SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૩ विवेकिनो भाविदोषनिरोधार्थं प्राचीनदोषक्षपणार्थं च कायं देहं वाचं गिरं च मनश्च चित्तमुत्पथेनोन्मार्गेण यथा न ददध्वं यूयं तथा विधेयम् यथोत्पथप्रवृत्ता योगा न भवन्ति तथा वर्तितव्यमित्यर्थः, तदनेनैतल्लक्षयति यो योगत्रयं सम्यग् नियन्त्रयति तेन सर्वोऽप्यागमार्थोऽनुष्ठितो भवतीति ।।४८३।। ટીકાર્ચ - દિ સર્વ ... મવતીતિ | જો સર્વ=અનંતરમાં કહેવાયેલું સમસ્ત અને આગળ કહેવાશે એ સિદ્ધાંતમાં કહેવાયેલું, ઉપલબ્ધ છે તમારા વડે સમ્યફ બોધ કરાયો છે, જો આત્મા–અંતર્યાયી–દેહ અંતવર્તી આત્મા, ઉપશમથી=રાગાદિના જયથી, ભાવિત છેઃવાસિત છે, આના દ્વારાઆત્મા ઉપશમથી વાસિત છે એ કથન દ્વારા, સમ્યગૂ ઉપાલમ્બના કાર્યને બતાવે છે. તેથી=સમ્યમ્ બોધરૂપ કાર્ય થયું છે. તેથી, હે વિવેકી જીવો, ભાવિ દોષના વિરોધ માટે અને પ્રાચીન દોષના ક્ષય માટે કાયાને–દેહને, વાણી અને મનને=ચિતને, ઉત્પથથી–ઉન્માર્ગથી, જે પ્રમાણે પ્રવર્તે નહિ, તે પ્રમાણે કરવું જોઈએ=જે પ્રમાણે ઉત્પથમાં પ્રવૃત યોગો થતા નથી, તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ, તે પ્રકારનો અર્થ છે. તે કારણથી આના દ્વારા=ગાથાના ઉત્તરાર્ધ દ્વારા, આને જણાવે છે – જે યોગત્રયને સમ્યમ્ નિયંત્રણ કરે છે તેના વડે સર્વ પણ આગમનો અર્થ સેવાયેલો છે. I૪૮૩ાા ભાવાર્થ અવતરણિકામાં કહ્યું કે લઘુકર્મવાળા જીવોને જે ઉપદેશ અપાય છે તેનું જ આચરણ કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંસારથી અત્યંત ભય પામ્યા છે, સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે, તેથી તત્ત્વને જાણવા માટે તત્પર થયા છે અને તત્ત્વને જાણીને તે રીતે શક્તિ અનુસાર સેવવા માટે અભિમુખ થયા છે તે જીવો લઘુકર્મવાળા છે. પૂર્વમાં કહેલા સર્વ ઉપદેશને તે રીતે જાણવા યત્ન કરે છે. જેથી પોતાના નામની જેમ તે ઉપદેશનાં વચનોનું તાત્પર્ય તેમને સદા સ્મરણમાં રહે અને જેમને તે ઉપદેશનું તાત્પર્ય તે રીતે સ્મરણમાં રહે છે અને આગળ ગ્રંથકારશ્રી જે કહેવાના છે તેનું પણ તાત્પર્ય સ્મરણમાં રહે છે તેમણે જ તેના પરમાર્થને પ્રાપ્ત કર્યો છે. આથી જ ગ્રંથ ભણ્યા પછી ગીતાર્થ ગુરુ તેને સ્થિરપરિચિત કરવાની આજ્ઞા આપે છે, તેથી જેઓ પ્રસ્તુત ઉપદેશમાલાના વક્તવ્યને સ્થિરપરિચિત કરે છે, તેઓ લઘુકર્મી જીવો છે અને આ ઉપદેશને સ્થિર કર્યા પછી પોતાની શક્તિનું આલોચન કરીને શક્તિ અનુસાર તપમાં અને કષાયોના ઉપશમમાં યત્ન કરવા માટે તે તે સૂત્રોથી આત્માને અવશ્ય ભાવિત કરે છે, જે સમ્યગ્બોધના કાર્યરૂપ છે, તેથી એ ફલિત થાય કે સૂત્રો સ્થિર પરિચિત કર્યા પછી તે સૂત્રોથી આત્માને પુનઃ પુનઃ ભાવિત કરવામાં આવે તો, જેમ ઋષભદેવ ભગવાને અને વિર ભગવાને તપ કર્યો, તેમ પોતે પણ અન્ય ઉચિત યોગોનો નાશ ન થાય તે રીતે બાહ્ય તપમાં અવશ્ય યત્ન કરે. વળી વીર ભગવાને ઉપસર્ગો અને પરિષહોને સહન કર્યા, તેમ મોક્ષના અર્થી તે મહાત્મા પણ પોતાની શક્તિ અનુસાર પ્રતિકૂળ ભાવોની ઉપેક્ષા કરીને પોતાના ચિત્તને ક્ષમા વગેરે ભાવોમાં પ્રવર્તાવવા અવશ્ય યત્ન કરે અને તે ભાવોને પ્રગટ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy