SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧પ-૫૧૬ તેનાથી પોતે ન્યૂન છે તેમ માનીને તેવા નવદીક્ષિત સાધુની પણ ભક્તિ કરે છે; કેમ કે તેઓ માન ખ્યાતિના અર્થી નથી, શુદ્ધ સાધુધર્મના અત્યંત અર્થી છે, ફક્ત સુસાધુની જેમ અત્યંત ઉસ્થિત થઈને સંયમમાં યત્ન કરી શકે તેવું ધૃતિબળ તેમનામાં નથી તોપણ સુસાધુની ભક્તિ વગેરે કરીને તેવા ધૃતિબળને તેઓ પ્રગટ કરવા ઇચ્છે છે. આથી આજના દીક્ષિત થયેલા પણ સુસાધુને પોતાનાથી અધિક માને છે. પ૧પણા અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને સંવિગ્સપાક્ષિક અન્ય શું કરે છે ? તે બતાવે છે – ગાથા : वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेय । अत्तट्ठा न वि दिक्खे, देइ सुसाहूण बोहेउं ।।५१६।। ગાથાર્થ : - સંવિગ્નપાક્ષિક સુસાધુને વંદન કરે છે, વંદન કરાવતા નથી, કૃતિકર્મને કરે છે, કરાવતા નથી, પોતાના પરિવાર માટે દીક્ષા આપતા નથી, બોઘ કરાવીને સુસાધુઓને આપે છે. I૫૧૬ ટીકા : वन्दते सुसाधून स्वयं न च नैव वन्दयति तान्, न तद् वन्दनं प्रतीच्छतीत्यर्थः, कृतिकर्म विश्रामणादिकं स्वयं करोति तेषां कारयत्यात्मनस्तान च नैव, तथात्मार्थं स्वनिमित्तमुपस्थितमपि शिष्यं नापि नैव दीक्षयति प्रव्राजयति, किं तर्हि ? ददाति-प्रयच्छति सुसाधुभ्यो बोधयित्वा થર્મલેશનતિ કદ્દા ટીકાર્ય : વનતે ઘરેશનરિ II સુસાધુઓને પોતે વંદન કરે છે, તેઓને=સુસાધુઓને, વંદન કરાવતા તથી જ=તેમના વંદનને સ્વીકારતા નથી જ, તેમનું સુસાધુઓનું, કૃતિકર્મ=વિશ્રામણાદિ, પોતે કરે છે, પોતાના વિશ્રામણાદિ તેઓ પાસે કરાવતા નથી જ અને પોતાના માટે=પોતાના નિમિત્તથી ઉપસ્થિત થયેલા પણ શિષ્યને, દીક્ષા આપતા નથી જ, તો શું કરે છે? એથી કહે છે – ધર્મદિશનાથી બોધ પમાડીને સુસાધુઓને આપે છે=સંયમ માટે તૈયાર થયેલો શિષ્ય સુસાધુઓને આપે છે. ૫૧૬. ભાવાર્થ :સંવિગ્નપાક્ષિક સાધુને શુદ્ધ ધર્મનો અત્યંત પક્ષપાત છે, તેથી સુસાધુના ગુણને જોઈને તેને તેમના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy