SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૩-૫૨૪ ૨૦૦ થયેલ અટકાયત, અધ્વ=માર્ગ, અવમ=દુર્ભિક્ષ, ગ્લાનત્વ=વર વગેરે રોગથી થયેલી મંદતા, કાંતાર, રોધ ઇત્યાદિનો દ્વન્દ્વ સમાસ, તે છે આદિમાં જેમને રાજ ઉપસર્પણ વગેરે તે તેવા છે=કાંતારરોધ-અધ્વ-અવમ-ગ્લાનત્વાદિવાળા છે, બે મકાર અલાક્ષણિક છે અને કાંતાર-રોધ-અધ્વ-અવમગ્લાનત્વ વગેરે કાર્યો છે એ સમાસ છે, તે કાર્યોમાં સર્વ આદરથી=સમસ્ત પ્રયત્નથી, યતના વડે= આગમમાં કહેવાયેલી યતના વડે, જે રીતે તેમના=સુસાધુના, ચિત્તનો ઉપરોધ થતો નથી, તે રીતે આ=સંવિગ્નપાક્ષિક, કરે છે, જે સાધુ=શોભન, કર્તવ્ય છે અથવા સાધુકાર્ય છે=તપસ્વીનું પ્રયોજન છે. ૫૨૩. ભાવાર્થ : સંવિગ્નપાક્ષિક સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી કોઈક રીતે પ્રમાદને કારણે સંવિગ્નપાક્ષિક થયેલા છે અને સંયમ ગ્રહણ કરીને જેઓએ સુસાધુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા માર્ગને જાણ્યો છે, એથી સુસાધુએ કઈ રીતે યતનાપૂર્વક સર્વ કૃત્ય કરવાં જોઈએ તેનો બોધ છે તોપણ ચાંચલ્યદોષને કારણે સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારે સંયમની ક્રિયા કરતા નથી, છતાં સુસાધુ પ્રત્યે તેમને બદ્ધરાગ છે. આથી જ સંવિગ્નપાક્ષિક છે તેમ કહેવાય છે, તેના કારણે સાધુઓ અરણ્યમાં હોય, નગરના રોધમાં હોય, દુર્ભિક્ષ હોય અથવા કોઈ સાધુ ગ્લાન હોય, તે સર્વ સાધુના કાર્યમાં સંવિગ્નપાક્ષિક સાધુ અત્યંત આગમ ઉક્ત યતનાથી પ્રવૃત્તિ કરે છે, જેથી સુસાધુને ચિત્તનો ઉપરોધ થતો નથી; કેમ કે યતના વગર તે કાર્યો થાય તો સુસાધુ અન્ય પાસે કરાવે નહિ, પરંતુ સંવિગ્નપાક્ષિક સાધુ વેષમાં છે, સ્વયં પ્રમાદી છે તોપણ સુસાધુનાં તે તે કૃત્યો આગમોક્ત વિધિથી કરીને તેમની ભક્તિ કરે છે, તેથી સંવિગ્નપાક્ષિકનું સુસાધુની ભક્તિનું તે કૃત્ય શોભનકૃત્ય છે અથવા તપસ્વી એવા સાધુનું આ કૃત્ય છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ સુસાધુની ભક્તિ કરીને માર્ગના પક્ષપાતી થાય છે. ૫૨૩॥ અવતરણિકા : एतच्चातिदुष्करमत एवासौ प्रशस्यतयोक्तः यत आह અવતરણિકાર્ય : અને આ=પૂર્વગાથામાં કહ્યું એવી યતનાપૂર્વકની આચરણા જે સંવિગ્નપાક્ષિક કરે છે એ, અતિદુષ્કર છે. આથી જ આ=સંવિગ્નપાક્ષિક, પ્રશસ્યપણાથી કહેવાયો છે, જે કારણથી કહે છે ગાથા = आयरतरसम्माणं सुदुक्करं माणसंकडे लोए । संविग्गपक्खियत्तं, ओसनेणं फुडं काउं ।।५२४।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy