન કરીને રહેલો છતો અને આજ્ઞાને અતિક્રમણ કરતો જીવ જરામરણરૂપ દુર્ગમાં-અનંત સંસારમાં ભટકે છે. i૫૦૦૧ ભાવાર્થ :ભગવાને સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે, જેમને તે ઓઘથી પણ રૂચે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૦-૫૦૧ છે, તેટલા અંશથી તેઓ બે પ્રકારના માર્ગ પ્રત્યે રુચિને ધારણ કરનારા છે અને તેના સન્મુખ ભાવથી જે કંઈ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ ક્રમે કરીને તે બે પ્રકારના માર્ગની પ્રાપ્તિનું કારણ છે. આથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સુસાધુ ધર્મ અને સુશ્રાવક ધર્મનું ભાવન કરીને તે ધર્મ પ્રત્યે દઢ પક્ષપાતવાળા થાય છે. ફક્ત અવિરતિનો તીવ્ર ઉદય હોવાથી તે બે માર્ગને સાક્ષાત્ આચરણારૂપે તેવી શકતા નથી તોપણ જેમ જેમ તે માર્ગોનું ભાવન કરે છે તેમ તેમ તે બે માર્ગની પ્રાપ્તિમાં બાધક કષાયો ક્ષીણ કરે છે, તેટલા અંશમાં તેઓ પણ તે બે માર્ગને સેવનારા છે અને પૂલ બોધવાળા માર્ગાનુસારી જીવો પણ તે બે માર્ગને પોતાના પૂલ બોધ અનુસાર ભાવન કરે છે. આથી જ તેઓને પણ નિષ્પાપ જીવન સુંદર જણાય છે અને આરંભ-સમારંભમય પ્રવૃત્તિઓ પણ પાપ સ્વરૂપ જણાય છે. ફક્ત સ્થૂલ બોધ હોવાને કારણે સ્થૂલથી નિષ્પાપ જીવનનો અને સપાપ જીવનનો વિભાગ કરે છે અને અભ્યાસના બળથી જ્યારે સૂક્ષ્મ બોધને પ્રાપ્ત કરે છે ત્યારે સૂક્ષ્મ બોધ અનુસાર સાધુધર્મ અને શ્રાવકધર્મનું ભાવન કરે છે, તેનાથી તે બે ધર્મોની પ્રાપ્તિનાં બાધક કર્મો ક્ષીણ થાય છે અને જેમના શ્રાવકધર્મનાં બાધક કર્મો ક્ષીણ કરે છે, તેઓ સાક્ષાત્ શ્રાવકધર્મને સેવીને સાધુધર્મનાં બાધક કર્મોને ક્ષય કરવા યત્ન કરે છે અને જેમના સાધુધર્મનાં બાધક કર્મો ક્ષીણ થયાં છે તેઓ સાધુધર્મને સેવીને ક્ષપકશ્રેણીનાં બાધક કર્મોને ક્ષય કરવા યત્ન કરે છે અને જેમનાં ક્ષપકશ્રેણીનાં બાધક કર્મો ક્ષય થયાં છે, તેઓ ક્ષપકશ્રેણીમાં યત્ન કરીને ક્ષાયિકભાવનાં બાધક કર્મોને ક્ષીણ કરવા યત્ન કરે છે. આ રીતે ભગવાને બતાવેલા સાધુધર્મનું અને શ્રાવકધર્મનું જેઓ સર્વથા ઉલ્લંઘન કરે છે, તેઓ સર્વ જિનોની આજ્ઞાનો ભંગ કરે છે; કેમ કે તેઓ જે કંઈ સંસારની આચરણા કરે છે, તેનાથી પણ મોહધારાની વૃદ્ધિ કરે છે, કદાચ બાહ્યથી ધર્મની ક્રિયા કરે તોપણ કષાયોના ક્ષયમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ તે તપ-સંયમની ક્રિયા દ્વારા પણ માન-ખ્યાતિ આદિ મોહના ભાવોને દઢ કરે છે, તેઓ સાધુધર્મ અને શ્રાવકધર્મનું ઉલ્લંઘન કરીને સર્વ જિનોની આજ્ઞાનો નાશ કરે છે. આથી સર્વ પાર્થસ્થાદિ સાધુઓ સાધુવેષમાં હોવા છતાં બન્ને પ્રકારના ધર્મોનો નાશ કરીને સર્વ તીર્થકરોની આજ્ઞાનો ભંગ કરે છે અને જેઓ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે, તેઓ જરા-મરણરૂપ અનંત સંસારમાં ભમે છે, તેથી સંસારના પરિભ્રમણથી ભય પામેલા મહાત્માઓએ સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણવા સતત યત્ન કરવો જોઈએ અને જાણીને તેના સેવનનો દૃઢ અભિલાષ કરવો જોઈએ અને શક્તિ અનુસાર તેને ઉચિત કૃત્યો કરીને ભગવાનની આજ્ઞા અનુસાર જ સમ્યક્ત, દેશવિરતિ આદિ ભાવોમાં યત્ન કરીને સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. આપ૦૦ના અવતરણિકા :
यदा तर्हि भग्नपरिणामतया न शक्नोति व्रतं धारयितुं तदा किं विधेयमित्याहઅવતરણિતાર્થ -
તો જ્યારે ભગ્ન પરિણામપણાને કારણે વ્રતને ધારણ કરવા સમર્થ નથી, ત્યારે શું કરવું જોઈએ ? એથી કહે છે –
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૧-૧૦૨
ગાથા
जड़ न तरसि धारेडं, मूलगुणभरं सउत्तरगुणं तु । मुत्तूण तो तिभूमी सुसावगत्तं वरतरागं । । ५०१ ।।
ગાથાર્થ ઃ
જો ઉત્તરગુણ સહિત જ મૂળગુણના સમૂહને ધારણ કરવાને માટે તું સમર્થ નથી, તો ત્રણ ભૂમિને છોડીને સુશ્રાવકપણું શ્રેષ્ઠતર છે. II૫૦૧II
ટીકા ઃ
यदि न तरसि=न शक्नोषि धारयितुमात्मनि व्यवस्थितं मूलगुणभरं व्रतादिगुणव्रातं सोत्तरगुणमेव, तुरवधारणे, मुक्त्वा परित्यज्य, ततस्तिसृणां भूमीनां समाहारस्त्रिभूमि, तत् किं ? सुश्रावकत्वं सम्पूर्णगृहस्थधर्मपालनं वरतरं श्रेय इति, भूमयस्तु जन्मसंवर्द्धनदीक्षासम्बन्धिन्यो ज्ञेया કૃતિ ।।૦૨।।
૧૭૩
ટીકાર્થ ઃ
यदि न तरसि સેવા કૃતિ । જો ઉત્તરગુણ સહિત જ મૂળગુણના ભારને=આત્મામાં વ્યવસ્થિત વ્રત વગેરેના ગુણસમૂહને, તું ધારણ કરવા સમર્થ નથી તો ત્રણ ભૂમિનો સમાહાર તે ત્રણ ભૂમિ તેને છોડીને સુશ્રાવકપણું શ્રેય છે=સંપૂર્ણ ગૃહસ્થધર્મનું પાલન કલ્યાણકર છે, ભૂમિઓ વળી જન્મસંવર્ધન અને દીક્ષાના સંબંધવાળી જાણવી. ૫૦૧
*****
ભાવાર્થ:
કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કર્યું હોય તે વખતે સદ્ગીર્ય ઉલ્લસિત થયું હોય, તેથી સંયમનો પરિણામ સ્પર્શો હોય તે મહાત્મા સંયમની ઉચિત ક્રિયા દ્વારા ક્રમે કરીને સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે અને તેઓ ઉત્તરગુણ સહિત મૂળગુણના ભારને ધારણ કરે છે, તેના બળથી પ્રાપ્ત થયેલો સંયમનો પરિણામ અતિશય થાય છે અને ભાવથી સંયમનો પરિણામ પ્રાપ્ત થયો હોય તોપણ તે ઉત્તરગુણપૂર્વકની મૂળગુણની આચરણાથી પ્રગટ થાય છે. આમ છતાં પાછળથી ક્લિષ્ટ કર્મના ઉદયથી જેઓ ઉત્તરગુણ સહિત મૂળગુણને ધારણ કરવા સમર્થ નથી, તેમણે પોતાની જન્મભૂમિ, સંવર્ધનભૂમિ અને દીક્ષા સંબંધી ભૂમિનો ત્યાગ કરીને અન્ય કોઈક ભૂમિમાં શ્રાવકપણું ગ્રહણ કરીને જીવન જીવવું જોઈએ; કેમ કે તે ભૂમિઓમાં રહેવાથી સંયમના ત્યાગવાળા તે જીવને જોઈને અન્યને પણ સંયમનો પરિણામ મંદ થાય છે. I૫૦૧
અવતરણિકા :
अमुमेवार्थं समर्थयन्नाह
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૨
અવતરણિકાર્ય :
આ જ અર્થતંત્રસાધુધર્મનું પાલન કરવા અસમર્થ એવા જીવે શ્રાવકધર્મ પાળવો જોઈએ એ જ અર્થને, સમર્થન કરતાં કહે છે – ગાથા :
अरहंतचेइयाणं, सुसाहुपूयारओ दढायारो ।
सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२। ગાથાર્થ :
અરિહંતના ચૈત્યોની પૂજામાં રત, સુસાધુની પૂજામાં રત, દઢ આચારવાળો સુશ્રાવક શ્રેષ્ઠતર છે, વ્યુત ધર્મવાળો સાધુવેષથી સુંદર નથી. l૫૦૨ાા ટીકા :
अर्हच्चैत्यानां भगवद्बिम्बानां पूजारत इति शेषः, तथा सुसाधुपूजारतो वस्त्रादिभिस्तदभ्यर्चनोद्युक्तो दृढो निष्प्रकम्पः आचारो अणुव्रतादिपालनात्मको यस्यासौ दृढाचारः, एवम्भूतः सुश्रावको वरतरं प्रधानतरः न साधुवेषेण यतिलिङ्गेन रजोहरणादिना विद्यमानेनाऽपि च्युतधर्मो भ्रष्टाचारः, शासनलाघवहेतुत्वादिति ।।५०२।। ટીકાર્ય :સત્યાનાં .... દેતુત્વાહિતિ | અરિહંતનાં ચૈત્યોની=ભગવાનનાં બિંબોની, પૂજામાં રત અને સુસાધુની પૂજામાં રત=વસ્ત્ર વગેરેથી તેની પૂજા કરવામાં ઉદ્યમવાળો થયેલો, દઢ=નિષ્પકંપ, આચાર=અણુવ્રત વગેરે પાલન સ્વરૂપ આચાર છે જેને એ દઢ આચારવાળો, આવા પ્રકારનો સુશ્રાવક વરતર=પ્રધાવતર છે, સાધુવેષથી=રજોહરણ વગેરે વિદ્યમાન એવા યતિના લિંગથી, ચુતધર્મવાળો=ભ્રષ્ટ આચારવાળો, શ્રેષ્ઠ નથી; કેમ કે શાસનના લાઘવનું હેતુપણું છે. પ૦૨ા ભાવાર્થ -
સુસાધુનો ધર્મ સતત ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની સર્વ ઉચિત ક્રિયાના યત્ન સ્વરૂપ છે, તેથી મહાસાત્વિક પુરુષે તે પ્રકારે ઇન્દ્રિયોથી સંવૃત થઈને હંમેશાં મોહનો નાશ કરવા ઉદ્યમ કરવો જોઈએ અને જેઓ સંયમ ગ્રહણ કરતી વખતે ઉત્સાહના બળથી તેવો યત્ન કરી શક્યા છે, છતાં દઢ ધૃતિના અભાવને કારણે સંયમની ધુરાને ધારણ કરવા સમર્થ નથી, તેમને માટે શ્રાવક ધર્મ જ શ્રેષ્ઠતર છે, પરંતુ વ્યુત ધર્મવાળો સાધુવેષ સુંદર નથી; કેમ કે વિવેકી શ્રાવકો ભગવાનની પૂજામાં રત રહીને વીતરાગ તુલ્ય થવાની શક્તિનો સંચય કરે છે. સુસાધુની પૂજા કરીને સુસાધુ તુલ્ય થવા યત્ન કરે છે અને અણુવ્રત વગેરેના પાલનમાં દૃઢ યત્ન કરીને પણ મહાવ્રતની શક્તિનો સંચય કરે છે, જ્યારે શિથિલ આચારવાળા
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૦૨–૫૦૩
૧૭૫
સાધુ મહાવ્રતની શક્તિનો સંચય કરતા નથી, પરંતુ સ્વીકારેલા વ્રતનો અનાદર કરીને તેની પ્રાપ્તિ પણ દુર્લભ બને તેવું આચરણ કરે છે, તેથી ભવથી ભય પામેલા અને સાધુધર્મપાલન માટે અસમર્થ જીવે સાધુધર્મનો ત્યાગ કરીને શ્રાવકધર્મ સ્વીકારવો એ જ શ્રેષ્ઠતર છે. આપણા અવતરણિકા :
अन्यच्च
અવતરણિકાર્ય :
અને બીજું=શિથિલાચારી સાધુ કરતાં શ્રાવક શ્રેષ્ઠ તે વિષયમાં બીજું કહે છે – ગાથા -
सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नत्थि ।
सो सव्वविरइवाई, चुक्कइ देसं च सव्वं च ।।५०३।। ગાથાર્થ :
સર્વ એ પ્રમાણે બોલીને “સર્વ સાવધનો ત્યાગ કરું છું” એ પ્રકારે પ્રત્યાખ્યાન કરીને, જેને સર્વવિરતિ નથી જ, તે સર્વવિરતિવાદી દેશને અને સર્વને ચૂકે છે. પ૦૩ ટીકા :
सव्वं ति उपलक्षणत्वात् सर्वं सावधं योगं प्रत्याख्यामि यावज्जीवतया त्रिविधं त्रिविधेनेत्येवं भणित्वाऽभिधाय विरतिनिवृत्तिर्यस्य सर्विका सर्वा नास्त्येव, खलुशब्दस्यावधारणार्थत्वात् स सर्वविरतिवादी 'चुक्कइ' त्ति भ्रश्यति, 'देसं च सव्वं च' त्ति देशविरतेः सर्वविरतेश्च प्रतिज्ञाऽकरणाલિતિ પારૂ ટીકાર્ય :
સä . પ્રતિજ્ઞાડ રતિ સર્વ એ ઉપલક્ષણપણું હોવાથી સર્વ સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરું છું. જીવું ત્યાં સુધી ત્રિવિધ ત્રિવિધથી એ પ્રમાણે કહીને વિરતિ–પાપની નિવૃત્તિ, જેને સર્વ નથી જ, થr શબ્દનું અવધારણપણું હોવાથી તથી જ એમ કહેલ છે, તે સર્વવિરતિવાદી દેશને અને સર્વ=દેશવિરતિથી અને સર્વવિરતિથી, ચૂકે છે=ભ્રંશ પામે છે, કેમ કે પ્રતિજ્ઞાનું અકરણપણું છે. પ૦૩ ભાવાર્થ :
સંયમ ગ્રહણ કરનાર સાધુ સર્વ પાપની નિવૃત્તિ કેવા પ્રકારની બાહ્ય ઉચિત આચરણાથી થાય, કેવી ઉચિત આચરણા કેવા અધ્યવસાયને નિષ્પન્ન કરે, જેથી ચિત્ત પાપથી પરાક્ષુખ બને તેના પરમાર્થને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૩-૫૦૪ જાણીને તે પ્રકારના દૃઢ અધ્યવસાયથી શક્તિ અનુસાર તે ઉચિત આચરણા કરે અને ચિત્તને તે પ્રકારના સંવરભાવમાં રાખે તો જ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન ત્રિવિધ ત્રિવિધથી ગ્રહણ કર્યું કહેવાય. તેવા પરમાર્થને જાણીને તે પ્રતિજ્ઞા કરે છે તેમ કહી શકાય; કેમ કે જ્ઞાત્વા મ્યુવેત વિરમળ એ વિરતિનું સ્વરૂપ છે અને જેમને તે પ્રકારનું કોઈ જ્ઞાન નથી, તેઓ જે પ્રત્યાખ્યાન કરે છે તે પ્રત્યાખ્યાનને અનુરૂપ કોઈ આચરણા કરતા નથી. એટલું જ નહિ પણ તે પ્રકારે આચરણા કરવાનું જ્ઞાન નહિ હોવાથી તે પ્રકારની રુચિ પણ નથી, તેથી તેઓને સર્વથા વિરતિ નથી. છતાં પોતે સર્વવિરતિવાળા છે તેમ બોલે છે. પરમાર્થથી તેઓ સર્વવિરતિથી અને દેશવિરતિથી ચૂકે છે; કેમ કે જે પ્રકારે પ્રતિજ્ઞા કરી છે તે પ્રકારે કરતા નથી, વસ્તુતઃ પ્રાયઃ પાર્શ્વસ્થા સાધુ પણ સર્વવિરતિ ગ્રહણ કરે છે, ત્યારે સર્વવિરતિના સ્વરૂપનો યથાર્થ બોધ કરે છે, ત્રિવિધ ત્રિવિધની મર્યાદા જાણે છે, ત્યારપછી તેઓ મહાવ્રત ઉચ્ચરાવે છે, તેથી તેમણે ભગવાને આપેલ બીજનું ખેતરમાં વપન કર્યું છે, પરંતુ પાછળથી પ્રમાદી થવાને કારણે ભ્રંશ પામેલા છે અને જેમને ત્રિવિધ ત્રિવિધ વિષયક માર્ગાનુસારી બોધ નથી તેઓ તો પ્રથમથી જ સંયમમાં ઉત્થિત નથી. વળી જેઓ મુગ્ધતાથી સંયમ ગ્રહણ કરે છે અને ત્રિવિધ ત્રિવિધ શબ્દની મર્યાદાને જાણતા નથી, તેમનું સર્વવિરતિનું ગ્રહણ પરમાર્થથી અન્ય દર્શનના અવિવેકી જીવોના સંન્યાસ તુલ્ય અવિવેકમૂલક પ્રવૃત્તિરૂપ છે, ફક્ત અન્ય દર્શનમાં પણ ભદ્રક પ્રકૃતિવાળા તામલી તાપસ વગેરે દયાળુ સ્વભાવ વગેરેને કારણે કાંઈક હિત સાધી શક્યા, તેમ ભગવાનના શાસનમાં રહેલા પણ ત્રિવિધ ત્રિવિધના પરમાર્થના અજ્ઞાની જીવો દયા વગેરેના પરિણામને કારણે ભદ્રક પ્રકૃતિવાળા હોય તો તેટલું હિત સાધી શકે છે અને જેમને તે પ્રકારની કોઈ જિજ્ઞાસા નથી, માત્ર પોતાની બુદ્ધિ અનુસાર તે તે આચરણા કરીને સંતોષ માને છે તેઓ દેશવિરતિ અને સર્વવિરતિથી તો ભ્રષ્ટ છે, પરંતુ તેના સન્મુખભાવથી પણ રહિત છે, માટે વિવેકીએ ત્રિવિધે ત્રિવિધ સાવદ્ય યોગના પચ્ચક્ખાણને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યત્ન કરવો જોઈએ, જેથી બોધ અને રુચિના બળથી દુષ્કર એવું સર્વવિરતિનું પાલન કંઈક સન્મુખ ભાવવાળું થાય. I૫૦૩॥
અવતરણિકા :
न केवलमुभयविरत्योरभाव:, मिथ्यादृष्टित्वं च सम्पद्यते तस्येत्याह
અવતરણિકાર્થ ઃ
કેવળ ઉભય વિરતિનો અભાવ નથી=જેઓ સર્વવિરતિનો સ્વીકાર કરીને તે પ્રકારે સર્વવિરતિનું પાલન કરતા નથી, તેમનામાં કેવળ દેશવિરતિ અને સર્વવિરતિનો અભાવ નથી અને તેને મિથ્યાદૃષ્ટિપણું પ્રાપ્ત થાય છે એ પ્રકારે કહે છે
ગયા :
जो जहवायं न कुण, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? | वड्डेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ।।५०४।।
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૪
ગાથાર્થ :
જે યથાવાદને કરતો નથી, તેનાથી બીજો કોણ મિથ્યાદષ્ટિ છે ? અને બીજાને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે. II૫૦૪]]
૧૭૭
ટીકા ઃ
यो यथावादं न करोति यथोक्तं नानुतिष्ठति, मिथ्यादृष्टिर्विपरीतदर्शनस्ततः सकाशात् हुरलङ्कारे, कोऽन्यः ?, न कश्चित् स एव मूर्द्धाभिषिक्तो मिथ्यादृष्टिरित्यर्थः, वर्द्धयति च वृद्धिं नयति एव मिथ्यात्वं विपरीताभिनिवेशं परस्यात्मव्यतिरिक्तस्य शङ्कां सर्वज्ञागमगोचरं सन्देहं जनयन्नुत्पादयन् किमेवंविध एव धर्म इति बुद्ध्युत्पत्तेर्न वा किञ्चित् क्रियतेऽत्र केवलमभिधीयत વામાવિત્તિ ।।૦૪।।
ટીકાર્થ ઃ
यो यथावादं • કૃત્યવાવિત્તિ ।। જે યથાવાદને કરતો નથી=જે પ્રમાણે કહેવાયેલું છે તે પ્રમાણે અનુષ્ઠાન કરતો નથી, તેનાથી બીજો કોણ મિથ્યાદષ્ટિ છે ?=વિપરીત દર્શનવાળો છે ? અર્થાત્ કોઈ નથી, તે જ મસ્તકે અભિષેક કરાયેલો મિથ્યાદષ્ટિ છે=મિથ્યાદ્દષ્ટિઓની મોખરે રહેલો મિથ્યાદ્ગષ્ટિ છે, પરને=પોતાને છોડીને બીજાને, શંકાને ઉત્પન્ન કરતો=સર્વજ્ઞના આગમ વિષયક સંદેહને ઉત્પન્ન કરતો, મિથ્યાત્વને=વિપરીત અભિનિવેશને=ભગવાનના વચનથી વિપરીત આગ્રહને વધારે છે કઈ રીતે પરને શંકા ઉત્પન્ન કરે છે ? એથી કહે છે
—
-
શું આવા પ્રકારનો જ ધર્મ છે ? એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થવાથી અથવા કંઈ કરાતું નથી, કેવળ કહેવાય છે અથવા કેવળ પ્રતિજ્ઞા કરાય છે, કંઈ આચરણ કરાતું નથી, એ પ્રકારનો બોધ થવાથી બીજાને શંકા ઉત્પન્ન કરે છે. ।।૫૦૪।
ભાવાર્થ :
ભગવાનના વચનાનુસાર ત્રિવિધ ત્રિવિધની આચરણારૂપ સાધુધર્મ કેવી ઉચિત આચરણાવાળો અને કેવા ઉત્તમ ચિત્તવાળો છે, તેનો સૂક્ષ્મ બોધ તે જ સમ્યક્ત્વ છે અને સુવિશુદ્ધ આચરણા કરનારા મહાત્માઓ જે પ્રકારે પ્રતિજ્ઞા કરે છે, તે પ્રકારે ઇન્દ્રિયોનો સંવર કરીને સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે, તેને જોઈને ઘણા યોગ્ય જીવોને સંવેગ ઉત્પન્ન થાય છે અને સ્થિર બુદ્ધિ થાય છે કે આવો જ ઉત્તમ ધર્મ આત્મકલ્યાણનું કારણ છે, તેથી સુસાધુએ મન-વચન-કાયાની ગુપ્તિ દ્વારા યાાદને કરીને સમ્યક્ત્વની વૃદ્ધિ કરવી જોઈએ અને જે સાધુ હું ત્રિવિધથી સાવદ્ય યોગનું પચ્ચક્ખાણ કરું છું, એ પ્રમાણે બોલીને તેને અનુરૂપ બાહ્ય ઉચિત પ્રવૃત્તિઓ કરતા નથી અને તેના દ્વારા અસંગભાવને અનુકૂળ ચિત્ત પ્રવર્તાવતા નથી, તેનાથી મોટો બીજો કયો મિથ્યાદૃષ્ટિ છે ? અર્થાત્ તે જ મહામિથ્યાદ્દષ્ટિ છે; કેમ કે સ્વયં વિપરીત આચરણા કરીને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૪-૫૦૫ તેને દઢ કરે છે, ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞા પ્રત્યે અનાદરના પરિણામવાળા થવાથી પોતાનામાં વર્તતા મિથ્યાત્વને દૃઢ કરે છે અને બીજા જીવોને શંકા થાય છે કે ખરેખર સર્વવિરતિ ધર્મ આવા પ્રકારનો છે, તેથી પારમાર્થિક ધર્મમાં બીજાને શંકા ઉત્પન્ન કરે છે અથવા કેટલાક જીવોને એમ થાય કે પ્રતિજ્ઞા લેવાથી ધર્મ થાય છે, તે પ્રમાણે કરાતું નથી, તેને ધર્મ કહેવાય. આવી શંકા બીજા જીવોને ઉત્પન્ન કરીને તેઓ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે; કેમ કે જેમ મિથ્યાત્વને અનુકૂળ ભાવો કરીને પોતાનો વિનાશ કરે છે, તેમ બીજાના મિથ્યાત્વની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરીને બીજાની ભાવહિંસામાં પ્રબળ નિમિત્ત બનીને મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી અલ્પ સત્ત્વને કારણે સંવિગ્નપાક્ષિક જીવો હંમેશાં પોતાની મિથ્યા પ્રવૃત્તિની આત્મસાક્ષિક નિંદા કરે છે અને તેને અલ્પ અલ્પતર કરવા યત્ન કરે છે અને બીજા યોગ્ય જીવોને પોતાની પ્રવૃત્તિથી વિપર્યાસ ન થાય તે માટે શુદ્ધ માર્ગ બતાવીને પોતાની હીનતા બતાવે છે, તેથી તેઓ બીજાના મિથ્યાત્વને વધારતા નથી અને પોતાની પણ સર્વવિરતિની રુચિને દૃઢ કરીને મિથ્યાત્વથી આત્માનું રક્ષણ કરે છે અને તે પ્રકારે જેઓ કરતા નથી અને પોતાની સર્વજ્ઞના વચનાનુસાર યથાવાદ વગરની આચરણાના બળથી પોતે સુસાધુ છે, તેવો ભ્રમ ધારણ કરે છે તેઓ મહામિથ્યાદૃષ્ટિ જ છે; કેમ કે પોતાના મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને અન્ય જીવોમાં મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. II૫૦૪॥
અવતરણિકાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે યથાવાદને કરતો નથી, તેનાથી બીજો કયો મિથ્યાદૅષ્ટિ છે ? ત્યાં પ્રશ્ન થાય કે જેઓ સાધુવેષમાં છે અને વિપરીત પ્રવૃત્તિ કરે છે, તેઓ જેટલા અંશમાં તપ-ત્યાગ વગેરે પ્રવૃત્તિ કરે છે તેટલા અંશમાં સુંદર છે. એથી કહે છે
ગાથા:
आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गं ति ? | આળ ૪ અવતો, સ્સાસા ળફ સેમ ?।।૧૦।।
ગાથાર્થઃ
આજ્ઞામાં જ ચારિત્ર છે, તેના ભંગમાં શું ભંગાયેલું નથી ?=સર્વ જ ભંગાયેલું છે, એમ તું જાણ. આજ્ઞાને ઉલ્લંઘન કરતો કોના આદેશથી શેષ અનુષ્ઠાનને કરે છે ? ૫૦૫]I
ટીકા ઃ
आज्ञयैव भगवदादेशेनैव चरणं चारित्रं व्यवतिष्ठत इति शेषः, तद्भङ्गे आज्ञालोपे जानीहि अवबुध्यस्व, किं न भग्नं ? सर्वं विमर्दितमित्यर्थः, आज्ञां चातिक्रान्त उल्लङ्घ्य स्थितः कस्यादेशात् करोति शेषमनुष्ठानं ? विडम्बनारूपमेव तद्भङ्गे तदित्याकूतम् ।।५०५।।
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૫-૫૦૬
ટીકાર્ય
आज्ञयैव તવિત્યાòતમ્ ।। આજ્ઞાથી જ=ભગવાનના આદેશથી જ, ચારિત્ર છે=ચારિત્ર રહે છે, એ પ્રમાણે અધ્યાહાર છે. તેના ભંગમાં=આજ્ઞાના લોપમાં, શું ભંગાયેલું નથી=સર્વ નાશ કરાયેલું છે, એ પ્રમાણે તું જાણ અને આજ્ઞાને અતિક્રાંત કરતો=ઉલ્લંઘન કરીને રહેલો કોના આદેશથી શેષ અનુષ્ઠાનને કરે છે ? તેના ભંગમાં=આજ્ઞાના ભંગમાં, વિડંબનારૂપ જે તે છે=શેષ અનુષ્ઠાન છે, એ પ્રકારનો આશય છે. ।।૫૦૫ા
:
ભાવાર્થ ઃ
ભગવાનની આજ્ઞા સ્વશક્તિ અનુસાર દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પ્રકારના ધર્મના સેવનરૂપ છે, તેથી જેઓ તે બે પ્રકારના ધર્મનો પારમાર્થિક બોધ કરીને સ્વશક્તિ અનુસાર દેશવિરતિને કે સર્વવિરતિને સેવે છે અથવા દેશિવરતિની કે સર્વવિરતિની શક્તિ ન હોય તોપણ તે દેશવિરતિના કે સર્વવિરતિના ધર્મને પુનઃ પુનઃ ભાવન કરીને તેને અનુરૂપ શક્તિનો સંચય ક૨વા યત્ન કરે છે, તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરીને તેટલા અંશમાં ચારિત્રને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ મૂઢમતિવાળા છે તેઓ સર્વવિરતિને ગ્રહણ કરે છે અને સર્વવિરતિમાં જે પ્રકારની ત્રિવિધ ત્રિવિધની પ્રતિજ્ઞા કરે છે એ પ્રકારે પાળતા નથી. તેમના તે વ્રતભંગમાં શું ભંગાયું નથી ? અર્થાત્ સર્વ પ્રકારના ધર્મનો નાશ થયો છે; કેમ કે પોતાના ચિત્તને અનુરૂપ ભગવાનની આજ્ઞા શું છે, તેનો વિચાર કર્યા વગર સ્વમતિ અનુસાર ધર્મની આચરણા કરીને તેઓ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે. તેવા સાધુઓ કોની આજ્ઞાથી શેષને કરે છે અર્થાત્ સાધ્વાચારનાં જે કોઈ અનુષ્ઠાનો યથાતથા કરે છે, તે ભગવાનની આજ્ઞાથી કરતા નથી, માટે તે અનુષ્ઠાન પણ તેમની વિડંબનારૂપ જ છે. જો તેમને ભગવાનની આજ્ઞાનું બહુમાન હોય તો ગાથા-૫૦૧માં કહ્યું એ પ્રમાણે સંયમનો ત્યાગ કરીને સુશ્રાવક ધર્મને સ્વીકારે, પરંતુ સ્વમતિ અનુસાર સંયમજીવન જીવીને સંસારસમુદ્રને તરવાને ઇચ્છે છે, તેમની તે અનુષ્ઠાનની ક્રિયા ચારિત્રરૂપ નથી, પરંતુ વિડંબના સ્વરૂપ જ છે. ૫૦૫ા
અવતરણિકા :
૧૭૯
अभ्युच्चयमाह
અવતરણિકાર્ય :
અભ્યુચ્ચયને કહે છે=આજ્ઞાભંગ થવાથી ચારિત્રનો નાશ થાય છે એ કથનમાં અમ્યુચ્ચયને કહે છે
ગાથા:
-
संसारो य अणंतो, भट्ठचरित्तस्स लिंगजीविस्स । पंचमहव्वयतुंगो, पागारो भिल्लिओ जेण ।। ५०६ ।।
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦-૫૦૭
ગાથાર્થ :
જે સાધુ વડે પાંચ મહાવ્રતરૂપ ઊંચો કિલ્લો તોડી નંખાયો છે, ભ્રષ્ટ ચારિત્રવાળા લિંગજીવીને અનંત સંસાર છે. પ૦૬ ટીકા :
संसारश्चानन्तोऽपरिमितो भ्रष्टचरित्रस्य विलुप्तचरणस्य, अत एव लिङ्गेन वाणिज्येनेव जीवितुं शीलमस्येति लिङ्गजीवी, इयता आन्तरचरणपरिणामाभावो दर्शितः, अधुना तत्कार्यमाह-पञ्चमहाव्रततुङ्गो हिंसादिविरत्यभ्युनतो बहिरपि प्राकार इव प्राकारो जीवनगररक्षाक्षमो गुणकलाप इति गम्यते, 'भिल्लिओ'त्ति विलुप्तो येनापुण्यवतेति ॥५०६।। ટીકાર્ય :
સંસારસ્થાનત્તઃ ચેનાપુખ્યવક્તતિ અનંત સંસાર=અપરિમિત સંસાર, ભ્રષ્ટ ચારિત્રવાળાને=લોપ કરાયેલા ચારિત્રવાળાને, આથી જ લિંગથી-વાણિજ્યની જેમ જીવવાનો સ્વભાવ છે અને એ લિંગજીવી તેને અપરિમિત સંસાર છે એમ અત્રય છે, આનાથી=ભ્રષ્ટ ચારિત્ર અને લિંગજીવી એ કથનથી, અંતરંગ ચારિત્રના પરિણામનો અભાવ બતાવાયો. હવે તેના કાર્યને=અંતરંગ ચારિત્રના અભાવના કાર્યને, કહે છે – પાંચ મહાવ્રતથી ઊંચો=હિંસાદિ વિરતિને અભિમુખ ઉષત, બહાર પણ કિલ્લા જેવો, પ્રાકાર=જીવરૂપી નગરની રક્ષા કરવામાં સમર્થ એવો ગુણનો સમૂહ, જેના વડે= અપુણવાળા વડે, ભેદાયો=વિનાશ કરાયો. પ૦૬ ભાવાર્થ :
સાધુને અંતરંગ ચારિત્ર ત્રણ ગુપ્તિના પરિણામરૂપ છે અને જેઓ ત્રણ ગુપ્તિને ધારણ કરવા યત્ન કરતા નથી, ત્રણ ગુપ્તિમાં રુચિ નથી અને ત્રણ ગુપ્તિને અનુકૂળ જે ઉચિત આચરણાઓ છે, તે પ્રમાણે કરતા નથી, તેઓ ભ્રષ્ટ ચારિત્રવાળા છે અને જેમ વાણિયા વ્યાપારથી પોતાનું જીવન ચલાવે છે, તેમ જેઓ સાધુવેષના બળથી પોતાની આજીવિકા ચલાવે છે, તેમનામાં અંતરંગ ચારિત્રના પરિણામનો અભાવ છે; કેમ કે વીતરાગગામી પરિણામરૂપ ત્રણ ગુપ્તિનો સર્વથા અભાવ છે. વળી જેમણે જીવની રક્ષાનું કારણ એવો હિંસા વગેરેની વિરતિરૂપ અર્થાત્ પાંચ મહાવ્રતરૂપ ઊંચા કિલ્લાનો ત્યાગ કર્યો છે, તેથી માત્ર સ્વમતિ અનુસાર બાહ્ય પ્રવૃત્તિ કરીને જીવે છે, તેમને અનંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે. પકા અવતરણિકા :
अधुना महासाहसिकत्वं तस्य लक्षयन्नाहઅવતરણિતાર્થ :હવે તેના=ભ્રષ્ટચારિત્રીના, મહાસાહસિકપણાને બતાવતાં કહે છે –
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૫૦૭-૫૦૮
ગાથા :व न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं ।
पच्चक्खमुसावाई, मायानियडीपसंगो य ।।५०७।। ગાથાર્થ :
નહિ કરું,” એ પ્રમાણે બોલીને તે જ પાપને ફરી સેવે છે, પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટના પ્રસંગવાળો છે. II૫૦૭ll ટીકા :
न करोमीति भणित्वा तदेव स्वयं निषिद्धं निषेवते समाचरति पुनः पापं यः प्रत्यक्षमृषावादी साक्षादलीकवावदूकः पश्यतोहर इवाचिकित्स्य इत्यर्थः । तस्य मायानिकृत्योरान्तरबाह्यसाध्ययोः प्रसङ्गोऽवश्यम्भाविनी प्राप्तिः स च सम्पद्यत इति ।।५०७।। ટીકાર્ય :
રોમીતિ ... સપૂત કૃતિ | હું કરું નહિ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વળી તે જ પાપને=પોતે નિષેધ કરેલા તે પાપને, જે સેવે છે, પ્રત્યક્ષ મૃષાવાદી=સાક્ષાત્ જૂઠું બોલનારો, પથતોહર=દેખતા ચોરી કરનારા સોનીની જેમ અચિકિત્સ્ય છે, તેને માયાવિકૃતિનો=અંતરંગ અને બાહ્ય સાધ્ય એવી માયાવિકૃતિનો, પ્રસંગ છે=અવયંભાવિની પ્રાપ્તિ છે અને તે પ્રાપ્ત થાય છે=માયા-વિકૃતિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પંપ૦૭ ભાવાર્થ :
જે સાધુ “હું ત્રિવિધથી ત્રિવિધથી પાપ નહિ કરું', એ પ્રમાણે બોલીને ફરી તે પાપને સેવે છે અર્થાત્ મન-વચન-કાયાની અગુપ્તિમાં વર્તતા હોવાથી તે સર્વ પાપોને સેવે છે, તેઓ પ્રત્યક્ષ મૃષાવાદને બોલે છે અને જેઓ પ્રતિદિન કરેમિ ભંતે સૂત્રને બોલીને “હું પાપ નહિ કરું’ એમ પોતાની પ્રતિજ્ઞાને અનુરૂપ ઉચ્ચારણ કરે છે અને હંમેશાં અગુપ્ત થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે, તેઓ દેખતા ચોરી કરનાર સોનીની જેમ જે બોલે છે, તેનાથી વિપરીત પ્રત્યક્ષ આચરણા કરે છે માટે તેમની ચિકિત્સા થઈ શકે નહિ અર્થાત્ તેઓ અસાધ્ય રોગવાળા છે અને તેવા જીવોને પોતાના આત્માને ઠગવા સ્વરૂપ માયાનિકૃતિનો પ્રસંગ છે અર્થાત્ અંતરંગ રીતે માયાનો પરિણામ છે અને તે પ્રકારે કૃત્યવિરુદ્ધ પ્રતિજ્ઞા કરવાનો નિકૃતિનો પ્રસંગ છે. આથી કૃત્ય અન્ય પ્રકારે કરે છે અને પ્રતિજ્ઞા અન્ય પ્રકારે કરે છે, તેઓ દુરંત સંસારના પરિભ્રમણથી ભય પામ્યા વગર મહાસાહસિક પ્રવૃત્તિ કરનારા છે. આપણા અવતરણિકા :तथा चाऽसौ प्राकृतलोकादपि पापिष्ठ इत्यावेदयत्राह
Page #199
--------------------------------------------------------------------------
________________
ન મારું રાજા
૧૮૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૫૦૮ અવતરણિકાર્ય :
અને તે પ્રકારે=ત્રિવિધ ત્રિવિધનું પ્રત્યાખ્યાન કરી વિપરીત સેવન કરે છે તે પ્રકારે, આ પ્રમાદી સાધુ, પ્રાકૃતલોકથી પણ=સામાન્ય લોકથી પણ પાપિષ્ઠ છે એ પ્રમાણે જણાવતાં કહે છે – ગાથા :
लोए वि जो ससगो, अलियं सहसा न भासई किंचि ।
अह दिक्खिओ वि अलियं, भासइ तो किं च दिक्खाए ।।५०८।। ગાથાર્થ :
લોકમાં પણ જે સશૂક છે કંઈક દયાળુ છે તે એકદમ કંઈ જૂઠું બોલતો નથી. હવે દીક્ષિત પણ જૂઠું બોલે છે તો દીક્ષાથી શું પ્રયોજન? કંઈ નહિ. I૫૦૮ ટીકા :
लोकेऽपि यः सशूको मनागपि पापभीरुः, अलीकमनृतं सहसा तत्क्षणान्न भाषते किञ्चिद्, असावपि विमृश्यकारित्वाद्, अथ दीक्षितोऽपि प्रव्रजितोऽपि अलीकमनृतं भाषते, ततः किं दीक्षया ? न किञ्चित्, चः पूरणार्थ इति ।।५०८।। ટીકાર્ય :
તોડપિ : પૂરપાર્થ વૃત્તિ છે. લોકમાં પણ જે સશૂક છે=થોડો પણ પાપભીરુ છે, તે અલિક= જૂઠું, સહસા=ાત્માણથી, કંઈ બોલતો નથી; કેમ કે આ પણ=પાપભીરુ લોક પણ, વિચારીને કરવાપણું હોવાથી અલિક બોલતો નથી, હવે દીક્ષિત પણ=પ્રવ્રજિત પણ, મૃષા બોલે છે, તો દીક્ષાથી શું? અર્થાત્ કોઈ પ્રયોજન નથી, ગાથામાં ઘઃ શબ્દ પૂરણ અર્થમાં છે. ll૧૦૮ ભાવાર્થ :
સંસારમાં કેટલાક જીવો સંયોગ અનુસાર મૃષાવાદ બોલતા હોય તોપણ જૂઠું બોલવું ઉચિત નથી તેમ માનતા હોય છે, તેથી થોડા પાપભીરુ છે અને જેઓ જૂઠું ન બોલાય તેવા દૃઢ સંકલ્પવાળા છે, તેઓ અત્યંત પાપભીરુ છે, તેમાં જેઓ અત્યંત પાપભીરુ નથી, પરંતુ નિષ્કારણ જૂઠું ન બોલવું તેવા પરિણામવાળા છે તેઓ કોઈ પ્રયોજન ન હોય તો સહસા જૂઠું બોલતા નથી; કેમ કે મૃષાવાદમાં પાપ છે, તેવી બુદ્ધિ હોવાથી તે જીવો વિચારીને બોલે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા પોતે જે પ્રતિજ્ઞા કરે છે, તે પ્રતિજ્ઞા અનુસારે મારે શું કરવું જોઈએ ? તેનો વિમર્શ કર્યા વગર પ્રતિદિન તે સૂત્ર બોલે છે અને તે પ્રતિજ્ઞાથી વિપરીત યથાતથા આચરણા કરે છે, તે સાધુ દીક્ષિત હોવા છતાં નિઃશુક રીતે મૃષાવાદ બોલે છે; કેમ કે જે પ્રતિજ્ઞા કરે છે તે પ્રતિજ્ઞા કયા ભાવોને સ્પર્શે છે, તેનો વિચાર કર્યા
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૮-૫૦૯
વગર નિઃશુક રીતે પ્રવૃત્તિ કરે છે, તેની દીક્ષાથી શું ? અર્થાત્ દીક્ષા નિરર્થક છે, વસ્તુતઃ ‘કરેમિ ભંતે' સૂત્ર બોધ કરાવે છે કે મારે ત્રણ ગુપ્તિમાં ૨હેવા પ્રયત્ન કરવો જોઈએ અને ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય, તેવી સંયમની ઉચિત ક્રિયા ઉત્સર્ગમાર્ગથી શક્ય હોય તો ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું જોઈએ અને ઉત્સર્ગથી અશક્ય હોય તો અપવાદનું સેવન કરી ત્રણ ગુપ્તિમાં યત્ન કરવો જોઈએ અને જેને ત્રણ ગુપ્તિ પ્રિય છે, તે સાધુ વિશેષ બોધ ન હોય તો સંક્ષેપથી ક્ષમા, માર્દવ, આર્જવ અને બાહ્ય પદાર્થ પ્રત્યે નિરપેક્ષતારૂપ નિર્લોપતાનું ભાવન કરી તે ભાવોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરે તો અવશ્ય ગુપ્તિને અભિમુખ થઈ શકે, માટે સંક્ષેપથી કે વિસ્તારથી ત્રણ ગુપ્તિના હાર્દને જાણીને જેઓ તેને અનુરૂપ યત્ન કરે છે, તેમની કરાયેલી પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ નથી અને તેનો લેશ પણ વિચાર જેઓ કરતા નથી, બાહ્યથી સત્ય ભાષણ કરે છે, તે પણ મૃષાવાદરૂપ જ છે. I૫૦૮l
અવતરણિકા :
यस्तु 'सर्वं तत्तपसः साध्यं, तपो हि दुरतिक्रममित्यादिवचनश्रवणात् संयमं विहाय तपस्येवाद्रियते तं प्रत्याह
અવતરણિકાર્ય :
વળી સર્વ તેના તપથી સાધ્ય છે, =િજે કારણથી, તપ દુરતિક્રમ છે ઇત્યાદિ=તપ પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે તેથી તપથી સર્વ સાધ્ય છે ઇત્યાદિ, વચનના શ્રવણથી સંયમને છોડીને જે તપને આદરે તેના પ્રત્યે કહે છે
ગાથા:
-
महव्वयअणुव्वयाई, छड्डेउं जो तवं चरइ अन्नं ।
सो अन्नाणी मूढो, नावाबोद्दो मुणेयव्वो । । ५०९ ।।
ગાથાર્થ ઃ
મહાવ્રતો અને અણુવ્રતોને છોડીને જે અન્ય એવા તપને કરે છે, અજ્ઞાની મૂઢ એવો તે નાવબોદ્ર જાણવો. ૫૦૯
ટીકા ઃ
महाव्रताणुव्रतानि प्रतीतानि 'छड्डेडं' ति परित्यज्य यस्तपश्चरत्यन्यद् अशनादि तीर्थान्तरीयसम्बन्धि वा सोऽज्ञानी, यतो मूढो मोहोपहतोऽत एव चाऽसौ नौबोद्रो मन्तव्यः, यो हि जलधौ नावं भित्त्वा लोहकीलकं गृह्णाति मूर्खतया तद्वद् द्रष्टव्यः, संयमनोभङ्गे गृहीततपोऽयः कीलकस्याऽपि भवजलधौ निमज्जनाद् व्यर्थं तद्ग्रहणमिति । तस्माद् द्वयोरपि यत्नो विधेयः । । ५०९ ।।
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૯
ટીકાર્ચ -
મદાત્રતાલુકતાનિ ... વિવેક | જાણીતા એવા મહાવ્રતો અને અણુવ્રતોને ત્યાગ કરીને જે અચ=સંયમથી અન્ય એવા, તપd=અનશન વગેરે અથવા તીર્થાતરીય સંબંધી તપ, આચરે છે તે અજ્ઞાની જે કારણથી મૂઢ છે=મોહથી હણાયેલો છે અને આથી જ એ નોબોદ્ર જાણવો,
નીંબોદ્રનો અર્થ સ્પષ્ટ કરે છે – સમુદ્રમાં મૂર્ણપણાથી જે તાવને તોડીને લોઢાના ખીલાને ગ્રહણ કરે છે, તેની જેમ જાણવો. સંયમરૂપી તૌકાના ભંગમાં ગ્રહણ કરાયેલ તારૂપી લોખંડના ખીલાનું પણ ભવસમુદ્રમાં ડૂબવું હોવાથી તેનું ગ્રહણ વ્યર્થ છે, તે કારણથી બન્નેમાં પણ તપ-સંયમ બંનેમાં પણ, યત્ન કરવો જોઈએ. પ૦૦
ભાવાર્થ :
કેટલાક મહાત્માઓ આત્મકલ્યાણના અર્થ છે તોપણ ઇન્દ્રિયો અતિચંચળ છે, તેથી મહાવ્રતોના પાલનમાં અસમર્થ છે. વળી કેટલાક શ્રાવકો પણ મહાવ્રતોને લક્ષ્ય કરીને તેની શક્તિનો સંચય થાય તે રીતે અણુવ્રતોનું પાલન કરવા માટે અસમર્થ છે; કેમ કે ઇન્દ્રિય અને મનની ચંચળતાને કારણે જે વ્રતો પોતે સ્વીકાર્યા છે તેને અનુરૂપ ઉચિત યત્ન કરીને સંવરભાવ કરી શકતા નથી, તેથી વિચારે છે કે આ મહાવ્રતો અને અણુવ્રતોનું પાલન અતિદુષ્કર છે. તેથી અનશનાદિ બાહ્ય તપ કરીને મનમાં સંતોષ પામે છે તેઓ અજ્ઞાની છે; કેમ કે બાહ્ય સર્વ તપ-સંયમને અતિશય કરવાનું અંગ છે, એથી જો સંયમ ન હોય તો તપ નિષ્ફળપ્રાયઃ છે, તેથી સંયમને છોડીને તપ કરનારા જીવો અજ્ઞાની નોબોદ્ર જેવા છે. જેમ કોઈક પુરુષ સમુદ્રમાં હોય ત્યારે તેને ખીલાની આવશ્યકતા જણાય તો નાવને તોડીને ખીલો ગ્રહણ કરે તો તે સમુદ્રમાં ડૂબે છે અને લોકમાં તે મૂર્ખ કહેવાય છે, તેમ કર્મબંધના નિરોધ માટે જેઓ મહાવ્રતમાં કે અણુવ્રતમાં શક્તિ અનુસાર લેશ પણ યત્ન કરતા નથી, તેઓ તપ કરીને સંવરના અતિશયને કરી શકતા નથી, તેથી સંયમરૂપ નાવનો નાશ કરીને ખીલાના ગ્રહણ જેવું તપ ભવસમુદ્રમાં ડૂબતા તેનું રક્ષણ કરવા સમર્થ નથી, આથી સુસાધુએ મહાવ્રતોના પાલન માટે નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરી સંયમની વૃદ્ધિ કરવા યત્ન કરવો જોઈએ. ત્યારપછી તપમાં વિશેષ પ્રકારે યત્ન કરવો જોઈએ, પરંતુ જેઓ તપમાં યત્ન કરે છે અને નિર્દોષ ભિક્ષાચર્યા કે સ્વાધ્યાય વગેરે દ્વારા સંવરભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા નથી, તેઓ અનુકૂળતાની લાલસાવાળા પ્રમાદી સ્વભાવવાળા સદોષ ભિક્ષાદિ ગ્રહણ કરે છે અને મનના સંતોષ માટે બાહ્ય તપ કરીને અમે આરાધના કરીએ છીએ, તેવો ભ્રમ ધારણ કરે છે. વસ્તુતઃ પ્રથમ સંયમને સુવિશુદ્ધ કરવા માટે યત્ન કરવો જોઈએ અને સંયમને અતિશય કરવા માટે તપમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સંવરનો અતિશય થાય. પ૦૯II
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦
૧૮૫
અવતારણિકા :
तद्वता च सक्लिष्टकाले बहून् तद्विकलानवेक्ष्य माध्यस्थ्यमालम्बनीयं, न मौखर्यं कार्यम्, अन्यथा प्रस्तुतक्षतिः स्यादिति आह चઅવતરણિકાર્ય :
અને તદ્વાન પુરુષેeતપ-સંયમવાન પુરુષે સંક્ષિણ કાળમાં તદ્વિકલ ઘણા જીવોને=સંયમવિકલ ઘણા જીવોને, જોઈને માધ્યસ્થનું અવલંબન કરવું જોઈએ, વાચાળતા કરવી જોઈએ નહિ, અન્યથા=બીજાની તપ-સંયમની વિકલતાને જોઈને અસહિષ્ણુતાને કારણે ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવામાં આવે તો, પ્રસ્તુતની ક્ષતિ થાય=સંયમના યત્નની ક્ષતિ થાય અને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે જેઓ મહાવ્રતો કે અણુવ્રતોનું સમ્યગુ પાલન કરતા હોય અને તપ કરતા હોય છતાં સક્લિષ્ટ કાળમાં સાધુઓ કે શ્રાવકો બહુધા વ્રતોની મર્યાદાથી વિકલ વર્તે છે તેને જોઈને તેઓ પ્રત્યે માધ્યશ્મનું અવલંબન લેવું જોઈએ, પરંતુ તેઓ અનુચિત કરે છે, તેમ વિચારીને બીજાએ ઉપદેશ આપવો જોઈએ નહિ. ફક્ત યોગ્ય પ્રજ્ઞાપનીય જીવ હોય અને અજ્ઞાનને વશ વિપરીત પ્રવૃત્તિ કરતો હોય તો મધ્યસ્થતાનો ભંગ ન થાય તે રીતે સારણા-વારણા વગેરે કરવું જોઈએ. પરંતુ તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ થવું જોઈએ નહિ. અસહિષ્ણુ થવાથી માધ્યચ્ય ભાવના અવલંબનના અભાવને કારણે સંયમમાં યત્નની ક્ષતિ થશે, એ પ્રમાણે ગાથામાં કહે છે –
ગાથા -
सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो ।
न य साहेइ सकज्जं, कागं च करेइ अप्पाणं ।।५१०।। ગાથાર્થ :
અનેક પ્રકારવાળા પાર્શ્વસ્થા લોકને જાણીને જે મધ્યસ્થ થતા નથી, તે પોતાના કાર્યને સાધતા નથી જ અને પોતાને કાગડો કરે છે. પ૧ ll ટીકા :
सुबहुमनेकाकारं पार्श्वस्थजनं शिथिलं स्वयूथ्यलोकं ज्ञात्वा यो न भवति मध्यस्थो मौनशीलः स किमित्याह-न च नैव साधयति निष्पादयति स्वकार्यमात्मप्रयोजनं मोक्षलक्षणं रागद्वेषापत्तेः, काकं च करोत्यात्मानं, प्रत्युत रोषात् सर्वैस्तैः सम्भूयात्मनो गुणवत्त्वख्यापनाय हंसकल्पतामारोप्य लोकमध्ये स एव निर्गुणतया प्रख्याप्य काककल्प क्रियत इत्यर्थः ।।५१०।।
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-પ૧૦ ટીકાર્ય :
સુવ૬મને વારં શ્વિત ચર્થ | સુબહુ અનેક આકારવાળા, પાર્શ્વસ્થાજનને=શિથિલ એવા પોતાના યૂથના લોકોને, જાણીને જે મધ્યસ્થ થતા નથી=મૌનશીલ થતા નથી, તે સ્વીકાર્યને=મોક્ષ સ્વરૂપ પોતાના પ્રયોજનને, નિષ્પાદન કરતા નથી, કેમ કે રાગ-દ્વેષતી આપત્તિ છે–તેમની અનુચિત આચરણા પ્રત્યે અસહિષ્ણુતાને કારણે રાગ-દ્વેષની આપત્તિ છે, અને પોતાને કાગડો કરે છે, કઈ રીતે કાગડો કરે છે ? તે સ્પષ્ટ કરે છે –
સાધુ મૌન લે નહિ અને બધાને ઉપદેશ આપે તો ઊલટું રોષ થવાને કારણે તે સર્વ પાર્શ્વસ્થાઓ વડે એકઠા થઈને પોતાના ગુણવાનપણાને જણાવવા માટે હંસકલ્પતાનું આરોપણ કરીને અમે હંસ છીએ એ પ્રમાણે પોતાનામાં આરોપણ કરીને, લોકમાં તે જન્નતપ-સંયમમાં યત્ન કરનાર સાધુ, નિર્ગુણપણાથી જણાવીને કાગડા જેવો કરાય છે, એ પ્રકારનો અર્થ છે=આ રીતે તે સાધુ પોતાના આત્માને કાગડો કરે છે એ પ્રકારનો અર્થ છે. i૫૧૦માં ભાવાર્થ :
કેટલાક જીવો સ્વયં આરાધક હોય છે, મહાવ્રતોની વિશુદ્ધ આચરણ કરનારા હોય છે તો પણ સૂક્ષ્મ બોધના અભાવને કારણે સમુદાયવર્તી શિથિલ સાધુઓની આચરણા જોઈને તેઓ મૌન ધારણ કરી શકતા નથી અને તેમનું કઈ રીતે હિત થશે ? તેનો નિપુણપ્રજ્ઞાપૂર્વક નિર્ણય કરીને ઉચિત ઉપદેશ આપવા યત્ન કરતા નથી અને કોઈ અનુચિત પ્રવૃત્તિ કરે અને પોતે તેનો પ્રતિકાર ન કરે તો પોતાને દોષની પ્રાપ્તિ થાય તે પ્રકારના ભ્રમને વશ થઈને સહવર્તી સાધુઓની અનુચિત પ્રવૃત્તિનો સતત વિરોધ કરે છે, તે મહાત્મા પોતાનું મોક્ષરૂપ કાર્ય સાધી શકતા નથી; કેમ કે તેમની પ્રવૃત્તિ જોઈને સતત રાગદ્વેષ કરે છે. જેથી પોતે સંયમનું અનુષ્ઠાન કરીને મોક્ષને અનુકૂળ ભાવો કરવા સમર્થ થતો નથી, પરંતુ સહવર્તી પ્રમાદી સાધુના શિથિલ આચારોથી અસહિષ્ણુ બનીને પોતાના હિતનો નાશ કરે છે, એટલું જ નહિ પણ ઊલટું તે સર્વ પ્રમાદી સાધુઓ રોષથી એકઠા થઈને અમે ઉચિત આચરણા કરનારા છીએ, તેવું બતાવવા માટે સુસાધુને નિર્ગુણ બતાવવા પ્રયત્ન કરે છે, તેથી અસહિષ્ણુ સ્વભાવવાળા સાધુ આત્માના હિતને સાધવાનું છોડીને લોકો આગળ “કાગડા તુલ્ય છે” તે પ્રકારે પ્રસિદ્ધિને પામે છે, માટે વિવેકીએ
જ્યાં સુંદર ફળ દેખાય ત્યાં જ અત્યંત મધ્યસ્થભાવપૂર્વક તેનું હિત થાય તે રીતે ઉચિત ઉપદેશ આપવો જોઈએ. માત્ર સત્યનું કથન કરવું જોઈએ તેવો મૂઢ પક્ષપાત કરીને જેનાથી પોતાને ક્લેશ થતો હોય અને બીજાનું અહિત થતું હોય તેવું સત્ય પણ પરમાર્થથી સત્ય નથી તેમ વિચારીને નિરર્થક ઉપદેશમાં યત્ન કરવો જોઈએ નહિ; કેમ કે જગતમાં તે જ સત્ય છે કે જેનાથી પોતાના કષાયોનો ક્લેશ શાંત થાય અને ઉપદેશયોગ્ય જીવમાં પણ કષાયોનો ક્લેશ શાંત થાય અને જે કૃત્યથી ઉપદેશયોગ્ય જીવોમાં ક્લેશની વૃદ્ધિ થતી હોય અને પોતાને પણ ક્લેશ થતો હોય તે કૃત્ય બાહ્યથી સત્ય હોવા છતાં પરમાર્થથી અસત્ય છે, આથી જે ઉપદેશથી તે પાર્થસ્થ વગેરે રોષ કરીને લોકમાં પોતે ઉચિત છે તેમ સ્થાપન કરવા યત્ન કરે છે, ત્યારે તેઓ જે ક્લિષ્ટ કર્મ બાંધે છે તે કર્મ બાંધવામાં ઉપદેશક પ્રબળ નિમિત્ત બને છે
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦-૫૧૧
૧૮૭
અને તે ઉપદેશક સંયમની સુંદર આચરણા કરવા છતાં પોતે કાગડા જેવો છે તેમ દેખાય છે ત્યારે જે ખેદ અનુભવે છે અને પાર્થસ્થાની અનુચિત પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ બને છે, તે સર્વથી તેનો પોતાનો આત્મા અવશ્ય મલિન થાય છે, છતાં મૂઢતાથી ઉપદેશની પ્રવૃત્તિ કરે છે તેનાથી પણ પોતાને ક્લિષ્ટ કર્મની પ્રાપ્તિ થાય છે. પ૧ના અવતરણિકા -
तदयं सुस्थितस्योपदेशो दत्तो दुःस्थितेन तु यद् विधेयं तत् काक्वाऽऽहઅવતરણિકાર્ય :
તે આ=ગાથા-પ૧૦માં અપાયેલો ઉપદેશ, સુસ્થિત તપ-સંયમમાં ઉધમવાળાને અપાયો. વળી દુઃસ્થિતે જે કરવું જોઈએ તેને કાક્વા કહે છે અથપત્તિથી કહે છે – ભાવાર્થ :
જેઓ તપ-સંયમમાં ઉદ્યમવાળા છે, ફક્ત અજ્ઞાનને વશ તેમને ભ્રમ થયો છે કે સહવર્તી સાધુ અનુચિત કરતા હોય તો મારે તેનું વારણ કરવું જોઈએ, જો હું વારણ ન કરું તો મને તેની અનુમોદના વગેરે દોષો પ્રાપ્ત થાય, તેવા ભ્રમવાળા જીવોને ગાથા-૫૧૦માં ઉપદેશ આપ્યો કે ઘણા પાર્શ્વસ્થા જોઈને મધ્યસ્થ થવું જોઈએ. જો મધ્યસ્થ થવામાં નહિ આવે તો સ્વકાર્ય સાધી શકશે નહિ. હવે જે દુઃસ્થિત છે સમુદાયમાં પ્રમાદી સાધુ છે, તેણે શું કરવું જોઈએ ? તે સાક્ષાત્ શબ્દથી કહેતા નથી, પરંતુ અર્થપત્તિથી કહે છે અર્થાત્ કાક્વા ધ્વનિથી કહે છે – ગાથા :
परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं ।
परचित्तरंजणेणं, न वेसमेत्तेण साहारो ।।५११।। ગાથાર્થ :
જો નિપુણ પરિચિંતવન કરીને નિયમનો ભાર વહન કરવા માટે શક્ય નથી તો બીજાના ચિતરંજનરૂપ વેષમાત્રથી રક્ષણ થતું નથી. II૫૧૧II ટીકા -
परिचिन्त्य पर्यालोच्य निपुणं सूक्ष्मबुद्ध्या यदि नियमभरो मूलोत्तरगुणरूपो न तीर्यते न शक्यते वोढुं जीवितान्तं यावनेतुं भवतेति शेषः ततः परचित्तरञ्जनेनाऽयमपि प्रव्रजित इति परेषां बुद्धिजनकेन न वेषमात्रेण रजोहरणादिना साधारस्त्राणमिति, तदयमाशयः निर्गुणस्य लिङ्गं धारयतो जनमिथ्यात्वोत्पादहेतुत्वेन गाढतरानन्तसंसारावाप्तेस्तत्त्यागः श्रेयानिति ।।५११।।
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-પ૧૧-૫૧૨ ટીકાર્ય :
પરિવ7 ... શ્રેયાનિતિ નિપુણ=સૂક્ષ્મ બુદ્ધિથી, પર્યાલોચન કરીને જો નિયમભાર=મૂળઉત્તરગુણરૂપ નિયમનો સમૂહ વહન કરવા માટે સમર્થ નથી તમારા વડે જીવનના અંત સુધી લઈ જવા માટે શક્ય નથી, તો બીજાના ચિત્તના રંજનરૂપ વેષમાત્રથી આ પણ પ્રવ્રજિત છે, એ પ્રમાણે બીજાને બુદ્ધિ ઉત્પન્ન કરનારા રજોહરણ વગેરેથી, સાધાર નથી==ાણ નથી=રક્ષણ નથી.
તે આ આશય છે – લિંગને ધારણ કરતા નિર્ગુણનું લોકને મિથ્યાત્વ ઉત્પન્ન કરવાનું હતુપણું હોવાથી ગાઢતર અનંત સંસારની પ્રાપ્તિ હોવાથી તેનો ત્યાગ શ્રેય છે. ૫૧૧|| ભાવાર્થ :
ગાથા-૫૧૦માં કહ્યું એ પ્રકારે ઘણા પાર્શ્વસ્થા હોય, તેમાં પણ કેટલાક પ્રમાદી હોવા છતાં હિતના અર્થી હોય એવા જીવોને હિત માટે ઉપદેશ આપતાં કહે છે –
સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ કે પાંચ મહાવ્રતરૂપ મૂળગુણ અને ઉત્તરગુણને ધારણ કરવા હું સમર્થ છું કે નહિ. માત્ર વેષ લઈને અસ્થિર ચિત્તપૂર્વક ક્રિયાઓ કરવાથી મહાવ્રતો પ્રાપ્ત થતાં નથી અને મહાવ્રતો ન હોય તો ઉત્તરગુણો પ્રાપ્ત થતા નથી, પરંતુ જેમનું ચિત્ત સંસારથી અત્યંત ભય પામેલું છે, ફક્ત વેષ અને ઉચિત પ્રવૃત્તિના આલંબન દ્વારા ઇન્દ્રિયો સંવરભાવમાં રહી શકે છે, તેઓ જ સંયમની સૂક્ષ્મ યતનાપૂર્વક નિગ્રંથ પરિણતિને પ્રગટ કરવા સમર્થ બને છે. તેવી નિગ્રંથ પરિણતિને પોતે પ્રગટ કરી શકે તેમ છે કે નહિ તેનો નિપુણતાથી વિચાર કરવો જોઈએ. જો એમ જણાય કે પોતે ઇન્દ્રિયોની અત્યંત ચંચળતાને કારણે જીવનના અંત સુધી આ રીતે મહાવ્રતોની ધુરાને વહન કરવા સમર્થ નથી, તો પરચિત્તના રંજનનું કારણ એવો વેષમાત્ર સંસારના પરિભ્રમણથી પોતાનું રક્ષણ કરશે નહિ માટે જે સાધુવેષ પોતે ધારણ કર્યો છે, તેને અનુરૂપ ગુણો જો સર્વથા નહિ હોય તો પોતાના વેષથી લોકોમાં મિથ્યાત્વનું ઉત્પાદન થશે; કેમ કે આ સાધુવેષમાં આ પ્રકારે અસ્થિર પ્રવૃત્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, તેવા લોકોને ભ્રમ થશે. તેથી અન્ય જીવોના ચિત્તમાં થતા માર્ગનાશનું પ્રબળ કારણ સાધુવેષમાં પ્રવર્તતી શિથિલ પ્રવૃત્તિઓ છે, માટે તે રીતે જીવવાથી ગાઢતર અનંત સંસારની પ્રાપ્તિ થશે માટે વેષનો ત્યાગ કરવો શ્રેય છે તેમ પ્રમાદી સાધુએ વિચારવું જોઈએ, જેથી તે ઉપદેશને અનુસરીને પણ તેઓ ઘણા અહિતથી આત્માનું રક્ષણ કરી શકે. પ૧૧ાા અવતરણિકા -
तत्रतत्स्याद्यदि नाम चारित्रमनेन विनाशितं तथापि ज्ञानदर्शने स्तः, ततश्च नैकान्तनिर्गुणः, तथा च न लिङ्गत्यागः पर्यवस्येनैतदस्ति चरणाभावे तत्त्वतः तयोरप्यभावाद्यत आहઅવતરણિકાર્ય :
ત્યાં=ગાથા-૫૧૧માં ઉપદેશ આપ્યો કે સંયમના ભારને વહન કરવામાં અસમર્થ સાધુએ વેષનો
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૨
૧૮૯
ત્યાગ કરવો જોઈએ. ત્યાં, આ થાય=આગળ કહેવાશે એ થાય, શું થાય એ સ્પષ્ટ કરે છે –
જો ખરેખર આના વડે=પ્રમાદી સાધુ વડે ચારિત્ર વિનાશ કરાયું છે તોપણ જ્ઞાનદર્શન છે અને તેથી એકાંત નિર્ગુણ નથીeતે સાધુ એકાંતે ગુણ વગરનો નથી અને તે રીતે લિંગ ત્યાગ પર્યવસાન નથી તેણે લિંગનો ત્યાગ કરવો જોઈએ તેવું પ્રાપ્ત થતું નથી. આ પ્રકારની શંકામાં કહે છે – આ નથી=ચારિત્રના વિકાશમાં જ્ઞાન-દર્શન વિદ્યમાન છે માટે લિંગનો ત્યાગ આવશ્યક નથી એવું નથી; કેમ કે ચારિત્રના અભાવમાં તત્ત્વથી તે બન્નેનો પણ અભાવ છે=જ્ઞાન-દર્શનનો અભાવ છે, જે કારણથી કહે છે –
ગાથા :
निच्छयनयस्स चरणस्सुवघाए नाणदंसणवहो वि । ववहारस्स उ चरणे हयंमि भयणा उ सेसाणं ।।५१२।।
ગાથાર્થ :
નિશ્ચયનયના મતે રાત્રિના ઉપઘાતમાં જ્ઞાન-દર્શનનો વધ પણ છે, વ્યવહારનયના મતે ચારિત્ર હણાયે છતે શેષ એવા જ્ઞાન-દર્શનની ભજના છે કોઈકને જ્ઞાન-દર્શનનો નાશ થાય. કોઈકને ન થાય એ રીતે ભજના છે. આપના. ટીકા :
निश्चयनयस्यान्तस्तत्त्वनिरूपणाभिप्रायस्येदं दर्शनं यदुत चरणस्योपघाते सति ज्ञानदर्शनवधोऽपि सम्पन्न इति, तयोस्तत्साधकत्वेनैव पारमार्थिकस्वरूपावस्थितेः, तदभावे त्वकिञ्चित्करतयाऽवस्तुत्वप्राप्तेः व्यवहारस्य तु बहिस्तत्त्वनिरूपकाभिप्रायस्य पुनश्चरणे हते सति भजना विकल्पना शेषयोनिदर्शनयोः कार्याभावेनैकान्ततः कारणाभावासिद्धेः, निर्दूमस्याऽपि वह्नर्दर्शनादिति ।।५१२।। ટીકાર્ય :
નિશ્વયનથી ... વદર્શનાલિતિ નિશ્ચયનયનું–આંતરિક તત્વને કહેનારા અભિપ્રાયવાળા નયનું, આ દર્શન છે=આ મત છે, તે યહુતથી બતાવે છે – ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાનદર્શનનો વધ પણ પ્રાપ્ત જ છે; કેમ કે તે બેની=જ્ઞાન-દર્શનની, તેના સાધકપણાથી જ ચારિત્રના સાધકપણાથી જ, પારમાર્થિક સ્વરૂપની અવસ્થિતિ છે. વળી તેના અભાવમાં=ચારિત્રના સાધકના અભાવમાં, અકિંચિત્કરપણું હોવાથી=જ્ઞાન-દર્શનનું અકિંચિત્કરપણું હોવાથી, અવડુત્વની પ્રાપ્તિ થવાના કારણે જ્ઞાન-દર્શનનો વધ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૨
વળી વ્યવહારનયનું=બહિર્તત્વને કહેનારા વ્યવહાર નયનું, આ દર્શન છે – ચારિત્ર હણાયે છતે શેષતી=જ્ઞાન અને દર્શનની, ભજતા છે=વિકલ્પના છે; કેમ કે કાર્યના અભાવના કારણે એકાંતથી કારણના અભાવની અસિદ્ધિ છે,
કેમ અસિદ્ધિ છે ? તેમાં હેતુ કહે છે – નિધૂમ પણ અગ્નિનું દર્શન છે. I૫૧૨ાા ભાવાર્થ :
ગાથા-૫૧૧માં કહ્યું કે જો પોતે મૂળગુણ-ઉત્તરગુણનો ભાર વહન કરવા સમર્થ ન હોય તો વેષનો ત્યાગ કરવો જોઈએ, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે મહાત્મા સાધુવેષમાં છે છતાં મૂળ-ઉત્તરગુણના ભારને વહન કરવા સમર્થ નથી તેઓ ચારિત્ર રહિત હોવા છતાં જ્ઞાન-દર્શનવાળા છે. તેથી સર્વથા નિર્ગુણ નથી. તેના સમાધાનરૂપે કહે છે –
નિશ્ચયનયની દૃષ્ટિથી ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાન અને દર્શનનો પણ વધ થાય છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તો તેઓ સર્વથા મોક્ષમાર્ગમાં નથી માટે તેમણે વેષનો ત્યાગ કરીને શ્રાવકધર્મ જ સ્વીકારવો જોઈએ; કેમ કે નિશ્ચયનય માને છે કે જે જ્ઞાન-દર્શન-ચારિત્રના સાધક ન હોય તે જ્ઞાનદર્શન પારમાર્થિક નથી, આથી જ જેમને વસ્તુનો યથાર્થ બોધ છે, તેમને તે પ્રકારે જ રુચિ હોય છે અને જે પ્રકારે રુચિ હોય છે, તે પ્રકારે તે મહાત્મા શક્તિના પ્રકર્ષથી હિતમાં પ્રવૃત્તિ કરે છે અને જેમને સ્પષ્ટ બોધ છે કે પોતાનું નિરભિમ્પંગ ચિત્ત વર્તમાનમાં સુખરૂપ છે, આગામી સુખનું પણ કારણ છે, તેમને તેવા નિરભિમ્પંગ ચિત્તમાં જ રુચિ છે અને જેમને તેવા નિરભિમ્પંગ ચિત્તમાં રુચિ હોય તેઓ અવશ્ય તેમાં જ યત્ન કરે છે અને જો નિરભિમ્પંગ ચિત્તમાં યત્ન ન કરે તો તેમને યથાર્થ જ્ઞાન અને યથાર્થ રુચિ નથી, માટે સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો તે મહાત્મામાં જ્ઞાન-દર્શન પણ નથી, તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તેણે વેષનો ત્યાગ કરીને ગૃહસ્થ વેષમાં રહીને આત્મહિત માટે યત્ન કરવો જોઈએ.
વળી, વ્યવહારનય ચારિત્રનો નાશ થવા છતાં જ્ઞાન-દર્શનની ભજન સ્વીકારે છે; કેમ કે કેટલાક જીવોને ચારિત્રનો નાશ થાય ત્યારે નિઃશુકતા હોય છે. તેનું સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પણ નાશ પામે છે, પરંતુ કેટલાક જીવોને નિરભિમ્પંગ ચિત્તમાં પ્રમાદ આપાદક કર્મો બલવાન છે, તેઓ નિરભિમ્પંગ ચિત્તને અનુકૂળ યત્ન કરી શકતા નથી. તેથી મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ ચારિત્રનો નાશ થાય છે તોપણ આત્માનું એકાંત હિત સર્વત્ર અભિવૃંગ વગરનું ચિત્ત છે તેવો યથાર્થ બોધ છે અને તેવા નિરભિન્કંગ ચિત્તની પ્રાપ્તિની ઉત્કટ ઇચ્છા છે. આથી તેવા જીવો હંમેશાં પોતાના પ્રમાદની નિંદા કરે છે, યોગ્ય જીવોને સંયમ સંપૂર્ણ અભિવંગના ત્યાગરૂપ છે અને તેના ઉપાયભૂત સર્વજ્ઞના વચનાનુસારે ઉચિત આચરણા છે તેવો જ બોધ કરાવે છે, તેવા મહાત્મામાં ચારિત્ર નહિ હોવા છતાં જ્ઞાન-દર્શન છે તેમ વ્યવહાર સ્વીકારે છે, તેથી તેવા જીવોએ પણ ગૃહસ્થ થઈને શ્રાવકધર્મ પાળવો જોઈએ, છતાં લજ્જા
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩
ગાથા-૫૧૨ ૫૧૩
૧૯૧
વગેરેથી તેઓ ગૃહસ્થ ન થયા હોય અને ચારિત્રમાં પક્ષપાતપૂર્વક કંઈક યતનાથી જીવતા હોય તો તેઓ સર્વથા મોક્ષમાર્ગથી બહિર્ભૂત નથી, તેમ વ્યવહારનય સ્વીકારે છે. I૫૧૨॥
અવતરણિકા :
तदियता ग्रन्थेन यदुक्तम् - 'द्वावेव मार्गों जिनवरैरुक्तौ' इति तद् व्यवस्थापितम् । तयोरेवापिशब्दसूचितस्य च संविग्नपाक्षिकमार्गस्य स्वकार्यसाधकत्वं दर्शयन्नाह
અવતરણિકાર્થ :
તે આટલા ગ્રંથથી=ગાથા-૪૯૧થી માંડીને અત્યાર સુધી એટલા ગ્રંથથી, જે કહેવાયું=ગાથા૪૯૧માં જે કહેવાયું – ‘ભગવાન વડે બે માર્ગો જ કહેવાયા છે' તે વ્યવસ્થાપન કરાયું અર્થાત્ કઈ રીતે ભગવાને બે માર્ગ કહ્યા છે ? તેની સ્પષ્ટતા કરાઈ. હવે તે બેના જ અને અપિ શબ્દથી સૂચિત સંવિગ્નપાક્ષિક માર્ગનું=ગાથા-૪૯૧ના અંતે કહેલ પિ શબ્દથી સૂચિત એવા સંવિગ્નપાક્ષિક માર્ગનું સ્વકાર્યસાધકપણું બતાવતાં કહે છે
ગાથા:
सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओ वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्झइ संविग्गपक्खरुई ।।५१३।।
ગાથાર્થ ઃ
સારા ચારિત્રવાળા યતિ શુદ્ધ થાય છે, ગુણથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્ન ચરણ-કરણવાળા સંવિગ્નપક્ષની રુચિવાળા શુદ્ધ થાય છે. II૫૧૩||
ટીકા ઃ
शुद्ध्यत्यशेषकर्ममलकलङ्कप्रक्षालनेन निर्मलो भवति यतिः सुचरणो दृढचारित्रः, शुद्ध्यति सुश्रावकोऽपि गुणकलितः सम्यग्दर्शनाणुव्रतादिषु सुप्रतिष्ठः, अवसन्नचरणकरणः शिथिलोsपि स्वयम्, अपिशब्दोऽत्रापि सम्बध्यते, शुद्ध्यति, किम्भूतः सन्नित्याह- संविग्ना मोक्षाभिलाषिणः सुसाधवः तत्पक्षे तदनुष्ठाने रुचिरभिलाषो यस्याऽसौ संविग्नपक्षरुचिरिति, बहुशः क्रियाऽभिधानं शुद्धेर्भेददर्शनार्थं, तथाहि - यतेः साक्षाच्छुद्धिरन्यथेतरयोरिति ।।५१३ ।।
ટીકાર્ય :
શુતિ . ફતવોરિતિ ।। સુચારિત્રવાળા=દૃઢ ચારિત્રવાળા, યતિ સમગ્ર કર્મમલરૂપ કલંકના પ્રક્ષાલનથી નિર્મળ થાય છે, ગુણથી કલિત=સમ્યગ્દર્શન-અણુવ્રત વગેરેમાં સુસ્થિત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્નચરણકરણવાળો=સ્વયં શિથિલ પણ, શુદ્ધ થાય છે, કેવા પ્રકારનો છતો
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૩
શુદ્ધ થાય છે ? એથી કહે છે – સંવિગ્ન મોક્ષના અભિલાષવાળા સુસાધુઓ છે, તેના પક્ષમાં તેના અનુષ્ઠાનમાં, રુચિ=અભિલાષ છે જેને તેવો આ સંવિગ્નપક્ષની રુચિવાળો સ્વયં શિથિલ પણ શુદ્ધ થાય છે એમ અત્રય છે. અહીં પણ=અવસન્નચરણકરણવાળા શબ્દમાં પણ, આપ શબ્દ=સુસ્સાઓ વિ માં રહેલો ગપિ શબ્દ જોડાય છે, ગાથામાં અનેક વખત ક્રિયાનું કથા=શુતિ એ પ્રકારનું ક્રિયાનું કથન, શુદ્ધિનો ભેદ દેખાડવા માટે છે, તે આ પ્રમાણે – મુનિને સાક્ષાત્ શુદ્ધિ છે, ઈતરને= સુશ્રાવકને અને સંવિગ્સપાલિકને, અન્યથા શુદ્ધિ છે–સાધુપણાના કારણરૂપે શુદ્ધિ છે. પ૧૩ના ભાવાર્થ :
સુસાધુ સર્વત્ર અભિધ્વંગના ત્યાગપૂર્વક એક વીતરાગભાવ સાથે પ્રતિબદ્ધ માનસવાળા છે, તેથી વિતરાગના વચનનું સ્મરણ કરીને વીતરાગ તુલ્ય થવાને અનુકૂળ અંતરંગ વીર્ય ઉલ્લસિત થાય એ પ્રકારે સંયમની સર્વ ક્રિયાઓ કરે છે, તેથી તેઓ મૂળગુણ અને ઉત્તરગુણથી યુક્ત છે. ક્યારેક અનાભોગ કે સહસાત્કારથી ઉત્તરગુણમાં અલના થાય તોપણ નિરભિમ્પંગ ચિત્ત પ્રત્યે બદ્ધ રાગવાળા હોવાથી તે અલનાને શીધ્ર દૂર કરીને નિગ્રંથભાવની વૃદ્ધિ થાય તે રીતે તેઓ યત્ન કરે છે. તેથી તેમના મન-વચનકાયાના યોગો સર્વ શક્તિથી સંપૂર્ણ કર્મમલના નાશ માટે પ્રવર્તે છે, માટે દઢ ચારિત્રવાળા યતિ સાક્ષાત્ શુદ્ધિને પામી રહ્યા છે.
વળી સુશ્રાવક યતિની જેમ જ મોક્ષના અર્થી છે, મોક્ષનો એક ઉપાય નિગ્રંથભાવ છે તેવો સ્થિર નિર્ણય છે તોપણ પ્રત્યાખ્યાનાદિ ક્લાયનો ઉદય હોવાથી ભોગની ઇચ્છારૂપ વિકાર પણ થાય છે, તેથી ભોગની ઇચ્છાવાળા છે અને નિરભિવંગ ચિત્તની ઇચ્છાવાળા છે. એટલું જ નહિ પણ ભોગની ઇચ્છા કરતાં નિરભિવંગ ચિત્ત પ્રત્યે અધિક રાગ છે, તેથી ભોગની ઇચ્છાને ક્ષીણ કરવા માટે અને નિરભિમ્પંગ ચિત્તને પ્રગટ કરવા માટે શ્રાવકધર્મ શ્રેય છે, તેમ જાણે છે તોપણ નિરભિમ્પંગ ચિત્તના દૃઢ વ્યાપારનો વ્યાઘાત કરે તેવી ભોગની ઉત્કટ ઇચ્છા છે માટે જ ભોગ માટે પણ કંઈક પ્રયત્ન કરે છે, છતાં ભોગની ઇચ્છા જીવની વિકૃતિ છે અને નિરભિન્કંગ ચિત્ત જીવની સુંદર પ્રકૃતિ છે તેવો સ્થિર નિર્ણય હોવાને કારણે સુશ્રાવક પોતાની ભૂમિકા અનુસાર શ્રાવકધર્મને સેવીને નિરભિવંગ ચિત્તને અનુકૂળ બળનો સંચય થાય તે પ્રકારે યત્ન કરે છે, તેથી તે પણ શુદ્ધ થાય છે. ફક્ત સુસાધુ જેટલા સત્ત્વવાળા નહિ હોવાથી તેની જેમ શુદ્ધિને પામતા નથી તોપણ સુસાધુની નજીક થવામાં બાધક કર્મોનો નાશ કરીને શુદ્ધિને પામે છે.
વળી જેઓ સાધુવેષમાં છે, પરંતુ નિરભિમ્પંગ ચિત્તને ઉલ્લસિત કરવા સમર્થ નથી, તેથી સંયમની ક્રિયા નિરભિમ્પંગ ચિત્તથી કરીને વિશિષ્ટ નિગ્રંથભાવ પ્રગટ થાય તેવો યત્ન કરી શકતા નથી, પરંતુ શાતા વગેરેના અર્થ થવાથી અભિમ્પંગની પરિણતિને કારણે જેમની સંયમની ક્રિયા હણાયેલી છે, તેવા શિથિલ સાધુ પણ સંવિગ્નપક્ષની રુચિવાળા છે સંવિગ્ન એવા સુસાધુના પક્ષની રુચિવાળા છે, તેઓ હંમેશાં સુસાધુના ગુણોની પ્રશંસા કરે છે, સુસાધુની ભક્તિ કરે છે અને પોતાના આચારોની હીનતા દેખાડીને પણ લોકમાં નિગ્રંથ મુનિઓનો માર્ગ કેવો છે, તે જ યથાર્થ બતાવે છે, તેથી તેઓને પણ શુદ્ધ માર્ગની
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૩–૫૧૪ અત્યંત રુચિ હોવાથી શુદ્ધ માર્ગમાં પ્રયત્ન કરવામાં બાધક કર્મોનો ક્ષય કરે છે માટે તેવા શિથિલ આચારવાળા મહાત્મા શુદ્ધ થાય છે, ફક્ત સુસાધુ જેવી વીતરાગતાને અનુકૂળ શુદ્ધિને પ્રાપ્ત કરે છે, સંવિગ્નપક્ષની રુચિવાળા સાધુ તેવી શુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તોપણ સંવિગ્ન સાધુ જેવા થવાનું કારણ બને તેવી શુદ્ધિને પ્રાપ્ત કરે છે માટે આ ત્રણેય મહાત્માઓ મોક્ષના માર્ગમાં જ છે. આપણા અવતરણિકા -
ते तर्हि संविग्नपक्षरुचयः कथं लक्ष्यन्त इत्याहઅવતરણિકાર્ય :
તેઓ=શિથિલ ચારિત્રના પરિણામવાળા, સંવિગ્લપક્ષની રુચિવાળા છે તે કઈ રીતે જણાય છે ? એથી કહે છે –
ગાથા :
संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं ।
ओसन्नचरणकरणा वि जेण कम्मं विसोहिंति ।।५१४ ।। ગાથાર્થ :
સંવિગ્નપાક્ષિકોનું આ લક્ષણ સંક્ષેપથી કહેવાયું. જેનાથી અવસન્ન ચરણકરણવાળા પણ કર્મને=જ્ઞાનાવરણીયાદિ કર્મને વિશુદ્ધ કરે છે. I૫૧૪ll ટીકા :
संविग्नपक्षे-मोक्षाभिलाषिणि सुसाधुवर्गे, सुन्दरा बुद्धिर्विद्यते येषां ते संविग्नपाक्षिकास्तेषां, लक्ष्यतेऽनेनेति लक्षणं पररूपव्यावर्त्तको धर्मः, तदेतद् वक्ष्यमाणं समासतः सङ्क्षपेण भणितमुक्तं गणधरादिभिः, अवसन्नचरणकरणा अपि स्वयं कर्मपरतन्त्रतया प्रमादिनोऽपि प्राणिनो येन लक्षणेन सता कर्म ज्ञानावरणादि विशोधयन्ति प्रतिक्षणं क्षालयन्तीति ।।५१४ ।। ટીકાર્ય :
સંવિના ..... ક્ષાત્રવેત્તેતિ | સંવિગ્લપક્ષમાં=મોક્ષના અભિલાષવાળા સુસાધુના વર્ગમાં, સુંદર બુદ્ધિ વિદ્યમાન છે જેમને તેઓ સંવિગ્સપાલિકો છે, તેમનું લક્ષણ =આના દ્વારા જણાય છે, પરસ્વરૂપ વ્યાવર્તક ધર્મ, હવે કહેવાતાર તે આ લક્ષણ ગણધરો વડે સંક્ષેપથી કહેવાયું છે. અવસા ચરણકરણવાળા પણ સ્વયં કર્મનું પરતંત્રપણું હોવાથી પ્રમાદી છતાં જે લક્ષણ વડે જ્ઞાનાવરણાદિ કર્મોને વિશોધિત કરે છે પ્રતિક્ષણ ક્ષાલન કરે છે. i૫૧૪
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૪-૫૧૫
ભાવાર્થ :
સુસાધુ જેમ મોક્ષના અભિલાષવાળા છે, તેમ સંવિગ્નપાક્ષિક મોક્ષના અભિલાષવાળા સુસાધુના વર્ગમાં સુંદર બુદ્ધિવાળા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો જેઓ સર્વ ઉદ્યમથી નિગ્રંથભાવને અનુકૂળ યત્ન કરે છે, તેઓ જ મોક્ષના અભિલાષવાળા છે, બીજા સાક્ષાત્ મોક્ષના અભિલાષવાળા નથી, પરંતુ સુસાધુ મોક્ષના કારણભૂત બાહ્ય અને અત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથનો ત્યાગ કરી રહ્યા છે અને સંપૂર્ણ નિગ્રંથભાવવાળા સિદ્ધની તુલ્ય થવા માટે અસ્મલિત ઉદ્યમ કરનારા છે, તેથી મોક્ષના અભિલાષવાળા છે તેવા સાધુઓ સુંદર છે તેમ સંવિગ્નપાક્ષિક માને છે અને પોતાને પણ તેમના જેવું સુંદર થવું છે, તેવી પરિણતિવાળા સંવિગ્નપાક્ષિક છે. તેનું લક્ષણ સંક્ષેપથી આગળની ગાથાઓમાં કહેશે, તેવું ગણધર વગેરેએ કહ્યું છે, તેથી સંવિગ્નપાક્ષિક સંયમની બાહ્ય ક્રિયાઓ ભૂલથી કરતા હોય તો પણ સાભિધ્વંગ ચિત્તવાળા હોવાથી પ્રમાદી છે, તેથી તેમની ક્રિયા નિગ્રંથભાવને અનુકૂળ નથી તે અપેક્ષાએ તેઓ શિથિલ આચારવાળા છે, વળી સુસાધુનો પક્ષ કરનારા છે, તેથી તત્ત્વના પક્ષપાતના પરિણામને કારણે તેઓ પણ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું શોધન કરે છે; કેમ કે મૂઢતાથી જ્ઞાનાવરણી આદિ કર્મો બંધાય છે અને તેઓ સુસાધુ જેવા સત્ત્વવાળા નહિ હોવા છતાં સુસાધુ પ્રત્યે રાગ કરીને મૂઢતાનો પરિહાર કરે છે અને પોતાનાં પ્રમાદ આપાદક કર્મોને પણ સુસાધુ પ્રત્યેના પક્ષપાત દ્વારા શિથિલ કરે છે, તેથી જ્ઞાનાવરણીય, ચારિત્રમોહનીય આદિ કર્મોનો પણ તેઓ નાશ કરે છે. પ૧૪
અવતરણિકા :
तत्र 'बहुवचनोद्देशेऽप्येकवचननिर्देशो भवतीति न्यायं दर्शयन् तदेव लक्षणमभिधित्सुराहઅવતરણિકાર્ય :
ત્યાં=સંવિ4પાક્ષિક એ કથનમાં, બહુવચનમાં ઉદ્દેશ હોતે છતે પણ એકવચનમાં નિર્દેશ છેઃ ગાથા-પ૧૪માં બહુવચનથી ઉદ્દેશ કરેલ હોવા છતાં તેનો નિર્દેશ એકવચનથી છે, એ ન્યાયને બતાવતાં તેના જ લક્ષણને=સંગ્નિપાક્ષિકના લક્ષણને, એકવચનના નિર્દેશથી કહેવાની ઈચ્છાથી કહે છે –
ગાથા :
सुद्धं सुसाहुधम्मं, कहेइ निदइ य निययमायारं ।
सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमराइणिओ ।।५१५ ।। ગાથાર્થ :
શુદ્ધ સુસાધુધર્મને કહે છે સંવિગ્નપાક્ષિક કહે છે, પોતાના આચારની નિંદા કરે છે, સતપસ્વીઓની આગળ સર્વથી (પોતાને) અવમરત્નાધિક કરે છે. પ૧૫ll
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૫
૧૫
ટીકા :
स संविग्नपाक्षिकः, शुद्धं निष्कलङ्क सुसाधुधर्मं यथोक्तकारि यत्याचारं कथयति लोकेभ्यः प्रतिपादयति, निन्दति च जुगुप्सते एव निज एव निजकस्तमात्मीयमाचारमनुष्ठानं, तथा सुतपस्विनां शोभनसाधूनां पुरतोऽग्रतः कथञ्चित् तन्मध्यापन इत्यर्थः, भवति च भवत्येव सर्वावमरत्नाधिकोऽद्यदिनदीक्षितेभ्योऽप्यात्मानं न्यूनं विधत्त इत्यर्थः ।।५१५ ।। ટીકાર્ય :
સ સંવિપક્ષ .... વિદત્ત ચર્થ: ૫ તે સંવિગ્સપાક્ષિક શુદ્ધ=નિષ્કલંક, સુસાધુ ધર્મને=જે પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રમાણે કરનારા યતિઓના આચારને કહે છેઃલોકોની આગળ કહે છે અને નિજક તેને=પોતાના આચારને અર્થાત્ અનુષ્ઠાનને, નિંદે છે=જુગુપ્સા કરે છે અને સુતપસ્વીની આગળ=શોભન સાધુઓની આગળ=કોઈક રીતે તેમની મધ્યમાં પ્રાપ્ત થયેલ, સર્વથી અવમરત્નાધિક થાય છે જ=આજના દિવસે દીક્ષિત થયેલાથી પણ પોતાને ન્યૂન કરે છે. પ૧પા. ભાવાર્થ :
સુસાધુ હંમેશાં ત્રણ ગુપ્તિમાં દઢ યત્ન કરીને તેની પુષ્ટિ થાય તે પ્રકારે સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. તેથી તેમની તે તે ક્રિયા દ્વારા તેમનામાં વર્તતું ગુપ્ત માનસ અભિવ્યક્ત થાય છે. તે ગુપ્ત માનસ નિરભિમ્પંગ ચિત્તમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે અધિક અધિક નિરભિમ્પંગ બને છે, તેથી સુસાધુ હંમેશાં નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે અને સુસાધુ કઈ રીતે આચારો કરીને નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે તેનો સૂક્ષ્મ બોધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને હોય છે અને તેના પ્રત્યે અત્યંત રુચિ હોય છે, તેથી સંવિગ્નપાક્ષિક શ્રોતાઓ આગળ સુસાધુધર્મને કહે છે. જેનાથી યોગ્ય જીવોને બોધ થાય છે કે આ પ્રકારની ગુપ્તિનો અતિશય થાય તેવા શુદ્ધ આચારો જ સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ છે, તેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભાવસાધુતાના સૂક્ષ્મ બોધ વગર સમ્યક્ત સંભવે નહિ અને સંવિગ્નપાક્ષિક સુસાધુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે, જેથી ઘણા યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે.
વળી સંવિગ્નપાક્ષિક સાધુ જે સંયમની શિથિલ આચરણ કરે છે, તેનું કારણ તેમનામાં તે પ્રકારની ગુપ્તિનો અભાવ છે, પરંતુ તે પ્રકારની ગુપ્તિના અભાવથી કરાતી પોતાની ક્રિયા નિર્જરાનું કારણ નથી તેવો બોધ છે. તેથી સંવિગ્નપાક્ષિક પોતાના આચારની નિંદા કરે છે અને લોકોને પણ કહે છે કે અમે પ્રમાદી છીએ, તેથી ગુપ્તિમાં દઢ યત્નપૂર્વક તે તે આચારો સેવવા સમર્થ નથી, પરંતુ સુસાધુ જે પ્રકારે ગુપ્તિથી તે તે આચારોને સેવીને ગુપ્તિને અતિશય કરે છે તે આચારો મોક્ષનું કારણ બને છે, અમારા પ્રમાદવાળા આચારો મોક્ષનું કારણ નથી તેમ કહે છે.
વળી સંવિગ્નપાક્ષિક સુતપસ્વીની આગળ પોતે નાના છે એમ માને છે, આથી પોતે દીર્ઘ સંયમપર્યાયવાળા હોય અને કોઈ નવદીક્ષિત સાધુ ભગવાનના વચન પ્રમાણે ગુપ્ત થઈને યત્ન કરનારા હોય,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧પ-૫૧૬ તેનાથી પોતે ન્યૂન છે તેમ માનીને તેવા નવદીક્ષિત સાધુની પણ ભક્તિ કરે છે; કેમ કે તેઓ માન
ખ્યાતિના અર્થી નથી, શુદ્ધ સાધુધર્મના અત્યંત અર્થી છે, ફક્ત સુસાધુની જેમ અત્યંત ઉસ્થિત થઈને સંયમમાં યત્ન કરી શકે તેવું ધૃતિબળ તેમનામાં નથી તોપણ સુસાધુની ભક્તિ વગેરે કરીને તેવા ધૃતિબળને તેઓ પ્રગટ કરવા ઇચ્છે છે. આથી આજના દીક્ષિત થયેલા પણ સુસાધુને પોતાનાથી અધિક માને છે. પ૧પણા અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :
અને સંવિગ્સપાક્ષિક અન્ય શું કરે છે ? તે બતાવે છે – ગાથા :
वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेय । अत्तट्ठा न वि दिक्खे, देइ सुसाहूण बोहेउं ।।५१६।।
ગાથાર્થ :
- સંવિગ્નપાક્ષિક સુસાધુને વંદન કરે છે, વંદન કરાવતા નથી, કૃતિકર્મને કરે છે, કરાવતા નથી, પોતાના પરિવાર માટે દીક્ષા આપતા નથી, બોઘ કરાવીને સુસાધુઓને આપે છે. I૫૧૬ ટીકા :
वन्दते सुसाधून स्वयं न च नैव वन्दयति तान्, न तद् वन्दनं प्रतीच्छतीत्यर्थः, कृतिकर्म विश्रामणादिकं स्वयं करोति तेषां कारयत्यात्मनस्तान च नैव, तथात्मार्थं स्वनिमित्तमुपस्थितमपि शिष्यं नापि नैव दीक्षयति प्रव्राजयति, किं तर्हि ? ददाति-प्रयच्छति सुसाधुभ्यो बोधयित्वा થર્મલેશનતિ કદ્દા ટીકાર્ય :
વનતે ઘરેશનરિ II સુસાધુઓને પોતે વંદન કરે છે, તેઓને=સુસાધુઓને, વંદન કરાવતા તથી જ=તેમના વંદનને સ્વીકારતા નથી જ, તેમનું સુસાધુઓનું, કૃતિકર્મ=વિશ્રામણાદિ, પોતે કરે છે, પોતાના વિશ્રામણાદિ તેઓ પાસે કરાવતા નથી જ અને પોતાના માટે=પોતાના નિમિત્તથી ઉપસ્થિત થયેલા પણ શિષ્યને, દીક્ષા આપતા નથી જ, તો શું કરે છે? એથી કહે છે – ધર્મદિશનાથી બોધ પમાડીને સુસાધુઓને આપે છે=સંયમ માટે તૈયાર થયેલો શિષ્ય સુસાધુઓને આપે છે. ૫૧૬. ભાવાર્થ :સંવિગ્નપાક્ષિક સાધુને શુદ્ધ ધર્મનો અત્યંત પક્ષપાત છે, તેથી સુસાધુના ગુણને જોઈને તેને તેમના
Page #214
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦-૫૧૭
૧૯૭
પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે, તેથી તેમને હૈયાની ભક્તિથી વંદન કરીને તે મહાત્મા તેમના જેવી શક્તિનો સંચય કરે છે. માત્ર બાહ્ય વંદન કરીને સંતોષ પામતા નથી. વળી તે સુસાધુ ત્રણ ગુપ્તિવાળા છે, છતાં તે સંવિગ્નપાક્ષિક દીર્ઘ પર્યાયવાળા છે, તેમ માનીને વંદન કરે તોપણ સંવિગ્નપાક્ષિક તેમના વંદનને સ્વીકારતા નથી, પરંતુ નિષેધ કરે છે અને સુસાધુની પ્રશંસા કરીને કહે છે કે તમારું જીવન ધન્ય છે કે તમે ત્રણ ગુપ્તિમાં અપ્રમાદથી યત્ન કરો છો, જ્યારે મારામાં એવું ધૃતિબળ નથી, આથી ગુણાધિક એવા તમે વંદનીય છો, હનગુણવાળો હું વંદનીય નથી.
વળી સંવિગ્નપાક્ષિક સન્માર્ગનો ઉપદેશ આપે છે, તેના ઉપદેશથી ભાવિત થઈને કોઈ તેમની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થાય તોપણ યોગ્ય જીવને તે કહે છે કે આ મહાત્મા ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે માટે તેમની પાસે જ સંયમ ગ્રહણ કરવાથી હિતની પ્રાપ્તિ થશે, પરંતુ પોતાનાથી બોધ પામેલ છે, તેમ વિચારીને પોતાનો શિષ્ય કરતા નથી. પોતાનામાં પ્રમાદવશ કાંદપિકાદિ ભાવો વર્તે છે, તે મુનિભાવના બાધક છે અને સંવિગ્નપાક્ષિકને તે કાંદપિકાદિ ભાવો દોષરૂપ જણાય છે તોપણ અલ્પસત્ત્વને કારણે તેનું નિવારણ કરવા અસમર્થ છે. પ૧૬ાા અવતરણિકા -
किमित्यात्मार्थं न प्रव्राजयतीत्यत्र कारणमाहઅવતરણિકાર્ય :કયા કારણથી પોતાના માટે દીક્ષા આપતા નથી ? આથી કારણને કહે છે –
ગાથા :
ओसनो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डइ सयं च ।।५१७ ।।
ગાથાર્થ :
પોતાને માટે દીક્ષા આપતો અવશa સાધુ પરને અને પોતાને હણે છે=ભાવપ્રાણની અપેક્ષાએ નાશ કરે છે, તેને શિષ્યને, દુર્ગતિમાં નાખે છે અને સ્વયં અધિકતર ડૂબે છે. આપ૧૭ના ટીકા :
अवसनः शिथिलाचार आत्मार्थं स्वनिमित्तं परं शिष्यमात्मानं च हन्ति भावप्राणापेक्षया, दीक्षयन् प्रव्राजयन्, कथमित्याह-तं शिष्यं क्षिपति दुर्गतौ नरकादिकायाम्, अधिकतरं प्रागवस्थायाः समर्गलतरं 'बुड्डइत्ति निमज्जति स्वयं च भवजलधाविति ।।५१७ ।।
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૭-૫૧૮
ટીકાર્ય :
સવલત્રઃ ... ભવનનાવિતિ | અવસ==શિથિલ આચારવાળા સાધુ, પોતાના માટે પોતાના નિમિત્તે, દીક્ષા આપતા પરને શિષ્યને અને પોતાને ભાવપ્રાણની અપેક્ષાએ હણે છે, કેવી રીતે હણે છે? એથી કહે છે – તેને=શિષ્યને, દુર્ગતિમાં=નરકાદિ દુર્ગતિમાં, નાખે છે અને પોતે અધિકતર= પૂર્વની અવસ્થાથી અધિકતર, ભવસમુદ્રમાં ડૂબે છે. પ૧ાા ભાવાર્થ :
જેઓ સાધુવેષમાં છે અને ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણીને સતત ગુપ્ત ગુપ્તતર થવા માટે સંયમની સર્વ આચરણા કરવા સમર્થ નથી, તેઓ શિથિલ આચારવાળા હોય છે; કેમ કે તેમની સંયમની બાહ્ય આચરણા આત્માના સંવરભાવના અતિશયનું કારણ નથી, પરંતુ મોહને આધીન થઈને તેમની સર્વ આચરણા યથાતથા થાય છે અને તેવા શિથિલાચારી સંવિગ્નપાક્ષિક પણ છે, છતાં પોતાની પર્ષદા માટે કે પોતાની સેવા કરાવવા માટે બીજાને દીક્ષા આપે તે દીક્ષા લેનારના અહિતનું કારણ છે; કેમ કે પરને અપાયેલી દીક્ષા પોતાની જેમ શિથિલ આચારનું કારણ બને છે અને ભવથી વિરક્ત થયેલા એવા તેના ભાવપ્રાણનો નાશ કરનાર હોવાથી શિષ્યનું અહિત કરે છે અને દીક્ષા આપનાર પોતે બીજાનો વિનાશ કરવામાં નિમિત્ત હોવાથી પોતાના ભાવપ્રાણોનો નાશ કરે છે અર્થાતુ પોતાના વિદ્યમાન કષાયોને દૃઢ કરે છે. વળી દીક્ષા આપીને તે શિષ્યને અગુપ્તિઓમાં વૃદ્ધિ કરાવીને વિપર્યાસ કરાવે છે, જેથી કલ્યાણ માટે આવેલા શિષ્યને નરક વગેરે દુર્ગતિમાં મોકલે છે અને પોતે શિથિલાચારને કારણે જે સંસારમાં ડૂબેલ છે, તે અન્ય જીવના વિનાશમાં યત્ન કરીને ક્લિષ્ટ ભાવો કરવા દ્વારા પોતાનો અધિક વિનાશ કરે છે, આથી ભવથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક સાધુ પોતાના અગુપ્ત માનસને જોનારા હોવાથી પોતાની પાસે કોઈને દીક્ષા આપતા નથી, પરંતુ તેને માર્ગનો બોધ કરાવીને સુસાધુ પાસે મોકલે છે. કદાચ તે વખતે સુસાધુ પ્રાપ્ત ન હોય તો તેને જ્ઞાનાદિ માટે દીક્ષા આપીને અને પોતાની હીનતા બતાવીને સન્માર્ગનો સાચો બોધ કરાવે છે અને સુસાધુની પ્રાપ્તિ થાય ત્યારે તે શિષ્યોને સુસાધુને આપે છે; કેમ કે શરણાગતનો વિનાશ થાય તેવી પ્રવૃત્તિ અત્યંત પાપસ્વરૂપ છે, માટે સંસારથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક તે પ્રકારે કરતા નથી. આપણાં અવતરણિકા:
न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याहઅવતરણિતાર્થ :
કેવલ દીક્ષા આપતો નહિ=પોતાને માટે બીજાને દીક્ષા આપતો શિથિલાચારી સાધુ માત્ર સ્વપર વિનાશ કરતો નથી પરંતુ વિપરીત પ્રરૂપણા કરતો પણ સ્વપરનો વિનાશ કરે છે, એને કહે છે –
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૮
૧૯૯
ગાથા :
जह सरणमुवगयाणं, जीवाणं निकिंतइ सिरे जो उ ।
एवं आयरिओ वि हु, उस्सुत्तं पनवंतो उ ।।५१८ ।। ગાથાર્થ :
જેમ જે વળી શરણને પામેલા જીવોના મસ્તકોને છેદે છે, તેમ ઉસૂત્રને કહેતા આચાર્ય પણ પોતાને અને પરને દુર્ગતિમાં નાખે છે, એમ અન્વય છે. આપ૧૮ll ટીકા :
यथा शरणं भयार्त्तत्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलङ्कारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तुशब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतौ ક્ષિતિતિ પ૨૮ાા ટીકાર્ચ -
યથા શરdi ... ક્ષિપ્રતીતિ | જેમ શરણને=ભયથી દુઃખી થયેલાના રક્ષણરૂપ શરણને, પામેલા જીવોના મસ્તકોને જે વળી છેદે છે, તેમ તે દુર્ગતિમાં પોતાને રાખે છે, એ રીતે=આ જ ઉપમાનથી, આચાર્ય પણ ગુરુ પણ=બીજા દૂર રહો ગુરુ પણ, ઉસૂત્રને=આગમથી ઉત્તીર્ણને, પ્રજ્ઞાપત કરતો= કહેતો, તુ શબ્દથી આચરણ કરતો=ઉસૂત્રનું આચરણ કરતો, તેઓને અને પોતાને દુર્ગતિમાં નાખે છે, દુ શબ્દ અલંકારમાં છે. પ૧૮. ભાવાર્થ :
સુસાધુ યોગ્ય શ્રોતાઓને સંસારનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે, મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તે બતાવે છે અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વત્ર જીવની અસંગ પરિણતિ છે, તેથી મોક્ષના અર્થીએ અસંગ પરિણતિની વૃદ્ધિ થાય તે રીતે મન-વચન-કાયાને પ્રવર્તાવવાં જોઈએ, તે પ્રકારે શ્રોતાની યોગ્યતા અનુસાર ઉપદેશ આપે છે, જેનાથી શ્રોતાને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે અને સ્વયં પણ સંસારનો ઉચ્છેદ થાય તે રીતે અસંગભાવમાં જવા યત્ન કરે છે અને તે મહાત્માની અસંગભાવને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને અસંગભાવને અનુકૂળ ઉચિત આચરણા કરવાનો ઉત્સાહ થાય છે. તે જ સાચા માર્ગની પ્રરૂપણા છે, તે પ્રકારે માર્ગની પ્રરૂપણા કરતા અને સ્વયં તે માર્ગમાં સમ્યગૂ યત્ન કરતા સાધુ ઉપદેશ દ્વારા અને આચરણા દ્વારા યોગ્ય જીવોને માર્ગમાં પ્રવર્તાવે છે અને જે તે પ્રકારે માર્ગની પ્રરૂપણા કરતા નથી, પરંતુ બીજી વાતો કરે છે, તેનાથી કલ્યાણના અર્થી જીવોને પણ સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે અને વિપરીત બોધ પામીને ઉન્માર્ગમાં માર્ગબુદ્ધિ કરે છે અને તેઓની સ્વકલ્પિત આચરણાને
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૮-૫૧૯ જોઈને આ આચરણાઓ મોક્ષમાર્ગ છે તેવો ભ્રમ રાખે છે, તેવા ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા અને ઉત્સૂત્ર આચરણા કરનારા સાધુ પોતાનો અને પરનો વિનાશ કરે છે. જેમ કોઈ જીવ પોતાના શરણે આવેલાનું મસ્તક છેદે તેમ વિપરીત પ્રરૂપણા અને વિપરીત આચરણા કરનારા પોતાના અને ૫૨ના આત્માને દુર્ગતિમાં નાખે છે, આથી જ સંવિગ્નપાક્ષિક સાધુ પોતાના શિથિલ આચારોથી ઉન્માર્ગ ન પ્રવર્તે તે માટે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરીને પોતાની હીનતા જણાવે છે અને લોકોને કહે છે કે આ પ્રકારનું અગુપ્ત માનસ સંસારસાગરથી તરવાનો ઉપાય નથી, પરંતુ પોતે અલ્પસત્ત્વના કારણે ભગવાનનો માર્ગ સેવવા સમર્થ નથી અને જેઓ અપ્રમાદથી સંયમમાં ઉદ્યમ કરે છે, તેમનાં ગુણગાન કરીને યોગ્ય જીવોને તે પ્રકારે સન્માર્ગમાં પ્રવર્તાવવા યત્ન કરે છે. I૫૧૮॥
અવતરણિકા :
निगमयन्नाह -
અવતરણિકાર્ય :
નિગમન કરતાં કહે છે
-
ભાવાર્થ :
ગાથા-૫૧૩માં શુદ્ધ ચારિત્રવાળા સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિક શુદ્ધ થાય છે, તેમ કહ્યું, ત્યારપછી તેનું અત્યાર સુધી વર્ણન કર્યું અને કહ્યું સંવિગ્નપાક્ષિક કેવળ પોતાના માટે કેમ દીક્ષા આપતા નથી અને કેમ વિપરીત પ્રરૂપણા કરતા નથી તે બતાવ્યું, હવે તે કથનને નિગમન કરતાં કહે છે –
ગાથા:
सावज्जजोगपरिवज्जणाए, सव्वुत्तमो जईधम्मो ।
बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो । । ५१९ ।।
ગાથાર્થ ઃ
સાવધયોગના પરિવર્જનથી યતિધર્મ સર્વોત્તમ છે, બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે. II૫૧૯૫
ટીકાઃ
तस्मात् स्थितमेतत् सावद्ययोगपरिवर्जनया सपापव्यापारपरिहारलक्षणया हेतुभूतया सर्वोत्तमो यतिधर्मः साध्वाचारो मोक्षमार्ग इति शेषः, द्वितीयः श्रावकधर्मस्तृतीयः संविग्नपक्षपथः, तद्धेतुत्वात् तावपि मोक्षमार्गाविति । । ५१९ ।।
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૫૧૯-૫૨૦
ટીકાર્યઃ
तस्मात् આ સ્થિત છે
મોક્ષમાર્ગાવિત્તિ ।। તે કારણથી=ગાથા-૫૧૩થી અત્યાર સુધી વર્ણન કર્યું તે કારણથી, સાવધયોગના પરિવર્જનથી=હેતુભૂત એવા પાપવાળા વ્યાપારના પરિહાર-રૂપ સાવધયોગના પરિવર્જનથી સર્વોત્તમ યતિધર્મ છે=સાધુના આચારરૂપ મોક્ષમાર્ગ છે, બીજો શ્રાવકધર્મ છે, ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે તેનું હેતુપણું હોવાથી તે બન્ને પણ=શ્રાવકધર્મ અને સંવિગ્નનો પક્ષ એ બંને પણ, મોક્ષમાર્ગ છે. ૫૧૯।।
=
૨૦૧
ભાવાર્થ:
સાધુઓ મન, વચન, કાયા રૂપ ત્રણેય યોગોથી સંસારના બાહ્ય પદાર્થો પ્રત્યે નિ૨પેક્ષ થઈને આત્માના અકષાયભાવમાં સ્થિર થવા માટે યત્ન કરનારા છે, એથી તેમને સંપૂર્ણ સાવદ્યયોગનું વર્ઝન છે; કેમ કે બાહ્ય પદાર્થને અવલંબીને કષાયનો ઉપયોગ એ સાવઘયોગ છે અને સુસાધુ જિનવચનનું અવલંબન લઈને કષાયનું ઉન્મૂલન થાય તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક સતત સંયમની ક્રિયા કરે છે, તેથી સાધુની પૂર્ણ શક્તિ મોક્ષને અનુકૂળ વ્યાપારવાળી છે માટે યતિધર્મ સર્વોત્તમ છે.
વળી શ્રાવકો સુસાધુની જેમ જ ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણનારા છે, ત્રણ ગુપ્તિના અત્યંત અર્થા છે, પરંતુ ત્રણ ગુપ્તિમાં સાક્ષાદ્ યત્ન કરવા અસમર્થ છે; કેમ કે ઇન્દ્રિયોની ચંચળતા અને ચિત્તનો વિકાર શાંત થયો નથી, તેથી સાધુની જેમ સર્વથા નિરપેક્ષ થવામાં શ્રાવક યત્ન કરવા સમર્થ નથી તોપણ સાધુધર્મના અર્થી થઈને અને સાધુધર્મનું પરિભાવન કરીને સાધુધર્મનું કારણ બને તે રીતે અપ્રમાદથી શ્રાવકધર્મ સેવે છે, તેથી સાધુધર્મ કરતાં કંઈક હીન બીજો શ્રાવકધર્મ છે.
વળી સંસા૨થી ભય પામીને સંયમ ગ્રહણ કર્યા પછી ગુપ્તિનું પાલન તલવારની ધાર પર ચાલવા જેવું અતિદુષ્કર કાર્ય છે, તેમ જાણીને તેનું પાલન કરવા અસમર્થ છે, છતાં સાધુધર્મના અત્યંત અર્થા છે એવા શિથિલ આચારવાળા સાધુઓ હંમેશાં સાધુધર્મની પ્રશંસા કરીને અને પોતાના પ્રમાદની નિંદા કરીને સંવિગ્નપક્ષના પથમાં રહેલા છે, તેથી સમ્યગ્દષ્ટિ છે તેમનો ત્રીજો માર્ગ છે; કેમ કે શુદ્ધ માર્ગની રુચિને કારણે સમ્યક્ત્વ હોવાથી શ્રાવક કરતાં હીન હોવા છતાં સાધુધર્મને અભિમુખ પરિણતિવાળા છે. I૫૧૯ના અવતરણિકા :
शेषाणां का वार्त्तेत्यत आह
અવતરણિકાર્ય :
શેષની=ત્રણ માર્ગમાં રહેલા સિવાયનાની, કઈ વાર્તા છે ? એથી કહે છે
ગાથા :
सेसा मिच्छद्दिट्ठी, गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं ।
जह तिनि उ मुक्खपहा, संसारपहा तहा तिणि ।।५२० ।।
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૦૦
ગાથાર્થ -
ગૃહસ્થ લિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગો વડે શેષ મિથ્યાષ્ટિઓ છે, જેમ ત્રણ મોક્ષપથ છે, તેમ ત્રણ સંસારપથ છે. પિ૨ ll ટીકા :
शेषाः प्रोक्तव्यतिरेकिणो मिथ्यादृष्टयो विपरीताभिनिवेशाद् भवानुयायिन इत्यर्थः । के ते ? अत आह-गृहिलिङ्गकुलिङ्गद्रव्यलिङ्गः करणभूतैर्ये वर्तन्ते, एवं च स्थिते किं सम्पन्नमित्याहयथा 'तिनि उ' त्ति त्रय एव मोक्षपथाः सुसाधुश्रावकसंविग्नपाक्षिकलक्षणा निर्वाणमार्गाः, संसारपथा भवमार्गास्तथा त्रय एव, गृहस्थचरकादिपार्श्वस्थादिरूपा इति ॥५२०।। ટીકાર્ય :
શેષ: પાર્થસ્થતિરૂપ તિ પા શેષ પૂર્વમાં ત્રણ કહ્યા તેના સિવાયના, મિથ્યાદૃષ્ટિઓવિપરીત અભિનિવેશ હોવાને કારણે મિથ્યાષ્ટિઓ, ભવને અનુસરનારા છે, તે કોણ છે? આથી કહે છે – કરણભૂત=સાધતભૂત એવા, ગૃહસ્થલિંગ-કુલિંગ અને દ્રવ્યલિંગો વડે જેઓ વર્તે છે અને આ પ્રમાણે હોતે છતે શેષ ત્રણ મિથ્યાષ્ટિઓ છે એ પ્રમાણે હોતે છતે, શું પ્રાપ્ત થયું ? એથી કહે છે – જે પ્રમાણે ત્રણ જ મોક્ષમાર્ગો છે=સુસાધુ-શ્રાવક અને સંવિગ્નપાક્ષિક રૂપ નિવણના માર્ગો છે, તે પ્રમાણે ગૃહસ્થ-ચરક વગેરે અને પાર્શ્વસ્થ વગેરે ત્રણ જ સંસારપથ છે=ભવના માર્ગો છે. પર! ભાવાર્થ :
જેઓ સંપૂર્ણ સાવદ્યયોગથી વિરત છે, આથી જ સામાયિકની પરિણતિવાળા છે, આથી જ આત્માની નિર્લેપ પરિણતિની વૃદ્ધિ થાય તે રીતે મન-વચન-કાયાના યોગોમાં યત્ન કરે છે, તેઓ મોક્ષપથમાં છે. વળી જેમને તેવો જ મોક્ષપથ અત્યંત પ્રિય છે અને શક્તિના પ્રકર્ષથી એવા મોક્ષપથને અનુકૂળ બળસંચય કરવા માટે શ્રાવકધર્મ સેવે છે, તેઓ પણ મોક્ષપથમાં છે અને જેમને અવિરતિનો તીવ્ર ઉદય છે, તેથી સાધુધર્મને કે શ્રાવકધર્મને સેવી શકતા નથી તોપણ સાધુધર્મ પ્રત્યે અત્યંત રુચિ છે તેવા સંવિગ્નપાલિક સાધુના વેષમાં રહેલા શિથિલ આચારવાળા અથવા ગૃહસ્થવેષમાં રહેલા અથવા અવિરતસમ્યગ્દષ્ટિ જે સંવિગ્નપથનો પક્ષપાત કરે છે, એથી સંવિગ્નપાક્ષિક છે અને તેઓ મોક્ષમાર્ગમાં છે અને જેઓ સ્કૂલ બોધવાળા છે, તેઓ પણ સમ્યક્તની સન્મુખ છે. તેથી સ્કૂલબોધ અનુસાર સુસાધુના પક્ષપાતી છે માટે તેઓ પણ હેતુથી સમ્યગ્દષ્ટિ છે માટે સંવિગ્નપાક્ષિક છે.
વળી જેઓ માત્ર ભોગવિલાસના અર્થી છે તેવા ગૃહસ્થો, વળી જેઓ વિપર્યાસ બુદ્ધિવાળા છે અને એકાંત દર્શનની મિથ્યાવાસના પ્રત્યે અભિનિવેશવાળા છે, તેવા કુલિંગીઓ અને સાધુવેષમાં રહેલા દ્રવ્યવેષધારી અને સાધુ પ્રત્યે નિરપેક્ષ થઈને સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરીને અમે સાધુ છીએ તેવા ગર્વને
Page #220
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૦-પ૨૧
૨૦૩
ધારણ કરનારા સંસારપથમાં છે; કેમ કે સંસારથી વિસ્તારના માર્ગના વિષયમાં વિપરીત દૃષ્ટિ હોવાથી મિથ્યાષ્ટિ છે. વળી અન્ય દર્શનમાં પણ જેઓ તત્ત્વની સન્મુખ છે, તેઓ હેતુથી સમ્યગ્દષ્ટિ છે, ફક્ત તેઓ જ્યારે કદાગ્રહ વગર તત્ત્વની વિચારણા કરે છે ત્યારે તેમનામાં સન્મુખભાવ વર્તે છે અને જ્યારે કોઈક નિમિત્તને પામીને તેમનું ચિત્ત સ્વદર્શનના એકાંતવાદના પક્ષપાતમાં વર્તે છે, ત્યારે મિથ્યાત્વને અભિમુખ છે. તેથી જે અંશથી તેઓ પણ તત્ત્વની સન્મુખ વિચારણા કરે છે, તે અંશથી તેઓ દૂરવર્તી પણ માર્ગમાં છે. આપ૨ના અવતરણિકા :
ननु च गृहिचरकादयो भवन्तु भवानुयायिनः भगवल्लिङ्गधारिणस्तु कथमित्यत्राहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – ગૃહસ્થ અને ચરક વગેરે ભવને અનુસરનારા થાઓ, ભગવાનના લિંગને ધારણ કરનારા વળી કેવી રીતે ભવને અનુસરનારા થાય ? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા :
संसारसागरमिणं, परिब्भमंतेहिं सव्वजीवेहिं ।।
गहियाणि य मुक्काणि य, अणंतसो दवलिंगाइं ।।५२१।। ગાથાર્થ :
આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા જીવો વડે અનંતવાર દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં અને મુકાયાં. પર૧પ ટીકા :
एवं मन्यते सम्यग्ज्ञानादिविकलेन, न किञ्चिल्लिङ्गमात्रेण त्राणं, यतः संसारसागरं भवोदधिमिमं साक्षादनुभूयमानं परिभ्रमद्भिः पर्यटद्भिः सर्वजीवैः समस्तप्राणिभिः, किं ? गृहीतानि चोपात्तान्येव, मुक्तानि च त्यक्तान्येव, अनन्तशोऽनन्तवारा द्रव्यलिङ्गानि रजोहरणादिरूपाण्यनादित्वात् कालस्य, सर्वभावैः संयोगधर्मकत्वाच्च प्राणिनामनन्तशस्तत्सम्बन्धो न विरुद्ध ત્તિ ભાવના સારા ટીકાર્ય :
પર્વ અને ... ભાવના આ રીતે વિચારાય છે – સમ્યજ્ઞાન વગેરેથી રહિત એવા લિંગમાત્રથી કંઈ રક્ષણ નથી, જે કારણથી આમાં=સાક્ષાત્ અનુભવાતા સંસારસાગરમાં, પરિભ્રમણ કરતા સર્વ જીવો વડે શું ? એથી કહે છે – અવંતી વખત દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં છે જ અને મુકાયાં
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૧-૫૨૨ છે જ; કેમ કે કાલનું અનાદિપણું છે અને સર્વ ભાવો સાથે સંયોગધર્મકપણું છે, જીવોને અનંતી વખત તેનો સંબંધ વિરોધ પામતો નથી, એ પ્રકારની ભાવના છે. ।।૫૨૧॥
ભાવાર્થ:
જેઓ તત્ત્વને જોવામાં મૂઢ મતિવાળા છે તેમને સંસારનું પરિભ્રમણ કઈ રીતે ચાલે છે, તે સંસારના પરિભ્રમણનું કારણ શું છે ? તેના ઉચ્છેદનો ઉપાય શું છે ? તેના વિષયક કોઈ ઊહ નથી તેવા જીવો સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યારેક એકેન્દ્રિય થાય છે, તો ક્યારેક કોઈ પુણ્યના સહકારથી પંચેન્દ્રિય થાય છે, તેમાં ક્યારેક મનુષ્ય થાય છે, તો ક્યારેક પશુ થાય છે. વળી મનુષ્યભવમાં પણ ક્યારેક ધનાઢ્ય થાય છે, ક્યારેક બુદ્ધિચાતુર્યવાળા થાય છે તોપણ તત્ત્વમાં મૂઢ જ હોય છે અને ક્યારેક દુઃખી દરિદ્ર થાય છે, તે જ રીતે સંસારમાં પરિભ્રમણ કરતા કરતા કોઈક નિમિત્તને પામીને અન્ય દર્શનના સાધુવેષ ગ્રહણ કરે છે, તો કોઈક વખત સ્વદર્શનના અર્થાત્ જૈન દર્શનના સાધુવેષ ગ્રહણ કરે છે, પરંતુ મૂઢમતિ હોવાને કારણે જે કંઈ આચરણા કરે છે, તેના દ્વારા કાષાયિક ભાવોની વૃદ્ધિ કરે છે અર્થાત્ સાધુપણું ગ્રહણ કરીને માન-ખ્યાતિ મેળવવાના ભાવો કરે છે, પરંતુ સંસારના ઉચ્છેદને અનુકૂળ કોઈ વ્યાપાર કરતા નથી. વળી ક્યારેક આ લોકનાં માન-ખ્યાતિ આદિ પ્રત્યે નિરપેક્ષ થાય છે તોપણ પરલોકના ભોગસુખો જ તેને તત્ત્વ દેખાય છે અને તેના ઉપાયરૂપે જ કષાયોના અપ્રવર્તનરૂપ શુભલેશ્યા દેખાય છે, પરંતુ કષાયો જ જીવના ક્લેશરૂપ છે, જીવની અકષાય અવસ્થા જ સુંદર છે તેના પરમાર્થને જોવાની નિપુણ મતિ પ્રગટ થઈ નથી, તેવા જીવો મૂઢતાને વશ સર્વ ભાવોને ચાર ગતિઓમાં અનંતી વખત પ્રાપ્ત કરે છે, તેમ આ લોકમાં માન-ખ્યાતિ મેળવવા માટે અનંતી વખત સાધુપણું પ્રાપ્ત કરે છે, ક્યારેક પરલોકનાં ભૌતિક સુખો માટે સાધુવેષને પ્રાપ્ત કરે છે. પરંતુ સુસાધુ જેમ અસંગભાવમાં યત્ન કરે છે, તેને અતિ દૂરવર્તી પણ તેવો યત્ન લેશથી પણ તે જીવો કરતા નથી અને તે રીતે પરિભ્રમણ કરતા કરતા સર્વ જીવો અનંતી વખત ૨જોહરણ વગેરે ગ્રહણ કરે છે, સંયમની ક્રિયાઓ કરે છે, પરંતુ સંસારના અંતને અનુરૂપ લેશ પણ યત્ન કરતા નથી માટે ભગવાને કહેલ સાધુવેષ ધારણ કરનારા પણ સંસારના પથમાં છે. I૫૨૧॥
અવતરણિકા :
किञ्चात्यन्तनिर्गुणस्य लिङ्गत्याग एव ज्यायानित्युक्तमतस्तत्र कैवास्था ?, अन्यच्चासौ तदमुञ्चन्नागमज्ञैः प्रज्ञापनीयस्तथापि च यो न त्यजेत् तं प्रत्याह
અવતરણિકાર્ય :
વળી અત્યંત નિર્ગુણને લિંગનો ત્યાગ જ શ્રેષ્ઠ છે, એ પ્રમાણે કહેવાયું. આથી ત્યાં કઈ આસ્થા ? અર્થાત્ તેવા લિંગમાં કલ્યાણ થશે તેવી શ્રદ્ધા રાખવી જોઈએ નહિ અને બીજું – આદ્રવ્યલિંગધારી સાધુ, તેને નહિ મૂકતો=સાધુવેષને નહિ છોડતો, આગમના જાણનારા વડે
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર પ્રજ્ઞાપનીય છે તેના ત્યાગ માટે ઉપદેશ આપવા યોગ્ય છે તોપણ જે ત્યાગ કરતો નથી, તેના પ્રત્યે કહે છે – ગાથા :
अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पनविज्जंतो ।
संविग्गपक्खियत्तं, करेज्ज लज्झिहिसि तेण पहं ।।५२२।। ગાથાર્થ :
જે વળી અત્યંત અનુરક્ત એવો અનેકવાર પણ પ્રજ્ઞાપના કરાતો દ્રવ્યલિંગને મૂકતો નથી, તે સંવિગ્નપાક્ષિકપણાને કરે, તેનાથી પથને=ભવાંતરમાં મોક્ષમાર્ગને પ્રાપ્ત કરશે. IFપરચા ટીકા :
अत्यनुरक्तो गाढं तद्वारेण प्रतिबद्धो यः कश्चित् पुनःशब्दस्य विशेषणार्थत्वात् मनाक् सशूकश्च न मुञ्चति द्रव्यलिङ्गं बहुशोऽप्यनेकवारा अपि गीताथैः प्रज्ञाप्यमानो गुणदोषकथनया शिक्ष्यमाणः, स किमित्याह-संविग्नपाक्षिकत्वं पूर्वोक्तलक्षणं कुर्याद् विदध्यादित्युपदेशः, यतोऽसौ लप्स्यते तद्बीजाधानात् प्राप्स्यते भवान्तरे तेन संविग्नपाक्षिकत्वेन क्रियमाणेन पथं ज्ञानादिकं મોક્ષમામિતિ ૨૨ા. ટીકાર્ય :
ગત્યનુરો .... મોક્ષમાળમિતિ . અત્યંત અનુરક્ત=ગાઢ તેના દ્વારથી પ્રતિબદ્ધ, જે કોઈ કંઈક સલૂક–પાપ પ્રત્યે કંઈક સૂગવાળો, ઘણી વખત પણ અનેકવાર પણ, ગીતાર્થો વડે સમજાવાતો=ગુણદોષના કથનથી અનુશાસન અપાતો, દ્રવ્યલિંગને મૂકતો નથી, તો શું? એથી કહે છે – પૂર્વમાં કહેલા લક્ષણવાળું સંવિગ્સપાક્ષિકપણું કરે, એ પ્રકારનો ઉપદેશ છે, જે કારણથી આકપાપ પ્રત્યે થોડી સૂગવાળા મહાત્મા, ભવાંતરમાં તેના વડેઃકરાતા એવા સંવિગ્નપાણિકપણા વડે, પથને=જ્ઞાનાદિ મોક્ષમાર્ગને, પ્રાપ્ત કરશે=મોક્ષમાર્ગના બીજના આધાનથી પ્રાપ્ત કરશે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી તેમના સમૂ: એ પ્રમાણે જાણવું. પરા ભાવાર્થ :
સુસાધુ હંમેશાં યોગ્ય જીવોને જ હિતશિક્ષા આપે છે અને તે યોગ્ય જીવો ક્યારેક પૂલ બોધવાળા હોય તોપણ ગીતાર્થના અનુશાસનથી સંયમની ઉચિત ક્રિયા કરીને ક્રમે કરીને સૂક્ષ્મ બોધવાળા થાય છે અને સૂક્ષ્મ બોધવાળા જીવો સંયમની સર્વ ક્રિયાઓ ગુપ્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિ અનુસાર કરે છે, જેથી તેમનામાં સંયમસ્થાન વર્તે છે. આમ છતાં કોઈક જીવો સંયમ ગ્રહણ કર્યા પછી પ્રમાદી થયા છે, છતાં સંયમ વેષ પ્રત્યે ગાઢ પ્રતિબંધ છે અને પાપ પ્રત્યે થોડીક સૂગ છે, અને સંયમની ક્રિયાઓ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૨-૫૨૩ ઉત્થિત થઈને કરતા નથી, તેમને ગીતાર્થ સાધુઓ વારંવાર પ્રમાદના દોષો અને સમ્યગ્પાલનના ગુણો કહે છે અને પ્રેરણા કરે છે કે જો સંયમ પાળવાને અનુકૂળ ધૃતિબળ ન હોય અને આ રીતે ચંચળતાથી સંયમની ક્રિયા કરવાની પ્રવૃત્તિ થતી હોય તો દ્રવ્યલિંગને છોડીને સારા શ્રાવક થવું જોઈએ, જેથી આત્મહિત થાય, છતાં તે સાધુ દ્રવ્યલિંગને મૂકવા તૈયાર ન થાય તો ગીતાર્થ સાધુ તેને સંવિગ્ન સાધુનો પક્ષપાત ક૨વાનો ઉપદેશ આપે છે અર્થાત્ કહે કે તારામાં સંયમની ક્રિયાઓ સમ્યગ્ કરવાનું સત્ત્વ નથી તોપણ જે સાધુઓ સંયમમાં ઉત્થિત થયા છે તેમની ભક્તિ કરવી, તેમનાં ગુણગાન કરવાં, પોતાની હીનતા બતાવવી વગેરે તારે કરવું જોઈએ અને પોતાની વિપરીત પ્રવૃત્તિના બળથી લોકોને માર્ગનો વિપરીત બોધ ન થાય તે માટે પોતાની પ્રવૃત્તિની હીનતા બતાવીને શુદ્ધ માર્ગ સ્થાપન ક૨વો જોઈએ, તેનાથી તને બીજની પ્રાપ્તિ થશે, તેના કારણે ભવાંતરમાં તું મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીશ. I૫૨૨ા
અવતરણિકા :
स तर्हि संविग्नानां क्वोपयुज्यते इत्याह
-
અવતરણિકાર્ય :
તો તે=સંવિગ્નપાક્ષિક, સંવિગ્નોને=સુસાધુઓને, ક્યાં ઉપયોગી થાય છે ? એથી કહે છે
ગાથા =
कंताररोहमद्धाणओमगेलनमाइकज्जे ।
सव्वायरेण जयणाए, कुणइ जं साहु करणिज्जं । । ५२३ ।।
=
ગાથાર્થ ઃ
અરણ્ય, રોધ, માર્ગ, દુર્ભિક્ષ, ગ્લાનત્વ વગેરે કાર્યોમાં સર્વ આદરથી યતના વડે જે સુંદર કરણીય છે તેને સંવિગ્નપાક્ષિક કરે છે. II૫૨૩]I
ટીકા ઃ
कान्तारं महदरण्यं, रोधो नगरादौ परचक्रजनितः, अध्वा मार्गः, अवमं दुर्भिक्षं, ग्लानत्वं ज्वरादिरोगेण मान्द्यं, कान्तारश्च रोधश्चेत्यादिद्वन्द्वः, तान्यादिर्येषां राजोपसर्पणादीनां तानि तथा मकारावलाक्षणिकौ कान्ताररोधाध्वाऽवमग्लानत्वादीनि च तानि कार्याणि चेति समासः, तेषु किं ? सर्वादरेण समस्तप्रयत्नेन यतनयाऽऽगमोक्तया यथा तेषां चित्तोपरोधो न भवति तथाऽसौ संविग्नपाक्षिकः करोति, यत् साधु शोभनं करणीयं कर्त्तव्यं साधु कार्यं वा तपस्विप्रयोजनमिति । । ५२३ ॥ ટીકાર્ય --
कान्तारं તપસ્વીપ્રયોખનમિતિ ।। કાંતાર=મોટું જંગલ, રોધ=નગર વગેરેમાં પરચક્રથી ઉત્પન્ન
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૩-૫૨૪
૨૦૦
થયેલ અટકાયત, અધ્વ=માર્ગ, અવમ=દુર્ભિક્ષ, ગ્લાનત્વ=વર વગેરે રોગથી થયેલી મંદતા, કાંતાર, રોધ ઇત્યાદિનો દ્વન્દ્વ સમાસ, તે છે આદિમાં જેમને રાજ ઉપસર્પણ વગેરે તે તેવા છે=કાંતારરોધ-અધ્વ-અવમ-ગ્લાનત્વાદિવાળા છે, બે મકાર અલાક્ષણિક છે અને કાંતાર-રોધ-અધ્વ-અવમગ્લાનત્વ વગેરે કાર્યો છે એ સમાસ છે, તે કાર્યોમાં સર્વ આદરથી=સમસ્ત પ્રયત્નથી, યતના વડે= આગમમાં કહેવાયેલી યતના વડે, જે રીતે તેમના=સુસાધુના, ચિત્તનો ઉપરોધ થતો નથી, તે રીતે આ=સંવિગ્નપાક્ષિક, કરે છે, જે સાધુ=શોભન, કર્તવ્ય છે અથવા સાધુકાર્ય છે=તપસ્વીનું પ્રયોજન છે. ૫૨૩.
ભાવાર્થ :
સંવિગ્નપાક્ષિક સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી કોઈક રીતે પ્રમાદને કારણે સંવિગ્નપાક્ષિક થયેલા છે અને સંયમ ગ્રહણ કરીને જેઓએ સુસાધુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા માર્ગને જાણ્યો છે, એથી સુસાધુએ કઈ રીતે યતનાપૂર્વક સર્વ કૃત્ય કરવાં જોઈએ તેનો બોધ છે તોપણ ચાંચલ્યદોષને કારણે સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારે સંયમની ક્રિયા કરતા નથી, છતાં સુસાધુ પ્રત્યે તેમને બદ્ધરાગ છે. આથી જ સંવિગ્નપાક્ષિક છે તેમ કહેવાય છે, તેના કારણે સાધુઓ અરણ્યમાં હોય, નગરના રોધમાં હોય, દુર્ભિક્ષ હોય અથવા કોઈ સાધુ ગ્લાન હોય, તે સર્વ સાધુના કાર્યમાં સંવિગ્નપાક્ષિક સાધુ અત્યંત આગમ ઉક્ત યતનાથી પ્રવૃત્તિ કરે છે, જેથી સુસાધુને ચિત્તનો ઉપરોધ થતો નથી; કેમ કે યતના વગર તે કાર્યો થાય તો સુસાધુ અન્ય પાસે કરાવે નહિ, પરંતુ સંવિગ્નપાક્ષિક સાધુ વેષમાં છે, સ્વયં પ્રમાદી છે તોપણ સુસાધુનાં તે તે કૃત્યો આગમોક્ત વિધિથી કરીને તેમની ભક્તિ કરે છે, તેથી સંવિગ્નપાક્ષિકનું સુસાધુની ભક્તિનું તે કૃત્ય શોભનકૃત્ય છે અથવા તપસ્વી એવા સાધુનું આ કૃત્ય છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ સુસાધુની ભક્તિ કરીને માર્ગના પક્ષપાતી થાય છે. ૫૨૩॥
અવતરણિકા :
एतच्चातिदुष्करमत एवासौ प्रशस्यतयोक्तः यत आह
અવતરણિકાર્ય :
અને આ=પૂર્વગાથામાં કહ્યું એવી યતનાપૂર્વકની આચરણા જે સંવિગ્નપાક્ષિક કરે છે એ, અતિદુષ્કર છે. આથી જ આ=સંવિગ્નપાક્ષિક, પ્રશસ્યપણાથી કહેવાયો છે, જે કારણથી કહે છે
ગાથા =
आयरतरसम्माणं सुदुक्करं माणसंकडे लोए । संविग्गपक्खियत्तं, ओसनेणं फुडं काउं ।।५२४।।
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૪
ગાથાર્થ :
માનથી સાંકડા લોકમાં અવસન્ન સાધુ વડે આદરતર સન્માનરૂપ સંવિગ્નપાક્ષિકપણાને સ્પષ્ટ કરવા માટે સુદુષ્કર છે. પ૨૪|| ટીકા -
आदरतरेण सातिशयप्रयत्नेन सन्मानं सुसाधूनामभ्यर्चनं यस्मिन् संविग्नपाक्षिकत्वे तद् आदरतरसन्मानं सुदुष्करं दुरनुष्ठेयं मानसङ्कटे गर्वतुच्छे लोके स्वाभिमानग्रस्तप्राणिगणमध्ये दुःशक्यं कर्तुमिति भावः, तदुक्तम्
सर्वस्यात्मा गुणवान्, सर्वः परदोषदर्शने कुशलः । सर्वस्य चास्ति वाच्यं न चात्मदोषान् वदति कश्चित् ।।१।। किं तत् ? पक्षेण चरतीति पाक्षिकः संविग्नानां पाक्षिकः संविग्नपाक्षिकस्तद्भावस्तत्त्वं, तदवसन्नेन शिथिलेन स्वयं स्फुटं लोकप्रकाशं निर्व्याजं वा कर्तुं विधातुं सुदुष्करमिति सण्टङ्कः ।।५२४ ।। ટીકાર્ય :
મારે... સદા આદરતરથી અતિશય પ્રયત્નથી સહિત, સુસાધુઓનું સન્માન=અભ્યર્ચત છે જેમાં એવા સંવિગ્નપાણિકપણામાં તે આદરતર સન્માન સુદુષ્કર છે–દુ:ખે કરીને આચરી શકાય એવું છે, કેમ દુષ્કર છે ? એથી કહે છે –
માનથી સાંકડા લોકમાં દુષ્કર છે–ગર્વથી તુચ્છ સ્વઅભિમાનથી ગ્રસ્ત એવા પ્રાણીના સમૂહની મધ્યમાં કરવું દુષ્કર છે, એ પ્રકારનો ભાવ છે, તે કહેવાયું છે – સર્વને પોતાનો આત્મા ગુણવાન દેખાય છે. પરદોષદર્શનમાં સર્વ કુશળ છે અને સર્વના દોષો વાચ્ય છે અને કોઈ પોતાના દોષો કહેતું નથી. તે શું છે ?=માતથી સાંકડા લોકમાં આદરતર સન્માન દુષ્કર છે એમ પૂર્વમાં કહ્યું એ શું છે ? એથી કહે છે – પક્ષથી ચરે છે તે પાક્ષિક, સંવિગ્લોના પાક્ષિક સંવિગ્સપાક્ષિક છે, તેનો ભાવ તત્વ, તે સંવિગ્સપાક્ષિકપણું, અવસત્ર વડે=શિથિલ વડે, સ્વયં સ્પષ્ટ=લોકમાં કહેવું અથવા લિવ્યંજ અર્થાત્ નિષ્કપટ કરવા માટે, અત્યંત દુષ્કર છે. પિરસવા ભાવાર્થ :
સામાન્યથી સંસારી જીવો સર્વત્ર માન સભર જીવવાના અભિલાષી હોય છે, ક્યારેક તેવું પુણ્ય ન હોય તો તે પ્રકારનું માન ન મળે તોપણ પોતપોતાના સ્થાનમાં માન સભર જીવવાની ઇચ્છાવાળા હોય છે, તેથી પોતાની મહાનતાનું લોકમાં પ્રકાશન કરીને આદર-સત્કાર પામવાની પરિણતિવાળા હોય છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૪-પરપ ફક્ત નિર્લેપ મુનિઓ લોક પાસેથી માન-ખ્યાતિ મળે તેવા પરિણામવાળા નથી; કેમ કે તેઓ હંમેશાં વિચારે છે કે લોકો આ માન-સન્માન આપે છે તે સંયમને આપે છે, મને નહિ, તેથી તે મહાત્માઓ માનના ગર્વથી તુચ્છ સ્વભાવવાળા થતા નથી, પરંતુ ગુણથી પૂર્ણ પુરુષ આગળ પોતે ઘણા અલ્પ છે તેમ માનીને હંમેશાં પૂર્ણ ગુણવાળા પુરુષને તુલ્ય થવાને સન્મુખ પરિણામવાળા હોય છે, તેથી તેમને લોકોમાં મળતું માન કે લોકોથી કરાતું અપમાન સમાન જણાય છે. આમ છતાં જેઓ સાધુવેષમાં છે અને સંયમની ધુરાને સમ્યગું વહન કરવા સમર્થ નથી, તેથી સંયમના આચારો અવિશુદ્ધ પાળીને મોહનો નાશ કરવા માટે ઉદ્યમ કરવા સમર્થ નથી એવા અવસત્ર સાધુ સંયમની બાહ્ય ક્રિયાઓ કરતા હોય તોપણ ઉતાવળ આદિ દોષને કારણે સંયમની ક્રિયામાં સમ્યગું યત્ન કરતા નથી અને જાણે છે કે મારામાં એવું ધૃતિબળ નથી કે ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને મોહનો નાશ કરવામાં ઉદ્યમ કરી શકું અને પોતાની તે રીતની ઇન્દ્રિયની ચંચળતાને જોનારા હોય છે અને સુસાધુના ત્રણ ગુપ્તિના સમ્યક્ પરિણામને જોઈને હર્ષિત થનારા હોય છે, તેવા અવસત્ર સાધુ સ્વયં સંવેગપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે તેમને બદ્ધરાગ વર્તે છે, તેથી પોતાની હીનતા બતાવીને પણ સંવિગ્નપાક્ષિક સાધુઓ સુસાધુનું આદરતર સન્માન કરે છે અતિશય સન્માન કરે છે, આથી જ દીક્ષાના પર્યાયમાં પોતે મોટા હોવા છતાં નવદીક્ષિત પણ સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સંયમમાં યત્ન કરતા દેખાય ત્યારે તેમને વિંદન કરે છે અને પોતાને તે વંદન કરે તો તેનો નિષેધ કરે છે અને કહે છે કે તમારું જીવન ધન્ય છે કે મોહનો નાશ કરવા માટે સુભટની જેમ યત્ન કરવા સમર્થ છો, હું હિન વૃતિબળવાળો છું, તેથી તત્ત્વને જાણવા છતાં તે પ્રકારના સંવરભાવને કરવા અસમર્થ છું, સુસાધુ જ ખરેખર જગતમાં પૂજ્ય છે, તેમ ખ્યાપન કરીને તેમની ભક્તિ કરે છે, આ દુષ્કર કાર્ય છે, આથી જ સંવિગ્નપાક્ષિક પણ પ્રશંસાપાત્ર છે. પિરામાં અવતરણિકા :
ननु भगवद्भिरिदमभ्यधायि यदुत त्रयः संविग्नतत्पाक्षिकसुश्रावकलक्षणा मोक्षमार्गास्तत्र ये सुसाधुविहारेण बहुकालं विहत्य पश्चात्कर्मपरतन्त्रतया शैथिल्यमवलम्बते ते कुत्र निक्षिप्यन्तामित्यत યાદ
અવતરાણિકર્થ -
નનુથી શંકા કરે છે – ભગવાન વડે આ કહેવાયું છે, શું કહેવાયું છે તે યદુતથી સ્પષ્ટ કરે છે – સંવિગ્ન, તત્પાક્ષિક અને સુશ્રાવકના લક્ષણવાળો ત્રણ મોક્ષમાર્ગ છે, ત્યાં=ભગવાન વડે કહેવાયેલા માર્ગમાં જેઓ સુસાધુના વિહારથી ઘણો કાળ વિહાર કરીને પાછળથી કર્મના પરતંત્ર-પણાથી શિથિલતાનું અવલંબન કરે છે, તેઓ કયા પક્ષમાં વિક્ષેપને પામે ? એથી કહે છે –
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
Gटेशभाला भाग-3 | गाथा-५२५
गाथा:
सारणचइया जे गच्छनिग्गया पविहरंति पासत्था ।
जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायव्वा ।।५२५।। गाथार्थ :
સારણાથી ત્યાગ કરાયેલા ગચ્છથી નીકળી ગયેલા જે પાર્થસ્થાઓ વિચરે છે, જિનવચનથી બાહિર પણ તેઓ પ્રમાણ કરવા જોઈએ નહિ. Ifપર૫ll टीs:
स्मारणत्याजिता इत्युपलक्षणत्वात् स्मारणवारणचोदनादिभिः प्रागुक्तस्वरूपाभिनिवेदिताः सन्तो ये गच्छात् सद्गुर्वधिष्ठितसुसाधुगणात् निर्गता बहिर्भूता गच्छनिर्गताः प्रविहरन्ति यथेष्टचेष्टया विचरन्ति ते प्रमाणं नैव कर्त्तव्या इति सम्बन्धः, तुशब्दस्यावधारणार्थत्वात् सुसाधुतया नैव द्रष्टव्या इत्यर्थः अपि च पार्श्वस्थास्ते यतो जिनवचनबाहिरा भगवद्वचनपार्श्ववर्तिन इति, अयमाशयःनात्र जात्यैव संविग्नादिना, किं तर्हि ? सम्पूर्णयतिगृहिधर्मानुष्ठायिनौ संविग्नसुश्रावको, कायेनान्यत्र प्रवृत्तोऽपि दृढं मोक्षमार्गप्रतिबद्धचित्तस्तु संविग्नपाक्षिक इति, इदमेषां प्रातिस्विकम् लक्षणं, तद्रहितास्तु पार्श्वस्थादय एव, न प्रागवस्थानुष्ठानं तेषामपेक्ष्यत इति ।।
यदि वा तथाभूतानेव प्रमाणीकृत्याऽपरे प्रमादे वर्तमाना गीतार्थः सूत्रेण चोदिता यदि ब्रूयुर्यदुत किं कुर्मो वयमस्मत्तो महत्तरैरप्येतदाचरितं तान् प्रतीदमुच्यते
स एवार्थोऽयं तु विशेषः-ये जिनवचनबाह्यतया पार्श्वस्थास्ते विदुषा प्रमाणं प्रवर्त्तमानेन क्वचिदपि न कार्याः, सूत्रमेव प्रमाणयितव्यम् अन्यथा अर्थापत्त्या भगवतोऽप्रमाणतापनीपद्यते । तथा चावाचि परोपकारभूरिभिर्भगवद्भिः हरिभद्रसूरिभिःसुयबज्झायरणरया, पमाणयंता तहाविहं लोयं । भुवणगुरुणो वराया पमाणयं नावगच्छंति ।। सुत्तेण चोइओ जो, अन्नं उद्दिसिय तं न पडिवज्जे ।
सो तत्तवायबज्झो, न होइ धम्मम्मि अहिगारी ।। (पंचवस्तुक० गाथा १७०८-१७०९) इत्यादि ।।५२५।। टीवार्थ:
स्मारणत्याजिता ..... अहिगारी ।। इत्यादि ।। सारथी त्या येसा मे प्रमाण Guaagrugj હોવાથી પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા સ્મરણ, વારણ, ચોદતા વગેરેથી નિર્વેદ પામેલા છતાં જેઓ
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૫
ગચ્છથી=સદ્ગુરુથી અધિષ્ઠાન કરાયેલા સુસાધુઓના ગણથી નીકળેલા=બહિર્ભૂત થયેલા, ગચ્છનિર્ગતા વિચરે છે=જેવી ઇચ્છા થાય તેવી ચેષ્ટા કરતા વિચરે છે, તેઓ પ્રમાણ કરવા જોઈએ નહિ જ, એ પ્રમાણે સંબંધ છે, તુ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી સુસાધુપણાથી જોવા જોઈએ નહિ જ, એ પ્રકારનો અર્થ છે અર્થાત્ તેમને સુસાધુ તરીકે માનવા જોઈએ નહિ જ, વળી પાર્શ્વસ્થા એવા તેઓ જે કારણથી જિનવચનબાહિર છે=ભગવાનના વચનને પાર્શ્વવર્તી છે, આ આશય છે અહીં=સાધુઓમાં, સંવિગ્નઆદિ જાતિથી જ નથી=સંવિગ્નતા-સંવિગ્નપાક્ષિકતા કે સુશ્રાવકતા નથી, તો શું છે ? એથી કહે છે સંપૂર્ણ યતિધર્મને આચરનારા અને ગૃહસ્થધર્મને આચરનારા સંવિગ્ન અને સુશ્રાવક છે, કાયાથી અન્યત્ર પ્રવૃત્ત થયેલા પણ દૃઢ રીતે મોક્ષમાર્ગમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા વળી સંવિગ્નપાક્ષિક છે, આ આમનું=સુસાધુ-શ્રાવક અને સંવિગ્નપાક્ષિકનું, પ્રાતિસ્વિક= અસાધારણ લક્ષણ છે. વળી તેનાથી રહિત=થતિ આદિ ત્રણના લક્ષણથી રહિત, પાર્શ્વસ્થાદિ જ છે, તેમનું પૂર્વ અવસ્થાનું અનુષ્ઠાન અપેક્ષા કરાતું નથી અર્થાત્ પૂર્વમાં તેઓ સુસાધુ થઈને વિચરેલા તેની અપેક્ષા રાખીને શિથિલ થયા પછી તેમનો સુસાધુ આદિ ત્રણમાં અંતર્ભાવ કરાતો નથી. બીજી રીતે પ્રસ્તુત ગાથાની અવતરણિકા કરે છે
=
-
અથવા તેવા જીવોને જ પ્રમાણ કરીને=પૂર્વમાં સુસાધુ થઈને વિચરીને પાછળથી ગચ્છથી નીકળેલા તેવા જીવોને પ્રમાણ કરીને, ગીતાર્થો વડે સૂત્રથી પ્રેરણા કરાયેલા પ્રમાદમાં વર્તતા બીજા સાધુઓ જો કહે, શું કહે તે યદ્યુતથી બતાવે છે અમે શું કરીએ ? અમારાથી મહત્તરો વડે પણ આ આચરણ કરાયેલું છે=અમે કરીએ છીએ તેવું આચરણ કરાયેલું છે, તેઓ પ્રત્યે આ કહેવાય છે
૨૧૧
-
-
તે જ અર્થ છે=પૂર્વમાં ગાથાનો જે અર્થ કર્યો તે જ અર્થ છે. વળી આ વિશેષ છે જેઓ જિનવચનના બાહ્મપણાથી પાર્શ્વસ્થા છે, તેઓ વિદ્વાને પ્રમાણ કરવા જોઈએ નહિ=પ્રવર્તમાન એવા કૃત્યથી ક્યારે પણ પ્રમાણ કરવા જોઈએ નહિ અર્થાત્ પૂર્વમાં સુંદર આચરણા કરીને પાછળથી પ્રમાદી આચરણા કરે પ્રવર્તમાન કૃત્યથી ક્યારેય પ્રમાણ કરવા જોઈએ નહિ, સૂત્ર જ પ્રમાણ કરવું જોઈએ, અન્યથા=સૂત્રને પ્રમાણ કરવામાં ન આવે અને તેમના કૃત્યને પ્રમાણ કરવામાં આવે તો, અર્થાપત્તિથી ભગવાનની અપ્રમાણતા પ્રાપ્ત થાય અને તે પ્રમાણે પરોપકારમાં નિપુણ એવા ભગવાન હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે
-
–
સૂત્રની બાહ્ય આચરણામાં રત જીવો તેવા પ્રકારના લોકને પ્રમાણ કરતા=તેવી બાહ્ય આચરણા કરનારા પૂર્વના પુરુષોને પ્રમાણ કરતા, બિચારા ભુવનગુરુના અપ્રમાણપણાને જાણતા નથી.
સૂત્રથી પ્રેરણા કરાયેલો જે અન્યને ઉદ્દેશીને=બીજાની આચરણાને ઉદ્દેશીને, તેને સ્વીકારતો નથી=સૂત્રની પ્રેરણાને સ્વીકારતો નથી તે તંત્રવાદથી બહાર એવો ધર્મમાં અધિકારી થતો નથી. પર૫ા
ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે ભગવાન વડે સંવિગ્ન વગેરે ત્રણ મોક્ષના માર્ગો બતાવ્યા છે, પરંતુ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૫ જેઓ સંયમ ગ્રહણ કરીને સુસાધુના માર્ગમાં ઘણો સમય યત્નશીલ હોય અને પાછળથી કર્મને પરવશ થઈને શિથિલતાનું અવલંબન લે છે, તેમને આ ત્રણમાંથી કયા પક્ષમાં ગ્રહણ કરી શકાય ? તેના સમાધાનરૂપે કહે છે –
જેઓ ગચ્છમાં રહેતા ગીતાર્થ ગુરુ વડે સંયમયોગમાં ઉત્થિત થઈને ક્રિયાઓ કરતા ન હોય અને ગુરુ સ્મારણ, વારણ, ચોદન વગેરે કરતા હોય, તેના કારણે તેઓ ગચ્છની બહાર નીકળેલા હોય અર્થાત્ કર્મદોષને કારણે સંયમનું ધૃતિબળ નાશ પામે ત્યારે સ્મારણાદિ ઉચિત ઉપદેશ પણ જેમને પ્રતિકર થતો નથી, તેથી સાધુના ગચ્છનો ત્યાગ કરે છે, તેઓ ભગવાનના વચનથી બહાર છે. જોકે પૂર્વમાં ઘણા કાળ સુધી સુસાધુના પથમાં વિચરેલા હોય તોપણ વર્તમાનમાં ભગવાનના વચનમાં રુચિવાળા નથી, એથી જિનવચનથી બહાર છે માટે તેમને પ્રમાણભૂત કરવા જોઈએ નહિ અર્થાત્ સુસાધુ છે તેમ આદરપાત્ર નથી અને સંવિગ્નપાક્ષિક છે, તેમ પણ આદરપાત્ર નથી, પરંતુ વર્તમાનમાં સ્વચ્છંદ મતિથી વિચરનાર હોવાથી સુસાધુરૂપે અપ્રમાણભૂત છે. જેમ જમાલિ સંયમ ગ્રહણ કર્યા પછી મહાસંવેગપૂર્વક સંયમમાં ઉસ્થિત હતા, છતાં નિદ્ભવ થયા પછી ઉત્સુત્ર ભાષણને કારણે સંયમની બાહ્ય આચરણા સુંદર કરવા છતાં જિનવચનથી બાહ્ય છે તેમ કેટલાક સાધુ સુખશીલ સ્વભાવને કારણે સંયમની ક્રિયામાં ઉત્થિત નથી અને ગીતાર્થોની પ્રેરણા કે સૂત્રઅધ્યયનની પ્રેરણા ઝીલવા તત્પર નથી, પરંતુ કર્મોની પ્રેરણા ગ્રહણ કરીને તે પ્રકારે સંયમના શિથિલ આચારો પાળે છે, તેઓ આરાધક એવા સંવિગ્ન, સંવિગ્નપાક્ષિક કે સુશ્રાવક એ ત્રણે માર્ગથી રહિત છે, એમ માનવા જોઈએ. તેથી તેઓ અનુકંપાને પાત્ર બને છે, પરંતુ આરાધક તરીકે આદરપાત્ર બનતા નથી. વળી તેમનું પૂર્વનું સારું સંયમ અનુષ્ઠાન હતું, તેની અપેક્ષા રાખીને પણ વર્તમાનમાં તેઓ આદરપાત્ર થતા નથી.
અથવા પ્રસ્તુત ગાથાની અવતરણિકા બીજા પ્રકારે કરે છે – કોઈ સાધુઓ પૂર્વમાં કોઈ મહાત્માઓના પ્રમાદને પ્રમાણ કરીને વર્તમાનમાં પ્રમાદ કરતા હોય અને ગીતાર્થો તેનું વારણ કરે અથવા શાસ્ત્રઅધ્યયન દ્વારા તેમને તે કૃત્યનું વારણ દેખાતું હોય, છતાં વિચારે કે અમારાથી પૂર્વના મહાપુરુષોએ આચર્યું છે માટે અમે આ આચરણા કરીએ છીએ, તેમાં દોષ નથી એમ કોઈ માનતું હોય તેવા સાધુઓને પ્રસ્તુત ગાથામાં ઉપદેશ આપે છે.
ભગવાનના વચનથી બાહ્ય એવા પાર્થસ્થાદિ છે, તેથી વિદ્વાને તેમની આચરણાને પ્રમાણ માનવી જોઈએ નહિ, પરંતુ સૂત્રને જ પ્રમાણ કરવું જોઈએ. જો તેઓ એમ વિચારે કે અમારાથી મહાન એવા તેઓએ આ આચરેલું છે માટે અમે તેમ કરીએ તો દોષ નથી, એમ વિચારીને પોતાના પ્રમાદી સ્વભાવનું અવલંબન લે તો તેઓ ભગવાનને અપ્રમાણ કહે છે; કેમ કે ભગવાને વીતરાગ થયા પછી વીતરાગતાને પ્રગટ કરવા માટે સતત ઉચિત ઉપદેશ આપ્યો છે અને જેનાથી ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી સર્વ ઉચિત ક્રિયાઓ ઉત્સર્ગથી કે અપવાદથી કરવાની કહેલ છે, પરંતુ મોહનો નાશ કરવામાં કારણ ન બને અને પ્રમાદ પોષાતો હોય તેવી કોઈ ક્રિયા કરવાની ભગવાને અનુજ્ઞા આપી નથી, છતાં જે સાધુમાં કંઈક પ્રમાદ પ્રવેશ્યો છે, તેથી પોતાના પૂર્વજોની તે પ્રકારની પ્રમાદી આચરણાનું અવલંબન લઈને પ્રમાદને
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પરપ-પર૬
૨૧૩
અભિમુખ થયા છે તેમને પ્રસ્તુત ગાથાથી હિતોપદેશરૂપે કહે છે. જો તેઓ આ રીતે પૂર્વ પુરુષનું અવલંબન લઈને તે પ્રકારની અનુકૂળતાવાળી આચરણા કરશે અને મોહના નાશ માટેની અપ્રમાદને અનુકૂળ આચરણાની ઉપેક્ષા કરશે તો તેઓ પરમાર્થથી ભગવાનને અપ્રમાણ કરશે માટે કલ્યાણના અર્થી સાધુએ પ્રસ્તુત ગાથાના ઉપદેશના બળથી ભગવાનને પ્રમાણ કરીને પૂર્વના પ્રમાદી સાધુની આચરણાનું અવલંબન લેવું જોઈએ નહિ. પિરપા અવતરણિકા :
तस्मादागमपरतन्त्रतैव लोकाचरितनिरपेक्षा परलोकाङ्गम्, तस्यां सत्यां शक्त्यनुरूपं यदेवानुष्ठीयते तदेव निर्जराकारीत्यमुमेवार्थमभ्युच्चयद्वारेणाह - અવતરણિતાર્થ :
તે કારણથી લોકઆચરિતથી નિરપેક્ષ આગમપરતંત્રતા જ પરલોકનું અંગ છે, તે હોતે છતે શક્તિને અનુરૂપ જે અનુષ્ઠાન કરાય છે તે જ નિર્ભર કરનાર છે, એ જ અર્થને અબુચ્ચય દ્વારા કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં સંવિગ્નપાક્ષિક માર્ગમાં છે અને તે કેવા ગુણોવાળા છે તે બતાવ્યું, તે કથનનું નિગમન કરતાં કહે છે –
જેઓ લોકમાં માન-ખ્યાતિની પ્રાપ્તિથી નિરપેક્ષ છે, તેઓ લોક આચરિતથી નિરપેક્ષ છે અને આગમપરતંત્ર છે, તેઓ જે પ્રવૃત્તિ કરે છે તે પરલોકનું અંગ છે. આથી જ સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનાનુસાર સંપૂર્ણ ક્રિયા કરી શકતા નથી તો પણ શુદ્ધ પ્રરૂપણા કરે છે, સંવિગ્નનો પક્ષપાત કરે છે અને પોતાની શક્તિ અનુસાર જે સંયમની ક્રિયાઓ કરે છે, એમાં કંઈક આગમપરતંત્રતાનો પરિણામ છે. તેથી તેમનું અનુષ્ઠાન સંસારના ક્ષયનું કારણ છે માટે સુંદર એવા પરલોકનું અંગ છે, તે પોતે છતે શક્તિને અનુરૂપ જે અનુષ્ઠાન કરાય છે, તે નિર્જરાનું કારણ થાય છે, એ અર્થને સંવિગ્નપાક્ષિક સાધુના સ્વરૂપમાં અભ્યચ્ચય કરવા દ્વારા બતાવે છે –
ગાથા -
हीणस्स वि सुद्धपरूवगस्स संविग्गपक्खवाइस्स । जा जा हवेज्ज जयणा, सा सा से निज्जरा होइ ।।५२६।।
ગાથાર્થ :
હીન એવા પણ શદ્ધ પ્રરૂપક સંવિનાપાક્ષિકની જે જે જયણા થાય તે તે તેને નિર્જરા થાય છે. પરવા
Page #231
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩
૨૧૪
asi :
आस्तां तावन्निष्कलङ्कचारित्रिणः हीनस्याऽप्युत्तरगुणाद्यपेक्षया न्यूनस्याऽपि शुद्धप्ररूपकस्य यथास्थितसर्वज्ञागमप्रकाशकस्य, संविज्ञेषु पक्षपातोऽस्याऽस्तीति संविग्नपक्षपाती तस्य, या काचिद् भवेज्जायेत यतना मनाक्परिणतिः परिमितोदकादिग्रहणरूपा सा सा 'से' तस्य संविग्नपक्षपातिनो निर्जरा भवति कर्मविलयहेतुत्वात्, तस्य कायेनान्यत् प्रवृत्तस्यापि सदनुष्ठान एवढं चित्तप्रतिबन्धात्, तथा चोक्तम्
संविग्गपक्खिओ पुण, अन्नत्थ पयट्टओ वि काणं ।
ધર્મો ન્દ્રિય તત્ત્તિો, ઢરત્તિ સ્થિ ∞ રિસમ્મિ ।। ।।૨૬।।
-
ગાથા-૫૨૬
ટીકાર્ય :
आस्तां પુરિસન્મિ 11 નિષ્કલંક ચારિત્રવાળા તો દૂર રહો, હીનની પણ=ઉત્તરગુણ વગેરેની અપેક્ષાએ ન્યૂનની પણ, શુદ્ધ પ્રરૂપણા કરનારા=યથાવસ્થિત સર્વજ્ઞના આગમને પ્રકાશ કરનારા, સંવિગ્નપાક્ષિકની જે જે યતના થાય છે,
સંવિગ્નપાક્ષિકનો અર્થ કરે છે
સંવિગ્નમાં પક્ષપાત છે આને એ સંવિગ્નપાક્ષિક, તેને જે જે કોઈ થોડી પરિણતિ રૂપ યતના થાયપરિમિત પાણી આદિના ગ્રહણ રૂપ થોડીક થતના થાય, તે તે તેને=સંવિગ્નનો પક્ષપાત કરનારાને, નિર્જરા થાય છે; કેમ કે કર્મવિલયનું હેતુપણું છે,
સંવિગ્નપાક્ષિકને યતનાથી કેમ કર્મનો નાશ થાય છે, તેમાં હેતુ કહે છે
-
કાયાથી અન્ય સ્થાને પ્રવૃત્ત થયેલા એવા પણ તેને સદનુષ્ઠાનમાં જ ગાઢ ચિત્તનો પ્રતિબંધ છે અને તે પ્રમાણે કહેવાયું છે પુરુષમાં દૃઢ રતિવાળી સ્ત્રીની જેમ કાયાથી અન્યત્ર પ્રવૃત્ત થયેલો પણ સંવિગ્નપાક્ષિક વળી ધર્મમાં તેની લિપ્સાવાળો હોય છે. ।।૫૨૬।।
ભાવાર્થ :
સંવિગ્નપાક્ષિક સાધુ પ્રાયઃ ઉત્તરગુણોની અપેક્ષાએ પ્રમાદી હોય છે અને ઉત્તરગુણોની શિથિલતા ક્રમસર મૂળગુણનો નાશ કરે છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ ચારિત્રના પરિણામથી હીન છે તેમ કહેવાય છે; કેમ કે બહુલતાએ સંવિગ્નપાક્ષિક સાધુને અસંક્લિષ્ટ પરિણામવાળી કાંદર્પિકાદિ ક્રીડાઓ હોય છે, આમ છતાં તેમને શુદ્ધ સંયમનો રાગ છે, એથી સંક્લિષ્ટ એવા ત્વરા વગેરે ભાવો નથી, આથી જ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા છે. તે પ્રરૂપણાના કારણે સ્પષ્ટ રીતે પોતાની આચરણા હીન છે અને પોતે આચરણા કરે છે તે માર્ગ નથી, પરંતુ ત્રણ ગુપ્તિમાં સુદઢ યત્ન કરનારા મહાત્માઓ સેવે છે તે જ માર્ગ છે તેવો બોધ કરાવે છે, આથી તેવા મહાત્માના ઉપદેશથી ઘણા યોગ્ય જીવોને ભાવસાધુના પારમાર્થિક
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૬-૫૨૭
૨૧૫
સ્વરૂપનો બોધ થાય છે અને તેવા સ્વરૂપ પ્રત્યે દૃઢ રાગ થાય તો તે જીવો પણ સમ્યક્ત પામે છે અને સત્ત્વનો પ્રકર્ષ થાય તો તેવા સંયમજીવનને સેવવા માટે પણ તેઓ સમર્થ થાય છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ પોતાની હીનતા દેખાડીને પણ યોગ્ય જીવોને શુદ્ધ માર્ગનો બોધ કરાવનારા હોય છે, છતાં પ્રબળ ચારિત્ર મોહનીયના ઉદયથી તેઓ સતત ઉત્તરગુણની પ્રતિસેવના કરીને મૂળગુણ રહિત થયેલા છે તોપણ શુદ્ધ માર્ગનો પક્ષપાત હોવાથી પરિણત અને પરિમિત ઉદક વગેરેના ગ્રહણરૂપ જે થોડી યતના કરે છે, તેનાથી પણ તેમને નિર્જરા થાય છે.
આશય એ છે કે સંવિગ્ન સાધુ સંયમની વૃદ્ધિમાં અત્યંત યત્નશીલ હોય છે, તેથી તેઓ સર્વ શક્તિથી નિર્દોષ અને પરિમિત જલ-આહાર-વસ્ત્ર-પાત્રને ગ્રહણ કરે છે, જે કેવળ સંયમના ઉપકારક થાય છે, તેથી ઉત્સર્ગથી કે અપવાદથી તેઓ જે આચરણા કરે છે, તેનાથી તેમનું ચિત્ત બહુલતાએ નિર્લેપ નિર્લેપતર થાય છે. ક્યારેક સ્કૂલનાને વશ અતિચારો થવાની સંભાવના રહે છે તો પણ શુદ્ધ ચારિત્ર સેવવાના બદ્ધ રાગવાળા હોય છે, જ્યારે સંવિગ્નપાક્ષિક સાધુને શુદ્ધ ચારિત્ર પ્રત્યે પક્ષપાત હોય છે તો પણ શુદ્ધ ચારિત્ર એવી શકે તે પ્રકારે સુસાધુની જેમ પરિણત-પરિમિત ઉદકાદિ ગ્રહણરૂપ યતના કરતા નથી તોપણ કંઈક યતના કરે છે, તે યતના કરતી વખતે સંયમનો પક્ષપાત વિદ્યમાન હોવાથી ચારિત્ર મોહનીય કંઈક શિથિલ થાય છે, તેથી તે સુવિશુદ્ધ આચરણાને કારણે સંવિગ્નપાક્ષિકને પણ નિર્જરા થાય છે; કેમ કે સંયમની સુવિશુદ્ધ આચરણામાં કંઈક યતના હોવા છતાં ઘણી યતના નહિ હોવાને કારણે કાયાથી અસંયમમાં પ્રવૃત્ત થયેલા પણ સંવિગ્નપાક્ષિક સાધુને ત્રણ ગુપ્તિનું પ્રબળ કારણ બને તેવી શુદ્ધ આચરણામાં ચિત્તનો ગાઢ પ્રતિબંધ છે, તેથી સંયમ પ્રત્યેના ગાઢ રાગને કારણે અને કંઈક યાતનાને કારણે ભાવચારિત્રની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે અને મોક્ષપથમાં સુસાધુ જેવું સદ્વર્ય નહિ હોવાથી બીજી પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત હોવાના કારણે સંયમની નિર્લેપ પરિણતિને તત્ક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, તોપણ સંવિગ્નપાક્ષિકની સુંદર આચરણા નિર્લેપ પરિણતિનું કારણ બને તેવી હોય છે. પરા અવતરણિકા :
यस्तु गीतार्थो बहुस्तोकगुणदोषपरिकलनया भगवदुपदेशेन किञ्चिदासेवते स महतो निर्जरालाभस्य भाजनमिति आह चઅવતરણિકાર્ય :
જે વળી ગીતાર્થ ઘણા ગુણ અને થોડા દોષથી યુક્ત હોવાને કારણે ભગવાનના ઉપદેશથી કંઈક આસેવન કરે છે તે તે ગીતાર્થ, મહાન નિર્જરાના લાભ ભાજન થાય છે અને તે પ્રમાણે કહે છે – ભાવાર્થ :પૂર્વમાં સંવિગ્નપાક્ષિકની શુદ્ધ આચરણા અલ્પ જ હોય છે અને પ્રમાદવશ વિપરીત આચરણા કરે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૭
છે તોપણ શુદ્ધ આચરણા પ્રત્યે પક્ષપાતી હોવાથી અલ્પ શુદ્ધ આચરણાથી પણ તેમને નિર્જરા થાય છે તેમ બતાવ્યું. હવે ગીતાર્થ સાધુ સંયોગ અનુસાર ક્યારેક અપવાદિક વિપરીત આચરણા કરે તે સ્થૂલથી સંવિગ્નપાક્ષિક જેવી જણાય તોપણ ગીતાર્થ સાધુ ત્રણ ગુપ્તિવાળા હોવાથી પ્રમાદવશ થઈને સંવિગ્નપાક્ષિકની જેવી વિપરીત આચરણા કરતા નથી, પરંતુ અંતરંગ ગુપ્તિની વૃદ્ધિના અંગરૂપે અપવાદ આવશ્યક જણાય ત્યારે તે આચરણાથી ઘણા ગુણો અને થોડા દોષો છે અર્થાત્ માત્ર બાહ્ય વિપરીત આચરણારૂપ અલ્પ દોષો છે, તેમ જાણીને ભગવાનના ઉપદેશથી તે પ્રકારની આચરણા કરે છે, તેનાથી મહાન નિર્જરાની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ સંવિગ્નપાક્ષિક તત્ત્વના અર્થી હોવા છતાં શુદ્ધ આચરણાને અનુકૂળ સત્ત્વબળ નથી, તેથી પ્રમાદને કારણે વિપરીત આચરણા કરે છે, જ્યારે સુસાધુ વિપરીત આચરણા કરતા નથી, પરંતુ સંયમના કંડકોની વૃદ્ધિના અંગરૂપે જિનવચનનું અવલંબન લઈને કંઈક સ્થૂલથી વિપરીત સેવન કરે છે તે પ્રામાણિક અપવાદ માર્ગરૂપ છે, જેથી સુસાધુ મહાન નિર્જરાનું ભાજન થાય છે.
ગાથા =
सुंकाईपरिसुद्धे सइ लाभे कुणइ वाणिओ चेदूं । મેવ ય શીયસ્ત્યો, આયું વડું સમાયરફ ।।૨૭।।
ગાથાર્થ :
શુલ્કાદિથી પરિશુદ્ધ છતાં લાભમાં વાણિયો ચેષ્ટાને કરે છે, એ રીતે જ ગીતાર્થ આયને જાણીને=અપવાદ સેવનમાં અધિકતર લાભને જાણીને, સમ્યક્ આચરણ કરે છે. II૫૨૭મા ટીકા ઃ
शुल्कं राजदातव्यो भागः, तदादिर्येषां कर्मकरव्ययादीनां ते शुल्कादयः तैः सद्भिरपि परिशुद्धो निर्घटितः शुल्कादिपरिशुद्धः तस्मिन्नेवंविधे सति विद्यमाने लाभे करोति वाणिजकश्चेष्टां व्यवहारात्मिकां क्रियाम्, एवमेव चानेनैव क्रमेण गीतार्थो गृहीतागमसारः पुरुष आयमधिकतरं ज्ञानादिलाभं दृष्ट्वाऽऽगमलोचनेन निरीक्ष्य समाचरति यतनया किञ्चिदासेवत इति ।। ५२७ ।।
ટીકાર્ય :
शुल्कं વિગ્નિવાસેવત કૃતિ ।। શુલ્ક=રાજાને આપવા યોગ્ય ભાગ, તે છે આદિ જે નોકરોના પગાર વગેરેના તે શુલ્કાદિ છે, તેનાથી=વિદ્યમાન એવા તે ખર્ચાથી, પરિશુદ્ધ=નિર્ઘટિત=નિષ્પન્ન થયેલ, શુલ્કાદિ પરિશુદ્ધ છે, તે આવા પ્રકારનો ખર્ચો વિદ્યમાન હોતે છતે લાભમાં વાણિયો ચેષ્ટાને કરે છે=લેવડ-દેવડની વ્યવહારાત્મિકા ક્રિયાને કરે છે અને એ રીતે જ=જે રીતે વાણિયો કરે છે એ જ રીતે, ગીતાર્થ=ગ્રહણ કર્યો છે આગમનો સાર એવો પુરુષ, આયને જોઈને=અધિકતર જ્ઞાનાદિ લાભને આગમના આલોચનથી નિરીક્ષણ કરીને, યતનાથી કંઈક આસેવન કરે છે. ૫૨૭ના
Page #234
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૭-પ૨૮
૨૧૭
ભાવાર્થ -
વિવેકસંપન્ન વ્યાપારી પોતે વ્યાપાર કરશે, તેમાંથી કર ચૂકવવો પડશે, માણસોને પગાર ચૂકવવો પડશે તે સર્વ ખર્ચ કર્યા પછી પોતાને શું લાભ થાય છે ? તેની વિચારણા કરીને વિશિષ્ટ લાભ દેખાય તો વ્યાપારની ક્રિયા કરે છે, ન દેખાય તો તે ક્રિયા કરતો નથી, તેવી રીતે ગીતાર્થ સાધુ પણ આત્માના સુવિશુદ્ધ ભાવોથી કર્મની નિર્જરા થાય તેવી ક્રિયા કરે છે અર્થાતુ અપ્રમાદપૂર્વક જિનવચન અનુસાર કરાતી ક્રિયાથી સુવિશુદ્ધ ભાવો ઉલ્લસિત થાય છે અને તે ભાવોના પ્રકર્ષનો ઉપાય ગીતાર્થને નિર્દોષ ભિક્ષાચર્યા વગેરે જણાય ત્યારે અપવાદનું અવલંબન ન લે, પરંતુ ઉત્સર્ગમાર્ગમાં દઢ ઉદ્યમ કરીને પોતાની નિર્લેપ પરિણતિને અતિશય કરે છે, આમ છતાં તેવા વિષમ સંયોગમાં ઉત્સર્ગમાર્ગની આચરણાથી પોતાનું ચિત્ત વીતરાગભાવને અનુકૂળ નિર્લેપભાવમાં જવા અસમર્થ બને ત્યારે આગમના સારને જાણનારા ગીતાર્થ વિચારે છે કે ભગવાને બતાવેલ અપવાદિક આચરણા પણ ઉત્સર્ગમાર્ગની આચરણાથી જન્ય નિર્લેપ પરિણતિ માટે જ સેવાય છે, જેમ વાણિયો રાજાનો કર, નોકરોનો પગાર ચૂકવ્યા પછી લાભ દેખાય તો વ્યાપાર કરે છે. તેમ ગીતાર્થ મહાત્મા પણ અપવાદથી જન્ય વ્યય કરતા અંતરંગ નિઃસંગભાવની વૃદ્ધિજન્ય લાભ અધિક છે તેમ જણાય ત્યારે અપવાદની આચરણા કરે છે; કેમ કે ગીતાર્થને ઇચ્છાના ઉચ્છેદમાં સંસારનો ક્ષય દેખાય છે, તેથી ઇચ્છાના ઉચ્છેદના અંગભૂત કંઈક અપવાદિક પ્રવૃત્તિ આવશ્યક જણાય ત્યારે અપવાદને સેવીને પણ પોતાની ઇચ્છાઓને વિશેષ વિશેષતર શાંત કરીને સંતોષના સુખને પ્રાપ્ત કરે છે. પરવા. અવતરણિકા -
ननु चायव्ययतुलनया प्रवर्त्तमानस्य गीतार्थस्यास्तु निर्जरालाभो यस्तु निष्प्रयोजनं सम्पूर्णानुष्ठानविकलः संविग्नपाक्षिकमार्गः स किमर्थं समर्थित इत्याहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – આય-વ્યયની તુલનાથી પ્રવર્તમાન ગીતાર્થને નિર્જરાનો લાભ થાઓ= અપવાદથી વિપરીત આચરણા કરવામાં નિર્જરાનો લાભ થાવ, જે વળી નિપ્રયોજન સંપૂર્ણ અનુષ્ઠાનવિકલ એવો સંવિગ્સપાક્ષિક માર્ગ છે, તે શા માટે સમર્થન કરાયો ? એથી કહે છે – ભાવાર્થ :
ગીતાર્થ સાધુ નિર્લેપ પરિણતિની વૃદ્ધિના અંગરૂપે વિપરીત આચરણા કરે છે, તેથી તેને નિર્જરાનો લાભ થાય તે કહેવું સંગત છે; કેમ કે તે વિપરીત આચરણા દ્વારા પણ તે ગીતાર્થ સાધુ પોતાની ગુપ્તિની પરિણતિને અતિશય કરે છે, તેથી નિર્જરા થાય છે, પરંતુ જે સંવિગ્નપાક્ષિક છે તે નિષ્ઠયોજન સંયમના સંપૂર્ણ અનુષ્ઠાનવિકલ છે, ગીતાર્થની જેમ સંયમની વૃદ્ધિ માટે બાહ્ય અનુષ્ઠાનવિકલ નથી, તેથી તેમનું વિકલ સંયમ અનુષ્ઠાન ગુપ્તિની વૃદ્ધિનું કારણ નથી અને જે અનુષ્ઠાનથી ગુપ્તિની વૃદ્ધિ થાય નહિ તે અનુષ્ઠાન નિર્જરાનું કારણ છે, તેમ કેમ કહ્યું ? એથી કહે છે –
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
Gटेशभाला भाग-3/गाथा-५२८
गाथा:
आमुक्कजोगिणो च्चिय, हवइ थोवा वि तस्स जीवदया ।
संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ।।५२८ ।। गाथार्थ:
આમુક્ત યોગી એવા પણ તેની સંવિગ્નપાક્ષિકની, સુસાધુ વર્ગની જીવદયા થોડી થાય છે જ, તે કારણથી સંવિગ્નપાક્ષિકની યતના જોવાઈ છે=સંવિઝપાક્ષિકમાં નિર્જરાને અનુકૂળ વતના ભગવાન વડે જોવાઈ છે. પ૨૮ll टीका:
आसमन्तान्मुक्ता योगाः संयमव्यापारा येनासावामुक्तयोगी सर्वधनादेराकृतिगणत्वाद् इन्समासान्तः, ततश्चैवं पदानां घटना द्रष्टव्या, आमुक्तयोगिनोऽपि तस्य सुसाधुवर्गस्य स्तोका जीवदया भवत्येव, ततः कारणात् संविग्नपक्षयतना मोक्षाभिलाषानुरागेण पूर्वोक्तरूपा वर्त्तना दृष्टोपलब्धा भगवद्भिरिति, तदयमों-यथाह्यातुरो बहुकालमपथ्यासेवी सुवैद्यसम्पर्कादिना विज्ञातपथ्याऽऽसेवनगुणत्वादारोग्यकाङ्कितया अपथ्यं हातुकामः पथ्यासेवने भावतः प्रतिबद्धोऽपि क्रमेणैव तन्मुञ्चेत् तथा चोक्तमायुर्वेदेउचितादहिताद्धीमान्, क्रमशो विरमेन्नरः । हितं क्रमेणोपचरेत्, क्रमश्चात्रोपदेक्ष्यते ।। इत्यादि ।
तथा कथञ्चिदेव बहुकालं यः पार्श्वस्थादिभावभाजी स साधुसम्पर्कादिना प्रादुर्भूततीव्रधर्मश्रद्धानोऽपि ‘ण य ओसन्नविहारी दुहिओ ओसन्नयं चयइ' इत्यादि प्रागुक्तयुक्त्या दुस्त्यजत्वात् तद्भावस्य क्रमशो निवर्तमानो गाढं संयमे प्रतिबद्धाभिप्रायः सम्पूर्णवीर्यलाभादारात् संविग्नपाक्षिकः स्यात् तदर्थं तन्मार्गोपि मोक्षहेतुतया प्रज्ञापित इति ।।५२८ ।। टीवार्थ:
आसमन्तान्मुक्ता ..... प्रज्ञापित इति ।। यारे नाथी मुआया छ योगासंयमना व्यापारी, हेना વડે તે આમુક્ત યોગી, સર્વ ધનાદિનું આકૃતિગણપણું હોવાથી રૂદ્ સમાસ અંતવાળો છે, તેથી આ પ્રમાણે પદોની રચના જાણવી, આમુક્ત યોગી એવા પણ તેની=સંવિગ્સપાક્ષિકની, સાધુવર્ગની જીવદયા થોડી થાય છે જ=સાધુવર્ગને પકાયના પાલનની પૂર્ણ દયા હોય છે. જ્યારે સંવિગ્નપાક્ષિકને થોડી થાય છે જ, તે કારણથી સંવિગ્સપાક્ષિકની યતના=મોક્ષના અભિલાષના અનુરાગથી પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળી વર્તતા=ગાથા-પર૬માં કહી, એ પ્રકારની પરિણત પરિમિત ઉદક ગ્રહણ વગેરે રૂપ થોડી યતના ભગવાન વડે જોવાઈ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૮
૨૧૯
તેથી આ અર્થ છે જે પ્રમાણે ઘણો કાલ અપથ્યનું સેવન કરનારો રોગિષ્ઠ સુવૈદ્યના સંપર્ક વગેરેથી જણાયેલા પથ્યના આસેવનનું ગુણપણું હોવાથી આરોગ્યકાંક્ષીપણાથી અપથ્યને છોડવાની ઇચ્છાવાળો પથ્યના આસેવનમાં ભાવથી પ્રતિબદ્ધ પણ ક્રમથી જ તેનો ત્યાગ કરે છે અને તે પ્રમાણે આયુર્વેદમાં કહેવાયું છે બુદ્ધિમાન નર ઉચિત એવા અહિત આહારથી ક્રમથી વિરામ પામે છે, ક્રમથી હિતને આચરે છે, એ ક્રમ અહીં=આયુર્વેદમાં, ઉપદેશ અપાયેલો છે, તે પ્રમાણે કોઈક રીતે જ ઘણો કાળ જે પાર્શ્વસ્થ વગેરે ભાવને ભજનારો છે, તે સુસાધુ વગેરેના સંપર્ક વગેરેથી પ્રગટ થયેલી તીવ્ર શ્રદ્ધાવાળો પણ અને બન્ને પ્રકારે અવસnવિહારી અવસન્નપણાને ત્યાગ કરતો નથી ઇત્યાદિ પહેલાં કહેવાયેલી યુક્તિથી દુ:સ્ત્યાજ્યપણું હોવાને કારણે તેના ભાવને ક્રમસર નિવર્તન કરતો સંયમમાં ગાઢ પ્રતિબદ્ધ અભિપ્રાયવાળો સંપૂર્ણ વીર્યલાભથી પૂર્વે સંવિશ્વપાક્ષિક થાય, તેના માટે તે માર્ગ પણ મોક્ષહેતુપણાથી કહેવાયેલો છે. ૫૨૮।
-
ભાવાર્થ :
સંવિગ્નપાક્ષિક સાધુ સંયમયોગના વ્યાપારથી સંપૂર્ણ મુક્ત છે, તેથી આમુક્ત યોગવાળા છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે સંવિગ્નપાક્ષિક સાધુવેષમાં છે, સંયમની સર્વ ક્રિયાઓ દઢ પ્રણિધાનપૂર્વક જે રીતે સુસાધુઓ કરે છે, તે રીતે કરતા નથી. જે ક્રિયાથી સુસાધુનું ચિત્ત પાંચે ઇન્દ્રિયોના સંવરના અતિશયને પ્રાપ્ત કરીને ક્રમસર ઇન્દ્રિયના વિષયોથી ઉન્મનીભાવને પ્રાપ્ત કરવાના વ્યાપારવાળું છે, તેવો વ્યાપાર સંવિગ્નપાક્ષિક સાધુ કરતા નથી; કેમ કે તેમનામાં ઇન્દ્રિયોની ઉત્સુકતા ત્વરા વગેરે દોષો વર્તે છે, જોકે તે સંવિગ્નપાક્ષિક સાધુઓમાંથી પણ ઘણા સંયમ ગ્રહણ કરે છે, ત્યારે સંયમયોગમાં તીવ્ર સંવેગપૂર્વક ઉત્થિત થઈને કેટલોક કાળ સારી રીતે સંયમનું સેવન કરે છે અને ત્યારે ઇન્દ્રિયોનો સંવર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હોય છે તોપણ પ્રમાદ અનાદિથી ભવઅભ્યસ્ત છે, તેથી કોઈક નિમિત્તે કર્મદોષને કારણે તેઓ પ્રમાદ દોષવાળા થાય છે, ત્યાર પછી સંયમયોગ પ્રત્યે દૃઢ રાગવાળા હોવા છતાં સંયમની ક્રિયાઓ દ્વારા તેમનું ચિત્ત સંવરભાવને અભિમુખ પ્રવર્તતું નથી, તેથી તેમની આચરણા ઉત્તરગુણોમાં હીન હોય છે અને ઉત્ત૨ગુણોનું વિપરીત સેવન જીવને ક્રમસર મૂળગુણ રહિત કરે છે, તેથી તેઓ આમુક્ત યોગી છે તોપણ સાધુવર્ગ જે જીવદયા કરે છે અર્થાત્ સર્વ જીવો પ્રત્યે શમભાવને ધારણ કરે છે અને કોઈ જીવને પીડા ન થાય, કોઈ જીવના પ્રાણનો નાશ ન થાય, કોઈ જીવને કષાયનો ઉદ્રેક ન થાય, તે પ્રકારે ષટ્કાયના પાલનની યતના કરે છે, તેનાથી કંઈક અલ્પ જીવદયા સંવિગ્નપાક્ષિકને થાય છે જ; કેમ કે સંવિગ્નપાક્ષિક સાધુ સંવિગ્ન સાધુના પક્ષપાતી છે અને સંવિગ્ન સાધુને ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિયોનો સંવર વર્તે છે, તેમના પ્રત્યે તેમને અત્યંત પક્ષપાત છે, તેથી જેમ સુશ્રાવકો સુસાધુના ગુણના પરિજ્ઞાનપૂર્વક તેમના તે તે સંવરના પરિણામના સ્મરણપૂર્વક તેમની ભક્તિ કરે છે, જેથી તેઓ પણ ક્રમસર ભાવસાધુને અનુકૂળ સંચિત વીર્યવાળા બને છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ કંઈક યતના કરે છે અર્થાત્ સ્વભૂમિકા અનુસાર કુપથ્ય સેવનનો ત્યાગ અને પથ્ય સેવનનો યત્ન કરે છે, તેથી તેઓ જે સંયમના બાહ્ય આચારો સેવે છે, તેના દ્વારા સાધુ જેવી ગુપ્તિ પ્રગટ થાય તેવો યત્ન નહિ હોવા છતાં કંઈક તેને અભિમુખ યત્ન વર્તે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૮-૫૯
આ જ કથનને ટીકાકારશ્રી રોગીના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ કોઈ રોગી ઘણો કાળ અપથ્ય સેવે અને સુવૈદ્યના સંપર્કથી તેને જ્ઞાન થાય કે સુપથ્થના સેવનથી ગુણ થાય છે, તેથી આરોગ્યની ઇચ્છાવાળો તે રોગી અપથ્યને છોડવા ઇચ્છે છે અને પથ્યને સેવન કરવામાં ભાવથી પ્રતિબંધવાળો હોય છે તોપણ રોગીને પ્રાયઃ અપથ્ય બહુ પ્રિય હોય છે, તેથી અપથ્યનું સેવન છોડવું દુષ્કર હોય છે, છતાં આરોગ્યનો અર્થ એવો તે રોગી ક્રમસર અપથ્યને મૂકે છે, તેમ પાર્થસ્થાદિ સાધુ ઘણો કાળ સુધી ઇન્દ્રિયોના અસંવરપૂર્વક સંયમની ક્રિયા કરેલી હોય છે, તેથી મોક્ષના અર્થી હોવા છતાં અનાદિકાળથી લેવાયેલા વિકારો રૂ૫ રોગો તેમના ઇન્દ્રિયના ચાંચલ્યના સાતત્યને કરે છે અને અંતરંગ રોગો કષાયરૂપ છે, તેથી તે પાર્થસ્થાદિ સાધુઓમાં કષાયોના વિકારો સતત વર્તે છે, છતાં સંવિગ્ન સાધુનો પક્ષપાત હોવાથી વારંવાર પોતાના પ્રમાદની નિંદા કરે છે અને સુસાધુની પ્રશંસા કરે છે. તેવા સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે સુસાધુના સંપર્કને પ્રાપ્ત કરે છે, ત્યારે તે સાધુના અપ્રમાદપૂર્વકના યત્નને જોઈને કે તેમના ઉપદેશને સાંભળીને કષાયના ઉચ્છેદ માટે તેમને તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તોપણ પોતે જે ઘણા સમય સુધી પ્રમાદપૂર્વક ક્રિયાઓ કરેલી છે અને ક્રિયાકાળમાં ચાંચલ્યરૂપ કષાયોને સતત પોષ્યા છે, તેનો ત્યાગ દુષ્કર છે, છતાં ભવભ્રમણથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક સાધુઓ પોતાના અધૈર્યભાવને ક્રમસર નિવર્તન કરે છે અને સંયમમાં ગાઢ પ્રતિબંધના પરિણામવાળા થાય છે, તેથી સાધુના જેવું સંપૂર્ણ વીર્ય સંચય ન થાય ત્યાં સુધી સંવિગ્નપાક્ષિક રહે છે અને જ્યારે તેઓ પણ કુપથ્યના ત્યાગ માટે સમર્થ બને છે ત્યારે જિનવચનનું દઢ અવલંબન લઈને સુસાધુની જેમ સંયમયોગમાં અપ્રમાદવાળા બને છે. આથી જ સંવિગ્નપાક્ષિક સાધુઓ મરણના અંતકાળમાં તીવ્ર સંવેગવાળા થાય તો ફરી સાધુભાવને સ્પર્શે છે અને ત્રણ ગુપ્તિના પરિણામને પ્રાપ્ત કરે છે અને પોતે સેવેલા પ્રમાદની નિંદા વગેરે કરીને પોતે જે અસંક્લિષ્ટ ભાવથી ચાંચલ્યાદિ ભાવોને સેવેલા તેનાથી પડેલા કુસંસ્કારોનો અને તેનાથી બંધાયેલા કર્મોનો પણ નાશ કરે છે, માટે સંવિગ્નપાક્ષિક ભાવસાધુતાની સન્મુખ ભાવવાળા છે તેથી તેમની આચરણાને પણ માર્ગરૂપે કહેલ છે. ફક્ત કેટલાક સુસાધુ પ્રમાદ વગર અખ્ખલિત સંયમયોગમાં ઉસ્થિત હોય છે, તેઓ મૂળગુણને પણ સમ્યક્ પાળે છે, ઉત્તરગુણોમાં પણ અલના પામતા નથી અને ક્યારેક અનાભોગ વગેરેથી સ્કૂલના થાય તો તત્ક્ષણ જ કાંટાની જેમ તેને કાઢવા યત્ન કરે છે, તેથી સુસાધુની ઉત્તરગુણની અલના મૂળગુણના નાશનું કારણ બનતી નથી અને સંવિગ્નપાક્ષિક પણ પ્રાયઃ સાક્ષાત્ મૂળગુણની વિરાધના કરતા નથી, છતાં ઉત્તરગુણના પ્રમાદને કારણે ક્રમસર સંયમનો નાશ થાય છે અને સાધુની જેવા મહાવીર્યવાળા નહિ હોવાથી તત્કણ તે પ્રમાદનો ત્યાગ કરવા સમર્થ થતા નથી, પરંતુ તે પ્રકારના અધૈર્યને કારણે ઇન્દ્રિયોની ચંચળતા તેમના કૃત્યમાં હંમેશાં વર્તે છે. ક્યારેક સુસાધુ જેવી કંઈક યતના કરે છે તોપણ બહુલતાએ ઉત્તરગુણની પ્રતિસેવાને કારણે તેઓ મૂળગુણ રહિત બને છે, છતાં સુસાધુ પ્રત્યેનો પક્ષપાત હોવાથી કેટલાક સંવિગ્નપાક્ષિક સુસાધુના સંપર્ક વગેરેના બળથી વળી સંયમયોગને અનુકૂળ સંપૂર્ણ વીર્યવાળા બને છે. આ પ્રકારનો સુસાધુ અને સંવિગ્નપાક્ષિક સાધુ વચ્ચેનો પારમાર્થિક ભેદ છે. આપ૨૮માં અવતરણિકા:तदेवमनेकाकारान् सदुपदेशान् प्रतिपाद्य तेषां सुपात्रन्यासयोग्यतां विपक्षविक्षेपद्वारेणाह
Page #238
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૯
અવતરણિકાર્ય :
આ રીતે અનેક આકારવાળા સદુપદેશોનું પ્રતિપાદન કરીને તેની=સદુપદેશની, સુપાત્ર વ્યાસની યોગ્યતાને વિપક્ષના વિક્ષેપથી કહે છે
ગાથા:
किं मूसगाण अत्थेण ? किं वा कागाण कणगमालाए ? | मोहमलखवलियाणं, किं कज्जुवएसमालाए । । ५२९ ।।
૨૨૧
ગાથાર્થ :
ઉંદરોને ધનથી શું ? અથવા કાગડાઓને સોનાની માળાથી શું ? અર્થાત્ કંઈ પ્રયોજન નથી, (તે રીતે) મોહમલથી ખરડાયેલા જીવોને ઉપદેશમાલાથી શું ? અર્થાત્ ઉપદેશમાલા તેમને અનુપકારક છે. ૫૨૯II
ટીકા ઃ
किं मूषकाणामाखूनामर्थेन दीनारादिना ? न किञ्चिन्निष्प्रयोजनत्वात् किं वा काकानां कनकखचिता कनकमयी वा माला रत्नानां माणिक्यानां वा पद्धतिः कनकमाला तया ?, न किञ्चिद् एवं मोहमलखवलितानां मिथ्यात्वादिकर्मपङ्कदिग्धानां प्राणिनां किं कार्यं प्रयोजनमुपदेशमालया ? न किञ्चित्तदुपकाराभावादिति । । ५२९ ।।
ટીકાર્ય ઃ
किं मूषकाणाम् તવુપારામાવાવિત્તિ ।। ઉંદરોને અર્થથી=સોનામહોર વગેરેથી શું પ્રયોજન છે ? અર્થાત્ કંઈ પ્રયોજન નથી; કેમ કે નિષ્પ્રયોજનપણું છે=ઉંદરો માટે સોનામહોરોનું નિષ્પ્રયોજનપણું છે અથવા કાગડાઓને સુવર્ણથી બનેલી અથવા સુવર્ણમય માળા અથવા રત્નો કે માણિક્યની પદ્ધતિ=કનકમાળા, તેનાથી શું પ્રયોજન ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી, એ રીતે મોહમલથી ખરડાયેલા જીવોને=મિથ્યાત્વ વગેરે કર્મના કાદવથી લેપાયેલા પ્રાણીઓને, ઉપદેશમાલાથી કયું કાર્ય છે ?=શું પ્રયોજન છે ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી; કેમ કે તેનાથી ઉપકારનો અભાવ છે. ૫૨૯ ભાવાર્થ:
જે જીવો સંસારથી અત્યંત ભય પામેલા છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે, આમ છતાં સંસારના ઉચ્છેદ માટે કેવો યત્ન કરવો જોઈએ ? તેનો સૂક્ષ્મ બોધ નથી તોપણ ઉપદેશમાલા ગ્રંથના શબ્દોને અવલંબીને તેના પરમાર્થને સ્પર્શવાને અભિમુખ પરિણતિવાળા છે, તે જીવોને ઉપદેશમાલા ગ્રંથ જિનવચનાનુસાર પારમાર્થિક ઉપદેશની પ્રાપ્તિ કરાવીને કલ્યાણની પરંપરાનું કારણ બને છે, પરંતુ જેમ ઉંદરડાઓને સોનામહોરોથી કોઈ પ્રયોજન નથી, છતાં કોઈક ઉંદરડો કોઈક સ્થાને રહેલી સોનામહોરોને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૯-૫૩૦ ગ્રહણ કરીને તેના ઉપર નાચે છે અને જોઈને ખુશ થાય છે, છતાં તે સોનામહોરો તેમની જીવનવ્યવસ્થામાં ઉપકારક થતી નથી, તેમ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં જેમની વિપર્યાસ બુદ્ધિ અત્યંત સ્થિર છે, તેથી રમ્ય પદાર્થો ઇન્દ્રિયોને સુખકારી જણાય છે અને અરણ્ય પદાર્થો દુઃખકારી જણાય છે, પરંતુ આત્મામાં વર્તતો કષાયોનો ક્લેશ, ઇન્દ્રિયોની ઉત્સુકતા વગેરે પોતાના ભાવરોગો છે, તેવું જણાતું નથી, તેઓ ઉપદેશમાલા ગ્રંથ ભણે તોપણ તે ઉપદેશનાં વચનો જોવા માત્રથી સુંદર જણાય, જેમ ઉંદરને સોનામહોર જોવા માત્રથી સુંદર જણાય, તોપણ અસ્થિર પરિણામવાળા જીવોને ઉપદેશમાલા દ્વારા કષાયોના ઉન્મેલનને અનુકૂળ યત્ન થાય તેવો કોઈ ઉપકાર થતો નથી, ફક્ત આ સુંદર ગ્રંથ છે, મેં અધ્યયન કર્યું છે, તેમ વાંચીને સંતોષ પામે છે, તેથી તેવા જીવો ઉપદેશમાલા ભણવા માટે અયોગ્ય છે તેમ સૂચિત થાય છે.
વળી કાગડાને સુવર્ણની માલા કે રત્નમાલાનું કોઈ પ્રયોજન નથી, તેઓ કંઠમાં ધારણ કરે તોપણ તેનાથી શોભતા નથી; કેમ કે તેમની અસુંદર આકૃતિમાં રત્નોની માલા શોભાની વૃદ્ધિનું કારણ બનતી નથી, તેમ જે જીવો અત્યંત વિપર્યાસ બુદ્ધિવાળા છે, તેઓ કદાચ ઉપદેશમાલા ગ્રંથને કંઠસ્થ કરે, તેના શ્લોકો બોલે કે તેનાં વચનોનો ઉપદેશ આપે તોપણ જેમને માન-ખ્યાતિ જ સુંદર જણાય છે, તેમાં જ પોતાના પ્રયત્નનું સાફલ્ય જણાય છે તેવા કાકતુલ્ય જીવોને રત્નની માળાતુલ્ય ઉપદેશમાલાથી કોઈ પ્રયોજન નથી; કેમ કે અત્યંત વિકારી માનસવાળા જીવોને ઉપદેશમાલાનાં વચનોથી પણ શોભાની વૃદ્ધિ થતી નથી. પરંતુ જેઓ સ્વાભાવિક સુંદર પ્રકૃતિવાળા છે, તેઓ સોનાની માળા જેવી ઉપદેશમાલાને કંઠમાં ધારણ કરે તો તે વચનોથી આત્માને અત્યંત ભાવિત કરીને સ્વયં અધિક સુંદરતાને પામે છે, તેવા જીવોને ઉપદેશમાલા આપવા યોગ્ય છે. પરા
અવતરણિકા :
किञ्च
અવતરણિતાર્થ - વળી બીજા પણ ઉપદેશમાલા માટે કુપાત્ર કોણ છે ? તે બતાવે છે –
ગાથા :
चरणकरणालसाणं, अविणयबहुलाण सययमजोगमिणं ।
न मणी सयसाहस्सो, आबज्झइ कोच्छुभासस्स ।।५३०।। ગાથાર્થ -
ચરણ અને કરણમાં આળસવાળા અવિનય બહુલોને આ=ઉપદેશમાલાનું વચન સર્વદા અયોગ્ય છે, લાખ મૂલ્યવાળો મણિ કાગડાને પહેરાવાતો નથી. પ૩૦II
Page #240
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૦
૨૨૩
ટીકા :
चरणकरणालसानां सदनुष्ठानप्रमादिनामविनयबहुलानां दुविनीतानां जीवानां, विनयस्य प्राधान्यख्यापनार्थं, पृथग विशेषणं, सततं सर्वदा अयोग्यमनुचितमिदमुपदेशमालावस्तु, किमित्यत आह'न मणी सयसाहस्सो' त्ति शतसाहस्रिको लक्षमूल्य इत्यर्थः, आबध्यते परिधीयते केनचित् 'कोच्छुभासस्से'त्ति काकस्य, तत्परिधायकस्याप्युपहास्यत्वप्राप्तेरिति ।।५३०।। ટીકાર્ય :
વરVIRUIનાસાનાં . ૩૫દાસ્થિત્વ પ્રાપ્તરિતિ | ચરણ-કરણમાં આળસુ સદનુષ્ઠાનમાં પ્રમાદી, અવિનયબહુલ એવાને-દુર્વિનીત જીવોને, આ ઉપદેશમાલા વસ્તુ, સર્વદા અયોગ્ય છે અનુચિત છે, વિનયનું પ્રધાનપણું જણાવવા માટે પૃથ વિશેષણ છે=ચરણ-કરણમાં આળસવાળા એ વિશેષણમાં અંતર્ભાવ હોવા છતાં પૃથ વિશેષણ છે, તેવા જીવોને ઉપદેશમાલા કેમ અયોગ્ય છે? એથી કહે છે – શતસાહસિક=લાખ મૂલ્યવાળો મણિ, કોમ્પ્લભાસને=કાગડાને, કોઈ વડે પહેરાવાતો નથી; કેમ કે તેને પહેરાવનારને પણ ઉપહાસ્યત્વની પ્રાપ્તિ છે. ll૧૩૦ગા. ભાવાર્થ -
જે જીવો ગુણો તરફ અત્યંત નમેલા છે, આથી જ ગુણવાનને જોઈને વિનયબહુલ થાય છે અને ચારિત્રના અનુષ્ઠાનને સેવવાના અત્યંત અર્થી છે છતાં, કદાચ શક્તિના પ્રકર્ષથી સેવવા માટે અસમર્થ હોય છતાં તેના અભિમુખ ભાવવાળા છે, તે જીવોને ઉપદેશમાલાની પ્રાપ્તિ તેમના તત્ત્વ અભિમુખ વીર્યને ઉલ્લસિત કરવાનું કારણ બને છે, પરંતુ જેઓ અવિનયબહુલ છે અર્થાત્ ક્યારેક વંદનાદિ ક્રિયા કરતા હોય, હાથ જોડવાની ક્રિયા કરતા હોય તોપણ ગુણો પ્રત્યે લેશ પણ અભિમુખ ભાવ નથી, પરંતુ બાહ્ય વિષયો પ્રત્યે અભિમુખ ભાવ છે, તેઓ મોટાને વંદન કે શાતા પૃચ્છા કરે તે શબ્દમાત્રરૂપ કરે છે, ગુણોને અભિમુખ ભાવ કરતા નથી, આથી ચારિત્રની ક્રિયામાં પ્રમાદી છે, આથી સંયમ ગ્રહણ કર્યું છે, તેથી ક્રિયાઓ કરે છે તોપણ યથાતથા કરીને મેં ક્રિયા કરી છે, તેવું મિથ્યાભિમાન કરે છે તેવા જીવો આ ઉપદેશમાલાને અયોગ્ય છે, કેમ અયોગ્ય છે તે દૃષ્ટાંતથી ભાવન કરે છે –
કોઈ બુદ્ધિમાન પુરુષ લાખ મૂલ્યવાળા મણિને કાગડાના કંઠમાં આરોપણ કરે નહિ અને કોઈ કરે તો તે ઉપહાસનું સ્થાન બને છે, તેમ જે જીવો ગુણોને અભિમુખ ભાવવાળા થયા નથી, આથી ગુણવાનના ગુણોને જોવાની નિર્મળ દૃષ્ટિ જેમને પ્રાપ્ત થઈ નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયાઓ કરે છે અને તેના દ્વારા લોકમાં ખ્યાતિને પામે છે કે “આ ત્યાગી છે' તેવા જીવો કાગડા જેવા છે. જેમ કાગડો સ્વભાવથી અસુંદર છે, તેમ પ્રચુર કર્મોને કારણે તે જીવો સ્વભાવથી અસુંદર છે. જેમ કાગડાના કંઠમાં લાખ મૂલ્યવાળો મણિ આરોપણ કરવાથી તેની શોભાની વૃદ્ધિ થતી નથી, પરંતુ મૂર્ખતાનું પ્રદર્શન થાય છે, તેમ જેઓ વીતરાગતાને અભિમુખ, નિર્લેપ પરિણતિને અભિમુખ કે અસંગભાવને અભિમુખ થઈને સદનુષ્ઠાન કરતા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૦-૫૩૧ નથી કે અસંગ અનુષ્ઠાનવાળા મુનિઓ પ્રત્યે બહુમાનભાવવાળા થતા નથી, તેવા સાધુવેષમાં રહેલા કે શ્રાવકવેષમાં રહેલા જીવોને ઉપદેશમાલા વસ્તુ આપવાથી ઉપદેશમાલાનું અવમૂલ્યન થાય છે, તેમની શોભાની વૃદ્ધિ થતી નથી, માટે તેવા જીવોને માટે ઉપદેશમાલા અયોગ્ય છે. II૫૩૦ના
અવતરણિકા :
किमेवमप्युपदिश्यमाने केचिन्न सम्यग् वर्त्तेरन् येनैवमभिधीयते इत्युच्यते, बाढं कर्मपरतन्त्रत्वात्
तदाह
અવતરણિકાર્ય :
આ રીતે ઉપદેશ કરાયે છતે=ઉપદેશમાલામાં અત્યાર સુધી વર્ણન કરાયું તે રીતે ઉપદેશ કરાયે છતે, કેટલાક જીવો શું સમ્યગ્ વર્તન કરશે નહિ ? જે કારણથી આ પ્રમાણે કહેવાય છે=અયોગ્યને ઉપદેશમાલા આપવી નહિ, એ પ્રમાણે કહેવાય છે. તેનો ઉત્તર અપાય છે
બાઢ=અત્યંત નહિ પ્રવર્તે=જેઓ ચરણકરણમાં અત્યંત આળસુ છે ગુણોને અભિમુખ નથી તેઓ ઉપદેશમાલાના ઉપદેશથી અત્યંત પ્રવર્તશે નહિ; કેમ કે કર્મને પરતંત્રપણું છે, તેને કહે છે -
1
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચરણ-કરણમાં આળસુ અને અવિનીતને ઉપદેશમાલા આપવી જોઈએ નહિ, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે પ્રસ્તુત ગ્રંથમાં આવો સુંદર ઉપદેશ અપાયો છે, તેવો ઉપદેશ અપાયે છતે ચારિત્રમાં આળસુ, અવિનીત જીવો શું સમ્યગ્ પ્રવર્તશે નહિ ? અર્થાત્ તે ઉપદેશ સાંભળીને સમ્યગ્ પ્રવર્તશે માટે અયોગ્યને આ ગ્રંથ આપવો જોઈએ નહિ, તેમ કહેવું ઉચિત નથી, એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેને ઉત્તર આપતાં કહે છે
-
જેઓ સંયમ અનુષ્ઠાનમાં પ્રમાદી છે, ગુણોને અભિમુખ નથી માટે અવિનીત છે, તેઓ કર્મને અત્યંત પરતંત્ર છે. તેથી પાપકર્મના ઉદયથી સંયમને ગ્રહણ કર્યું છે અને સંયમની ક્રિયા કરીને મોહધારાની વૃદ્ધિ કરે છે, તેવા અત્યંત મોહને અભિમુખ જીવોને ઉપદેશવચનથી લાભ થઈ શકે નહિ; કેમ કે કર્મગુરુતા જ બાધક છે, તે તે કર્મ ગુરુના ઉપદેશને પરિણમન પમાડવામાં બાધક છે, તેને સ્પષ્ટ કરતાં કહે છે –
ગાથા:
नाऊण करयलगयाऽऽमलं व सब्भावओ पहं सव्वं ।
धम्मम्मि नाम सीइज्जइ ति कम्माई गरुयाई । । ५३१ । ।
ગાથાર્થ ઃ
હાથમાં રહેલા આમળાની જેમ સદ્ભાવથી સર્વ પથને જાણીને ધર્મમાં સિદાય છે, એથી ગુરુકર્મો છે એમ જણાય છે. II૫૩૧।।
Page #242
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૧
૫
ટીકા :
ज्ञात्वा करतलगतामलकवत् परिस्फुटं सद्भावत उपादेयबुद्ध्याऽपि पथं ज्ञानादिकं मोक्षमार्ग सर्वं निःशेषं, तथापि धर्मे नामेति सम्भाव्यते एतत् केषाञ्चित् सीद्यते प्रमादिभिर्भूयते यत्तद् ज्ञायते कर्माणि गुरुकाणि तद् विजृम्भितं तदित्याकूतम् ।।५३१।। ટીકાર્ય :
જ્ઞાત્વા .... તરિત્યાઘૂતમ્ II હાથમાં રહેલા આમળાની જેમ=અત્યંત સ્પષ્ટ સદ્ભાવથી=ઉપાદેય બુદ્ધિથી પણ, સર્વ પથને=સમગ્ર જ્ઞાનાદિ મોક્ષમાર્ગને, જાણીને તે રીતે પણ ધર્મમાં કેટલાક સિદાય છે=પ્રમાદીથી થવાય છે, જે તે ગુરુકર્મો જણાય છે, તેનાથી વિજૈભિત ગુરુકર્મોથી પ્રગટ થતો વિલાસ છે, એ પ્રમાણે અભિપ્રાય છે, નામ એ પ્રમાણે આ શબ્દ કેટલાકને સંભવે છે, તે બતાવે છે. li૫૩૧ાા ભાવાર્થ : -
જે જીવો સંસારથી અત્યંત ભય પામ્યા નથી, તેથી તેમને સંસારની રૌદ્રતા અત્યંત સ્પષ્ટ દેખાતી નથી અને સંસારના ઉચ્છેદનું કારણ ત્રણ ગુપ્તિની પરિણતિવાળો સંયમ પથ છે અને તેના અંગભૂત સંયમની બહિરંગ આચરણા છે, તેના અવલંબનથી મહાત્માઓ અંતરંગ ગુપ્તિને ઉલ્લસિત કરીને સંસારનો ઉચ્છેદ કરે છે. તેના રહસ્યને જાણવા યત્ન કરતા નથી, તે જીવો સંયમ ગ્રહણ કરીને જે પ્રમાદ કરે. છે, તેમાં મૂઢતા આપાદક કર્મો જ પ્રબળ કારણ છે. તે કર્મના વશથી સર્વ સંસારી જીવો જેમ ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ સંયમજીવન ગ્રહણ કરીને પણ મૂઢતાથી જીવવા યત્ન કરે છે, પરંતુ સંવિગ્નપાક્ષિક સાધુ તો હાથમાં રહેલા આમળાની જેમ સંપૂર્ણ મોક્ષમાર્ગને જોનારા છે, તેથી તેમને સંયમની સર્વ ક્રિયાઓ કઈ રીતે ઉપયુક્ત થઈને કરવાથી સંવરભાવ પ્રગટ થાય છે, તેના રહસ્યનો બોધ છે અને તે રીતે કરાયેલી ક્રિયા સંવરને અતિશય કરીને સંસારના ઉચ્છેદનું કારણ બને છે, તે પ્રકારે સ્થિર નિર્ણય છે અને સંસારની રૌદ્રતા પણ તેમને સ્પષ્ટ દેખાય છે, મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે, તે પણ સ્પષ્ટ દેખાય છે. તેથી તેના ઉપાયભૂત રત્નત્રયનો માર્ગ તેમને અત્યંત ઉપાદેય જણાય છે તો પણ તેઓ પ્રમાદવાળા થાય છે. તેનાથી જણાય છે કે તેમનામાં પ્રસાદ આપાદક કર્મો ગુરુ છે, મૂઢતા આપાદક કર્મો ગુરુ નથી, આથી જ જેઓ અપ્રમાદથી સાધુપણાને સેવે છે, તેમને જોઈને તે મહાત્મા હર્ષિત થાય છે, તેમના પ્રત્યે ભક્તિ થાય છે અને હંમેશાં તેમના સત્ત્વની સ્તુતિ કરીને તેમના જેવા બળસંચય માટે યત્ન કરે છે તોપણ સ્વયં સંયમની ક્રિયા કરે છે, ત્યારે તે પ્રકારે ગુપ્તિમાં અપ્રમાદ ઉલ્લસિત થતો નથી, જેથી સુસાધુની જેમ નિર્લેપ પરિણતિને અતિશય કરી શકે, આમાં પ્રબળ કારણ તેમનું તે પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ અતિશય છે, તેના કારણે જ સંવિગ્નપાક્ષિક જીવો ચારિત્રમાં શિથિલાચારી બને છે.
આ ગાથાનો અન્વય અવતરણિકા સાથે આ રીતે જોડવો – જેઓ કર્મને અત્યંત પરતંત્ર છે, તેઓ તો મૂઢતાથી જ જીવન જીવનારા છે, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી કર્મને પરતંત્ર થઈને મનુષ્યભવ નિષ્ફળ કરનારા છે, પરંતુ જેઓ તત્ત્વને સ્પષ્ટ જાણે છે, તેવા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૧-૫૩૨ સંવિગ્નપાક્ષિક પણ કર્મને અત્યંત પરતંત્ર છે, તેથી પ્રસ્તુત ગ્રંથથી આ રીતે ઉપદેશ અપાયે છતે પણ કલ્યાણના અત્યંત અર્થી પણ તેઓ શક્તિના પ્રકર્ષથી ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરતા નથી, તેથી ચરણકરણમાં આળસુ એવા પણ તેમને પ્રસ્તુત ઉપદેશ કલ્યાણનું કારણ બનશે નહિ, પરંતુ જેઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અર્થી છે અને જેમના સંયમમાં પ્રમાદ આપાદક કર્મો શિથિલ છે, તેમને પ્રસ્તુત ગ્રંથનો ઉપદેશ હૈયાને સ્પર્શશે, જેના બળથી તેઓ અપ્રમાદ કરીને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે શક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરશે, માટે તેઓ જ પરમાર્થથી પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે, ગુરુકર્મી જીવો નહિ. પ૩૧ી અવતરણિકા :
अन्यच्चઅવતરણિકાર્ય -
વળી ભારેકર્મી જીવો પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે, તે બતાવવા માટે બીજું કહે છે – ગાથા :
धम्मत्थकाममोक्खेसु जस्स भावो जहिं जहिं रमइ ।
वेरग्गेगंतरसं, न इमं सव्वं सुहावेइ ।।५३२।। ગાથાર્થ :
ધર્મ-અર્થ-કામ અને મોક્ષમાં જેનો ભાવ જ્યાં જ્યાં રમે છે, તેને વૈરાગ્યએકાંતરસવાળું આ સર્વ=પ્રસ્તુત ઉપદેશમાલાનું સર્વ વર્ણન, સુખનું કારણ બનતું નથી. પ૩રણા ટીકા :
धर्मार्थकाममोक्षेषु कथ्यमानेषु यस्य प्राणिनो भावोऽभिप्रायो यस्मिन् यस्मिन् रमते, वीप्सया सर्वरसिकत्वं लक्षयति, तस्य वैराग्यमेकान्तेन रसो यस्य तद् वैराग्यैकान्तरसं, नेदं प्रकरणं सर्वं समस्तमपि सुखयत्यालादमुत्पादयति, प्रत्युत वैमुख्यं करोतीत्यर्थः ।।५३२।। ટીકાર્ય :
ઘર્થનમોક્ષેપુ. વરતીર્થ ઉપદેશક દ્વારા કહેવાતા ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં જે પ્રાણીનો ભાવ-અભિપ્રાય, જેમાં જેમાં રમે છે, જેમાં જેમાં એ પ્રકારની વીસાથી સર્વરસિકપણાને બતાવે છે અર્થાત્ ચારેય પુરુષાર્થમાં તે રસિક છે તેમ બતાવે છે, તેને તે જીવને, વૈરાગ્યએકાંતથી રસ છે જેને તે વૈરાગ્યએકાંતરસવાળું એવું આ સર્વ પણ=સમસ્ત પણ પ્રકરણ ઉપદેશમાલાનું વર્ણન સુખ ઉત્પન્ન કરતું નથી=આલાદ ઉત્પન્ન કરતું નથી, ઊલટું વિમુખપણાને કરે છે. પ૩રા ભાવાર્થ :જે જીવો સંસારથી અત્યંત ઉદ્વિગ્ન થયા છે, મોક્ષ માટે એક પ્રતિબદ્ધ માનસવાળા છે, તેમને માત્ર
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૨–૫૩૩
૨૨૭
મોક્ષની નિષ્પત્તિનો ઉપાય જાણવામાં રસ છે તેવા જીવોને પ્રસ્તુત ઉપદેશમાલાનો ઉપદેશ સુખ આપે તેમ છે, પરંતુ જેઓ ઉપદેશક દ્વારા ધર્મનું વર્ણન સાંભળે ત્યારે ધર્મને સેવવામાં ઉત્સાહિત થાય છે; કેમ કે યોગ્ય ઉપદેશક ધર્મનું વર્ણન કરતાં કહે છે કે અર્થ, કામ અને મોક્ષ ત્રણેય પુરુષાર્થને સાધી આપનાર ધર્મ જ છે અને અર્થ, કામ અને મોક્ષ એ ત્રણેય પુરુષાર્થમાં સંસારઅવસ્થામાં જીવોને અર્થથી પણ સુખ થાય છે, કામથી પણ સુખ થાય છે, મોક્ષમાં અત્યંત સુખ થાય છે, તે સાંભળીને તેમની મતિ ધર્મમાં રમે છે. વળી ઉપદેશક કહે કે જગતનાં સર્વ પ્રયોજનો અર્થથી સિદ્ધ થાય છે, કેમ કે ધનવાન પુરુષ લોકમાં આદર-સત્કાર પામે છે, ધર્મનાં સુંદર અનુષ્ઠાનો પણ અર્થના બળથી સારી રીતે સેવી શકે છે અને આ લોકનાં પાંચ ઇન્દ્રિયનાં સુખો પણ અર્થના બળથી એવી શકે છે, તે સાંભળીને તેમની મતિ અર્થમાં રમે છે. વળી કામ કઈ રીતે પાંચ ઇન્દ્રિયોના આહ્વાદ દ્વારા જીવને સુખ ઉત્પન્ન કરે છે અને વિવેકપૂર્વક સેવાયેલો કામ વિકારોનું શમન કરે છે, સુખ પણ આપે છે અને ક્રમે કરીને ધર્મને સેવવામાં પણ સહાયક થાય છે; કેમ કે વિકારોથી આકુળ જીવ ધર્મમાં ચિત્તને સ્થિર કરવા અસમર્થ બને છે અને ઇચ્છિત કામની પ્રાપ્તિથી સ્વસ્થ થયેલું ચિત્ત ધર્મ સાધવા સમર્થ બને છે, તે સાંભળીને તેનું ચિત્ત કામમાં રમે છે. વળી જ્યારે ઉપદેશક કહે કે સંસારનું પરિભ્રમણ માત્ર જીવની વિડંબનારૂપ છે; કેમ કે કર્મને પરતંત્ર જન્મવાનું, મૃત્યુ પામવાનું અને કર્મજન્ય અનેક ક્લેશોથી પૂર્ણ ચાર ગતિના ભવો છે, એથી મોક્ષ જ જીવની સુંદર અવસ્થા છે, જ્યાં કર્મકૃત ઉપદ્રવો લેશ પણ નથી, કેવળ જીવ દ્રવ્ય છે, તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરનો જીવ હોવાથી મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે, તે સાંભળીને તેનું ચિત્ત મોક્ષમાં રમે છે. તેનાથી જણાય છે કે તે જીવોને સુખી અવસ્થા જ જોઈએ છે અને સુખી અવસ્થાનો ઉપાય ધર્મ દેખાય છે અને સંસારઅવસ્થામાં સુખનું સાધન અર્થ દેખાય છે અને વિકારનો નાશ થાય તો મોક્ષનું સુખ જ પારમાર્થિક છે તેમ પણ દેખાય છે. તેવા વિવેકી શ્રાવકો ધર્મ-અર્થ-કામ પુરુષાર્થને અવિરુદ્ધ સેવવા તત્પર થાય છે, મોક્ષના પણ અર્થી હોય છે તોપણ એકાંત વૈરાગ્યરસ તેમના ચિત્તને આલાદ ઉત્પન્ન કરી શકતો નથી અને પ્રસ્તુત ગ્રંથમાં એકાંતવૈરાગ્યરસનું વર્ણન છે. એથી તેઓ પણ પ્રસ્તુત ગ્રંથને સાંભળીને કંઈક વૈમુખ્યભાવને ધારણ કરશે; કેમ કે તેવા શ્રાવકોને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અર્થ-કામ વગેરેની પ્રાપ્તિ પણ થાય અને સંસારઅવસ્થામાં સુખપૂર્વક જીવીને ધર્મની વૃદ્ધિ કરીને અંતે મોક્ષ મેળવવાની ઇચ્છા હોય છે, તેમને ચારેય પુરુષાર્થના રસને ઉત્પન્ન કરે તેવા જ ગ્રંથો સુખકારી થાય છે, પરંતુ એકાંતવૈરાગ્યરસને કહેનારો પ્રસ્તુત ગ્રંથ આલાદ ઉત્પન્ન કરી શકતો નથી માટે પરમાર્થથી તેઓ પણ આ ગ્રંથના અનધિકારી છે. આપણા અવતરણિકા :વિશ્વઅવતરણિકાર્ય -
વળી પૂર્વમાં કહ્યું કે ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં જેનો ભાવ જ્યાં રમે છે, ત્યાં તેમને સમસ્ત પણ આ પ્રકરણ સુખ આપશે નહિ, તેથી અર્થથી ફલિત થયું કે તેમને પણ કંઈક કંઈક સુખ આપશે
Page #245
--------------------------------------------------------------------------
________________
ર
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૩
તોપણ સમસ્ત સુખ નહિ આપે તેને સ્પષ્ટ કરવા માટે વિશ્વથી કહે છે કે જે સંવિગ્નપાક્ષિક સંયમ સાથે અત્યંત પ્રતિબદ્ધ માનસવાળા છે, તેમને આ ગ્રંથ સુખ આપશે. તે બતાવતાં કહે છે –
ગાથા :
संजमतवालसाणं, वेरग्गकहा न होइ कन्नसुहा । संविग्गपक्खियाणं, होज्ज व केसिंचि नाणीणं ।।५३३ ।।
ગાથાર્થ :
સંયમ અને તપમાં આળસુ એવા જીવોને વૈરાગ્યની કથા કાનને સુખ કરનારી થતી નથી, સંવિગ્નપાક્ષિક એવા કેટલાક જ્ઞાનીઓને થાય છે=વૈરાગ્યથા સુખને કરનારી થાય છે. II૫૩૩।। ટીકા ઃ
संयमतपोऽलसानां संयमतपसोरनुत्साहवतां गुरुकर्मणां वैराग्यकथा प्रस्तुतप्रकरणरूपा न भवति कर्णसुखा श्रवणद्वारेण चित्ताह्लादहेतुर्न भवतीत्यर्थः, संविग्नपाक्षिकाणां पूर्वोक्तस्वरूपाणां स्वयं संयमतपोऽलसानामपि भवेद्वा कर्णसुखा वैराग्यकथा केषाञ्चित् ज्ञानिनां संयमप्रतिबद्धचित्तत्वादवदातજ્ઞાનાનામિતિ યાવત્ ।રૂા
ટીકાર્ય ઃ
.....
संयमतपोऽलसानां , યાવત્ ।। સંયમ અને તપમાં આળસુને=સંયમ અને તપમાં ઉત્સાહ વગરના ગુરુકર્મવાળા જીવોને પ્રસ્તુત પ્રકરણરૂપ વૈરાગ્યની કથા કર્ણસુખને કરનારી થતી નથી=શ્રવણ દ્વારા ચિત્તને આહ્લાદ આપવાના હેતુભૂત થતી નથી, સંવિગ્નપાક્ષિકોને=પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા સંયમ અને તપમાં આળસવાળા પણ કેટલાક જ્ઞાતીઓને=સંયમમાં પ્રતિબદ્ધ ચિત્તપણું હોવાથી નિર્મળ જ્ઞાનવાળાને, વૈરાગ્યની કથા કર્ણસુખને દેનારી થાય પણ અથવા ન પણ થાય. ૫૩૩॥ ભાવાર્થ :
જેઓ સાધુવેષમાં છે કે ગૃહસ્થવેષમાં છે, પરંતુ પાંચ ઇન્દ્રિયોના સંયમ અને મોહનાશને અનુકૂળ ઉચિત તપ ક૨વામાં અનુત્સાહવાળા છે, તેઓ ગુરુકર્મવાળા છે અને તેવા જીવોને ઇન્દ્રિયોના આહ્લાદમાં જ રસ હોય છે. શરીરની શાતામાં રસ હોય માન-ખ્યાતિમાં રસ હોય છે, તેવા જીવોને પ્રસ્તુત ઉપદેશમાલાની કથા કેવળ વૈરાગ્યને કહેનારી છે. તેથી તે સાંભળીને કર્ણનું સુખ પ્રાપ્ત થતું નથી અર્થાત્ તેઓ વિચારે છે, આ ગ્રંથાનુસાર તો કેવળ આપણને કષ્ટો વેઠવાનો ઉપદેશ છે. સુખ-શાંતિથી જીવવાનો ક્યાંય ઉપદેશ નથી. ક્વચિત્ ધર્મગ્રંથ તરીકે તેને વાંચે, સાંભળે, પરંતુ તેનો પરમાર્થ વિચારીને પોતાનો મનુષ્યભવ સફળ ક૨વાનો અભિલાષ થાય, તેવો ઉત્સાહ થતો નથી. તેથી પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી તેઓને આનંદ થઈ શકે નહિ.
Page #246
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૩-૧૩૪
૨૨૯
વળી સંવિગ્નપાક્ષિક જીવો પણ તપ-સંયમમાં આળસુ હોય છે. તેમાં પણ કેટલાક સંવિપાક્ષિક સંયમ પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે. તેથી પોતાના જીવનમાં થતો પ્રમાદ તેઓને અત્યંત શલ્યની જેમ ખટકતો હોય છે. તેથી તેને દૂર કરવા માટે તેઓ અભિમુખ પરિણામવાળા હોય છે. તેવા નિર્મળ જ્ઞાનવાળા સંવિગ્નપાક્ષિક જીવોને મોક્ષના એક કથનમાં રસ હોય છે. તેઓને પ્રસ્તુત કથા સુખાકારી પણ થાય છે. જેમ હરિભદ્રસૂરિ સંવિગ્નપાક્ષિક હતા તોપણ ભવવિરહ પ્રત્યે તેમનું ચિત્ત અત્યંત પ્રતિબદ્ધ હતું, તેના કારણે તેમનાં સર્વ કથનોમાં “ભવથી વિરક્તનાં સૂચક વચનો પ્રાપ્ત થાય છે. તેથી ઉપલક્ષણથી તેવા ભવથી વિરક્ત શ્રાવકો કે જેઓને અર્થ-કામકથામાં રસ નથી, માત્ર મોક્ષની કથામાં રસ છે અને મોક્ષના ઉપાયભૂત તીવ્ર સંવેગને ઉલ્લસિત કરવાના અભિલાષવાળા છે, આમ છતાં અનાદિ અભ્યાસને કારણે ઇન્દ્રિયની ચંચળતા હોવાથી સંયમની પ્રવૃત્તિમાં તે પ્રકારનો યત્ન કરી શકતા નથી. જેથી ગુપ્ત ગુપ્તતર થઈને નિર્લેપભાવ પ્રગટ કરી શકે તેવું ધૃતિ બળ નથી, તોપણ સંયમ જ સાર છે તેવી સ્થિર બુદ્ધિ હોવાને કારણે અને સંયમ પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ ચિત્ત હોવાને કારણે તેઓ પણ સુસાધુ તુલ્ય થવાના અત્યંત અર્થી છે, તેથી તેવા જીવોને પણ પ્રસ્તુત ગ્રંથ કર્ણના સુખને દેનારો થાય છે. પ૩૩ અવતરણિકા :
अन्यच्चेदं प्रकरणं मिथ्यात्वाहिदष्टजन्तूनां साध्यासाध्यत्वविज्ञानाय प्रयुक्तं सङ्ग्रहपरिच्छेदकारीति दर्शयत्राहઅવતરણિકાર્ય :
અને બીજું, આ પ્રકરણ સાધ્ય-અસાધ્યત્વના વિજ્ઞાન માટે=આત્મા માટે સંસારનો ઉચ્છેદ સાધ્ય છે અને સંસારના ભાવો વર્ષ છે અર્થાત્ અસાધ્ય છે, તેના બોધ માટે કરાયેલું મિથ્યાત્વરૂપી સાપથી ડસાયેલા જીવોના સંગ્રહના પરિચ્છેદ કરનાર છે–તેઓને બોધ કરાવવા માટે સમર્થ નથી તેથી તેઓના સંગ્રહના નિષેધ કરનાર છે. તેને બતાવતાં કહે છે – ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ ઉપદેશમાલા ગ્રંથ યોગ્ય જીવોને પોતાના પુરુષકારથી શું સાધ્ય છે અને શું અસાધ્ય છે, તેનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. જેથી યોગ્ય જીવો સાધ્ય એવા આત્માના ગુણોને પુરુષકાર દ્વારા પ્રગટ કરી શકે અને અસાધ્ય એવા બાહ્ય ભાવોની ઉપેક્ષા કરવા યત્ન કરી શકે તોપણ તે બોધ જેઓમાં ગાઢ મિથ્યાત્વ વર્તે છે, તેવા જીવોને કરાવવા સમર્થ નથી. તેથી તેઓના સંગ્રહનો નિષેધ કરનાર છે તે પ્રમાણે બતાવતાં કહે છે –
ગાથા -
सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं, तं जाण अणंतसंसारी ।।५३४।।
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૪
ગાથાર્થ :
આ પ્રકરણને સાંભળીને જેને ધર્મમાં ઉધમ થયો નથી અને વૈરાગ્ય થયો નથી તેને અનંતસંસારી જાણવો. પ૩૪ll. ટીકા :
श्रुत्वाऽऽकर्ण्य प्रकरणमिदमुपदेशमालाख्यं धर्मे सर्वज्ञोक्ते जातः समुत्पन्नो नोद्यमो विशिष्टोत्साहो यस्य जन्तोः, न च नैव जनितमुत्पादितं श्रूयमाणेनाप्यनेन वैराग्यं विषयवैमुख्यं यस्येति वर्त्तते, तं जानीयास्त्वम् यदुताऽयमनन्तसंसारीति, कालदष्टवदसाध्य इत्यर्थः ।।५३४।। ટીકાર્ચ -
કૃત્વાઇડર્વ ....... ત્યર્થ છે. આ ઉપદેશમાલા નામનું પ્રકરણ સાંભળીને ધર્મમાં=સર્વજ્ઞએ કહેલા ધર્મમાં જે જીવને ઉદ્યમ=વિશિષ્ટ ઉત્સાહ ઉત્પન્ન થયો નથી, સાંભળતાં પણ આના વડે=પ્રસ્તુત ગ્રંથ વડે વૈરાગ્ય=વિષયનું વૈમુખ્ય, જેને થયું નથી, તેને તું જાણ. શું જાણ? તે યહુતથી બતાવે છે. આ જીવ=ગ્રંથ સાંભળનાર જીવ, અનંતસંસારી છે=કાલદષ્ટની જેમ અસાધ્ય છેઃમૃત્યુનું કારણ બને એવા સાપથી કંસાયેલાની જેમ અસાધ્ય છે. i૫૩૪ ભાવાર્થ :
સંસારવર્તી જીવો પ્રકૃતિથી સર્વ સમાન છે, છતાં જે જીવોનાં કર્મો જ્યારે પ્રચુર વર્તે છે, તેમાં પણ વિપર્યાસ આપાદક કર્મો અતિપ્રચુર છે, ત્યારે તે જીવ તત્ત્વની સન્મુખ થવા માટે યોગ્ય બનતો નથી. તે જીવનાં જ્યારે તે કર્મો કોઈક રીતે અલ્પ થયા છે, તેમાં પણ વિપર્યાસ આપાદક કર્મો નષ્ટ થાય તેવાં અલ્પ થયાં છે, તે જીવ ત્યારે તત્ત્વને સન્મુખ થઈ શકે તેવી ભૂમિકામાં હોય છે. આથી વર્તમાનકાળમાં જેઓ મોક્ષમાં જાય છે, તેઓ પણ અનંતકાળ પૂર્વે ધર્મની સામગ્રી પામીને પણ ધર્મને સન્મુખ થયા નહિ અને વર્તમાનમાં તેવી જ કોઈ સામગ્રી પામીને ધર્મમાં ઉદ્યમ મતિવાળા થયા. તેથી ક્યા જીવો પ્રચુર કર્મવાળા છે અને કયા જીવો અલ્પ કર્મવાળા છે, તેના નિર્ણય માટેનો ઉપાય વિવેકપૂર્વક સમ્યગુ રીતે નિરૂપણ કરાતો ઉપદેશમાલા ગ્રંથ છે. આથી કોઈ ઉપદેશક અત્યંત સંવેગથી ભાવિત થઈને યોગ્ય શ્રોતાના હૈયાને સ્પર્શે તે રીતે ઉપદેશમાલા ગ્રંથનું વર્ણન કરે, છતાં જે સાંભળીને જે જીવોને ભગવાને કહેલા ધર્મને સેવવાનો વિશિષ્ટ ઉત્સાહ થતો નથી અને પ્રસ્તુત ગ્રંથ નિપુણ પ્રજ્ઞાવાળા પુરુષ દ્વારા નિરૂપણ કરાતો સાંભળવા છતાં જે જીવોને વિષયનો વૈમુખ્ય ભાવ થતો નથી, તે બતાવે છે કે તે જીવોમાં વિપર્યાસ આપાદક કર્મો અતિપ્રચુર છે. તેથી યુક્તિ અને અનુભવ અનુસાર સર્વજ્ઞના વચનના પરમાર્થને સાંભળીને પણ તે જીવોનું ચિત્ત ભોગથી વિમુખ થતું નથી, પરલોકની ચિંતા કરનારું બનતું નથી, માત્ર વિષયમાં સુખબુદ્ધિ સ્થિર છે, તેવા જીવો ક્વચિત્ સાધુવેષમાં હોય, સાધ્વાચારની ક્રિયા કરતા હોય, શ્રાવકાચાર પાળતા હોય તોપણ ભગવાને કહેલા ત્રણ ગુપ્તિના ભાવના પરમાર્થને સ્પર્શી શકતા નથી. માત્ર બાહ્ય ક્રિયા કરીને પણ તે તે પ્રકારના ક્લેશોની પોતાની પ્રકૃતિને સ્થિર કરે છે તે જીવો ગાઢ વિપર્યાસવાળા
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૪-૫૩૫
હોવાથી અનંતસંસારી છે. તેથી જેમ મૃત્યુનું કારણ બને તેવા અર્થથી ડંસાયેલો પુરુષ ઉચિત ઔષધથી અસાધ્ય હોય છે, તેમ પ્રચુર કર્મવાળા તે જીવો પ્રસ્તુત ગ્રંથથી પણ ભાવરોગને મટાડવા માટે અસાધ્ય 99.1143811
અવતરણિકા :
किमित्येवमत आह
અવતરણિકાર્થ :
કયા કારણથી આ પ્રમાણે છે ? આથી કહે છે
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે પ્રસ્તુત પ્રક૨ણ સાંભળવા છતાં જેને ધર્મ સેવવાનો ઉત્સાહ થતો નથી, વિષયથી વિમુખભાવ જેને થતો નથી, તે અનંતસંસારી છે. તે કયા કારણથી છે ? આથી તેનું કારણ બતાવવા અર્થે કહે છે
ગાથા :
–
कम्माण सुबहुयाणुवसमेण उवगच्छई इमं सम्मं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भन्नंतं । । ५३५ ।।
ગાથાર્થ ઃ
સુબહુ કર્મોના ઉપશમથી આ=પ્રસ્તુત પ્રકરણ સમ્યક્ પ્રાપ્ત થાય છે. કર્મમલ ચિક્કણ જીવોને કહેવાનું પાસેથી જાય છે. II૫૩૫।।
ટીકા ઃ
कर्मणां मिथ्यात्वादीनां सुबहूनामतिप्रचुराणामुपशमेनेत्युपलक्षणत्वादुदीर्णानां क्षयेण, अनुदीर्णानामुपशमेन स्वकार्यकरणाशक्तिलक्षणेन सता किञ्चिच्छेषकर्मणामेव प्राणिनामुपगच्छति सद्द्बोधं न स्वकार्यकरणशक्तिलक्षणे जनयतीदं प्रस्तुतप्रकरणं सम्यगविपरीतस्थित्या, व्यतिरेकमाह -कर्ममलचिक्कणानां=मिथ्यात्वादिपङ्कदिग्धानामसुमतां, व्रजति = गच्छति पार्श्वेन, भण्यमानं नान्तः प्रविशत्युपरि प्लवत इत्यर्थः ।।५३५ ।।
ટીકાર્ય :
कर्मणां ત્યર્થઃ ।। સુબહુ=અતિપ્રચુર કર્મોના=મિથ્યાત્વાદિ કર્મોના ઉપશમથી=ઉપલક્ષણપણું હોવાને કારણે ઉદીર્ણના ક્ષયથી અને અનુદીર્ણના ઉપશમથી=સ્વકાર્યકરણની અશક્તિ લક્ષણવાળા છતા ઉપશમથી, કાંઈક શેષ કર્મોવાળા જ પ્રાણીઓને આ પ્રસ્તુત પ્રકરણ સમ્યગ્-અવિપરીત
.....
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પરૂપ સ્થિતિથી સબોધને ઉત્પન્ન કરે છેસ્વકાર્યકરણ શક્તિરૂપ સદ્ધોધને ઉત્પન્ન કરે છે, વ્યતિરેકને કહે છે=વિપરીત જીવોને સબોધ નથી કરતું, એ પ્રમાણે વ્યતિરેકને કહે છે. કર્મમલ ચિક્કણ જીવોને=મિથ્યાત્વાદિ કાદવથી લેપાયેલા જીવોને કહેવાનું આ પ્રકરણ પાસેથી જાય છે, અંદરમાં પ્રવેશ થતું નથી. ઉપરમાં અડે છે=શબ્દોથી શાબ્દબોધમાત્ર થાય છે. પ૩પા. ભાવાર્થ :
જે જીવોમાં બુદ્ધિના વિપર્યાસનું આપાદક મિથ્યાત્વ મોહનીય અને ભોગમાં સંક્લેશ આપાદક અન્ય કષાયો વિદ્યમાન હોવા છતાં ઘણા ઉપશમભાવને પામે છે. તેથી તેઓનું તત્ત્વને જોવામાં વિપર્યા. આપાદક કર્મ ઉપદેશની સામગ્રીથી ક્ષયને પામી શકે તેવું ક્ષીણ છે, તેવા જીવોને યોગ્ય ઉપદેશક શ્રોતાના બુદ્ધિને પ્રસ્તુત ગ્રંથનાં દરેક સ્થાનો સંવેગપૂર્વક કરે. જેથી તેવા જીવોને ગ્રંથકારશ્રીએ જે અભિપ્રાયથી જે જે કથનો કર્યા છે, તે તે કથનો તે તે અભિપ્રાયથી શ્રોતાને સદ્ધોધ ઉત્પન્ન કરે છે અને જે શ્રોતાનાં કર્મો કાંઈક મંદ થયા હોવા છતાં કાંઈક પ્રયત્નથી ક્ષયોપશમભાવ પામે તેવાં છે, છતાં ઉપદેશક નવનિપુણતાપૂર્વક અને શ્રોતાની બુદ્ધિનું સમ્યગુ સમાલોચન કરીને તેની બુદ્ધિને સ્પર્શે તે પ્રકારે નિરૂપણ ન કરે તો કાંઈક પ્રયત્નથી તે કર્મો ક્ષયોપશમભાવને પામે તેવાં છે, તોપણ તે જીવોને તે ઉપદેશકના વચનથી આ ગ્રંથ સમ્યગુ સમ્બોધને પ્રાપ્ત કરાવી શકતો નથી. વળી જેઓનાં કર્મો અતિ ચીકણાં છે, તે જીવો અતિવિપર્યાસ બુદ્ધિવાળા છે, ભોગ પ્રત્યે અત્યંત સંક્લેશવાળા છે. તેઓ ક્વચિત્ પ્રસ્તુત ગ્રંથ સાંભળે તોપણ તે ગ્રંથ તેઓના બહારથી પસાર થાય છે, અંદરમાં પ્રવેશ પામતું નથી. જેમ મરીચિ પાસે કપિલ ધર્મ સાંભળવા આવેલ છે. મહાપ્રાજ્ઞ મરીચિ નિપુણતાપૂર્વક સદ્ધર્મને કહે છે, ભગવાનની પાસે મોકલે છે, છતાં મરીચિથી અને ભગવાનથી ભાવસાધુનું પારમાર્થિક સ્વરૂપ તેના હૈયાને સ્પર્શતું નથી. સુખશેલીયો ધર્મ કરવાના અભિલાષવાળો છે અને તેવો ધર્મ સેવીને આત્મહિત સાધવું છે, તેવી વિપર્યાસ બુદ્ધિ પ્રચુર છે. તેથી મરીચિનાં વચનો કે ભગવાનનો ઉપદેશ તેની પાસેથી પસાર થાય છે, અંદરમાં પ્રવેશતો નથી અને મરીચિએ અહીં પણ ધર્મ છે, તેમ કહ્યું. તેથી સુખશેલીયો ધર્મ તેને ધર્મરૂપે ભાસે છે. વસ્તુતઃ વિવેકી શ્રાવકો પણ તેવો સુખશેલીયો ધર્મ કરે છે તોપણ તેઓની બુદ્ધિમાં ભાવસાધુનું સ્વરૂપ જ ધર્મરૂપે પ્રતિભાસ થાય છે. તેની શક્તિનો અભાવ હોવાથી તેની શક્તિના સંચય અર્થે સ્વભૂમિકાનુસાર તેઓ ધર્મ કરે છે. જ્યારે કપિલને ગાઢ વિપર્યાય આપાદક કર્મને કારણે ત્રણ ગુપ્તિના પરમાર્થને સ્પર્શે તેવો ધર્મ ધર્મરૂપે જણાતો નથી, પરંતુ મરીચિએ કલ્પિત કરેલા વેષમાં રહેલો ધર્મ જ ધર્મ જણાય છે, તેમ જેઓ પ્રસ્તુત ઉપદેશમાલા સાંભળે છે તોપણ જે રીતે ત્રણ ગુપ્તિમાં જવાને અનુકૂળ મહાપરાક્રમ કરવાનો સૂક્ષ્મ બોધ પ્રસ્તુત ગ્રંથ કરાવે છે, તેના હાર્દને જેઓ સ્પર્શવા યત્ન કરતા નથી અને પોતે સ્વકલ્પિત સાધ્વાચારાદિની ક્રિયા કે શ્રાવકાચારની ક્રિયાઓ કરીને ધર્મ સેવે છે, તેવી બુદ્ધિવાળા જીવો પણ ચીકણા કર્મવાળા હોવાથી તેઓને વિવેકી ઉપદેશક દ્વારા કહેવાતો પણ પ્રસ્તુત ગ્રંથ અંતરંગ પ્રવેશ પામતો નથી; કેમ કે પ્રસ્તુત ગ્રંથનો સાર એ નથી કે ધર્મબુદ્ધિથી યથાતથા ધર્મ કરે તેને ધર્મ કહેવાય. પરંતુ જે ધર્મનું સેવન ક્ષમાદિભાવોના પ્રકર્ષનું કારણ બને તે જ પારમાર્થિક ધર્મ છે. તેથી ગજસુકુમાલાદિ ઋષિઓએ પોતાના સત્ત્વને અનુરૂપ
Page #250
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૫–૫૩૬
૨૩૩
જેમ ક્ષમાદિભાવોમાં યત્ન કર્યો, તે સર્વનાં કથનોના બળથી પોતે પણ વર્તમાનના પોતાના શરીર બલાદિનો વિચાર કરીને શક્તિ અનુસાર ક્ષમાદિમાં યત્ન કરશે તો જ ધર્મ આત્મામાં પ્રગટ થશે, અન્યથા નહીં થાય. તેવો બોધ જેઓને પ્રસ્તુત ગ્રંથથી થતો નથી, તેઓ ચીકણા કર્મવાળા છે, તેથી યોગ્ય ઉપદેશક દ્વારા ઉપદેશ અપાતો પણ પ્રસ્તુત ગ્રંથ તેઓના હૈયામાં પ્રવેશ પામતો નથી. II૫૩૫॥
અવતરણિકા :
अधुनाऽस्यैव प्रकरणस्य पाठादिफलमाह -
અવતરણિકાર્થ
હવે આ જ પ્રકરણના પાઠાદિના ફ્ળને કહે છે=જેઓ આ ઉપદેશમાલાનું પઠન-પાઠન કરશે, તેના અર્થોનું પુનઃ પુનઃ ભાવન કરશે અને તેના કહેલા પદાર્થોના તાત્પર્યનું સ્પર્ધાત્મક જ્ઞાન કરશે, તેનાથી તેઓને શું ફ્ળ પ્રાપ્ત થાય છે ? તે કહે છે
ગાથા:
-
उवएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए ।
सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ।।५३६।।
ગાથાર્થ ઃ
જે જીવ આ ઉપદેશમાલાને ભણે છે, સાંભળે છે અને હ્રદયમાં કરે છે, તે આત્મહિતને જાણે છે, જાણીને સુખપૂર્વક આત્મહિતને આચરે છે. II૫૩૬ના
ટીકા ઃ
उपदेशमालामेनामनन्तरोक्तां यो धन्यः पठति सूत्रतः, शृणोतीत्यर्थतः करोति वा हृदये, प्रतिक्षणमेतदर्थं भावयतीत्यर्थः, स जानात्यात्महितम् इहलोकपरलोकयोः स्वपथ्यं, ज्ञात्वा सुखमकृच्छ्रेणैव समाचरत्यनुतिष्ठत्यात्महितमिति ।।५३६ ।।
ટીકાર્થ :
૩પદ્દેશમાામે ..... આત્મદિમિતિ । અનંતરમાં કહેવાયેલ આ ઉપદેશમાલાને જે ધન્ય પુરુષ સૂત્રથી ભણે છે, અર્થથી સાંભળે છે અને હૃદયમાં કરે છે=પ્રતિક્ષણ આ અર્થને=ઉપદેશમાલાના ગ્રંથથી પ્રાપ્ત થયેલા અર્થને ભાવન કરે છે, તે આત્મહિતને જાણે છે=આલોક અને પરલોકના સ્વપથ્યને જાણે છે, જાણીને=આત્મહિત જાણીને, સુખપૂર્વક=અકૃચ્છથી જ આચરે છે=આત્મહિતને સેવે છે. ૫૩૬॥ ભાવાર્થ :
આત્માને વર્તમાનમાં અને આગામીમાં હિતની પરંપરાની પ્રાપ્તિ થાય, તેને અનુકૂળ ઉપદેશના પ્રવાહ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૬-૫૩૭ સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથ છે. એથી ગુણને અનુરૂપ તેનું નામ ઉપદેશમાલા કહેલ છે અને જે પુણ્યશાળી પુરુષ શક્તિ હોય તો સ્વસામર્થ્ય અનુરૂપ પ્રસ્તુત ઉપદેશમાલાનાં સૂત્રોને કંઠસ્થ કરે, તેના તાત્પર્યનો સ્પર્શ થાય, એ પ્રકારે યોગ્ય ઉપદેશક પાસેથી અર્થનું શ્રવણ કરે. ક્વચિત્ તાત્પર્યનો નિર્ણય ન થાય તો પૃચ્છા કરે અને તાત્પર્યનો નિર્ણય કર્યા પછી તે સૂત્રોના તે અર્થો યથાર્થ તાત્પર્યપૂર્વક સ્થિરપરિચિત કરે અને ત્યાર પછી તે ભાવોથી આત્માને તે રીતે ભાવિત કરે છે જેથી તે ભાવો હૈયાને સદા સ્પર્શતા રહે, તે મહાત્મા આલોક અને પરલોકનું સ્વપથ્ય જાણે છે; કેમ કે જીવને આલોકમાં પણ સુખ જ ઇષ્ટ છે, પરલોકમાં પણ સુખ ઇષ્ટ છે અને સુખ ક્લેશણયથી થાય છે. તેથી પ્રસ્તુત ગ્રંથના ભાવનથી જે જે અંશથી તે મહાત્માનો ક્લેશ ક્ષય થશે, તે જ તેનું આલોકનું પથ્ય છે અને ક્લેશક્ષય થવાને કારણે પરલોકનું પણ તે જ પથ્ય છે; કેમ કે અલ્પ ક્લેશવાળા જીવો ઉત્તમ પુણ્ય બાંધીને સદ્ગતિમાં જાય છે અને સર્વ ક્લેશના અંતને કરે છે. તેથી આ ઉપદેશમાલા દ્વારા તે મહાત્માને આલોક અને પરલોકના સુખની પરંપરાનો ઉચિત ઉપાય પ્રાપ્ત થાય છે અને તે ઉપાયને જાણ્યા પછી તે મહાત્મા સુખપૂર્વક આત્મહિતને એવી શકે છે; કેમ કે ગજસુકુમાલાદિ ઉત્તમ પુરુષોનાં દૃષ્ટાંતોના હાર્દને જાણ્યા પછી જેમ તે ઋષિઓ ક્ષમાદિથી યત્ન કરીને વર્તમાનમાં સુખી થયા, અંતે સર્વ ક્લેશોનો ક્ષય કરીને પૂર્ણ સુખને પામ્યા, તેમ ઉપદેશમાલાનાં તે તે વક્તવ્યોથી ભાવિત થયેલ તે મહાત્મા સ્વભૂમિકાનુસાર ક્લેશક્ષયના સર્વ ઉચિત ઉપાયો સેવીને વર્તમાનમાં ઇન્દ્રિયોની તૃષા, કષાયોના ક્લેશો અલ્પ કરશે અને આત્મામાં વર્તતા કર્મમલને અલ્પ કરશે. જેથી પરલોકમાં પણ સદ્ગતિની પરંપરાને પ્રાપ્ત કરશે માટે કલ્યાણના અર્થીએ વિશેષ શક્તિ ન હોય તોપણ નિપુણતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના હાર્દને જાણવા માટે સમ્યગું યત્ન કરવો જોઈએ, જેનાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. પ૩ાા અવતરણિકા :
साम्प्रतं सूत्रकारः स्वाभिधानं व्युत्पादयन्नाहઅવતરણિતાર્થ -
હવે સૂત્રકારશ્રી પોતાના નામને બતાવતાં કહે છે – ગાથા :
धंतमणिदामससिगयनिहिपयपढमक्खराभिहाणेणं ।
उवएसमालपगरणमिणमो रइयं हियठाए ।।५३७।। ગાથા -
દંત, મણિ, દામ, શશિ, ગજ, નિધિ, પદના પ્રથમ અક્ષરના અભિધાનવાળા પુરુષ વડે આ ઉપદેશમાલા પ્રકરણ હિત માટે રચાયું છે. આપ૩૭ી
Page #252
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૫૩૭-૫૩૮
૨૩૫
ટીકા :
धंतादीनां षण्णां पदानां प्रथमाक्षरैरभिधानं नाम यस्य स तथा, तच्चेदं 'धम्मदासगणि' त्ति तेनोपदेशमालाप्रकरणमिदं रचितं, सिद्धान्तादुद्धृत्यार्थं सूत्रतो निबद्धं, किमर्थमित्याह-हितो मोक्षः सत्त्वानुग्रहो वा, तद्धेतुत्वात् तदर्थं तनिमित्तमिति ।।५३७।। ટીકાર્ય :
વંતાડીનાં .. તત્રિમિતિ || દંતાદિ છ પદોના પ્રથમ અક્ષર વડે અભિધાન=નામ છે જેને તે તેવા છે અને તેઓ ધર્મદાસગણિ છે. તેમના વડે આ ઉપદેશમાલા પ્રકરણ રચાયું છે=સિદ્ધાંતથી અર્થનો ઉદ્ધાર કરીને સૂત્રથી તિબદ્ધ છે. શેના માટે સૂત્રથી તિબદ્ધ છે ? એથી કહે છે – હિત=મોક્ષ અથવા સત્ત્વનો અનુગ્રહ, તેનું હેતુપણું હોવાથી તઅર્થ=તનિમિત્ત રચાયું છે. પ૩થા ભાવાર્થ :
ધંત આદિ ઉત્તમ વસ્તુઓના વાચક, શબ્દોના પ્રથમ અક્ષરથી વાચ્ય ધર્મદાસગપણનું નામ છે અને તેમણે સિદ્ધાંતથી અર્થનો ઉદ્ધાર કર્યો છે અને સૂત્રથી આ પ્રકરણ રચેલું છે. જેથી તેનાથી ભાવિત થઈને પોતે મોક્ષને પામે અર્થાત્ મોક્ષરૂપ હિતને પ્રાપ્ત કરે અથવા યોગ્ય જીવો તેનું ભાવન કરીને મોક્ષને પ્રાપ્ત કરે, તેના માટે રચ્યું છે. તેથી ફલિત થાય કે જેઓ આ ગ્રંથના પરમાર્થથી ભાવિત થશે, તેઓ પોતાના પુરુષકારને ક્ષમાદિભાવોમાં પ્રવર્તાવીને સુખપૂર્વક સંસારનો ક્ષય કરવા સમર્થ બનશે અને જેઓ માત્ર ગ્રંથ વાંચીને મનથી સંતોષ માનશે, તેઓને વાચન માત્રના શ્રમરૂપ ફળની પ્રાપ્તિ થશે, માટે વિવેકી પુરુષે પ્રસ્તુત ગ્રંથને સમ્યગુ ભાવન કરીને ગ્રંથકારશ્રીના શ્રમને સફળ કરવો જોઈએ. પ૩ના અવતરણિકા :
यतश्चेदं भगवत्प्रवचनार्थं गृहीत्वा विरचितमत एव तस्य कल्पतरुरूपकेण स्तवं कुर्वनाहઅવતરણિતાર્થ -
જે કારણથી આ ભગવદ્ પ્રવચનના અર્થને ગ્રહણ કરીને રચાયેલું છે. આથી જ તેનું ઉપદેશમાલા ગ્રંથનું, કલ્પતરુરૂપપણારૂપે સ્તવનને કરતા ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
जिणवयणकप्परुक्खो, अणेगसत्तत्थसालविच्छिन्नो ।
तवनियमकुसुमगुच्छो, सोग्गइफलबंधणो जयइ ।।५३८ ।। ગાથાર્થ :
જિનવચનરૂપી કલ્પવૃક્ષવાળો, અનેક શાસ્ત્રના અર્થરૂપી શાખાથી વિસ્તીર્ણ તપ-નિયમરૂપી કુસુમના ગુચ્છાવાળો, સુગતિના ફળના બંધવાળો ઉપદેશમાલા ગ્રંથ જય પામે છે. I૫૩૮II.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૮
ટીકા -
जिनवचनमेव द्वादशाङ्ग यथेष्टफलदायित्वात् कल्पवृक्षो जिनवचनकल्पवृक्षो जयतीति क्रिया, अनेकशास्त्रार्था एव व्यापकत्वात् सच्छायाकारणत्वाच्च शाखास्ताभिविस्तीर्णो विशालोऽनेकशास्त्रार्थशाखाविस्तीर्णः, तपोनियमा एव मुनिमधुकरनिकरप्रमोदहेतुत्वात् कुसुमगुच्छाः सुमनसस्तबका यस्मिन्नसौ तपोनियमकुसुमगुच्छः, सुगतिः स्वर्गापवर्गो, सैवानन्तसुखरसम्पूर्णत्वात् फलं, तद् बध्यते निष्पाद्यते यस्मिन्नसौ सुगतिफलबन्धनो जयति, कदागमतरूनभिभवति भगवानिति ।।५३८ ।। ટીકાર્ય :
બિનવાનવ .... ભવાનિતિ . દ્વાદશાંગ રૂ૫ જિતવચન જ યથેષ્ટ ફલદાયીપણું હોવાથી કલ્પવૃક્ષ છે અને તેવું જિતવચન કલ્પવૃક્ષ જય પામે છે, એ પ્રમાણે ક્રિયા છે=ક્રિયાપદનો સંબંધ છે. અનેક શાસ્ત્રના અર્થોમાં જ વ્યાપકપણું હોવાથી અને સાચ્છાયાનું કારણ પણું હોવાથી શાખા છે, તેનાથી વિસ્તીર્ણ=વિશાલ અનેક શાસ્ત્રાર્થ રૂપ શાખાથી વિસ્તીર્ણ ઉપદેશમાલા ગ્રંથ છે. તપ-નિયમ જ મુતિરૂપી મધુકરના સમૂહના પ્રમોદનું હેતુપણું હોવાથી કુસુમનો ગુચ્છો છે=સુંદર પુષ્પોના સમૂહ છે જેમાં તેવો આ તપ-નિયમતા કુસુમના ગુચ્છાવાળો ઉપદેશમાલા ગ્રંથ છે. સુગતિ સ્વર્ગ અને મોક્ષ છે, તે જ=સુગતિ અનંત સુખના રસથી પૂર્ણપણું હોવાથી ફળ છે. તે વચ્ચ=નિષ્પાદન કરાય છે જેમાં એ સુગતિફલના બંધનવાળો છે, તેવો ઉપદેશમાલા ગ્રંથ જય પામે છે. ઉપદેશમાલા ગ્રંથરૂપ ભગવાન કદાગમતરુનો અભિભવ કરે છે. પ૩૮ ભાવાર્થ :
ભગવાનનો સિદ્ધાંત સામાયિક સૂત્રથી માંડીને દ્વાદશાંગી સુધીના વિસ્તારને કહેનારો છે. તેથી ભગવાનનો મૃતધર્મ જીવમાં સામાયિકના પરિણામને પ્રગટ કરવા માટે સર્વ પ્રકારનો ઉપદેશ આપે છે અને તે દ્વાદશાંગરૂપ જિનવચન છે અને જેઓ તે દ્વાદશાંગીરૂપ જિનવચનથી આત્માને ભાવિત કરે છે, તેઓને જે પ્રકારે પોતાને સુખપરંપરા ઇષ્ટ છે, તે પ્રકારે સુખપરંપરાના ફળ દેનાર જિનવચન છે, માટે જિનવચન કલ્પવૃક્ષ છે. આથી જિનવચનના સંગ્રહરૂપ પ્રસ્તુત ઉપદેશમાલા ગ્રંથ પણ જિનવચન કલ્પવૃક્ષ છે અને જેઓ તેને નિર્મળ મતિથી ગ્રહણ કરીને શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપે પરિણમન પમાડશે, તેઓની પ્રસ્તુત શાસ્ત્રથી પ્રગટ થયેલ નિર્મળ મતિ સદા સ્વશક્તિ અનુસાર સામાયિકના પરિણામ માટે ઉદ્યમ કરવા પ્રેરણા કરશે અને તેવા જીવોને જે ઇષ્ટ છે, તેવા સુખરૂ૫ ફળને દેનાર પ્રસ્તુત શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે માટે તે કલ્પવૃક્ષ જેવો છે.
વળી પ્રસ્તુત ઉપદેશમાલારૂપ ગ્રંથ અનેક શાસ્ત્રોના અર્થોની શાખાથી વિસ્તીર્ણ છે; કેમ કે ભગવાને કહેલાં બધાં શાસ્ત્રો સામાયિકના પરિણામના પ્રકર્ષ અર્થે દિશા બતાવનાર છે. તેથી પ્રસ્તુત ગ્રંથ ઉપદેશમાલા રૂપે રચાયેલો હોવા છતાં જીવને સ્વશક્તિ અનુસાર સામાયિકમાં યત્ન કરવાનો ઉપદેશ આપે છે. તેથી
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-પ૩૮-૫૩૯ અનેક શાસ્ત્રોના અર્થમાં વ્યાપક છે. વળી અનેક શાખાવાળું વૃક્ષ સચ્છાયાનું કારણ છે, તેમ પ્રસ્તુત ગ્રંથ જીવ માટે સચ્છાયાનું કારણ છે. આથી જેઓ પ્રસ્તુત ગ્રંથથી આત્માને વાસિત કરશે, તેઓને ઉત્તર ઉત્તરના ભવોમાં યોગમાર્ગનું પ્રસ્થાન સચ્છાયા પથ તુલ્ય બનશે અર્થાત્ સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક અનુકૂળતાપૂર્વક કોઈ પ્રકારના ઉપસર્ગ, પરિષહ વગર મોક્ષપથનું સેવન કરીને પૂર્ણ સુખને પામશે. તેથી સુંદર છાયાનું કારણ પ્રસ્તુત ગ્રંથ છે માટે અનેક શાસ્ત્રાર્થની છાયાને આપનાર શાખાથી વિસ્તીર્ણ છે.
વળી તપ-નિયમરૂપ કુસુમના ગુચ્છાવાળું છે; કેમ કે મુનિરૂપી ભમરાઓને પ્રમોદનો હેતુ છે. આશય એ છે કે સંસારી જીવોને ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રમોદના હેતુ છે; કેમ કે તે ઇન્દ્રિયના વિષયમાં તેઓને આહ્વાદનો અનુભવ થાય છે. જ્યારે મુનિરૂપી ભમરાઓને વિષયોના વિકારો વિષના વિકાર જેવા દેખાય છે અને આત્માને નિર્વિકારી અવસ્થા જ સુખસ્વરૂપ દેખાય છે અને તેવી નિર્વિકારી અવસ્થાનું વેદન કરવાનો ઉપાય શક્તિ અનુસાર તપ-નિયમ છે. તેથી મુનિઓ બાહ્ય અને અત્યંતર તપ કરીને આત્માના અસંગભાવને પ્રગટ કરે છે અને પાંચ ઇન્દ્રિયોનું નિયમન કરીને વિષયોના વિકારોથી આત્માનું રક્ષણ કરે છે, ભમરાઓને જેમ કુસુમના ગુચ્છા આનંદનો હેતુ બને છે, તેમ તેઓને તપ-નિયમની પ્રવૃત્તિ આનંદનો હેતુ બને છે અને પ્રસ્તુત ગ્રંથ તપ-નિયમના પરમાર્થને બતાવીને તપ-નિયમને અનુકૂળ યત્ન કરાવનાર હોવાથી તપ-નિયમના કુસુમના ગુચ્છાવાળો છે.
વળી જીવને સુગતિના ફળનું કારણ છે=પ્રસ્તુત ગ્રંથ જીવને સ્વર્ગ અને મોક્ષરૂપ સુગતિની પ્રાપ્તિનું એક કારણ છે. અહીં સ્વર્ગને અને મોક્ષને સુગતિ કહેલ છે, તેનું કારણ સ્વર્ગ સંસાર અવસ્થામાં અત્યંત સુખનું કારણ છે અને મોક્ષ અનંત સુખના રસથી પૂર્ણ છે માટે પ્રસ્તુત ગ્રંથના ભાવનનું ફળ છે. આથી જે જીવો પ્રસ્તુત ગ્રંથનું ભાવન કરશે, તેઓ જ્યાં સુધી મોક્ષને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી પણ સ્વર્ગના ઉત્તમ સુખને અનુભવીને અંતે પૂર્વ સુખને પ્રાપ્ત કરશે અને આવો પ્રસ્તુત ગ્રંથ જય પામે છેઃકુત્સિત આગમરૂપી વૃક્ષોનો અભિભવ કરીને યોગ્ય જીવોના હૈયામાં વિસ્તારને પામે છે. પ૩૮II અવતરણિકા -
साम्प्रतं परिसमाप्तिं द्योतयन् येषामियमुपदेशमालोचिता तानभिधित्सुराहઅવતરણિકાર્ય :
હવે પરિસમાપ્તિને બતાવતાં જેઓને આ ઉપદેશમાલા ઉચિત છે, તેઓને કહેવાની ઈચ્છાથી કહે છે – ગાથા :
जोग्गा सुसाहुवेरग्गियाण परलोगपत्थियाणं च । संविग्गपक्खियाणं, दायव्वा बहुस्सुयाणं च ।।५३९।।
| તિ શ્રી પરેશાના સમાપ્તા |
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૯
sી :
ગાથાર્થ :
સુસાધુ અને વૈરાગ્યેક જીવોને અને પરલોક પ્રસ્થિત એવા સંવિઝપાક્ષિકને યોગ્ય એવી ઉપદેશમાલા બહુશ્રુતો દ્વારા આપવી જોઈએ. આપ૩૯I ટીકા :
योग्या-उचिता, वैराग्यं विद्यते येषां ते वैराग्यिकाः सुश्रावका गृह्यन्ते, सुसाधवश्च वैराग्यिकाश्च सुसाधुवैराग्यिकाः तेषां, परलोकप्रस्थितानां च संयमोन्मुखतया परत्र हिताऽभ्युद्यतानामित्यर्थः, केषां ? संविग्नपाक्षिकाणां योग्येति वर्त्तते, दातव्या पुनरियं बहुश्रुतेभ्यश्च विवेकिभ्यः चशब्दात् सुसाधुत्वादिविशेषणेभ्य इति ।।५३९ ।। ટીકાર્ય :
જોવા ... વિશેષમ્ય તિ | યોગ્ય=ઉચિત એવી ઉપદેશમાલા આપવી જોઈએ, એમ અન્વય છે. કોને આપવી જોઈએ? એથી કહે છે – વૈરાગ્ય વિદ્યમાન છે જેઓને તે વૈશ્યિક સુશ્રાવકો ગ્રહણ કરાય છે. ત્યાર પછી સુસાધુ અને વૈરાગ્યન=સુસાધુઓ અને સુશ્રાવકો તેઓને યોગ્ય એવી ઉપદેશમાલા આપવી જોઈએ, એમ અવય છે અને પરલોક પ્રસ્થિત=સંયમને સન્મુખપણું હોવાને કારણે પરમ હિતમાં અભ્યઘત એવા કોણ ? એથી કહે છે – સંવિગ્સપાક્ષિકોને યોગ્ય એવી આ ઉપદેશમાલા આપવી જોઈએ. વળી આ બહુશ્રુતવાળા વિવેકી મહાત્માઓ વડે આપવી જોઈએ. જ શબ્દથી સુસાધુત્વાદિ વિશેષણવાળા બહુશ્રુત વડે આપવી જોઈએ. ૫૩૯ ભાવાર્થ :
પ્રસ્તુત ઉપદેશમાલા યોગ્ય જીવોને આપવાના અધિકારી સુસાધુત્વાદિ વિશેષણોથી યુક્ત બહુશ્રુત મહાત્માઓ છે. આથી તેઓ માત્ર ગ્રંથને વાંચીને કે સાંભળીને સંતોષ માને તેવા નથી, પરંતુ શાસ્ત્રોના હાર્દને પામેલા છે. પોતાના જીવનમાં ઉપદેશમાલાના ભાવન દ્વારા સામાયિકના કંડકો વૃદ્ધિ કરી રહ્યા છે, એથી સુસાધુત્વ કે સુશ્રાવકત્વાદિ વિશેષણોથી યુક્ત છે અને પોતે પોતાનું હિત સાધી રહ્યા છે, તેમ અન્ય યોગ્ય જીવોને તેઓએ ઉપદેશમાલાનો પરમાર્થ બતાવવો જોઈએ અને તે યોગ્ય જીવો ત્રણ પ્રકારના છે. એક સુશ્રાવક, એક સુસાધુ અને એક સંવિગ્નપાક્ષિક. સુશ્રાવક શબ્દનું ગ્રહણ વૈરાગ્યેક શબ્દથી કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સુશ્રાવકો હંમેશાં સાધુધર્મનું પરિભાવન કરીને સાધુ તુલ્ય બળ સંચય કરવાથું યત્ન કરનારા છે. તેથી તેઓનું ચિત્ત સાધુધર્મથી અત્યંત ભાવિત હોવાથી વૈરાગ્યવાળા છે અને તેઓને પોતાના વીર્યનો પ્રકર્ષ કરવામાં ઉપદેશમાલા ગ્રંથ અત્યંત ઉપકારક છે. તેથી બહુશ્રુત એવા મહાત્માઓ તેઓને તાત્પર્યને સ્પર્શે તે રીતે ઉપદેશમાલા ગ્રંથ આપે તો તે શ્રાવકોનું વિદ્યમાન સત્ત્વ અત્યંત પ્રકર્ષવાળું થાય છે, માટે તેવા વૈરાગ્યવાળા શ્રાવકો ઉપદેશમાલાને યોગ્ય છે. વળી સુસાધુ તો સર્વ ઉદ્યમથી મોહનાશ માટે સાક્ષાત્ યત્નવાળા છે અને મુનિભાવની ઉત્તમ અવસ્થામાં વર્તી રહ્યા છે, તોપણ બહુશ્રુત પાસેથી
Page #256
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૯, ઉપસંહાર
૨૩૯
તેઓને ઉપદેશમાલા ગ્રંથનું રહસ્ય પ્રાપ્ત થાય તો તેઓના વીર્યનો તે પ્રકારનો પ્રકર્ષ થાય છે. જેથી પૂર્વ કરતાં અધિક સંયમસ્થાનમાં તેઓ જવા સમર્થ બને છે, માટે તેઓને પણ બહુશ્રુત એવા મહાત્માઓ વડે ઉપદેશમાલા આપવી જોઈએ.
વળી સંવિગ્નપાક્ષિક સાધુ સંયમ વેષમાં છે તોપણ શિથિલ પરિણામવાળા છે અથવા અવિરત સમ્યગ્દષ્ટિ છે તોપણ ઇન્દ્રિયોના વિકારથી કાંઈક વ્યાકુળ છે. છતાં સંવિગ્નપાક્ષિક સાધુ કે સંવિગ્નપાક્ષિક સમ્યગ્દષ્ટિ જીવોને સંયમ જ સાર દેખાય છે. તેથી વિષયોથી વ્યાકુળ હોવા છતાં સંયમને સન્મુખ બુદ્ધિવાળા હોવાથી પરલોકના હિત માટે અભ્યઘત છે, તેઓને પણ બહુશ્રુતવાળા પુરુષો વડે ઉપદેશમાલા આપવી જોઈએ; કેમ કે પરલોકના હિતને અભિમુખ બુદ્ધિવાળા એવા સંવિગ્નપાક્ષિક જીવો ઉપદેશમાલાના ગંભીર અર્થોને સાંભળશે તો પ્રમાદ આપાદક શિથિલ વીર્ય ક્ષય પામશે અને સંયમને અભિમુખ મહાવીર્ય તેઓનું ઉલ્લસિત થશે તો તેઓ પણ પોતાની શક્તિના પ્રકર્ષથી મોહનાશ માટે યત્ન કરવા સમર્થ બનશે. તેથી ફલિત થાય બહુશ્રુત પુરુષ જ ઉપદેશમાલા આપવાના અધિકારી છે અને સમ્યગ્દષ્ટિ સુશ્રાવક અને સુસાધુ તેને ગ્રહણ કરવાના અધિકારી છે અને જેઓ સમ્યક્ત્વને અભિમુખ છે, તેઓ પણ હેતુથી સંવિગ્નપાક્ષિક છે માટે તેઓ પણ દૂરદૂરવર્તી પણ તેના અધિકારને પામેલા છે અને તેઓને ઉપદેશમાલા આપવી જોઈએ. I૫૩૯લા
इह च सूत्रेषु पाठानां बाहुविध्याद्य एव पर्यालोचयतां सम्यगर्थप्रदः प्रतिभातः स एवास्माभिः पाठो विवृतो न शेषाः, क्वचित्पुनः सन्निहितसूत्रादर्शेषु प्रस्तुतार्थेनाघटमानं पाठमवेक्ष्य प्रायोऽयमेव क्वचित् पाठो भविष्यतीत्यभ्युदितः स इति ।।
विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नतोऽस्मि तस्मै निजधर्मसूरये ॥ १ ॥ उत्सूत्रमत्र विवृतं मतिमान्द्यदोषाद् गाम्भीर्यभाजि वचने यदनन्तकीर्त्तः । संसारसागरमनेन तरीतुकामैस्तत्साधुभिः कृतकृपैर्मयि शोधनीयम् ।।२।। तोषाद् विधाय विवृतिं गिरिदेवतायाः पुण्यानुबन्धि कुशलं यदिदं मयाप्तम् । सर्वोऽपि तेन भवतादुपदेशमालाप्रोक्तार्थसाधनपरः खलु जीवलोकः ।।३।। कृतिरियं परमार्थतो भगवद्गीर्देवताया निभमात्रतया तु दुर्गस्वामिशिष्य - सद्धर्षिचरणरेणोः सिद्धर्षिसाधोरिति समाप्तमिति । । श्रीरस्तु ।।
इति श्री उपदेशमालाविवरणम् समाप्तम् ।।
અને અહીં સૂત્રોમાં પાઠોનું બહુવિધપણું હોવાથી પર્યાલોચન કરતા એવા અમને જે અર્થ સમ્યગ્ અર્થપ્રદ પ્રતિભાસ થયો છે, તે જ પાઠ અમારા વડે વિવૃત છે, શેષ નહીં. વળી કોઈક સ્થાનમાં સન્નિહિત સૂત્રોની પ્રતોમાં પ્રસ્તુત અર્થની સાથે અઘટમાન પાઠને જોઈને પ્રાયઃ આ જ ક્વચિદ્
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ઉપદેશમાલા ભાગ-૩ | ઉપસંહાર પાઠ હશે એ પ્રમાણે અમારા વડે તે પાઠ સ્વીકારાયો છે.
કુવાસનામય વિષને દૂર કરીને જે ગુરુએ મારા આશયમાં કૃપાથી પ્રયત્ન કર્યો, અચિંત્ય વીર્ય દ્વારા સુવાસના સુધાને આધાર કર્યું, તે તિજ ધર્મસૂરિને હું નમસ્કાર કરું છું.
ગાંભીર્યને ભજનારા અનંત કીતિના વચનમાં જે અહીં મતિમંદતાના દોષથી ઉસૂત્ર વિવરણ કરાયું. આના દ્વારા=પ્રસ્તુત ગ્રંથ દ્વારા સંસારસાગરને તરવાની કામનાવાળા મારામાં કૃતકૃપાવાળા સાધુઓ વડે તે શોધન કરવું જોઈએ.
વાણીદેવતાના તોષથી વિવૃતિને કરીને જે આ પુણ્યાનુબંધી કુશલ મારા વડે પ્રાપ્ત કરાયું, તેનાથી સર્વ પણ જીવલોક ઉપદેશમાલામાં કહેવાયેલા અર્થમાં સાધાપર થાઓ.
એ પ્રમાણે ઉપદેશમાલા વિવરણ સમાપ્ત થયું. ભગવાનની વાણીદેવતાની પરમાર્થથી આ કૃતિ છે. વળી દુર્ગસ્વામી ગુરુના શિષ્ય-સદ્ધષિ ચરણરેણુ સિદ્ધષિ સાધુની નિમિત્તમાત્રપણાથી આ કૃતિ છે. ભાવાર્થ :
ધર્મના સૂરિ જેમને પોતાના કુવાસનામય વિષને દૂર કરીને સદાશયમાં અચિંત્ય વિર્ય દ્વારા સુવાસનારૂપી અમૃતનું આધાન કર્યું છે એવા હરિભદ્રસૂરિ છે; કેમ કે સિદ્ધર્ષિ ગણિને બૌદ્ધ દર્શનના એકાંતવાદ પ્રત્યે જ્યારે પક્ષપાત થયો, ત્યારે હરિભદ્રસૂરિના ગ્રંથથી સ્યાદ્વાદ પ્રત્યે સ્થિર બુદ્ધિ થઈ. તેથી તેમને સિદ્ધર્ષિ ગણિ નમસ્કાર કરે છે.
વળી ગંભીર અર્થને કહેનારા પૂર્વના મહાપુરુષના વચનનું પોતે વિવરણ કરે છે. તેમાં પોતાની મતિની મંદતાથી કોઈ અર્થ સૂત્ર વિરુદ્ધ થયો હોય તો સરળ ભાવથી ગીતાર્થ પુરુષોને શોધન કરવા સિદ્ધર્ષિ ગણિ ઋષિ વિનંતિ કરે છે. જેનાથી શુદ્ધ માર્ગનો તેમનો પક્ષપાત અત્યંત સ્થિર થાય છે; કેમ કે ટીકા રચતી વખતે ઉત્સુત્ર ન થાય, તેની સાવધાનતા રાખીને કરેલ છે છતાં અનાભોગથી ઉત્સુત્ર થયું હોય તો તેની પણ ગીતાર્થોને શોધન માટે વિજ્ઞપ્તિ કરે છે.
વળી ભગવાનની વાણીરૂપી જે દેવતા છે, તેની કૃપાથી પોતે આ વિવૃતિ કરી છે. તેથી તે કૃતિ દ્વારા જે પુણ્યાનુબંધી પુણ્યરૂપ જે કુશલ કર્મ પ્રાપ્ત કર્યું છે, તેના દ્વારા ભાવિમાં થનારા યોગ્ય જીવો ઉપદેશમાલામાં કહેવાયેલા અર્થને સાધવામાં તત્પર થાઓ. એવી શુભ કામના કરીને પ્રસ્તુત ગ્રંથ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય કરે છે.
વળી અંતે કહે છે કે ભગવાનની વાણીની જ આ કૃતિ છે; કેમ કે પૂર્વના મહાપુરુષો પાસેથી પોતાને જે વાણી પ્રાપ્ત થઈ છે, તેના બળથી પોતે આ વિવરણ કરી શકાય છે. જ્યારે સિદ્ધર્ષિ સાધુ તો પ્રસ્તુત કૃતિમાં નિમિત્તમાત્ર થયા છે. આ પ્રકારે શુભભાવ કરીને પ્રસ્તુત કૃતિથી લેશ પણ પોતાને અહંકાર ન થાય, એ પ્રકારે યત્ન કરે છે.
So
,કે
છે
ઉપદેશમાલા ભાગ-૩ સમાપ્ત
Page #258
--------------------------------------------------------------------------
________________ लढूण तं सुइसुह, जिणवयणुवएसममयबिन्दुसमं / अप्पहियं कायव्वं, अहिएसु मणं न कायब्वं / / શ્રુતિના સુખને આપનાર અમૃતના બિંદુ સમાન તે 'જિનના વચનરૂપ ઉપદેશને પામીને આત્મહિત કરવું જોઈએ, અહિતમાં મન કરવું જોઈએ નહિ. : પ્રકાશક : SidefL ‘મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. | ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોનઃ ૩૨૪પ૭૪૧૦ E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online: gitarthganga.wordpress.com