SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૩ અવતરણિકા - तदिदमवेत्य यद् विधेयं तदाहઅવતરણિતાર્થ - તે આને જાણીને=ભગવાનનો હિતોપદેશ સર્વ કલ્યાણનું કારણ છે એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, જે કરવું જોઈએ, તેને કહે છે – ગાથા - लभ्रूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिन्दुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न कायव्वं ।।४५३।। ગાથાર્થ : શ્રુતિના સુખને આપનાર અમૃતના બિંદુ સમાન તે જિનના વચનરૂપ ઉપદેશને પામીને આત્મહિત કરવું જોઈએ, અહિતમાં મન કરવું જોઈએ નહિ. ll૪૫all ટીકા : लब्ध्वा प्राप्य तं श्रुतिसुखं कर्णसुखदं जिनवचनोपदेशममृतबिन्दुसमं, स्तोकस्याऽपि भव्यप्राणिनां चित्तालादहेतुत्वादात्महितं स्वस्मै पथ्यं तदुक्तं सदनुष्ठानं कर्त्तव्यम्, अहितेषु तनिषिद्धेषु हिंसादिषु मनोऽन्तःकरणं न कर्त्तव्यम्, आस्तां वाक्कायाविति ।।४५३।। ટીકાર્ચ - નિષ્કા ... વાવાયાવિતિ તે શ્રતિસુખને દેનારા=કાનના સુખને આપનારા, અમૃતના બિંદુ સમાન જિતવચનના ઉપદેશને પામીને આત્માનું હિત કરવું જોઈએ=પોતાના માટે પથ્થ તેમનું અર્થાત્ જિનનું કહેવાયેલું સદનુષ્ઠાન કરવું જોઈએ, અહિતોમાં=ભગવાન વડે નિષેધ કરાયેલા હિંસા વગેરેમાં, મન-અંતઃકરણ, ન કરવું જોઈએ, વાણી અને કાયા તો દૂર રહો, મન પણ ન કરવું જોઈએ. જિનવચન અમૃત સમાન કેમ છે ? તેમાં હેતુ કહે છે – થોડા ઉપદેશનું પણ ભવ્ય પ્રાણીઓના ચિત્તના આલાદનું હેતુપણું છે. ll૪૫૩ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે ભગવાનના હિતોપદેશથી સર્વ પ્રકારના કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે, તે હિતોપદેશ કેવો છે ? તે બતાવતાં કહે છે – ભગવાનનો ઉપદેશ અમૃતના બિંદુ જેવો છે; કેમ કે યોગ્ય જીવોને થોડો પણ હિતોપદેશ પ્રાપ્ત થાય તો ચિત્તમાં આનંદ ઉત્પન્ન થાય છે. વળી તે ઉપદેશ વિવેકી પુરુષોને કાનના સુખને દેનાર છે; કેમ કે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy