SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૧ ગાથા : एए दोसा जम्हा, अगीयजयंतस्सऽगीयनिस्साए । वट्टावयगच्छस्स य, जो य गणं देइ अगीयस्स ॥४११।। ગાથાર્થ : જે કારણથી અગીતાર્થ યતના કરનાર સાધુને, અગીતાર્થની નિશ્રાથી અન્ય સાધુને, ગચ્છ ચલાવનાર અગીતાર્થને અને જે અગીતાર્થને ગણ આપે છે તેને આ=પૂર્વમાં કહેવાયેલા, દોષો છે, તે કારણથી જ્ઞાનમાં આદર કરવો જોઈએ. ll૪૧૧II. ટીકા : एतेऽनन्तरोक्ता दोषा यस्मात् 'अगीयजयंतस्सऽगीयनिस्साए 'त्ति अगीतार्थस्य स्वयं यतमानस्य अगीतार्थनिश्रया चान्यस्येत्यर्थः, 'वट्टावयगच्छस्स य जो य गणं देइ अगीयस्स'त्ति योऽगीतार्थः सन् गच्छस्य च वर्तकः पालको भवति पश्चाद् अगीतार्थाय गच्छं ददाति तस्याप्येत एव दोषाः पूर्वोक्तयुक्तेः, तस्मादिदमवेत्य ज्ञाने महानादरो विधेय इति ॥४११।। ટીકાર્ય - તેડનત્તરો .... વિવેક ત્તિ છે જે કારણથી અગીતાર્થ યતના કરનારને અને અગીતાર્થતી નિશ્રાવાળા સાધુ=અગીતાર્થ સ્વયં યતમાનને અને અગીતાર્થતી નિશ્રાથી અન્ય સાધુને, આ= અનંતરમાં કહેવાયેલા દોષો છે, જે અગીતાર્થ છતો ગચ્છનો વર્તક=પાલક, થાય છે અને જે અગીતાર્થને ગણ આપે છે, તેને પણ આ જ દોષો છે; કેમ કે પૂર્વે કહેવાયેલ યુક્તિ છે, તે કારણથી આને જાણીને જ્ઞાનમાં મોટો આદર કરવો જોઈએ. li૪૧૧TI ભાવાર્થ પૂર્વમાં બતાવ્યું કે જે અગીતાર્થ સાધુ છે, તે સંસારથી ભય પામેલા હોય, મોક્ષના અર્થી હોય, છતાં મૂઢતાને વશ પોતાની અલ્પબુદ્ધિમાં મહાબુદ્ધિને ધારણ કરે છે, શાસ્ત્રોના ત્રુટક-ત્રુટક પદાર્થોને જાણીને શાસ્ત્રોને હું જાણું છું, એવી બુદ્ધિ ધારણ કરે છે. પરંતુ વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાની વૃદ્ધિ કરનારી ક્રિયાઓ બતાવે છે ? ઉત્સર્ગ-અપવાદ કઈ રીતે વીતરાગતાની વૃદ્ધિનું કારણ છે વગેરે સૂક્ષ્મ પદાર્થો જાણવા માટે જેની બુદ્ધિ સમર્થ નથી અથવા મુગ્ધતાને કારણે જાણવાનો યત્ન કર્યા વગર સ્કૂલ બોધથી શાસ્ત્રો વાંચીને પોતે બધાં સ્થાને યોજન કરી શકે છે, તેવા ભ્રમવાળા અગીતાર્થ સાધુ પૂર્વમાં બતાવેલા વિપરીત પ્રયત્નો કરીને પોતાનો અનંત સંસાર વધારે છે અને પોતાની નિશ્રામાં રહેલા અન્ય સાધુનો પણ સંસાર વધારે છે અને ગચ્છના પાલક એવા તે સાધુ ગચ્છનો નાશ કરી પોતાનો સંસાર વધારે છે અને પોતાના જેવા અગીતાર્થ શિષ્યને ગણ આપીને તેનો પણ વિનાશ કરે છે. જેથી તેનો
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy