SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૧ ટીકા : यथास्थितं द्रव्यमित्यनुस्वारलोपोऽत्र ‘णीयालोवमभूया य आणिया दो वि बिन्दुदुब्भाव' त्ति लक्षणात् द्रष्टव्यः, एवमुत्तरत्राऽपि योज्यं, न जानाति, कथं ? सचित्ताचित्तमिश्रकं चैव, सचेतनम् अचेतनम् उभयरूपं च, एवमनेकप्रकारेणानुस्वारलोपात् कल्प्याकल्प्यं च, तथोचितानुचितं च साधूनां यद् द्रव्यं तन्न जानाति, योग्यं वा प्रायोग्यं यस्य ग्लानादेर्यद् भवति तन जानातीति T૪૦થા ટીકાર્ય : યથાસ્થિત .... નાનાતીતિ | યથાસ્થિત દ્રવ્યને જાણતા નથી, ગાથામાં દ્રવ્ય શબ્દમાં અનુસ્વારનો લોપ થયો છે; કેમ કે “લોપને લઈ જવાયા અને નહિ છતા લવાયા બ રીતે પણ બિંદુનો દ્વિભવ છે” એ પ્રકારના લક્ષણથી દ્રવ્ય ઉપર અનુસ્વારનો લોપ છે, એ રીતે ઉત્તરમાં પણ જોડવું=ગાથા૪૦૨માં પણ ક્ષેત્ર શબ્દમાં અનુસ્વારનો લોપ જાણવો. અગીતાર્થ દ્રવ્યને કઈ રીતે જાણતા નથી? એથી કહે છે – સચિત્ત-અચિત્ત-મિશ્રકને જાણતા નથી આ દ્રવ્ય સચેતન-અચેતન કે ઉભયરૂપ છે એને જાણતા નથી, આ રીતે અનેક પ્રકારે અનુસ્વારનો લોપ થતો હોવાથી ગાથામાં સચિત અને અચિત શબ્દ ઉપર પણ અનુસ્વાર જાણવો અને કચ્છ-અકથ્યને, તે પ્રકારે જે સાધુઓને ઉચિત-અનુચિત દ્રવ્ય તેને જાણતા નથી અથવા યોગ્યને જે ગ્લાન વગેરેને જે પ્રાયોગ્ય છે તેને, જાણતા નથી. li૪૦૧ના ભાવાર્થ :અગીતાર્થ સાધુ દ્રવ્યને આશ્રયીને શું જાણતા નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમજીવનની આચરણાઓની સર્વ મર્યાદાને યથાર્થ જાણીને નિપુણ બને છે, તે સાધુ ભિક્ષા વગેરે ગ્રહણ કરે ત્યારે કઈ વસ્તુ સચિત્ત છે, કઈ વસ્તુ અચિત્ત છે અને કઈ વસ્તુ મિશ્ર છે ? તેનો યથાર્થ બોધ કરે છે. વળી માર્ગમાં કઈ માટી સચિત્ત છે, ઇત્યાદિ શાસ્ત્રથી જાણીને સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ કરે છે, જેથી દ્રવ્યને આશ્રયીને સર્વત્ર જીવરક્ષાને અનુકૂળ યત્ન કરી શકે. પરંતુ જે સાધુ તે રીતે શાસ્ત્ર ભણીને નિપુણ થયા નથી, તેઓ સ્કૂલ વ્યવહારથી આ સચિત્ત છે, અચિત્ત છે ઇત્યાદિ બોલે છે, પરંતુ પરમાર્થથી શાસ્ત્રના બોધવાળા નથી, તેથી સચિત્ત-અચિત્ત-મિશ્રને યથાર્થ જાણી શકતા નથી. વળી સાધુને સંયમની વૃદ્ધિ માટે કઈ વસ્તુ કથ્ય છે, કઈ વસ્તુ અકથ્ય છે તે રૂપ દ્રવ્યને જાણતા નથી, આથી પોતાને જેમ અનુકૂળ જણાય તેમ તે તે વસ્તુને ગ્રહણ કરે છે અને સંયમવૃદ્ધિનું પ્રયોજન નથી, તેવી પણ વસ્તુને મધ્ય માનીને ગ્રહણ કરે છે અર્થાત્ આ નિર્દોષ છે, ગૃહસ્થ આપે છે, માટે ગ્રહણ કરાય તેમ માને છે. વસ્તુતઃ નિર્દોષ વસ્ત્ર, પાત્ર, ભિક્ષા અને વસતિ પણ સંયમવૃદ્ધિના ઉપાયરૂપે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy