SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦-૫૦૭ ગાથાર્થ : જે સાધુ વડે પાંચ મહાવ્રતરૂપ ઊંચો કિલ્લો તોડી નંખાયો છે, ભ્રષ્ટ ચારિત્રવાળા લિંગજીવીને અનંત સંસાર છે. પ૦૬ ટીકા : संसारश्चानन्तोऽपरिमितो भ्रष्टचरित्रस्य विलुप्तचरणस्य, अत एव लिङ्गेन वाणिज्येनेव जीवितुं शीलमस्येति लिङ्गजीवी, इयता आन्तरचरणपरिणामाभावो दर्शितः, अधुना तत्कार्यमाह-पञ्चमहाव्रततुङ्गो हिंसादिविरत्यभ्युनतो बहिरपि प्राकार इव प्राकारो जीवनगररक्षाक्षमो गुणकलाप इति गम्यते, 'भिल्लिओ'त्ति विलुप्तो येनापुण्यवतेति ॥५०६।। ટીકાર્ય : સંસારસ્થાનત્તઃ ચેનાપુખ્યવક્તતિ અનંત સંસાર=અપરિમિત સંસાર, ભ્રષ્ટ ચારિત્રવાળાને=લોપ કરાયેલા ચારિત્રવાળાને, આથી જ લિંગથી-વાણિજ્યની જેમ જીવવાનો સ્વભાવ છે અને એ લિંગજીવી તેને અપરિમિત સંસાર છે એમ અત્રય છે, આનાથી=ભ્રષ્ટ ચારિત્ર અને લિંગજીવી એ કથનથી, અંતરંગ ચારિત્રના પરિણામનો અભાવ બતાવાયો. હવે તેના કાર્યને=અંતરંગ ચારિત્રના અભાવના કાર્યને, કહે છે – પાંચ મહાવ્રતથી ઊંચો=હિંસાદિ વિરતિને અભિમુખ ઉષત, બહાર પણ કિલ્લા જેવો, પ્રાકાર=જીવરૂપી નગરની રક્ષા કરવામાં સમર્થ એવો ગુણનો સમૂહ, જેના વડે= અપુણવાળા વડે, ભેદાયો=વિનાશ કરાયો. પ૦૬ ભાવાર્થ : સાધુને અંતરંગ ચારિત્ર ત્રણ ગુપ્તિના પરિણામરૂપ છે અને જેઓ ત્રણ ગુપ્તિને ધારણ કરવા યત્ન કરતા નથી, ત્રણ ગુપ્તિમાં રુચિ નથી અને ત્રણ ગુપ્તિને અનુકૂળ જે ઉચિત આચરણાઓ છે, તે પ્રમાણે કરતા નથી, તેઓ ભ્રષ્ટ ચારિત્રવાળા છે અને જેમ વાણિયા વ્યાપારથી પોતાનું જીવન ચલાવે છે, તેમ જેઓ સાધુવેષના બળથી પોતાની આજીવિકા ચલાવે છે, તેમનામાં અંતરંગ ચારિત્રના પરિણામનો અભાવ છે; કેમ કે વીતરાગગામી પરિણામરૂપ ત્રણ ગુપ્તિનો સર્વથા અભાવ છે. વળી જેમણે જીવની રક્ષાનું કારણ એવો હિંસા વગેરેની વિરતિરૂપ અર્થાત્ પાંચ મહાવ્રતરૂપ ઊંચા કિલ્લાનો ત્યાગ કર્યો છે, તેથી માત્ર સ્વમતિ અનુસાર બાહ્ય પ્રવૃત્તિ કરીને જીવે છે, તેમને અનંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે. પકા અવતરણિકા : अधुना महासाहसिकत्वं तस्य लक्षयन्नाहઅવતરણિતાર્થ :હવે તેના=ભ્રષ્ટચારિત્રીના, મહાસાહસિકપણાને બતાવતાં કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy