SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧-૪૨૨ ૬૧ જેમ કોઈ પુરુષ શિલ્પશાસ્ત્રોને કે વ્યાકરણ શાસ્ત્રોને જાણતો હોય છતાં તેનો ઉચિત ઉપયોગ ક્રિયામાં ન કરે તો ધનનો લાભ વગેરે ફળને પામતો નથી, તેમ શાસ્ત્રથી સૂક્ષ્મ બોધ થયા પછી તે શાસ્ત્રમાં બતાવેલ સર્વ ઉચિત ક્રિયાઓ પોતાની શક્તિ અનુસાર નિપુણતાપૂર્વક સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ થાય તે રીતે સેવવામાં આવે તો જ મોક્ષફળને પ્રાપ્ત કરાવે છે. જેમ ગુણવાન ગુરુના અનુશાસનથી માષતુષ મુનિને સામાયિકની પરિણતિના ઉપાયનો સંક્ષેપથી પણ યથાર્થ બોધ થયેલો અને તે મહાત્માએ તે બોધનું દઢ આલંબન લઈને તે પ્રમાણે સામાચારીનું પાલન કરીને સામાયિકના કંડકોની વૃદ્ધિ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, તેમ શાસ્ત્રોથી તે તે ક્રિયાઓ વિષયક નિપુણ બોધ કરીને જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં સામાયિકની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરતા નથી, તેઓ કેવળજ્ઞાનરૂપ ફળને પ્રાપ્ત કરતા નથી. II૪૨૧ અવતરણિકા : कथं पुनर्ज्ञाने सति क्रियावैकल्यं स्यादत आहઅવતરણિતાર્થ :વળી જ્ઞાન હોતે છતે ક્રિયારહિતપણું કેમ થાય ? એથી કહે છે – ગાથા - गारवतियपडिबद्धा, संजमकरणुज्जमंमि सीयंता । निग्गंतूण गणाओ, हिंडंति पमायरन्नम्मि ।।४२२।। ગાથાર્થ : ત્રણ ગારવથી બંધાયેલા સંયમ કરવાના ઉધમમાં સિદાતા ગણથી નીકળીને પ્રમાદઅરણ્યમાં ફરે છે. I૪૨ચા ટીકા : एवं मन्यते यतो ज्ञानिनोऽपि केचिद् गौरवत्रयप्रतिबद्धा ऋद्धि-रससातेष्वादरेणासक्ताः संयमकरणोद्यमे पृथिव्यादिरक्षाविधानोत्साहे सीदन्तः शिथिलीभवन्तो निर्गत्य गणाद् गच्छाद्यथेष्टचेष्टया हिण्डन्ते, प्रमाद एव विषयकषायचौरश्वापदाकुलत्वादरण्यं प्रमादारण्यं तस्मिन्, ततस्ते क्रियाविकलाः યુરિનિ ૪રરા ટીકાર્ચ - વં મતે ... યુતિ આ પ્રમાણે મનાય છે – જે કારણથી જ્ઞાનવાળા પણ કેટલાક ત્રણ ગારવથી પ્રતિબદ્ધ હોય છે=ઋદ્ધિગારવ-રસગારવ-શાતાગારવામાં આદરથી આસક્ત હોય છે,
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy