SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦-૫૧૭ ૧૯૭ પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે, તેથી તેમને હૈયાની ભક્તિથી વંદન કરીને તે મહાત્મા તેમના જેવી શક્તિનો સંચય કરે છે. માત્ર બાહ્ય વંદન કરીને સંતોષ પામતા નથી. વળી તે સુસાધુ ત્રણ ગુપ્તિવાળા છે, છતાં તે સંવિગ્નપાક્ષિક દીર્ઘ પર્યાયવાળા છે, તેમ માનીને વંદન કરે તોપણ સંવિગ્નપાક્ષિક તેમના વંદનને સ્વીકારતા નથી, પરંતુ નિષેધ કરે છે અને સુસાધુની પ્રશંસા કરીને કહે છે કે તમારું જીવન ધન્ય છે કે તમે ત્રણ ગુપ્તિમાં અપ્રમાદથી યત્ન કરો છો, જ્યારે મારામાં એવું ધૃતિબળ નથી, આથી ગુણાધિક એવા તમે વંદનીય છો, હનગુણવાળો હું વંદનીય નથી. વળી સંવિગ્નપાક્ષિક સન્માર્ગનો ઉપદેશ આપે છે, તેના ઉપદેશથી ભાવિત થઈને કોઈ તેમની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થાય તોપણ યોગ્ય જીવને તે કહે છે કે આ મહાત્મા ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે માટે તેમની પાસે જ સંયમ ગ્રહણ કરવાથી હિતની પ્રાપ્તિ થશે, પરંતુ પોતાનાથી બોધ પામેલ છે, તેમ વિચારીને પોતાનો શિષ્ય કરતા નથી. પોતાનામાં પ્રમાદવશ કાંદપિકાદિ ભાવો વર્તે છે, તે મુનિભાવના બાધક છે અને સંવિગ્નપાક્ષિકને તે કાંદપિકાદિ ભાવો દોષરૂપ જણાય છે તોપણ અલ્પસત્ત્વને કારણે તેનું નિવારણ કરવા અસમર્થ છે. પ૧૬ાા અવતરણિકા - किमित्यात्मार्थं न प्रव्राजयतीत्यत्र कारणमाहઅવતરણિકાર્ય :કયા કારણથી પોતાના માટે દીક્ષા આપતા નથી ? આથી કારણને કહે છે – ગાથા : ओसनो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डइ सयं च ।।५१७ ।। ગાથાર્થ : પોતાને માટે દીક્ષા આપતો અવશa સાધુ પરને અને પોતાને હણે છે=ભાવપ્રાણની અપેક્ષાએ નાશ કરે છે, તેને શિષ્યને, દુર્ગતિમાં નાખે છે અને સ્વયં અધિકતર ડૂબે છે. આપ૧૭ના ટીકા : अवसनः शिथिलाचार आत्मार्थं स्वनिमित्तं परं शिष्यमात्मानं च हन्ति भावप्राणापेक्षया, दीक्षयन् प्रव्राजयन्, कथमित्याह-तं शिष्यं क्षिपति दुर्गतौ नरकादिकायाम्, अधिकतरं प्रागवस्थायाः समर्गलतरं 'बुड्डइत्ति निमज्जति स्वयं च भवजलधाविति ।।५१७ ।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy