SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ભાવાર્થ : ભગવાન સર્વજ્ઞ થયા પછી જીવોને યોગ્યતા પ્રમાણે હિતોપદેશ આપે છે, જેથી તેઓ સદ્વીર્યને ફો૨વીને ઉચિત અનુષ્ઠાન કરીને સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે, તેવા હિતોપદેશને પામીને કાર્તિક શેઠ પોતાની ભૂમિકા અનુસારે સંયમ પાળીને ઇન્દ્ર થયા છે તે કેવી ઋદ્ધિવાળા છે, તે બતાવે છે – શ્રેષ્ઠ અગ્રભાગવાળા મુકુટને ધા૨ણ ક૨ના૨ છે, બાજુબંધ વગેરેથી શોભિત છે, ચપળ કુંડળના આભરણવાળા છે અને ઐરાવણ વાહનવાળા છે. આ સર્વ સમૃદ્ધિથી યુક્ત એવો ઇન્દ્રનો ભવ કાર્તિક શેઠને ભગવાનના ઉપદેશથી પ્રાપ્ત થયો. વળી બત્રીશ લાખ વિમાનો પ્રાપ્ત કર્યાં, તે પણ ભગવાનના હિતોપદેશના સેવનનું ફળ છે, તેથી સંસારઅવસ્થામાં પણ ઉત્તરોત્તર સુંદર અવસ્થાની પ્રાપ્તિ અને અંતે પૂર્ણ સુખમય અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય ભગવાનનો હિતોપદેશ જ છે. II૪૫૦-૪૫૧॥ 511211 : ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૦-૪૫૧, ૪૫૨ सुरवइसमं विभूई, जं पत्तो भरहचक्कवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ।।४५२ ।। ગાથાર્થ ઃ મનુષ્યલોકના પ્રભુ ભરત ચક્રવર્તી પણ જે ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યા, તેને હિતોપદેશથી તું જાણ. II૪૫રચા ટીકા सुरपतिसमामिन्द्रतुल्यां विभूतिं समृद्धि यां प्राप्तो भरतचक्रवर्त्त्यपि ऋषभदेवसूनुर्मानुषलोकस्य प्रभुः तां जानीहि हितोपदेशेन तस्यैव तत्प्रापणसामर्थ्यादिति ।।४५२।। ટીકાર્થ ઃ सुरपतिसमामिन्द्रतुल्यां સામર્થ્યવિત્તિ ।। સુરપતિ સમાન=ઇન્દ્ર જેવી, જે વિભૂતિને=સમૃદ્ધિને, ભરત ચક્રવર્તી=ઋષભદેવના પુત્ર, પામ્યા, મનુષ્યલોકના પ્રભુ થયા, હિતોપદેશથી તેને=સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેને, તું જાણ; કેમ કે તેનું જ=હિતોપદેશનું જ, તત્પ્રાપણ સામર્થ્ય છે=સર્વ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય છે. ૪૫૨।। ભાવાર્થ: ***** ભગવાનના વચનના સેવનથી જગતની સર્વ સમૃદ્ધિ મળે છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે ભરત મહારાજાએ ભગવાનના હિતોપદેશને ધારણ કરીને પૂર્વભવમાં વિશુદ્ધ સંયમ પાળ્યું, તેના ફલરૂપે મનુષ્ય-લોકના પ્રભુ થયા અને ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યા, માટે મહાત્મા કહે છે કે આ સર્વ હિતોપદેશનું સુંદર ફળ છે. તેથી ભગવાનના હિતોપદેશમાં જ યત્ન કરવો જોઈએ. II૪૫૨
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy