SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૯-૪૧૦, ૪૧૧ ટીકાર્ય : રાતના .... સંસારમતિ | આશાતના થતી સાક્ષાત્ મિથ્યાત્વ છે; કેમ કે જ્ઞાનાદિના વિનાશનું તરૂપપણું છે=મિથ્યાત્વરૂપપણું છે અને આશાતતાના ત્યાગથી સાક્ષાત્ સખ્યત્ત્વ છે; કેમ કે તેના ત્યાગના પરિણામનું તદ્દરૂપપણું છે=સમ્યક્વરૂપપણું છે, આથી જ અગીતાર્થ સાધુ અવિધિની પ્રવૃત્તિથી આશાતનાના નિમિતેaહેતુભૂત એવી આશાતનાથી, દીર્ઘ અને ૨ શબ્દથી ક્લિષ્ટ સંસારને કરે છે. ૪૧૦૫ ભાવાર્થ : જે સાધુ ગીતાર્થ નથી, તેથી આકુટિ વગેરે ભેદથી પ્રાયશ્ચિત્તના વિભાગને જાણવા સમર્થ નથી, તેવા સાધુને આશ્રયીને સૂત્રમાં આ કહેવાયું છે, શું કહેવાયું છે ? તે બતાવતાં કહે છે – તે સાધુ અપ્રાયશ્ચિત્તના સ્થાનમાં પ્રાયશ્ચિત્તને આપે છે; કેમ કે આકુટ્ટિ વગેરે ભેદના પરમાર્થને જાણતા નથી, તેથી કોઈ સાધુએ સંયમવૃદ્ધિના પ્રયોજનથી કલ્પિકા પ્રતિસેવા કરી હોય તોપણ સર્વ પ્રતિસેવાને એક પ્રતિસેવારૂપે જાણીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે. તેનાથી વિપર્યાસ બુદ્ધિ કરાવે છે અને સ્વયં પણ વિપર્યાસ બુદ્ધિ કરે છે. વળી તે તે કૃત્યોના પ્રાયશ્ચિત્તનો આકુટિ વગેરેના ભેદથી નિર્ણય કરવા અસમર્થ હોવાથી તે અગીતાર્થ મર્યાદાથી અધિક પ્રાયશ્ચિત્ત આપે છે. તે અગીતાર્થ સાધુને મોટી આશાતના લાગે છે; કેમ કે અપ્રાયશ્ચિત્તના સ્થાનમાં પ્રાયશ્ચિત્તની બુદ્ધિ કરી ભગવાનના શાસનનો વિપર્યાસ કર્યો અને જે પ્રતિસેવાનું જે પ્રાયશ્ચિત્ત સૂત્રસંમત છે, તેનાથી અધિક માત્રાનું પ્રાયશ્ચિત્ત આપીને તે સૂત્રનો અનાદર કરે છે. તેથી તે સાધુને તે સૂત્રની વિરાધનારૂપ મોટી આશાતના થાય છે અને તેનાથી પોતાને રત્નત્રયનો સૂક્ષ્મ પણ અંશ વિદ્યમાન હોય તે નાશ પામે છે અને વિપર્યાસ રૂપ રત્નત્રય દૃઢ થાય છે. આ રીતે પ્રાયશ્ચિત્ત આપીને તે અગીતાર્થ સાધુ આશાતનાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે; કેમ કે આશાતના જ મિથ્યાત્વ છે અને આશાતનાનો ત્યાગ જ સમ્યક્ત છે; કેમ કે ભગવાનના વચનના પારમાર્થિક બોધપૂર્વક તેનો આશાતનાત્યાગનો પરિણામ તત્ત્વને અભિમુખ જતો હોવાથી સમ્યક્વરૂપ છે અને અગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્ત આપવા દ્વારા જે આશાતના કરે છે, તેનાથી દીર્ઘ અને ક્લિષ્ટ સંસારને પ્રાપ્ત કરે છે અર્થાત્ દુર્ગતિની પરંપરાવાળા ઘણા ભવોરૂપ ક્લિષ્ટ અને અનર્થકારી સંસારને પ્રાપ્ત કરશે. II૪૦૯-૪૧ના અવતરણિકા : निगमयत्राहઅવતરણિકાર્ય : નિગમત કરતાં કહે છે=ગાથા-૩૯૮માં કહેલ કે અગીતાર્થ-અગીતાર્થનિશ્ચિત સાધુ અને જે અગીતાર્થ ગચ્છને પ્રવર્તાવે છે, તે અનંતસંસારી થાય છે. ત્યારપછી તે કઈ રીતે અનંતસંસારી થાય છે ? તેની અત્યાર સુધી સ્પષ્ટતા કરી. હવે તેનું નિગમન કરતાં કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy