SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૮ ૨૧૯ તેથી આ અર્થ છે જે પ્રમાણે ઘણો કાલ અપથ્યનું સેવન કરનારો રોગિષ્ઠ સુવૈદ્યના સંપર્ક વગેરેથી જણાયેલા પથ્યના આસેવનનું ગુણપણું હોવાથી આરોગ્યકાંક્ષીપણાથી અપથ્યને છોડવાની ઇચ્છાવાળો પથ્યના આસેવનમાં ભાવથી પ્રતિબદ્ધ પણ ક્રમથી જ તેનો ત્યાગ કરે છે અને તે પ્રમાણે આયુર્વેદમાં કહેવાયું છે બુદ્ધિમાન નર ઉચિત એવા અહિત આહારથી ક્રમથી વિરામ પામે છે, ક્રમથી હિતને આચરે છે, એ ક્રમ અહીં=આયુર્વેદમાં, ઉપદેશ અપાયેલો છે, તે પ્રમાણે કોઈક રીતે જ ઘણો કાળ જે પાર્શ્વસ્થ વગેરે ભાવને ભજનારો છે, તે સુસાધુ વગેરેના સંપર્ક વગેરેથી પ્રગટ થયેલી તીવ્ર શ્રદ્ધાવાળો પણ અને બન્ને પ્રકારે અવસnવિહારી અવસન્નપણાને ત્યાગ કરતો નથી ઇત્યાદિ પહેલાં કહેવાયેલી યુક્તિથી દુ:સ્ત્યાજ્યપણું હોવાને કારણે તેના ભાવને ક્રમસર નિવર્તન કરતો સંયમમાં ગાઢ પ્રતિબદ્ધ અભિપ્રાયવાળો સંપૂર્ણ વીર્યલાભથી પૂર્વે સંવિશ્વપાક્ષિક થાય, તેના માટે તે માર્ગ પણ મોક્ષહેતુપણાથી કહેવાયેલો છે. ૫૨૮। - ભાવાર્થ : સંવિગ્નપાક્ષિક સાધુ સંયમયોગના વ્યાપારથી સંપૂર્ણ મુક્ત છે, તેથી આમુક્ત યોગવાળા છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે સંવિગ્નપાક્ષિક સાધુવેષમાં છે, સંયમની સર્વ ક્રિયાઓ દઢ પ્રણિધાનપૂર્વક જે રીતે સુસાધુઓ કરે છે, તે રીતે કરતા નથી. જે ક્રિયાથી સુસાધુનું ચિત્ત પાંચે ઇન્દ્રિયોના સંવરના અતિશયને પ્રાપ્ત કરીને ક્રમસર ઇન્દ્રિયના વિષયોથી ઉન્મનીભાવને પ્રાપ્ત કરવાના વ્યાપારવાળું છે, તેવો વ્યાપાર સંવિગ્નપાક્ષિક સાધુ કરતા નથી; કેમ કે તેમનામાં ઇન્દ્રિયોની ઉત્સુકતા ત્વરા વગેરે દોષો વર્તે છે, જોકે તે સંવિગ્નપાક્ષિક સાધુઓમાંથી પણ ઘણા સંયમ ગ્રહણ કરે છે, ત્યારે સંયમયોગમાં તીવ્ર સંવેગપૂર્વક ઉત્થિત થઈને કેટલોક કાળ સારી રીતે સંયમનું સેવન કરે છે અને ત્યારે ઇન્દ્રિયોનો સંવર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હોય છે તોપણ પ્રમાદ અનાદિથી ભવઅભ્યસ્ત છે, તેથી કોઈક નિમિત્તે કર્મદોષને કારણે તેઓ પ્રમાદ દોષવાળા થાય છે, ત્યાર પછી સંયમયોગ પ્રત્યે દૃઢ રાગવાળા હોવા છતાં સંયમની ક્રિયાઓ દ્વારા તેમનું ચિત્ત સંવરભાવને અભિમુખ પ્રવર્તતું નથી, તેથી તેમની આચરણા ઉત્તરગુણોમાં હીન હોય છે અને ઉત્ત૨ગુણોનું વિપરીત સેવન જીવને ક્રમસર મૂળગુણ રહિત કરે છે, તેથી તેઓ આમુક્ત યોગી છે તોપણ સાધુવર્ગ જે જીવદયા કરે છે અર્થાત્ સર્વ જીવો પ્રત્યે શમભાવને ધારણ કરે છે અને કોઈ જીવને પીડા ન થાય, કોઈ જીવના પ્રાણનો નાશ ન થાય, કોઈ જીવને કષાયનો ઉદ્રેક ન થાય, તે પ્રકારે ષટ્કાયના પાલનની યતના કરે છે, તેનાથી કંઈક અલ્પ જીવદયા સંવિગ્નપાક્ષિકને થાય છે જ; કેમ કે સંવિગ્નપાક્ષિક સાધુ સંવિગ્ન સાધુના પક્ષપાતી છે અને સંવિગ્ન સાધુને ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિયોનો સંવર વર્તે છે, તેમના પ્રત્યે તેમને અત્યંત પક્ષપાત છે, તેથી જેમ સુશ્રાવકો સુસાધુના ગુણના પરિજ્ઞાનપૂર્વક તેમના તે તે સંવરના પરિણામના સ્મરણપૂર્વક તેમની ભક્તિ કરે છે, જેથી તેઓ પણ ક્રમસર ભાવસાધુને અનુકૂળ સંચિત વીર્યવાળા બને છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ કંઈક યતના કરે છે અર્થાત્ સ્વભૂમિકા અનુસાર કુપથ્ય સેવનનો ત્યાગ અને પથ્ય સેવનનો યત્ન કરે છે, તેથી તેઓ જે સંયમના બાહ્ય આચારો સેવે છે, તેના દ્વારા સાધુ જેવી ગુપ્તિ પ્રગટ થાય તેવો યત્ન નહિ હોવા છતાં કંઈક તેને અભિમુખ યત્ન વર્તે છે.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy