SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨, ૪૮૩ ૧૪૭ અહીં પ્રશ્ન થાય કે એક વખત સંયમનો પરિણામ થયો છે, તેથી વર્તમાનમાં પ્રમાદ કરે છે તોપણ ફરી તેઓ સંયમના પરિણામને અભિમુખ થશે. તેથી કહે છે જેઓ સંયમને સ્વીકાર્યા પછી શિથિલ પરિણામવાળા થયા છે, તેમનામાં તે શિથિલપણાનો ભાવ દૃઢ થાય છે, તેથી અનેક ભવો સુધી શિથિલતાની પ્રાપ્તિ થશે અને પાછળથી ઘણી મુશ્કેલીથી ઉદ્યમ ક૨શે, જેમ શીતલવિહારી સાધુએ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરેલ, પછી નિમિત્તોને પામીને પ્રમાદી થયા, તે પ્રમાદના સંસ્કારો અત્યંત દૃઢ થવાથી અનંતકાળ સુધી દરેક ભવમાં તે પ્રમાદનો સ્વભાવ જ સાથે આવે છે, તેથી સંસારના પરિભ્રમણની કદર્થનાને પામીને કેવળી પાસે પ્રતિબોધ પામીને ફરી ઉદ્યમ કરે છે, તેથી જેઓ સંયમને સ્વીકાર્યા પછી કોઈક નિમિત્તે પ્રમાદી થયા પછી શીઘ્ર સાવધાન ન થાય તો તે પ્રમાદના સંસ્કારોથી ઉત્તરોત્તર પ્રમાદની વૃદ્ધિ કરીને માર્ગથી ભ્રષ્ટ થશે, પાછળથી ઘણા પ્રયત્નથી ઉદ્યમ કરવો પડશે માટે સંયમશ્રેણી નહિ સ્વીકારનાર કરતાં પણ પ્રમાદી સાધુ અધિક હીનતર છે; કેમ કે જેણે સંયમશ્રેણી સ્વીકારી નથી તે જીવ વર્તમાનમાં સંસારી ભાવોમાં વર્તે છે અને ક્યારેક ઉપદેશના નિમિત્તને પામીને, માર્ગને પામીને આત્મહિત સાધશે, પરંતુ જેઓ સંયમશ્રેણિ સ્વીકાર્યા પછી તેનો અનાદર કરે છે તેઓ તેનાથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મોને કારણે ઘણા ભવો સુધી સન્માર્ગ પામી શકતા નથી, માટે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરીને શક્તિ અનુસાર તપ અને ક્ષમા વગેરે ભાવોમાં સદા ઉદ્યમશીલ થવું જોઈએ. ll૪૮૧-૪૮૨ અવતરણિકા : लघुकर्मकास्तु यदुपदिश्यते तदेवाचरन्त्यत एव तानुद्दिश्योपदेशसर्वस्वमाह અવતરણિકાર્ય : વળી લઘુકર્મવાળા જીવો જે ઉપદેશ અપાય છે તેને જ આચરે છે જ, તેમને ઉદ્દેશીને ઉપદેશના સર્વસ્વને કહે છે ગાથા: = जइ सव्वं उवलद्धं, जइ अप्पा भाविओ उवसमेणं । कायं वायं च मणं च उप्पहेणं जह न देइ ।। ४८३ ।। ગાથાર્થ ઃ જો સર્વ=પૂર્વમાં કહેલું સર્વ, ઉપલબ્ધ છે—બોધ કરાયો છે, જો ઉપદેશથી આત્મા ભાવિત છે, તો કાયા, વાણી અને મન ઉત્પથથી ન પ્રવર્તે, તે પ્રમાણે કરવું જોઈએ. II૪૮૩।। ટીકા ઃ यदि सर्वं समस्तमनन्तरोक्तं वक्ष्यमाणं सिद्धान्ताभिहितं चोपलब्धं सम्यक् परिच्छिन्नं भवद्भिर्यद्यात्मान्तर्यायी भावितो वासित उपशमेन रागादिजयेन, अनेन सम्यगुपालम्भकार्यं दर्शयति, ततो हे !
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy