SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ go ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧ માટે સાધુએ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ અને તેને દૃઢ કરવા માટે ગાથા-૪૨૦માં કહ્યું કે તપ-સંયમના ઉપાયને જાણનાર જ્ઞાની નિર્જરાના કારણ એવા તપ-સંયમના ઉદ્યમને જાણે છે, તેવો બોધ સ્કૂલ સામાચારીને જાણનારાઓને નથી, માટે તેઓ હિત સાધી શકે નહિ. આ રીતે આગમના રહસ્યને જાણવાના ઉદ્યમ રૂપ જ્ઞાનમાત્રનું પ્રાધાન્ય પ્રતિપાદિત કરાયું તે સાંભળીને જ્ઞાનનું અવલંબન લઈને કોઈક સંતોષ પામે, તેથી તે જ્ઞાન પણ ઉચિત ક્રિયા વગરનું નિરર્થક છે. તે બતાવવા માટે કહે છે – ગાથા : सिप्पाणि य सत्थाणि य, जाणतो वि य न जुंजई जो उ । तेसिं फलं न भुंजइ, इय अजयंतो जई नाणी ।।४२१ ।। ગાથાર્થ : શિલ્પોને અને શાસ્ત્રોને જાણતો પણ જે પુરુષ તે બોધને ક્રિયાથી યોજન કરતો નથી, તે તેના ફળને ભોગવતો નથી, એ રીતે અયતમાન જ્ઞાની સાધુ મોક્ષફળને પામતો નથી. ll૪૨૧II ટીકા : शिल्पानि च शास्त्राणि च पूर्वोक्तानि जाननपि चशब्दाः सर्वेऽभ्युच्चयार्थाः परमार्थतो ज्ञान्येवासौ न भवतीत्यपिशब्दार्थः न युनक्ति यस्तु क्रियया तानि न सम्पादयति स तेषां फलं द्रव्यलाभादिकं न भुङ्क्ते नानुभवतीत्येवमयतमानोऽनुष्ठानशून्यो यतिः साधुः ज्ञानी सनपि मोक्षलक्षणं फलं નાનોતીતિ ારા ટીકાર્ય : શિન્યાનિ ઘ ....... નાનોતીતિ | પૂર્વમાં કહેવાયેલા શિલ્પો અને શાસ્ત્રોને જાણતો પણ આ પરમાર્થથી જ્ઞાની જ નથી, એ ગપિ શબ્દનો અર્થ છે નાનત્રપમાં રહેલા ગપિ શબ્દનો અર્થ છે, બધા જ શબ્દો અમ્યુચ્ચય અર્થવાળા છે, શિલ્પો અને શાસ્ત્રોને જાણનારો એવો કયો પરમાર્થથી જ્ઞાન નથી તે સ્પષ્ટ કરતાં કહે છે – જે વળી ક્રિયાથી તેઓને યોજન કરતો નથી–શિલ્પો અને શાસ્ત્રોને ક્રિયાથી સંપાદન કરતો નથી, તે તેઓના ધનના લાભ વગેરે ફળને ભોગવતો નથી=અનુભવતો નથી, એ રીતે અયતમાન થતિ=અનુષ્ઠાનશૂન્ય સાધુ જ્ઞાની છતા પણ મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી. ૪૨૧ ભાવાર્થ : જે સાધુ ગુણવાન ગુરુ પાસેથી કલ્પાકલ્પથી માંડીને ઉત્સર્ગ=અપવાદ સુધીના સર્વ વિભાગોને યથાર્થ જાણે છે તોપણ સંયમની ક્રિયામાં તે પ્રકારે યત્ન કરતા નથી, તેવા જ્ઞાની મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી,
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy