SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ ઉપદેશમાલા ભાગ-3| ગાથા-૪૮૪-૪૮૫ ટીકાર્ચ - સ્તો પતો યુિિત્ત હાથ અને પગને ક્ષેપ કરે નહિ=તિષ્ઠયોજના પ્રવર્તાવે નહિ, કાયાને= દેહને, ચલાવે તેને પણ જેમ તેમ ચલાવે નહિ, તો શું ? એથી કહે છે – કાર્યથી=જ્ઞાનાદિના પ્રયોજનથી, ચલાવે, અત્યદા વળી જ્ઞાનાદિનું પ્રયોજન ન હોય તો, કાચબાની જેમ પોતાના અંગમાં=પોતાના શરીરમાં, અંગોપાંગોને હાથ-આંખ વગેરેને, ગોપવે=લીન કરે. I૪૮૪ ભાવાર્થ : સુસાધુ ભગવાનના વચનથી અત્યંત ભાવિત હોય છે. તેથી કાયગુપ્તિ દ્વારા ચિત્તને સંવૃત કરવા માટે હાથ-પગ વગેરેને નિષ્ઠયોજન પ્રવર્તાવે નહિ, પરંતુ પ્રતિનિયત સ્થાનમાં સ્થિર આસનમાં બેસીને સૂત્રઅર્થથી આત્માને વાસિત કરે અને જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજનથી કાયાને પ્રવર્તાવે તે યથાકથંચિદ્ પ્રવર્તાવે નહિ=શાસ્ત્રઅધ્યયન કરીને જ્ઞાનવૃદ્ધિ માટે ગુરુ પાસે જવું વગેરે કે વંદન વગેરે કૃત્યમાં આવશ્યક હોય તે રીતે તેટલા પ્રમાણમાં કાયાને પ્રવર્તાવે. વળી ચારિત્રની વૃદ્ધિ માટે ભિક્ષા વગેરે માટે જવું આવશ્યક હોય તોપણ સંયમનું પ્રયોજન હોય તેટલી જ કાયાને પ્રવર્તાવે, અધિક નહિ. વળી નવકલ્પી વિહાર કરીને ગૃહસ્થના અને ક્ષેત્રના પ્રતિબંધ ટાળવા માટે ઉપયોગી હોય તેટલા જ વિહારાદિ કરીને કાયાને પ્રવર્તાવે. પરંતુ નિપ્રયોજન વિહારાદિ કરીને યોગમાર્ગમાં દૃઢ યત્ન કરવાની શક્તિને ક્ષય ન કરે. વળી જ્યારે જ્ઞાનાદિ પ્રયોજનથી કાયાને પ્રવર્તાવવી આવશ્યક નથી. ત્યારે જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અને જ્ઞાનાદિની વૃદ્ધિના અંગભૂત સંવરની વૃદ્ધિ માટે કાચબાની જેમ પોતાનાં અંગોપાંગોને ગોપવીને રાખે અર્થાતુ હાથપગ ચલાવે નહિ. આંખ વગેરે આમતેમ ફેરવે નહિ, પરંતુ સ્થિર બેસીને આત્માને શાસ્ત્રોથી વાસિત કરવા યત્ન કરે. જેથી ચાંચલ્ય દોષજન્ય પૂર્વના જે સંસ્કારો આત્મામાં પડ્યા છે, તેનો ક્ષય થાય અને ભાવિમાં આત્મામાં ચાંચલ્ય દોષ પ્રગટ થાય તેમ હતો, તેનો કાયગુપ્તિ દ્વારા નિરોધ કરે. વળી વિવેકી શ્રાવક પણ ભાવસાધુની જેમ જ કાયગુપ્તિમાં યત્ન કરવાના અર્થી છે, છતાં હજી માત્ર ધર્મ સેવીને સ્વાચ્ય પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેથી ચિત્તના સ્વાથ્ય માટે ધર્મપ્રધાન અર્થ-કામને પણ સેવે છે અને તે ધર્મ, અર્થ, કામના સેવન દ્વારા ચિત્તના સ્વાથ્ય માટે યત્ન કરે છે અને તે ચિત્તના સ્વાસ્થના અંગભૂત કાયનિરોધમાં સુશ્રાવક પણ અવશ્ય યત્ન કરે. આથી રાત્રે કે અર્ધરાત્રિએ જાગે ત્યારે સ્થિર આસન પર બેસીને શ્રાવકો પણ ધર્મજાગરિકા કરે છે, ત્યારે કાયગુપ્તિમાં યત્ન કરીને સર્વવિરતિની પ્રાપ્તિનો અભિલાષ કરે છે. I૪૮૪ અવતરણિકા: अधुना वाचमुररीकृत्याहઅવતરણિકાર્ય :હવે વાણીને આશ્રયીને ઉત્પથગમનના નિવારણનો ઉપદેશ આપે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy