SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૨-૫૨૩ ઉત્થિત થઈને કરતા નથી, તેમને ગીતાર્થ સાધુઓ વારંવાર પ્રમાદના દોષો અને સમ્યગ્પાલનના ગુણો કહે છે અને પ્રેરણા કરે છે કે જો સંયમ પાળવાને અનુકૂળ ધૃતિબળ ન હોય અને આ રીતે ચંચળતાથી સંયમની ક્રિયા કરવાની પ્રવૃત્તિ થતી હોય તો દ્રવ્યલિંગને છોડીને સારા શ્રાવક થવું જોઈએ, જેથી આત્મહિત થાય, છતાં તે સાધુ દ્રવ્યલિંગને મૂકવા તૈયાર ન થાય તો ગીતાર્થ સાધુ તેને સંવિગ્ન સાધુનો પક્ષપાત ક૨વાનો ઉપદેશ આપે છે અર્થાત્ કહે કે તારામાં સંયમની ક્રિયાઓ સમ્યગ્ કરવાનું સત્ત્વ નથી તોપણ જે સાધુઓ સંયમમાં ઉત્થિત થયા છે તેમની ભક્તિ કરવી, તેમનાં ગુણગાન કરવાં, પોતાની હીનતા બતાવવી વગેરે તારે કરવું જોઈએ અને પોતાની વિપરીત પ્રવૃત્તિના બળથી લોકોને માર્ગનો વિપરીત બોધ ન થાય તે માટે પોતાની પ્રવૃત્તિની હીનતા બતાવીને શુદ્ધ માર્ગ સ્થાપન ક૨વો જોઈએ, તેનાથી તને બીજની પ્રાપ્તિ થશે, તેના કારણે ભવાંતરમાં તું મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીશ. I૫૨૨ા અવતરણિકા : स तर्हि संविग्नानां क्वोपयुज्यते इत्याह - અવતરણિકાર્ય : તો તે=સંવિગ્નપાક્ષિક, સંવિગ્નોને=સુસાધુઓને, ક્યાં ઉપયોગી થાય છે ? એથી કહે છે ગાથા = कंताररोहमद्धाणओमगेलनमाइकज्जे । सव्वायरेण जयणाए, कुणइ जं साहु करणिज्जं । । ५२३ ।। = ગાથાર્થ ઃ અરણ્ય, રોધ, માર્ગ, દુર્ભિક્ષ, ગ્લાનત્વ વગેરે કાર્યોમાં સર્વ આદરથી યતના વડે જે સુંદર કરણીય છે તેને સંવિગ્નપાક્ષિક કરે છે. II૫૨૩]I ટીકા ઃ कान्तारं महदरण्यं, रोधो नगरादौ परचक्रजनितः, अध्वा मार्गः, अवमं दुर्भिक्षं, ग्लानत्वं ज्वरादिरोगेण मान्द्यं, कान्तारश्च रोधश्चेत्यादिद्वन्द्वः, तान्यादिर्येषां राजोपसर्पणादीनां तानि तथा मकारावलाक्षणिकौ कान्ताररोधाध्वाऽवमग्लानत्वादीनि च तानि कार्याणि चेति समासः, तेषु किं ? सर्वादरेण समस्तप्रयत्नेन यतनयाऽऽगमोक्तया यथा तेषां चित्तोपरोधो न भवति तथाऽसौ संविग्नपाक्षिकः करोति, यत् साधु शोभनं करणीयं कर्त्तव्यं साधु कार्यं वा तपस्विप्रयोजनमिति । । ५२३ ॥ ટીકાર્ય -- कान्तारं તપસ્વીપ્રયોખનમિતિ ।। કાંતાર=મોટું જંગલ, રોધ=નગર વગેરેમાં પરચક્રથી ઉત્પન્ન
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy