SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૪૧૩, ૪૧૪ શુદ્ધ આચારો પાળીએ છીએ અને સ્થૂલથી તેઓ શુદ્ધ આચારો પાળે છે તોપણ નિગ્રંથભાવને અભિમુખ જવા ભવથી વિરક્ત થઈને તેમણે સંયમ ગ્રહણ કરેલું, ત્યારપછી અબહુશ્રુતપણાને કારણે ઉપસર્ગપરિષહમાં ચિત્ત સ્ખલના પામેલું, તે સર્વ અપરાધસ્થાનો શરીરમાં પડેલા કંટક જેવાં છે, તે સંયમરૂપી દેહને બાધા કરનારાં છે. વળી તે મહાત્મા તપ વગેરે શુદ્ધ આચાર દ્વારા સંવેગના પરિણામને અભિમુખ છે. તેથી કંઈક સ્થાનમાં સુરક્ષિત છે તોપણ કંટક જેવાં અપરાધસ્થાનો તેના ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધક છે, તેથી સંયમ ગ્રહણ કરતી વખતે તે મહાત્માને જે ભાવ હતો અને સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થની નિશ્રાથી જે ભાવો સંપન્ન થયેલ તે ભૂમિકાના પરિણામોનું રક્ષણ તપ-સંયમની ક્રિયાથી તે મહાત્મા કરે છે, પરંતુ ગીતાર્થની નિશ્રામાં અત્યારે નહીં હોવાથી અને અપરાધોને સેવીને તેને નહિ જાણનાર હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિ કરી શકતા નથી. વળી જે સાધુ સંવેગના પરિણામવાળા નથી, માત્ર પોતે સાધુ છે, બાહ્ય ત્યાગ કરે છે અને પોતાના ત્યાગનું અભિમાન ધારણ કરે છે તેવા અજ્ઞ સાધુને દીક્ષા ગ્રહણ કરતી વખતે જે ગુણ પ્રાપ્ત થયેલો પણ ચાલ્યો જાય છે અને સંયમ ગ્રહણ કર્યા પછી વિપરીત સેવનથી જે અતિચારો થયા તેના પ્રત્યે નિઃશુકતા હોવાને કારણે પૂર્વમાં કહ્યું, તેમ અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે. તેથી સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામથી યોગબીજોને પ્રાપ્ત કરીને જે સંસારને અલ્પ કરેલો તે સંસારને સ્વમતિ અનુસાર પ્રવૃત્તિથી દીર્ઘ કરે છે. II૪૧૨-૪૧૩॥ અવતરણિકા : एतदेव स्पष्टयति અવતરણિકાર્ય : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે ‘કંઈક જ્ઞ' સાધુની ગુણશ્રેણી વૃદ્ધિ પામતી નથી એને જ, સ્પષ્ટ કરે છે ગાથા : - ' अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीए कयं, बहुयं पि न सुंदरं होई ।। ४१४।। ગાથાર્થ = અલ્પ આગમવાળો ફ્લેશને અનુભવે છે, જો કે અતિ દુષ્કર તપ કરે છે, સુંદર બુદ્ધિથી કરાયેલું ઘણું પણ સુંદર થતું નથી. II૪૧૪|| ટીકા ઃ अल्पागमः स्तोकश्रुतः क्लिश्यते केवलं क्लेशमनुभवति यद्यपि करोत्यतिदुष्करमेव तुशब्दोऽ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy