SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૨-૪૯૩ ૧૬૩ સ્મરણ કરીને વારંવાર તેનાથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે અને તે ભાવો પ્રત્યે ભક્તિનો અતિશય કરવા માટે જિનપ્રતિમાનું પૂજન કરે છે, જેથી ભાવઅર્ચનના પ્રતિબંધક કષાયો ક્ષય થાય. વળી દ્રવ્યાર્ચન પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ દ્વારા ભાવાર્ચનનું કારણ છે, આથી દ્રવ્યાર્ચન કરીને સંચિત વીર્યવાળા થયેલા કેટલાક મહાત્માઓ વર્તમાનના ભવમાં જ સંયમ ગ્રહણ કરે છે અને ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની ધુરાને વહન કરીને સંસારનો ક્ષય કરે છે. કેટલાક મહાત્માઓ દ્રવ્યાર્ચનના ફળરૂપે જન્માંતરમાં ભાવાર્ચનને પ્રાપ્ત કરીને અવશ્ય સંસારનો ક્ષય કરશે, આ બે પ્રકારનો માર્ગ મોક્ષમાર્ગ છે, અન્ય કોઈ મોક્ષનો માર્ગ નથી. આશા અવતરણિકા : यद्येवं तर्हि किं प्रस्तुते स्थितमित्याहઅવતરણિકાર્ય : જો આ પ્રમાણે છે=બે પ્રકારનો માર્ગ છે, એ પ્રમાણે છે, તો પ્રસ્તુતમાં શું સ્થિત છે ? એથી કહે છે – ભાવાર્થ : ગાથા-૪૯૦માં કહ્યું કે ચરણ-કરણમાં આળસવાળા દુર્વિદગ્ધ પ્રમાદી સાધુઓને કોણ ઉપદેશ આપે ? ત્યારપછી તેમની પ્રવૃત્તિ ઉન્માર્ગ કેમ છે ? તે બતાવવા માટે બે પ્રકારનો માર્ગ બતાવ્યો, આ પ્રકારે કહેવાથી પ્રસ્તુત એવા શિથિલાચારી સાધુઓના વિષયમાં શું પ્રાપ્ત થયું ? એથી કહે છે – ગાથા : जो पुण निरच्चणो च्चिय, सरीरसुहकज्जमित्ततल्लिच्छो । तस्स न य बोहिलाभो, न सुग्गई नेय परलोगो ।४९३।। ગાથાર્થ : જે વળી શરીરસુખના કાર્યમાત્રમાં તેની લિસાવાળો અર્ચન વગરનો જ છે=ભગવાનનું દ્રવ્યાર્ચન કે ભાવાર્ચન કરતો નથી, તેને બોધિલાભ નથી, સુગતિ નથી=મોક્ષ નથી અને પરલોક નથી જ= સુદેવત્વરૂપ સદ્ગતિની પ્રાપ્તિ નથી જ. ll૪૯all ટીકાઃ एवं मन्यते द्वावेवानन्तरोपवर्णितौ मार्गो सर्वज्ञाभिमतौ, अयं तन्मार्ग एवोभयलिङ्गशून्यत्वाद्, अत एव यः पुनरिति तद्व्यतिरेकतां लक्षयति, तामाह-निरर्चन एव द्रव्यभावार्चनविकल एव चरणकरणसम्यग्जिनपूजनरहितत्वात्, शरीरसुखकार्यमेव तदन्याऽपोहेन शरीरसुखकार्यमान, तस्मिन् लिप्सा लम्पटता तल्लिप्सा, शरीरसुखकार्यमाने तल्लिप्सा यस्यासौ तथा, तच्छब्दस्य गतार्थस्यापि
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy