SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૫-૫૦૬ ટીકાર્ય आज्ञयैव તવિત્યાòતમ્ ।। આજ્ઞાથી જ=ભગવાનના આદેશથી જ, ચારિત્ર છે=ચારિત્ર રહે છે, એ પ્રમાણે અધ્યાહાર છે. તેના ભંગમાં=આજ્ઞાના લોપમાં, શું ભંગાયેલું નથી=સર્વ નાશ કરાયેલું છે, એ પ્રમાણે તું જાણ અને આજ્ઞાને અતિક્રાંત કરતો=ઉલ્લંઘન કરીને રહેલો કોના આદેશથી શેષ અનુષ્ઠાનને કરે છે ? તેના ભંગમાં=આજ્ઞાના ભંગમાં, વિડંબનારૂપ જે તે છે=શેષ અનુષ્ઠાન છે, એ પ્રકારનો આશય છે. ।।૫૦૫ા : ભાવાર્થ ઃ ભગવાનની આજ્ઞા સ્વશક્તિ અનુસાર દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પ્રકારના ધર્મના સેવનરૂપ છે, તેથી જેઓ તે બે પ્રકારના ધર્મનો પારમાર્થિક બોધ કરીને સ્વશક્તિ અનુસાર દેશવિરતિને કે સર્વવિરતિને સેવે છે અથવા દેશિવરતિની કે સર્વવિરતિની શક્તિ ન હોય તોપણ તે દેશવિરતિના કે સર્વવિરતિના ધર્મને પુનઃ પુનઃ ભાવન કરીને તેને અનુરૂપ શક્તિનો સંચય ક૨વા યત્ન કરે છે, તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરીને તેટલા અંશમાં ચારિત્રને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ મૂઢમતિવાળા છે તેઓ સર્વવિરતિને ગ્રહણ કરે છે અને સર્વવિરતિમાં જે પ્રકારની ત્રિવિધ ત્રિવિધની પ્રતિજ્ઞા કરે છે એ પ્રકારે પાળતા નથી. તેમના તે વ્રતભંગમાં શું ભંગાયું નથી ? અર્થાત્ સર્વ પ્રકારના ધર્મનો નાશ થયો છે; કેમ કે પોતાના ચિત્તને અનુરૂપ ભગવાનની આજ્ઞા શું છે, તેનો વિચાર કર્યા વગર સ્વમતિ અનુસાર ધર્મની આચરણા કરીને તેઓ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે. તેવા સાધુઓ કોની આજ્ઞાથી શેષને કરે છે અર્થાત્ સાધ્વાચારનાં જે કોઈ અનુષ્ઠાનો યથાતથા કરે છે, તે ભગવાનની આજ્ઞાથી કરતા નથી, માટે તે અનુષ્ઠાન પણ તેમની વિડંબનારૂપ જ છે. જો તેમને ભગવાનની આજ્ઞાનું બહુમાન હોય તો ગાથા-૫૦૧માં કહ્યું એ પ્રમાણે સંયમનો ત્યાગ કરીને સુશ્રાવક ધર્મને સ્વીકારે, પરંતુ સ્વમતિ અનુસાર સંયમજીવન જીવીને સંસારસમુદ્રને તરવાને ઇચ્છે છે, તેમની તે અનુષ્ઠાનની ક્રિયા ચારિત્રરૂપ નથી, પરંતુ વિડંબના સ્વરૂપ જ છે. ૫૦૫ા અવતરણિકા : ૧૭૯ अभ्युच्चयमाह અવતરણિકાર્ય : અભ્યુચ્ચયને કહે છે=આજ્ઞાભંગ થવાથી ચારિત્રનો નાશ થાય છે એ કથનમાં અમ્યુચ્ચયને કહે છે ગાથા: - संसारो य अणंतो, भट्ठचरित्तस्स लिंगजीविस्स । पंचमहव्वयतुंगो, पागारो भिल्लिओ जेण ।। ५०६ ।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy