SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૫-૪૭૬ ૧૩૫ હોવાથી સંભ્રમમાં બે વાર વચન છે=વર્થ થં એ પ્રકારે સંભ્રમ બતાવવા માટે બે વખત વચન છે, કેવી રીતે હું ન કરું? કેવી રીતે કરાયેલું મારું અનુષ્ઠાન ઘણા ગુણવાળું થાય, એ પ્રમાણે વિચારતા જીવતા ગુણને કહે છે – જે વિદ્વાન હદયસંપ્રસારનેકચિત્તમાં પર્યાલોચન, કરે છે તે અતિ કરે છે–અતિશયથી હિતને અર્થાત્ આત્મપથ્યને સંપાદન કરે છે. II૪૭પા ભાવાર્થ : કલ્યાણના અર્થી સાધુએ નિપુણતાપૂર્વક સૂત્ર અને અર્થનો વિસ્તાર જાણવો જોઈએ, તેના પરમાર્થનો યથાર્થ બોધ થાય તે રીતે યત્ન કરવો જોઈએ, જેથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર તે પદાર્થ તે સ્વરૂપે સ્પષ્ટ જણાય અને તેવો બોધ કર્યા પછી પણ તે મહાત્માએ પ્રસ્તુત ગાથામાં કહ્યું એ પ્રકારે સતત પર્યાલોચન કરવું જોઈએ, જેથી હિત થાય. શું પર્યાલોચન કરવું જોઈએ ? તે કહે છે – ભગવાને કહેલાં તે તે કૃત્યો આદરના અતિશયથી હું કઈ રીતે કરું ? એ પ્રકારે પર્યાલોચન કરવું જોઈએ અર્થાતુ માત્ર કૃત્યરૂપે નહિ, પરંતુ તે તે કૃત્યો દ્વારા તે તે ગુણસ્થાનકની વૃદ્ધિના બાધક કષાયો ક્ષય થાય અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય તે પ્રકારે હું હિત અનુષ્ઠાન કરું, એમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ. જેમ હું સાધુ છું માટે મારે પડિલેહણ કરવું જોઈએ, એટલી બુદ્ધિ માત્રથી તે તે કૃત્ય કરવું જોઈએ નહિ, પરંતુ પડિલેહણ વિષયક અંતરંગ બાહ્ય મર્યાદાનુસાર આદરથી હું યત્ન કરું અને તે મર્યાદાનો સહેજ પણ ભંગ ન કરું અને ગાયના પાલનનો અધ્યવસાય અતિશય અતિશયતર થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને પડિલેહણ વગેરે સર્વ ક્રિયા હું કરું એ પ્રકારે પ્રણિધાનથી તે તે કૃત્ય કરવું જોઈએ અને કઈ રીતે કરાયેલું મારું અનુષ્ઠાન બહુ ગુણવાળું થાય તેનું પર્યાલોચન કરવું જોઈએ અર્થાત્ પોતે જે અનુષ્ઠાન વિધિપૂર્વક કરે છે તે અનુષ્ઠાન પણ કઈ કઈ રીતે વિશેષતાથી કરવું જોઈએ? જેથી બહુગુણવાળું થાય તેનું પર્યાલોચન કરવું જોઈએ. જેમ પોતે શક્તિ અનુસાર બાહ્ય તપ અને સ્વાધ્યાય વગેરે કરતા હોય તોપણ સંયમ ગ્રહણથી માંડીને શરીરની સંલેખનાની વૃદ્ધિ અને કષાયની સંલેખનાની વૃદ્ધિ કઈ રીતે થાય, તેનું પર્યાલોચન કરવું જોઈએ. જેથી અંત સમયે શરીરની અને કષાયની સંલેખના કરીને પોતે સુખપૂર્વક સુગતિને પ્રાપ્ત કરી શકે તેનું નિપુણતાપૂર્વક પર્યાલોચન કરીને પોતાનું કૃત્ય કરવું જોઈએ અને જે વિદ્વાન ચિત્તમાં તે પ્રકારે પર્યાલોચન કરે છે તે મહાત્મા પોતાના સંયમનાં સર્વ કૃત્યો તે પ્રકારે સેવીને શરીર અને કષાયની સંલેખના કરીને આત્માનું પથ્ય સંપાદન કરે છે. I૪૭૫માં અવતરણિકા - किमित्येतावानादर उपदिश्यत इत्युच्यते, अनादरेण सदनुष्ठानाराधनायोगात् तथा चाहઅવતરણિતાર્થ : કયા કારણથી આટલો આદર કરવો જોઈએ ?=શાસ્ત્ર ભણ્યા પછી અનુષ્ઠાન પોતાનામાં સમ્યક્ પરિણમન પામે એટલો આદર કરવો જોઈએ એ પ્રકારે કયા કારણથી ઉપદેશ અપાય
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy